chis - 24 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 24

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ચીસ - 24

ઈલ્તજા ચમકી ગઈ.
એક ઝટકા સાથે એને પાછળ જોયું. એના બદન માં ભયનું એક લખલખું પસાર થઈ ગયું કારણકે પાછળ કોઈ જ નહોતું.
"ક્યા હુઆ સિસ્ટર..? તુમ ઇસ તરહ સે ચૌકી ક્યો..?"
ઈલ્તજા ધારી-ધારીને પેલા કોફીન તરફ જોઈ રહી હતી. ત્યારે જ ખંડની લાઈટ ઓન-ઓફ થવા લાગી.
"આલમ અંધેરે મેં મેરા હાથ પકડ કે રખના..! મુજે બહોત ડર લગ રહા હૈ!"
આલમેં જોયું કે પોતાની સિસ્ટર રીતસર ધ્રુજી રહી હતી.
પોતે જાણતો હતો કે એને અંધારાનો ખૂબ ડર લાગતો હતો.
"તુમ માનો યા ના માનો આલમ, પર મુજે લગતા હૈ ઇસ કોફીન મેં જરૂર કિસીના કિસી કા મમી હૈ..! ઔર વહી મમી ઐસી બેતૂકી હરકતે કર રહા હૈ!
"ચલો તુમ દૂર રહો મેં દેખતા હું..! ક્યા સચમુચ કોફીન મેં કિસી કો સંભાલ કર રખા ગયા હૈ?"
"નહીં આલમ.. રહેને દો.. કોફીન કો હાથ મત લગાઓ.. ! તુમને સુના નહિ જબ હમ બાહર થે તબ કોઈ હમેં ખુદ કો બચાને કે લિયે ભીતર કૈસે રિક્વેસ્ટ કર રહા થા.? "
"ફિર વહી આવાજ કો હમને ગાતે હુએ સુના હૈ!. આવાજ ઈસી કમરે સે આ રહી થી..!"
"તભી તો મેં કહ રહી હૂં ,હમ બુરી તરહ ફંસ ગયે હૈ! મુજે લગતા હૈ, હમ અપની મર્ઝી સે યહાં નહી આયે..! કોઈ અપની શૈતાની તાકત કે બલબુતે પર હમે યહાં ખીંચ લાયા હૈ!
અચાનક એવું લાગ્યું જાણે પાણીની એક બુંદ છત પરથી ઈલ્તજાના હાથ પર ટપકી .. !
લાઈટના ઝબકારામાં ઈલ્તજા ચીસ પાડી ઉઠી.
"મેરે હાથો પર પાની જેસા કુછ ગિરા હૈ!"
"ઈસ તરહ બારબાર ચીખો મત.. મેરી જાન નિકલ જાતી હૈ..! તૂમ કિતના ડરતી હો .?"
આલમ અકળાઈ ઉઠ્યો.
લાઈટના ઝબકારામાં ઇલ્તજાના ગોરા હાથ પર રક્તની બુંદો જોઈ. આલમની આંખો પહોળી થઇ ગઇ.
એણે ઉપર તરફ નજર કરી. છત પર કશુ અજુગતુ ન જણાયુ.
એને આલમનો હાથ પકડી ખેંચતાં કહ્યું.
"ચલો યહાં સે ભાગ નિકલતે હૈ! યે જગહ ઠીક નહિ હૈ.!"
આલમને ઇલ્તજાની વાત ઠીક લાગી. બંને એ બહાર જવા દરવાજા તરફ ફર્યા કે ત્યારે જ..
બરફની સીલી જેવા ઠંડાગાર પણ કોમળ હાથે આલમનો હાથ પકડી લીધો.
આલમનું હૃદય ઉછળીને પસલીઓથી ટકરાવવા લાગ્યુ. લબક-ઝબક થતા ઉજાસમાં અત્યારે બંનેની સામે મીણની પ્રતિમા જેવી એક યુવતી ઊભી હતી. ધવલ ઉજ્જવલ પરીની કલ્પના સાક્ષાત્કાર બનીને આવી હોય એમ બેનમૂન રૂપ બંનેની સામે ઢોળાઈ રહ્યું હતું.
કમરામાં જે બદબૂ વિસ્તરી હતી એ અત્યારે એક માદક ખુશ્બુમાં પરિવર્તિત થઇ ગઇ હતી.
