એક નવયુવક એટલે જિતેન્દ્ર પોતાની યુવાનીના જોશે ચડેલ, પોતાની કારકિર્દી માં ખૂબ આગળ વધતો જાય છે. સાથે સાથે તે સફળતા ના શિખર સુધી પહોંચે છે તો ખરા, પરંતુ તે પોતાની વ્યક્તિગત જીવન મા પોતાનું ઘણું બધું ગુમાવી બેસે છે . જિતેન્દ્ર હવે સારો એવો ઉદ્યોગકાર બની ગયો . સાથે સાથે પોતાનું વ્યક્તિગત જીવન પણ સુધારવા લાગ્યો. તેણે પોતાના ઉદ્યોગકાર જીવન માં ખૂબ જ મુશ્કેલ એવી અવિશ્વનીય સફળતા મેળવી અને ઘણા એવા ખૂબ ઉચ્ચનીય કક્ષા ના પુરસ્કાર મેળવ્યાં. પરંતુ બધાનું આખું જીવન સુખ માં જાય એવું ક્યાં બને છે? ભાગ્યેજ લાખો માં એક હોય કે જેનું આખું જીવન સુખ,શાંતિ અને સમૃદ્ધિ મા જાય. કહે છે ને કે સુખ દુઃખ એ જીવન નું ચક્ર છે જે ફર્યા જ કરે છે પણ થોભી જવાનું નામ જ ના લે.
જિતેન્દ્ર ના જીવન માં પણ કંઇક આવું જ કૌતુહલ થાય છે અને પોતાની જિંદગીના ના અમુલ્યો દિવસ ને ભૂલવાની વારી આવી ગઈ મતલબ તે એક ઘોર અસહ્ય અકસ્માત નો શિકાર બને છે અને પોતાની જિંદગીના જીવન નો સુખ નામ નો શબ્દ હંમેશ ને માટે પોતની યુવાની માંથી જ ભુસવાનો વારો આવી ગયો. જિતેન્દ્ર પોતાના જીવન માં એક આંખ અને એક પગ ગુમાવી બેસે છે.આ એક દુઃખ જ કેવાય ને . છતાં મિત્રો તે પોતાના શરીરે અપંગ થયો પણ પોતાના મને તો નહિ જ. તેણે પોતાના જીવન માં પેલા પણ સંઘર્ષ કર્યો જ હતો એટલે હારે એવો બંદો તો હતો જ નહિ.
એક વાર જિતેન્દ્ર ને વિચાર આવ્યો કે ચાલ ને હું મારું એક ચિત્ર બાનવરાવું પણ જેવું તેવું નહિ પરંતુ એવું ચિત્ર બનવું જોઈએ કે જે મારી જિંદગી ને પણ આવરી લે અને એક સારો એવો સંદેશ જે બીજા આગળ વધનાર ને એક આશા ની કિરણ બતાવી જાય.
જિતેન્દ્ર એ આ કામ શરૂ કર્યું . બધે જ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધું કે સારા એવા ચિત્રકાર ની જરૂર છે. ઘણા ચિત્રકારો આવે છે અને વિચારે છે કે ચિત્ર ગમે એવું હોય અમે પાછા પડીએ એવા છીએ જ નહીં. હવે બધા ચિત્રકારો એક જગ્યાએ એકઠા થાય છે અને ત્યાં જિતેન્દ્ર પણ પહોંચી જાય છે અને તે ચિત્રકારો સાથે ગુપ્તગુ એટલે વાર્તાલાપ શરૂ કરે છે.
જિતેન્દ્ર: આપ સર્વ નો ખૂબ આભાર કે તમે અહી આવ્યા અને પોતાનો કિંમતી સમય મને આપ્યો
ચિત્રકાર (કોઈ એક પધારેલ ચિત્રકાર) : ધન્યવાદ આપનો કે જે તમે એમને એક અમારી પોતાની કળા ને સાબિત કરવાની તક આપી .તમે એમને આમ સામાન્ય ચિત્ર માટે તો ના જ બોલાવ્યા હોય , કંઇક તો મુશ્કેલ હોય એવું લાગે છે.
