Once Upon a Time - 122 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 122

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 122

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 122

અશરફ પટેલની હત્યાના કેસમાં ઝડપાયેલા રાજન ગેંગના શૂટર્સે પોલીસને કહ્યું કે અશરફ પટેલની હત્યાના આગલા દિવસે જ અમે તેને મારી નાખ્યો હોત, પણ એ દિવસે તે પ્રખ્યાત ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની સાથે હતો એટલે બચી ગયો. આ દરમિયાન મુંબઈ પોલીસની તપાસમાં બહાર આવ્યું કે અશરફ પટેલની હત્યાના આગલા દિવસે તે અઝહરુદ્દીન સાથે ડિનર પર ગયો હતો!

છોટા રાજને અશરફ પટેલની હત્યા પછી મુમ્બૈયા અખબારને ટેલિફોનિક ઈન્ટરવ્યૂ આપીને વળી એકવાર પોતાની દેશભક્તિનું ગાણું ગાયું હતું. રાજને કહ્યું હતું કે, “અશરફ પટેલ દાઉદના કહેવાથી જ મેચ ફિક્સિંગનું ચક્કર ચલાવતો હતો અને તેને પરિણામે ભારતે હંમેશા હાર સહન કરવી પડતી હતી. મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી હું દેશદ્રોહી દાઉદનો દુશ્મન બની ગયો હતો અને તેના મિત્રો અને સાથીદારો પણ મારા દુશ્મન બની ગયા હતા. અશરફ પટેલ પછી હજી બીજા એવા બે બુકીઓ મારા હિટલિસ્ટ પર છે, જેમને દાઉદ સાથે સંબંધ છે. એ બંને બુકીઓની હત્યા માટે મેં મારા શૂટર્સને આદેશ આપી દીધો છે.”

છોટા રાજને મોહમ્મદ અઝહરુદ્દીનને પણ ઝપટમાં લેતાં કહ્યું હતું કે “અઝહરના છેડા મેચ ફિક્સિંગમાં બહુ દૂર સુધી પહોંચેલા છે, પરંતુ સીબીઆઈની મેચ ફિક્સિંગની તપાસમાંય અઝહરનો વાળ પણ વાંકો થશે નહીં એની મને ખાતરી છે!’’

***

છોટા રાજન દેશદાઝનું બહાનુ આગળ ધરીને દાઉદના સાથીદારોને નિશાન બનાવી રહ્યો હતો ત્યારે બીજી બાજુ દાઉદ અને છોટા શકીલ રાજનના માણસોને અને શિવસેનાના નેતાઓને નિશાન બનાવી રહ્યા હતા. 4 માર્ચ, 2000ના દિવસે છોટા શકીલના શૂટર્સે ફરી એકવાર મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના નેતા મલિન્દ વૈદ્યની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એ પછી 19 એપ્રિલ, 2000ના દિવસે શિવસેનાના શાખાપ્રમુખ શિવાજી સોપાનની અને 20 એપ્રિલ, 2000ના દિવસે શિવસેનાના ભૂતપૂર્વ ઉપવિભાગ પ્રમુખ મહાદેવ ઉર્ફે બબન સુર્વે તથા શિવસૈનિક શિવકુમાર બજાજની હત્યા શકીલના શૂટર્સે કરી હતી.

આ દરમિયાન અમદાવાદમાં પણ મુમ્બૈયા ગેંગવોરના પડઘા પડવા માંડ્યા હતા. 18 ફેબ્રુઆરી, 2000ના દિવસે અબુ સાલેમના શૂટર્સે ડ્રગ માફિયા વિકી ગોસ્વામીના ભાઈની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. વિકી ગોસ્વામીના ભાઈની હત્યાના નિષ્ફળ પ્રયાસ પછી અમદાવાદ પોલીસે બાબુ અહમદ સૈયદ અહમદ શેખ ઉર્ફે ડબલુ અને સલીમ હબીબ શેખ નામના શૂટર્સની અમદાવાદથી અને રમેશ ઉર્ફે ગેંડિયા સોનુ જાદવ નામના શૂટરની મુંબઈના જાગેશ્વરી ઉપનગરમાંથી ધરપકડ કરી હતી.

