Hu raahi tu raah mari - 26 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 26

Featured Books
Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 26

શિવમ સવારે ૧૦:૦૦ વાગ્યે રાહીની ઓફિસ પાસે આવી ગયો અને તેને ફોન કરી પોતે આવી ગયો છે તો નીચે આવી જવા કહ્યું. રાહી તરત જ નીચે રોડ સાઇડ પર આવી ગઈ અને શિવમની રોડની બાજુમાં પાર્ક કરેલી કારમાં બેસી ગઈ.
“ગૂડ મોર્નિંગ.” રાહી.
“મોર્નિંગ”. શિવમ.
“ જોબ પરથી આટલું વહેલું આવી ગયો?” રાહી.
“૮:૩૦ એ જ આવી ગયો.ફ્રેશ થઈ નાહીને સીધો આવ્યો.”શિવમ.
“મતલબ તે નાસ્તો પણ નથી કર્યો?”રાહી.
“ સમય જ નથી મળ્યો.” શિવમ
“થોડું તો નાસ્તો કરી લેવાય ને !! આટલી પણ કોઈ જલ્દી નહોતી.પછી કામમાં કેટલો સમય જતો રહે કેમ ખબર?”રાહી.
રાહી તેની ચિંતા કરી રહી છે તે જોઈ શિવમને સારું લાગી રહ્યું હતું.તેના હોઠ પર સ્મિત આવી ગયું.
“હું તારી સાથે વાત કરું છું અને તું હસે છે??”રાહી.
શિવમને ખ્યાલ આવ્યો કે તેનું સ્મિત રાહીથી છુપું નથી રહ્યું.આથી તેણે વાત બદલતા કહ્યું... “ મારી આટલી ચિંતા કરે છે પણ પોતાનો ચહેરો પણ નથી જોતી.”
“કેમ મારા ચહેરા પર શું છે?”રાહીએ પોતાના પર્સમાથી મિરર કાઢી ચહેરો જોતાં કહ્યું.
“ઘણી બધી લિપસ્ટિક લગાવી છે..ચૂડેલ લાગે છે.” શિવમ.
રાહીનું મોઢું પડી ગયું.તેણે લિપસ્ટિક તો લગાવી હતી અને ખરાબ પણ નહોતી લાગતી છતાં તે શિવમને ચૂડેલ જેવી લાગી.રાહી વિચારતી હતી કે શિવમને આકર્ષિત કરવામાં ક્યાક સાચે જ તો તેણે વધારે મેક-અપ નહોતો કરી લીધો ને?? તે ઉદાસ થઈ ગઈ.કોઈ ચાહતા વ્યક્તિ માટે તૈયાર થયા હોય અને જ્યારે તે જ આપણી મજાક ઉડાવે ત્યારે કેટલું ખરાબ લાગે આ વાત રાહીને આજ સમજાય હતી.કોલેજમાં છોકરીઓ કેટલું સજી-ધજીને આવતી ત્યારે રાહીને તે બધુ મજાક લાગતું પણ આજ તે પોતાના પ્રિય પાત્ર સામે મજાક બની ગઈ હતી.રાહી રૂમાલથી પોતાની લિપસ્ટિક હટાવવા લાગી.
“આ શું કરે છે?” શિવમ.
“તે જ કીધું ખરાબ લાગે છે.હટાવું છું.”રાહીના અવાજમાં ઉદાસી હતી.
શિવમને લાગ્યું કે તેણે રાહીને સાચે જ ઉદાસ કરી દીધી.
“હું મજાક કરતો હતો ડિયર.તું જરા પણ ખરાબ નથી લાગતી.એકદમ સરસ લાગે છે પણ મને કહેવામા શરમ આવતી હતી માટે મારા ચહેરા પર સ્માઇલ હતી પણ તારો ઉદાસ ચહેરો જોઈ મારે સાચું બોલવું જ પડ્યું.”શિવમ.
“સાચે??” રાહી કોઈ નાના બાળકની જેમ ચહેરો કરી શિવમને પૂછી રહી હતી.
શિવમને થયું શું કરું? આ છોકરીને પ્રેમ કરું? ખૂબ જ મન થાય છે તેને વ્હાલથી પોતાની નજીક લઈને કહેવાની કે , “તારાથી સુંદર છોકરી આ દુનિયામાં મારા માટે કોઈ નથી.”પણ આવું કહેવું કોઈ પરીક્ષાથી ઓછું નહોતું.શિવમે રાહીની આંખોમાં જોઈ કહ્યું , “એકદમ સાચું..” રાહી ફરીથી ખુશ થઈ ગઈ.કારની મ્યુજિક સિસ્ટમમાં ગીત વાગી રહ્યું હતું,…
“ કહેતા હૈ પલ પલ તુમસે
હોકે દિલ યે દિવાના..”