હક્કાં-બક્કાં બની આલમ અને ઈલ્તજા એ રહસ્યમય યુવતીને જોઈ બૂત બની ગયાં.
"પ્લીઝ મુજે છોડ કર મત જાઓ..! મુજે તુમ દોનો કી મદદ ચાહિયે..!"
એના અવાજની મીઠાશમાં બંને બુડી ગયાં.
ઇલ્તજા એ આલમને કોણી મારી. હડબડાહટ સાથે આલમે પૂછ્યું..!
"આપ કૌન હો.? ઔર કહાં સે આઈ હો ..?"
"બહોત લંબી કહાની હૈ બાદ મેં બતાઉંગી .., ફિલહાલ આપ મેરી કુછ મદદ કરદો..!'
એના ગોરા ચહેરા પર યાચના ના ભાવો હતા. ઈલ્તજાના બદનનો ફડફડાટ હજુ શમ્યો નહોતો. થોડીક હિંમત ભેગી કરી દબાયેલા અવાજમાં એને પૂછ્યું.
"હમ આપકી ક્યા મદદ કર સકતે હૈ..?"
"આપ હી મેરી મદદ કરતે હો..! મેરે બચ્ચે યહાં ફસે હુએ હૈ..! ઉન્હેં આપ દોનો હી આઝાદ કર સકતે હો..?"
"વો કૈસે ? ઔર કહાં ફસે હૈ તુમ્હારે બચ્ચે..?"
આલમની આંખોમાં નર્યું વિસ્મય ડોકાયુ, કેમકે એણે આસપાસ નજર ફેરવી જોઈ લીધું હતું ક્યાંય નાનકડો જીવ પણ નજરે ચડ્યો નહતો.
"પહેલે આપ દોનો વાદા કરો આપ લોગ મેરે બચ્ચો કો કેદ સે આઝાદ કરવા દોગે..!"
આલમે ઈલ્તજા સામે જોયુ. એની આંખોમાં ચોખ્ખો રોશ પ્રવર્તતો હતો.
"ઔર હમ આપકી મદદ ના કરે તો.. ?"
"તો તુમ દોનો ભી મેરી તરહ યહાં કેદ હો કર રહ જાઓગે..! જીતે જી યહાં સે બહાર નિકલના તુમ દોનો કે લિયે નામુમકીન હો જાયેગા..!"
"ઇસકા મતલબ તુમ યહાં કેદ હો..?"
"હા મુજે કર કે રખા હૈ..! મુજે માલુમ થા એક ના એક દિન મેં અપને બચ્ચોં કો આઝાદ કરવાનો દૂંગી..!"
"હમ જાન સકતે હૈ તુમ્હારે બચ્ચો કો કિસને કેદ કીયા હૈ?"
"છીસ્...!"
એને મોઢા પર આંગળી મૂકી એવી રીતે ચૂપ રહેવાનો ઈશારો કર્યો કે આલમ અને ઈલ્તજા સમસમીને રહી ગયાં.
"ઉસકા નામ નહિ લેતે..! ઉસકા નામ લેને સે યહાં કી દિવારે ભી કાંપ ઉઠતી હૈ!"
એના અવાજ માં કંપ ભળી ગયો.
"તુમ હમે ડરા રહી હો..?" ઈલ્તજા એ કહ્યુ.
"નહીં મેં બસ હકીકત બયાં કર રહી હું..!"
"તુમ્હારે બચ્ચો કો કેસે બચાના હૈ ? હમે કુછ હોગા તો નહીં..ના..?"
"તુમ્હે કુછ નહિ હોગા મૈ હું ના..! યે કામ એક લડકા ઓર લડકી સાથ મિલકર હી કર સકતે હૈ!"
"ઓહ..! એસી બાત હૈ ક્યા..? ફિર તો હમે જલ્દી બતાઓ હમ અપની તરફસે પૂરી કોશિશ કરતે હૈ..!"
પેલી રહસ્યમય યુવતીની આંખમાં ચમક ઉભરી ગઈ.
