Ishvarni bhet in Gujarati Magazine by રામભાઇ બી ભાદરકા books and stories PDF | ઇશ્વરની ભેટ

Featured Books
Categories
Share

ઇશ્વરની ભેટ

માનવ ને આપી ઇશ્વરે મફત મા અમુલ્ય ભેટ
_____________________________________
માનવ નુ સર્જન કર્યા પછી માનવ ને પૃથ્વી પર મોકલ્યા પછી લીલાધર ભગવાન વિષ્ણુ પરમાત્મા એ માનવ ને હવા પાણી ને અન્ન એકલા હાથે પુરુ પાડવા નુ બિડુ જડપેલુ એ કામ કેટલાય વર્ષો સુધી ચાલ્યુ અંતે ભગવાન થાકી ગયો માનવી તો બસ ખાઇ પીય ને બસ મોજ મજા કરતો હતો પણ માનવી આમ પાછા સમજણા તો પહેલી થી જ હતા એટલે વિચાર આવ્યો કે બિચારો ભગવાન કેટલાય વરસો થી આપણ ને ખાવા પીવા નુ આપે છે ને આપણે બસ ખાઇ પીય ને મોજ મજા કરીયે છીયો તો હવે આપણે કુદરત ને મદદ કરવી જોઇએ આમ વિચારી ને માનવ સમાજ ભેળા થવા ના કાગળ લખાણા ને ફલાણી ઢીકણી જગ્યા એ ભેળા થવા નુ નક્કી થયુ નક્કી થયેલી વાર તિથી એ ભેળા થવા નુ નક્કી થયુ હતુ એ તિથી એ સૌ સૌ ના વાહન લઇ લઇ ને પહોચી ગયા એ જમાના મા આજ ના જેવા વાહન તો હતા નહી કોઇ ઘોડા લઇ ને આવ્યા કોઇ સાઢીયા લઇ ને આવ્યા કોઇ મોટા માણસો તો હાથી લઇ ને આવ્યા સૌ સૌ ના વાહનો ને ખીલ્લા હારે બાંધી ને નિરણ નાખી ને બધા સભા ખંડ મા ગોઠવાણા ને એ સમય ના માનવ સમાજ ના મોભી ઓ ઉચ્ચા આજ ના સ્ટેજ ની માફક ઉચા આસન પર ગોઠવાણા ને જે આગેવા નો હતા એમા થી એક આગેવાન ઉભા થઇ ને ભાષણ આપવા નુ સરૂ કર્યુ કે મારા માનવંતા માનવ સમાજ ને મારા પ્રણામ...આજે આપણે એક પરમાર્થ ના કામ માટે ભેળા થયા છીયે જે કામ સૌ ના સહકાર થી થઇ શકે તેમ છે એકલા થી થઇ શકે તેમ નથી બોલો તમે બધા ત્યાર તો છો ને જો ત્યાર હોવ તો હુ એક વાત કરવા જઇ રહ્યો છુ બોલો તમે તૈયાર છો ને....ત્યા તો સામે થી એક સાથે તમામ લોકો બોલી ઉઠ્યા કે હા....હા...અમે તૈયાર છીયે......આગેવાન બોલ્યા તો સાંભળો કે આપણે કેટલાય વરસો થી વિષ્ણુ ભગવાન આપે છે ને આપણે ખાઇ એ છીયે તો આપણ ને સરમ આવવી જોઇએ.એલા આપણ ને ભગવાને હાથ પગ નથી આપ્યા...?શુ આપણા મા શક્તી નથી...?શુ આપણે આમ ને આમ ને બસ બિજા પાસે જ મહેનત કરાવી કરાવી ને પેટ ભરવા નુ...?એમા સભા માથી એક સમજુ માણસ ઉભો થઇ ને કહે કે ભૈઇ ખોટે ખોટી વાત માણ નાખી ને લાંબી કરવા ના બદલે જે કહવુ હોય તે કહી નાખો ને આપ કહેવા શુ માંગો છો...."હા....હા...હુ એજ કહેવા જઇ રહ્યો છુ તો સાંભળો કે આપણે વિષ્ણુ ભગવાન ને મદદ કરવી જોઇએ...ત્યા સામે થી અનેક જવાબ મળી ગયા કે કોણ ના પાડે છે પણ શુ મદદ કરવી એ કોઇ કહેશો..."ઇ તો વૈકુંઠ મા જઇએ ત્યારે ખબર પડે ને સામે થી બધા બોલ્યા કે તો હાલા કાલે જ બધા જઇએ વૈકુંઠ મા વિષ્ણુ પરમાત્મા પાસે એ જે આદેશ આપે તે પ્રમાણે કરીયે
