Gheena thaamma ghee in Gujarati Fiction Stories by રામભાઇ બી ભાદરકા books and stories PDF | ઘીના ઠામમા ઘી

Featured Books
Categories
Share

ઘીના ઠામમા ઘી

(રાતના અંધારા ચિરતા બે ઘોડે સ્વારો હાલ્યા જાય છે એક ને હજી માંડ માંડ મુછનો દોરો ફુટ્યો છે અને એક મોઢે પુળો પુળો મછુના ધોળા ફુલ જેવા કાતરા શોભે છે શરીર ગરઢુ થયુ પણ લોઠકાય તો એવીને એવી જવાન ને સરમાવે એવી પંડમા હજીય શક્તિ પડી છે...પોતાના ઘોડાની આગળ જવાન નુ ઘોડુ રખાવતોએ ગરઢોભાભો
ઘોડાના પડખામા પગની એડીઓ ધ્રૂફાડતો બેય જણા મારતે ઘોડે જઇ રહ્યા છે જાણે કોઇ એની વાટ જોઇને વગડામા ઉભુ હોય...જવાન ને ખબર નથી પડતી કે આ ભાભો મને કયા લઇને જાય છે પણ પુછવા ની હિમત પણ કરી શક્તો નથી એમા ચાર કેડાની ચોકડી આવીને જવાને પોતાનુ ઘોડુ ઉભુ રાખ્યુ પણ ભાભાએ હાથના ઇશારા થી કેડો બતાવતા કહ્યુ કે)
''આ કેડે ઘોડુ હાંકવા મંડ લે લે ચોપ રાખ (એટલે કે ઉતાવળ રાખ્ય)નહીતર દિ ઉગી જાહેતો બધી બાજી વિખાય જાહે...''
(પણ હવે તો જુવાનને જાણવાની ઉતાવળ થઇ હોય એમ કહ્યુ કે)

''મને વાત તો કરો કે તમે મને કયા લઇ જાવ છો એતો કહો,.

(''ભાભા કહે કે )વાતુમા વખત નથી કાઢવો તુ જટ જટ ઘોડુ ધોડવે રાખ્ય આઘડીયે બધુ સમજાય જાહે..તુ તારૂ ઘોડુ દોડાવ્યે રાખ્ય''

(આમ વાતુ કરતા કરતા બન્ને બિહામણા વખંભર ડુંગરમા ઘોડાને ઉતાર્યા અને બન્ને ઘોડાને ડુંગરાઓ એ જાણે ગળી લિધા હોય એમ ગાયબ થઇ જાય છે ત્યા જ ઉગમણા આભમા ઉજાસ નો જન્મ થઇ ને કાળી મેશ જેવી વસુંધરા જાત્ય જાત્યની ભાત્યુ સાથે નજરે દેખાવા લાગી.આવા ટાણે સારે બાજુ ડુંગરાનો ગઢ બાંધીને એક ઝુપડુ દેખાણુ અને વૃધ્ધ ભાભાએ એ ઝુપડા વગુ વળવાનુ કહેતા અધીરાય થી ઝુપડા સામે ઘોડાને ધોડાવી મેલ્યો પેલા જવાનને વાહે રાખીને ભાભો ઝુપડે પહોચી જાય છે અને ઝુપડામા શક્તિનો આરાધ કરતી એક ડોચીમાને કહે છે કે )

''લે માં તારો લાડક્યો દિકરો આવી ગયો હવે મારૂ કામ પુરૂ કેદુની માથામા મારતી હતીને...!!!???કે તુ શુ સાચવી શક્તો હતો મારા દીકરાને તુ મને ખોટે ખોટો દિલાસો આપીને મને જીવતી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છો એ વાતને આજ ખોડી પાડીને તારા દિકરાને તને ચોપવા આવ્યો છુ લે સંભાળી લે અને મને જવાબદારી થી છુટ્ટો કર હવે મારી ઉમર પાકી ગઇ છે''

(બીજી બધી વાતુને ભુલીને ઘણા બધા વરસોનો દિકરાનો વિજોગ આજ પુરો થયો માં પોતાના દિકરાને ભેટી પડી અને જોર જોર થી ડુંગરના ગાળા ગંજવતી કારમી ચિસોથી રડી પડી દિકરાને એક બુઢ્ઢીમા એવીતો ભેટી પડી અને જાણે મડા ગાંઠ્ય પડી ગય હોય તેમ છોડતી નથી દિકરા પ્રત્યે નો પ્રેમ રૂદનના રૂપમા જાણે ડુગરના ગાળા નિતરી નિતરીને ઝરણાના વહેવા લાગ્યા પણ જયારે વાત બહુ આગળ વધી ને જયારે એ બાઇને બેભાન થવાના આરે આવીને ઉભી રહે તે પહેલા એક બુઢ્ઢો આદમી એને સમજાવ્વાની કોસીશ કરે છે અને જે બની ગયુ એને ભુલી જવાનુ કહેતો મા દિકરાને છુટ્ટા પાડવાની મથામણ કરી રહ્યો છે અંતે માથે હાથ દઇને બુઢ્ઢી બાઇ ધરતી માથે બેસી જાય છે...જુવાનને હજી કઇ સમજાતુ નથી કે આ બધુ શુ થઇ રહ્યુ છે મન મા જાત જાત વિચારોના વંટોળ ફેરફદુરડી ફરી રહ્યા છે શુ આ બુઢ્ઢો બાપ મારો અસલ બાપ નથી...???શુ આ માજી મારા અસલ માં છે..???તો મારા બાપુ નુ શુ થયુ..??કેમ આ માં આટલુ બધુ રડી રહ્યા છે મનમા એ અજાણી વાત જાણવાની અધીરાય જવાનમા મનમા ઘુમી રહી છે પણ પરીસ્થિતી બરાબર ન હોવાથી જાણવાની ઉતાવળ કરવામા એકટળી ને બીજુ થવાની ભીતી થી એ સુનમુન થઇને ટગર..ટગર...બધુ જોઇ રહ્યો છે અને મનમા વિચારી રહ્યો છે કે કઇક વાત અલગ જ છે વિતેલા ભુતકાળમા ન થવાનુ થઇ ગયેલુ છે એ વાત નક્કી છે પણ સમયની થોડી રાહ જોયા વિના સુટક્યો નથી પણ હવે એ જાણતા બહુ વાર લાગશે નહી એ પણ નક્કી છે...થોડી વાર લાગી ત્યા જેમ દિવામા દિવેલ ખુંટે અને જેમ જ્યોતી ધિમે ધિમે અસ્ત તરફ જતી હોય તેમ માં નુ રૂદન ધિમે ધિમે કરતુ અસ્તતા તરફ વળ્યુ અને ધિમે ધિમે ઓલ્વાય ગયુ એકદમ શાન્ત થઇ ગયુ અને પાલવડે થી આહુડા લુસી ને દિકરાને ઝુપડા મા લઇ જવા પ્રયાસ કરે છે ત્યારે અરજણ ભાભા છોકરાને અંદર જવા ઇશારો કરીને સમજાવે છે..ઝુપડા મા ગયા પછી દિકરાના માથે હાથ ફેરવતા કહે છે કે )

''બેટા કેટલાય સમય થી તને જમાડવા તરસી રહી હતી આજ
મારી એ તરસનો અંત આવી ગયો લે બેટા જમવા બેસી જા..)
(બહાર થી અરજણભાભાને પણ અંદર બોલાવે અને બન્નેને જમવા બેસાડે અને હસતા મો એ બન્નેને હેતથી જમાડે છે..જમી લિધા પછી છોકરો કઇક બોલવા જાય છે ત્યા અરજણભાભા રોકતા કહે છે કે )

''બેટા હુ સમજી ગયો છુ કે તુ પુછવા જઇ રહ્યો છો એ વાત પુછવાનો તારી પાસે ઘણો બધો સમય છે અત્યારે એ અરણીના કઇજ ઉખેળવા નથી જયારે તુ એ વાત જાણીશ ત્યાર પછી તારૂ જીવન પલ્ટી જવાનુ છે એટલે થોડુ આરામ થી જીવી લે )

''(ત્યાજ ડોચીમા બોલી ઉઠિયા કે )''અરજણભાઇ હવે સમય પાકી ગયો છે કે છોકરાને વાત થી હવે અજાણ્યો રાખવાની જરૂર નથી કયા સુધી આમ વાત દબાવી રાખવી છે હવે તો મારો દિકરો દસ જણાને ભારે પડે એવો જવાન જોધ જેવો થઇ ગયો છે અને તમારે મુંજાવાનુ નથી કેમ કે વિસ વિસ વરસ થી મા શક્તિનો અખંડ દિવો બાળી રહી છુ એ દિવાના પ્રતાપે માં શક્તિ મારા દિકરાને શક્તિ પુરી પાડશે મને વિશ્વાસ છે....)
(અરજણભાભો કહે)'' તમારી વાત સાચી છે આજ સાજે વાત કરશુ અત્યારે અમે બન્ને જણા તિલકચંદ શેઠને મળી આવિયે અને કહેતા આવીયે કે દગાખોર કાળીયાને સમજાવ્વો હોય તો સમજાવી દેય નહીતર ઇ કાળીયાનો કાળ આવી ગયો એ નક્કી છે હવે અમે છીયેને કાળીયો છે...

(પેલા જવાન ને કઇજ આટો ઉકલતો નથી બસ સાનુમાનુ સાંભળવા બિજો રસ્તો ન હતો અને મનમા વિચારે છે અહી થી નિકળ્યે પછી રસ્તે બધી વાત જાણીશ અત્યારે બોલવામા કે પુછવા મા માલ નથી...પછી અરજણભાભા એ હાથ જોડીને આઇ પાસે થી રજા લિધી કે

''અમે જઇએ અને દિ'આથમ્યે પાછા આવશુ...

(બુઢ્ઢી ડોચી મા એ રજા આપી અને કહ્યુ કે) શેઠને કહેવામા કઇ કસર રાખશો મા અને હા એમા શેઠનો કોઇ વાક નથી એ પણ ભુલશો નહી જે કઇ કહેવુ હોય તે શેઠ દ્વારા કાળા ને કહેડાવી દો જાવ તમારી ફતેહ થાવો''

(બન્ને જણા ઘોડા પલાણીને નિકળી જાય છે ઘડીક વાર ચુપ રહ્યા પછી જુવાન પુછે છે કે)

''હવે જણાવો કે શુ હુ પેલા ડોચી માનો દિકરો છુ તો પછી મારો બાપ કોણ અને કયા છે આ તમારી આટીઘુટી વાળી વાતો મા મને કઇ જ સમજાતુ નથી મને કઇક ફોડ પાડો તો મને ખબરતો પડે..

(''અરજણભાભો કહે) કે તુ ધરપત રાખ્ય સમય આવ્યે બધુ સમજાયજાશે હમણા બધુ જોયા કર અત્યારે આપણે જઇએ છીયે તિલકચંદ શેઠ પાસે અને ત્યા જે વાત થવાની છે એમા થી તને ઘણુ બધુ જાણવા મળશે અને વધારે આજ સાંજે જાણવા મળી જશે''

(આમ વાત કરતા કરતા ડુંગરા વટાવીને ડુંગરાની અડોઅડ આવેલા ગામની ભરચક બજારમા બન્નેએ ઘોડા તડાવ્યા સામા મળતા માણસો પાછુ વળી વળી જોતા જોતા ને મનમા બોલતા કે આ અરજણભાભાને તો ઓળખ્યા પણ આ જુવાન કોણ હશે માળો ઠાવકો જવાંદડો છે હો...કોણ હશે વળી પાછા મન વાળી લેતા કે જે હોય તે આપણે શુ..આમ થાતા થાતા શેઠની પેઢીએ જઇને બેય ઘોડા ઉભા રહ્યા..શેઠેતો થડા ઉપર થી ઉભા થૈંઇ ને આવકારો આવો કે

''આવો આવો અડજણભાઇ અટાણ... અટાણમા કેનીકોડ ઠી પધાડાં..આણીકોંડ્ય વયા આવો...આણીકોંડ્ય વયાઆવો..(જુવાન સામે જોઇ ને કહે)આ જવાડણો તમાડો છે ભાંડેં ઠાવકો...ભાડેં ઠાવકો..

(આમા બોલતા બોલતા શેઠે પાથરણા નાખી દિધા બન્ને જણા બેઠા શેઠ સામે થડા માથે બેઠા અને પછી શેઠ પોતાના છોકરાને અરજણભાભાની સામુ જોતા કહે કે)

''આ અમાડો છોકડો હાવ ગાંડા જેવો મે'માન આવે ટોય ચા કડવા જાવાની ખબડનો પડે હવે સામુ શુ જોશો જા જા ચા કડતોં આવં..(પછી બોલ્યા કે) બોલો અડજણભાઇ કેમ આવ્વાનુ ઠયુ અને આ જવાડડા ને કેમ હાડેં લાવ્યા તમયે મને ઓડખાણ ન કડાવી...''

(અરજણભાભા કહે કે) શેઠ એ છોકરાની ઓળખાણ કરવી રહેવા દો તો સારૂ છે...!

''અડે કાઇ હોતુ હશે ઓડખાણ ટો કડાવ્વી પડે ને...??શેઠે કહ્યુ..

(અરજણભાભો કહે) તો શેઠ સાભળો આજ થી વિસ વરસ પેલાની વાત યાદ કરો તમે જે મેઘાભાઇને કરજ આપ્યુ તુ તમારી પાસે જમીન ગીરવે મુકી હતી એ મેઘાભાઇનો આ દિકરો છે..

''ટો હાચુ મને અણહાડ આવટી'ઠી પણ કેમકડીન કે'વુ...માડો મેઘાભાઇ જેવો જ ઠયો કાઇ ફેડ જ નય લ્યો અસલ મેઘાભાઇ જેવો જ...અડજણભાઇ ઇ મેઘાભાઇ ની શુ વાટ કડવી ભાંડેં ભડ માણહ...''

(વચ્ચે અટકાવતા અરજણભાભો બોલે છે કે)

''ઓલ્યા તમારા કાળા ભડવે દગો દિધો અને હા એ ભડવાને કહી દેજો કે મેઘાના છોકરાને હુ જુવાન કરીને લાવ્યો છુ.હુ જાણુ છુ કે આમા તમારો કઇ જ વાંક નથી તમેતો જમીનના તમામ કાગળીયા ઇ કાળીયાને આપી દિધા હતા પણ પેલા સહી કરેલા કાગળ કોરા કાગળ ના આઘારે જમીનનુ વેચાણ ખત કરાવીને જમીન પડાવી મારી તો હવે એને કહી દેજો કે તુ જે મેઘાની જમીન ખાઇ ગયો છો તે હવે હુ અને આ છોકરો જરવા નહી દઇએ એને ઓકાવી દઇશુ કહી દેજો એ કાળીયાને અને હા કહી દેજો કે હજી પણ સમય છે જો જમીન સરખી રીતે આપી દે તો અમારે બળ નો ઉપયોગ નથી અને જો જમીન નહી આપે તો અમે એને સુખેં સુવા નહી દઇએ..''

''હ...હ...અડજણભાઇ ઢિંડા..ઢિડા.,.ઉટાવડા નો ઠાવ હુ કાડાભાઇને હમજાવી ડઇ...ટમી ટો પાછા ઉટાવડા બવ લ્યો..
(આમ વાત કરે છે ત્યા છોકરો ચા લઇને આવી જાય છે શેઠ ચા પિરસતા કહે)

''લ્યો ગડમ ગડમ ચા પીવો ને ટાઢા પડો...ટાઢા પડો...''(અરજણભાભા સાથે આવેલા છોકરા ને ચા આપતા કહે..)''લે લે મેઘાભાઇ ના કુવડ લે ટુય પી..

(અરજણભીભા ચા પીતા પીતા કહે છે કે )શેઠ હવે સો વાતની એક વાત કે તમે કાળાને કહો કે હવે આ છોકરાને એના બાપનો ગરાસ પાછો આપી દે તમે તો જાણો છો ને કે કાળાએ કેવી રીતે મેઘાને હેરાન કર્યો છે અને હવે જો હેરાન ન થવુ હોય તો એનો ગરાસ પાછો આપી દેય આ તમને પહેલીને ચેલ્લી વખત તમને કહીયે છીયે...''થયુ હાલો શેઠ રામે રામ''

''હા અડજણભાઇ હુ કાડાભાઇ ને સમજાવી પણ ટમે ઉટાવડીયુ પગલુ નો ભડટા ટમી ટો સમજુ છો ટમને વઢાડે શુ સમજાવ્વા અડજણભાઇ પાછા આવજો...''

(અરજણભાભો અને યુવાન ત્યા થી હાલતા થયા અને ગામમા એક ઘરના આંગણા મા આવી ને ઉભા રહ્યા અને જવાનને કહ્યુ કે ઓસરીમા બેઠેલાને જરા પુછ કે તમે રહો છો તે કોના કહેવા થી અહી રહો છો...?છોકરાએ જઇને કહીયુ કે)
તમે અહી કોના કહેવા થી રહો છો.?જવાબ મળ્યો કે ભાઇ અમે કાળાભાઇ ના ખેતરમા ભાગ રાખીયે છીયે અને અમને કાળાભાઇએ આ ખોરડુ અમને રહેવા દિધુ છે..
(છોકરાએ અરજણભાભાને કહ્યુ કે) કાળા એ રહેવા આપ્યુ એવુ કહ્યુ છે...
''આ ખોરડા તારા બાપના છે એટલે આ ખોરડા પર તારો અધિકાર છે અને એ પાછા લેવાનો વખત હવે પાકી ગયો છે..
''તો કહી દઉ કે ખોરડા ખાલા કરી દેય..
''નહી આજ નહી હજી આગળ ચાલ એક નવી ઓળખાણ કરાવુ કાળાના કાળા કામની...
(બન્ને હાલતા હાલતા ગામના પાધરમા આવેલી વાવ ને કાઠે જઇને ઉભા રહ્યા જોયુ તો બે ત્રણ કોહ કિતરૂક કિતરૂક હાલી રહ્યા છે...જુવાન ને કહ્યુ કે)
કોહ હાંકનારને પુછીઆવ કે આ વાવ કોના કહેવાથી કોહ હાંકો છો...
(છોકરાએ પુછયુ તો જવાબ મળ્યો કે) કાળાના કહેવા થી હાંકી રહ્યા છીયે...અરજણભાભો કહે કે)
''આ વાવ તારા બાપે ગળાવી હતી આ વાવના કાઠે થી એક જ શેઢે સો વિઘા જમીન તારા બાપની છે જે આજે કાળાની પાસે છે
'' એ વાત મને કહો મારા થી રહેવાતુ નથી ''(જુવાને અધિરાય થી પુછયુ)

