is that love - 4 in Gujarati Drama by Ravi Lakhtariya books and stories PDF | શું આ છે પ્રેમ? - ભાગ ૪

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

શું આ છે પ્રેમ? - ભાગ ૪

શું આ છે પ્રેમ? - ભાગ ૪

(બે -ત્રણ મહીના વીતી ગયા છે ટીનુને ટીનીનો પ્રેમ અત્યંત ગાઢ બની ગયો હતો, અને જ્યાં જુઓ ત્યાં સાથે જ અને એકબીજાને હંમેશા સાથે રહેવાના વચન પણ આપી દીધા હતા . હા પણ આ બધી વસ્તુ તેના ભણવામાં કોઈ અસર કરી રહી ન હતી ..બન્ને વ્યવસ્થિત....પણ આ મહિનાઓ માં શું અજુગતું બની ગયું હતું ....)

(અજૂગતું બનવામાં એવું હતું કે પપ્પા બંનેને એકસાથે ટીનુ અને ટીનીને બાઇકમાં જોઈ ગયેલા....એટલામાં પૂરતું ક્યાં હતું ..આ વેલેન્ટાઇન ડે પર ટીનીને ગિફ્ટ આપવા ટીનુએ ચોરી પણ કરી હતી ...જોકે હજુ ઘરમાં પપ્પાએ આ વાત કરેલી ન હતી ...પણ આજનો દિવસ કોમી રામખાણનો દિવસ બનવાનો જો હતો ...આજનો દિવસ રવિવારનો હતો ...ટીનુ અને ટીનીએ આખો દિવસ એકબીજા સાથે વિતાવવાનો નક્કી કરેલ ...પેલા લોન્ગ ડ્રાઈવ ,પછી ગાર્ડન , અને પછી ફિલ્મ જોવા જવાનું ...અને ત્યાં રિંકી અને રોહન તેમને જોઈન કરવાના હતા ...

ટીનુ વહેલી સવારે ઉઠેલો, પપ્પા અને દાદાજી રવિવાર હોવાથી પોતે છાપું વાંચતા ચા-નાસ્તો કરી રહ્યા હતા..અને આજે ટીનુ તો થોડો વધારે અરીસા સામે જોઈ વાળ સરખા કરી રહ્યો હતો ...અને પછી પોતે નવા કપડાં પહેરેલા ...લાલ રંગનો શર્ટ - બ્લેક કલરનું પેન્ટ અને સાથે ચશ્માં ..હીરો જ કહી લો ...બહાર આવતા જ )


ટીનુ : પપ્પા ૫૦૦ રૂપિયા આપોને ...

પપ્પા : શેના માટે ?

ટીનુ : (મનમાં ..સાલો સાવ કંજૂસ બાપ મળ્યો છે ..જયારે પૈસા માંગીએ ત્યારે શેના માટે જોઈએ ...શા માટે જોઈએ છે ..કેટલાય સવાલ બાધાના જવાબ આપવાના ....પઁ૦૦ રૂપિયામાં તો ૫૦૦ સવાલ પૂછી નાખે) પણ મનને કાબુમાં રાખીને મીઠું બોલતા )પપ્પા તમે મારા વહાલાં પપ્પા નહી આપો ને ?

પપ્પા : (પોતાનુ છાપું વાંચવાનું ચાલુ રાખે છે )

દાદા : આપી દે ને ...પૈસા ..

મમ્મી : ((સસરા એટલે કે મારા દાદાને પપ્પાજી કહીને બોલાવે....)મમ્મી વાસણ ઊટકતી રૂમમાં પ્રવેશ કરે છે ) પપ્પાજી આ ટીનુના પપ્પા એવા j છે શાકભાજી લેવાની હોય તોય ના પાડે ....

પપ્પા : પણ હું ક્યાં ના પાડું છું...બાપુજી ..મને કારણ બતાવી દે એટલે આપી દવ ...

