Once Upon a Time - 50 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 50

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 50

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 50

'શિવમ બિલ્ડિંગના એ ફ્લૅટનો દરવાજો તોડીને પોલીસ કમાન્ડોઝ અંદર ઘૂસ્યા ત્યારે બાથરૂમ પાસે ચાર લાશો પડેલી જોવા મળી. દાઉદ ગેંગના શૂટરોએ પોલીસના હાથે પકડાવાને બદલે આત્મહત્યા કરી લીધી હતી! દાઉદ ગેંગના ત્રણ શૂટર્સની સાથે શૂટર શરદ દળવીની પ્રેમિકા સંગીતાને પણ કમોતે મરવાનો વારો આવ્યો હતો. ચારે લાશના લમણાં ગોળીથી વિંધાયેલા હતા. દાઉદ ગેંગના શૂટરોએ જાતે જ પોતાના જીવન પર પૂર્ણવિરામ મૂક્યું અને એ સાથે ‘ઓપરેશન ગેંગસ્ટર’ નો અંત આવ્યો અને દાઉદ ગેંગને વધુ એક ફટકો પડ્યો!

***

‘મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટને કારણે મુંબઈ પોલીસે દાઉદ ગેંગ પર ભીંસ વધારી દીધી. એટલે મુંબઈમાં દાઉદની પ્રવૃત્તિઓને બ્રેક વાગી હતી.’ પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચતા કહ્યું, ‘પણ દાઉદ ગેંગ ઠંડી પડી એટલે અમર નાઈક અને અરુણ ગવળીનું જોર વધ્યું હતું. અને વર્ચસ્વ જમાવવા માટે એ બંને ગેંગ વચ્ચે જામી પડી હતી. અમર નાઈક વિદેશ જતો રહ્યો હતો અને અરુણ ગવળી જેલમાં ધકેલાઈ ગયો હતો, પણ અમર નાઈકની ગેરહાજરીમાં એનો ભાઈ અશ્વિન નાઈક તૈયાર થઇ ગયો હતો. તો અરુણ ગવળીની ગેરહાજરીમાં ગવળી ગેંગનું સુકાન સદા પાવલે અને ગણેશ વકીલ તથા તાન્યા કોળી જેવા બીજી હરોળના ગુંડા સરદારોએ સંભાળી લીધું હતું. જોકે બંને ગેંગને આદેશ તો પોતપોતાના સુપ્રીમો (અમર નાઈક અને અરુણ ગવળી) તરફથી જ મળતા હતા, પણ નાઈક અને ગવળીના આદેશોનું સુપેરે પાલન થતું હતું.

અમર નાઈક અને અરુણ ગવળી ગેંગ વચ્ચે નવેસરથી ગેંગવોર ફાટી નીકળી એમાં પહેલો ભોગ ગવળી ગેગના ફાયનાન્સર ગણાતા કાન્તિલાલ નાહરનો લેવાયો હતો. અમર નાઈક ગેંગના શૂટરોએ કાન્તિલાલ નાહરને માર્ચ ૧૯૯૩માં મુંબઈના નાગપાડા વિસારની શુક્લાજી સ્ટ્રીટમાં ગોળીએ દીધો. ગવળી ગેંગ તરફથી વળતા ઘા રૂપે નાઈક ગેંગના ત્રણ શૂટરોને ઢાળી દેવાયા. બંને ગેંગ વચ્ચે આવા છમકલાં ૨૨ મે, ૧૯૯૩ સુધી ચાલુ રહ્યા. પણ ૨૨ મે, ૧૯૯૩ના દિવસે ગવળી ગેંગે નાઈક ગેંગને મોટો ફટકો માર્યો હતો. ગવળી ગેંગના શૂટરોએ અમર નાઈકના ભાઈ અશ્વિન નાઈકના ગુજરાતી સસરા અને શિવસેનાની કોર્પોરેટર નીતા નાઈકના પિતા હરકિસન જગજીવનદાસ જેઠવાની મુંબઈના કુંભારવાડા વિસ્તારમાં હત્યા કરી નાખી અને બંને ગેંગ વચ્ચેની લડાઇએ અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.’

