Angarpath - 20 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૨૦

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અંગારપથ - ૨૦

અંગારપથ.

પ્રકરણ-૨૦.

પ્રવીણ પીઠડીયા.

ગોવાનાં પોલીસ કમિશનર અર્જૂન પવાર મારંમાર કરતાં પોલીસ હેડ-ક્વાટર્સે આવી પહોંચ્યાં હતા. હમણાં જ તેમને ઉપરથી ઓર્ડર મળ્યો હતો કે જે ધમાકાઓ થયાં છે તેમાં કોઇને પણ બક્ષવામાં ન આવે. પોલીસ ક્વાટર ઉપર ગ્રેનેડ ફેંકવામાં જે પણ લોકો શામેલ હોય એ તમામને તાત્કાલિક અસરથી ગિરફતાર કરવામાં આવે અને તેમની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. અર્જૂન પવારે હેડ-ક્વાટરે પહોંચતાં વેંત ગોવાનાં જાંબાજ અફસરોને ભેગા કર્યા હતા અને તેની એક ટૂકડી તૈયાર કરાવીને ધનાધન ઓર્ડરો આપવાં શરૂ કર્યાં હતા. તેઓ વર્ષોથી ગોવાનાં કમિશનર તરીકે ફરજ બજાવતાં હતા એટલે તેમને ગોવાની ફિતરતની ખબર હતી. અહીં ગમે તેટલું ડ્રગ્સ ઠલવાતું હોય, છાને ખૂણે વિદેશી યુવતીઓનાં દેહ-વ્યાપાર થતાં હોય, બે-નંબરી ધંધાઓની અઢળક રેલમછેલ હોય… પરંતુ એ બાબતો હંમેશા પરદા પાછળ જ છૂપાયેલી રહેતી. તેની કોઇ અસર ગોવાનાં સામાન્ય જન-જીવન અને ટૂરિસ્ટોનાં આવાગમન પર પડતી નહી. અરે દેશ અને દુનિયામાં આ બાબતે ક્યારેય કોઇ ચર્ચાઓ પણ થતી નહી. પરંતુ આજે સવારે જે બન્યું હતું એ ભયંકર હતું. ચારેકોર તેનો ઓહાપોહ મચી ગયો હતો. તેનાથી ગોવાની એક શાંત રાજ્ય તરીકેની છબી ખરડાઇ હતી અને ખાસ તો પોલીસ ડિપાર્ટમેન્ટની ઈજ્જતની ધૂળધાણી થઇ ગઇ હતી. આ બાબત ખરેખર ભયંકર હતી એટલે તેનું આટલું જલદ રિએકશન આવવું લાજમી હતી.

“આ ડેરેન લોબો ક્યાં મળશે? તેનો ફોન નંબર છે તારી પાસે.” કમિશનર પવારે તેની ઓફિસમાં ઉભેલાં ઈન્સપેકટર જનાર્દન શેટ્ટીને પૂછયું. જનાર્દન શેટ્ટી પવારનો ખાસ પસંદગીનો અફસર હતો એટલે તેને સૌથી પહેલા બોલાવ્યો હતો. પવારને એકાએક યાદ આવ્યું હતું કે ડેરેન લોબો ઘણાં લાંબા સમયથી ડ્રગ્સ માફિયા ડગ્લાસ પાછળ પડયો છે. આ ધમાકાઓમાં તેનો જ હાથ હોવાની એક શંકા ઉદભવતી હતી એટલે જો લોબો પોસેથી કોઇ માહિતી મળે તો તેને નશ્યત કરવો વધું સરળ પડે એવી ગણતરી તેના મનમાં રમતી હતી.

