64 Summerhill - 68 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 68

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

64 સમરહિલ - 68

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 68

'મને બરાબર ખબર છે કે ત્રણ દિવસની ટ્રેનિંગમાં સીધા જ તમને ફ્રી ફોલ અને સેલ્ફ અરેસ્ટ શીખવવા એ ખતરનાક ચાળો છે...' ખડકની ચટ્ટાન પર અણિયાળા ક્રેમ્પોન અથડાવીને 'ખડિંગ... ખડિંગ' અવાજ કરતાં તેણે કહ્યું.

વહેલી સવારથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. આકાશમાં જામેલો વાદળોનો ઘટાટોપ જોઈને આજે ટ્રેનિંગ કેન્સલ જ થશે એવી ખાતરી સાથે ઝુઝારે રમની બાટલી ખોલી હતી પણ એ જ ઘડીએ કારમી વ્હિસલ વાગી હતી અને મનોમન ગાળો બબડતા દોડાદોડ સૌ ઓવારે પહોંચ્યા હતા.

ચટ્ટાનો પર કશીક પૂર્વતૈયારીઓ થઈ રહી હતી અને ટ્રેનર દમદાર અવાજે વરસાદની વાછટ ઝીલતી સૌને સંબોધી રહી હતી. આકાશમાં ઘેરાયેલી મેઘની છાયા તળે ઓજપાઈ ગયેલો વ્હેલી સવારનો ઉજાસ તેના શ્યામ ચહેરાને વધુ સોહામણો, ભીનો અને માદક બનાવતો હતો. પલળીને ચપોચપ ચોંટી ગયેલા ટ્રેકસૂટમાંથી છલકાતા તેના વળાંકો આંખને અડપલું કરી જતા હતા.

ત્વરિત ઘડીક બાઘાની જેમ તેને તાકી રહ્યો. મોસમની ભીનાશ તેના રૃંવે રૃંવે ઝાળ લગાડતી હતી.

'મૈંને ક્યા કહા મિ. આર્કિયોલોજિસ્ટ??' પોતાને ધ્યાનથી નિરખી રહેલો ત્વરિત કંઈક બીજું જોઈ રહ્યો છે એ પારખીને તેણે લાગલો જ તેને ઝાલ્યો.

'જી યે... વો...' તરત જ તેણે મગજને હડદોલો મારીને સતર્ક કરી દીધું, 'તીન દિન મેં ફ્રિ-ફોલ ઔર સેલ્ફ અરેસ્ટ ખતરનાક હો સકતા હૈ...'

'હમ્મ્મ્...' તેણે એકધારી નજરે ત્વરિતને તાકી લીધો પણ ત્યારે ત્વરિત સિફતપૂર્વક નીચે જોઈને મનોમન હાશકારો અનુભવતો હતો. જરાક ચૂક થઈ હોત તો શી ખબર, આ જોગમાયાએ શું ય સજા ફટકારી હોત... સાલી... શ્વાસ તો નથી જ લેવા દેતી, નિરાંતે જોવા ય નથી દેતી...

'ત્રણ દિવસમાં આ ન શીખી શકાય એ હું જાણું છું પણ આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.' તેણે ચટ્ટાન પર કશીક ગડમથલ કરી રહેલા સહાયકો તરફ આંગળી ચિંધી, 'પહાડોને એ પરવા નથી હોતી કે તમે ટ્રેઈન્ડ છો કે નહિ. પહાડ એમ નહિ વિચારે કે આ બિચારાએ ફક્ત ત્રણ જ દિવસની તાલીમ લીધી છે. જરાક ભૂલ કરી એટલે ફંગોળી દેવા એ પહાડનો સ્વભાવ છે. એવે વખતે કેવી રીતે બચવું એ આપણે વિચારવાનું હોય છે. આજે આપણે એવી ઓચિંતી પછડાટમાં કેમ બચવું એ શીખશું.'