***

તમે એક ખાસ નોંધ મૂકજો કે, મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ પછી મુમ્બૈયા અંડરવર્લ્ડમાં પણ કોમવાદ ફેલાયો હતો. ‘અંડરવર્લ્ડમાં કોઈ જાતિ નથી હોતી, ત્યાં માત્ર એક જ જાતિ હોય છે ગુંડાઓની.’ આવું ભલે હિન્દી ફિલ્મોમાં કહેવાતું હોય, પણ મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી મુમ્બૈયા અંડરવર્લ્ડના સમીકરણો બદલાઈ ગયાં હતાં. પપ્પુ ટકલાએ પોતાની કમેન્ટ આપીને વાત આગળ ધપાવી, ‘દાઉદે મુંબઈમાં સિરિઅલ બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એટલે  એની ગેંગના મોટાભાગના હિંદુ સભ્યો અકળાઈ ગયા હતા. છોટા રાજન અને ભાઈ ઠાકુર જેવા બીજી હરોળના માફિયા સરદારોએ તો દાઉદ સાથે સંપૂર્ણપણે છેડો ફાડી નાખવા સુધીનું પગલું લીધું હતું, પણ દાઉદ ગેંગના મુંબઈસ્થિત અનેક શૂટરોનો દાઉદ પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. એમાંય દાઉદ ગેંગ છોડીને મલેશિયા નાસી ગયેલા છોટા રાજનને સાથ આપનારા કેટલાક શૂટર્સને દાઉદ ગેંગ દ્વારા મારી નાખવાની શરૂઆત થઇ ગઈ હતી. એમાં દાઉદ ગેંગને વફાદાર હોય એવા ઘણા શૂટર્સ પણ નવાણિયા કુટાઈ ગયા એની ઘેરી અસર પડી હતી અને દાઉદ ગેંગના અનેક શૂટર્સ છોટા રાજન ગેંગ સાથે અથવા તો અમર નાઈક કે અરુણ ગવળી ગેંગમાં જોડાવા માંડ્યા હતા. સામે ગવળી અને નાઈક ગેંગના મુસ્લિમ શૂટર્સ દાઉદ ગેંગમાં જવા માંડ્યા હતા. પણ દાઉદ ગેંગમાં આવક કરતા જાવક વધુ હતી.

જો કે દાઉદ હિંમત હાર્યા વિના ઉત્તર પ્રદેશના આઝમગઢ તરફ નજર દોડાવી હતી. દાઉદે ઉત્તર પ્રદેશના આઝમગઢ વિસ્તારના બેકાર જુવાનિયાઓને શૂટર બનવાની તાલીમ આપીને પોતાની ગેંગમાં ભરતી કરવા માંડ્યો હતો. દાઉદ પોતાની ગેંગને તૂટતી અટકાવવા મથી રહ્યો હતો ત્યારે એને એક વધુ માઠા સમાચાર મળ્યા હતા. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ માટે વપરાયેલા આરડીએક્સ અને અન્ય હથિયારો મુંબઈ સુધી કઈ રીતે પહોંચ્યા તેની તપાસ દરમ્યાન પગેરું એડીશનલ કસ્ટમ્સ કલેકટર (મરીન એન્ડ પ્રિવેન્શન ડીપાર્ટમેન્ટ) એસ.એન. થાપા સુધી પહોંચ્યું હતું. આ એ જ કસ્ટમ્સ ઓફિસર હતા, જેણે સૌ પ્રથમ દાઉદ ગેંગની રૂપિયા સાડા આઠ કરોડની ચાંદી જપ્ત કરી હતી. સોમનાથ થાપાએ દાઉદ ઇબ્રાહિમની કરોડો રૂપિયાની દાણચોરીની ચાંદી જપ્ત કરી હતી ત્યારે દાઉદનું માથું ભમી ગયું હતું. પણ આ જ માણસની થાણે પોલીસે મુંબઈના બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ટાડા હેઠળ ધરપકડ કરી ત્યારે દાઉદ માટે એ સમાચાર માઠા સાબિત થયા હતા.

