Saturated female - 2 in Gujarati Moral Stories by P. Rathod books and stories PDF | અતૃપ્ત સ્ત્રી - 02

Featured Books
Categories
Share

અતૃપ્ત સ્ત્રી - 02

વસંત ઋતુના આગમને બંને ના હૃદયની તીવ્રતામાં વધારો કરતા આખરે સૂરજે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો જેને સેજલે સહજ સ્વીકારી લીધો. બંને ના સાદાઈ થી લગ્ન થઈ જાય છે. અને નવી ગૃહસ્તી ની શરૂઆત થાય છે.

આજે સેજલ ની સુરજ સાથે પહેલી અને તેના જીવનમાં આકાસના ગયા ના બે વર્ષ ના ખાલીપા પછી અતૃપ્ત ઈચ્છાઓ સંતોષવાની પહેલી રાત હતી. સૂરજે પણ સેજલના આકર્ષક દેહ નું માત્ર આંખો થી જ રસપાન કર્યું હતું. આજે એની પણ ઈચ્છા પૂર્ણ થવાની હતી. રીંકી ને સુવડાવી, સુરજ માટે દૂધ નો ગ્લાસ મૂકી મરૂન કલર ની સૉર્ટ નાઇટી લઈ સેજલ બાથરૂમ માં ચાલી જાય છે.

વર્ષો પછી સેજલ બાથરૂમના આઈના માં પોતાને ધ્યાન થી નિહાળે છે. અને પોતાના પ્રતિબિંબ ને કહે છે,

તું એવીજ છે હજી નહીં ?

પ્રતિબિંબ પણ પ્રત્યુત્તર આપે છે, ના તું પહેલા કરતા વધુ આકર્ષક અને માદક લાગી રહી છો.

સેજલ શરમાઈ જાય છે..! શુ આઇનો સત્ય બોલતો હશે ?

હા, કેમ નહીં . ખાતરી કરી લે.

સેજલ માં ઉન્માદ વધતો જાય છે, એ આઇના સામે નિર્વસ્ત્ર થઈ પોતાના આકર્ષક દેહ ને નિહાળી તફાવત નોંધે છે.
રીંકી થઈ છતાં તેના વક્ષસ્થળ એટલાજ ભરાવદાર અને કડક હોવાનો અહેસાસ તે કરે છે. પોતાની ભરાવદાર કાયા ને ગુલાબની પાંદડીઓ અને અત્તર વાળા પાણીમાં ઝબોળી પોલિસ્ટર નું અર્ધપારદર્શક મરૂન નાઈટ ગાઉન પહેરી તે ભીના કેશ લઈ બહાર નીકળે છે.

હજી દૂધ પીધું નથી ? ઠંડુ થઈ જશે.

હા, પી લઉ છું.
કહેતા સુરજ સેજલ ને જ તાકી રહ્યો.

સો બ્યુટીફૂલ એન્ડ સેક્સી....!! સેજલ ના અર્ધખુલ્લાં દેહ ને જોઈ સૂરજના તન મન માં કરંટ પ્રસરી ગયો. છતાં બેટરી ચાર્જ રહે એ માટે દૂધ નો ગ્લાસ એક જ ઘૂંટડે ખાલી કરી સૂરજે બેડ ઉપર લંબાવ્યું.

સેજલ અને સૂરજે તેઓની પહેલી રાત એન્જોય તો કરી પણ અનુભવી સેજલ આગળ સુરજ તેના પહેલા પ્રેક્ટિકલમાં વધુ સફળ ન રહ્યો. સેજલે મોડી રાત્રે તેને ફરી ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ એ નિષ્ફળ રહ્યો. સેજલ આટલા વર્ષો પછી દબાયેલી અતૃપ્ત ઈચ્છાઓ નું સમાધાન એકજ રાતમાં કરી નાખવા માંગતી હતી પણ એ શક્ય ન બનતા પોતાની સળગતી કાયા ને પાણીના ઘૂંટાડાઓ ભરી ઠંડી કરે છે અને સુઈ જાય છે.

સુરજ વડોદરા નજીક એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી શવારે વહેલો નીકળી જતો અને રાત્રે મોડો ઘરે પરત ફરતો, અપડાઉન માં જ સમય નીકળી જતો. સેજલ પણ રીંકી ને લઈ શાળાએ જતી અને સાંજે ઘરે પરત ફરતી. રીંકી ને અંગ્રેજી માધ્યમ ની શાળામાં દાખલ કરતા સેજલ ને રાહત થઈ. સેજલ અને સુરજ વચ્ચે ચાલતા સુખી સંસાર ને આમ જ સાત વર્ષ નીકળી જાય છે. સુરજ પોતાની દુનિયા માત્ર સેજલ અને રીંકી પૂરતી મર્યાદિત બનાવી દીધી હતી એટલેજ ક'દી એને પોતાના સંતાન અંગે વિચાર્યું પણ ન હતું. છતાં એ સેજલ ને ખુશ રાખવા તમામ પ્રયાસો કરતો. રીંકી હવે હોસ્ટેલ માં રહી ભણતી અને પાંચમા ધોરણમાં આવી ગઈ હતી.

સેજલ ને આર્થિક ખુશી ભરપૂર મળતી હતી, પોતાનો સારો પગાર હતો, સુરજ પણ સારું એવું કમાઈ લેતો, મહિને પોણો લાખ રૂપિયાની આવક ભૌતિક સુવિધાઓ સંતોષવા પર્યાપ્ત હતા, છતાં સેજલ શારીરિક ખુશી માટે સતત તડપતી રહેતી. એટલે એની જ શાળામાં નોકરી કરતા સહ શિક્ષક અનિલ સાથે તેને સારી રીતે ફાવી ગયેલું. અનિક સેજલ કરતા ઉંમરમાં નાનો અને કુંવારો હતો. નવી ભરતી માં આવ્યો હોવાથી સ્થાયી થવામાં સેજલ એને સહાયરૂપ થાય છે અને પોતાના ઘરની નજીકમાં જ એક મકાન ભાડે અપાવી દે છે. બંને સાથે શાળા એ જાય અને સાંજે પરત ફરતા. સેજલ ની ખુશી માં સુરજ પોતાની ખુશી શોધી લેતો.

સેજલ હવે લગ્નજીવન ના બંધનો માં ગૂંગળામણ અનુભવવા લાગી હતી. તે એક આઝાદ પંખી ની જેમ આકાશ ની ઉચાઈઓ માં વિહરવા માંગતી હતી.