( ભાભો કહે )''એ બધી વાત આજ રાતે તને કહેવાની છે
(આમ કહીને ત્યાથી બન્ને હાલતા થઇ જાય છે પણ જુવાનના મનમા જાત જાતના વિચારો ના વંટોળ વિજાય રહ્યા છે એ વંટોળમા એ યુવાન ઘુસવાય ગયો છે અને વિચાર કરે છે કે હવે કયારે સાંજ પડે અને આખી વાત પરથી પડદો ઉડીને અંધકારમા અલોપ થઇ જાય અને જો મારા બાપ પર કાળાએ કોઇ પણ જાતનો અન્યાય કર્યો હશે તો હુ એને જીવતો નહી છોડુ આમ વિચારે છે અને ભાભો જે કાઇ પુછે છે તેનો વગર વિચારે જ જવાબ આપે છે.ભાભાને ખબર પડી જાય છે જુવાનને ગોટે ચડી ગયો છે..આમ રખડતા રખડતા બરાબર આકાશમાથી અંધારા ઉતર્યા એવા ટાણે બન્ને ઘોડેસ્વારો ફરી પાછા ડુંગરોમા ઉતર્યા અને થાક્યા પાક્યા બન્ને ખાટલે આડા પડખે થયા...ડુંગરોમાથી ભેસો ચરી આવી ગય છે એ ભેસોને માજીએ દોહીને રસોડા મા રસોઇ કરવા બેઠા પણ અહી યુવાનને આવા જમવામા રસ નથી પણ કયારે જમી પરવારી ને કયારે મા માંડીને બધી વાત કરે..ત્યા જમવાનુ ત્યાર થઇ જાય છે અને શાન્તિ થી જમી લઇને તૈયાર પછી ફરી ખાટલે ગોઠવાય છે અરજણભાભો હોકો પેટાવે અને ગુડ..ગુડ..ગુડ...હાકાની ઘુંટ માણી રહ્યા છે અને ભાણા ઉટકીને ડોચી મા ખાટલાના પાયા પાછે આવીને બેસી જાય છે પછી છોકરો કહે કે )
''મા હવે મને માંડીને વાત કરો હવે મારા થી નથી રહેવાતુ
માં કહે બેટા હવે હુ વાત માંડુ છુ આ અરજણભાઇ મારી વાતના સાક્ષી છે અને જો હુ ખોટુ બોલુ તો ભગવાન મને કયારેય માફ નહી કરે...આજ થી વિસ વરસ પહેલાની વાત છે તારા બાપને અને અરજણભાઇને આંતરે ગાંઠ્યુ હતી દિવસમા એકવાર ભેળા ન થાય તો બેય માથી એકેયને કયાય ગોઠે નય...તારા બાપુ વિણા વિચાર્યુ કોઇ પણ પગલુ ભરવા જાય અને અરજણભાઇ ને ખબર પડે એટલે એ એને રોકતા ટોકતા અને અરજણભાઇનુ કિધુ તારા બાપુ માનતા એ કહે એમ એ કરતા પણ એની ભાઇબંધી આ કાળીયાને કણાની જેમ ખટકતી અને આ બેય ભાઇબંધોની ભાઇબંધી કેમ કરીને તુટી જાય એની એ વેતરણમા એ નવા નવા નુસકા એ અપનાવ્યા કરતો હતો અને જમ બને તેમ એ તારા બાપની નજીકને નજીક આવતો ગયો જયારે પણ કામ પડે ત્યારે વગર બોલાવ્યે આવ્વા મંડીયો અરજણભાઇ એકવાર મળે જ્યારે કાળીયો વારેવારે મળવા લાગ્યો કોઇ પણ જરુર હોય એટલે કાળ્યો તરત કામ કરવા લાગ્યો એમા એકવાર તારા બાપુએ કહ્યુ કે કાળાભાઇ મારે એકજ શેઢે સો વિઘા જમીન છે એ સોએ સો વિઘા જમીન ચામાસા પછી આખુ વરહ પડતર પડી રહે છે તો કાળાભાઇ મારૂ કહેવુ છે કે હુ વાવ ગળાવુ અને ચાર કોહ હાલે તો સોએ સો વિઘા જમીન લીલી રહે અને આવગ આખુ વરહ સરૂ રહે આવો મારો વિચાર છે તમારૂ મારા વિચાર વિશે શુ કહેવુ છે...'''અરે મેઘાભાઇ તો તો કામ થઇ જાય હવ્ તુ કોઇને પુછતો જ નહી વાવ ગળાવી જ નાખ્ય અને પૈસાની જરૂર પડે તો હુ બેઠો છુ.તારા બાપે વાવ ગળાવ્વાનુ નક્કી કરી લિધુ આ વાતની ખબર અરજણભાઇને પડી બરાબર સાંજે વાળુ વખતે આવ્યા તારા બાપ અને અરજણભાઇ વાળુ કરવા બેઠા ઇ વાળુ કરતા કરતા અરજણભાઇએ વાત કરી કે મેઘાભાઇ મે વાત સાંભળીતેં વાત સાચી છે કે તુ વાવ ગળાવ છો...??''હા અરજણભાઇ વાવ ગળાવ્વી છે આ જુવોને સો વિઘા જમીન આખુ વરહ પડતર પડી કહે છે વાવ હોયતો વાડી લીલી રહે...!અરજણભાઇએ શાન્તી થી જવાબ વાળ્તા કહ્યુ કે પણ મેઘાભાઇ જે કરો તે વિચારીને કરજો..જો તમારા ઘરમા પૈસા હોય તોજ આવડુ માટુ પગલુ ભરજો નહીતર બે વરસ ખમી જવુ સારૂ માથે લેણુ કરીને કોઇ કામ ન કરાય તમેતો જાણો જ છો કે વ્યાજને ઘોડાય ન આંબે અને દેવામા દબાય ગયા પછી બહાર નિકળ્વુ વહમું પડી જાય હો મેઘાભાઇ
પણ અરજણભાઇ મને કાળાભાઇએ કહ્યુ છે કે પૈસા બાબત તારે મુંજાવાનુ નહી પૈસા હુ તને ગોતી દઇશ તો અરજણભાઇ આ કામ મને કરી નાખવા દો ને મેઘાભાઇ કોણ જાણે કેમ પણ મારુ મન નથી માનતુ સતા જેવી તમારી મરજી વિચાર કરી લેજો પછી પસ્તાયે કઇ નહી વળે...પણ અરજણભાઇ મારે કયા જુગાર કયા રમવો છે એક વાર વાવ ગળાય જાય એટલે મારી જીંદગી સુધરી જાય એમ છે....અરજણભાઇ એ કરેલી વાત એના રદયમા એવી ઉતરી ગઇ કે એણે વાવ ગળાવાનુ માંડી વાળ્યુ આ વાત કાળાને ખબર પડી કે એણે કાન ભંભેરવાનુ સરૂ કર્યુ અને વારે વારે કહ્યા કરતો કે મેઘાભાઇ તુ શુ કામ મુંજા છો હુ તને પૈસા ટકાનો ટેકો આપુ છુ પણ તારા નશીબમા જ નથી બીજુ શુ અને ગમે તેનુ માની લેવુ એ એક જાતની કાયરતા છે આપણે શુ કરવુ એ આપણે વિચારવાનુ હોય એલા બિજા આપણ શુ કરવુ અને શુ ન કરવુ એનો નિર્ણય લેય એ કઇ બરાબર મને નથી લાગતુ અને તને ખબરતો છે કે આપણા તળમા અઢળક પાણી છે અને જો તુ વાવ ગળાવ તો તારો બેડોપાર થઇ જાય એમ છે પણ તને અમુક લોકો મળી ગયા છે કે તારૂ કદી કામ નહી થવા દેય એ નક્કી છે અરે આમ જોતો ખરો આ પાડાના કાંધ જેવી એક ધોરીયે પિવે એવી તારી પાસે સો વિઘા જમીન છે ને ટુંટીયુ વાળીને શુ પડ્યો છો સરમ નથી થાતી મુંઢ જેવો...!!અને કઇક મેળવ્વા માટે પેલા કઇક ગુમાવ્વુ પડે છે તારી માથે વાવનુ કરજ એ કઇ કરજ કહેવાય એક વરસ સારુ થાય એટલે તુ ઠેબુ મારી દઇશ ઠેબુ..આવી ચડાવણી વાળી વાતુ નો નશો તારા બાપને એવો ચડી ગયો કે અરજણભાઇનુ લાખ સમજાવ્યા સતા સમજ્યા નહી અને વાવ નુ મંડાણ માંડી જ દિધુ
અરજણભાભો કહે કે મે એ સમયે આપણુ ગામ છોડીને બિજે ગામે જમીન રાખી હતી એતો તમે જાણો જ છોને સતા પણ પણ હુ મેઘાભાઇને મળવા આવતો હતો પણ હવે હુ જે કહેતો એ મેઘાભાઇને અવળુ લાગવા મંડીયુ હતુ એનુ કારણ આ કાળયો જ હતો ઇ કાળીયો મેઘાભાઇને રેઢો જ નો'તો મુકતો આમ કરતા કરતા એક દિવસ એવો આવીને ઉભો રહ્યો કે મેઘોભાઇ મારી હારે વાત કરવા પણ રાજી નહોતા અને પછી મને પણ બહુ ખોટુ લાગ્યુ હતુ એટલે મે પણ ધિરે ધિરે મળવાનુ બંધ કર્યુ પરીણામે અમારી ભાઇબંધી ટુંટી ગઇ એવુ કહીયે તોય કહી શકાય પણ મારા રદયમા તો મેઘાભાઇનુ સ્થાન એમને એમ જ હતુ કારણકે હુ જાણતો હતો કે આમા મેઘાભાઇનો જરાય વાક નથી પણ કાળાના ચડાવણા વેણનો આ નશો છે અને એ નશો કાળો ઉતરવા દેતો નથી મે'તો મેઘા કાકરા કાઢી કાઢી દિધુ કે તુ રહેવા દે કાળાનુ કિધુ ન કર તો સારૂ પણ એ મારી વાત માનવા ત્યાર ન હતો....''અરે....અરજણભાઇ મે પણ સમજાવ્વામા બાકી નો'તુ રાખ્યુ પણ એણે તો મારવાડીને બોલાવીને વાંવ ગાળવા આપી દિધી દસ પંદર જણાની ટુકડી આવીને વાવનુ કામ ઉપાડી લિધુ અને કાળો પૈસા લાવી લાવીને આપવા મંડીયો અને તમારો ભાઇ મારવાડીને જે જોવે તે લાવીને આપવા મંડીયા...ઘઉ બાજરો ચા મોરસ અને તેલ મરચુ અને છુટ્ટા હાથે વાપરણ આપીને પાસ જોવે ત્યા પંદર આપીને વાવ તો ગળાવી નાખી અને હા અરજણભાઇ પાણી પણ એવુ આવ્યુ કે પાસ પાસ કોહ જોડે તોય દોરાવાય ઉતરે નહી પછી જ વાવનુ કામ પુરૂ કર્યુ...છોકરોતો વાતમા એવો ખોવાય ગયો કે નથી બોલતો કે નથી ચાલતો મુંઢ ની જમ બસ સાભળી જ રહ્યો છે અને બધુ ચિરાતા અંતરમા ઉતારી રહ્યો છે બસ વાતના અંત ના પરીણામ એજ એનુ લક્ષ હતુ અને વાત કાસબાની ચાલેં ધિમે ધમે આગળ ચાલે છે...માં આગળ વાત કરતા કહે છે સાંભળ બેટા હવે જે વાત આવે છે કે હાર્યો જુગારી બમણુ રમે એવો ઘાટ ઘડાયો એક કાળીયો આવ્યો ને વાવ ના પાણી ના વખાણ ની વાતુ કરતા કરતા કહે મેઘાભાઇ હવે મારી એક વાત માનવી જ પડશે હવે તારે પાણીનો પાર નથી તુ ધારે એટલુ વાવી શકે એમ છે કાં હુ નો'તો કહેતો કે વાવ ગળાવી નાખ્ય એટલે તુ રૂરિયે રમતો થઇ જા એમ છો કેમ મારી વાત જરાય ખોટી નિકળી..??હવે તો તુ ધાર્ય એ કામ કરી શકિસ લમણે હાથ દઇને બેસી રહેવા થી કાઇ જ થવાનુ નથી...પણ હવે બસ એક કામ કરી નાખ્ય એટલે તારે પછી આખી જીંદગી કઇ કરવાપણુ રહે નહી આ તારા મકાન પડવુ પડવુ થયુ છે કોણ જાણે સોમાચામા વરસાદ મંડાય ને આ ભિત્યુ તો જો અને ભિત્યુ માથે નળીયા નબળા પડી ગયા ને કાંટ ને ઉધી ખાઇ ગઇ આ તારૂ ખોરડુ આખુ ખવાય ગયુ કયારે દગો દેય એ નક્કી નહી..તારે ખાલી હા જ કહેવાનુ છે અને હુ તને ચિઠ્ઠી લખી દઉ એટલે લાતી વાળા શેઠ નળીયા થી માંડીને જે જોવે એટલા સાગના લાકડા આપી દેય પછી કાઇ ઘટે પછી તારે ધિમે ધિમે એને પૈસા પહોચાડતા રહેવાનુ ઇ શેઠ એવા છે કે તારી પાસે થી એકહારે પૈસા નહી માંગે કટકે કટકે આપી દેવા..પછી તો પાયા ગળાવાનુ સરૂ કર્યુ અને મોઘા મોઘા કડીયા લાવ્યા મોઢે માગ્યા પૈસા આપીને એક આળીયે ચાર ખોરડાના ભિતડા ઉભા કરી નાખ્યા બરાબર વૈશાખનો સમય હવે મે'વરહવાનો ટેમ ઓરો ઓરો આવતો જાતો હતો અને સુતાર કયાય મળે નહી કાળાના કે'વા પ્રમાણે ચાર ખોરડાનો કાંટ ગાડા ભરી ભરીને લઇ આવ્યા નળીયા લય આવ્યા પણ સુતાર વગર કરવુ છુ એમા નારણભાઇ સુતાર વળી ભટકાય ગયા તે કામ થૈય ગયુ વાવણી પેલા ખોરડા તો વળી મળાય ગયા અને નળીયાય ચડાવી દિધા...ઇ વખતે બટ્ટા મને મનમા બહુ રાજીપો બહુ થયો હતો મન હરખાતુ હતુ કેમ કે જાહલ થૈઇ ગયેલા ખોરડા માથી નવા ખોરડા મળ્યા હતા પણ કહેવાય છે ને કે કુવામા હોય તો અવેડામા આવેને એમ વરસાદ ધરતીને ભિંજવે એવો જ આખુ વરહ વરસ્યો કોઇ દિ પાણીનો રેલો હાલ્યો નહી એટલે વાવમા પણ દેવ દિવાળી આવી ત્યા પુરુ થઇ ગયુ પછી તો ઇ'એ બહુ મુંજાણા પણ શુ થાય થાતા થઇ ગયુ ઓલ્યા કાળીયોના ચડાવ્યે ફુગાની જેમ ફુલાય ગયો માળી ભારે કરી આવો પસ્તાવો એનેય થયેલો પણ કોને કે'વા જાવુ ઇ ટાણે એળે મને કહ્યુ હતુ કે માળી અરજણ ભાઇની વાત સાચી હતી વગર વિચારે પગલુ ભરવા થી પસ્તાવાનો વારો આવે પણ હવે કઇ જ થાય તેમ ન હતુ ધનુષ માથી બાણ નિકળી સુક્યુ હતુ જે વળી શકે તેમ ન હતુ અને એ મુંજાયને બેસી જતા ત્યારે હુ વળી સમજાવતી કે તમે જાણી જોઇને થોડી ભુલ કરી હતી કોઇ વાર આવુ પણ બની જાય છે ચિંતા છોડો ને ખાઇ પીયને લેર કરો આ વરહ મોળી થયુ તો શુ થઇ ગયુ આવતુ વરહ સારૂ થાહે પછી એકની વાહે બિજુય વરહ નબળુ થયુ અને લેણા વાળા ધકા માથે ધકા ખાવા લાગ્યા કેમ કે વરહ માથે વરહ નબળા થાય પછી માણાહ ના ઘરમા કેટલા રૂપિયા હોય એટલે એમા લેણદારનો તો કાઇ વાંક હતો જ નહી વાંક તો લેણુ કરનારનો જ કહેવાય ને...!અને એક કાળો આવ્યો બેય બેઠા બેઠા વાતુ કરતા હતા તારા બાપ કહેતા કે કાળાભાઇ હવે શુ કરવુ એ નથી સમજાતુ હવે હુ મુંજાય ગયો હવે મારે કેટલા જવાબ આપવા અને જવાબ આપવા સિવાય મારી પાસે બિજુ કઇ જ નથી અને આપણે જેના પૈસા ખાધા હોય એની હારે આપણે ગેરવર્તન પણ કેમ કરવુ આપણે એના પૈસા લિધા છે અને આપણુ કામ કર્યુ છે તો કાળાભાઇ હવે તમે જ કહો હવે મારે શુ કરવુ જોઇએ..?''જો મેઘાભાઇ લેણદાર તો આવે જ પણ આમ મુંજાવાનુ પણ ન હોય અને બધા જાણે જ છે કે ભૈઇ નબળા વરસમા માણસને લેણુ સુકવ્વુ જ હોય પણ પાસે કાઇ ન હોય તો માણસ શુ કરે..!આવી બધી વાતુ કરીને કાળો તો જતો રહ્યો પણ તારા બાપને રાતે નિંદર ન આવી સવારમા જ કાળાને બોલાવ્યો અને કહી જ દિધુ કે કાળાભાઇ મે નક્કી કરી લિધુ છે કે તમે કોઇ ધરાક શોધો મારે લેણુ સુકવાય એટલી જમીન વેચી નાખવી છે એટલી માથે થી લેણાનો ભાર ભાર ઉતરી જાય પણ કાળાએ ડહાપણ દેખાડતા કહ્યુ કે અરે મેઘાભાઇ તમારી જમીન તો હુ નહી જ વેચાવા દઉ કાલ માણસો શુ વાતુ કરશે કે જુવોને કાળા હારે મેઘો ચડ્યોને જમીન વેચવાનો વારો આવ્યો શુ આવા મેણાનો ભાર હુ વેંડારી શકિસ એટલે હુ જમીન વેચવી ન પડે અને તારે લેણા વાળાને જવાબ પણ ન આપવો પડે એવો કઇક રસ્તો શોધી કાઢીશ તુ તારે મુંજાઇશ નહી આવી હિમત આપીને એ જતો રહ્યો અને બપોરે પાછો આવ્યો અને કહ્યુ કે મે રસ્તો કાઢી લિધો છે હાલ્ય મારી હારે તલકચંદ શેઠ પાસે લઇ લે જમીન ના કાગળીયા એણે બધા કાગળીયા લિધા અને તલકચંદ શેઠ પાસે ગયા તલકચંદ શેઠ રાજી થયા અને કહ્યુ કે આવો કાળાભાઇ કેમ કાઇ કામ કાજ..?''હા શેઠ કામ મા તો એવુ છે ને કે આ મેધાભાઇને થોડાક રૂપિયાની જરૂર છે એટલે આવ્યા છીયે જુવોને બિચારાને થોડી ખબર હતી કે વાવ ગળાવ્યા પછી અને ખોરડુ ચણાં પછી વરહ નબળા થશે અને બિચારો ભીહ મા આવી ગયો એમા હવે લેણા વાળાની ભિહ મા એવો ભિહાય ગયો કે જમીન વેચવા ત્યાર થયો પણ મે તમારૂ બહાનુ દઇને જમીન વેચતા અટકાવ્યો એટલે તમારી પાસે આવ્યા છીયે તમે જો પૈસા આપો તો નાના મોટા લેણદારના પૈસા અપાય જાય અને તમારૂ એકનુ લેણુ રહે એટલે એને સામટા લેણદારને જવાબન આપવા પડે.એટલે તમારા પર વિશ્વાસ મુકીને તમારી પાસે આવ્યા છીયે''શેઠ કહે મેઘાભાઇને કાઇ ના પડાહે પણ જો જો હો દેતી વખતે પાછુ મોઢુ તો નહી બગાડોને..?''અરે શેઠ કાકા કાળજે ચાર તહું પાણી રાખજો માણસને જીભાન ની કિમત હોય છે આવુ બને તો તો મારો ભવ બગડેને..?આમ કહીને શેઠને જમીનના આપતા કહે કે લ્યો શેઠ આ કાગળીયા જો હુ પૈસા ન આપુ તો આ બધી જમીન તમારી લાવો હુ કોરા કાગળમા સહી કરી આપુ છુ...''અરે...મેઘાભાઇ કાગળની શુ જરૂર છે...! આતો હુ અમસ્તુ કહુ છુ નહી મેઘાભાઇ ઇ કાગળીયા પાછા લેતા જાવ હુ તમને જે જોઇએ એટલા પૈસા આપુ છુ...''નહી શેઠ હુ તમને રાજી ખુસી થી આપુ છુ અને તમારે કયા કાયમ રાખવા છે હુ તમને પૈસા આપુ એટલે પાછા આપી દેજો આપ પરાણે કાગળીયા શેઠને આપીને પૈસા લઇને આવ્યા બધા લેણદારને ઘરે બોલાવીને વ્યાજ સાથે બધા ને પૈસા સુકવીને બધાય રાજી કરીને હાસકારો અનુભવ્યો
પછી તો ભગવાનને કરવુ છે ને તેં ઉપરા ઉપર સારા થવા મંડીયા એને પૈસાની સગવડ થઇ એટલે શેઠના પૈસા વ્યાજ સાથે આપવા માટે કાળાને મોકલ્યો અને શેઠની શુ વાત કરવી એકપણ રૂપિયો વ્યાજ નો લિધો નહી.કાળાએ શેઠે વ્યાજ લિધુ નહી એ વાત પણ કરી અને ત્રિજા દિવસે કાગળીયા દેવા આવ્યો પણ સહી વાળો કોરો કાગળ લાવ્યો નહી તારા બાપે કહ્યુ પણ ખરુ કે કાળાભાઇ સહી વાળો કોરો કાગળ તો આમા નથી તમને શેઠે નથી આપ્યો તો કાળો કહે કે ભૈઇ ઇ કાગળ આપણે શુ કરવો શેઠ કયા જમીન ખાતે ચડાવી લેવાના છે પણ આવુ જ બન્યુ કેમ કે કાળાએ એ સહી વાળા કોરા કાગળમા એવુ લખી નાખ્યુ કે હુ કાળાભાઇને મારા પર કરજ વધી જવા થી સોયે સો વિઘા જમીન વેચી દઉ છુ અને તેની હુ ખાત્રી આપુ છુ લખીતન મેઘાભાઇ....આ વાતને કાળાએ બહુ દબાવી રાખી પણ અંતે સાચી વાત બહાર આવી ગઇ તારા બાપને બહુ દુખ લાગ્યુ પણ શુ કરે બિજુતો કઇ જ થઇ શકે એમ હતુ નહી કેમ કે તારા બાપની સહી બોલતી હતી તારા બાપુ એ કાળાને સમજાવ્યો કે કાળાભાઇ તમે જ કર્યુ તે બહુ ખરાબ કર્યુ છે પણ એ જમીન હુ તને નિરાતે ખાવાતો નહી જ દઉ ઇ વાત લખી રાખજે..પણ કાળો એમ કાઇ ડરે એવો તો નથી એણે પણ કહી દિધુ કે હુ જોવ શુ કે તુ શુ કરે છે તારે જે મહેનત કરવી હોય તે કરી લે...તને ખબર છે ને કે મારી પાસે સાત આઠ જણા મફતનુ ખાય રહ્યા છે પણ આવા ટાણે એ બહુ કામ આવે હો...હુ ધારૂ તો તને હમણાને હમણા ચિરી નાખે પણ મારે તને એમ મારવો નથી એટલે હુ તને કહુ છુ કે આબરૂ સોતો અહી થી નિકળી જા અને બિજીવાર અહી આવ્વાની હિમત કરતો નહી નહીતર હવે મજા નહી રહે..તારા બાપુ ઘેર આવીને લમણે હાથ દઇને પડથારે બેસી ગયા અને મને બધી વાત કરી કે કાળાએ દગો દિધો આપણી તમામ જમીન એણે એના ખાતે ચડાવી દિધી હવે શુ કરવુ.મને અરજણભાઇએ બહુ સમજાવ્યો પણ હુ માન્યો નહી ને એનુ પરીણામ મને આજ સમજાણુ હુ લુટય ગયો બરબાદ થઇ ગયો હુ જાણતી હતી કે હેરાન થઇ ગયા છીયે એ કાળમુખો કાળીયો સમજાવ્યો હવે સમજશે નહી સતા પણ હિમત રાખ્યા વિના બિજો રસ્તો નથી એવો વિચાર કરીને મે હિમત આપતા કહ્યુ કે ભૈઇ આપણે સમજુ અને ડાહ્યા માણસોને વાત કરીને કાળાભાઇને સમજાવશુ પાસ રૂપિયાનો ઘહારો લઇને મનાવી લેશુ હવે આમ ભાંગી પડવાથી કાઇ થશે નહી બસ હિમત રાખો જોઇએ છીયે આગળ શુ પરીણામ આવે છે...''તુ મને ખોટી હિંમતન આપ હવે ઇ રાક્ષસ કોઇનુ માને નહી નહીતર એ આવુ શુ કામ કરે અને આમ જ બન્યુ ઘણાને સમજાવ્વા મોકલ્યા પણ બધા ખાલી હાથે જ પાછા આવ્યા મનમા દુખનો પાર ન હતો પણ શુ કરીયે હાથે કરીને દુખ હોર્યુ હતુ એટલે કોઇને વધારે કહેવાય એમ હતુ નહી શેઠે પણ બહુ સમજાવ્યો કે કાળાભાઇ આ તમે ખરાબ કરી રહ્યા છો.''શેઠ...!તમારે વેપાર કરાય કોઇના આડા પગે નો આવો તો સારૂ જાવ પેઢી સંભાળો મારે શુ કરવુ શુ નકરવુ એ હુ બરાબર સમજુ છુ..શેઠ તો બિચારા સુવાળા માણસ વધારે તો શુ કહે સમજાવ્વાની રીતે સમજાવીને પાછા ફર્યો પછી તો અમે બધી આશા છોડીને મજુરીયે જવાનુ સરૂ કર્યુ હુ મજુરીયે જતી...પણ તારા બાપુ રોજ રાતે જમીન મા આટો મારવા જતા ભલે જમીન કાળો વાવે પણ જમીન તો મારા બાપની છે ને મે તો વેચી નથીને..પછી તો બેટા ગરીબાઇ વધતી ગઇ પણ હદ તો ત્યારે થઇ કે એક દિવસ મોચીની દુકાને તારા બાપુ જોડા ચિવડાવ્વા ગયા ત્યારે કાળો ત્યાથી નિકળ્યો અને તારા બાપુ ને જોઇને કહે કે એલા મેઘાભાઇ જોડા ના રૂપિયા બુપિયા તો છે ને નહીતર કહેજે એકાદ જોડી લઇ દઉ તે જીવનો જબરો થઇને તારી જમીન આપી દિધી ત્યારે હુ એક જોડી જોડા ન આપુ તો તો કઇ નો કેવાય ને હુ એમ માનીશ કે મારો જોડા કુતરા લઇ ગયા તા અને મારે એક જોડી જોડા લેવા પડીયા હતા...!એણે તો કાળા સામે દોટ દિધી પણ બજારમા ઉભેલાઓ એ આને પકડી લિધા કાળાને બધાએ કહ્યુ કે તુ શુ બોલી રહ્યો છો સરમ બરમ છે કે નહી કાળાએ એવો જવાબ દિધો કે બધા એને ધિક્કારવા મંડયા..''કાળો કહે શેની સરમ...???''અરે તે આ મેઘા ની જમીન હડફી લિધી એની સરમ..!!''અરે ઇતો જેનામા તેવડ હોય ઇ જ બિજાની જમીનુ હડફે તમારી જેવા બાયલાઓનુ કામ નહી હાલી શુ નિકળ્યા છો...?!!!બધાએ કાળાને ધિક્કારતા કહ્યુ કે તારી જેવા સરમ વગરના વિશ્વાસઘાતી બિજુ શુ કરે..!!કાળો કેય કે એલા તમે સરમ સરમ શુ કરો છો સરમનુ કાઇ શાક નહી થાય અને આ સો વિઘા જમીન છોકરા ઓને જવસા કરાવશે હાલી નિકળ્યા હરીચંન્દ્ર ની પુછડી..આણે બધાને વાર્યા કે તમે મારા માટે થઇને શુ બબાલ કરો છો જવા દો એ પાપીયાને અને કાળાને કહી દિધુ કે કાળીયા તુ મને કયાય એકલો મળતો નહી નહીતર સારાવાટ નહી રહે તારે જયા લખવુ હોય ન્યા લખી લેજે હુ તને મારી મા સમાન જમીન એમ નિરાતે ખાવા નહી દઉ..પછી સમજુ માણસોએ બન્ને ને નાખા પાડીયા અને ત્યા થી માણસો વિખાય ગયા અને તારા બાપુ ઘરે આવ્યા એજ સાંજે રોજના નિયમ પ્રમાણે રાતે ખેતરે આટો મારવા જવાનુ તો ચાલુ જ રાખ્યુ કાળાએ અને તાર બાપે ઝઘડો કર્યાના ચાર મહીના પછી એક દિવસ ખેતરે આટો મારવા ગયા અને સવારમા મોડે સુધી આવ્મયા નહી એટલે મને ચિન્નેતા થવા લાગી પછી મને સમાચાર મળ્યા કે તારા બાપ નુ એક કપડુ લોહી વાળુ મળ્યુ એ સમાચાર થી...મારી જીંદગી રોળાઇ ગઇ તુ નાનો ને હુ રજળતી થઇ ગઇ અને પછી તો મને તારીય ચિંતા થતી કે કાળીયો રોજ રોજ રાક્ષસી રુપ પકડતો જતો હતો ત્યારે મને થતુ કે કાળાનો ભરોસો કરય એમ નથી એટલે તને સાચવ્વુ મારે મન અઘરૂ થવા લાગ્યુ પણ શુ કરૂ કોને કહુ કારણ કે ચાનાખુણે આખુ ગામ કાળીયા થી બિતુ કાળીયાની નજરમા જે આવી જાય એ જા જા જમણ જીવતો નહી પણ કયારેય કાળાની માથે આળ આવતુ નહી આવીતો એની બુધ્ધી હતી એટલે મને ચિંતા રહેતી કે તને કાળીયો દગા થી કાઇ કરાવી ન નાખે...!!!અને એની પાહે તો માણસોનો પાર નહી ઘણા બધા ગુનેગારો જેલ મા જવાની બિકે કાળીયા પાસે આવતા અને કાળીયો કહે એમ કર્યા કરે...પણ બટા જેવી મનમા બિક હોય એવુ જ બને છે એક દિવસ હુ પાણી શેરડે પાણી ભરવા ગઇને તુ ઘોડીયામા સુતો હતો ને હુ પાણી ભરવા ગઇ પણ પાણી ભરીને આવી અને આવીને જોયુ તો તુ ઘોડીયા મા નહી મારા હોશ ઉડી ગયા હુ દુખીના ડાળીયા થઇ ગઇ...કોણ લઇ ગયુ...?માણસ કે જાનવર..!!?હુ કલ્પાત કરતી રહી સમય વિતતો રહ્યો હુ એ ઘર છોડીને અહી આવી ત્યારે આ અરજણભાઇ આવ્યા અને મને હૈંયેધારણા આપી કે તમે ચિંતા ન કરશો તમારો દિકરો સુરક્ષીત છે ત્યારે મને કોઠે ટાઢક થઇ પણ વળી પાછુ મનમા થાતુ કે અરજણભાઇ મને દુખ ભુલીને જીવવા માટે તો ખોટે ખોટો દિલાતો નહી આપતા હોયને પણ એ તને અહી લાવ્યા ત્યારે જ મને નિરાંત થઇ કે તુ જીવતો તો છો પણ આજ પણ મને એ ખબર નથી તને લઇ કોણ ગયુ હતુ અંતે અરજણભાભા થી ન રહેવાણુ એણે કહી દિધુ કે મને માફ કરશો આવુ કારમુ પગલુ મે જ ભર્યુ હતુ કારણ કે મને પણ એ કાળીયાની બિક હતી કે કાળીયો કોઇ પણ પગલુ ભરી શકે છે એટલે મને થયુ કે નાના એવા મુળુની ચોરી કરી લઉ જેથી મેઘાના બિજને હુ બચાવી શકુ અને મને સફળતા પણ મળી બની શકે તો મને માફ કરી દેજો..''અરે...અરે...માફી ન માંગવાની હોય એક રાક્ષસથી તમે તો મારા દિકરાને બચાવ્યો મે તમને ન કહેવાના શબ્દો કહ્યા અને એક દિવસતો તમને એકદમ ખોટો કીધેલ અને તુ સાચો હો તો દિવસ ઉગ્યા પહેલા મારા દિકરાને મારા સામે ન લાવ્ય તો હુ આપઘાત કરીને મારૂ જીવન ટુકાવિશ અને તમે મને બચાવ્વા ખાતર મને મારા દિકરાને દિવસ ઉગ્યા પહેલા મિલાવ્યો આપનો ખુબ ખુબ આભાર અને પછી મુળુને કહ્યુ કે મારી વાત અહી પુરી થાય છે..અને હા બેટા તારા બાપનો ગરાસ તારે ઇ કાળીયા પાસે થી પાછો આસકવાનો છે..અને મુળુ ઉભો થઇને કહે છે કે માં તમે જરાય ચિન્તા ન કરશો એ કાળીયાની બોચી પકડીને મારો ગરાસ પાછો લઇને મારા બાપુના આત્માને શાન્તી આપીશ આ મારૂ વચન છે...અરજણભાઇ કહે કે જયા સુધી મુળુ પાસે જમીન નહી આવે ત્યા સુધી હુ મુળુને મદદ કરતો રહીશ
**********
આ બાજુ અડધી રાતે તલકચંદ શેઠ કાળા પાસે જાય છે અને કાળાને જગાડતા કહે છે કે