“ડેરેન લોબો, પેલો એન્ગ્લો ઈન્ડિયન! તેની આ કેસમાં શું જરૂર છે?” શેટ્ટીને કમિશનરની વાતથી આશ્વર્ય થયું. તે જાણતો હતો કે લોબો માથાફરેલ આદમી છે. જો તે આ કેસમાં ઘૂસશે તો કબરમાં દફન વધારાનાં ઘણાંબધાં મડદાઓને તે ખોદીને બહાર કાઢશે. તે એકાએક જ સતર્ક બની ગયો હતો. “સાહેબ, તેનું આ કેસમાં શું કામ છે? તેને આઘો જ રાખો તો સારું. નહિંતર…” તેણે વાક્ય અધૂરું છોડયું અને સૂચક નજરે સાહેબ સામું જોયું. તે શું કહેવા માંગે છે એ ઈશારો પવાર તરત સમજ્યો હતો. તે વિચારમાં પડયો. શેટ્ટીની વાત તો યોગ્ય હતી. એક ઉંડો શ્વાસ લીધો અને તેણે શેટ્ટીને બેસવા ઈશારો કર્યો.

“હમમમ્. તારી વાત બરાબર છે. પણ ઉપરથી સખ્ત ઓર્ડર આવ્યો છે કે આ મામલામાં કોઇને બક્ષવામાં ન આવે. તને શું લાગે છે, આપણને તો આમાં કોઇ છાંટાં નહી ઉડે ને?” તેણે ચિંતાતૂર અવાજે પૂછયું. આ પ્રશ્ન તેના માટે ઘણો મહત્વનો હતો કારણ કે તે પણ કાંઈ દૂધે ધોયેલો નહોતો. કમિશનરની પોસ્ટનો અત્યાર સુધી તેણે પણ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને તેમાં શેટ્ટીનો પણ સરખો ભાગ હતો.

શેટ્ટી ઉભો હતો. તેનું ભારેખમ શરીર આગળ વધ્યું અને કમિશનરની સામે ખુરશીમાં ગોઠવાયું. તેના કપાળે વિચારોનાં સળ પડયાં હતા. “તકલીફ તો થશે જ. જોવાનું એ રહ્યું કે આપણે કેટલી સિફતથી આમાંથી બચી શકીએ છીએ. મને એક આઇડિયા આવે છે. જો તમે મંજૂરી આપો તો એ અમલમાં મૂકી શકાય.” તે બોલ્યો. તેનાં ઘોઘરા અવાજમાં ન સમજાય એવી કાતિલ ધાર ભળેલી હતી. કમિશનર પવાર થથરી ગયો. શેટ્ટી જ્યારે જ્યારે તેને કોઇ આઈડિયા આપતો ત્યારે ત્યારે તેની આવી જ હાલત થતી કારણ કે તેનાં આઈડિયા હંમેશા ભયાનક જ રહેતાં.

“બધાને ડાયરેક્ટ ઉડાવી જ દઈએ તો? પેલું શું કહેવાય છે, ન રહેગા બાંસ ઔર ન બજેગી બાંસૂરી. એવું જ કંઇક. બટ, વીથ યોર પ્રોપર મરમીશન.” તે ખતરનાક અંદાજમાં બોલ્યો. કમીશનર અર્જૂન પવાર તેનાં ઈરાદાઓ સાંભળીને ધ્રૂજી ઉઠયો. આ કોઇ નાનીસૂની વાત નહોતી. ડાયરેક્ટ એન્કાઉન્ટર કરવાની વાત હતી. તે ફરીથી ગહેરાં વિચારમાં પડયો.

@@@

બંડું અંડરગ્રાઉન્ડ થવાની ફિરાકમાં લાગ્યો હતો. તેની ઉપર હવે બન્ને તરફથી ખતરો તોળાતો હતો. ડગ્લાસે ભલે અત્યારે તેને જવા દીધો હોય, પરંતુ તે ખતરનાક માણસ હતો. નાકામીયાબ માણસોને તે ક્યારેય સંઘરતો નહી એની તેને ખબર હતી. બીજો ખતરો પોલીસ ડિપાર્ટમેન્ટનો હતો. બંડુંને ખ્યાલ હતો જ કે અત્યાર સુધીમાં તો પોલીસે તેને સુંધી જ લીધો હશે અને તેની પાછળ કોઇ શિકારી કૂતરાની જેમ લાગી ગયાં હશે. એટલે જ તે હવે હંમેશને માટે ગાયબ થઇ જવા માંગતો હતો. તેણે પોતાનાં ખાસ અંગત મિત્ર દિનું ખબરીને ફોન કર્યો અને તેની પાસે ગોવામાંથી બહાર નીકળવા માટે મદદ માંગી.

