is that love - 2 in Gujarati Drama by Ravi Lakhtariya books and stories PDF | શું આ છે પ્રેમ? - ભાગ ૨

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

શું આ છે પ્રેમ? - ભાગ ૨

શું આ છે પ્રેમ? - ભાગ ૨

અને બસ હવે રાહ હતી રિંકીના જવાબની હા કેસે તો શું થશે મને ક્યાંથી ખબર પડી તે પુછશે તો હું શું કહીશ ને ના કહીશ તો શું થશે અને શું જવાબ આપીશ એનું મનમાં સતત ગડમથલ ચાલી રહ્યું હતું ....


રિંકી : હા કહે છે

ટીનુ : મૂંઝાય જાય છે કે આ હજુ પ્રેમ કરે છે મમને એવું મનમાં ચિંતવન ચાલુ હતું ...હા પણ એને મનમાં હતું કે રિંકી ના પાડે કારણકે એને રિંકી પ્રત્યે કોઈ લાગણી n હતી એટલે .... કઈ બોલવા જાય તે પહેલા ...

રિંકી : હા મને તારી પ્રત્યે અનન્ય લાગણી હતી ...અને હું અને તું એકસાથે એક ટીમમાં આવીએ એવી ઘણી પ્રાર્થના કરી હતી ભગવાનને ...પણ ભગવાનને પણ ઈચ્છા n હતી ...અને હું અને રોહન એકસાથે ટીમમાં આવ્યા ...પછી જોક મને ખબર પડી કે રોહન મને પ્રેમ કરતો હતો પણ તે જાણતો હતો કે હું તને પ્રેમ કરું છું એટલે એ મને કહેતો ન હતો ...અને એ પ્રોજેકટ ટીમમાં આવ્યા તે ઘણો ખુશ હતો અને હું જે કહું એ રોહન કરતો ...તેની ek ટેવ હતી એકદિવસ એ મારા હાથમાં આવી ગયી અને મને ખબર પડી he is love me lot અને મને પણ તેની સાથે પ્રેમ થઈ ગયો ....અને અમે આજે ખુબ ખુશ છીએ

ટીનુ : (વચમાં j)) ઓહો ગુડ ગુડ ...congrats for ય get બેસ્ટ life partener ...

રિંકી : thank you ...પણ વચમાં જ પણ તને ખબર કેમ પડી ?

ટીનુ : હવે question પુછાઈ ગયો જેને ટાળવા તેને congrats કહીને આ વાત પુરી કરવાની વિચાર કરી રહ્યો હતો ..પણ હવે ફસાઈ ગયો ...કઈ નહીં આ તો એક ફ્રેન્ડએ કહ્યું હતું ..

રિંકી :મને પણ ખબર chhe તને કોઈકે કહ્યું હોય તો જ તને ખબર પડે ને ...(હસતા હસતા )

ટીનુ : કેમ ? (ગુસ્સામાં )

રિંકી : (હસતા હસતા ) તું સાવ બુદ્ધુ છે ભણવામાં, રમવામાં, બીજી એક્ટિવિટીમાં હોશિયાર છે પણ લવ માં તો સાવ બુદ્ધુ છો ...

ટીનું : હે ?

રિંકી : હે નહિ હાં બુદ્ધુ j છો આટલી બધી ટાઈમ આપણે સાથે રહ્યા તો પણ તને ખબર n પડી કે હું તને પ્રેમ કરું છું તો આને બુદ્ધુ n

કહેવાય તો શું કહેવાય...જવાબ દે તો મને (મસ્તી કરતી )


ટીનુ : હો હો (ચિઢાઇને )

રિંકી : એ વાત જવા દે પણ મને એ કહે તને કીધું કોણે ...જોકે તારા સિવાય આખી કોલેજ ને ખબર હતી પણ છતાંય કીધૂ કોને તને એ કહે ...

ટીનુ : (છુપાવતા) કઈ નહીં મને ખબર પડી...