''કાડાભાઇ જાગો..ઉભા ઠઇ જાવ હવે સુવાનો વખટ ગયો જાગવાનો વખટ આયો...કાડાભાઇ મુડીયો આવી પુગ્યો એના બાપુનો ગડાહ લેવા આવી પુગ્યો છે અને હાંડે અડજણભાભો પણ છે મારી હાડે ઢમકી પણ મોકલી છે અને થડક્યા વિના કય દિધુ કે કાડાને કેજો કે હજી સમજી જાય તો અમાડે બડ નો ઉપયોગ કડવો નઠી જો માનશે નય તો કાડીયાને કેજો કે ટાડું આવી બન્યુ...અડે કાડાભાઇ રાતી આખ્યુતો મે ઘણાની જોયેલી છે પણ મુડીયા ની આખ્યુ જેવી રાતીછોળ આખ્યુ આજ દિવસ સુધી જોઇ નથી સમજી જાવ કાડાભાઇ સમજી જાવ...

(કાળો આંખો ચોળતા ચોળતા ઉતાવળો થતો કહે)

''અરે શુ કહો છો શેઠ કાકા..??!!

''કાડાભાઇ ટમી જે સાંભડી રહ્યા છો

''એ મુળીયો કોણ...?

''કોણ શુ મેઘાભાઇનો છોકડો બીજુ કોણ

''એતો ખોવાય ગયો હતો ને..? ઇ વળી કયા થી આવ્યો

''ઇ ગમે ના ઠી આવ્યો પણ આવ્યો છે અને એ હવે તમાડી પાહે ઠી જમીન માગી રહયો છે અને તમાડે એને ડાયા ડાયા ઠય ને ડય ડેવી પડશે કાડાભાઇ નકામી બબાલ ઠાય ઇ ઠિક નો કેવાય

''અરે એમ તો કયા થી દઇ દેય તમને ખબર છે ને શેઠ કાકા જમીન માટે તો માથા દેવાપડે તોય કુરબાન છે

''કાડાભાઇ ટમે પછા બોવ હઠિલા હો..કોયનુ માનો નય કેમ...?

''માને કયાથી આ જમીન કાય એમનામ નથી મળી એના માટે મારે માણસાઇ ના દિવા બુજાવ્વા પડ્યા છે અને હવે તમે એમ કહો છો કે મારે જમીન મુળીયાને આપી દેવી જોવે શેઠ તમને બોવ ખબર ન પડે તમે તમારી પેઢી સંભાળો...હુ મુળીયાને સંભાળી લઇશ

''કાડાભાઇ મુડીયા સામે શિંગડુ મંડાય એવુ નઠી હો ભારી લોઠકો આદમી છે મુડીયો ઇ તમાડા શિંગડાને ભાગી નાખશે....એટલે ટમી ઓછા બડ વાડા છો એમ હુ નઠી કહેતો પણ માડુ કહેવાનુ એમ છે કે કાડાભાઇ તમાડી ઉમડ હવે પાકી ગય છે અને મુડીયો જવાન છે એટલે એ મુડીયો તમને પુગવા નહી દેય એવુ મને લાગે છે

''અરે શેઠ કાકા ઇ માઘાના મુળીયાને હુ જડમુળ માથી કાઢી નો નાખુ તો હુ કાળો નય

''કાડાભાઇ ઉટાવડા નો ઠાવ...મડવાની ને માડવાની વાટુ નો કડો ધીડજ થી કામ લો...હેં કાડાભાઇ સમાધાન ઠાય એવુ કાં'ક કડો ને બઢુ શાન્ટી ઠી પટાવી નાખો ને...!!!

''સમાધાન એટલે એ છોકરાને એના બાપનો ગરાહ પાછો આપી દેવો એમ જ ને..?

''હા કાડાભાઇ એમ જ કડો ટમે ઘણા વરહ એના બાપનો ગડાહ વાવ્યો અને આવગ લિધી હવે પાછો આપી ડો એટલે ઝગડો પટી જાય''

''શેઠ તમે તમતારે ઘેર જઇને નિરાતે સુઇ જાવ ઇતો હુ બધુ પતાવી નાખીશ...

''કાડાભાઇ હુ ટમને સમજાવ્વા આવ્યો છુ અને હવે હુ જાવ છુ પણ જાતા જાતા કેટો જાવ છુ કે ઇ મુડીયાની આખ્યુ મા કાઇક નવુ જ જોયુ છે જે બિજાની આખ્યમા કયારેય જોયુ નથી પછી કે'ટા નય કે ટમે મને બરાબર સમજાવ્યો નહી

''હા ભૈંઇ હા...તમે જાવને બાપા...પંચાત પડતી મેલોને..!!

શેઠ ત્યા થી હાલતા થાય છે અને રસ્તે વિચાર કર છે કે

''આ કાડોભાઇ સમજટા નઠી એટલે ઇ મડવાના ઠયા છે કાય વાંઢો નય આપડે શુ કડીયે આપડે તો કાડાભાઇને બોવ સમજાવ્યો ટો હવે એને સમજી જાવુ જોવે

(ત્યા શેઠનુ ઘર આવી ગયુ ત્યા શેઠાણી પણ જાગી ગયેલા એણે શેઠને પુછ્યુ)

''અરે શેઠ આ રાતના કાળામેહ અંધારામા કયા ગયા હતા

''અરે શેઠાણી શુ વાટ કડુ ટમને ટો ખબડ છે કે હુ અંઢાડા થી કેટલો બઢો બિવ છુ કા'..?ટોય હુ આવા બિહામણા કાડામેહ અંઢાડામા ઓલ્યા કાડામેહ જેવા કાડાભાઇને સમજાવ્વા ગેથો..,! પણ માન્યા નય હો...ભાડેં હિમટ વાડો આડમી કેવુ પડે હો.મે બોવ બિવડાવોં પણ થડક્યો નય...હા.
અરે પણ શેઠ મને વાત તો કરો કે શુ કારણ થી તમે કાળાભાઇને સમજાવ્વા ગયા હતા...?

''લે ટમને ખબડ નથ ઓલ્યા મેઘાભાઇનો ગડાહ કાડાભાઇ એ હડબ નોટો કડી લિઢો તેં એનો ખોવાય ગેલો છોકડો જીવટો નિકડોં અને ઇ બડનકો જવાદડો એના બાપનો ગડાહ પાછો લેવા આવ્યો એટલે હુ કાડાભાઇને સમજાવાં ગ્યો'તો

''ઇ મેઘાભાઇનો દિકરો જીવતો છે તમારા મોઢામા સાકર લ્યો બિચારા મેઘાભાઇનુ બારણુ ઉઘાડુતો રહ્યુ..!!!હાશ મારા અંતરમા ટાઢક થઇ

''શેઠાણી ટમાડી વાટ સાચી કે મેઘાભાઇનુ બારણુ ઉઘાડુ ર્યુ પણ કાડાભાઇનુ બારણુ બંઢ કડી ડેય એવો લોઠકો જવાન છે હો શેઠાણી''

''તે હોય જ ને મેઘાભાઇએ હાલતા ધરતી'ય કદી દુંભવી'તી..?અને તોજ કાળાનેય ખબર પડે કે કોયના બાપનો ગરાહ જડપી નો લેવાય''

''ઢીડા...શેઠાણી..ઢીડા...વાડં હાંભડે વાડંનો કાટો હાંભડે..આપડે વેપાડી વાણીયા આપડે બડીયાની બાધણં મા નો પડાય...સમાઢાન ઠાય ટો કડાવાય નકડ આઘુ રેવાય કાય બોલાય નય...એઇને નિરાતે ઉંઘી જાવ જાગવામા બોવ સાડુ નય જાવ જાવ તમતમાડે સુય જાવ ટમને વાટ કડવામાય સાડાવાટ નય''

''તમે તો શેઠ સાવ બિકણા હો..

''બિવામા સાડુ...બિવામા સાડુ..મને સિખામણ નો આપો ટમને ખબડ નો પડેં

(શેઠને શેઠાણી તો સુય જાય છે પણ કાળાને શેઠના શબ્દો ઉંઘવા દેતા નથી મેઘા નો છોકરો જીવતો આવ્યો એ વાતની નવાય તો લાગી જ પણ આવતાવેત ગરાસ ની માંગણી કરી ઇ વાત કાળાને અકળાવતી હતી કાળો વિચારમાને વિચારમા પથારીમા આળોટતો રહ્યો કાઇ સુજતુ નથી કે શુ કરવુ કાળો વિચાર તો હતો કે)

''અરજણ માથા ફાટલો તો છે જ એ જો મુળીયા ની હારે રે'હે તો મુળો મને માર્યા વિના નહી મેલે માળુ મારા થી થાતા તો થઇ ગયુ અટાણ સુધી તો નિરાત હતી મેઘાની બાઇ પણ ગામ મેલીને ડુંગરોમા રહેવા વય ગય હતી પણ આ નવી બલ્લા કયા થી અવતરી''

(આમ વિચારતો હતો ત્યા કાઇ એ ડેલીનુ બારણુ ખખડાવ્યુ કાળો ડેલી ઉઘાડીને આવકારો આપતા કહે)

''લે અટાણ મા કયા થી ટપકી પડીયો...લખમણ..?!!

''થોડુક કામ હતુ તેં વિહલા પાહે જાતો'તો તેં મનમા થ્યુ કે હાલ્યને કાળાભાઇને ફળીયે આટો મારતો જાવ''

''તેં સારૂ કર્યુને માણહ કાય માણહને થોડો ભારે પડે આવ્યો તે સારૂ થયુ આમે ધણા દિવસે ભેળા થયા...સાચુ કવ આજ અટાણમા જ મને વિચાર આવ્યો હતો કે લખમણને મળવુ છે ત્યા તો તુ ટપક કરતો ટપક્યો નકર હુ તને મળવા આવત હતો''

''તો બોલો તબિયત પાણી તો સારા છેને કાળાભાઇ

''અરે લખમણ તારા જેવા મિતરૂ હોય પછી તબિયત નો શુ ભાર છે કે બગડી શકે...!!?આવ્ય આવ્ય રહોડામા બેયભાઇ બેઠા બેઠા ચા બનાવીને પીઇ કેદુનો હારે ચા નથી પીધો''

(બન્ને રસોડામા જાય છે ચુલ્લા સળગાવીને ચાની તપેલી માડીને પછી કાળાએ વાત માંડી કે)

''લખમણ આ જો ને હમણા તલકચંદ શેઠે વાત કરી કે આલ્યા મેઘાનો છોકરો આવ્યો પણ આવતાવેત મને ધંડી દેવાનુ સરૂ કરી દિધુ...એ છોકરો તો શુ કરી શકે આતો ઓલ્યો અરજણ છેને સાવ નવરોં તે ઇ છોકરાની હારે ફરે છે નકર છોકરાને શુ ખબર પડે..પણ લખમણ હુ કાઇ એના થી ફાટી પડુ એમ નથી...આતો ગામમા માંડ માંડ વાતુ બંધ થય છે તેં ફરીવાર વાત ફેલાશે કે મેઘાનો છોકરો આવ્યો...મેઘાનો છોકરો આવ્યો''

''હા એતો ફેલાશે પણ એમા તમારે દુ:ખી થવાની જરૂર નથી તમારૂ અન્ન મારા મોઢામા હજી ભર્યુ છે...તે'દી તમે મને ન રાખ્યો હોત તો હજી હુ જેલના સળીયા ગણતો હોત આતો તમે મને લાગવગ કરીને છોડાવ્યો એ કાઇ હુ થોડો ભુલી જાવ..તમતમારે મારા જેવુ કામ હોય તો કહેજો,,,હા''

''કામ તો તમારૂ હવે પડશે એવુ મને લાગે છે કેમ કે અરજણીયો શેઠની પેઢીયે આવીને ધમકી તો દઇ ગયો છે અને શેઠ તો અડધી રાતે આવીને મને જગાડીને વાત કરી છે એટલે ઇ અરજણીયાને એકાદવાર પરચો બતાવ્વો પડશે પણ તુ ચિંન્તા કરીશ નહી બનશે ત્યા સુધી હુ જ એકલો જ લડી લઇશ પણ વધારે પડતુ થશે તો તુને વાત કરીશ''

''સોક્કસ વાત કરશો કાળાભાઇ તમારૂ ઋુણ સુક્વી ને હુ ભાર મુક્ત થાવ''

''જો લખમણ કોઇ ની હારે બને ત્યા સુધી હુ ઝઘડો કરતો નથી પણ કોઇ હાલતી ઘાણીમા કોસ ભરાવે ત્યારે કઇક કરવુ પડે''

''હા ઇ તમારી વાત સાચી પછી તો કઇક કરવુ જ પડે હો ભાઇ નહીતર રોજ રોજ ખોટે ખોટા કવરાવ્યા કરે એના કરતા એકવાર ચમત્કાર બતાવી દેવાય કે ખો ભુલી જાય''

''ઇ હમણા નહી પણ મને જયારે સામે આવીને ધમકી આપે એટલે એને પેલા જ કોળીયે માખ્ય લાવી દેવી છે''

''કાઇ વાંધો નહી કાળાભાઇ તમતમારે બે ધડક થી કહી દેજો હુ હથીયાર સજાવી તૈયાર જ રાખીશ..લ્યો ત્યારે હવે હુ જાવ નકર પાછો વિહલો કયાક ચટકી જાહે''

(આમ કહીને લખમણ તો જતો રહ્યો અને કાળાને વળી પાછો વિચારો એ ધેરી લિધો)

*** *** *** *** ***
(બરાબર સુરજમારાજે કોર કાઢી અને ધરતીને અંધકારમા થી ઉજાસમા લાવીને લિલા પીળા ને સોનેરી રંગ સજાવીને માનવીની નજરે દેખાતી કરી એવા સમયે શેઠ ગામના પાદરે પારેવાને ચણ નાખી ને પાછા ફરે છે ત્યા શેઠની નજર બે ઘોડેશ્વાર પર પડી આઘે આઘે થી ધુંધળા દેખાતા અને ધુળ ઉડાડતા બે ઘોડેસ્વાર હાલ્યા આવે છે ત્યા જ શેઠના અંતરમા કારમા વાઢ દેવાય ગયા કે આજ નવા જુની થાશે...શેઠ ઉભા રહ્યા ઘોડેસ્વાર નજીક આવ્યા અને બરાબર ઓળખાયા એ ઘોડે સ્વાર એટલે અરજણભાભો અને મુળુ હતા શેઠે સાવ પાસે આવ્યા એટલે રામ રામ કર્યા અને બોલ્યા)

''વાહ ડે વાહ...અડજણભાઇ ટમી તો ભાડેં જાગવા વાડા હો...અટાણ મા ઉભા ઠયને ઘોડા ખેલવ્વા નિકડી ગ્યા પણ આમ અટાણ અટાણમા કયા જાવશો ઇટો કોં

''શેઠ તમને ખબરતો છે કે અમે કાળીની કાણેં જાઇ છઇ તો પસી શુ કામ પુછો છો

''લ્યો કડો વાટ જીવતા માણાહની કાણેં કોઇડી કાઇ જાટુ હશે...ટમી તો ભાડેં ઢોંગીલા હો અડજણભાઇ..લ્યો ટયાડે હાલો આપડે ફડીયે ચા પાણી પીયને પછે જાવ હાડુથ્યુ અટાણમા આવ્યા ટે...મને એકલાને ચા ઉગે નય હો કા'ક હારે પીવા વાડો હોય તે મજા આવે...

''અરે શેઠ ચા બાની વાતુ મેલો અમારે મોડુ થાય છે અટાણે લાભ ચોઘડીયુ હાલે છે એટલે અમને ખોટી કરો મા અને જાવા દયો

''લે ટમી વડી ચોઘડીયુ ક્યાડે જોટા સિખીગ્યા માડું આટો નવાય લાગે એવુ કેવા'ય ચોઘડીયા તો સાઢુ ભરામણ જોવો આપણને એમા નો ખબડ પડે હો અડજણભાઇ...!!!??ઇ ચોઘડીયા બોઘડીયાની વાટું એકકોરં મુકોને હાલો ઘેર જાઇ...પછી કાડાભાઇ પાહેં જાહુ હુ'ય હારે આવીહ..

''( મુળુ કહે છે)શેઠ કાકા અમને મારગ દયો અમારે મોડુ થાય છે તમારે નથી આવવુ તમે શાન્ત માણસ કહેવાવ તમારા થી ઇ નહી જોવાય

''મુડુ ટને નો ખબડ પડે ટુ નાનો એવો છોકડો છો..(અરડણ સામે જાતા શેઠ કહે)કાં અડજણભાઇ..,આમ જો મુડુ બે તપી ગયેલા ભેડા ઠાય એટલે ભડકો ઠાય ત્યારે પાણી નાખવા વાડો જોવે ને...?