પરંતુ… તે જાણતો નહોતો કે તેનો પનો ટૂંકો પડવાનો હતો. તેનું ચેપ્ટર ફાઈનલ થઇને ક્લોઝ થઇ જવાનો તખ્તો ગોઢવાઇ રહ્યો હતો.

@@@

“આ શરૂ ક્યારથી થયું?” કમિશનરે શેટ્ટીને પૂછયું. તે ધમાકાઓનું એપી-સેન્ટર કોણ છે એ જાણવાં માંગતો હતો. ખરેખર તો આ મામલાં તે ઉંઘતો ઝડપાયો હતો. તેને ખબર જ નહોતી કે કેવી રીતે અચાનક ગોવા સળગી ઉઠયું છે!

“એક એન.જી.ઓ.વાળી બાઈ છે. રક્ષા સૂર્યવંશી. તેની ઉપર કોઇકે એટેક કર્યો હતો. અત્યારે તે હોસ્પિટલમાં એડમિટ છે. એ હુમલો કોણે કર્યો હતો અને તેની પાછળનો મકસદ શું હતો એ કોઇ નથી જાણતું. શરૂઆતમાં તો એ મામલો સાવ સીધોસાદો જણાતો હતો એટલે તેની કોઇ ઈન્કવાયરી પણ થઇ નહોતી. પરંતુ અચાનક કોણ જાણે ક્યાંથી તેનો ભાઈ પ્રગટ થયો અને તેણે ગોવાને ચિંગારી ચાંપી દીધી. તેને લીધે જ આ બધી ઉપાધી સર્જાય છે. ઈવન કે જે બોમ્બ ધમાકો થયો છે એ પણ તેને કારણે જ થયો છે એમ કહી શકાય. જ્યારે ધમાકો થયો ત્યારે તે પોલીસ ક્વાટર્સમાં જ હાજર હતો. અને, સૌથી ખતરનાક બાબત એ છે કે તેમાં આપણી એક અફસર પણ સામિલ છે. ચારું દેશમુખ.” શેટ્ટીએ પોતાની રીતે બધી તપાસ કરી લીધી હતી. તે હોંશીયાર માણસ હતો અને તે પૂરતું હોમવર્ક કરીને આવ્યો હતો.

“તો એને જ ઉઠાવી લાવીએ ને. લોકઅપમાં પૂરીને થોડો ઠમઠોરીશું એટલે આપોઆપ સીધો થઇ જશે.” કમિશનરે અભિમન્યું વિશે કહ્યું. એકાએક તેણે એન્કાઉન્ટરનો પ્લાન પડતો મૂકયો હોય એવું શેટ્ટીને લાગ્યું.

“એ એટલું સહેલું નથી. એવું કરવામાં આપણે આર્મી સાથે સીધા સંઘર્ષમાં ઉતરવું પડશે કારણ કે તે એક આર્મી અફસર છે. અને એ પણ કોઇ સામાન્ય કક્ષાનો અફસર નહી. પોતાની રેઝિમેન્ટનો સૌથી કાબેલ અને ખતરનાક અફસર. તેને છેડવો મતલબ સામે ચાલીને મધપૂડાનાં છત્તામાં હાથ ધૂસેડવો એવો થશે. પછી જે આતંક મચશે એ કોઇ નહી રોકી શકે એટલે મારું માનો તો એ વિચારને જ પડતો મૂકો. એ ઉપરાંત બીજા પણ ઘણાં ઈશ્યૂં ઉભા થશે એ અલગથી. એક તો તે ડેરેન લોબોનો ખાસ મિત્ર છે એટલે લોબો પછી ક્યારેય આપણી મદદ નહી કરે. ઉપરાંત ચારુંને પણ તેણે જ બચાવી છે. અને… ગઇ રાત્રે શહેરની હોસ્પિટલ ઉપર જે હુમલો થયો હતો તેમાં પણ અભિમન્યુંએ ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેણે ઘણાનાં જીવ બચાવ્યાં હતા. મતલબ કે આપણે જો તેની ઉપર હાથ નાંખીશું તો ઘણાં સવાલો ઉદભવશે અને આપણાં માટે મુશ્કેલીઓ વધશે.” શેટ્ટી શ્વાસ લેવા રોકાયો અને પછી થોડો આગળ ઝૂકીને સાવ ધીમેથી બોલ્યો. “તેના કરતાં સીધા ચાલીએ. આ બોમ્બ ધમાકો સંજય બંડુએ કર્યો છે. તે અને તેનો બોસ ડગ્લાસ આમપણ આપણને ઘણાં સમયથી નડે છે. આજે મોકો મળ્યો છે તો કેમ તેનો લાભ ન ઉઠાવીએ!”