રિંકી :એમ ખબર પડે તેવું શક્ય નથી ....પણ કીધું કોને એ કહે ...

(સતત વાતનું રટણ થતા એ ચિઢાઇને ગુસ્સામાં આવીને )

ટીનુ : ટીની e ...

રિંકી : હા ચીબલી એવી જ છે એના પેટમાં કહી ટકતું જ નથી ...

ટીનુ : નહિ નહિ વાત શાંત પાળવાની કોશિશ કરતા ...

રિંકી : (પણ સાંભળે e બીજા રિંકી તો બોલવા લાગી પછી સાંભળવા સિવાયનો કોઈ ઉપાય j નહતો અને એ ચાલુ )એવી j છે ટીની કઈ પેટમાં રહેતું નથી ...કહી દીધું તને ...હું શું આખી કોલેજની છોકરીઓ તને લાઈન આપે છે ...(અને બસ ચાલુ થઈ ગઈ પેલી પ્રિયા ,પેલી રીમા અને ચાલુ કે પેલી પ્રેમ કરે તને ..પેલી કરે અને ટીની પણ ...

ટીનુ : શું n હોય (થોડોક ગર્વમા હતો પણ આ બધું સાંભળીને થોડોક શરમાઈને )

રિંકી : હા મને ખબર છે ટીની પણ તંને લવ કરે છે ...

ટીનુ : impossible ..હું બીલીવ નથી કરતો ..ટીની અને મને !..(આશ્ચયથી )

રિંકી : હા તને વિશ્વાસ નથી આવતોને ....

ટીનુ : ના જરાય નહિ ...(હસતા )

રિંકી : ઓકે લાગી ચેલેન્જ એના મોઢેથી બોલાવી દવ તો ....

ટીનું : પણ જોશમાં એમ ...તો લાગી શરત ..ચેલેન્જ accepted ....

રિંકી : ઓકે તો આ વિકમાં આપડે બહાર જવાનું છે અમદાવાદ પ્રોજેક્ટ presentation માટે તો ત્યાં તને ખબર પડી જશે ...ઓકે

ટીનુ : ઓકે બાય ..

રિંકી : બાય ...બાય જલ્દી રાખ તારી સાથે વાત કરવામાં મારે મારા ચીકુ સાથે વાત કરવાની રહી ગયી ...

ટીનુ : chiiiiiku ????

રિંકી :(દાત નીચે જીભ દબાતા )(શરમાઈને) હા હવે રોહન સાથે. ..

ટીનુ : હમ્મ કરો ચીકુ સાથે વાત ...બાય ...


(ફોન રાખીને ...પોતે ખુશ થઈ ગયો છે ...અને ફોન ચાર્જિંગમાં રાખે છે ...ત્યાં ટીનુ જમવાનું નથી જમી લે તેનો સાદ સંભળાય છે અને પોતે હા મમ્મી આવું છું જમવા એમ કરીને રમવા જાય છે.... )

(ઉનાળાની ગરમી થવાથી ધાબા પર સુવાનું હતું રાતનો ડ્રેસ પહેરી પોતે ખાટલા પર સુવા ચાલ્યો જાય છે પણ આજે નીંદર ક્યાં આવવાની હતી ...પ્રિયા ..મીના ...રિંકી તેને પ્રેમ કરે છે તે તેમાં ક્યાં રસ હતો ...આજે તેને જે વાત જાણવા મળી કે ટીની પણ તેને પ્રેમ કરે છે? કે નહિ તેમાં વધારે રસ હતો ...

અને ચાંદ અને તારા ને નિહાળી રહ્યો હતો ...આજે આકાશ જાણે આ ચાંદને ભેટવા લાગી રહ્યું હોય તેવું જણાતું હતું ...આજે આ રોશનીમાં તો ખબર નહિ પણ ટીની જ દેખાઈ રહી હતી ,,,જેનું કારણ તે પણ n હતો જાણતો ...પણ આ ખુબસુરત ચાંદમાં તેને ટીની j દેખાઈ રહી હતી ...અને આમ જોતા જોતા નિંદર આવી જાય છે ...)