ટીનુ : દાદાજી પપ્પાને કહો ને મને આપે ...મમ્મી ...

દાદા :આ તારો બાપ નહીં માને ..એટલે તું જ સાચું કારણ આપી દેને ...

ટીનુ : પપ્પા મને પૈસા જોવે છે આપો ..(મીઠું બોલવાનું બંધ કરીને )

દાદા : બેય જિદ્દી છો ..(હસતા હસતા )

મમ્મી : સાથ પુરાવતા સાચે જ ..

ટીનુ :ઓકે ફાઈન ...આજે મારા ફ્રેન્ડ સોહનનો બર્થડે છે તો પાર્ટી માં જવાનું છે ...બસ શાંતિ હવે આપો ...

પપ્પા : પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તો હજુ ગયા રવિવારે j એનો બર્થડે હતો નહિ ...

ટીનુ : ( મનમાં સાલું આને બધું યાદ હોય છે ...આજે લાગતું નથી કે આપશે ..સાવ કંજૂસ બાપ મળ્યો છે ...મનમાંથી બહાર નીકળતા ) અરે ના પપ્પા ત્યારે સોહન નો નહીં રોહનનો બર્થડે હતો ....

પપ્પા : સાચું બોલે છે ?

દાદા : તું પણ ક્યાં હવાલદારની જેમ પૂછપરછ કરે છે ?

મમ્મી : આમ શંકા કરવામાં જ આ માથામાં ટાલ પડી ગઈ છે ...

પપ્પા : તું ચૂપ રે ..

દાદા : (કડકાઈથી ) હમમમ ...

પપ્પા : પૂછવું તો પડેને બાપુજી ?

દાદા : કેમ આમ બોલ્યો ! સમજાય તેમ બોલ ..

પપ્પા : (ટીનૂની સામે જોઈને ) સાચું જ સોહનનો બર્થડે છે કે પેલી કાલમુહી ને લઈને ફિલ્મ જોવા જવાનું છે ...?

ટીનુ : (ગભરાઈ જાય છે ને પપ્પા ને કેમ ખબર પડી હશે તે વિચારવા લાગે છે ..પણ વાત છુપાવતા ) ના સાચે j સોહનનો j બર્થડે છે

પપ્પા : બસ ...બસ દીકરા બસ રહેવા દે ક્યાં સુધી તારા બાપને ઉલ્લ્લું બનાવીશ ....

દાદા : વાત શું છે ? મહેશ (ટીનુના પપ્પા ) મને કોઈ સમજાવશો ...

પપ્પા : બાપુજી આ ટીનુ ઘણા સમયથી રોજ 2:: ૦૦ ..અઢી સુધી તેના રૂમની લાઈટ ચાલુ હોય છે...મને એમ કે વાંચતો હશે ..પણ એકવાર હું કોઈ બેન્કનું કામ પતાવી દુકાને પાછો જઈ રહ્યો હતો ...ત્યારે આ ભાઈ પ્રેમના ગીત ગાતા બાઈક પર જતા જોયા છે ...પેલી કલમુહી સાથે તો ઇશ્ક ફરમાવી રહ્યા હતા ..

ટીનુ : (ગુસ્સામાં ) પપ્પા મોં સાંભળીને વાત કરો એ કલમુહી નહીં એનું નામ ટીની છે ટીની ...આ ઘરની વહુ .

મમ્મી : શું ?

દાદા : શું ? ટીનુ આ તું શું બોલી રહ્યો છે તેનું ભાન છે તને ?

ટીનુ : હા દાદા ! મને ખ્યાલ છે અને હા અમે કોલેજ પુરી થતા લગ્ન પણ કરવાના છી ...ટીનુ વિથ ટીની ..

પપ્પા : જોયું બાપુજી ...જોયું ..

ટીનુ : હવે તો સાચી વાતની જાણ થઈ ગયી હવે મને આપો પૈસા ...

