Hu raahi tu raah mari - 25 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 25

Featured Books
Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 25

અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ શિવમ જાણે પોતાને જ પૂછી રહ્યો હતો.. “સારો તો લાગુ છું ને?” વ્હાઇટ શર્ટ અને નેવી બ્લૂ પેન્ટની ફોર્મલ પેરમાં શિવમ એકદમ હેનસમ લાગી રહ્યો હતો જે તેને ખુદને ખબર હોવા છતાં પણ કઈ કમી નથી રહી જતી ને? આવું પોતાને પૂછતો હતો.પણ પોતાના દિલ અને દિમાગ બંનેએ સરખો જ જવાબ આપ્યો.. “ઓલ ધ બેસ્ટ.”
જ્યારથી શિવમને ખબર થઈ હતી કે તે રાહીના પ્રેમમાં છે ત્યારથી તે રાહી અને તેને જોડતી દરેક બાબતમાં એકદમ ચોકસાયથી વર્તતો હતો.તે હવે સાચે જ કોઈ એવિ છોકરીના પ્રેમમાં હતો જે તેને, તેના પરિવારને અને તેના બિજનેસને સંભાળી શકે અને પરિવારની આવતી પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે તેવી હતી અને તે છોકરી માત્ર ને માત્ર રાહી હતી.પણ વિધિની બાબતમાં થયેલી ભૂલનું તે પુનરાવર્તન કરવા માંગતો ન હતો.વિધિ વંશ તરફ વળી તેમાં પણ તેનો થોડો તો વાંક હતો જ આવું શિવમ માનતો હતો.કદાચ તેણે વિધિને સમય આપ્યો હોત તો જે થયું તે ન થાત..પણ શિવમનું એક મન કહેતું હતું કે તેણે વિધિ પર કરેલો આંધળો વિશ્વાસ પણ તેમાં ક્યાંક જવાબદાર હતો...ખેર તે બધુ તો હવે તેની ગઈ કાલ બની ચૂક્યું હતું પણ રાહી તેની આવતીકાલ બનવાની હતી...ચોક્કસ રાહીની ‘હા’ પછી.આ પહેલા શિવમ રાહીને પૂરેપુરી જાણી લેવા માંગતો હતો.રાહીના ભવિષ્ય માટેના, તેના જીવનસાથી વિશેના શું સપના છે? તે શું વિચારે છે? તે બધુ... અને આ માટે તેણે આ વખતે તેણે આ વખતે તેના મમ્મીનો સાથ લીધો હતો.શિવમ રાહીની બાબતમાં કોઈ ભૂલ કરવા માંગતો નહોતો અને જો કોઈ ભૂલ થઈ પણ રહી હોય તો મમ્મી દ્વારા તેને તરત જ ખબર થઈ જાય માટે તેણે તેની મમ્મીને બધુ જ જણાવી રાખ્યું હતું. આજ તે રાહીના પરિવાર સાથે ડિનર પર જવાનો છે તે પણ..
**************************
શિવમ આવવાનો છે સાથે માટે રાહી ચોકસાયથી તૈયાર થઈ રહી હતી.નેવી બ્લૂ કલરમાં વ્હાઇટ કલરના ફ્લાવરવાળું શોર્ટ ફ્રૉક પહેરી રાહી એકદમ ‘પરી’ જેવી લાગી રહી હતી.સાથે સિલ્વર નેકલેસ્સ અને પગમાં હિલવાળા સેન્ડલ સાથે પોતાનું ફેવરિટ ‘લેડીબ્લૂ’નું કોલોન લગાવી રાહી તૈયાર થઈ ગઈ.પોતે દરરોજ કરતાં વધારે ખૂબસૂરત લાગી રહી છે તે રાહીએ નોંધ્યું.
