Chis - 25 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 25

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ચીસ - 25

કાળા અંધકારનો ઓછાયો લબકારા લેતી લાઈટમાં ડરાવી રહ્યો હતો.
દિવાલમાંથી નિકળેલા લંબગોળ આઈનાને ધારી-ધારી આલમ અને ઈલ્તજા જોઈ રહેલાં..
આઈનો બિલકુલ સાફ હતો. અને એ લંબગોળ આઇનામાં બંનેનાં પ્રતિબિંબ વિચિત્ર લાગતા હતાં.
ઉપરથી માથાનો ભાગ સંકોચાઈને પપૈયા જેવો બની ગયો હતો અને ગરદનથી નીચે બોડીનો ભાગ ખૂબ ફૂલી ગયો હતો.
આવા વિચિત્ર આઈનામાં ઈલ્તજાને પોતાનું પ્રતિબિંબ જોઈ સૂગ ચડી..
આલમને કંઈક કહેવા એણે જેવી પીઠ ફેરવી એ સાથે જ અંધકારનો આશરો લઇ આઈનામાંથી નીકળેલા વરુના નહોર જેવા નખ વાળા હાથે પીઠ પાછળથી એના કુર્તાને ચીરી નાખ્યો.
બદન ઉપર કોઈના નહોર વાગતાં એ સહમી ગઈ.. કુર્તો ચીરાયો હતો એટલે કોઈ અડક્યું હતું એ વાત હન્ડ્રેડ પર્સન્ટ સત્ય હતી. બધુ ખૂન સૂકાઈ ગયું હોય એમ એનો ચહેરો રૂની પૂણી જેવો સફેદ થઈ ગયેલો.
છૂપા ફફડાટ સાથે એક ઝાટકે ઈલ્તજા આઈના તરફ ફરી ગઈ..
શરીર ધ્રૂજતું હતું.
એ ઝડપથી બોલી ગઈ.
"આલમ મુજે કીસીને પીછે સે છુઆ..!"
આલમે જોયું કે ઈલ્તજા ખૂબ ગભરાઈ ગઈ હતી..!
ઐસા લગા જૈસે કિસી જાનવર કા પંજા થા વો..! બેક સાઈડ સે મેરે કપડો મેં ચીરા લગાયા હૈ..!"
"મૈને તુમ્હે પહેલે હી બતાયા હૈ યહાં પર ડરના મના હૈ.!"
પેલી અજાણી યુવતીએ નવુ ગતકડુ કાઢ્યુ.
ડરના મના હૈ મતલબ..? જબ કોઈ જાન બુજ કર ડરા રહા હૈ તો ડર તો લગના હી હૈ..! જો કુછ ભી યહાં હો રહા હૈ બહોત હી ડરાવના ઔર ભયાનક હૈ! તુમ ઇસ આઈને મેં અપને બચ્ચોં કા જીક્ર કર રહી થી પર મુજે તો ઈસ આઈને સે બહોત હી કટુ અનુભવ હુઆ હૈ..!"
એનો ક્રોધ શબ્દોમાં પડઘાઇ ઉઠ્યો.
ઐસા વાહિયાત આઈના બનાકર યહાં કિસને લગા દિયા હોગા..? લગતા હૈ જૈસે ઈન મનહુસ આઇને મેં હમારે પ્રતિબિંબ હૈ હી નહીં..!'
આલમ પણ આવાક બની આઈનમાં દેખાતી બેડોળ આકૃતિઓને જોઈ રહેલો..
પેલી અજાણી યુવતીનો ચહેરો બિલકુલ તંગ હતો.
એ ટકોર કરતાં બોલી..
ઐસા બિહેવ મત કરો કિ વો નારાજ હો જાયે..!
સાયલન્ટ રહો ઔર જીતના મેં કહતી હું ઉતના તુમ કરતે જાઓ..!"
સંપૂર્ણ સખ્તાઈથી તે એવી રીતે બોલી જાણે કે લાસ્ટ વોર્નિંગ આપી રહી હતી.
ઈલ્તજા અને આલમ સમસમીને રહી ગયાં.