રાહી બારીમાથી બહાર જોઈ રહી હતી.શિવમ તેની સામે થોડી થોડી વારે જોતો હતો.અચાનક તેને વિચાર આવ્યો.રાહી આટલી ઉદાસ કેમ થઈ ગઈ તેના આમ કહેવાથી? રાહીને ફર્ક પડતો હશે તેના કઈ કહેવાથી?શું રાહી પણ તેના માટે કઈ મહેસુસ કરતી હશે?શિવમ વિચારતો હતો ત્યાં શિવમના કાનમાં રાહીના શબ્દો પડ્યા.
“તો તું મળવા કોને જાય છે?”રાહી.
“ પપ્પાના કોઈ મિત્ર છે. વાત મળી છે કે તે પણ આ વિષે કઈક જાણે છે.” શિવમ.
“તને કઈ નામ કે સરનામું ખબર છે તેનું?”રાહી.
“ હા માહિતી પાકકી છે.મારા ખબરીએ જણાવ્યુ છે અને પપ્પા પાસેથી પણ જાણવા મળ્યું છે કે,પહેલા તે લોકો બધા જ્યારે નાના હતા મોરબી પાસેના કોઈ ગામમાં રહેતા હતા.ખબરી મારા ખાસ મિત્રનો નાનો ભાઈ જ છે.તેનો ભાઈ પપ્પાની ફેક્ટરીમાં મેનેજરની પોસ્ટ પર છે.મૂળ મોરબીનો વતની છે અને મારો ખાસ મિત્ર છે આથી તેની મદદ લેવાનું વિચાર્યું.માહિતી બધી ગુપ્ત રહેશે તેને મને વચન આપ્યું છે.તેણે ત્યારે જ તેના નાના ભાઈ યશને આ કામ સોપ્યું.તેણે ખબર આપી કે પપ્પાના બે ખાસ મિત્રો હતા. એક જ શાળામાં ભણવાનું,સાથે રમવાનું અને સાથે જ જમવાનું તેવા સારા વહેવાર હતા.આ ત્રણેય પરિવારમાં પણ ખૂબ સારું બનતું હતું.જે વ્યક્તિને મળવા જાઉં છું તેનું નામ હરેશભાઈ છે.”શિવમે માહિતી આપી.
“તને લાગે છે કે આટલા સમયથી ગુપ્ત માહિતી તે તને આપશે? અને તે જાણીને કે તું તે વ્યક્તિ છો જેનાથી આ માહિતી ગુપ્ત રાખવાની છે.તો મને નથી લાગતું કે તને તેમની પાસેથી કઈ જાણવા મળે.”શિવમ.
“હું મારી ઓળખાણ છુપાવીને તેમને મળવા જઈશ.”શિવમ.
“પણ તું કહીશ શું? તે પૂછશે કે શા માટે તું આ બધુ જાણવા માંગે છે ત્યારે તું શું કહીશ?”રાહી.
“ હાલ તો હું લેખકના નાતે તેમને મળવા માટે જઈશ.હું મારી વાર્તા માટે તેમને મળવા આવ્યો છું તેમ જ તેમને જણાવીશ.હું તેમના જીવનની કહાની એક વાર્તામાં વણી લેવા માંગુ છું તેમ જ તેમને જણાવીશ.”શિવમ.
“તને લાગે છે આ વાત સાંભળી તે તને બધુ જણાવશે?” રાહી.
“જવા દે શું થાય છે તે જોયું જાય છે.”શિવમ.
“તારે મોરબીમાં જ જવાનું છે કે ગામડે?”રાહી.
“હવે બધા મોરબીમાં જ રહેવા આવી ગયા છે.મને તે વ્યક્તિ અને યશ બંને મોરબીમાં જ મળશે.તારે જ્યાં જવાનું છે ત્યાં હું તને છોડીને પછી યશને મળવા જઈશ. તેને રૂબરૂ મળીને જ આગળ શું કરવું તેની ખબર પડે. ”શિવમ.
“હમ્મ...ઠીક છે.મારી કોઈ જરૂર પડે તો મને જણાવજે.”રાહી.
“ઠીક છે.”શિવમ.
શિવમ રાહીને છોડીને યશ પાસે જાય છે.યશ શિવમને માહિતી છે.