(સવાર પડતા નાહી ને તે તૈયાર થઈ રહ્યો હતો કોલેજ જવા માટે પણ આજે કઈ અલગ જ ખુશી હતી અને વારંવાર અરીસા સામે જોઈને વાળ પર હાથ ફેરવી રહ્યો હતો ...અને જાણે ટીની માટે તૈયાર થઈ રહ્યો હોય તેમ તૈયાર થઈ રહ્યો હતો પણ એને ક્યા ખબર હતી ...તૈયાર થઈ બાઈક ચાવી લઈ આંગળી માં ફેરવતો બેગ લઈ નીકળી પડ્યો ....જેવો કોલેજે પહોંચ્યો ત્યાં તો ટીની ગુસ્સામાં મોઢું ફુલાવીને બેઠી હતી કારણકે આજે વહેલું આવવાનું હતું ટીનુ ને પણ આજે તે ભૂલી ગયો હતો ..જેવો કોલેજે પાર્કિંગ કર્યું ને યાદ આવ્યું કે આજે મારે ને ટીનીને મળવા જવાનું હતું અને સાથે ફિલ્મ જોવા માટે જવાનું હતું કારણકે સવારનો lecture ફ્રી જો હતો. ..પણ થાય શું ? અને ટીનીને શોધતા શોધતા કેન્ટીન એ આવી ગયો. રિસાઈને બેઠી હતી ...ઘણા પ્રયત્ન કર્યા કહ્યું કાલે જઈશું અને ચાલ આપણે કોફી પીએ ..અને એને કોફી ગમતી હોવાથી પહેલથી જ ઓર્ડર આપી દીધો હતો ...પણ થઈ ગયું શરૂ ...તે મારા માટે કોફી કેમ મગાવી ? બસ બને ઘડીક આ વાત પર મીઠી નોકજોક ચાલી અને ગાડી પાટે ચઢી ગયી ..ફુલાયેલું મોં નોર્મલ થઈ ગયું ....લાલ થયેલું નાક હતું તેવું ને તેવું ક્યૂટ બની ગયું ...પછી કોફી પી ન બેય ડિપાર્મેન્ટ માં દાખલ થયા ત્યાં પ્રોફેસર તેને જોઈ ગયા અને પછી બોલાવી પ્રોજેક્ટ અંગે વાત કરી ...ક્યાં સુધી તમારો પ્રોજેક્ટ પહોંચ્યો ને વગેરે વગેરે ....બંને જવાબ આપીને કલાસાસરૂમ માં દાખલ થયા કે આજે રિંકી નો બર્થડે હતો બધા હેપી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા ..ટીનુ અને ટીની પણ જોઈન થઈ ગયા ..પણ જેવી કેક કાપી કે તરત જ રિંકી એ ટીનુ ને કેક ખવડાવી ...રિંકી જો કે આ જાણી જોઈને કરેલું ..પણ ટીનુ ને te વાત ની જાણ નહિ ....


રિંકી : કેક ટીનુ તરફ જઈને ખવડાવે છે ...

ટીનુ : ઓહો ..પેલો હું નહિ પેલા તો તારે ખાવી પડશે એમ કરીને રિંકી ના મોમાં કેક મૂકી દે છે અને નાકે પ્રેમથી કેકનું ટીલું કરી દે છે (હસતા હસતા )

રિંકી : થેન્ક યુ

(આમ પછી કોલેજમાં એક પછી એક કેક ખવડાવી દે છે ત્યારે ટીનુ ટીની ના ચહેરા પર કંઈક જલન થઈ રહ્યું હોય તેવું જૉઈ લે છે ...અને પૂછે છે શું થયું

ટીની : કઈ નહિ

રિંકી : એ આંખના ઈશારે થી ટીનુ સામે જોયું અને યાદ દેવડાવ્યું કે જોયું ને તે તને પ્રેમ કરે છે પણ તે પણ જાણતી નથી ...

