મારી સામે એક અદ્ભુત દૃશ્ય હતું. શું એકબીજાનો પ્રેમ હતો. એના પ્રેમનું વર્ણન કરવું એટલે શબ્દો પણ ઘટે. અદ્ભુત પ્રેમ....
એકબીજાને ઓળખતા પણ ના હતા તો પણ આટલો પ્રેમ. એકબીજાથી અજાણ્યા હોવા છતાં એની જાન બચાવવા પોતે મોતના મુખમાં પણ જવા તૈયાર થઈ ગયા ...
છે ને અદ્ભુત પ્રેમ!
આ પ્રેમ આજના યુગનો ન હતો કે ન હતો મનુષ્યનો. આ પ્રેમ એ મુક એવા નાના જીવનો હતો. જે પોતાની લાગણી આપણા જેવા મનુષ્યની જેમ વ્યક્ત કરી શકતા ન હતા. પણ એકબીજાની ભાવના એના વ્હાલ કે હાવભાવથી જાણી લેતા.
દરરોજની જેમ સાંજે હું ટેબલ પર મારા શબ્દોને ને હૃદયમાંથી કાઢતી હતી અને શબ્દોને કાગળ પર કંડારતી હતી. આજ થયું કે પ્રેમ પર લખું ત્યાં જ ટેબલ ની સામે રાખેલ ટ્યુબ લાઈટ પર નાના જીવનો ગણગણવાનો અવાજ આવી રહ્યો હતો. જેને ખૂબ હેરાન કરતો હતો. મેં ઘણી કોશિષ કરી કે ગણગણ અવાજ બંધ કરાવું પણ બંધ કર્યો જ નહિ. આખરે કંટાળીને હું એને જોવા લાગી.
2 તિદડા અને 2 પતંગિયા હતા. તિદડાનો અવાજ બંધ થતો જ ન હતો, એ એની ધૂનમાં મસ્ત હતા. એ તિદડામાં એક નાનું બચ્ચું હશે એવું લાગ્યું કેમ કે તે ઉડતા ઉડતા પ્રકાશ સામે સ્થિર થવાની કોશિશ કરતું હતું અને બીજું તિદડુ એની મા હશે. આ બાજુ બે પતંગિયા, જે કલરે કલરના પાંખ ધરાવતા હતા. તે બંને મસ્તી કરતા. ઘડીક સ્થિર રહે તો ઘડીક એકબીજાને ક્રોસ કરીને પાંખ સાથે રમતા હતા.
આ અદ્ભુત પ્રેમનો નજરાનો આમ 5 મિનિટે જેટલો ચાલ્યો ત્યાં જ એકદમ ભરાવદાર જાડી પાડી ગરોળીની નજર આ નાનકડાં તિદડાના બચ્ચા પર પડી અને શિકાર બનાવવા નજર તાકીને જ બેઠી હતી. તિદડાનું બચ્ચું ઉડવા માટે એક ઉડાન ભરી કે ત્યાં જ ગરોળી આવીને શિકાર કરી ગઈ અને મોઢામાં પકડી લીધી.
તિદાડાનું બચ્ચું વલોપાત કરતું હતું અને એની માં કંગણતી હતી કે એ પણ બચવાની કોશિશ કરતી હતી પણ બચાવી ન શકી. ત્યાં એનું ધ્યાન આ પતંગિયા પર ગયું અને એની ફરતે ઉડવા લાગ્યું અને તિદડાએ પોતાની ભાષામાં દુઃખ વ્યક્ત કર્યું.
પંતંગિયા આ મા ની મમતા જાણી ગયા એને બચાવવા એની સાથે ઉપડયા. ગરોળીના મોઢામાં રહેલ નાનું તિદડુ હજુ વલોપાત કરતું હતું ત્યાં જ એક પતંગિયું ગરોળી ના માથા પર જઈ બેસી ગયું અને બીજું પતંગિયું ગરોળી મોઢા પાસે. મોટું તિદડુ ગરોળી ક્યારેક મોઢા પાસે તો ઘડીક માથા પર તો ક્યારેક એની પૂછપડી પર ગણ ગણ અવાજ કર્યો શરૂ.
મોઢા પાસે રહેલ પતંગિયા એ પોતાની પાંખ ફેલાવી અને રંગબેરંગી પાંખોનો કલર લાઈટ ને લીધે ચમકારો મારતો હતો. આ પ્રકાશ ગરોળી પર પડતા પોતાનો કાબૂ ખોઈ બેઠી અને તિદડાનું નાનું બચ્ચું એના મોં માંથી છૂટી ગયું.
હારીને થાકી ગયેલા તિદડાનુ નાના બચ્ચાં એ હિંમત જૂટવી ને એ ટ્યુબ લાઈટ ના દંડ પર બેસી ગયું.
આ બાજુ તિદડની માં અને પેલા બે પતંગિયા એ ખેલ શરૂ કર્યો. પતંગિયા તો એના માથા પર બેસી તા તા થૈ કરતા હોય એવું લાગ્યું અને તિદાડું તો પાછળ થી પૂંછડી ઊંચી કરતું..
ગરોળી ને ખુબ હેરાન કરી. ગરોળી હવે સાવ હારી ગઈતી. ગરોળી ત્યાં થી ચાલતી થઈ. એ ઉપર ના છત તરફ ચાલતી હતી એટલે કે એકદમ ઉપર ઊંધી.
આનો મોકો જોઈ ને મોટા તિદડાં એ ફરી પૂંછડીને છાળા કર્યા અને ગરોળી ફરવા જતા પોતાનું સમતુલન ગુમાવી બેસી અને સીધી નીચે જમીન પર પડી. હું તો ડરી ગઈ આ છપપ્પડક આવજ સાંભળીને.ગરોળી 2 મિનિટ સુધી ત્યાંથી હલી ના શકી.
બસ આ 10 મિનિટના આખા દૃશ્ય એ મારો પ્રેમ તરફનો નજરણો બદલી નાખ્યો..એક માની મમતાનો પ્રેમ અને બીજો પ્રેમ પતંગિયાંનો..
શું પતંગિયાને અને તિદડાને કોઈ સંબંધ હતો? કે કોઈ એક બીજાને જાણતા હતા? છતાં પણ જરૂરત ના સમયે એકબીજાનો સાથ આપ્યો. બસ આજ પ્રેમની જરૂર છે આજના હારી ગયેલા લોકો માટે.
છે ને અદ્ભુત પ્રેમ!
તમારો મંતવ્ય જરૂર જણાવજો...
- કાતરીયા વૈશાલી "વૈરીયા"
30-10-2019
vaishalikatariya82@gmail.com