“જાણવા મળ્યું છે કે તમારા પપ્પાના બે મિત્રો હતા.તે હંમેશા સાથે રહેતા.ચેતનભાઈ તમારા પિતા જે પટેલ હતા.હરેશભાઈ જેમને તમે મળવા જઈ રહ્યા છો જે નાતે સોની હતા.અત્યારે તેમને મોરબીમાં સોનાના દાગીનાનો શો રૂમ છે, અને જેમના વિષે તમે જાણવા માંગો છો તે શિવરાજભાઈ જે નાતે દરબાર છે.શિવરાજભાઈના પિતા એક જમીનદાર હતા.તે વ્યાજે પૈસા આપતા હતા હવે આ કામ પોતે શિવરાજભાઈ કરે છે.”યશે શિવમને વધારાની માહિતી આપી.
“આ વાત તને ક્યાથી જાણવા મળી? શું તે ત્યાંના કોઈ ગામના લોકો ને?...” શિવમ.
“ના ના આવી ભૂલ હું ન કરી શકું.ભાઈ એ મને આ તપાસ ગુપ્ત રીતે કરવાનું કહ્યું હતું માટે મે કોઈને જાણ ન થાય તે રીતે તપાસ કરી છે.”યશ.
“તો આ વાત તને કોણે જણાવી?” શિવમ.
“તમારું પરિવાર ઘણા સમયથી સુરતમાં સ્થિત છે અને તમે પહેલા આ ગામમાં રહેતા લોકો બસ આટલું જ જાણે છે બાકીની હકીકત જાણવી મને થોડી મુશ્કેલ લાગી.કેમ કે આમ અચાનક હું કોઈ વિષે પૂછપરછ કરું તો કોઈ શક કરે પછી મને એક વ્યક્તિ ધ્યાનમાં આવી.જેમના પાસેથી મને ઘણું જાણવા મળી શકે તેમ હતું.”યશ.
“કોણ?”શિવમ.
“હેમા બા.”યશ.
“તે કોણ છે?”શિવમ.
“તે હરેશકાકા જે તમારા પપ્પાના મિત્ર છે તેમના મમ્મી છે.દાદીમા છે ૮૦ વર્ષના.મને લાગ્યું તે કઈક જાણતા હોવા જોઈએ.અમારા પરિવારને હરેશકાકાના પરિવાર સાથે સારા સંબંધો છે.માટે હું ત્યાં જતો હોઉ છું.હેમ બા ઘણા મિલનસાર સ્વભાવના છે.તે ગામ વિષે ઘણીવાર કઈક ને કઈક વાત કરતાં હોય.જે રીતે ત્યાંના લોકો દરેક તહેવારો ઉજવાતા,દીકરા-દીકરીઓના લગ્ન થતાં,ગામની બધી સ્ત્રીઓ કુવે પાણી ભરવા જતી જેવા ઘણા કિસ્સા મે સાંભળેલા છે.તો મને લાગ્યું કે તેમની પાસેથી ચોક્કસ માહિતી મળશે અને કોઈને શક પણ નહીં જાય.વધારે કઈ નહીં પણ આટલું જાણવા મળ્યું.બાકી હરેશકાકાને તો મારી પૂછવાની હિંમત જ ન થાય.” યશ.
“આભાર યશ.તે મારી ઘણી મદદ કરી.તારે એક મદદ વધારે કરવાની છે.હું શિવમ છું કે મારા વિષે કોઈપણ માહિતી છૂપી રાખવાની છે. હા હેમ બા થી પણ..તું તારી રીતે તપાસ ચાલુ રાખજે હું પણ હરેશકાકા સાથે વાત કરવાની કોશિશ કરું છું.”શિવમ.
“આભાર ન માનવાનો હોય શિવમભાઈ.તમે મારા મોટા ભાઈ જ છો ને!! હું મારાથી બનતી બધી માહિતી મેળવવાની કોશિશ કરીશ.તમે બેફિકર રહો.પણ જો તમે તમારી ઓળખાણ છુપાવવા માંગતા હોય તો તમારે હરેશકાકાને મળવા એકલા જ જવું જોશે. મારા આવવાથી બની શકે તમને કોઈ વાત જણાવે જ નહીં..” યશ.
“હા તારી વાત સાચી છે..હું હરેશકાકા પાસે એકલો જ જાઉં છું..મને તેમના ઘર અને ઓફિસનું અડ્રેસ્સ મેસેજ કર.”શિવમ.
*********************
શિવમ હરેશભાઈને મળવા માટે લેખક બનીને જાય છે. હવે આગળ...