(અરજણભાભો કહે)જુવો શેઠ અમારે ભડકો નથી કરવો અમારે તો અમારો હક્ક જોઇએ છીયે મુળુને મુળુના બાપનો ગરાહ પાછો આપી દેય એટલે ભયો ભયો

''હા ઇ તમારી વાટ હાસી પણ કાડોભાઇ એમ ટમી જાહો ટો માનશે નય મે એને અડધા બડધા ટો મનાવી લિઢા છે ઠોડાક ડી ખમી જાવ એટલે પુડે પુડા મનાવી લવ

''અરે શેઠ કાકા મુકોને પંચાત્ય હવે અમારી સહન શક્તીની હદ પુરી થઇ ગઇ છે એટલે હવે કાંતો કાળો નહી ને કાંતો હુ નય(મુળુ એ ટાટકતુ જ કહી દિધુ)

''એ અડજણભાઇ ટમી ઠડેલી બુઢ્ઢી વાડાં કે'વાવ આ છોકડાને ટાઢો પાડો...બોવ ઉતાવડો ટાડો બાપુ ટો કેવો ડાહ્યોને ઠંડો હટો ટ્''ટો બોવ ટેજાડો

(શેઠને લાગ્યુ કે આ હવે માને એમ નથી એટલે શેઠે ઘાય બદલાવીને કહ્યુ કે)

''ટો એમ કડો હાડો હુ હાડે આવુ લ્યો..પણ ટમી બોવ તપટા નય...કાડોભાઇ અને ટમી બેય સડખો થઇ જાહો તો બે ટપેડા ભેડા ઠાય એટલે ટણીખા ઝડે ટમે ભાડે કડી હો બાપલા
(અરજણભાભો કહે)શેઠ તમે ચિંતાન કરો સહુ સારાવાના થશે
(આમ કહી ને બન્ને એ ઘોડા હાક્યા આગળ ઘોડાને પાછળ શેઠ આવ્યા કાળાની ડેલીયે શેઠ તો આગળ જઇને કાળાને સમાચાર આપતા કહે)

''કાડાભાઇ...અડજણભાઇને મુડુ આવ્યા છે...આવકાડો આપો
(કાળો તો નામ જેવા ગુણ વાળો હતો ઇ આવકારો આપે..!એણે તો અરજણભાભાને અને મુળુ કઇપણ બોલે ઇ પેલા જ કહી દિધુ કે)

''એ અરજણ હવે અરણીના ઉખેળવામા કોઇ માલ નથી કેમ કે જમીન મુળીયાના કે એના બાપ મેઘાના ખાતે નથી અને તમારા જેવાની ધમકી થી ડરીને પાછી આપવાનો નથી એટલે આવ્યા ઇના ઇ મોઢે પાછા વયા જાવ નકર મારે કોઇ બીજુ પગલુ લેવુ જોહે

''મારા બાપનો ગરાહ કોઇ કાળે હવે હુ તને નહી ખાવા દઉ એના માટે મારે કદાચ મરવુ પડે તોય કુરબાન છે બાકી હવે તુ મારી જમીનમા હળતો નહી જ હાકી શકે

''અરે તારો બાપે મારૂ કાઇ બગાડી નથી શક્યો તો તુ શુ ગણત્રી મા અને આ અરજણ ઉચો નિચો થાય છે પણ મારી જપટે ચડ્યો એટલે હતો નોતો ન કરી નાખુ તો હુ કાળીયો નય...હા

''કાળીયા...!બોલતા પેલા વિચાર કરજે કે તુ કેટલો દગાખોરી છો એક માણસે તારા પરસવિશ્વાસ મેલ્યો એને તે દગો દિધો
(શેઠે વાતને હાથમા લેવાની કોશિશ કરતા કહ્યુ)કાડાભાઇ હડવા ર્યો ઇ ટમાડે ઘેડ આવ્યા છે એની હાડે આવુ વડતન નો કડાય
તમે એકનોરા રયો શેઠ લઇને તમને કયાક લાગીભાગી જાહે...
(શેઠને લાગ્યુ કે આ બેય બળીયા કાય મારા હાથમા રહેશે નય એટલે એણે જીવાના ઘર ભણી દોટ દિધી અને જીવાના ફળીયામા જીવો ખાટલો ઢાળીને બેઠો હતા ત્યા જઇને હાફતા હાફતા કહ્યુ)

''જીવાભાઇ ઝટ હાલો નકડ આઘડીયે બાજી બગડી જાહે
''અરે પણ શેની બાજી બગડી જાહે...પેલા ચ્વાછ ઉતારીને વાત તો કરો

''જીવાભાઇ ચ્વાછ ઉટાડવા ખોટી થાહુ તો ન્યા ચ્વાછ બંઢ ઠઇ જાય એમ છે...જોડા પેર્યા વગરના ડોટ દો

''પણ કયા

''કાડાભાઇને ફડીયે

''પણ કાઇ કારણ તો હશે ને...?

''હા...હા....કાડણ તો ઓલ્યો મેઘાભાઇ નો મુળુ અને અડજણભાઇને કાડાભાઇ તણેય બાધી પડ્યા છે ઉટાવડા ઉટાવડા હાડો...જીવાભાઇ

(શેઠ અને જીવો બન્ને આવે છે શેઠ કહે)

''જીવાભાઇ...!?જો જો ભેડા નો ઠય જાય નકર પાછા નોખા નય પડે....આડા પડો જીવાભાઇ...આડા પડો એકડમ ધોડો
(જીવો બન્નેની વચ્ચે પડે છે અને ટાઢા પાડે છે શેઠ અને જીવાએ બન્ને ને સમજાવીને શાન્ત કર્ય અને અરજણભાભાને અને મુળુને ત્યા થી લઇને નિકળી જાય છે પણ જતા જતા મુળુ એ કાળાને ધમકી આપી ને કહ્યુ)

''કાળા તે મારા બાપનો ભાઇબંધ થઇને દગો દિધો એ તને ભારે પડશે હુ તને મુકીશ નહી તારે રહેવુ હોય એમ રહેજે અને હા મારી જમીન સામે આંખ ઉચી કરીને જોયુને તો તારા ડોળા કાઢીને તારા હાથમા આપી દઇશ

''અરે તુ જીવતો રહીશ તો મારા ડોળા કાઢીશને...?તારૂ મોત હાથ વેંત મા દેખાય રહ્યુ છે

(આમ બબડતા બબડતા નોખા તો પડ્યા પણ કાળાના પંડ્યમા ભય પેસી ગયો વિચારવા લાગ્યો કે માળો મુળીયો છે બળુકો મને કયારેક ભારે પડશે એ વાત નક્કી છે હવે તો મુળીયાને ઠેકાણે પાડીશ તો જ હુ બચીશ...હાલ્યને જમીન પાછી આપી દઉ...!!વળી પાછો વિચાર આવ્યો કે જમીન પાછી આપી દઉ તો તો મારી આબરૂ શુ...માળી આ આબરૂ મને મરાવી નાખશે..
હવે જે થાય તે હવે નમતુ તો નથી આપવુ ભલે હવે થાવુ હોય તે થાય)

*** *** *** *** *** ***
(શેઠ ની પેઢી ના પગથીયા પર પગ મુકતાવેત તો શેઠ થડા માથે થી ઉભા થઇ ગયા અને આવનારને પ્રેમભિના શબ્દો એ નવરાવી નાખતા બોલવા મંડીયો)

''આવો નાઠાભાઇ...!!આણીકોડ વયા આવો આ પાઠડેલા પડ બેહી જાવ.(નાથોભાઇ પાથરણા પર બેઠા પછી શેઠે કહ્યુ)..ટમી ટો કેડુના ડેખાટા નઠી હમણા કેનીકોડં વયા ગયા ટા..મને ખબડ છે ટમી ક્યા ખોવાય ગ્યા ટા... ટમે ટો સમાઢાન ના કામ કડો છો...બોવ હાડુ બોવ હાડુ સમાઢાન નુ કામ બોવ હારૂ કોય એકાબીજા થી આધા રેય એને ભેગા કડવા ઇ તો ભગવાનનુ કામ કે'વાય...નય નાઠાભાઇ...?

''તમારી વાત સાચી છે શેઠ પણ એમા ધરમ શંકટ બહુ જ આવે હો

''ઇ'ટો આવે જ ઢડમના કામ મા ઢડમ સંકટ ટો આવે જ
પણ ટમી ઇ ઢડમ સકટ થી બીવો નય કાં નાઠાભાઇ...?અને હા સમાઢાન કડવા જાઇ ટો અકાબિજાના વહમાં શબડો ટો કે'વા જ પડે એટલે એકાબીજાને રીંહ પણ ચડી જાય અને કયાક કયાક તો બાઢવુય પડે...પણ ટમી બાઢવા થી બિવો નય કાં...?

''પણ શેઠ મને વહેમ પડે છે કે તમે હુ આવ્યો કે સમાધાન ની વાત કેમ માંડી દિધી ઇ તો કહો...?

''ટમી તો ભાડેં વડતુકણા હો નાઠાભાઇ વાટ માઠે ઠી વડટીગ્યા...

''શેઠ વાત તો કરો શુ વાત છે..?

''કવ છુ આધડીયે કવ છુ....એ વાટ જાણે એમ છે કે મેધાભાઇની જમીન કાડાભાયે ખાટે ચડાવી લિધી હવે મેઘાભાઇનો ડીકડો મુડુ આવીને માંગણી કડે છે અને કાડોભાઇ આપટા નઠી એટલે જ્યા ભેડા ઠાય ન્યા આફડી પડે છે...ટો ટમી ઇ નુ સમાઢાન પાડી ડો ની

''મેઘાનો છોકરો જીવતો છે..?

''હા હા જીવટો ટો છે પણ ભાડી બડુકોય છે

''અરે પણ શેઠ મને હજીય વિશ્વાસ નથી આવતો કે ઇ છોકરો જીવતો છે કયારે આવ્યો હુ તો હમણા બહાર ગામ ગયો હતો...

''ટમાડે ગામની સંભાડ ક્યા રાખવી છે
''પણ શેઠ હુ શુ કરુ કયાકને કયાક ડખ્ખા હોય જ એટલે ડામવા તો જાવુ જ પડે ...?

''ટો આ મુડુનો અને કાડાનો ડખ્ખો ભેડાભેડ ડામી નાખો

''પણ કાળો માનશે..?

''હા નાઠાભાઇ ટમાડુ માનશે...!!

''નય માને તો મારે કાળા હારે વાંધો પડશે..!

''નય પડે હુ કવ છુ કે કાડોભાઇ માની જાહે

''તો કાલ જોઇ છયે શુ થાય છે

''નાઠાભાઇ ટમી એકલા નો જાતા પાચ માણસનો પંચ લેટા જા જો

''પાચ મા એક તો તમારી ગણત્રી કરૂ છુ...

''મને રે'વા ડો...કાડાભાઇ વખટ છે ને ધખે તો..?

''અરે હુ હારે છુ ને તમને કાઇ બોલે,,,!તો તો કાળાનુ મો કાળુ કરી નાખુ

''સાડુ લ્યો નાઠાભાઇ હુ આવીશ

(સવાર સવારમા શેઠ અને નાથોભાઇ પહેલા તો મુળુ અને અરજણ પાસે જાય છે જઇને વાત કપતા નાથાભાઇ કહે કે )

''જો મુળુ હુ એક એવો માણસ છુ કે કોઇ ને મન દુખ હોય અને નોખા નોખા રહેતા હોય ઇ મારા થી જોયુ ન જાય એટલે તારી પાસે આવ્યા છીયે અને કાળો માની જાય તો સમાધાન કરી નાખવુ છે ને...?

''હા...હા...એમા મને પુછવાનુ ન હોય તમ જેવા વડીલો વચ્ચે પડે અને સિધ્ધુ થઇ જાતુ હોય તો અમારે કાઇ બાધવાનો શોખ નથી તમ તમારે સમાધાન પાડી દિયો

''અને અરજણભાઇ તુ આ છોકરાને સમજાવ્ય આમ ઉતાવળ્યુ પગલુ ન ભરાય અને તુ કાળાને ઓળખસને એ ગમે એવુ આકરૂ પગલુ ભરતા વાર કરતો નથી લઇને કયારોક આ છોકરાને જોખમી દેશે

''એટલે જ તો હુ એની હારોહાર રવ છુ નાથાભાઇ...?એનો વાળ વાંકો થાય તો હુ મારો પ્રાણ આપવામા પાછીપાની નહી કરુ

''પણ હુ એમ કહુ છુ કે ઝઘડો કરવાથી ફાયદો તો થવાનો નથી જ

''હા ઇ ટમી હાચુ બોલીગ્યા નાઠાભાઇ કજીયો બેયનો નાશ કડે

''પણ કાળો માનતો જ નથી એનુ શુ(અરજણે કહ્યુ)

''ઇ તો હુ મનાવી લઇશ

''નાથાભાઇ મને નથી લાગતુ કે કાળો માનશે

''નહી માને તો કાળાનો અધર્મ કહેવાશે...તો પછી જીત મુળુની થશે...

(રસોડા મા થી બહાર નિકળતા મુળુ ના મા કહે)

''એ આવો નાથાભાઇ...આજ મારી ઝુપડી પાવન કરી...આ જુવોને ભાઇ અમારી માથે માછલા ધોવાણા આ કાળાએ અમને હેરાન હેરાન કરી નાખ્યા વિહ વિહ વરહ થી અમે રાન્ય રાન્ય ને પાન્ય પાન્ય થઇ ગયા...હવે તમે જ કઇક ઉકેલ લાવો...નાથાભાઇ...!!!તમારી જેવા સમજણા માણસ આમા પડે તો સુખદ અંત આવે...અને તમારા ભાઇનુ શુ થયુ ઇ'તો હજી સુધી સમજાણુ નથી એનો વચવચો કાયમને માટે રહી ગયો છે

''તમે ચિંતા કરશો નહી હુ કાળાને સમજાવીશ...અત્યાર સુધી તો કાળા ને એમ હતુ કે હવે મેઘાની આગળ પાછળ કોઇ નથી એટલે માનતો ન હતો પણ હવે તો એને પણ નક્કી થઇ ગયુ હશે કે હવે ગરાહ નો હક્કદાર આવી ગયો છે...(બુટ પહેરતા કહે છે)લ્યો ત્યારે હવે હુ જાવ છુ અને પાચ સમજણા માણસ ને લઇને કાળા પાસે જઇશ....હાલો શેઠ...?
''(શેઠ ઉભા થતા કહે)જે શી કડશ્ના...જૈ શી કડશ્ના..

(નાથોભાઇ અને શેઠ જતા રહે છે)

*** *** *** *** *** *** ***
''કાળાભાઇ...!શેઠ અને નાથાભાઇ સવાર સવાર મા કયા ગયા હશે....(લખમણે આવતાવેત કહ્યુ)

''પેલા નિરાતે બેસ તો ખરો...શેઠ હારે હતા એટલે માની લેવાનુ કે એ મુળીયા અને અરજણ પાહે ગ્યા હશે..અને નાથાને સમાધાન કરવા સિવાય કામધંધો છે..?ઘરનુ ખાવુ ને ઘરનુ પીવુ અને ગામની આંખ્યે થાવુ ઇ એનો ધંધો છે...

''તો તો ઇ તમારી પાસે આવ્યા જ સમજો

''તેં હુ કાય નાથા થી ફાટી પડતો નથી ચાર વાર આવી ગયો તો ભલે પાચમી વાર થઇ જાય....ભલે આવે પણ મારે તો મારા મનમા ગોઠવેલુ છે ઇ જ કરવાનુ છે

''શુ ગોઠવ્યુ છે...?વાત તો કરો...!?જે ગાઠવ્યુ હોય તે એકલા એકલા નો કરી નાખતા અમારા જેવાને વાત કરજો

''આ વખતે એવુ ગોઠવ્યુ છે કે મને પણ ખબર પડે કે કોણ કોણ મારા સાચા ભાઇબંધો છે અને કેટલા મારા ખાલી દેખાવ પુરતા મિત્રો છે

''અરે ખાલી જરાક અમથો કઉકો કરજો આ ભાઇડો મરવા માટે તૈયાર છે..!!!

''અરે આપણે મરવાનુ ન હોય આપણે તો મારવાના હોય મારવાના...!

''તો કાળાભાઇ તમે કહો ત્યારે રંગલો જમાવી દઇએ

''પેલા નાથાને આવી જાવા દે...શુ કહે છે..ઇ ખબર તો પડે...મને લાગે છે કે અરજણીયો હવે બુઢ્ઢો થઇ ગયો છે બરાબર કાર કરે એમ છે નહી એટલે નમતુ જોખી લેહે તો જ નાથાને બોલાવ્યો હશે અને કહ્યુ હશે કે...ભલા થઇને કાળાને કહોને વળી મુળુને અડધી ફડધી જમીન આપી દેય...પણ અડધી તો શુ પણ અડધો વિઘોય આપવી નથી જમીન શુ કાય રેઢી પડી છે

''તો તો આજ અડધી માંગે ને કાલ તો ઇ બધી માંગશે એટલે આવે એટલે એવુ નાળ્યમા નાખી દેજો કે તમારા ઘર સામુ જોવે જ નય

''લખમણ તુ મને સિખવાડં ને હુ એને કહુ ઇ કાઇ થોડુ બને હવે તુ જોતો ખરો એની કેવી નાળ્ય ફાડી નાખુ છુ

''પણ મારી ફરજ છે ને તમને કહેવાની....પણ તમે તો કાળાભાઇ કાયમ આગળ જ હોવ છો બુધ્ધિમા તમને કોઇ ન પુગે..,હા

''બુધ્ધિ વિના કાય આટલી બધી જમીન થોડી થાય..નહીતર તને ખબર તો છે કે મારા બાપનો ગરાહ કેટલો હતો...?સારેલા ખોરડા થાય એટલી જ જમીન હતી અને આજ જોતો ખરો સિમ વાળી લિઘી છે...પણ મેઘાની થોડીક વધારે વળાઇ ગઇ છે

''હાલો ત્યારે હુ હવે જાવ કયાક નાથોને એની પંચની ટોળકી આવી જાહે તો મારૂ નામ તમારી હારે ચડાવી દેશે

''હા.,,ભાગ્ય...ભાગ્ય...તારી જેવા બિકણા થી કાઇ ન થાય....કઇક મેળવ્વા માટે કઇક ગુમાવ્વુ પડે છે...આ જો મે માન મર્યાદા આબરૂ ઇ બધુ નેવે મુક્યુ ત્યારે આટલો બધો ગરાહ ચાહ મળ્યો....અને હા....આબરૂ...કિમત ને ખાનદાની ને કાય થોડી ખવાય પણ જમીન હોય તો છોકરાવ ને ખતરોડીને ખાવા થાય

''પણ કાળાભાઇ હેઠા જોયુ તો થાય હો...

''હેઠા જોયુ કોને થાય ઇ તને ખબર છે લખમણ..??જે ખાનદાની ને સાચવ્વાનુ વિચાર્યુ હોય એને....આપણે તો લાજ સરમ ને નેવે મુકી દિધી પછી હેઠુ જોવાનુ આવતુ જ નથી....હેઠા જોયુ કોને થાય જેને કો'કની પાહે લાંબો હાથ કરવા જાવુ પડે...! એ...ય આમતો જો જેને સો સો વિઘાની લિલી વાડીયુ લહેરાતી હોય એને હેઠા જોયા થાતા હશે...કેવી ગાંડી વાત તેં કરી નાખી

''ભાઇશાં'બ હુ જાવ છુ હુ તમને નો પુગુ

(લખમણ ગયો કે કાળાની ઘરવાળી આવીને કાળાને ઠપકો દેવા મંડી)

''તમે નાથાભાઇ સરખો જવાબ દેજો...નાથાભાઇ જેવો લાખેણુ માણસનુ મોઢુ તોડી લેવા થી પાપનો પાર નહી રહે...એ ન ભુલશો કે નાથોભાઇ ભગવાનનુ માણસ છે અને ઇ ક્યા પોતાના માટે કાઇ કરે છે ઇતો બે માણસ વચ્ચે ની કડવાટ્ય મા મિઠપ ભેળવ્વા બે શબ્દો સાચા કહી નાખે છે આવા માણસની નાળ્ય ફાડી નાખવાની વાતુ કરતા તમને ભોઠપ નથી લાગતી....હવે ભોઠા પડો ભોઠા....ભુંડા લાગો છો ભુંડા

''લે...મારી ભુંડપ તને આજે જ દેખાણી મારી ગળથુથી માજ ભુંડપના ટીપા પાડેલા છે એનો સ્વાદ કાઇ થોડો જાતો હશે

''છોકરા ઓના મુળીયા ઉંડા નાખવા માટે કઇક ધરમના કામ કરો ધરમના અને કાલ આયખુ પુરૂ થાહેને મોત મોં ફાડીને ઉંભુ રહે છે ત્યારે મર્યા માથે માણસો થુ થુ કરીને થુકશે

''ઇ પછી મારે ક્યા જોવુ છે

''તમારે નથી જોવુ પણ મારે તો જોવુને...તમારા મરણ વાહે લાપસીના આંધણ મુકાઇ એની સુગંધ ગામ આખામા ફારાહે ત્યારે મારૂ કાળજું કપાહે...ધણી હવે ખમીયા કરી જાવ અને નાથાભાઇ જેવાની આબરૂ માથે ધુળનો ઉડાડો

''હવે તુ તારૂ કામ કરને જા જા ફળીયુ બળીયુ વાળવા મંડ
આઘડીયે નાથા ટોળી આવશે....અને આવે ત્.ારે ઇ નાથ્યાના પગ ધોઇને પાણી પીય જા જે તેં તારો બેડો પાર થઇ જાય...માળી મને સિખામણ દેવા આવી રાજ હરીચંન્દ્રની દિકરી

''તમને તમારા પાપ પુગશે બિજુ શુ.,,!

''પાપ ભલે મને શુળીયે ચડાવી દેય....દિ'બગાડ્યો..!!!

''અને તમારા ભાઇબંધોય બધા કુંભકરણના પેટના કોઇ સાચુ સમજાવતા જ નથી.,.બધા ભલે..,ભલે...કરવા વાળા જ છે નખોદિયા...

(આમ બબડતી બબડતી બાઇ જતી રહી)

*** *** *** *** *** *** *** ***

''એલા માલોભાઇ ઘર છે કે (સાકળ ખખડાવતા નાથાભાઇ એ કહ્યુ

''કોણ નાથાભાઇ!!!આવો આવો નાથાભાઇ આ જુવોને ઘેર જ છુ ખેતરે આટો મારવા જાવુ છે પણ છાસુ પીયને જાવ(જમીને)એવુ વિચારતો હતો ત્યા તમે આવ્યા(ખાયલો ઢાળતા કહ્યુ)બેહો બેહો નાથાભાઇ આજ જાજા જમણે આવ્યા

''સાચી વાત માલાભાઇ મારા કામની તમને ખબરતો છે માલાભાઇ..દુનિયામા હોળા મટતા જ નથી પાયની પેદાસ નહીને ઘડીકની વેંલાય નહી એવુ છે મારૂ

''વળી પાછો કયા હોળો જાગ્યો...????

''આ જુવોને આલ્યા મેઘાના છોકરાએ કાળા સામે બાંયુ ચડાવ્યુ

''અરે પણ મેઘાના છોકરાને મે કાલે જ જોયો જવાન જોધ થયો છે કાઇ...અસલ બિજો મેઘો જ જોઇ લ્યો...નક્કોર આદમી છે નક્કોર

''તે કાળીયો વળી કયા ભુંભલુ છે

''હવે ભુંભલુ હોય કે નકોર પણ આ વખતે કાળાનો પગ જ ભેંસના શિંગડામા નથી આવી ગયો પણ ડોકુ આવી ગયુ છે હવે સમજી જાય તો સારૂ નકર કયાક મરી રે'શે...માળો બુધ્ધિ વગરનો..!!!