ટીનુ : સમજી ગયો ...અને ટીનુને પણ ટીની પ્રત્યે પ્રેમ રૂપી વાદળ બની ગયા છે ..પણ હવે ટીની ના મોઢેથી જાણવા માંગતો હતો ...


(મિત્રો આમ પણ તાળી બે હાથથી વાગે એક હાથથી નહિ ..અને પ્રેમ પણ બંને પક્ષ થી હોવો જોઈએ ને ....)

(દિવસ પૂરો થયો અને પોતે ઘરે ચાલી નીકળ્યા ...સાંજે 6 વાગ્યાની આસપાસ તે ફરી રિકી ને ફોન જોડે છે ...ઘંટી વાગી રહી હતી )


રિકી :કોલ રિસીવ કરે છે ...અને ટીનુ બોલે એ પેલા j મને હતું કે તું કોલ કરીશ j મને ....confirm થયું કે નહિ

ટીનુ : શરમાઈને (સ્માઈલ સાથે )હમમ તારી વાત સાચી હતી ...પણ મને હજુ ખાતરી નથી ....કારણકે એ એના મોઢે બોલે તો હું માનું ...

રિંકી : તો એના માટે કંઈક કરવું પડે (વિચારતા )

ટીનુ : શું કરી શકાય બોલ ..જલ્દી

રિંકી : ઉભો રે મજનુ ..ઉભો રે ...(વિચારવા તો દે )

ટીનુ : શું મજનુ અને હું ? (ગુસ્સાથી જો રિંકી મને કઈ ટીની સાથે પ્રેમ નથી ..આ તો મારે ખાલી જાણવું છે ..હમમ મજનુ વાળી ....

રિંકી : ઓહોહો એમ ...

ટીનુ : હા એમ જ

રિંકી : હા મને આઈડિયા આવી ગયો ...

ટીનુ : બોલ બોલ જલ્દી બોલ ...

રિંકી : તારે મારી સાથે પ્રેમ કરવો પડશે

ટીનુ : રિંકી બોલે તે પેલા ...શું ?

રિંકી : મારી વાત તો સાંભળ આપડે નાટક કરવું પડશે ...

ટીનુ : મને એવું n ફાવે ..અને રોહનને ખબર પડશે તો અમારી વચ્ચે ઝઘડો થઈ જશે ...

રિંકી : ઓહોહો મારા એક્ટર તને ન ફાવે એમ ? તો પેલા રોમિયો જુલિયટ નાટકમાં ફર્સ્ટ પ્રાઈઝ કોને મળ્યું હતું ?

ટીનુ : એ તો નાટક હતું

રિંકી : તો અહીં તારે ક્યાં સાચે પ્રેમ કરવાનો છે ...

ટીનુ : હમમમ

રિંકી : અલ્યા બોવ વિચારે છે આના સિવાય કોઈ રસ્તો નથી ...જલ્દી કે ....

ટીનુ : હમમ ઓકે ..પણ આનાથી કોઈને દુ: ખ તો નહિ લાગે ને ...

રિંકી : ભરોસો કર નહિ થાય ..

ટીનુ : અને રોહન ?

રિંકી : એને હું હકીકત જણાવી દઈશ ...

ટીનુ : ઓકે ...તો આપડે કેમ કરીશું સ્ટાર્ટ ?

રિંકી અને ટીનુ કાલે શું કરવાનું છે તેના વિશે discuss કરી અને ફોન રાખી પોતપોતાના કામમાં લાગી જાજાય છે ...આજે ટીનુ જમીને વહેલો છત પર પહોંચી જાય છે અને કાલે શું થશે એના excitement વિશે વિચાર કરતા સુઈ જાય છે )


(સવાર પડતા જ આજે ટીની કોલેજ આવી ગયી હોય છે અને પાર્કિંગ પર પોતાનું સ્કૂટી રાખી તેના પર બેસી ટીનું ની રાહ જોઈ રહી હતી અને મોબાઈલ માં મથી રહી હતી ..પણ ત્યાંજ entry થઈ ટીનુ અને રિંકી ની ...રિંકી આજે ટીનુ સાથે આવી રહી હતી તેના બાઈક પર ....બસ આ શું આટલું જોઈ ત્યાં તો ટીની રાખ j થઈ ગયી ....અને જેવા બાઈક પરથી ઉતર્યા કે તરત j ..)