પેલા કોફીની લગોલગ જઈને ઊભી રહી. આલમ અને ઇલ્તજાએ એકબીજા સામે જોયુ. બંનેની આંખોમાં એક જ સવાલ હતો. એ હવે શું કરશે..? બંનેનું મનોમંથન પામી ગઈ હોય એમ એણે એક ધારદાર નજર બંનેના ચહેરા ઉપર નાખી.
પછી તરત જ કોફીનની જોડે રહેલી દીવાર પર પોતાના હાથ ફેરવ્યા.
દિવારની ઉપર જાણે કે કોઈ પરત લાગેલી હોય એમ વચ્ચે થોડી ગેપ થઈ ગઈ. એક આદમકદ આકારનો લંબગોળ આઈનો દેખાવા લાગ્યો.
આલમ અને ઈલ્તજા આ ચમત્કારને આંખો ફાડી-ફાડીને જોતાં રહ્યા.
"એ તો આઈના હૈ..? આઈના દિવાર ને કેસે આયા..?"
"એ આઈના નહી હૈ..! મેરે બચ્ચો કા કેદખાના હૈ..!"
"ઓહ તૂમ્હારે કહેને કા મતલબ હૈ ઇસ આઈને મેં તુમ્હારે બચ્ચે કેદ હૈ..?"
આલમને એની વાત પર જરા પણ વિશ્વાસ નહોતો.
એ વખતે ધીમી ધીમી પીડા બંનેના માથા પર થવા લાગી. આલમે માથા પર જે જગ્યાએ તાજ પહેર્યો હતો. એની કોર પર હાથ લગાવી જોયો.
આંગળીઓમાં ચિકાસ ચોંટી ગઈ. હાથને નજર સામે લાવી જોયો.
પોતાની આંગળીઓ રક્તથી લાલ થઈ ગઈ હતી.
એવી જ હાલત ઈલ્તજાની પણ હતી. પોતાની પીડાને એણે પણ અનદેખી કરી હતી. પરંતુ જ્યારે આલમ ની આંગળીઓ લોહીથી ખરડાયેલી જોઈ ત્યારે એ સમજી ગઈ કે પોતાના મસ્તક પર પણ લોહી નીકળ્યુ હશે..!
"બોલો તુમ દોનો મેરે બચ્ચોં કો બચાને કે લિયે તૈયાર હોના..?"
અવાજ રૂંધાઈ ગયો હોય એમ આલમથી બોલી શકાયુ નહીં. એણે હ'કાર થી કામ લીધું.
ઇલ્તજાએ પીઠ ફેરવી આલમ ના મસ્તકમાં જોવા લાગી ત્યારે પહેલા લંબગોળ મિરરમાંથી નીકળેલા એક હાથે આંગળાના જાનવર જેવા લાંબા નોહર વડે ઈલ્તજાના કુર્તા ને ઉભો ચીરી નાખ્યો.
ઈલ્તજાના બદનનુ ખૂન જાણે સુકાઈ ગયુ. શરીરનું રૂંવે રૂંવુ ધ્રુજી ઉઠ્યુ.
(ક્રમશ:)
પ્યારા દોસ્તો ચીસને તમારો ભરપૂર પ્રેમ મળ્યો. એ માટે તમારો ખુબ ખુબ આભારી છું ઘણા વાચકોએ પર્સનલી મેસેજ કર્યા હમણાં હરિભાઈ મોદીએ મને હોરર પોકેટ બુક ના એક અદના રાઇટર ની યાદ અપાવી જેઓ ગુજરાત પોકેટ બુક તરફથી લખતા અને જોગાનુજોગ એ સમયગાળામાં મેં પણ ગુજરાત પોકેટ બુક ના ફૂરસાદ મેગેઝીનમાં જગ્ગા જાસૂસ ની બાળ રહસ્ય કથાઓ લખેલી.
ક્યારે એ હોરર રાઈટર નો હું પણ જબરો ફેન હતો. હરિભાઈ મોદીને મારું લખાણ ફરીવાર એમની યાદ તાજા કરાવી ગયુ.
હું પણ માનું છું હોરર સાહિત્ય વિશે સમાચારો મેગેઝીન books બધું ઘણું જ વાંચ્યું આખરે એક નિષ્કર્ષ પર આવ્યો છું કંઇક તો છે જે એશ્વરિય શક્તિની જેમ જ અદ્રશ્ય છતાં તેનો ભાસ છે..!'