કમિશનર વિચારમાં પડયો. વિતતી જતી એક એક ક્ષણ કિંમતી હતી. તેણે તાત્કાલિક કોઇ એકશન લેવાનું હતું. શેટ્ટી સારું એવું જાણીને આવ્યો હતો. મતલબ કે તેની વાતમાં દમ હતો. તે પોતાની ખુરશીમાંથી એકાએક ઉભો થયો અને ટેબલ ઉપર પડેલી પોતાની ગન ઉઠાવીને ચેક કરી. પછી સિફતથી તેને હોલસ્ટરમાં સરકાવી. માથે કેપ ચડાવી. “ચાલ, આજે બંડુનો ફેંસલો કરી જ નાંખીએ. સાલાઓ ઘણાં સમયથી આપણને નડે છે. તેને બતાવી દઇએ કે ગોવાનો બાપ આખરે છે કોણ.”

શેટ્ટી પણ ઉભા થઇ ગયો અને તેઓ કમિશનરની ઓફિસમાંથી બહાર નીકળ્યાં. બાજુનાં કમરામાં જ ગોવાનાં જાંબાજ અફસરો તૈયાર ઉભા હતા. કમિશનર પવાર અને ઈન્સપેકટર શેટ્ટી ઝડપથી ચાલતાં એ કમરામાં ઘૂસ્યાં. પોલીસ અફસરો એકાએક સતર્ક થઇને તે બન્નેને સલામો ઠોકી હતી. કુલ બાર અફસરો હતા. કમિશનરે એક સરાસરી નજર તેમનાં ઉપર નાંખી અને પછી તેમને બેસવાં જણાવ્યું.

“બોય્ઝ, આજે આપણે એક એવું કામ કરવાનું છે જેનાથી ગોવાની તમામ ગંદકી એક ઝટકે ખતમ થઇ જશે. તમે તૈયાર છો?” તેણે ઉંચા અવાજે પૂછયું. સામે બેસેલાં અફસરોમાં એકાએક જ ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું. “યસ સર.” એક અવાજમાં તેઓ બોલી ઉઠયાં. કમિશનરનાં ચહેરા ઉપર હાસ્ય ઉભર્યું અને તેણે સૂચક નજર શેટ્ટી સામું જોયું. શેટ્ટી પણ મલકી ઉઠયો. “સો, રાઈઝ યોર હેન્ડ્સ એન્ડ અપ યોર કોલર. આપણે ગોવાનાં સૌથી મોટા ડ્રગ્સ માફિયા રોબર્ટ ડગ્લાસનાં સામ્રાજ્યને આજે ખતમ કરવાનું છે. જે પણ રસ્તામાં આવે તેને ખતમ કરો અથવા પકડી લો. બસ આ બે જ કામ કરવાનાં છે. કોઇને બક્ષવાનાં નથી. આજે તમને એક મોકો મળ્યો છે. તો ચાલો, ગોવાને ક્લિન કરીએ.” તે જોશભેર બોલી ઉઠયો અને પછી બધા ધડાધડ કરતાં પોલીસવાનમાં ચડી બેઠા.

પરંતુ… એ એટલું આસાન નીવડવાનું નહોતું.

(ક્રમશઃ)