ટીની : કેમ રિંકી ? આજે ટીનુ જોડે ?

રિંકી : અરે યાર આજે મારી સ્કૂટીમાં પંચર થઈ ગયું હતું

ટીનુ : હે ..ટીની ..ગુડ મોર્નિંગ (એકદમ ઉત્સાહ ભર્યા અવાજથી )

ટીની : (ગુસ્સામાં ) હ. . ગુડ મોર્નિંગ એમ કહીને ચાલી ગયી ...

ટીનુ : થોડોક ચિંતામાં આને ખોટું નહિ લાગ્યું હોય ને ...એમ કરતો તેની પાછળ જવા જાય છે

રિંકી : અરે ઉભો રે મજનુ ..ક્યાં ભાગે છે લેલા પાછળ ...(હસી ઉડાવે છે )

ટીનુ : અરે પણ તેને ખોટું લાગ્યું હશે

રિંકી : ભલે હજુ આ તો ફર્સ્ટ સ્ટેપ છે ....next step પર ફોકસ કર ...

ટીનુ : (ઉદાસ ચહેરા સાથે ) ઓકે ..

રિંકી : તો જઈએ ...

ટીનુ : ચાલવા લાગે છે

રિંકી : હમમ એમ ? ભૂલી ગયો

ટીનુ : હા મારી માં ...(એમ કહી ઉભો રહ્યો પછી રિંકી નજીક આવી અને એકબીજાના હાથમાં હાથ રાખી ચાલતા થયા ...અને ટીની ને એમ હતું કે ટીનુ હમણાં આવશે અને મારી બાજુમાં બેસશે પણ આ તો રિંકી અને ટીનુ જે રીતે આવી રહ્યા હતા તેને જોઈ ગુસ્સાથી લાલ થઈ ગયી અને હાથમાં રહેલી પેંસિલ તોડી નાખી ....પણ આજે ટીનું અને રિંકી જોડે બેઠા એક જ બેન્ચ પર ...અને નાટક શરૂ.. )


(પછી કેન્ટીન હોય કે ઑડિટોરિયમ જ્યાં જુએ ત્યાં ટીનુ અને રિંકી સાથે j હોય ...અને પછી એક દિવસ જુનિયર સ્ટુડન્ટ જે ન્યુ એડમિસન થયેલું તેમની માટે ફ્રેશર પાર્ટી નું આયોજન થયેલું અને એમાં એન્કરિંગ તો મિસ બીયુટીફુલ અને મિસ્ટ. handsome ટીની અને ટીનું એ j કરેલું ...પણ સિલસિલો જારી j હતો કે ટીની તેના મોઢે ટીનુને ત્રણ મેજીકલ words કહે : i love you tinu ....પણ એન્કરિંગ પણ પતિ ગયું ઘણા પ્રયત્ન કર્યા ..જમવાનું પણ પતિ ગયું ..પણ ટીનુને તે ત્રણ શબ્દો સાંભળવા n મળ્યા ....હવે જો કે રિંકી અને ટીનુ ની પણ ધીરજ હવે ખૂટી ગયી હતી ...અને છેલ્લે તો ડાન્સ પાર્ટી હતી જેમાં બન્નેએ પ્લાન કર્યો કે જેટલા સિનિયર ડાન્સર કપલ ડાન્સ કરે અને જુનિયર ડાન્સ સોલો ...એ મુજબ પેલું કપલ એટલે ટીની ને એમ હતું કે ટીનુ એની સાથે જોડી બનાવશે અને ટીની પોતે ઉભી પણ થઈ ગઈ પણ અત્યારે ટીનીનું ભાગ્ય તેની સાથ ક્યાં આપવાનું હતું કારણ કે એનું ભાગ્ય લખનાર ક્યાં ભગવાન હતા એનું ભાગ્ય લખનારતો રિંકી અને ટીનુ હતા ..એટલે ટીનુએ રિંકીનું નામ લીધું અને હવે તો બસ હદ થઈ ગયી ....અને ડાન્સ શરૂ થઈ ગયો ...પણ હવે ટીનુ અને રિંકી , રોહન અને ટીની અને બીજી ઘણી બધી જૉડી બની ગયી એક પછી એક ડાન્સ કરી જોડી પોતે ડાન્સ પ્લેટફોર્મ ને ધમધમાવી રહ્યા હતા પણ આજે ટીની નો ડાન્સ જોઈને તો બધા હક્કા બક્કા થઈ ગયા હતા ગુસ્સો બધો ડાન્સ પર આવી રહ્યો હતો અને પછી તો હજુ ટીની ડાન્સ કરી રહી હતી અને ટીનુ. પણ એમાં ટીનીનો ગુસ્સો એટલો કે એક જોરથી પગ પર પગ મારી દીધો હતો ...