બપોર સુધી ક્રેમ્પોન અને આઈસ એક્સના બેઝિક પ્રેક્ટિકલ પછી એક સહાયકે ડેમો આપ્યો ત્યારે હિરન સિવાય હર કોઈના મોંમાંથી રીતસર હાયકારો નીકળી ગયો.

સાવ સીધા ઢોળાવવાળી એ કરાડની નીચે ચાલીસેક ફૂટ ઊંડી ખીણ હતી. કરાડની ટોચ નજીક ચાર જણાએ તેને ઊંધો લટકાવીને ઢોળાવ પર ગોઠવ્યો... અને બસ, ખીણમાં પથ્થર ગબડાવતા હોય તેમ છોડી દીધો!!

પેલો આદમી પહેલા તો સડસડાટ નીચેની તરફ ગબડયો. એક વજનદાર ઠોંગા જેવા ખૂણા સાથે ખતરનાક રીતે અથડાયો એ સાથે તેની પતનની દિશા બદલાઈ. સૌ કોઈ શ્વાસ રોકીને તેને જોઈ રહ્યા હતા.

એ આદમી આમ તેમ પગ ફંગોળીને નીચેથી સરકતી જતી ચટ્ટાન સાથે ક્રેમ્પોન ભીડવવાની કોશિષ કરતો જતો હતો. ડાબા હાથના સિઘરા જેવા આંગળા ફંફોસીને આધાર ફંફોસતો જતો હતો અને જમણાં હાથે આઈસ એક્સના આડેધડ ફટકા મારવાના મરણિયા પ્રયાસ કરતો હતો.

છપ્પનના મોંમાંથી રાડ ફાટી ગઈ હતી. ત્વરિત અને ઝુઝાર ડોળા ફાડીને જોઈ રહ્યા હતા. પ્રોફેસરે આંખો મિંચી દીધી હતી. ખીણ માંડ વીસેક ફૂટ છેટી હતી ત્યાં અચાનક જ ડાબા હાથના આંગળા અને પગના ક્રેમ્પોન વડે પથ્થરને એકધારા ઠોંસીને એ ત્રાંસો થયો.

આઈસ એક્સના ફટકા મારવાનું જારી જ હતું. હમણાં જ ખીણમાં પડશે એવા ધ્રાસ્કા સાથે સૌના હૈયા ધબકવાનું છોડી રહ્યા હતા એ જ વખતે તેણે ઝાટકા સાથે પલટી ખાધી અને પથ્થરની અનુકૂળ ખાંચમાં ધારદાર કુહાડી ખોસીને તેના પર એક હાથના સહારે લટકી રહ્યો.

'ઈટ્સ કોલ્ડ ફ્રિ ફોલ એન્ડ સેલ્ફ અરેસ્ટ...' સહાયકો પેલાને ઉપર ખેંચવા માટે દોરડા ફેંકી રહ્યા હતા ત્યારે જાણે કંઈ બન્યું જ નથી તેમ આ જોગમાયાએ સૂચનાઓ ચાલુ કરી દીધી.

'આરોહણ કરતી વખતે કોઈપણ ગરબડ થાય અને તમે ગબડો તો એ સ્થિતિ કંઈક અંશે આવી જ હશે.' તેણે દરેકના ભયાર્ત ચહેરા તરફ નજર માંડીને કહેવા માંડયું, 'એ વખતે તમને બચાવનારું કોઈ નહિ હોય અને ત્યારે પગના ક્રેમ્પોન, જમણાં હાથના કાંડામાં ભેરવેલી એક્સ અને ડાબા હાથના આંગળા એ ત્રણ જ તમારા હથિયાર હશે. પ્રેક્ટિસ ઈનફ હોય તો...' તેણે ફરીથી દરેકની સામે જોયું, 'કોણ શરૃઆત કરે છે?'

ત્વરિતે મોં ફેરવી લીધું. છપ્પન અને ઝુઝારે પહેલાં એકમેકની સામે જોયું અને પછી નજર ઝુકાવી દીધી.

