Koobo Sneh no - 11 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 11

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

કૂબો સ્નેહનો - 11

? આરતીસોની ?
પ્રકરણ : 11

પોતાની પાછળ પાગલ એ છોકરી વિરાજને પણ ગમતી તો હતી જ, પરંતુ પ્રેમ હ્રદય ભીતર સંગોપી, પ્રેમ ફક્ત પીડાનું પુરાણ લઈને જ આવે છે અને માથે ઘણી જવાબદારીઓ હોવાના ખ્યાલે લક્ષ્યથી વિચલિત થયા વિના પ્રેમનો અસ્વિકાર કર્યો હતો.. હવે આગળ..
સઘડી સંધર્ષની......

❣️કૂબો સ્નેહનો❣️

વિરાજની પાછળ પાગલ એ છોકરી દિક્ષા હતી. ભણવામાં ઠીક ઠીક હતી, માંડ પાસ થઈ જતી. એકદમ રૂપાળી, કમનીય કાયા ધરાવતી દિક્ષા સંગેમરમરનું પૂતળું જોઈ લ્યો. ગૌર વર્ણ, અણિયાળી આંખો, ગાલે ખંજન લટકતી ચાલ અનેક જુવાનીઆઓ એની પાસે આવવા વલખાં મારતાં હતાં.. વિરાજને પોતાની પસંદગી પર ઉતારેલી દિક્ષા વીસ વર્ષની હતી.

દિક્ષા જાણતી હતી કે વિરાજને પ્રેમના મોહપાશમાં જકડવો ગંગાવતરણ જેવું કઠિન બની રહેશે. પણ એ એને દિલથી પ્રેમ કરતી હોવાથી બીજો કોઈ વિકલ્પ જ નહોતો અને દિક્ષા એમ વિરાજને ભૂલે એમાંની છોકરી નહોતી. એ રોજે રોજ નવા નવા બહાના શોધી એની નજીક આવવા પ્રયત્નો કર્યા કરતી હતી અને

એ બંને ક્યારે એકબીજાની ચુંબકીય તરંગોની માફ્ક નજીક આવી ગયાં અને બંનેનું હૈયું એકબીજા માટે ધકધક કરવા લાગ્યું વિરાજને પણ ખબર ન રહી. દિક્ષા, વિરાજના દિલના તાર ઝણઝણાવી ગઈ હતી. એ બંને રોજ મળતા અને સ્નેહ નિતરતી આંખમાં બેઉં સમાતા ગયા.
એકબીજાના સાનિધ્યમાં સ્વપ્નાઓ સજાવ્યાં અને હાથમાં હાથ નાખી ભવો ભવના સાથ નિભાવવાના કોલ અપાઈ ગયાં હતાં. જ્યાં સુધી પ્રેમ અસ્પષ્ટ રહે છે, ત્યાં સુધી કષ્ટ વધારે રહે છે.

અને એક દિવસ દિક્ષાએ વિરાજ સામે એકદમ ફિલ્મી સ્ટાઈલમાં લગ્નનું પ્રપોઝ કર્યુ.

“તારી આંખોની ભોળપણ સાથે મારે ભીંજાવું છે. શું તું મારી સાથે લગ્ન કરીશ.?”

'અભ્યાસ જરા પણ ન ખોરવાય અને અભ્યાસ મારું પહેલું કર્તવ્ય છે..' એવું જણાવી, એણે હમણાં લગ્ન નહીં કરવાની શરતે દિક્ષાને હા પાડી હતી. જાણે અજાણે વિરાજ પણ દિક્ષાને ચાહવા લાગ્યો હતો ને હ્રદયની છેક ભીતરથી બેઉં જણ લાગણી અને હૂંફ દ્વારા તરબોળ થઈ ગયાં હતાં. વિરાજે દિક્ષાના લગ્નનના પ્રપોઝ પર ના કહેવા માટે હવે એની પાસે કોઈ કારણ નહોતું.

વિરાજને તો નાનપણમાં પિતાના વિયોગથી જ પોતાની ઉંમર વધી ગયાનું જાણે ભાન અને સમજણ બંને આવી ગયા હતા.