''તો પછી એના ભાગ્ય એમા આપણે શુ કરવાના

''અરે શુ કરવા ના શુ આપણે પાચ જણા નુ પંચ જઇને એને સમજાવિયે અને નો સમજે તો આ વખતે થોડોક ધમકાવ્યે બિજુ છુ

''એમ ઇ આપણો ખાંડો જાય એવો નથી

''અરે...માલાભાઇ એમ પાણી મા બેહી જાવા થી કાઇ નહી થાય

''અરે ઇ હુકળીયો આપણને બોલવાય નહી દેય અને મને તો બિક છે કે આપણે કઇ વધારે બોલશુ એટલે એ આબરૂ પાડ્યા વિના નહી રહે ઇ લખી રાખશો....હા

''હવે ઇ શુ આબરૂ પાડતો'તો

''નાથાભાઇ જેને આબરૂની પડી ન હોય ઇ ફાવે એમ બોલીને ગામ ભેળુ કરશે ને ગામ વચાળે આબરૂના કાકરા કરશે

''હવે ઇ જોયુ જાહે બિજુ શુ પણ આ વખતે એને પુરે પુરો પાઠ ભણાવ્વો છે...! નહીતર ઓલ્યો અપજણ અને મુળીયો એના પિછડા ખેરી નાખશે ઇએ પાક્કુ જ છે

''તો નાથાભાઇ હુ તો એમ કહુ છુ કે એના પિછડા ખેરી જ નાખવા દો ને તેં કોઇનુ નામજ કયારેય ન લેય

''તારી વાત સાચી છે માલાભાઇ પણ આપણા થી થાતુ કરી લેવુ જોઇએ પછી તો કાળો છે ને અરજણ ને મુળો છે...શેઠને સમાધાન કરાવી નાખવાની બહુ કાળજી છે તેં એકવાર કાહટી કરી લઇએ પછી એના ભાગ્યભડે

''આપણે તો એના સારા માટે મહેનત કરીયે છીયે પણ ઇ અભાગ્યાને ખમ્મા કહીયે ત્યા મર્ય લાગે એનુ શુ કરવુ

''હવે મારે વધારે ખોટી નથી થાવુ તમે ઘર ભગી આવો ત્યા હુ શેઠ ને અને બિજાને ભેળા કરી રાખુ છુ આપણે આજે જ જાવુ છે

''હા...તો...હુ હમણા જ આવુ છુ

(આમ કહીને બન્ને છુટા પડે છે...અને નાથોભાઇ શેઠનિ દુકાને જાય છે ત્યાથી શેઠને હારે લઇને ઘરે આવે છે અને છોકરાને હરસુર ને અને દેવાભાઇ બોલાવા મોકલે છે...હરસુર અને દેવો આવી ગયા પછી માલાની રાહ જોવે છે એવામા શેઠને રહેવાતુ નથી ઇ વારે વારે ઉચાનિચા થાય છે ત્યારે શેઠનો હાથ પકડતા નાથો કહે છે)

''શેઠ ભાઇ શુ ઉચા નિચા થાવ છો નિરાતે બેસો આઘડીયે માલોભાઇ આવ્યો સમજો

''નાઠાભાઇ હુ ટમને પાક્કુ કય દવ કે નય આવે ઇ માલાભાઇ નય આવે બોલો...માલાભાઇ રમટીયાડ છે ટમી જો જો નય આવે

''અરે શેઠ મને ભરોસો છે આઘડીયે આવ્યા સમજો

''એ બેહી રયો આખો ડી બેહી રયો...ટમટમાડે....બડક્યા વગડના નય આવે

''અરે શેઠ જરાક વાટ તો જોવી જોઇએ કે નહી

''ટે વાટ જોવાની હુ ક્યા ના પાડુ છુ પણ ઇ ન આવે એટલે નય આવે....