અને એનું જોર એટલું હતું કે ટીનુ પગ ઉપર કરીને ફૂંક મારી રહ્યો હતો પણ ટીની તો તેના ડાન્સમાં મશગુલ હતી અને એટલો ગુસ્સો અને એટલી ગોળ ગોળ ફુદરડી ફરે છે કે ચક્કર આવી જાય છે જેવી નીચે પડવા જાય છે ત્યાં દરેક ફિલ્મમાં થાય તેમ ટીનુ ટીનીને બચાવી લે છે અને પડતા ઝાલી લે છે પણ ટીની ઝડપથી ઉભી થવા જાય છે અને ટીનુને ધક્કો મારે છે પણ જેવું ચાલવા જાય છે ત્યાં ફરી પોતાનો પગ ફસાઈ જતા ફરી પોતે નીચે પડે છે પણ ફરી ટીનું ટીનીને બચાવી લે છે ...અને ટીની તેનાથી છૂટવા પ્રયત્ન કરે છે પણ ટીનુએ આ વખતે ખુબ j સખ્તીથી પકડીને રાખ્યું હતું


ટીનુ : જાનમ યુ છુટપાના મુશ્કિલ હી નહિ ના મુન્કિન હે ..

(ટીનીની આંખમા આંસુ હતા ...દોડીને જેવું ભાગવા જાય છે પણ બધા ઘુમરો વળી જાય છે અને પાછળ ટીનુ ગીત ગાવવા લાગે છે અને બે ઘુંટણિયે બે હાથ ફેલાવી પોતાના પ્રેમનો ઈઝહાર કરી રહ્યો હતો....ટીની ટીનુ તરફ વળે છે અને રડતી રડતી મોં પર હાથ રાખી ના પાડતી ....પોતે દોડીને ટીનુને ભેટી પડે છે ...થોડા સમય પછી બંને અલગ પડેછે અને રિંકી અને રોહન એકબીજાના હાથમાં હાથ રાખી આવ્યા એ જોઈ આશ્ચર્ય સાથે...

ટીની : રિંકી અને રોહન તું ?...આ આશ્ચર્ય ભરેલો પ્રશ્ન જેમાં ટીની જાણી ગયી હતી કે રિંકી અને રોહન એકબીજાંને પ્રેમ કરે છે

રિંકી : હા ટીની તું જે વિચારી રહી છે તે સાચું છે...રિંકી અને ટીનુ nahi , રિંકી અને રોહન ....(અને પછી ટીનુ ટીનીna મોઢે j આ વાત્ત સાંભળવા માંગતો હતો એના માટે આ નાટક કરેલું ...બધી હકીકત ટીની જાણે છે ...ત્યારે ટીનુ બીજા મિત્રો સાથે વાત કરી રહ્યો હતો )