મુંબઈના સિરિઅલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં એડીશનલ કસ્ટમ્સ કલેકટર સોમનાથ થાપાની ધરપકડને કારણે દાઉદ ગેંગની સાથે સંબંધ ધરાવતા તમામ કસ્ટમ્સ અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દાઉદના પાલતુ કસ્ટમ્સ અધિકારીઓ દાઉદ ગેંગથી દૂર ભાગવા માંડ્યા હતા. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ માટે દાઉદ ઈબ્રાહિમે પોતાના પાળીતા કસ્ટમ્સ અધિકારીઓ અને લેન્ડિંગ એજન્ટ્સની મદદથી આરડીએક્સનો જથ્થો મુંબઈ પહોંચાડ્યો હતો. પણ એ આરડીએકસનો જથ્થો દાઉદ ગેંગના નેટવર્ક માટે પણ સ્ફોટક સાબિત થયો હતો. સોમનાથ થાપાની ધરપકડ બાદ દાઉદના પાળીતા કસ્ટમ્સ અધિકારીઓ દાઉદના બીજા કન્સાઈન્મેન્ટ પાર પાડવા દેવામાં પણ ગભરાવા લાગ્યા હતા. એની સીધી અસર દાઉદના સ્મગલિંગ નેટવર્ક પર પડી હતી. દાઉદે ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવી સ્થિતિ સર્જાઈ હતી. સોમનાથ થાપાની સાથે સાથે બીજા કેટલાક કસ્ટમ્સ અધિકારીઓની બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ધરપકડ થઇ ગઈ હતી, પણ થાપા જેવા એડીશનલ કસ્ટમ્સ કલેકટરની ધરપકડથી કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના લાંચિયા અધિકારીઓ ફફડી ગયા હતા.

બ્લેક લેબલનો વધુ એક લાર્જ પેગનો ઓર્ડર આપીને પપ્પુ ટકલાએ વાત આગળ ધપાવી, ‘દાઉદ ઈબ્રાહિમને ભારતનો સૌથી વધુ પાવરફુલ ગેંગ લીડર બનાવવામાં પોલીસ અને રાજકારણીઓ જેટલો જ ફાળો કસ્ટમ્સ અધિકારીઓનો પણ કહી શકાય. કસ્ટમ્સ અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દાઉદ ઇબ્રાહિમ દર વર્ષે અબજો રૂપિયાનું સોનું અને બીજો સામાન દાણચોરીથી ભારતમાં પહોંચાડી શકતો હતો. દાણચોરી ક્યારેય થતી નથી, દાણચોરી કરાવવામાં આવે છે. હિન્દી ફિલ્મોમાં અડધી રાતે ઘોર અંધારામાં ટોર્ચથી સિગ્નલ આપીને દાણચોરી થતી હોવાના દ્રશ્યો બતાવાય છે. એમાં સહેજ પણ વાસ્તવિકતા હોતી નથી. દાણચોરી તો ઘણા લાંચિયા કસ્ટમ્સ અધિકારીઓની રહેમ નજરથી અને એમની નજર સામે જ બેધડક થાય છે. સોનું, ચાંદી,કે બીજી વસ્તુઓ જહાજમાં લાકડાનાં પાટિયાં વચ્ચે કે બીજી કોઈ રીતે છુપાવીને લાવવામાં આવતી હોવાનું ફિલ્મોમાં દર્શાવાય છે. પણ સ્મગલિંગની દુનિયામાં વાસ્તવમાં આવું ક્યાંય જોવા મળતું નથી. સ્મગલિંગ કન્સાઈન્મેન્ટસ તો ઓપન સિક્રેટ ઓપરેશન જેવા હોય છે. અને એ કસ્ટમ્સ અધિકારીઓની મદદ વિના પાર ન પડી શકે.’

‘હિન્દી ફિલ્મોમાં સ્મગલિંગની જે ઠોકમઠોક દર્શાવાય છે એ જોઇને હું ઘણી વાર હસવું ખાળી શકતો નથી,’ પપ્પુ ટકલાએ તેની ટાલ પર હાથ ફેરવતાં કહ્યું અને વાત આગળ ચલાવી.

(ક્રમશ:)