                      બીજા દિવસે માનવી નુ ટોળુ વૈકુંઠ ના મારગે હાલી નિકળ્યુ વૈકુંઠ નજીક આવ્યુ તો લક્ષ્મીજી ની નજર ટોળા પર પડી ને લમણે હાથ દઇ ને પડથાર ની કોરે થાભલી ના ટેકે વિચાર મગ્ન બેઠેલા વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી એ કહ્યુ કે હવે લમણે થી હાથ લઇ લઇ લો ને સરખા બેસો ઓલ્યા આવે છે વિષ્ણુ ભગવાન હિંડાળા ખાંટે સમાનમા થઇ ને બેસી ગયા ને લક્ષ્મીજી ઘઉ બાજરો ને ચોખા સારા કરવા મા લાગી ગયા...પણ સાવ માણસો નજીક આવ્યા એટલે વિષ્ણુ ભગવાન સામા ચાલી ને મિઠો આવકારો આપ્યો ને ખાટલા પાથરી ને બેસાડ્યા લક્ષ્મીજી એ સૌ ને પાણી પાયુ ને રસોડા મા ચા બનાવ્વા ગયા ને અહી માનવીયો વિષ્ણુ ભગવાન સાથે વાતુ એ વળ્ગયા ને વાતુ કરતા કરતા કહે કે આજ અમે એક મહત્વ પુર્ણ વાત કરવા આવ્યા છીયે કે તમારી ને માતાજી ની અમને દયા આવે છે કે તમે એકલા હાથે કેટલાય વરસો થી અમને ખાણોદાણો પુરો પાડી રહ્યા છો તો અમને મન મા થયુ કે હાલો ને હવે બેઠા બેઠા કયાય ગમતુ નથી જો તમારી મંજુરી હોય તો અમે તમને મદદ કરીયે વિષ્ણુ ભગવાન કહે કે ના ભૈઇ ના તમતમારે મોજ કરો હુ બેઠો છુ ને તમે શુકામ કરો છ( પણ મન મા રાજી થતા હતા કે અંતે જે વિચાર મારા મન મા હતો એ વિચાર માનવી ને આવ્યો ખરો )પણ આતો અમસ્તા વિષ્ણુ ભગવાન ખોટે ખોટો વિવેક કરે છે કે ભૈઇ હુ તમને બધુ પાડુ જ છુ ને...માણસો કહે ભૈંઇ અમે સંક્લ્પ કરી ને નિકળ્યા છીયે એટલે અમે કામ લિધા વિના પાછા જવા ના નથી એટલે વિષ્ણુ ભગવાન કહે કે તમે ભારે કરી તમે નહી સમજા ભારે હઠીલા છો તમે એટલે તમારી આગળ મારે ઝુકવુ પડશે
                 ત્યા લક્ષ્મીજી પણ ચા બનાવી ને આવી ગયો તો વિષ્ણુ ભગવાન કહે કે જુવો આ માણસો ભારે હઠીલા...હો....હાયે હા ને નાયે ના મદદ કરવા ની હઠ નથી મુક્તા હવે નહી સમજે....બધા ચા પાણી પીધા પછી વિષ્ણુ ભગવીન કહે કે તો પછી તમારે મને મદદ કરવી જ છે એમ ને....માણસો કહે કે હા બાપા હા અમે કઇ સારુ લગાડવા નથી આવ્યા....તો વિષ્ણુ ભગવાને સૌ ને એક એક જોડી બળદ આપ્યા ને કહ્યુ કે લ્યો આ બળદ ને સાચવજો એ તમને કામ મા મદદ કરશે બળદો લઇ ને હરખાતા હરખાતા પોત પોતાના ઘરે આવે છે ને કુવા ગાળી ને કોસ જોડ્યા કાળા ઉનાળે ખેતર મા પાણી છોડે છે પણ ત્યાતો વિછી કાનખજુરા પડકાં નેજાત જાત ની ઝેરીલી જીવાત નિકળવા મંડી ને માનવી ને બટકા ભરવા મંડી માનવીઓ તો બિચારા અકળાઇ ગયા ને આવ્યા બધા પાછા વૈંકુંઠ મા ને વિષ્ણુ ભગવાન ને કહેવા લાગ્યા કે પ્રભુ કઇક કરો જમીન મા થી ઝેરીલા જીવડા નિકળી ને અમને અકળાવી દિધા પ્રભુ એનો કોઇ ઉપાય કરો જે થી અમે ઉનાળે ખેતી કરી શક્યે વિષ્ણુ ભગવાને બગલા નુ સર્જન કરી ને આપ્યા કહ્યુ કે આ બગલા લઇ જાવ એ ધરતી માથી નિકળતી જીવાત ને ખાઇ જશે....આજ પણ અમે જ્યારે કોરા ખેતર મા પાણી છોડીયે છીયે ત્યારે અસંખ્ય બગલા પોતાનો ધરમ નિભાવ્વા આવી પહોચે છે એ બગલા એનો ધરમ નથી ભુલ્યા પણ આપણે બધુ ભુલી ગયા છીયે