કેવી વિચિત્રતા હતી ઘડીભર પહેલાં જે પોતાના બાળકોને બચાવવા માટે આજીજી કરતી હતી તે હવે જાણે કે હુકમ ચલાવી રહી હતી.
"કુછ તો અજીબ જરૂર થા.?" એ મનોમન બબડેલી.
અત્યારે તો બંનેની સમજ બહાર હતુ કે એના બાળકો ક્યાં હતાં..?
તેને એ વાત કબૂલી હતી કે વર્ષોથી તે આ કમરામાં કેદ હતી.. પણ કેવી રીતે..? બન્નેમાંથી એકને પણ જાણ નહોતી...!!
"મુજે યે બતાઓ તુમ દોનો કો આઈને મેં ક્યા દિખ રહા હૈ..?"
"જ..જી..!"
આલમ સતર્ક થઈ ગયો.
એણે ધારી ધારીને આઈનામાં જોયું. બંનેના પ્રતિબિંબ રમુજી કાર્ટૂન જેવા લાગતા હતાં.
"હમ દોનો દીખ રહે હૈ ઔર કુછ નહી..!'
"અબ તુમ દોનોં ઐસા કરો અપની અનામિકા કો મિરર પે ટચ કરો..!"
આલમ ઈલ્તજા એ તેના હુકમનું અનુસરણ કર્યું.
બંનેની અનામિકા મિરરને ટચ થતાં જ જાણે કે ફેવિકોલ લગાવ્યું હોય એમ ચીપકી ગઈ..
"અરે હમારી ઉંગલિયા ચીપક ગઇ હૈ..!"
પણ અંધારા કમરામાં એમનો ઉશ્કેરાટ સાંભળવા કોઇ હાજર નહોતું..!
"હલો કહાં હો તુમ..? હમે યહાં સે બહાર નિકાલો પ્લીજ..!!"
ઈલ્તજાએ જોયુ કે આલમ પોતાની અનામિકા અને આયનામાં દેખાતું પ્રતિબિંબ સામે નજરથી નજર મિલાવી જોઈ રહ્યો હતો.
એનું હૃદય તો ત્યારે ઉછળીને પસલી થી ચકરાવા લાગ્યું જ્યારે એ ખોફનાક મંઝર એને પોતાની સગી આંખે જોયુ.
આદમ કદ આઈનાની અંદરથી આલમની અનામિકા પકડીને એનું પ્રતિબિંબ પોતાનો જમણો પગ આગળ મૂકી બહાર આવી આલમ ના શરીર માં સમાઈ ગયું.
ત્યારે ઈલ્તજાના શરીરમાં વીજળી જેવો કરંટ વ્યાપી વળ્યો.
મિરરમાંથી આલમને ગાયબ જોઈ એને જબરજસ્ત ઝટકો લાગ્યો.. મનમાં એક વિચાર ઉઠતાં શરીર પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયું કે શુ હવે પોતાનુ પ્રતિબિંબ પણ એવી રીતે બહાર નીકળી પોતાના શરીરમાં સમાઈ જશે..?"
આલમ પોતાની આંખોમાં માદક નશો ભરીને જાણે કે શરાબના ઘૂંટ ભરી રહ્યો હતો.. ઈલ્તજા આલમની નજરનો સામનો કરી શકવા સક્ષમ નહોતી..એની અનામિકા હજુ પણ મિરરને ચીપકેલી હતી.
કદાચ એણે પોતાની આંખો પ્રતિબિંબની આંખો સાથે એકાકાર નહોતી કરી.
પેલી અજાણી યુવતી ગાયબ હતી.. કોફીન પર કંઈક સળવળાટ થતાં એણે પાછળ જોયું..
કાળુ ઘેરું લાલ પ્રવાહી કોફીન ઉપર ફેલાયું હતું. એ પ્રવાહીની વચ્ચે માત્ર હવે પેલી યુવતીનું માથું દેખાતું હતું જે ધીમે ધીમે પીંગળીને કોફિનમાં સમાઈ રહ્યું હતુ.