************************
બધા નક્કી કરેલી જગ્યા પર પહોંચી ગયા.રાહીના મમ્મી-પપ્પાએ શિવમનું સ્વાગત કર્યું.બધા ડાયનીંગ ટેબલ પર ગોઠવાય ગયા.મેનૂ જોઈ વાનગીઓ ઓર્ડર કરવામાં આવી.રાહી અને શિવમ બન્નેએ એકબીજાને ખાસ નોંધ્યા.બંનેએ એક જ મેચિંગના કપડાં પહેર્યા છે કોઈપણ પ્રિ-પ્લાન વગર તે જોઈ બંને મનમાં ને મનમાં ખુશ થતાં હતા.શિવમને પોતાના પ્રેમને વ્યક્ત કરવાનું મન થતું હતું પણ આ સમયે તે સંભવ નહતું આથી તેણે રાહીને ફોનમાં જ મેસેજ કરીને “ ખૂબ જ સરસ લાગે છે.”નો મેસેજ કર્યો.રાહી શિવમની આંખોમાં જોઈને મીઠું હસી.શિવમના શરીરમાથી એક મીઠી ધ્રૂજરી પસાર થઈ ગઈ. બધા વચ્ચે વાતો થતી હતી. રાહીનો ભાઈ વિરાજ પણ શિવમ સાથે ઘણો ભળી ગયો હતો.
“આજ એક નહીં પણ બે પાર્ટી છે.” રાહી.
“બે કેમ?” વિરાજ.
“ આજે જ શિવમના પપ્પાએ શિવમને નવી કાર ગિફ્ટમાં આપી.” રાહી.
“ઓહહ..ખૂબ સરસ. અભિનંદન શિવમ.” વિરાજ.
સાથે રાહીના મમ્મી-પપ્પાએ પણ શિવમને અભિનંદન આપ્યા.
“ આભાર. અને જો અહી મારી નવી કારની પણ પાર્ટી હોય તો આપણે જમીને સીધા આઇસક્રીમ ખાવા માટે જશું.” શિવમ.
“હા ચોક્કસ પાર્ટી તો આપવી બને.” રાહી.
પછી બધા હસી પડ્યા.જમવાનું પૂરું કરી બધા આઇસક્રીમ ખાવા માટે ગયા અને ઘરે જવા માટે નિકળા.શિવમ બધાને ‘ જય શ્રી કૃષ્ણ” કહી ઘરે જવા નીકળ્યો.
રસ્તામાં રાહીના ઘરના લોકો શિવમ વિષે વાત કરતાં જતાં હતા જ્યારે શિવમે તરત જ તેના મમ્મીને ફોન જોડ્યો.ફોન સ્પીકર પર રાખી શિવમ તેના મમ્મી જોડે કાર ચલાવતા પોતાના ફ્લેટ તરફ આગળ વધી રહ્યો હતો.
“શિવમ ખૂબ જ સરસ લાગતો હતો નહીં..??” વીણાબહેન.
“હા કેમ ન હોય આખરે મોટા બિસનેસમેનનો પુત્ર છે તો તેનું વ્યક્તિત્વ જલહળતું જ હોય ને..!! આ વ્યક્તિત્વ બજારમાં વહેચાતું ન મળે.આવું વ્યક્તિત્વ કોઈ ખાનદાની જાગીર હોય શકે કે પછી જન્મથી જ કઈક વ્યક્તિઓ પાસે જ હોય છે.”જયેશભાઇ.
“હા જેમ કે આપણી રાહી..” વીણાબહેન.
જયેશભાઇ સમજી ગયા કે તેમના પત્નીના મગજમાં શિવમની છબી પોતાના ભાવિ જમાઈ તરીકેની બની ગઈ છે. જો કે શિવમને મળ્યા પછી તેમને પણ લાગ્યું કે શિવમથી બેસ્ટ છોકરો રાહી માટે કોઈ હોય જ ન શકે.પણ આપણાં વિચારવાથી કઈ થઈ ન શકે. જે લોકોને લગ્ન કરવાના છે તે લોકો ‘હા’ ની મહોર ન લગાવે ત્યાં સુધી કોઈનું કઇપણ વિચારવું બેકાર છે.
*********************
“મમ્મી તે ખૂબ જ સરસ લાગી રહી હતી.તેને મારા કપડાને મેચિંગ જ ડ્રેસ પહેરી હતી.”
“ ઓહ..સરસ.. મને ગમ્યું..તેના પરિવારમાં કોણ કોણ છે?” દિવ્યાબહેન.