ટીની : એકાએક ટીનુ પાસે જાય છે અને પોતે ટીનુને પોતાની તરફ ફેરવીને પોતે નીચે બેસી જાય છે અને ટીનુનો હાથ પકડીને પ્રપોઝ કરતા ટીનુને i love you કહે છે ...(ટીનુ શરમાઈ જાય છે )

(બધા લોકો તાળીઓનો ગડગડાટ કરી રહ્યા છે કેટલાય સિનિયર જેને ગ્લર્લફ્રેન્ડ હતી તેઓ તો એકબીજાને અંદરોઅંદર કહી રહ્યા hata નસીબદાર છે જો સામેથી પ્રપોઝ કરે છે નહીંતર અમારા જેવું હોત તો ખબર પડે ...એક યા બીજીરીતે હા કહી દે તેવી ચિચિયારી કરી રહ્યા હતા ...)અને અંતે

ટીનુ : ટીનીને ઉભા કરતા હા પાડતાની સાથે ભેંટી પડે છે ..(બધા સ્ટુડન્ટ તે નવા બનેલા કપલ પર ફૂલોની વર્સા કરી રહ્યા હતા ...કેટલાક મિત્રોએ ફોગ થતું શરીર પર લપેડી રહ્યા હતા તો કોઈએ સોડા ઢોળી ...અને ટીની અને રોહને તો કેક પણ મંગાવી રાખેલી પણ કેક ખાવા માટે નહિ પણ બંને ભરી મુકવા ....એક પછી એક બધા કેક, સોડા, ફૂલ વરસાવી રહ્યા હતા ...બંને પણ એકબીજાથી છુટા પડ્યા n હતા ...પછી થોડા સમય બાદ તે છુટા પડે છે ..અને એ ખુશીમાં ડી.જે વાળો ફરીથી મ્યુઝિક ચાલુ કરી દે છે ...અને બધા કપલ ફરીથી ડાન્સ પ્લેટફોર્મને ધમધમવા લાગે છે અને સતત ખુબ સમય સુધી ડાન્સ કર્યાં પછી છુટા પડે છે ...અને નાસ્તો કરી ૬ :૦૦ વાગ્યે સાંજે ફ્રેશરની પાર્ટી પુરી કરી છુટા પડે છે ...પણ ટીની અને ટીનુ પોતે એક j બાઇકમાં જાય છે અને longdrive ખુબ જ એહલાદ્દક રીતે માણે છે. અને ટીનીને ઘરે ડ્રોપ કરીને પોતે ઘરે જાય છે ....


પણ આજનો ટીનીનો સ્પર્શ જે તેને ભુલાવી શકે તેવો ન હતો ...જે ૩૦ મિનિટ નો લૉંગ ડ્રાઈવ નો અનુભવ તેને સતત યાદ આવી રહ્યો હતો ...અને આ બાજુ ટિનીની હાલત પણ એવી હતી ...તે પણ નાચી રહી હતી કૂદી રહી હતી ...ઘરમાં આવતાની સાથે માં ની સાથે નાચવા કૂદવા લાગે છે ....અને નાચતા કુદતા રમતા પોતે રૂમમાં ચાલી જાય છે અને સ્નાન કરીને પોતે પોતાના રેશમી વાળ સુકાવાતા પોતે ગીત ગાઈ રહી હતી ...અરીસા પર સતત પોતાને અને ટીનું સાથે હોય તે દ્રશ્ય નિહાળી રહી હતી અને ખુશ થઈ રહી હતી ...અને મમ્મીનો સાદ પડતા પોતે રસોઈમાં મમ્મીને મદદ કરવા ગઈ ....


ટીનુ પણ પોતાના દાદા સાથે ..મમ્મી સાથે નાચે છે અને નાચતા કુદતા પોતે રૂમમાં જઈ સ્નાન કરી સ્વસ્થ થઈ પોતે ટીવી જોવા આવી જાય છે દાદા અને ટીનુ પોતે ટીવી જોવામાં મશગુલ હતા ..પણ ટીનુ એક પછી એક ચેનલ બદલાવી રહ્યો હતો દાદા આ જોઈ મસ્તી કરતા કહે છે.