'ઓકે... આઈ એમ રેડી...' સૌથી પહેલો પડકાર હિરને ઝિલ્યો એથી રાઘવને ય ઘડીક ચચરાટી થઈ આવી. નેશનલ પોલિસ એકેડેમીમાં રોક ક્લાઈમ્બિંગની તાલીમ તેણે લીધી હતી અને ફ્રિ ફોલનો ય અનુભવ લીધો હતો પણ ત્યારે ખીણની જગ્યાએ નેટ બિછાવેલી રહેતી એટલે પડવા છતાં જીવ ગુમાવવાનો સ્હેજે ય ડર ન હતો. જ્યારે અહીં તો...

તેને કમકમાટી છૂટી ગઈ.

અડધી કલાક પછી હિરનને ફંગોળવામાં આવી ત્યારે પ્રોફેસર આંખ મીંચીને ઊંધા ફરી ગયા. ત્વરિતથી ય આંખો બંધ થઈ ગઈ, પણ એ લડાકુ છોકરીએ માંડ ત્રીસ ફૂટના અંતરમાં જ પલટી મારીને આઈસ એક્સ ખોસવામાં સફળતા મેળવી લીધી હતી.

સૌનો આત્મવિશ્વાસ વધારવા માટે ફરીથી હિરને જ બીજા ત્રણ ફોલ લીધા અને જોખમી હોવા છતાં આ કામ મુશ્કેલ ન હોવાનો અહેસાસ કરાવ્યો. બપોર પછી તેણે પોતે છેક ખીણ સુધી સૌને દોરી જઈને ક્રેમ્પોનના ઠોંસા મારીને પલટી મારવાની ટ્રિક તેમજ ચટ્ટાનની જાતભાતની ખાંચમાં કુહાડીનું ફણું ખોસવાની ઝડપ વિશે સમજાવ્યું ત્યારે માંડ સૌથી પહેલી હિંમત રાઘવે દાખવી.

રાઘવે પહેલો ફોલ સફળતાપૂર્વક પાર પાડયો ત્યારે જાણે જંગ જીત્યા હોય તેમ સૌ હરખઘેલા થઈને એકમેકને ભેટવા લાગ્યા હતા.

- અને બરાબર ત્યારે જ લાજ કાઢતી ગામઠી વહુ જેવો સુરજ પહાડની વિકરાળ ચટ્ટાનોની ધાર પાછળ મોં છૂપાવવા લાગ્યો હતો.

*** ***

'મશાલ બુઝાવી નાંખો...'

હોડીની આગળની હરોળમાં બેઠેલા આદમીએ કહ્યું એ સાથે છેવાડાના ભાગે જલતી રાળની મશાલને ભીના ગોદડામાં બળપૂર્વક ખોસીને બુઝાવી દેવાઈ.

આગળની હોડીએ મશાલો બુઝાવી એટલે પાછળ આવતી બીજી બે હોડીઓએ પણ તેનું અનુકરણ કર્યું.

હવે બ્રહ્મપુત્રના સાગર જેવા પટ પર હતી સુમસામ, અંધારઘેરી સ્તબ્ધતા અને એ સ્તબ્ધતાને ખંખોળતી જતી પાણીમાં એકસરખા લયથી ઝિંકાતા હલેસાની છપછપાટી...

એક આદમી નાઈટવિઝન બાયનોક્યુલર વડે સતત પશ્ચિમના કાંઠા ફંફોસી રહ્યો હતો. અચાનક તે ઊભો થયો. નજર બાયનોક્યુલરમાં જ માંડેલી રાખીને તેણે હોડીને પૂર્વ-ઉત્તરમાં જરાક ત્રાંસી હંકારવા ઈશારો કર્યો.

એકપણ શબ્દની બોલાશ વગર ત્રણેય હોડીઓ લગભગ અડધા કલાક સુધી ચૂપચાપ પાણીમાં સરકતી રહી.

'રાઈટ...' તેણે ઈશારો કર્યો એટલે આગળની હોડીએ જમણી તરફ મોરો મરડયો. આગળની હરોળમાં બેઠેલા નેતા જેવા આદમીએ પાછળ આવતી હોડીઓને ત્યાં જ થંભી જવા હાક મારી. પહેલી હોડીએ જમણે, ડાબે, જમણે એમ સતત તિરછી દિશા પકડીને પાક્કી ખાતરી કરી.