(માથે પાઘડી ને ખંભે કેડીયુ અને હાથમા કડીયાળી લાકડી માલાભાઇ આવ્યા બધાને રામ રામ કર્યાને શેઠના ખાટલે બેઠા શેઠ કહે)
''માલાભાઇ કેમ મોડુ કડ્યુ''
''શેઠ..!!!સાચુ કહુ..?''
''હા...હા...સાચુ જ કહેવાનુ હોય...!!ટમટાડે કય નાખો''
''મારુ મન નથી માનતુ''
''કેમ વડી ટમાડુ મન નઠી માનટુ''
''શેઠ તમને ખબરતો છે જ કે કાળો કેવો જગતો તિખારો છે''
''ટમાડી વાટ એકડમ સાચી પણ ટીખાડા સામે ટમે ટીખાડા નો ઠઇ જાતા....હા''
(વાતને ત્યાજ સમાપ્ત કરતા નાથો કહે કે)''હવે મેલોને પંચાત્ય સો વાતની એક વાત કે આપણે કાળા પાસે જાવુ છે એટલે જાવુ છે....પણ તમે બધા એટલા બધા ઇ કાળીયા થી સુકામ બિવો છો અને હા ઇ કાય સાવજ દિપડો તો નથી કે બટકુ ભરી જાહે''
''તો પછી હરીનુ નામ લઇને થઇ જાવ ઉભા''(માલાએ કહ્યુ)
(પાચે જણા ઉભા થાય છે અને નાથો માલાને કહે)
''આપણે કાય કાળાની હારે ધિંગાણો નથી ખેલવો કે આ લાકડી લિધી છે મુકી દે મુકી દે વળતા લેતો જાજે''
''નય હો ભાઇ લાકડીતો મારી ભેળી જ રહે છે''
''માલાભાઇ મુકી દ્યો લાકડી...લઇ ને કાડાભાઇને ખોટુ લાગી જાહે કે માલો તો માડી હાડે બાઢવા આવ્યો ટો''
(આમ ઠિંગા ઠોળ્ય કરતા બધા આવ્યા કાળાના ઘરે કાળો તો વાટ જોઇને જ બેઠો'તો કે નાથો કયારે આવેને કયારે એની પટકી પાડી લવુ પણ પેટમા પાપ રાખીને કહે)
''આવો નાથાભાઇ...માલાભાઇ...શેઠજી...હરસુર અને દેવાભાઇ આજ તો મારૂ આંગણુ પવિત્ર કરી નાખ્યુ..પણ આજ સંપીને બઘા અટાણમા કેનીકોર ઉપડ્યા છે..???''
(ત્યારે શેઠે વાતની સરૂઆત કરી'')
''કાડાભાઇ ટમાડી સુંધી જ(નાથા સામુ જોતા કહે)નય નાથાભાઇ..?!''
''હા...કાળા તારા સુધી જ આલ્યા છીયે''
''લે...મારુ વળી તમારે શુ કામ પડ્યુ...???''
''આ જોને ઓલ્યો મુળીયો''
''મુળળીયાને વળી શુ થયુ''
''મુળીયાને બિજુ તો કાય નથી થયુ પણ પોતાના બાપ નો ગરાહ હાંભર્યો છે એટલે તારા સુધી આવ્યા છીયે કાળાભાઇ...!!')''(નાથાએ કહ્યુ)
''તેં ભલે આવ્યા મારી આખ્યુ ટાઢીયુ''
''તો પછી આપી દે સહી...કાળાભાઇ એટલે વાત પુરી થાય અને કાયમ નો કજીયો ટળે''
''શે'ની સહી નાથાભાઇ કાઇ સમજાણુ નય...!!?''
''તે મેઘાની સહી વાળા કોરા કાગળનો ફાયદો ઉઠાવીને એનો ગરાહ હડફી લેવાની જે ભુલ કરી તે ભુલ કોરા કાગળમા સહી કરીને સુધારી નાખ્ય''
''એ ભુલ મે સુધારવા માટે નથી કરી...હવે આવી ગાંડી વાતુ જવા દો ને કઇક ડાહી ડાહી વાતુ કરો..નાથાભાઇ''
''શેઠ કહે...કાડાભાઇ ગાંડાનો કાઢો મે ટમાડી માઠે વિશ્વાહ કડી ને તમી પૈસા ભડવા આવ્યા ટારે બઢાય કાગડીયો આપી ડિઢા એમા મેઘાભાઇની સહી વાડો કોડો કાગડ પણ હટો એના આઢાડે ટમીયે બઢી જમીન તમાડે ખાટે ચડાવી લિઢી એ તમાડો અન્યાય કે'વાય ખડો હો...કાડાભાઇ''
''શેઠ તમે તમારી દુકાનના કાટની સંભાળ રાખો ન્યાય અન્યાયના કાટાની વાતુ ન કરો''
''કાડાભાઇ આજ હુ ટમને સમજાવ્વા નાઠાભાઇ...માલાભાઇ...હડહુડભાઇ અને ડેવાભાઇ હાડે આવ્યો છુ અટલે સાચુ ટો બોલવુ પડે ને...??''
''હા...તે બોલોને પણ હવે ઇ બધુ પાણા માથે પાણી છે''
''જુવો કાળાભાઇ તમે તો છો ઠરેલ બુધ્ધીના સમજુ માણસ તમને બજા શુ સમજાવે...પણ હુ તમને બે શબ્દો કહુ તે તમારા ગળા હેઠુ ઉતરે તો સ્વીકાર કરશો..જુવો તમે જે કર્યુ ઇ તમે અને મેઘોભાઇ જાણે અમે કઇ જાણતા નથી...પણ શેઠે જે વાત કરી એ જોતા તો તમે અન્યાય કર્યો જ છે અને એ અન્યાય ભરેલુ ડગલુ સુધારવાનો આજ અંતીમ દિવસ માની લેજો...''દેવા એ કહ્યુ)
(વાતમા આડા પડતા હરસુર બોલ્યો)''હા ઇ તમારી વાત એકદમ સાચી છે દેવાભાઇ...ભુલ તો માણસ થી જ થાય ને...???પણ જયારે ભુલ સમજાય ત્યારે સુધારી લેવી જોઇએ''
''તો તમે બધા મને સમજાવ્વા આવ્યા છો એમને પણ હુ માળો એક વેનિલો છુ એનુ શુ''
''એક વેનિલા પણુ અમુક સમયે જતુ કરીને માણસાઇ બતાવ્વી પડે કાળાભાઇ...!!!''(માલાએ કહ્યુ)
''માણસાઇ બતાવ્વા જતા હુ સાવ લુટાઇ જાવ એનુ શુ.. લુટાવા કરતા માણસાઇના દિવડાને ફુકમારીને ઓલવી નાખવો શુ ભુડો''
''કાળાભાઇ બહુ વધારે પડતો સંપતીનો મોહ સારો નહી અને પાપની સંપતી શાંતી તરફ નહી પણ અધોગતી તરફ લઇ જાય છે''(નાથાએ સિખામણ આપતા કહ્યુ)
''નાથાભાઇ કોઇને સિખામણ આપતા તમને શુ મળે છે ઇ જ મને નથી સમજાતુ...નાથાભાઇ આજના સમયમા બિજાને સિખામણ આપવા કરતા ઘેર બેસી રહેવુ સારૂ..અને હા તમારે સિખામણ દેવા સિવાય બિજો કામ ધંધો તો છે નહી,..જયા હોય ત્યા નાથાભાઇ મોર્યના મોર્ય''
''કાળા તારી વાત સાચી છે કે કોઇને સિખામણ આપવા થી મને કાઇ મળતુ'તો નથી પણ કોઇ બે પરીવાર ને અલગ પાડતી વેરઝેરની દિવાલ પાડવાનો સંતોષ મને ઘણુ બધુ મળ્યુ હોય એવો સંતોષ આપે છે''
''(શેઠ કહે)''સાચી વાટ ટમાડી હો નાઠાભાઇ ટમાડી જેવા માનવી ઠકી જ આ ડુનિયા ટકી રહી હશે''
''હા તમારી વાત સાવ સાચી છે આ નાથોભાઇ નો હોત તો આ દુનિયા પડીને પાધર થઇ ગઇ હોત''(કાળે કહ્યુ)
''કાડાભાઇ આવા આકડા વેણ નો કાઢો...પંચનો મોવડી ટો ભગવાનનુ માણહ કેવાય એટલે એનુ અપમાન કરવુ એટલે ભગવાનનુ અપમાન કડવા બડાબડ કે'વાય''
''(નાથા સામુ જોઇનેે કાળે કહ્યુ)આ...નાથા ને તમે ભગવાનનુ માણાહ માનો છો....આ નાથાને ઘરનો રોટલો ભાવતો નથી એટલે બધે ભમતો ફરે છે અને મે'માન મોટુ થાવાનો બોવ શોખ છે એટલે ધોળા ફુલ લુગડા પે'રી ને બધે ભમ્યા કરે છે અને માણસો ને આવી ડાહી ડાહી વાતુ કરીને સમજાવી દેય છે પણ નાથો ભુલ્યો કે આ કાળો છે અને કાળો પોતાના મનનુ જ ધાર્યુ કરે છે અને કોઇ વધારે પડતુ બોલે ને તો આ કાળો પાછો કાળો કેર કરે છે એટલે મારે તમારી હારે વધારે કઇ બોલવુ નથી એટલે તમે હવે નિકળો....હુ અને મુળીયો ભરી પીશુ....''
''તો પછી કાળા તુય મારો ચેલ્લા શબ્દો સાંભળી લે કે તે જે શબ્દો મને સંભળાવીને મારૂ અપમાન કર્યુ છે તે શબ્દોની મારા પર જરાય અસર નથી થઇ કેમ કે આવા કાર્ય કરતા પહેલા કડવા ધુંટડા ઉતારવાની તૈયારી રાખવી પડે છે જે તૈયારી મે રાખી જ છે....પણ તને આવો જવાબ વહમ્યો પડશે જે માણસ પોતાના બાપુનો ગરાસ પાછો મેળવ્વાનુ બિડુ જડપ્યુ હોય તે ગમે તે પગલુ ભરી શકે છે એ પગલુ તને ભારે પડી જશે....તો કાળા તુ તારી તૈયારીમા રહે જે અમે જાઇ છીયે રામે રામ''
(પંચ ત્યા થી નિકળી જાય છે અને મુળુ ત્થા અરજણ પાસે આવે છે મુળુ એ સૌ ને આવકાર્યા પણ સૌના મેશ વળી ગયેલ મોઢા પર થી મુળુ અને અરજણને ખ્યાલ આવી ગયો કે કાળો માન્યો નથી બધા ખાટલે બેઠા પછી નાથાએ જ વાતની સરૂઆત કરતા કહ્યુ કે)
''અરજણભાઇ કાળો તો સાવ ''ના'' ઉપર ગયો છે અને વધારામા મને જેમ ફાવે તેમ બોલ્યો અને મે સહન કરી લિધુ હવે જે કઇ નિર્ણય લેવો હોય તે તમારે લેવાનો છે પણ એક વાતનો ખ્યાલ રાખજો કે કાયદા કિય રીતે તમારો વિજય નથી અને કાળાએ જે દગો કર્યો છે તે રીતે તમારો વિજય થશે પણ વણ વિચાર્યુ કે ઉતાવળ્યુ પગલુ ન ભરશો ભલે કાળીયે અન્યાય કર્યો પણ તમે અન્યાય થાય એવુ ન કરશો...પછી તો તમને ગમે તે સાચુ''
''(અરજણ કહે)''જુવો નાથાભાઇ આ મુળીયા નો આધાર અત્યારે હુ થઇને ઉભો છુ મારૂ વણ વિચાર્યા પગલુ મુળુ ને જ ખરાબ પરીણામ આપે એમ છે એટલે મુળીયાનો બચાવ થાય અને એનો ગરાહ એને પાછો મળે આવુ પગલુ ભરવાનુ છે....તમે ચિન્તા ન કરો નાથાભાઇ''
''અરજણભાઇ...!કાળો કાળા હાથ કરાવશે જ કેમ કે આ મામલો કાઇ નાનોસુનો તો નથી જ સો વિઘા જમીન નો છે...સો વિઘા જમીનનો મોહ કાળો મુકે એમ નથી''
''(મુળુ કહે)કાળો જો મારા બાપના ગરાહનો મોહ ન મુકી શક્તો હોય તો મારા બાપના ગરાહને હુ કેમ મુકી દઉ કાળાને હુ મારો ગરાહને સુખે થી ખાવાતો નહી જ દઉ''
''(શેઠ કહે)''જો મુડુ ટુ ઉટાવડો નો ઠા....અડજણભાઇ ટાડી હાડે છે ઇ કેય એમ ટાડે કડવાનુ સમય આવ્ય સૌ સાડાવાના ઠાશે''
''ઇ સારાવાના થાય કે મોળાવાના થાય બાકી હુ કાળાને છોડીશ નહી હો...શેઠ''
''જો મુળુ તારૂ ચડતુ લોય છે એટલે વધારે પછાડીયુ ખા છો પણ આ કામ મા તારે અરજણભાઇનો નિર્ણય માનવો પડશે તો જ તને સફળતા મળશે''(નાથાએ કહ્યુ)
''(અરજણ કહે)નાથાભાઇ તમે ચિંતા ન કરો હુ એની હારે છુ ને....!!!!''
*** *** *** *** *** *** *** ***
(એલા આજ ઘોડીને વેલા ધરવી રાખજો મારે સવારમા વહેલા ગામતરે જાવાનુ છે આમ પોતાની ઘરવાળીને કહેતા હાથમા લાકડી ને ખંભે ધાબળો નાખીને કાળો ખેતરે રખોપુ કરવા હાલી નિક્ળ્યો આ વાતની ખબર કો'કે અરજણભાભાને પુગાડી દિધી કે કાળો કાલ સવારમા જ ગામતરે જવાનો છે એટલે અરજણભાભાએ મુળુને કહ્યુ કે)
''મુળુ આમ વાત છે''
''તો કરીયે કંકુના બિજુ શુ...કાળાનેય ખબર પડે કે માળો કો'કનો ગરાહ ખાવો ઇ કાઇ નાની માના ઘર નથી''
''તો પછી સવારમા થઇ જાજે સાબદો પણ હુ કહુ એમ કરવાનુ છે...''(અરજણભાભે મુળુને કાનમા વાત કરી કે આમ કરવાનુ છે)
''અરે તો તો કામ થઇ જાય...કાળાને આખો જન્મારો મગજ મા ભે ગરી જાય(ભય બસી જાય)હો અરજણભાભા....!!!!''
(અરજણભાભો અને મુળુ જે રસ્તે કાળો નિકળ્વાનો હતો ત્યા હથીયાર સાથે ઘોડા પર સ્વાર થઇને નદીના ઉંડા ઓકળામા ઝાડના ઝુંડ વચ્ચે સંતાયને ઉભા રહી ગયા અને કાળાની રાહ જુવે છે કે કયારે કાળીયો નિકળે પણ ત્યા તો કાળીયા નિકળ્યો...બરાબર લગોલગ આવ્વા દઇને મુળુ એ પડકારો કર્યો કે)
''અરે તારી જાત્યના કાળીયા હવે ભાગતો નય...ભાયડો થાજે...''
''(સાંભળતાતો કાળીયો થંભી ગયો ને સામે પડકાર કર્યો કે)અરે ભાગે ઇ આ કાળીયો નહી''
(મુળુ અને અરજણે ઘોડાના પડખામા એડીઓ ઠપકારી ઘમમમ કરતી અને બેયના ઘોડા પવન વેગે જેમ તિર વચુટે એમ વચુટીયા અને કાળાને જાણે કાળ આવતો હોય એવુ લાગ્યુ અને વિચાર કર્યો કે)
'' આજ મને આ બેય જણા ભેળા થઇને પુરો કરી નાખશે અને અહી ત્રણ ગામને પરભેટે બા'દુરી બતાવ્વી મોઘી પડશે કોઇ આડોય નહી આવે માટે ભાગ્ય કાળીયા ભાગ્ય...ભાગવામા ડાપણ બહાદુરી અને ચતુરાય છે બદલો તો પછીય લેવા હે આ આંબી જાહે તો અહીને અહી બા'દુરી ફાદુરી પુરી થઇ જાહે...અરે વાટ કોની જોઇ રહ્યો છો ભાગ્ય કવ છુ ભાગ્ય''
(અને કાળીયા અને કાળીયાની ઘોડી ઉપડી ફરેરાટી કરતી મોંર્ય કાળીયો અને વાહે આ બેય કાળજાળ અહવારો....વાહે હાકલા પડકારા થાતા આવે છે)
''એલા ભાગ્ય મા એલા ભડવો થામા એમ ઢિલા થયે કાય ગરાહ નય ખવાય અને કોઇનો ગરાહ પડાવી ખાવા માટે તો માથા આપવા પડે...માથા...''
(કાળીયા એ નક્કી કર્યુ કે સામુ ગામ આવી જાય તો કો'ક ઘરમા સંતાઇ જાવ નક્કર આ બલ્લા મને છોડશે નયે માળે ભારે કરી..જે પાડા ને બીજો પાડો ધકે ચડાવે એમ કાળાને પાટીયે ચડાવ્યો નક્કર સામેનુ ગામ એકાદ ગાવ જ આઘુ હતુ પણ કાળીયાને સો ગાવનુ વેળુ લાગ્યુ કોઇ વાતે ગામ આવતુ નથી અને વાહે આવતા ઘોડાનુ વેળુ(અંતર)ઓછુ થતુ જાય છે આમ થાતા થાતા કાળીયો ઇ ગામ ના પાદરમા દાખલ થયો અને ઘોડીને રમતી મેલીને ઠેકડો મારી ઘર ફરતી કરેલી વંડ( દિવાલ)ઠેકીને ફળીયામા નાના નાના છોકરા ઓને ઠેબે ચડવતોકને ઘરમા ઘુસી ગયો...છોકરાઓની રાડ્ય ફાટી ગઇ અને દેકેરો ચડાવ્યો કે)
''ગાડો આવ્યો ગાંડો આવ્યો અમારા ઘરમા ગરો ગયો....''
(આ છોકરાઓનો દેકેરો સાંભળીને આડેહ પાડોહના માણસો બધા ભેળા થઇ ગયા અને બારણુ ઉઘાડવા જાય ત્યા કાળીયા એ અંદરથી સાકળ ભીડી દિધેલી તેં બારણુ ઉઘડ્યુ નય ત્યા અંદરથી કાળે કહ્યુ)
''ભલા થઇને મને બહાર નો કાઢો હુ ગાંડો નથી પણ પડખેના ગામનો હુ કાળો છુ ઓલ્યા મને મારી નાખશે..''.
(પડખેના ગામના ને તો બધા ઓળખતા જ હોય જયારે આ કાળીયાના કાળા કામ તો આજુ બાજુના ગામ મા રજકણ થઇને ઉડતા જ હતો બધા કહે)
''તુ ઇ જ લાગનો છો એલા કાઢો કાઢો આને બા'ર કાઢો અને ઓલ્યા આવે એને આપી દ્યો...''
''કાળો કે'ય ભલા થૈઇ ને મને બચાવો એને આડા ફરીને પાછા વાળી મેલો...''
(પછી ગામનો ગાજો કાઇ મારવા તો થોડા દેય અરજણભાભાને અને મુળી સમજાવીને પાછા વાળ્યા અને પછી કાળાને બા'ર કાઢીને બધાએ ઠપકો આપ્યો કે)
'' કોઇ વાહે પડે એવુ કામ શુકામ કરવુ જોઇએ''
''કાળો કેય મારી ભુલ થઇ ગય પણ હવે શુ થાય...મારૂ ઘોડુ તો કો'ક પકડીયાવી દો''
(કાળાએ અને ગામના એ પાધરમા ચરતી ઘોડીને પકડીને કાળીયો સ્વાર થઇને જતો રહ્યો...કાળીયો બચી તો ગયો પણ પેટમા ફાળ પડી ગઇ એટલે એકલો એકલો બબડતો જાય છે કે)
''માળા આ મને આંબી ગયા હોત તો મારી તો નાખત જ પણ હવે શુ થાય આજ તો બચી ગયો પણ હવે બિજી વારમા શુ થશે કાલ નાથો મને સમજાવ્વા આવ્યો અને હુ સમજ્યો નહી એનુ આ પરીણામ છે...ઇ એ તો કિધુ જ તું કે બાપના ગરાહ માટે માણસ ગમે તે પગલુ ભરી શકે આ પેલા જ પગલે મને લોથપોથ કરી નાખ્યો તો બિજા પગલે શુ થાશે ઇ તો ભગવાન જ જાણે...હવે જો કોઇ સમજાવ્વા આવે એટલે સમજી જાવુ ઇ સાચુ..પણ હવે કોઇ સમજાવ્વા જ નહી આવે..અને એમા મારી જ ભુલ છેને જે સમજાવ્વા આવે એનુ અપમાન કરૂ છુ એટલે બિજો કયા થી આવે''
(આવા વિચાર કરતો કરતો એ ઘોડીને ડચકારતો ડચકારતો ઉતાવળીયા ડાબલે ઘોડીને હંકાર્યે જાય છે ત્યા સામે ત્રણ ચાર ઘોડે સ્વારને આવતા જોયા એ ઘોડે સ્વારને જોઇને કાળાને પેટમા ફાળ પડી કે નક્કી આ અરજણીયાના જ કામા છે માળે સામે થી ઘોડે સ્વારને મોકલ્યા છે આ વખતે તો આવી જ બન્યુ પણ બને ત્યા સુધી તો હાથમા નથી આવવુ પછી તો ધણીએ ધાર્યુ ઇ સાચુ આમ વિચારીને કાળાએ કેડો પડતો મેલ્યો ને ખેતરોમા પોતાની ઘોડીને વે'તી મેલી દિધી અને ઓલ્યા અસવારો એ પણ કાળા વાહે ઘોડા વેતા કર્યા ઉભા સિમાડે બણેણાટી કરતા ને ધુળની ડમરી ચડાવતા ઘોડા ઉપડીયા...હવે કાળાને થયુ કે મારી ઘોડી જાણે થાકી છે ઘણુ રણ કાપી નાખ્યુ અને હવે માથુ પણ ફરી ગયુ છે એટલે કઇ દિશા ગામ આવ્યુ ઇ એ હવે ખ્યાલ નથી રહ્યો અને પાછલા ઘોડા જાણે વેળુ ઓછુ કરતા જાય છે એટલે પકડી તો લેશે જ એમા હવે શંકા કર્યા જેવુ નથી હવે તો બચવુ હોય તો ઘોડીયે થી ઉતરીને એની માફી માંગવા મંડુ...આજીજી,,ને વિનંતી કરવા મંડુ તો એના દિલમા દયા ઉપજે ને મને છોડી દેય...!!!આમ વિચાર કરીને કાળે ઘોડી માથે થી ઠેકડો મારીને ઘોડે સ્વાર સામે ગડગડતી દોટ કાઢી અને ઘોડે સ્વારો એ મ્યાન માથી તરવારૂ તાણીને કહ્યુ કે )
''ન્યા ને ન્યાજ ઉભા રે'જે નક્કર તારા કટકા કરી નાખશુ...
(કાળો તો હાથ જોડીને ઉભો રહી ગયોને કરગરતો કહેવા લાગ્યો કે )
''મે તમારૂ શુ બગાડુ કે તમે મારી વાહે પડી ગયા છો...ઓલ્યા મુળીયા એ અને અરજણે મને માંડ માંડ છોડ્યો ત્યા તમને વળી વાહે મોકલીને ફરી પાછો મને ભગાડ્યો...!!!''
''એલા કઇક સમજાય એવુ બોલ્ય કોણ મુળ્યોને કોણ અરજણીયો.?''
(કાળો કહે )''તમે એને નથી ઓળખતા..?તો પછી મારી પાછળ કેમ ધોડીયા...''
(અસવારો કહે કે )''એલા અમે તો જાનમા જઇએ છીયે આતો વખત ચુકી ગયા ને જાન વય ગય એટલે ઉતાવળે ઉતાવળે જાઇ છીયે આતો તેં તારી ઘોડીને આડબિડ મારી મુકી એટલે અમને એમ કે આ કોઇ ચોર લુટારો હશે એટલે અમે તારી વાહે પાડીયા....અમે મુળીયા ને કે અરજણીયાને ઓળખતાય નથી તે'તો હાથે કરીને હેરાનગતી હોરી માળા મુર્ખા...(ખિસ્સા માથી બિડી કાઢીને દિધી કે )લે લે ઠપકાર બીડી પછી તુ તારા કેડેને અમે અમારા કે'ડે''
(ઘોડે સ્વારો ની સાથે કાળાએ બીડી પીધી પછી થોડી શાન્તી થઇ બીડી પીધા પછી કાળો અને ઘોડેશ્વારો છુટા પડીયા કાળો ગામતરે જવાના બદલે ઘર ભણી ઘોડી મારી મુકી ઘરે ડેલામા વાજેવાજ ઘોડી દાખલ થઇ કાળાએ કોડીના તંગ છોડી અને ઉપર થી સેમાન ઉતાર્યો અને ટાંગળે ઘોડીને બાંધી અને સુંડલા ભરીને ચારોલુ નિરી અને ખાટલે બેઠો પણ આજ કાળાનુ બેહવુ પોતાની ઘરવાળીને કઇક વિચીત્ર લાગ્યુ અને વાહીંદુ કરતા કરતા કહ્યુ કે)
''કેમ આજ વાજોવાજ(જલદી) વયાઆવ્યા કેમ સગો(સબંધી) ઘરે નો'તા..??''
''ભૈઇ...ઘેરજ હતા..!''
''તો કાઇ કામ મા હતા તેં રોક્યા નહી...?''
''ઇ'તો કામમા હશે પણ તારે પુછવા સિવાય કામધંધો છે કે નય અટાણના પોર મા ડાઉ...ડાઉ,.,કરવા મંડાણી છો તે'
''તેં અટલીબધી કુતરાની જેમ ડાચી શુ નાખો છો..!કા' કાય અપહકન થયા કે શુ''
''એ...અપહકન વાળી તુ પોદળા નાખવા મંડ નક્કર નિરણ કરવી જોહે''
''બસ હડકે ને ટડકે નિરણ કરવી જોહે...!!!કયારેક કો'ક માથાનુ મળી જાહે તો તમનેય નિરણ કરશે લખી રાખજે''
''અરે મને નિરણ કરવા વાળો હજી સુધી જનમોં નથી''(પછો મનમા બબડે છે કે આજ નિરણ કરવા વાળા મળી જ ગયા'તા પણ ભાયડા ચટકી ગયા...પણ ઘરવાળી ને કેમ કેવું કે હુ ભાગીન આવ્યો)
''ઇ તો જયારે મળશે ત્યારે હુ જ કહીશ કે કેમ નાખ્યાને નિઘા મા...!''
''હવે ઇ બધુ જાવા દે પાટ્યમા...!મને લાગી છે ભુખ એટલે છાસુ પીવા બેહવુ છે''(જમવા બેહવુ છે)
''હા તો હાથ ને મોઢુ વિસળી નાખો લ્યો હુ જમવા આપુ છુ''
(કાળો ટોડલાને ટેકો દઇને જમવા બેઠો એમા મનમા વિચાર આવ્યો કે ઘરના માણહ થી વાત ચુપાવ્વીન જઇએ એટલે તાહળી મોઢે માંડતા કહ્યુ)
''સાચુ કહુ...? તે આઘડીયે જે વાત કરી તે સાવ સાચુ છે હો..શેર માથે સવા શેર હોય જ છે''
''(એકદમ નવાઇ પામતા)કેમ આજ ઢીલુ બોલ્યા કેમ કાઇ..'' (અટકી જાય છે)
''(એકદમ નિરાશ થતા કહે)હા આવુ જ બન્યુ છે આજ મને મુળાએ અને અરજણે જેમ શિકારી સસલાને તગડે એમ મને તગડ્યો..મારે અજાણ્યા ઘરમા સંતાવુ પડીયુ''
''હુ તમને કે'દુ કે'દુની કહુ છુ કે પારકી જમીનનો મોહ ન રાખવો જોવે પણ તમે તો કયા કોઇનુ માનો છો બસ જે વેન લીધુ ઇ મુકવાનુ નહી...અને બાપના ગરાહ માટે માણસ ગમે તેમ કરે વખત છે ને મુળીયા એ અને અરજણભાઇએ કોઇ આકરો નિર્ણય દિધો તે'દી એનુ પરીણામ શુ આવે ઇ નક્કી નય એટલે હજીય હુ તો કવ છુ કે એની જમીન પાછી આપી દ્યો...હજીય વખત છે''
''પણ તુ આ વાત તારા સુધી જ રાખજે કોઇને વાત કરતી નહી નહીતર મારી ફજેતી થશે ને બધા કહશે કે કાળાએ બિકના માર્યા જમીન પાછી આપી દિધી હુ એવુ કઇક ગોઠવુ કે મારી ફજેતી ન થાય અને એને જમીન મળી જાય''
''હા...એવુ જ કઇક કરો તો માથે થી વેરઝેરનો ભાર ઉતરી જાય''
*** *** *** *** *** *** *** ***
''હંમ...હવે કાળો ઢીલો પડશે...કેમ લાગે છે અરજણભાભા...??!!''
''હા એવુ તો મનેય લાગે છે પણ આતો કાળીયો છે...!લાલેપાલે ઢીલો પડે એવો નથી પણ આખેંલે(આ વખતે) માંડ માંડ બચ્યો એવુ એને લાગશે ખરૂ...જોઇ છીયે શુ થાય છે''
''અરે હવે તો આવા બિવડાવ્વાના ખેલ નાખ્યા જ કરવા છે કયા સુધી એ સહન કરતો રહેશે''
''મુળુ તુ હજી ટુકી બુધ્ધીનો બાબલો છો તને ન ખબર પડે હવે ઇ કાળીયો આપણે જપટેં ચડતા પહેલા કાંતો માની જશે ને કાંતો એ એવુ આકરુ પગલુ ભરશે કે આપણને વચમુ પડશે સમજ્યો''
''ઇ બધુ જોયુ જાશે પણ હવે પાછી પાની તો નથી જ ભરવી...અને હા ભાભા કદાચ આ જંગમા હુ મરીશ અને મારી ખાંભી ખોડાશે તો કાયમ માટે મારી ખાભી જાઇને માણસો મારા વખાણ કરશે કે બાપના ગરાહ માટે આ વિર ખાંભી થઇને ખોડાઇ ગયો ત્યા સુધી એણે પાછી પાન ન કરી....અને કાળાની ખાંભી ખોડાશે તો બધા કાયમ ગાળો દેશે કે કો'કના બાપનો ગરાહ ઘરનો કરવા ગ્યોને ખાંભી થઇને ખોડાઇ કયો નાલાયક''