શિવમે રાહીના પરિવાર અને તેમની સાથે થયેલી મુલાકાત વિષે તેના મમ્મીને વાત કરી.શિવમ ખૂબ જ ખુશ લાગતો હતો તે દિવ્યાબહેને નોંધ્યું.
“તે કઈ ગિફ્ટ આપી?” દિવ્યાબહેન.
“ ઓહહ ....હું તો ભૂલી જ ગયો.મમ્મી સાચે હું આટલો ખુશ હતો કે જલ્દી-જલદીમાં તેના માટે ગિફ્ટ લેવાનું જ ભૂલી ગયો.”શિવમ.
“શું શિવમ તું પણ?? આવું તે કોઈ કરે?”દિવ્યાબહેન.
“ કેટલો મોટો પાગલ છું હું મમ્મી. રાહી મારા વિષે શું વિચારતી હશે? હા જો કે સવારે હું તેની ઓફિસે ગયો ત્યારે તેના માટે ફ્લાવર અને કેક લઈ ગયો હતો પણ તે ગિફ્ટ થોડી કહેવાય?” શિવમની ખુશી ઓગળી ગઈ.
“શિવમ ઉદાસ ન થઈશ.ચાલ્યા કરે. તું કાલ આપી દેજે. કહેજે કે ઘરેથી જલ્દી જલદીમાં લાવતા ભૂલી ગયો હતો.”દિવ્યાબહેન.
“એવું ચાલે?આ ખોટું કહેવાય.”શિવમ.
“ અરે જે ખોટું કોઈને ખુશ કરતું હોય તે ‘ખોટું’ ખોટું ન કહેવાય.”દિવ્યાબહેન.
“પણ હું તેના માટે શું લઇશ?” શિવમ.
“હવે તે તારો વિષય છે.” દિવ્યાબહેન.
“થોડી તો મદદ કર.”શિવમ.
“ તેવું જે તેના માટે સુંદર લાગે.”દિવ્યાબહેન.
“ઠીક છે મમ્મી.” શિવમ.
“ શિવમ બેટા એક વાત પૂછું?” દિવ્યાબહેન.
“હા પૂછ ને મમ્મી.”શિવમ.
“તું ખુશ છો?” દિવ્યાબહેન.
શિવમ સમજી ગયો કે તેના મમ્મી તેને રાહી પોતાના જીવનમાં આવી તેના વિષે પૂછી રહ્યા છે.શિવમે તરત જ એકક્ષરી જવાબ આપ્યો. “હા.”
“ઠીક છે. પણ બેટા એક વાત કહું તો સંભાળીને રહેજે. હું નથી ઇચ્છતી કે પહેલા જે થયું તે ફરી...હું સમજુ છું કે રાહીમાં અને વિધિમાં ઘણો ફર્ક છે તો પણ હું તને દુખી થતો નથી જોવા માંગતી.”દિવ્યાબહેન.
“ચિંતા નહીં કર મમ્મી.ફરી તેવું કઈ નહીં થાય.”શિવમ.
“પણ રાહીના જીવનમાં કોઈ નથી તે તું કઈ રીતે ચોક્ક્સયથી કહી શકે?”દિવ્યાબહેન.
શિવમે કાર પાર્કિંગમાં પાર્ક કરી તેના ફ્લેટની ચાવીથી બારણું ખોલી પોતાના બેડરૂમમાં ગયો.બેડ ઉપર લાંબો થઈ તેણે દિવ્યાબહેનને જવાબ આપ્યો, “ મમ્મી હું ખાતરીથી કહી શકું કે તેના જીવનમાં બીજું કોઈ નથી.આજ લગભગ આખો દિવસ બપોર અને સાંજે જમવામાં પણ હું તેની સાથે હતો.જો કોઈ ખાસ વ્યક્તિ હોય તો રાહી તેને મળવા તો જાય ને? કે પછી કોઈ તેને મળવા આવે.પણ આવું કઈ નથી બન્યું અને રાહીના મોઢેથી પણ મે કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં છે તે બોલતા નથી સાંભળ્યુ.જો હોય તો અત્યાર સુધીમાં મને ખબર થઈ ગઈ હોય.રાહી કોઈ વાત છુપાવે તેવી વ્યક્તિઓમાથી નથી.” શિવમે મકકમતાથી કહ્યું.