પપ્પા : નહિ મળે ...

દાદા :(હજુ પેલી વાતની શોકમાં ) પણ બેટા ટીનુ આ શું બોલે છે ? તું ?

ટીનુ : હા દાદા હું અને ટીની એકબીજાને પ્રેમ કરીએ છીએ ...અને મને અને ટીનીને ખબર છે કે અમારા ઘરમાં કોઈ નહિ માને ...અને મને પણ આ ઘરમાં દમ ઘૂંટે છે ..આ તો ભણવાનું પૂરું થાય ત્યાં સુધીની રાહ છે ..પછી અમે અહીંથી બીજે ચાલ્યા જઈશું ...

દાદા : પણ બેટા તને આટલો ભણાવ્યો ગણાવ્યો ..તારી દરેક જરૂરિયાતો પુરી કરી છે તારા બાપે ...એનું કઈ નહિ ..આ તારી માં એ તને જન્મ આપ્યો તને મોટો કર્યો ..તારા બાપની આંગળી પકડીને તું ચાલતા શીખ્યો શું આજ દિવસ માટે ? કે તું એને છોડીને ચાલ્યો જાય ...

ટીનુ : દાદા શું વાત કરો છો તમે ? મને ભણાવ્યો એમ ? મારે આજ સુધી ભણવામાં પહેલો નમ્બર j આવ્યો છે અને ૧૦ અને ૧૨માં પણ સારા ટકા હતા એટલે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું ...બધો ખર્ચો તો તમે કર્યો જ છે ક્યાં ...બહાર જુઓ બીજા છોકરાઓ કેટકેટલો ખર્ચો કરે તોય ભણે નહિ ..વળી તમારે ગવર્મેન્ટની કેટલી ૧૫૦૦ ફી એમાંય સ્કોલરશીપ આવે ..એટલે એ પણ ખર્ચ નહિ ...,મારે પણ સારી કોલેજમાં જ હતું ...પણ મારો બાપ પૈસા નહિ ભરે ઈ વિચારથી j માંડી વાળ્યું .ને તમે કહો છો કે તારી પાછળ આટલો ખર્ચો કર્યો ...


દાદા : પણ તારા પપ્પાએ તને કીધા વગર ..કે તારા કહેવા પહેલા તને ગમતું બાઈક જાણીને ૧૫૦૦૦૦ નું બાઈક લઈ દીધું ...

ટીનુ : એ તો તમારી ફરજ હોય કે નહિ ? એ મા -બાપની ફરજ કઈ નહીં રિઝલ્ટ તો કે તમે લાવો ? પૈસા ખર્ચો થાય એટલે આપે પણ એમાંય ૫૦૦ તો સવાલ હોય ..અને પૈસા આપો એમાં શું ધાડ મારી ...

પપ્પા : પણ દીકરા તે આની પેલા ચોરી છુપે મારા પર્સમાંથી ૫૦૦૦ રૂપિયા લીધા હતા તેનું શું ? જરા જવાબ આપો તો રાજકુંવર સાહેબ ...

ટીનુ :(ગભરાઈ જાય છે )

દાદા : શું ? ટીનુ તે ચોરી કરી ?

ટીનુ : (ફરી પાછા આવેશમા આવીને )તે એમાં શું ??? તમે મારા માટે તો કમાવ છો , તો પછી એ પૂછીને લઉં કે પૂછ્યા વિના //

પપ્પા : (લપાક મારવા જાય છે )

દાદા:( રોકી લે છે )રહેવા દે મહેશ ...રહેવા દે અત્યારે એ નહિ એનો પ્રેમ બોલે છે એક સ્ત્રી પ્રત્યેની વાસના બોલે છે ...

ટીનુ : બસ મને પૈસા જોવે અને એ તમારે આપવા પડશે ...

દાદા : પૈસા આપતા આલે ....