                           આવી તો કેટલીયે મદદ પરમાત્મા એ આપણ ને આપી છે જે કરોડો રૂપિયા આપવા સતા મળે નહી તેવી અમુલ્ય ભેટ પ્રભુ એ માનવી ને મફત આપી મા આપી છે કુદકતે દેડકા નુ સર્જન કરી ને માનવી ને એવી મદદ પુરી પાડી છ કે શુ વાત કરૂ....!હવે આમ વિચારીયે તો દેડકા ઓ સોમાચા મા પાણી ના ઝરણા ના કાઠે કાન ફોડી નાખે એવા અવાજ કર્યા સિવાય બિજા કોઇ જાત ના ઉપયોગ મા આવે એવુ લાગતુ નથી પણ કોઇ માણસ અજાણી ભોમક્યા મા હાલ્યો જતો હોય રાત્રી નો સમય હોય ચારે બાજુ અંધકાર સવાયેલો હોય અને માણસ તરશો થાય ને અકળાઇ જાય ગળુ સુકાવા મંડે ત્યારે પાણી મેળવ્વા મા દેડકા મદદ કરે છે...શુ આપ જાણો છો કેવી રીતે મદદ કરે છે...?નહી ને..?તો સાંભળો કેવી રીતે મદદ કરે છ તે કહી દઉ માણસ પાણી માટે તલખતો હોય ને ઘડીક શાન્તી થી કાન ચરવા કરી ને સાંભળે કે કયાય દેડકા બોલે છે ને દેડકા બોલવા નો અવાજ સંભળાય ને અવાજ ની દિશા મા સાલવા મંડે તો સોક્કસ પાણી સુધી પહોચી શકાય છે કેમ કે પાણી હોય ત્યા જ દેડકા હોય છે તો આ એક પરમાત્મા નુ નાનુ એવુ પણ મહત્વ નુ સર્જન છે દેડકા
                          તમે ગામડા મા રહેતા હશો તો તમને ખ્યાલ હશે કે ટીટોડી એક એવુ પક્ષી છે કે જે રાતે સુતુ નથી એ પણ એક માનવ ના રક્ષક તરીકે ની પરમાત્મા ની ભેટ છે ગામ ની સિમ મા માણસ પોતાના ખેતરે રાતે સુતો હોય ને કુતરૂ બિલાડુ શિયાળ્યુ કો કોઇ હિન્સક પ્રાણી આજુ બાજુ માથી પચાર થાય કે ટીટોડી જોર જોર થી બોલવા મંડે કે સુતેલો માણસ જાગી જાય ને ચેતીજાય છે કે કઇક હોવુ જોઇએ નહીતર ટીટોડી બોલે નહી આ પણ એક મહત્વ ની મદદ છે માનવ માટે
                          પરમાત્મા નુ બધુ જ સર્જન માનવ માટે આશિર્વાદ છે એવુ નથી ઝેરીલા સાપ જેવા કેટલાય સર્જન માનવ માટે ખતરા રુપ છે જ પણ એના આગમન ના સમાચાર આપણા સુધી પહોચાડનારા તત્વો નુ સર્જન પણ કુદરતે કર્યુ જ છે જુવો ને આ કાબર ને લલેડા જે સાપ જેવો દર માથી બહાર નિકળે કે બોલવા નુ ને સાપ ને ચાચુ મારવા નુ સરૂ કરી ને માનવી ને ચેતવ્વા નુ કામ કરે જ છે ને બિજુ કે સર્પ ને પકડી ને શિકાર કરતા નોળીયા પણ ધરતી ના પટ પર માનવ ને મદદ કરવા પ્રભુ એ મોકલ્યા જ છે ને
                      આપણ ને ગાયુ ભેસો ના દુજાણા આપ્યા છે એ પસુ જયારે વૃધ્ધ થાય ને મરણ પામે ત્યારે શબ ધરતી પર સડી ને દુર્ગેધ ન ફેલાવે એટલા માટે સફાઇ કામદાર નુ જેને બિરૂદ મળ્યુ છે એવા ગીધ નુ સર્જન પણ પરમાત્મા નુ જ છે ને..પણ આજે ગીધો ની સંખ્યા આપણે જંતુનાશક દવા ઓ નો વધારે પડતો ઉપયોગ કરી કરી ને ઘટાડી રહ્યા છીયે એ એક દુખની વાત છે જેનુ જતન કરવુ જરૂરી છે તેનુ જતન આપણે કરતા નથી એટલેજ આપણે આજે દુખી સિયે ને જાત જાત ના રોગ થી રીબાઇ રીબાઇ ને મરણ ને સરણ થઇ રહ્યા છીયે.....આમ ને આમ જો આપણે પર્દુષણ ફેલાવતા રહેશુ તો એક દિવસ આપણે આપણી ભયંકર મા ભયંકર કલ્પના થી પણ ભયંકર પરીણામ ભોગવ્વા નો વારો આવશે

                     લેખક....રામભાઇ આહીર