“ઠીક છે બેટા..તું કહે છે તો...હવે જલ્દીથી રાહીને પોતાના મનની વાત જણાવી દે. અને હા ગિફ્ટ લેવાનું ન ભૂલાય.” દિવ્યાબહેન.
“ ઠીક છે મમ્મી.”શિવમ.
જય શ્રી કૃષ્ણ કહી દિવ્યાબહેને ફોન રાખી દીધો.શિવમે હજુ કપડાં બદલાવ્યા ન હતા.તેને રાહી સાથે ફોનમાં વાત કરવાની ઈચ્છા થઈ અને આજ તેની પાસે ફોન કરવા માટે કારણ પણ હતું.તેણે ફટાફટ કપડાં બદલી રાહીને ફોન કર્યો.
“હેય, સૂઈ ગઈ હતી?”શિવમ.
“ના હજુ તો બેડરૂમમાં આવી.બસ સુવાની તૈયારી કરતી હતી.” રાહી.
“પણ હજુ તો ૧૧ જ વાગ્યા છે.” શિવમ.
“...હા તો?” રાહી.
“ તો એમ કે હજુ તારો બર્થડે પૂરો નથી થયો તો તારે સુવાનું ન હોય.” શિવમ.
“ એમ?”રાહી.
“હા તો..? આમ પણ હું કાલ તને રાત્રે બર્થડે વિશ નથી કરી શક્યો તે માટે આજે ૧૨ વાગ્યા સુધી તારે મારી સાથે વાત કરવી જોશે અને આજનો છેલ્લો બિર્થડે વિશર હું બનવા માંગુ છું.”શિવમ.
“વાહ...આ પહેલી વાર જોયું લાસ્ટ વિશર..”રાહીએ હસતાં હસતાં કહ્યું.
“સાંભળ હું તારા માટે ગિફ્ટ લાવતા ભૂલી ગયો.પણ કાલ તારું ગિફ્ટ તને મળી જશે..હા હમણાં તું એમ કહીશ ‘ના તેમાં ગિફ્ટનું એવું કઈ ન હોય...આવું બધુ.’ પણ હું કઈ સાંભળવાનો નથી.” શિવમ.
“હા હા ઠીક છે હું ‘ના’ નહીં કહું.આમ પણ મને ગિફ્ટ્સ ખૂબ જ ગમે છે.”રાહી.
શિવમે ધીમેથી પૂછ્યું, “ સાચે જ ‘ના’ નહીં કહે?”
“નહીં.” રાહી.
“અચ્છા કાલ આપણે મોરબી જઈએ છીએને?” શિવમ.
“ પણ આપણે પરમદિવસે જવાના હતા ને?” રાહી.
“હું અત્યારે જોબ પર જાઉં છું. નાઇટ ડ્યૂટી.કાલ સાવરે ૮:૦૦ વાગ્યે હું આવી જઈશ.”શિવમ.
“ઠીક છે..તો તું મારી ઓફિસે ૧૦:૦૦ વાગ્યે આવી જજે. ત્યાંથી આપણે નિકળીશું.”રાહી.
“ઠીક છે.”શિવમ.
“કોઈ સમાચાર મળ્યા?”રાહી.
“હા, જે ખબરીને મે તપાસ કરવા કહ્યું તેણે જણાવ્યુ છે કે પપ્પાના એક નહીં બે મિત્રો એમ મળીને કુલ ત્રણ મિત્રો હતા જેમને સગા ભાઈઓ જેવુ બનતું હતું. મતલબ એક વ્યક્તિ એવી પણ છે જે આ બધી હકીકતથી વાકેફ છે.મારે આ ત્રીજી વ્યક્તિને કાલ મળવાનું છે જે વ્યક્તિ અત્યારે મોરબીમાં જ રહે છે.”શિવમ.
“હમ્મ...તો આપણે..કાલે મળીને આ વિષે વાત કરીએ.” રાહી.
શિવમ રાહીને ‘બાય’ કહી બર્થડે લાસ્ટ વાર વિશ કરી જોબ પર જવા નીકળે છે.આગળ....