જિતેન્દ્ર: હા મિત્રો ! તમારે મારું એક ખૂબ એવું સરસ ચિત્ર બનાવવાનું છે. અને તેની જે પણ રકમ એટલે પુરસ્કાર થશે તેનાથી બમણી આપીશ પરંતુ જેનું ચિત્ર સારું એવું ઉત્તમ કક્ષાનું હશે એના માટે.
ચિત્રકારો : (મન માં) આવું તો કંઇક હોતું હસે આવા બદસૂરત બનેલા નું સારું એવું ચિત્ર ક્યાંથી બનાવ્યું?ભલે તેણે પોતાના જીવન દરમિયાન અનેક પ્રકારની સફળતા મેળવી હોય પણ અહીંયા આ સફળતાને અને ચિત્ર ને ક્યાં લાગે વળગે.
આવા વિચારો કરી ને હવે બંધ કરી ને બધા પોતાના ચિત્રની કારીગરી માં લાગી ગયાં. હવે બધાયે પોતની આવડત પ્રમાણે ના ચિત્રો દોર્યા હતા . બધાં યે ખૂબ જ સારા એવા ચિત્રો દોર્યા , ચિત્રો એટલે હૂબહૂ જિતેન્દ્ર ને જ જોયલો. પણ જેવું ચિત્ર જિતેન્દ્ર જોયતું હતું એવું ચિત્ર હજી ના મળ્યું પણ હજી થોડાક ચિત્રકાર નું કામ શરૂ હતા. આખરે બધા ચિત્રકાર ના ચિત્રો પૂરાં થયાં.આ ચિત્રો મા સારું એવું ચિત્ર નક્કી કરવામાં આવ્યું, તો એક ચિત્રકારે આ ચિત્ર ને ખુબ જ બારીકાઇ થી બનાવેલું હતું. અને આ ચિત્ર ને સારી એવી ઉત્તમ કક્ષાનું જાહેર કર્યું.
મિત્રો આ ચિત્ર ની ખાસિયત કેવા જાવ તો ખાલી ચિત્ર ની ઝીણી ઝીણી બારીકાઇ મહત્ત્વ ન હતી પણ મહત્વની બાબત એ હતી કે તેમાં ચિત્રકારે પોતાની વ્યક્તિગત કળા ની સાથે પોતાના વ્યક્તિગત રહેલ વિચાર રજૂ કર્યો હતો. તમને થતું હશે આમાં તો શેની વ્યક્તિગત વિચારો ની જરુર પડે આ ચિત્ર માં ? આ ચિત્ર જિતેન્દ્ર નું હતું એટલે ચિત્રની કારીગરી માં પોરવું થોડું મુશ્કેલ હતું સાથે સાથે સારો એવો વિચાર પણ રજૂ કરવાનો હતો આ ચિત્ર દ્રારા એટલે થોડું મુશ્કેલ હતું પણ અશક્ય નહીં. વિજેતા ચિત્રકાર નો ચિત્કાર એવો હતો કે જિતેન્દ્ર પોતાનો એક પગને નીચે વાળીને બેઠો સાથે એક આંખ બંધ કરીને સામેની વસ્તુ પર બંદૂક થી નિશાની તાકેલ હતી.આ ચિત્ર જોય ને જિતેન્દ્ર ખૂબ ખુશ થયો અને પોતાના સારા એવા વ્યક્તિત્વ ને લીધે આવેલા તમામ ચિત્રકારો ને પુરસ્કાર તો આપ્યા જ પણ અદભૂત ચિત્કાર ધરાવતા ચિત્રકાર ને ખુબ સારા પુરસ્કાર સાથે બમણી કિંમત આપીને વિજેતા ઘોષિત કર્યા.
માણસ પોતાના વ્યક્તિગત વિચારો ની સાથે જે નૈતિકતાના વિચારો છે તે રજૂ કર્યા. અહી માણસે પોતાના વિચારો ઉમેરી ને એક અપંગ ને પણ મહાન માણસ સાબિત કરી દીધો. આ વિચાર જ માણસ ને મહાન બનાવે છે . બાકી તો આપણે તેના અપંગતા માં પણ તેની અપંગતાની હાસ્ય ને એક વ્યંગ સ્વરૂપ આપી દહિયે છીએ જે સામેનું પાત્ર અટ્ટહાસ્યનું ઉદાહરણ બને છે.
✍•.¸♡[_Vaishu_ ]♡¸.•