''આવુ અપસુકનિયાળ ન બોલ મુળા તને મારનારને હુ ઉભે ઉભો ચિરી નાખુ એટલી તો ત્રેવડ હજી આ બાવડામા છે હો...તારે મરવાનુ નથી...!!તારે તો કાળીયાને રોળવાનો છે''
''ઇ કાઇ લખી નથી દિધુ કે વિજય આપણો જ થશે''
''જીતનો હમેશ સત્યની જ થતી આવે છે ને થશે આ કુદરતના નિયમની કોઇ સમય મર્યાદા નથી એતો અવિચળ ચાલ્યા જ કરવાની છે''
''હુ ભગવાનને પ્રાથના કરૂ છુ કે હુ જીવુ ત્યા સુધી કદી પણ અવળુ પગલુ ભરાવતો નહી પછી તો આપણે માણસ છીયે માનવ માત્ર ભુલને પાત્ર''
''સાચી વાત પણ આ વાત કાળીયાને કેમ નહી સમજાતી હોય''
''કયા થી સમજાય એને તો ભેળુ કરવાનુ ભુત વળગ્યુ છે પછી આવુ બધુ ન સમજાય''
''પણ મુળુ સાચુ કહુ..?આપણે એને દોડવ્યો એ ભારે કામ કર્યુ આપણે જાણી જોઇને આબ્યા નહી અને એના મનમા મા તો એમ જ હશે કે માળા આબ્યા હોત તો વાહો કાબરો કરી જ નાખત''
(આવી વાતુ કરતા કરતા બન્ને જણ ડુંગરોના ઉંડા ઉંડા ગાળા મા થાતાંકને પોતાના ઝુપડે આવીને ઉભારહે છે ઘોડાની હાવળ સાંભળીને આઇ બહાર નિકળે છે બન્ને ના હરખાતા સહેરા જોઇને હરખે છે પછી નિરાતે બેઠા બેઠા વાતુ એ વળગે છે મુળુ અને અરજણભાભો બધી માંડીને વાત કરે છે કે આજ આમ બન્યુ)
*** *** *** *** *** *** *** ***
(આ બાજુ જે ગામમા કાળો કો'કના ઘરમા સંતાયો હતો એજ ગામનો ઘરાક શેઠની દુકાને હટાણુ કરવા આવ્યો..શેઠ હટાણુ જોખતા તા એમા આવનાર ઘરાકે વાત મુકી કે શેઠ)
''તમને ખબર છે..,?''
''શે'ની''
શે'ની શુ કાલ તમારા ગામનો કો'ક કાળીયો કરીને માણસ અમારા ગામના એક ભાઇના ઘરમા પુછ્યા વરગનો ગરી ગ્યો માળાએ કોતક કર્યુ''
''હેં....કાડીયો...!!!!''
''હા...હા...કાળીયો...!''
''તો ઇ શુકામ ઘરમા ધરી ગ્યો કાં'ક ટો કાડણ હશેને..?''
''અરે...શેઠ કો'ક મુળુ અને અરજણ ઘોડા લઇને વાહે થઇ પડ્યા તેં માંડ માંડ કાળીયાને બચાવ્યો''
''સાડુ ઠ્યુ કાડાભાઇને બચાવી લિઢા તેં...કાડાભાઇ સાડા માણહ છે...પછી શુ થયુ..??''
''અરે પછી શુ વાત કરવી કાળાને બહાર કાઢ્યો ત્યાતો ઓતાર આવ્યો હોય એમ ધ્રુજતો'તો''
''ઇટો ઘડમા વધાડે વખટ પુરાયને રહ્યા એટલે ગડમીના ઢડુજટા હશે નક્કર કાડાભાઇ ઢડુજે જ નય મને વસવાહ છે કાડાભાઇનો''
''અરે શેઠ ગરમી મા કોઇ ધ્રુજે..???ઇ કાળાનો ખોટો પડારો કરોમા ઉચુ પાધડુ રાખવા થી કાઇ કાળાને અમારી આખ્યે ધ્રુજતો જોયો તે કાઇ ભુહાઇ નથી જાવાનુ''
''કાડાભાઇ ઘણી વાડ ગડમીના ઢડુજવા મડે છે..(વળી પાછા નવાઇ પામતા હોય એમ પુછ્યુ)હે...હાસન(સાચે જ)કાડોભાઇ ઢુજટા'તા...???''(ઉપર ઉપર દુ:ખ વર્તાવતા અને મનમા રાજી થતા શેઠે પુછ્યુ)
''અરે ઓલો ભાભોને ફાટીગેલ હાઢડા જેવો મુળીયો બા'ર કાઢો એને બા'ર કાઢો એમ કે'તાને કાળો કે'તો તો કે ભલાથૈઇ ને મને બાર નો કાઢતા એમ કેતો'તો...!અમે જોયુ ઇ સાચુ કે તમે ખોટો પડારો કરો છો તે સાચુ...?''
''ટો ભાઇ ટમાડુ હાચુ લ્યો...''
(શેઠે બધી વાત ઘરાક પાસે થી ઓકાવી નાખી અને એને હટાણુ બંધાવીને વળાવી દિધા પછી શેઠ વિચાર કરવા બેઠા કે)
''માડેહાડેં કાડોકેંડ કેવાય...!!! કાડો ઢડુજીગ્યો..!!!!માન્યમા નઠી આવટુ કે કાડો ઢડુજે...?(વળી પાછા મનમા બબડ્યા)''તેં ઢડુજે'જ તેં ને..!કો'કના બાપનુ ઘડના બાપનુ કડવુ કાઇ રેઢુ ઠોડુ પડ્યુ''
(આવા ઉંડા ઉંડા વિચારોના વાયરામા શેઠ ઉડી રહ્યા હતા ત્યા શેઠાણી ચા ની કિટલી લઇને આવ્યા પણ શેઠને તો સમાધી લાગી ગઇ હતી શેઠાણી વિચારમા પડી ગયા કે શેઠને આજ શુ થઇ ગયુ કે આમ વિચાર મગ્ન થઇ ગયા શેઠાણી એ ઘઉ બાજરો ભરવાના પાલા(ડબ્બા)ખખડાવ્યા ત્યા શેઠની સમાધી ચુટી અને બેબાકળા થઇ ને શેઠ ચકળવકળ જોવા મંડીયા શેઠાણી કહે કે )
''શેઠ...શેઠ...શેઠ..કેમ કાય ચોકીમા પગ પડી ગ્યો કે શુ આમ ઝાડવાની જેમ જોઇ રહ્યા છો કાઇ વળગાડતો વળગ્યુ નથી ને...?તો વેલા કેંજો તો ભુવાને બોલાવીને કઢાવી નાખીયે''
''શેઠાણી ચોકી મા પગટો ઓલ્યા કાડાભાઇનો પડી ગ્યો છે''
''તેં કાળાભાઇને વળી શુ થયુ..?''
''કાડાભાઇનો ચોકીમા પગ પડ્યો નઠી એણે હાઠેકડીને પાડ્યો છે''
''શેઠ તમારો આજ વાંધો તમારી ગોળ ગાળ વાત ખુટે જ નહી...''
''અટાણે ટમી મને ચા પિડહી ડો આ વાત નિડાટે કડશુ...અટાણે ટમી વયા જાવ''
''(શેઠાણી ચા આપતા કહે)એ લ્યો પીવો ને બધુ પેટમા જ રાખો મારે શુ તમારા પેટમા રાફડો થાહે''
''શેઠાણી ટમી પાછા રિહદાડ બવ કાં હાલટાને ચાલટા બસ ખિજાવાનુ જ ટમનેય ખિજણીયુ ભુટ વડગ્યુ હોય એવુ મને લાગે છે પણ ટમી ચિન્ટા નો કડો હુ ઘેડ આવીને ટમને વાટ કડીશ અટલે ટમાડી રિહ બિહ બઢુ વયુ જાહે...અટાણે રિહવાળા જ ઘેડ જટા'ર્યો ટમટાડે''
''હંમ કાળાભાઇ કાં'ક ભારે માથી વાત લાગે...?''
''શેઠાણી...!!હડુ...હડુ...બોલો ધિડજ રાખો હુ ટમને બઢી માંડીને વાટ કરીશ પણ અટાણે વાટ વઢાડો મા તમને કઇડવશુ હા નકડ ટમને તો ખબડ છે માડો મગજ બહુ ટેજાડો છે''
''એ...હા...લ્યો શેઠ તમારા શિંગડે રાંસ...બસ''
''મને બડઢિયો કડી નાખ્યો...!!!''
''તમને એકેય વાતે નય પુગાય...લ્યો ત્યારે હુ જાવ છુ''
(શેઠાણી તો જતા રહ્યા શેઠ તો જે ઘરાક આવે એની હારે બસ નવીન સમાચારનુ જ પનછ્યા કરે જે આવે એને બસ આવો ફલાણા ભાઇ આવો ઢીકણાભાઇ શુ નવીન મા આમ આખા દિવસમા એણે કાળા વિષે બધી વાત સાંભળીને આખા બનાવનુ તારણ કાઢી લિધુ કે હવે શુ થાશે મનમા શેઠ ઘોડા ઘડે છે કે હવે કાળો માની જાય તો માની જાય...! પણ હવે નાથાભાઇને કેમ કેવુ કે તમે ફરી વાર કાળા પાસે જાવ અને જાયને કાળો ન માને તો ભારે થાય એરૂને વારે વારે થોડો ખિજવાય...અને આતો પાછો ખિજાણેલો એરૂ કરડ્યા વિના રહે પણ નહી શેઠતો સમયની રાહ જાઇને બેસી ગયા સાજ પડેં ઘર ગયા શેઠાણીને બધી વાત કરી સાજે વાળુ પાણી કરીને શેઠ થી ન રહેવાયુ...હાલને કાળાભાઇ સાનોમાનો મળતો આવુ એના મનમા શુ ચાલે છે જાણતો'તો આવુ અને ખિજાહે તો બે શબ્દો સામભળી લઇશ બિજુ શુ આમ વિચાર કરીને હાથમા કુતરાને ભગાડવા સારૂ ગેડી લઇને શેઠ શેઠાણી ને કહીને આવ્યા કાળા પાસે કાળોય તેં વાળુ પાણી કરીને ફળીયામા ખાટલો નાખીને હોકો પીવા બેઠો પણ આજ હોકાની નળી માથી પોરહ નથી નિકળતો ઇએ વિચાર કરે છે શુ કરૂ શેઠ પાહે જાવ નાથા પાહે તો જવાય એવુ નથી જ...ત્યા ડેલીનુ બારણુ હળવેક દઇને ખખડ્યુ કાળો ઉભો થૈઇને ડેલી ઉઘાડવા હાલ્યો બારણુ ખોલીને જોયુ તો અંધારામા શેઠને ઝાંખા ઝાંખા જોયા શેઠને મિઠો આવકારો આપ્યો)
''આવો શેઠ આવો....વયા આવો ખાટલે(શેઠ ખાટલે બેઠા પછી કાળો કહે)શેઠ તમારો આજ વાંધો કે તમે હોકોબોકો તો પીવો નહી અને મને માળુ એકલા પીતો મજા ન આવે''
''હવે કાડાભાઇ હોકાની વાટ મુકો પડટી મે માડા ગડાગોની પાહેઠી વાટુ હાભડી કે કાડાભાઇની વાહે ઓલ્યા પડીયા'ટા ટયાડ ઠી મને કયાય ગોઠતુ નો'ટુ મનમા ઠાટુ'ટુ કે હાલ્યને કાડાભાઇને મડટો આવુ પણ અંઢાડુ ઠાય ટયાડે આવુને...!!''
''તે એમા વળી અંધારાની શી જરૂર''
''જુવો કાડાભાઇ અમે રીયા વેપાડી માણાહ અમાડે ટો બઢા સડખા નો ટમાડી દિહનુ રેવાય કે નો મુડા દિહનુ રેવાય અમને આવડે એવી હાચી સલાહ અપાય..અને નો માને ટો અમે કાય બડજબડાય ઠોડા કરી હકવાના હટા''
''શેઠ તમારી વાત સાઁચી છે તમે જે વાત સાંભળી એય સાચી છે...તો બોલો હવે મારે શુ કરવુ જોઇએ એ વાત તમે કહે...તમે કહો એમ કરી નાખુ બિજુ શુ''
(કાળાને પાટે ચડેલો જોઇને શેઠ વિચાર કરે છે કે કાળાને જાણે ભિસ તો બહુ જ પડી હોય એમ લાગે છે એનો ભય એના મનમાથી હજીય ગયો નથી ઇ સાફ સાફ દેખાય રહ્યો છે શેઠ મોકાનો લાભ ઉઠાવી લે આવુ ચોઘડીયુ કાઇ વારે વારે નહી આવે આવો વિચાર કરીને શેઠ કહે)
''કાડાભાઇ ટો પછે આપી દો સહી ટમી કોં ટયાડે હુ પોટે અડજણભાઇને અને મુડાને કચારી એ લઇને આવી જાવને ટમી સહી આપી ડો અટલે ન્યાને ન્યા સમાઢાનના ગળ્યા મોઢો કડી નાખ્યે બિજુ હું..''
''તમે કહો એમ શેઠ હવે તમારૂ વેણ હુ નહી વાઢી હકુ''
''ટો કાલ જ ટે હુ મુડાને અને અડજણભાઇને કચાડીયે લઇને આવુ છુ''
''તમે જાવ ત્યારે મને કહેજો તો મને આવવાની ખબર પડે''
''હા ટે એમા શું વાઢો ટમને કયને પછિ અમે જાહુ..લ્યા ટયાડે કડો સુખડાટ..''
(શેઠ ગયા પછી કાળાને નિરાત્ય થઇ કે હાચ હવે કુતરાના મોમા થી સસલો બચ્યો પણ ત્યા તો વળી પાછી ડેલી ખખડી ડેલી ઉઘાડી ત્યા તો ઉગો...આલો...લખમણ..જાલો..જહો...જગો...ને...જીવો...આખુ ધામચડુ સડેડાટ કરતુ કાળાના ફળીયામા ઘુસી ગયુને કાળાને કહેવા મંડીયા)
''કાળાભાઇ....કાળાભાઇ...!!!અમે વાત સાંભળી કે તમને એકલા જાણીને ઓલ્યા તમારી વાહે પડીયો ને તમને તગડ્યા અમે ત્યારે ત્યા હાજર નહી ત્યારને...?''
''હવે જે થવાનુ હતુ તે થૈઇ ગયુ.''
''તે હજી શુ બગડી ગયુ હજી કાઇ મગને ચોખા થોડા ભળી ગયા''(જીવાએ કહ્યુ)
''(લખમણ કહે)કાળાભાઇ મુંજાતા નહી અમે બેઠા છીયે અરે ઇ બે કોડીના ઓ એ તમરી એકલા ભાળીને આબરૂ પાડી એને જો અમે ધોળા દિહાળે ચીંદરડા નો દેખાડીયે તો તો આપણી ભાયબંધી લાજે કપરા દિએ તારા બટકા ખાધેલ છે આજ અમે ખહી જાઇ તો તો અમારી જેવુ કોઇ મુર્ખા નો કેવાય''
(જહો કહે)''તે દી મને તે નો રાખ્યો હોત તો મારી કે'દુની રાખ ઉંડી ગય હોત અને આજ તુ આમ એકલો થૈઇ જા ઇ કાઇ થોડુ સારૂ લાગે...તુતારે મુજાતો નહી અમે તુ કે'તારે જે કરવુ હોય તે કે'જે અમે ત્યાર જ છીયે''
''જુવો ભાઇ તમે મને મદદ કરવા આવ્યા એ તમારો મોટો આભાર પણ હવે હુ શેઠની જીભાન મા આવી ગયો છુ મારે મુળાને જમીન આપી દેવી છે''
''(જાલો કહે)હવે આપ્યો આપ્યો એમ તેં કાઇ દઇ દેવાતી હશે...કાલ અમને મલક નો કહે કે પેલા એના બાપને ચડીવ્યો હવે ઓલ્યા વાહેથ્યા ત્યારે કોઇ પાહેય નો આવ્યુ...અમે તમે કહો એમ કોઇ કાળે નહી થવા દઇએ...અને શેઠ સાથે જીભાનમા આવી ગયા તો હળવેક દઇને નિકળી જાવ''
''તમે મને ધરમચંકટ મા મુકી દિધો..!!ભારે કરી''
''હવે ભારે કરી કે હળવી કરી...સો વાતની એક વાત કે હવે તો ઇ મુળીયા હારે લડી લેવુ ઇ વાત સાચી અને તમે નહી આવો તો અમે એકલા જંગે ચડશુ પણ મુળીયાને તમને તગડ્યા એમ તગડવો ઇ વાત સાચી એટલે સાચી''
(સાથી દારોની આવી વાતુ સાંભળીને કાળીયા ના અહંકારની પાખો જે મુળુ અને કાળાએ કાપી નાખી હતી અે કોળવા મંડી અને એ પાંખ ના આધારે કાળો ઉડવા મંડીયો અને મુછે તાવ દેતા બોલ્યો)
''તો પછી હુ તમારી સાથે છુ કરો કંકુના...શેઠને આપંલી જીભાન ની એક બે ને ત્રણ''
''(બધા એક હારે બોલી ઉઠ્યા)વાહ કાળાભાઇ બસ આમ જ હોવુ જોવે એમ કાય કોઇ થી બીયને બેહી જાવુ એ કાય મર્દાનગી થોડી કે'વાય...લડી લેવુ તો લડી લેવુ''
''તો હવે રાત ઘણી વિતી ગઇ છે ચાલો કરીયે સુખ રાત અને કાલ સવારમા જ શેઠને ચોખ્ખેચોખ્ખુ સંભળાવી દેજો''(જીવે કહ્યુ)
*** *** *** *** *** *** *** ***
(સવારમા શેઠ ઉપડ્યા અરજણભાભા અને મુળુને કહેવા કે આપણે હમણા જ કચેરીયે જવાનુ છે શેઠના હૈંયામા કયાય આનંદ સમાતો નથી એમાય આ વાતની કોઇને ખબર પણ નથી એટલે વધારે આનંદ છે વળી પછુ કજીયો એમના દ્રારા જ મટાડવામા આવ્યો છે એટલે શેઠને વધારે પડતો રાજીપો છે શેઠતો ઉતાવળા ઉતાવળા હાલ્યા જાય છે પણ કેડો ઉકલતો નથી એટલે મનમા ને મનમા બબડતા જાય છે...)
''માડે હાડે આજ ટો આ મુડીયાનુ ઘડ આઘુ ને આઘુ જાટુ જાય છે...''વાડા ધડીયે જાવ ટયાડે ટો આટલુ બઢુ આઘુ નોટુ લાગટુ આજ મારેંહાળે કેમ આઘુ લાગટુ હશે....!!!(વળી પછા બબડે છે કે)''હુંમ હુ સમજ્યો આજ ગુ પડાકડમ કડીને જાવ છુ એટલે આઘુ આધુ જાટુ જાય છે''
(ત્યા જ ઝુપડુ આવી જાય છે સવારનો પો'ર છે અરજણ અને મુળો દાતણ પાણી કરીને બેઠા છે માં ચા બનાવી રહી છે ત્યા શેઠ ટપક દઇને ટપક્યા અરજણે અને મુળીયે શેઠને પ્રેમ થી આવકાર્યા કે)
''આવો આવો શેઠ આજ અટાણમા જ...?''
''મને માળુ ટમને મળુ નયને તો ગોઠે નહી હો,...મનમા ઠયા કડે કે હાલ્યને અડજણભાઇ ને મડી આવુ મુડુને મડી આવુ...પણ આજ હુ સાડાસમાચાડ લયને આવ્યો છુ''
''એટલે...?!!!!''(અરજણે નવાય પામતા પુછ્યુ)
''એટલે એમ કે ટમે કાડાભાઇ ધોડવાં થા એનો ફડકો કાડાભાઇ બડાબડનો પડીગ્યો કાડાભાઇ થૈઇ ગ્યા મ્યાવની મિંદડી જેવા...હાલો અડજણભાઇ..ને મુડુભાઇ..તૈયાડ ઠઇ જાવ..કચેડીએ જાવુ છે''
''કચેરીએ વળી શુ કામ..?''
''અડે હવે શુ કામ ને બુ કામ હુ કવ એમ કડવા મંડો...કાડાભાઇ દાટાડ થૈં ગ્યા છે હાલો કચેડીએ ત્યા ઇ સય આપી ડેવાના છે''
''હુ ન માનુ શેઠ..!!!ઇ કાળો કાળમિંઢ પાણો છે ઇ એમ કાઇ ગળે એવો નથી..!''
''ટમે એને કાળા ટડકાંમા ધોડવ્યો એટલે ઇ કાળમિંઢ પાણા જેવો કાડોભાઇ માખણના પિંડા જેવો ધોડોભાઇ થૈં ગયા હાડો...આડો...ઉટાવડ કડો ટંી પાછા ટાઢા બોવ''
(શેઠ અરજણને મુળુ ત્રણેય જણા ગામમા શેઠની ડુકાને આવ્યા શેઠે પેઢીનુ બારણુ ઉધાડ્યુ અને કહ્યુ)
''અડજણભાઇ ને મુડાભાઇ બેય માલીકોર વયા આવો..(આડા અવળુ જોતા કહે)કોઇ નો ભાડે એમ હડુદઇને માલીપા વયા આવો''
(અરજણ અને મુળુ અંદર આવે છે ત્યારે શેઠ કહે)
''હવે ટમી ડાયા ડંમડા થૈઇને દુકામા જ બેહી રે'જો હુ કાડાભાઇ હુંધી જરાક જાટો આવુ ઇએ કિધુ ઠુ કે તમે કચેડીયે જાવ ટાડે મને કે'જો હુ કચેડીયે આવી જાહ્ય (દુકાનનુ બારણુ દેતા દેતા શેઠ કહે')જો જો હો પાછા ડુકાનમા થી ગોડાને ભિસકુટનો ધડુનો કડી લેટા...!''
''હવે જાવ જાવ શેઠ અમે કાય ભુખણાં નથી''
(શેઠ દાંત કાઢતા કાઢતા કાળા પાહે આવે છે ડેલીમા દાખલ થયા ત્યા જ કાળો ફળીયામા સામો જ ઉભો'તો)
''લે કાડાભાઇ ટમી ટો ટાડ છૈઇ ગ્યા લાગો છો...ભાડેં ઉતાવડા..ઢડમની ગાડીને માડવામા ટમાડો પેલો નંબડ..હા''
''શેઠ હુ તૈયાર થઇ ગયો પણ કચેરી આવવા સારુ નય પણ તમને જવાબ આપવા તૈયાર થૈંઇને ઇભો છુ કે કયારે શેઠ આવેને કયારે સાચો જવાબ આપી દઉ..તો સાંભળો શેઠ હવે અરજણીયાને અને ંુળીયા કહી દેજો કે હુ તમારા થી બિતો નથી હવે મારે લડી લેવુ છે''
''કાડાભાઇ મને ખબડ છે કે ટમી ઢોંગ કડો છો...ઢોંગ કડવામા ટમાડો પેલો નંબડ''
''શેઠ આ ઢોંગ નથી હાંચોહાચ કવ છુ હવે તો આ(સુરજ સામે આંળી ચિંધતા કહે)દિ આથમણો ઉગે તોય મુળાને જમીન નહી મળે એટલે નય મળે''
''કાડાભાઇ ટમી આ બડાબડ નઠી કડટા...તમાડુ ફટકી ગ્યુ લાગે છે વાડે વાડે બોલ્યા ફડી જાવ છો નક્કડ માડો કાડો બોલ્યો ન ફડે..ટમે ટમાડા ધોડામા ધુડ નાખી રહ્યા છો કાડાભાઇ...આ ટમી નઠી બોલટા...!આ ટમાડા નબડા સમયની નિશાની બોલે છે''
''(કાળા અકળાયને કહે)શેઠ ખોટી માથા કુંટ્ય મેલો ને જાવ આયા થી''
(એકદમ ધિરજ થી)અને ખબડ છે આ કડવો ઘુટડો તમાડા ગડે ઠહકાણો છે કાડાભાઇ પણ અણીના વખટે હાચા શબ્ડો કેવા પડે નક્કડ મને ભગવાન કોયડી માફ નો કડે હવે ટમાડે જે કે'વુ હોય ટે કય ડો એટલે આપણે છુટ્ટા ટમાડો વસવાહ હવે હુ કાડેય નય કડુ...કાડાભાઇ''
''(પણ કાળાના ખોળીયામા આજ બિજા જ જીવ પ્રવેસેલા હતા અને હુ કાર થી બોલ્યો)હા...હા જાવ જાવ શેઠે અરજણ મોટા મોટા સપના જોતા જોતા તમારી વાટ જોતા હશે''
(શેઠ કાઇ પણ બોલ્યા વિના નિકળી જાય છે અને વિલા મો એ પોતાની દુકાને આવીને બારણુ ખોલ્યુ અને અરજણની નજર તેના પર પડી શેઠ પણ અરજણને તાકી તાકીને જાઇ રહ્યા અાવા આકરા મિલાપ વચ્ચે મુળુ એ કહ્યુ કે)
''શેઠ હુ જાણી ગયો છુ કે તમને શુ જવાબ આપ્યો છે
''(શેઠ સરમ થી નિચુ જોઇને)મુડુ હુ હાડી ગયો....!!!''
''અરે અરે શેઠજી તમી નિચુ નો જુવો તમે કાઇ નિચુ જોવુ પડે એવુ કામ થોડુ કર્યુ છે''(અરજણે કહ્યુ)
''માડુ મને હંમજાટુ નઠી કે કાડોભાઇ આમ બડલી કેમ ગયા..ના..ના કાડોભાઇ બડલ્યા નઠી પણ એને બડલાવી નાખ્યા છે''
''શેઠ હવે જે થયુ તે ''
''પણ મને ટો અડજણભાઇ આ મુડુની ચિંટા ઠાય છે કે કાડોભાઇ કોઇ અવડુ પગલુ ન ભડે ટો હાડુ''
''અરે ઇ શુ કરવાનો હતો હુ છુ ત્યા સુધી મુળુની સામે ઇ જોવે તો એની આખ્યુ ફોડી નાખુ સમજ્યા શેઠ(હાલ્ય મુળુ ?)પણ શેઠ તમે ચિંતા ન કરશો''
(શેઠ પાસે થી બન્ને જણા રહ્યા અરજણ અને મુળુ કેડે વાતુ કરતા જાય છે કે)
''મુળુ તને કાઇ સમજાણુ...?''
''શુ...?''
''જે માણહને આપડે ધોડતો કરીને એવો બિવડાવ્યો કે જે સહી આપવા તૈયાર થૈઇ ગયો હોય ઇનો ઇ માણહ પાછો સામો શિંગડા માંડવા આવે એ વાત પર થી એવુ લાગે છે કે કાળાને કોઇએ એવો સાથ આપ્યો છે કે કાળાના મનમા થી બિક નિકળી ગઇ છે''
''તો હવે આપણે શુ કરવુ જોવે..?''
''હવે આપણે તૈયારીમા રહેવુ પડશે જાગતુ સુવુ પડશે કારણકે હવે કાળો અને એના મેળતિયા કયારે અને કેવુ પગલુ ભરે એનુ નક્કી નહી''
''અરે એવુ કોઇ પગલુ ભરે તો તો કામ થૈઇ જાય ભાભા...કાં આ પાર કાં પેલે પાર એવો કાઇ હુ એના થી ફાટી પડતો નથી..!''
''મુળુ ફાટી પડવાની વાત નથી પણ એ કાય દગો કરે તો ઠાલા મરાય જાઇ ઇ વાત છે પડકારે તો તો એનો પડકાર જીલવા તૈયાર છઇ''
''ઇ બધુ થશે ત્યારે જોયુ જાહે અટાણ દિ ની ચિન્તા નહાકની શુ કામ કરવી જોઇ''
(આવી વાતુ કરતા કરતા ઝુપડે આવે છે)
*** *** *** *** *** *** *** ***
''એલા શેઠ ઉભા રે'જો...!!!''
(શેઠ દુકાન બંધ કરતા અટકી જાય છે)
''કાં એલા વિહા અટાણે અહુરો કાં...?''
''એ...ઉભા રે'જો નાસ્તો તોળાવ્વો છે'' (કહેતો વિહો નજીક આવી જાય છે)
(શેઠ વળી દુકાન ઉધાડી ને અંદર જાય છે વિહો પણ શેઠની સામે બેસે છે તો શેઠ કહે કે)
''વિહા અટણે વળી કોની હારૂ નાસ્ટો લય જાવો છે''
''કાળાભાઇએ મંગાવ્યો,,,''(જેટલો મંગાવ્યો એટલો તોળવાનુ કહ્યુ)
(શેઠ નાસ્તો તોળતા તોળતા કહે)કાડાભાઇ બોવ ખાધેડુ હો,,,અટલો બઢો એકલા ખાઇ જાહે હેં વિહલા...?''
''શેઠ વાત પેટમા ર'હે તો વાત કરૂ''
''(શેઠને ફાળ પડી કે નક્કી કઇક કાવતરૂ કાળો ઘડી રહ્યો છે વિહાને કહ્યુ)સમદડમા પાવલી પડી ગય હોય ટો જડે વિહલા..?''
'નો જ જડે ને..?''
''ટો એમજ માની લે કે ટાડી વાટ સમદડ મા તે પઢડાવી ડીઢી...આ ફાન્ડ કાઇ અમઠી નઠી વેંડારટો અને અમઠી નઠી ફાન્ડ વઢી ગી આ ફાંડમા ટાડી વાટુ જેવી કટલીય વાટુ પડી પડી કાંટ ખાય છે ને બા'ડ નિકડવા ઉચા નિચી ઠાય છે પણ હુ બા'ડ નો નિકડવા ડઉ''
''તો શેઠ વાત જાળે એમ છે કે કાળો અને એના મેળતિયા મુળુને મારવાનુ કાવતરૂ ગોઠવે છે..!''
''એવુ છે ટો ટો ભાડે ઠાહે વિહલા ટુ એક કામ કર્ય કે એકડમ હાવા મંડ અને બઢી વાટ જાણી લે કે કયારે મુળુ હાડે બાઢવા જાવાના છે તે બઢી વાટ મને પુગાડી ડે બડાબડ અને હા આ કામ પાછુ ધડમનુ છે એવુ માની લે મુડુ ગડીબડો છે અને ઇએ પાછો સેવાભાવી મેઘાનો ડીકડો છે આવી માણહને કોઇ કાડણ વિનાનો માડે ઇ આપડા થી જોયુ જાય...?''
''શેઠ હુ તમને બધુ જણાવતો રહીશ પણ ભલા થૈઇને મારૂ નામ ન આવવુ જોવે નક્કર તમને ખબર છેને કે કાળો મારા ખોરડા માથે નળીયુય નહી રે'વા દેય''