કૉલેજ પણ હવે પૂર્ણ થવા આવી હતી. વિરાજ પોતાના કેરિયર તરફ સંપૂર્ણ ધ્યાન આપી આગળ વધવા કટિબદ્ધ હતો, બંનેને એકમેકનો સંગાથ ગમવા પણ માંડ્યો. બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ સરસ હતી. સંસ્કાર અને સૌંદર્યનો સુભગ સંગમ સંધાયો હતો. આવો સંગમ હંમેશા તીર્થ બની જતો હોય છે. મુગ્ધ અને પક્વ પ્રેમની પરિભાષા બહુ વિશાળ અને પાવન હોય છે. એટલે જ એણે પ્રેમનો એકરાર કર્યો હતો. વિરાજ અને દિક્ષા એકબીજાના પ્રેમ રસના સ્ત્રાવમાં ઓગળવા લાગ્યાં અને ઓળઘોળ થઈ ગયાં હતાં.

દિક્ષાનો સુખી પરિવારમાં ઉછેર થયો હોવા છતાં કોઈપણ પ્રકારની એનામાં મગરૂબી કે મોટાઈ નહોતી દેખાતી. સાદી, સિમ્પલ અને સરળ, નિખાલસ સ્વભાવની દિક્ષામાં અભિમાનપણું જરાપણ વર્તાતું નહોતું. એની મમ્મી વંદના અને પિતા યશવંત માંકડ બંને એડવોકેટની જનરલ પ્રેક્ટિસ કરતાં હતાં.

જોતજોતામાં બીજા ત્રણેક વર્ષ નીકળી ગયા. મંજરી સોળે કળાએ ખીલીને જવાનીને ઉંબરે ડગલાં ભરી દીધાં હતાં.

મંજરી પણ ભણવામાં જેટલી હોંશિયાર એટલી ઘરના કામકાજમાં પણ નિપુર્ણ હતી. મંજરી નાનપણથીજ તુલસી જેવી શીતળ, આબાંના મોર જેવી લચકદાર, અને ગુલાબ જેવી ગુણિયલ ને કોમળ હતી. આમ અનેક સૌદર્યોમાં ન્હાતી પૂનમના ચંદ્ર સરિખી હતી. મંજરી કમનીય અઢાર વર્ષની થઈ ગઈ હતી.

કંચનને સતત મંજરીના ભવિષ્યની ચિંતા હવે સતાવવા લાગી હતી. એટલે કુટુંબ કબીલામાં જણાવી સમાજમાં મંજરી માટે સારા સારા છોકરાઓ માટે માગાં નાખવાના શરૂ કરી દીધાં હતાં.

મણીકાકાને કાને પણ કંચને મંજરી માટે સારો છોકરો ધ્યાનમાં રાખવાની વાત નાખી રાખી હતી. પરંતુ મણીકાકાના દીકરા ભરતની નજર સામે મંજરીની નાજૂક નમણી દેહયષ્ટિ તરવરતી હતી એ કોઈને ખબર નહોતી.

મંજરી અમ્માની આંખોની ટાઢક હતી. જેટલો પ્રેમ વિરાજને આપતા એટલો જ પ્રેમ મંજરીને પણ આપતા .

અમ્મા માટે વિરાજ અને મંજરીનો એકસમાન ઉછેર ક્યાં સરળ હતો. એણે મંજરીને ભણવા સાથે ઘરના કામકાજમાં પણ સાનુકૂળ તાલીમ આપી હતી. કંચને પોતાના વિચારો અને આદર્શોની અડગતાની છાયામાં વિરાજ અને મંજરીને ભણવા સાથે દરેક વિકાસની એક સમાન તક આપવી એવો પાક્કો નિર્ણય હતો.

-આરતીસોની ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 12 માં શું અમ્મા મંજરીને આગળ ભણાવશે? કે પછી એનાં લગ્ન મણીકાકાના ભરત સાથે નક્કી કરી નાખશે?