'છે જ...' બાયનોક્યુલર પરથી આંખ હટાવીને એ આદમીએ નેતા જેવા લાગતા આદમીને સંબોધીને કહ્યું, 'પુલામા શાંગરા તરફ કશોક અજવાસ છે...'

બરાબર એ જ વખતે દૂર પૂર્વના કાંઠે અડાબીડ જંગલમાંથી ઊઠેલી આખેટે ચઢેલા રાની પશુની હિંસક ત્રાડથી વેરાન સ્તબ્ધતા ખળભળી ગઈ હતી. ત્રાડની તરત પાછળથી શિકાર બનેલા પ્રાણીની બેબાકળી મરણચીસ પ્રગટી હતી અને ચંદ ઘડી પછી ફરીથી જંગલનો એ રોજિંદો ક્રમ ગળીને પહાડો ભેંકાર સન્નાટો વાગોળવા લાગ્યા હતા.

*** ***

'ક્યા બ્બાત હૈ... આજ તો એસીપીએ સૌને પાર્ટી આપવી જોઈએ યાર...' ઝુઝારે ગ્લાસમાં રમની બોટલ ઠાલવીને ગ્લાસ છપ્પનને ધર્યો.

ચાર દિવસની આકરી અને અતિશય મુશ્કેલ દિનચર્યા પછી હવે તેઓ ધીમે ધીમે ટેવાઈ રહ્યા હતા. કમ સે કમ જમવાનું થાય ત્યાં સુધી તેમના હોશ ટકી રહેતા હતા.

હિરન અને પેલી ટ્રેનર બ્રહ્મપુત્રના જળમાં સ્નાન કરીને પાછળની ચટ્ટાન તરફ કપડાં બદલી રહ્યા હતા. થાકેલા પ્રોફેસર એક બાંડિયું અને મોટો પહોળો ચડ્ડો પહેરીને પગ પર તેલ માલિશ કરી રહ્યા હતા. રાઘવ અને ત્વરિત પણ આજે તો ફ્રિ ફોલની ખુશાલીમાં છપ્પન અને ઝુઝાર સાથે જોડાયા હતા.

કેસી રાબેતા મુજબ, દૂર બેસીને મશાલના અજવાળે નકશા જેવા કોઈક મોટા ફિંડલા પર ચિતરામણ કરી રહ્યો હતો.

એ જ ઘડીએ કાંઠા પર કશીક હડબડી મચી ગઈ. સતત ચૌકન્નો રહેતો કેસી છલાંગભેર ઊભો થયો એને ઓવારા તરફ દોડયો. કેસીને દોડતો જોઈને ચૂલા પર બાટી રાંધી રહેલા લોકો ય સફાળા ભાગ્યા હતા.

રમની બોટલ ખોલીને બેઠેલા આ લોકો કંઈ સમજે એ પહેલાં તો દબાયેલા પગલે આખી પલટન સપાટાભેર અહીંતહીં ભાગાભાગ કરીને કેમ્પનો વિંટો વાળવા માંડી હતી.

પાછળ વાઘ પડયો હોય તેમ મોટી મોટી લાંઘ ભરીને આ તરફ આવેલા કેસીએ એટલી જ સ્વસ્થતા કહી દીધું, વેપન્સ રેડી કરો.

'હેં??' ચોંકેલા રાઘવે પૂછી લીધું, 'ઈઝ એનિથિંગ સિરિયસ?'

કેસીએ ધારદાર નજરે સૌના ચહેરા ચકાસ્યા. તેના હોઠ દૃઢતાથી બિડાયા, 'ઓવારા તરફ કેટલીક હોડીઓ આવી રહી છે...' પછી એવા જ ડરામણા અવાજે ઉમેર્યું, '... અને એ હોડી આપણી નથી!!'

(ક્રમશઃ)