પપ્પા : રોકી લે છે ...નથી આપવા

ટીનુ : આપો છો કે નહિ ? નહીંતર હું ઘર છોડીને ચાલ્યો જઈશ ...

પપ્પા : તારે જવું હોય ત્યાં જ ...

દાદા : ના બીટા આવું ન બોલ ,,,

પપ્પા : બાપુજી રહેવા દ્યો ...અતારે તેના પર પેલી ટીનીનું ભૂત વળગ્યું છે ..જવા દયો એને ..રોટલા ખાવા નહિ મળે ને એટલે આપોઆપ આવી જશે ....અને કદાચ કમાઈ પણ લે ...પણ આ દિવસ રોજ થોડો સરખો હોય છે ...

ટીનુ : નહિ આવું ..સોફા પર હાથ પછાડીને રૂમમાં ચાલ્યો જાય છે ...

મમ્મી : ના બેટા ..રડતી રડતી ..(હાથ પકડી રાખે છે )

ટીનુ : હાથ છોડાવીને ....રૂમમાં જતો હોય છે ...

પપ્પા : અરે બેટા !...આમ ક્યાં બહાર જવાનો દરવાજો આમ છે ...

ટીનુ : ખ્યાલ છે મને મારો સમાન પેક કરવા જાવ છું

પપ્પા : ઓહ ! મને એમ કે હમણાં છોકરીની જેમ રિસાઈને રૂમમાં બેસી જશે ...કઈ વાંધો નહિ પણ જલ્દી હો...

ટીનુ : હા ..


(બેગ પેક કરીને આવે છે અને દાદાના આશીર્વાદ લેવા જાય છે )

પપ્પા : અરે દીકરા આમાં આશીર્વાદ શેના ? ફતેહ કરવા નહીં જઈ રહ્યો જે આશીર્વાદ આપે...ચાલ નીકળ ...

ટીનુ : તો લ્યો આ હું નીકળ્યો છેલ્લા જય માતાજી ...(દાદા રડી રહ્યા છે.મમ્મી રડી રહ્યા છે ..મહેશ જાણે કઈ બન્યું નથી તેમ કામમાં લાગી જાય છે )


(ટીનુ : ચાલ્યો જાય છે )

(જોકે આજે પપ્પા પણ રડી રહ્યા છે એ છાપાની નીચે ...પોતાની આંખ છુપાવતા ...)

દાદા : શું મહેશ તેને રોકી લે ...

મમ્મી : અરે રોકી લ્યો ...આપણા ટીનુને...

દાદા :પપ્પા ને સંભળાવે છે ...પણ પપ્પા અંદર જ અંદર રડી રહ્યા છે ...

પપ્પા :શું મને દુ: ખ નથી થતું કે તે મને ચાલ્યો મૂકીને જઈ રહ્યો છે ...કેટલા સંસ્કાર આપ્યા ..જે માગ્યું તે તેના બોલ્યા વિના આપ્યું...તેની દરેક ઈચ્છાઓ પુરી કરી ..એકવીસ વર્ષનો થયો ..(ધ્રૂસ્કે ધ્રુસ્કે રડી રહ્યા હતા )

(ટીનુ ઘરની બહાર નીકળતા j ટીનીને કોલ કરે છે ....અને શું કહે છે તેને આપડે વધુ આવતા અંકે જાણીશું ...શું ટીની તેની સાથે આવવાની હા પાડશે ? હજુ ટીનુ અને ટીનીની જિંદગીમા સુખદ મય પરિવર્તન આવશે કે દુઃખદ મય ....)જાણતા રહો ..


મને ફોલો કરી શકો છો અહીં ...ઇંસ્ટાગ્રામ : styloholic_007 અને મારી ડિઝાઇન માટે ઇંસ્ટાગ્રામ : gunatitsolutions પર ફોલો કરી શકો છો

whatsapp number : +૯૧૯૯૦૪૭૯૫૭૭૧ .