દાઉદ, અબુ સાલેમ, છોટા શકીલ અને છોટા રાજન જુદાં-જુદાં કારણોથી સમાચારોમાં ચમકી રહ્યા હતા. ત્યારે બીજી બાજુ અલાહાબાદની નૈની જલમાં પુરાયેલો ગેંગ લીડર બબલુ શ્રીવાસ્તવ પણ અચાનક લાઈમ લાઈટમાં આવી ગયો.

અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ વાગી, ટકલાને મોબાઈલ ફોનના સ્ક્રીન પર ચમકેલું નામ જોયું અને એ અસ્વસ્થ થઈ ગયો, “સોરી, પણ મારે કોઈને મળવા જવાનું હતું એ હું ભૂલી ગયો હતો. આપણે એક-બે દિવસ પછી પાછા મળીએ.”

ત્રીજી મિનિટે અમે પપ્પુ ટકલાના ઘરમાંથી બહાર નીકળ્યા એ વખતે પપ્પુ પણ પોતાની નવી નક્કોર બીએમડબલ્યુ કારમાં ક્યાંક પહોંચવા માટે રવાના થયો.

***

બે દિવસ પછી અમે ફરી વાર પપ્પુ ટકલાને એને ઘરે મળ્યા ત્યારે તેણે ચમકતા ચહેરે અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી, “અલાહાબાદની નૈની જેલમાં પુરાયેલા ગેંગલીડર બબલુ શ્રીવાસ્તવ જેલમાંથી ‘કારોબાર’ ચલાવી રહ્યો હોવાની માહિતીના આધારે ઉત્તરપ્રદેશ પોલીસને નૈની જેલમાં બબલુ શ્રીવાસ્તવની બેરેકમાં દરોડા પાડીને તેની પાસેથી મોબાઈલ ફોનના 26 સિમકાર્ડ જપ્ત કર્યાં. એ સિમકાર્ડ જે મોબાઈલ ફોન સર્વિસ પૂરી પાડતી કંપનીઓના હતા એ કંપનીઓમાં તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને ચોંકાવનારી માહિતી મળી. બબલુ શ્રીવાસ્તવ નૈની સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા મેચ ફિક્સિંગનું ચક્કર ચલાવતો હતો અને એ કૌભાંડમાં તેને છોટા રાજનની મદદ મળતી હતી! છોટા રાજને મેચ ફિક્સિંગ માટે દાઉદ વતી કામ કરતા અશરફ પટેલની હત્યા કરાવી નાખી હતી. પણ એ જ છોટા રાજનનું નામ બબલુ શ્રીવાસ્તવની સાથે મેચ ફિક્સિંગ કૌભાંડમાં ગાજ્યું.

ઉત્તરપ્રદેશ પોલીસે બબલુના સિમકાર્ડ દ્વારા જે જે ફોન નંબરનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે તમામ વિગતો જાણવા માટે સંબંધિત મોબાઈલ ફોન કંપનીમાંથી પ્રિન્ટ આઉટ્સ કઢાવ્યા ત્યારે પોલીસને ખબર પડી કે બબલુ તેના મોબાઈલ ફોન (0060 123825590) પરથી મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં છોટા રાજનનો વારંવાર સેલફોન પર સંપર્ક કરતો હોવાનું બહાર આવ્યું. એ ઉપરાંત બબલુ શ્રીવાસ્તવ મુંબઈના કેટલાક કુખ્યાત બુકીઓ સાથે પણ મોબાઈલ ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતો હતો અને જેલમાં બેઠા બેઠા મોબાઈલ ફોનની મદદથી તેણે મેચ ફિક્સિંગ કૌભાંડમાં કરોડો રૂપિયાની ઉથલપાથલ કરી હતી.

બબલુ શ્રીવાસ્તવ નૈની સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા મેચ ફિક્સિંગ કૌભાંડ ઉપરાંત દેશના મોટા શહેરોના શ્રીમંતોનાં અપહરણનું કારસ્તાન પણ ચલાવતો હતો. ઉત્તરપ્રદેશ પોલીસે 2 જુલાઈ, 2000ના દિવસે જેલમાં દરોડો પાડ્યો. દરમિયાન, બબલુએ જેલમાંથી જે નંબરો પર વાત કરી હતી એવા મોબાઈલ ફોનના કોલ આંતરીને ઉત્તરપ્રદેશ પોલીસે ઘણી ચોંકાવનારી માહિતી મેળવી. અને એ માહિતીના આધારે ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કલકત્તામાં બબલુ ગેંગને એક મોટો ફટકો માર્યો!

(ક્રમશ:)