Koobo Sneh no - 7 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો️ - 7

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

કૂબો સ્નેહનો️ - 7

? આરતીસોની ?
પ્રકરણ : 7

❣️કૂબો સ્નેહનો❣️

પ્રિન્સિપાલ સાહેબે કંચનને કોઈ કરણસર ઑફિસમાં બોલાવી હતી. ક્યા કારણોસર બોલાવી હતી એ વિચારોથી ધ્રુજી ઉઠેલી કંચન બીતી બીતી ઑફિસમાં ગઈ તો ખરી કે જે થશે જોયું જશે. પણ એને જે ભીતી સેવાઈ રહી હતી એવું જ થયું. હવે આગળ જોઈએ..
સઘડી સંઘર્ષની.....

એક તો વિરાજની ફી નહોતી ભરી શકી અને ઉપરથી વિરાજને શહેરમાં ભણવા જવા માટે ઉછીની રકમ કંચનના ગળામાં ડૂમો બનીને બાજી ગઈ હતી. એટલે મનોમન ભારોભાર પસ્તાવા સાથે તરડાયેલા સ્વરે કંચન બે હાથ જોડીને બોલી, "હમણાં ફીની રકમ એકઠી કરી ભરી દઉં છું, સાહેબ.."

"કંચન બેન તમારા દીકરાની ફીની ચિંતા હવેથી તમારે કરવાની જરૂર જ નથી, ફી ભરવાની જવાબદારી હવે સરકારની છે.. ને એણે એવું કાંઈ નથી કર્યુ કે તમારે માફી માંગવી પડે.." વિરાજના ક્લાસ ટીચર કંચનની વાત સાંભળી બોલી ઉઠ્યાં.

આવું સાંભળી કંચનના મનમાં અરેરાટી વ્યાપી ગઈ અને હર્ષ ઘેલી થઈ ગઈ..

"કંચન બેન, કોઈજ ભૂલ નથી થઈ તમારા હુનહાર બેટા વિરાજથી!!! પરંતુ આખા ગુજરાતમાંથી બોર્ડમાં હાઇએસ્ટ ટકાવારી સાથે પ્રથમ નંબરથી ઉત્તીર્ણ થયો છે, અને સરકાર તરફથી એને આગળ ભણવા માટે સ્કોલરશિપ આપવામાં આવનાર છે!!"

કંચન ફાટી આંખે સાહેબ સામે જોઈ જ રહી. એના ચિંતિત ચહેરે અચાનક સ્મિતની વાડ રચાઈ ગઈ હતી. પ્રિન્સિપલ સાહેબે વખાણ કરતા આગળ કહ્યું કે,

"કયા શબ્દોમાં સમજાવું કંચન બેન તમને. ઉલ્ટાનું વિરાજે આપણી સ્કૂલનું નામ રોશન કર્યુ છે. આવતીકાલે આખાં ગુજરાતના ન્યૂઝ પેપરોમાં વિરાજના ફોટા સાથે આ નાનકડાં ગામની સ્કૂલનું નામ ઝળહળશે.."

કંચનના હૈયામાં સો સો ફૂટ ઊંચા સમુદ્રી મોજા ઉછળવા લાગ્યા. જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું.

"ને વિરાજને આખી સ્કૂલ સામે સ્કોલરશીપ આપી સન્માનિત કરવામાં આવનાર છે, તમારે ત્યારે હાજર રહેવાનું છે. વિરાજે સરકારની સ્કોલરશીપ એક્સેપ્ટેડ લેટરમાં સહી કરીને લખ્યું છે કે, "આ સ્કોલરશિપ હું મારી અમ્માના હાથે સ્વિકાર કરવા માગું છું..”

સ્તબ્ધ્ થઈ ગયેલી કંચન આ બધું સાંભળીને આંખેથી અશ્રુ ધારા વહી નીકળી. એને લાગ્યું ધરતી ઉપર ખુદ સ્વર્ગ ઉડીને ઉતરી આવ્યું છે. પહેલાં આવેલા બીકના આંસુ હતાં, પણ આ આંસુ ગર્વથી આંખો મિલાવવાને કાબેલ હતાં.

"સાહેબ.. તમારો આભાર માનું એટલો ઓછો છે. સરસ્વતીના તુંબડે અમે મા દીકરો તરી ગયાં."

'સા વિદ્યા યા વિમુક્તયે'
જ્ઞાન મુક્તિ અપાવનારું હોય છે ! વિરાજની ભણવા પ્રત્યેની ધગશ અને લગને કંચનને આજે અભ્યાસની રકમ એકઠી કરવાની ચિંતામાંથી મુક્તિ અપાવી હતી અને સંજોગોએ એવી ગજબ ધુમ્મસ ફેલાવી અજબ શાતાનો અનુભવ કરાવ્યો હતો. એનું આ સચોટ ઉદાહરણ હતું.

"કંચન બેન તમે નસીબદાર છો કે આવા દીકરાની અમ્મા છો, આગળ જતાં એ તમારું નામ રોશન કરશે !!!”

કંચનના કપાળે બાજેલું ત્રિપુંડ સપાટ થઈ ગયું હતું. એની ખુશીઓનો પાર રહ્યો નહોતો. આંખોનું રતન અને ગુણોનો ભંડાર એકમાત્ર ફરજંદ હતો વિરાજ..

બીજા દિવસે સ્કૂલમાં સન્માન સમારોહ યોજાયો, એમાં તમામ વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આખા ગામની સામે વિરાજને કંચનના હાથે સ્કોલરશીપ આપવામાં આવી. ત્યારે પ્રિન્સીપાલ સાહેબે કંચનને બે શબ્દો બોલવા જણાવ્યું. પરંતુ ભાવવિભોર થઈ ગયેલી કંચન એક શબ્દ ઉચ્ચારી ન શકી. વિરાજના માથે પ્રેમથી હાથ ફેરવી શાબાશીનો થપ્પો આપ્યો ત્યારે વિરાજ માઇક હાથમાં લઈને બોલ્યો,

“આ સ્કોલરશીપ મને મારી અમ્માની મહેનતને કારણે મળી છે. હું શહેરમાં ભણી ગણીને એટલું બધું કમાઈશ કે મારી અમ્માને ક્યારેય કોઈની સામે રૂપિયા માટે હાથ લાંબો નહિં કરવો પડે." ને તાળીઓની ગડગડાટી વચ્ચે કંચનની આંખોમાંથી સગડીમાં શેકાયેલા સંઘર્ષના આંસુ વહી નીકળ્યાં.

આખાં ગામમાં ઘેર ઘેર સહુનાં મોંઢે વિરાજના ભણતર વિશેની વાતો વહેતી થઈ ગઈ હતી. એ દિવસથી કંચનના અશ્રુ પાછા વળ્યાં હતાં અને એણે વિરાજને શહેરમાં ભણવા મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણમાં.. શું વિરાજ શહેરમાં ભણીગણીને રૂપિયા મોકલશે?? કે પછી કંઈ બીજી ઘટના ઘટશે..?

-આરતીસોની©