દાદા : શું ટીનુ કોના ખ્યાલમાં ખોવાયેલો છે ? એક પછી એક ચેનલ બદલાવી રહ્યો છે ?

ટીનુ : કઈ દાદા કઈ નહિ ....

(હજ વાત આગળ ચાલે તે પહેલા મમ્મી સાદ પડતા ...ચાલો જમવા ....દાદા ane ટીનુ ટીવી બંધ કરીને જમવા પધારે છે ..પણ આજે ટીનું ને દાળ કહો કે દૂધપાક જ્યાં જુઓ ત્યાં ટીની જ દેખાઈ રહી હતી અને પેલી બાજુ ટીનીને પણ રોટી બનાવતા, છાશ બનાવતા ઉપર તરી આવેલા માખણમાં દરેક જગ્યાએ ટીનુંને ટીની અને ટીનીને ટીનુ દેખાઈ રહ્યો હતો..


(જમીને ટીનુ અને ટીની પોતે પોતાની અગાસી પર ચઢી જાય છે અને પોતે આ પૂર્ણિમાના ચાંદ પર એકબીજાની તસ્વીર જોઈ રહ્યા હતા. .પણ આ પૂર્ણિમાનો પહેલો પ્રેમ ચાંદની શીતળતા તેને એકબીજાને મળવા મજબુર જે કરી રહી હતી ...અને બસ ઉપાડ્યો ફોન અને આજનું સૌથી ઝડપી પક્ષી કબૂતર નહિ whatsapp માં સંદેશા ચાલુ ...n કોઈ તાર કે n કોઈ ટપાલ ...n અઠવાડિયાઓ , મહિના સુધીની રાહ જોવાની ...બસ એકબીજાને hi કહી ...

ટીની : hi

ટીનુ : hi

ટીની અને ટીનુ બન્ને message લખી રહ્યા હતા પણ મોકલી રહ્યા n હતા પણ અંતે ટીની message કરે છે

ટીની : કેમ ટાઈપ કરે છે પણ message નથી મોકલતો ? ગાડી આદિવાળીતો ન હતી ચલાવીને (મસ્તી કરતા)

ટીનુ : (મસ્તીમાં ભાગ ભજવતા )હા ચલાવી હતીને ....

ટીની : તો ક્યાંય વાગ્યું નથી ને ?

ટીનુ : હા વાગ્યુને ...

ટીની : ક્યાં ?

ટીનુ : આ દિલમાં ...આ દિમાગમા બધે j વાગ્યું ...

ટીની : ઓહો તો મારે મલમ લાગવું પડશે નહિ ....

ટીનુ : હા એ તો લગાવું પડશે ..તો મલમ લગાવા હું તારી પાસે આવું કે તું આવે છે ?

ટીની : ચલ બદમાશ સુઈજાં હવે ...કાલે મળીશું

ટીનુ : ઓકે બાય ....(કિસના ઈમોજી સેન્ડ કરતો )

ટીની : (બાય )


લ્યો આ પ્રેમના મિલનનો બીજો ભાગ complete પણ શું આ પ્રેમ આગળ જતા લગ્નજીવનમાં જોડાશે? શું આ પ્રેમ માંટે ટીનુ અને ટીનીના માતા પિતા પરવાનગી આપશે ? કે ટીનુ અને ટીની તેના મમ્મી પપ્પાને મનાવી લેશે ? કે પછી હજુ નાટક કઈ અલગ જ પરિણામમા પરિણમશે ....

તો ચાલો એ વિષે વધુ ન વિચારો...કાલે હજુ ટીનીને ટીનુ મળવાના છે ...તો કાલે મળીને શું નવું પ્રકરણ ખુલશે તે માટે જાણતા રહો ...


અને ફોલ્લૉ કરવાનું ચૂકશો નહિ ....ઇન્સ્ટાગ્રામ : styloholic_007 અને

વહાર્ટસપપ : 9904795771