''ટુ ચિન્ટા નો કડટો ટુ ને હુ થોડો ફસાવા ડઉ...! જા...જા હવે ઝટ જા નક્કડ પાસી બઢી વાટું પુડીયુ કડી નાખશે...!!!''
''શેઠ હુ બધુ પતી ગયા પછી તમારી પાસે આવીશ ડેલી ને સાકળ નો ચડાવતા ખાલે ખાલી દેજો...
(વિહલો ગયો વાવ વાળી વાડીયે બધા સાગરીતો બેઠા હતા ત્યા)
''માંડ માંડ લાવ્યો હો...શેઠ દુકાન બંધ કરતા જ હતા ત્યા વળી હુ પુગી ગયો તેં સારૂ થયુ નક્કર ખોટો ધક્કો થાત''
''(કાળે ફાળીયુ પાથરતા કહ્યુ)લે..લે...હવે જટ દઇને ઠલવ્ય પેટમા ભુખ લાગી છે''(બધા ગોળ કુંડાળે બેહી જાય છે)
''એલા અંધારે બેસીને ખાહો કે શુ...?''(વિહલે કિધુ)
''તેં તુ એટલો બધો ડાહ્યો છો તે તારા ઘેર થી હરીકન નહી લેતો આવ્યો હો...''(કાળે કહ્યુ)
''હવે આપણે કોઇના જીવતરમા અંધારૂ ઉગાડવા માટે ભેળા થયા ત્યા વળી અજવાળાની શુ જરૂર''(જીવે કિધુ)
''સાવ સાચી વાત કરી જીવાભાઇ''(જહા એ બગાહુ ખાતા કહ્યુ)
''તે તુને બગાહા કેમ આવે છે..? આ કંજર માથી કાઇ કરડી ગયુ નથી ને..?''(જીવે કહ્યુ)
''એલા ભાઇ મને તો કાય કરડયુ નથી...કરડવાનુ તો કાલ સાજે મુળીયાને અને અરજણીયાને કેમ કાળાભાઇ..?''
''જાહાભાઇ બસ કાલ થાય એટલુ જોર કરી લેવાનુ છે નક્કર પછી પુરૂ...!''
(આમ વાતુ કરતા કરતા નાસ્તાનુ કામ પુરૂ કર્યુ પછી કાળે કહ્યુ કે )
''એલા કોક વાવ માથી કો'ક પાણી તો ભરી આવો..?એલા લે...લે...વિહલા તુજ લે...તારી વિના આમા થી કોઇ નહી જાય''
(વિહો હાથમા ગાગર લઇને વાવનો પગથીયા ઉતરતો વાવમા જઇને પાણી લાવે છે અને બધા પાણી પીવે છે પછી કાલે કયારે જાવુ કયા બધાએ ભેળુ થાવુ એ બધી વાતુ કરી ને નોખા પડીયા આ બધી વાતની વિહલાને માહીતી મળી ગય...બધા જતા રહ્યા પછી વિહલો લપાતો ચુપાતો ફરી પાછે શેઠની પાસે આવે છે શેઠ કહે)
''વાહ વિહલા ટુ ખડેખડ હાચા બોલો નકડ્યો ટે લિઢુ થુ એમજ કડ્યુ લે...બોલ્ય...બોલ્ય શુ હમાચાડ લાવ્યો''
''હવે સમાચારમા તો શેઠ એવુ છે ને કે ઇ બધા કાલ સાંજે સોક્કસ જવાની વાત કરી છે એટલે કાલ તમી અરજણભાભાને થોડાક ચેતવી દેજો''
''વિહલા ટો ટો ભાડેં થાહે હો ઇ બિચાડા એકલા છે આ સાત આઠ જણીની ટોડકી છે...ટાડો આટમોં શુ કેય છે..કોણ માડ ખાહે હાચે હાચુ બોલી નાખ્ય..ટાડા વેણ બ્રહ્માના વેણ માનુ લે લે કય નાખ્ય''
''શેઠ મારો આત્મો તો એમ કહે છે કે કોઇના ઘેર મારવા જવા વાળા જ માર ખાય..?અને માર ખાધા ના દાખલા ઘણા છે પછી તો આ કળજુગ છે...?!''
''કડજુગ છે તે કાઇ કુડરટના નિયમ કાય ફડી નો જાય વિહલા..! ઇ ટો સતજુગમાય ઇ ને કડજુગમાય ઇ''
''તો તો શેઠ કાળીયો અને એના રખડતા ભાઇબંધો જ માર ખાશે''
''એક વાડ માડ ખાય જાય ટો કામ ઠૈઇ જાય હો વિહલા''
''શંઠ ચિંતા ન કરો સતના છાબડે ઇશ્વર હોય છે બધા સારાવાના થાશ્...લ્યો ત્યારે કરો સુખરાત''
(વિહલો ગયો અને શેઠ પણ પલંગમા આડા પડખે થયા પણ ઉંઘ આવતી નથી પડખા ફર્યે રાખે તો શેઠાણી જાગી જાય છે અને કહે)
''કાં શેઠ ઉંઘ નથી આવતી..? કેમ કાઇ વધારે પડતુ ખવાય તો નથી ગયુ ને..?''
''શેઠાણી સાડુ ઠયુ કે ટમી જાગી ગ્યા નક્કડ માડે ટમને જગાડવા પડત.''
''કાં વળી કેમ જગાડવી પડત...?''
''શેઠાણી...!!શેઠાણી..ગજબ ઠયો હવે માડા ઠી નઠી રેવાટુ''
''અરે પણ શેનો ગજબ''
''કાડાએ ગજબ કડી નાખ્યો...કાડાને મે આવો નોટો ઢાડ્યો.,''
''કેમ કાળાભાઇએ શુ કર્યુ..?''
''હજી ટો કડ્યુ નઠી પણ કાલ કડવાના છે..''
''શુ કરવાના છે..?''
''ઇ બીજુટો શુ કડે કાવટડા કડે..,મુડુ માઠે..ઇ માડા ઠી જોયુ નય જાય ને હુ કાઇ કડીય નય હકી''
''અરે શેઠ તમી આમને આમ કેટલા દિ દુખી થતા રહેશો..?આમા તમે કાઇ ભુલમા છો તેં આટલી બધી ચિંતા કરો છો..?''
''હવે ટમે મુડ્ડાની વાટ કડી કે તમી કાઇ ભલમા શો..? તો સાંભડી લ્યો શેઠાણી હુ જ મોટી ભુલમા છુ માડે કારણ બઢુ થ્યુ છે''
''તમારા કારણે કેમ વળી...તમે કયા કાળાભાઇને કહ્યુ હતુ કે મેધાભાઇની જમીન ખાતે ચડાવી લેજો..''
''કિઢુ ટો નઠી પણ કાડોભાઇ જયાડે મને મેઘાભાઇનુ કરજ ભરવા આવ્યા તયાડે જમીનના કાગડ ભેળો મેઘાભાઇની સહી વાડો કોડો કાગડ કાડાભાઇને આપીને પહાડ જવડી ભુલ કડી છે શેઠાણી.,!અડજણભાઇને મુડીયો ભલે મને મોઢે નો કેય પણ મનમાને મનમા એ ધિક્કારતો મનેજ આપતા હશે ને..?હવે એક વાર આ બેયનુ સમાઢાન કડાવી નાખુ અને જમીન પાછી અપાવી ડઉ પછી જ મને શાન્ટી ઠાય શેઠાણી...!''
''હં...મ..હવે હુ સમજી કે તમે કેમ આટલાબધા હેબાકળા થઇને ફરો છો...આવો વિચાક પહેલા કરવો તો ને ''
''પણ કાડાભાઇ તયાડે મને દુધે ધોયેલા ગાગટા થા પણ મને કયા ખબડ હટી કે કાડાભાઇ મા નામ એવા ગુણ હશે...કાડાભાઇ કાડામેહ જેવા નિકડ્યા શેઠાણી..! એમા માડો હુ વાંક''
''શિંતા કરો મા શે ભગવાન સહુ સારાવાના કરશે નિરાતે સુઇ જાવ''
(શેઠાણી શેઠને હિમત આપીને ઘરમા જતા રહ્યો શેઠ પણ પડખા ફરતા ફરતા ઉંઘી ગયા)
*** *** *** *** *** *** *** ***
''એ....ભાભી સાંભળ્યુ...?આજ હુ અને મુળુ કે'દુ કે'દુના કળદેવી માતાજીના દર્શને નથી ગયો તો આજ અમને થાય છે કે તો આજ જઇ આવિયે તો સારૂ કે નય...?''(અરજણે કહ્યુ)
''લે તેં એમા કાઇ પુછવાનુ હોય...! મારી જીભ સળવળતી થી જ એઇને તમતારે જ્યા'વો...પણ માતાજીનુ થાનક બોવ આઘુ છે કયારે પુગશો...અને કે'ડે ભુખ લાગશે તો લ્યો હુ તમારા બયની હાટુ થોડા ઢેબરાને પાક(સુખડી)બનાવી દવ કે ભુખ લાગે ત્યારે ખાવા થાય ભુખ્યા કાય કેડો થોડો ઉકલે''
''હા...હા...બનાવી દો બનાવી દો મને તો હવે બહુ ભુખ ન લાગે પણ મુળુ જવાનજોધ છે એને થોડુ ખાધા વિના હાલે ''
(અરજણ અને મુળુ દાતણ કરવા બેસે છે અહી રાંધવાનુ સરૂ થાય છે પેલા તો ગાડાના પૈંડા જેવા રોટલા ઘડીને એમા ખાડા પાડીને માખણનો પીંડો ઘસીને રોટલો ઘી થી રહકાબોળ બનાવીને બન્ને ને ખવડાવે છે પછી ઢેબરાને પાક બનાવી દેય છે અને પછી કહે છે કે)
''એ હવે તમારે જાવુ હોય ત્યારે જા જો...મે તો તમારા માટે બધુ તૈયાર કરી નાખ્યુ છે લ્યો લ્યો એકદમ ઉપડો એટલે સાંજે વેલાહર આવી હકાય''
(બન્ને એ ખીલે થી ઘોડી ઓ છાડીને ઉપર સેમાન નાખ્યા તંગ બરાબર બાંધ્યા અને ભાતુ લઇને ઉપડ્યા આ બાજુ શેઠ વિચાર કરે છે કે )
માડેહાડેં ભાડેં કડી હવે અડજણભાઇને કોણ કેવા જાય કે ટમને કાડોભાઇ સાજે માડવા પઢાડવાન છે હુ અને વિહલો બેય જણને ખબડ છે કે અડજણ ની માઠે શુ ઠાવાનુ છે!!પણ હવે અડજણભાઇને કે'વા કોણ જાય લેને વિલાને કવ...?નાના વિહલાનો શુ ભડોહોં...આ જમાનમા કોઇનો ભડોહો કડાય એવુ નઠી રયુ અને વખટ છેને વિહલાએ હમાચાર નો પુગાડ્યા હોય ટો...!!!તો લાવને હુ જ ઉપડુ પણ હુ જાવને કાડોભાઇ ભાડીજાય ટો ભાડેં ઠાય..!''
(આમ વિચાર કરતા કપતા શેઠતો ઉભા થયાને હાલવા મંડીયા આવ્યા ગાના પાદરમા વળી પાછા વિચારે ચડીયા)
''આ અડજણીયોને મુડીયો મને ગાંડો કડી નાખવાના આ એને બચાવ્વા હારૂ ઠીન માડે કેટલા ધમપચાડા કડવા પડે છે અને એને ંમનમાય નઠી લ્યો...હવે હુ કાડોભાઇ કે બિજુ કોઇ ન ભાડે એમ કેવી રીતે જાય ''
(આમ વિચારે ત્યા એની નજર પાદર માથી ઠે'ઠ ડુંગર સુધી પહોચતી વિરાની જમીનની પટડી ઠેઠ ડુગરને અડતી હતી એમાય વળી શેરડીનો વાઢ ચોપેલો શેઠ તો રાજી રાજી થૈઇ ગયા કે)
'' હવે કાડોભાઇ ટ હુ (શુ)પણ ધોડોભાયે નય ભાડે ''
(શેઠ તો એકદમ આડુ અવળુ જોતો ચિંડુ ઉધાડીને વાડ(શેરડીના ખતરમા)હાલવા મંડીયો પણ વાહડા વા વાહડીવા વાડની જાડી જોઇને મનમા થોડી બિક લાગી કે)
''આ વાડમા ડીપડો સંટાઇને બેઠો હોય ટો નિડાટે ખાય જાય ખડો..!!(વળી પાછુ મન પાછુ વાળે છે કે)એલા ટુંટો હાવ બિકણો ઓલ્લી એકલી બાઇ કેટલાય વડહ થી ડુંગડોમા રે'ય છે એને ટો કાડેય ખાયને ગયો ને ટુ ધોડાદિહાડે બિ છો..?તાડા કેવા પુડવજો ઠઇ ગયા મેવાડમા વિડ ભામાશા જે અકબડ જેવાથી નો દડીયા ને રાણા પડટાપને પોટાનુ ઢન અકબડ હામે લડવા આપી ડીધુ તોય નો ડર્યો..અડે શગાડશા શેઠ પોટાનો ડીકડો ખાંડતાનો ડડીયા ટુ શેરડી ના ખટડમા ડર્ય છો..?મરડ થૈ જા મરડ..''
(આવા વિચાર સાથે શેઠને હિમત આવી ગઇને વાજોવાજ હાલવા મંડીયા ખેતર વટીને ડુંગરના ગાળામા શેઠ દાખલ થયા અને મુળુના ઝુપડો આવીને ઉભા રહ્યા અને પુછ્યુ કે)
''અડજણભાઉને મુડુ કેમ ડેખાટા નઠી''
''અરે આવો શેઠ આવો આજ અટાણમા મારુ આંગણુ પવિતર કર્યુ ''(બાઇએકહ્યુ)
''અરે ઇ પવિતડ બવિતડની વાટ પછી પેલા ક'યો કે ઇ બેય ક્યા ગયા...?''
''એ...ઇ ગયા અમારા કુળદેવી માતાજીના ઓરડે દર્શન અને શ્રીફળ વધેરવા''
''હેં....!!!(કહેતા શેઠ લમણે હાથ દઇને હેઠા બેહી ગયાને બબડવા મંડીયા)એલા ટો...ટો...ભાડે થૈઇ માડો ભવ બગડેને ટો...ટો''
''અરે શેઠ વાત શુ છે તે'તો કહો''
''અ,,,ડે..વાટ ભાડેમાથી છે શુ કહુ આજ સાંજે કાડોભાયને એની ટોડકી માડવા આવવાના છે...?!''
''બસ એટલી જ વાત છે ને..?તો એમા આટલી બધી ચિંતા શુ કામ કરો છો...? ઇ તો આવશે ત્યારે જોયુ જાહે..સુકલ લાકડી સૌં ને લાગે અને કાળો આવશે તો શુ થૈં જાહે અરજણને મુળુ કાય સાનામાન થોડા ઉઙા રે'હે..?અવે શેઠ મરદના પારખા તો જંગમા હોય છે દસ દસ જણાને એકલો ભારે પડવા મંડે ઇ વખતજ કઇક અલગ હોય છે તમે ચિંતા ન કરો...!અને તમે કહો છો કે તો'તો મારો ભવ બગડે અરે તમારો ભવ વળી કેમ બગડે શેઠ એમા મને સમજાણુ નહી..?''
''અડે મે કાડાઙાઇને કાગડીયા નો આપ્યા હોટ ટો આવુ કયા બનવાનુ હટુ..''
''શેઠ ઇ તમારો વહેમ છે કાળો કોઇ પણ હિસાબે સહી લેવાનો જ હતો તમે ચિંતા ન કરો આમા તમારો કાઇ જ વાક નથી..કાળજેં ચાર તહું પાણી રાખજો શેઠ...અને કાળીયો આયા આવે તો ટુકો ન કરી નાખીયે,.તમે તમતારે નિર્ચિંત રહેજો..ભલે આવતો ઇ ભડવો..''.
''વાહ આવી મડદ માના ડીકડા મડદ જ હોય...ધન છે તમને ધન છે..ટો હુ જાવ છુ..''
(શેઠ ત્યા થી રવાના થયા આવ્યા ઘેર..શેઠને આજ કયાય ગોઠતુ નથી શુ કરવુ એ શેઠને કાય સુજતુ નથી પણ મનમા થયા કરે છે કે ગમે તેમ કરીને આ બન્ને ને આજ ની આ ઘાત્ય માથી બચાવી લઉ..હવે શેઠ સુવાળુ વરણ એટલે ગામના કોઇને કહી ન શક્યા કે તમે કોઇ જઇને અરજણભાઇ ચેતવી દયો કે આજ આમ બનવાનુ છે એટલે વિચાર કર્યો કે સબંધીને મળવાનુ બહાનુ દઇને ઘેર થી નિકળી જાવ અને કોઇ રસ્તે નિકળતા કોઇ ઓળખીતા વટે મારગુ ને કહુ કે આટલો સંદેશો અરજણ અને મુળુને પુગાડી દો આમ વિચારીને શેઠાણીને કહ્યુ કે)
''શેઠાણી...?!''
''શુ છે શેઠ અટાણના પોરમા પડકારા આદર્યા''
''નો કડુ પડકાડા...આ ટમાડા મોટીચંડ શેઠને કેડુનો મડવા જાવુ જાવુ કડુ છુ પણ મેડ ખાટો નઠી તો આજ ગાંઠ વાડી જ લિઢી કે આજ આમ'ઠી આમ ઉગી જાય ટોય મોટીચંડ મામાને મડી ને જ રે'વુ છે...બોલો તમાડુ હુ કે'વુ છે...અડે મોટીચંડ મામા આપડા ગામમા આવટા વટે માડગુ હાડે હજાડ વખટ કેવડાવ્યુ છે કે આટો આવી જાય ટો જાવુ પડે ને..?શુ તમાડુ કેવુ છે...?''
''હા તે કોણ તમારી આડુ ઉભુ છે જાવને...?''
''તે ભાઇને કેજે કે ઘડીક ડુકાન ઉઘાડે ટયાટો હુ પાછો વયો આવી..''
''એ...હા...હા..જાવ તમતારે નિરાંતે જાવને નિરાતે વયા આવજો''
(શેઠ ઘરે થી પેલા તો દુકાને ગયા અને નાસ્તાનુ પડીકુ વાળ્યુ પછી.. હાલતા થયા ઉભા કેડે કો'ક નિકળે એની રાહ માને રાહમા શેઠ હાલ્યા જાય છે એમા એક શેઠનો વર્સો જુનો વિશ્વાસુ ઘરાક ઘોડુ લઇને સામો મળ્યો શેઠ પાસે આવીને ઘોડી ઉઙુ રાખ્યુ અને પુછ્યુ)
''અરે...શેઠ આજ કેનીકોર ઉગ્યો..?''
''અડે...ડી...ટો ઉગટો હોય ન્યાજ ઉગે ઇ ઠોડો માણાહની જેમ ગમે ન્યા ઉગે...!!!''
''હુ..એમ કવ છુ કે આજ અટાણના પોરમા કેનીકોર હાલ્યા ઇએ વળી પાછા હાલીન...''
''લે...ટેં..માડે વડી કયા ઘોડુ છે ટે ...ખદક...ખદક..કડટો ઉપડુ...અને અમને કોણ આપે..!''
''એ...લ્યો..આ મારુ ઘોડુ લેતા જાવ ઘેર આવી જાવ ત્યારે કો'ક ઘરાકની હારે પાછુ મોકલાવી દેજો''
''અડે...ના ભાઇ...ના...(પછી હળવેક દઇને કહ્યુ) ટાડી હાડે માડે જીવ મડ્યો છે એક વાટ કડુ...જો એક સડત કે હુ ટને કામ બટાવુ એમા ના નો પાડવાની ટો કવ...નક્કડ ખોટે ખોટુ શુ કહેવુ..બોલ કડીશ...?''
''શેઠ મારાથી થાય એવુ હશે તો કરીશ કહો તો ખરા..?''
''જો પેલી વાટ ટો એમ કે હુ જે કામ બટાવુ ટે ધડમનુ કામ છે..,ઇ કામમા બે જણાનો જીવ બચે એમ છે એટલે કવ છુ...નક્કડ હુ કવ ખડો...!''
''શેઠ કહો તો ખબર પડેને...!''
''જો...ટુ..ઓલા અડજણભાભાને ઓળખ છો ને...?''
''હા...હા...ઓળખુ છુ...?શુ થયુ અરજણભાભાને..?''
''ઠાય સુ..!કાય ઠયુ ટો નઠી પણ આજ રાતેં ઠાવાનુ છે...જો...ટુ કોયને વાટ નો કડટો...અમાડા ગામના કાડાભાઇ નય..?એ બિજા ની જમીનુ પડાવી પડાવીને પોટાના ખાટે કડે છે..અને ઇ ઢંઢામા એને ફાવી ગયુ કોઇ મડદ કાડાભાઇ સામા શિંગડા માડ્યા જ નય અટાણ હુંઢી. અને માંડે ટો કાડાભાઇ એના શિંગડા ભાગી નાખે એવા જબડા આડમી છે કાડાભાઇ.,.એમા વાટ એવી બની કે આ મુડી ના બાપની જમીન કાડાભાયે ખાટે ચડાવી લિઢી એટલે ં મુડુ હવે જવાન ઠયો ટો મુડુને જમીન વાવવાનો શોખ ઠયો અટલે કાડાભાય સામા શિંગડા માંડયા અટલે આજ રાટેં કાડાભાઇ મુડુના શિંગડા ભાંગવા જાવાના છે..''
''તે એમા આપણે શુ કરવાના..
''જો ટાડી પાહે પાણીદાડ ઘોડી છે પાચ ગામમા ટાડી ઘોડીના વખાણ ઠાય છે અટલે હુ ટાડી પાહણ આવટો'ટો તા ટુ સામો મડી ગ્યો...ટા ડે એક કામ કડવાન છે ટાડે મુળુ અને અડજણની વાહે ઘોડી ધોડાવ્વાની છે ઇ એના કુળડેવીના ઓરડે ગયા છે..બોલ માડુ ઇ કામ ટુ કરી નાખ્ય ટો ભાડે મજા પડી જાય એમ છે''
''અરે...શેઠ એમા શુ આ મારી રોઝડીને વેતી મેલુ એટલી જ વાર લ્યો ત્યારે હુ જાવ છુ...(પણ જયા હાંકવા જાય છે ત્યા શેઠ બોલ્યા)
ઉભો...રે આ ઠેલી લેટો જા એમા નાસ્ટાનુ પડીકુ છે ભુખ લાગે ન્યા ખાય લે જે ને લે આ થોડીક ખરસી આપુ છુ કે'ડે જરુર પડે ટો વટાવી નાખ જે..અને હા તુ અડજણભાઇને કે'જે આજની રાટ્ય કયાક રોકાય જાય ટો ખેં ગુજરી જાય..!''
''તમી ચિન્તા નો કરો શેઠ હુ ઇ અરજણભાભાને હમજાવી દેંહ..?''
(ઘોડેઅહવાળ ન્યા થી નિકળી જાય છે ધુળની ડમરી દેખાણી તાં'હુંધી શેઠ ઉભાર્યા પછી મોતીચંદ મામાનુ ઘર પડતુ મેલીને પોતાના ઘર ભણી મારી મુક્યા વહેલુ આવે ઘર...શેઠને આવેલા જોયા તરત શેઠાણી એ કહ્યુ)
''લે....મોતીચંદ કાકાને મળીને વેલાહર વયા આવ્યા લાગે...?''
''અડે શેઠાણી મોંડા ચોઘડીયે ઘેડ ઠી નિકડાય ગ્યુ કે'ડે એક ઘડાક સામો મડ્યો ટો કહે કે મોટીચંડ મામા બહાડગામ ગ્યા છે ટે પાછો વડી ગ્યો...લે ત્યાડે હુ ડુકાને જાવ છુ..છોકડો લાખના બાડ કડશે...છોકડાને શુ ખબડ પડે..!!''
''હા...હા....તમારો જીવ દુકાનમા હોય પછી ચોઘડીયુ મોળુ જ હોય ને...?''
''શેઠાણી ટમી કયાડેક કયાડેક વઢાડે બોલી જાવ છો.,કાં..?''
''હવે જાવને તમી તો પાછા વાત વધાર્યે જ જાવ''
(શેઠ દુકાને વયા ગયા અને મનમા નિરાત થઇ કે હાચ હવે ઉપાધી મટી)
*** *** *** *** *** *** *** ***
(પગથિયા ચડતા જાય છે ને માતાજીની જૈં જૈંકાર બોલાવતા જાય છે શ્રીફૃના છાલા ઉતારીને માતાજી આગળ જઇને ઘીનો દિવો પેટાવ્યા અને શ્રી ફળ વધેર્યુ પણ ત્યા તો શ્રીફળ ઉભે ઉભુ ફાટ્યુ અરજણભાભો કહે કે)
''એ આ જો માતાજીયે કોલ દિધો કે જા તારો વિજય થાશે''
''શ્રીફળ ઉભુ ફાટે તો માતાજી ભેરે આવશે એમ માની લેવુ એમને...?''
''હા હા એમ જ..! હવે માતાજનુ મનમા સમરણ કરી લે કે હે માતાજી એમારીલભેરે રે'જે''
(મુળુ મનમા માતાજીને પ્રથના કરે છે એવે ટાણે એક માણસ પગથીયા ચડતો આવે છે અરજણ એને આવકારે છે કે)
''એલા આવ્ય આવ્ય મહરી અામ કયાથી''
''ઇ'તો હુ આયથી નિકળ્યો તેં થયુ કે હાલ્યને માતાજીના દર્શન કરતો જાવ..?કેમ તમારા માતાજીના દર્શન કરવા અમારે નો અવાય..?
''અરે...મહરી તુ આ શુ કહે છે માતાજી તો બધાના કે'વાય માતાજીના ઘેર તો બધા આવે એમા અમારાને તમારા જેવી વાત જ ન હોય''
(મહરીયે માતાજીના દર્શન કર્યા અને અરજણભાભાને અને મુળુને રામ રામ મળ્યો પછી આરડાની બરાબર સામે ઘટાટોપ આંબલીના છાયે ત્રણેય બેઠા અને યાદ આવ્યુ કે થોડુ થોડુ ખાઇ લઇએ પછી નિકળીયે..મુળુએ ભાતુ છોડ્યુ મહરીએ શેઠે આપેલુ પડીકુ છોડ્યુ નિરાતે જમ્યા અને પડખે વાવ હતી એમા ઉતરીને પાણી પીધુ પછી નિરાતે બિડીયુ પીવા બેઠા...બિડી પીતા પીતા મહરીએ કહ્યુ કે)
''મને શેઠે મોકલ્યો છે''
''કેમ વળી કાય ખાસ કામ છે...?''
''એમા એવુ છે કે આજ સાજે કાળો અને એના માણસો તમને મારવા આવ્લાના છે એવી વાત શેઠને મળી છે તો શેઠને ચિંતા થાય છે એટલે મને સામો મોકલ્યા અને કહ્યુ છે કે આજની રાત તમી ઘર નય આવતા''
''તે એમા અમારે ઘેર શુકામ નહી આવવાનુ...?શુ આજ અમે ઘેર નહી આવીયે તો કાળો બધુ ભુલી જાવાનો છે..?અરે ઇ કાળા થી કાઇ નો થાય અને એના બટકા મગા પાચ પૈસાના દાડીયા થી શુ અમારે ડરી જાવાનુ...?અમે હાલતા માણાહનો છાળો કરતા નથી અને અમારો છાળો કરે એને છોડતા નથી પછી કાળો હોય કે બિજો કોઇ હોય,,ડરીને જીવવા કરતા લડીને મરી જાવુ વધારે સારૂ છે''
''પણ શેઠે મને કહેવા મોકલ્યો છે શેઠ બહુ ઉપાધી કરે છે''
''શેઠ હારે અમારે નાનપણનો નાતો છે તેં ઉપાધી થાય પણ અમારા પાછી પાની તો નહી થાય...!અને હા એકવાર તમી પછી પાની કરો એટલે વારે વારે પાછા ભાગતા થઇ જાવ એ વાત નક્કી છે...એટલે શેઠ કહે એવુ અમારા થી નહી થાય''
''ઇ તો પછી જેવી તમારી મરજી..''
''અરે ભાઇ ભાગવા થી કાઇ બિક મટી જવાની નથી ઉલટાની વધે છે''
''હાલો ત્યારે હુ જાવ છુ પણ તમે કાળા થી ચેતતા રહેજો''
''ચેતતુ તો કાળાને રહેવાનુ છે અમારે નહી એને અમે સુખે થી સવા નહી દઇએ..એલા એકતો આ મુળાના બાપનો ગરાહ હડફ કરી ગયોને ઉપર જાતા બિક દેખાડી રહ્યો છે આજ જો ઇ આવે અને ધુળ છાટતો ન કરી નાખુ તો તો આ ધોળામા ધુળ પડી કહેવાય તુ તુતારે જા અમારી ઉપાધી નો કરતો...!
(મહરી જતો રહે છે અને અરજણ અને મુળુ થાક ઉતારવા બેઠા એમા અરજળે કહ્યુ કે)
''મુળુ હવે મને સમજાયુ કે કાળાએ શેઠને સહી દેવાની જીભાન આપી થી પણ એ ફરી કેમ ગયો...?
''સાચી વાત છે કાળો ફર્યા નથી પણ એને કોઇએ ફેરવી નાખ્યો છે એમજ ને..?''
''હો એમજ એની હારે રહેનારાને મફતમા ખાવા વાળા સમાધાન નો કરવા દેય અને જો સમાધાન થઇ જાય તો કાળાને એની જરૂર રહે નહી અને બટકુ મળતુ બંધ થઇ જાય એટલે કાળાને ચડાવી ચડાવીને મરાવી નાખશે ઇ નક્કી
(આમ વાતુ કરતા ઘણો વખત વિતી ગયો પછી ઘોડા પર પલાણ માંડે છે અને માતાજી વિનંતી કરીને ત્યા થી નિકળી જાય છે.....)
*** *** *** *** *** *** *** ***
''લે આવીગ્યો મહડીભાઇ આવં આવં આણીકોંડ વ્યો આવ આણી કોડં વ્યો..આવ કેવડુનો ટાડી વાટ જોયને બેઠો થો
''(મહરી દુકાનના પગથીયા ચડતા કહે છે)શેઠ તમારો ભાઇબંધ કયા માને એવો છે તમે ખોટો ધકો ખવડાવ્યો(શેઠના થડાવી સોમે બેસતા મહરી એ કહ્યુ)

''મને ખબર જ હતી કે અડજણભાય નય માને...!''

''પણ શેઠ આમ તો અરજણભાભાની વાત સાચી નય..?''

''શુ સાચી..! સાચી સાચી ચોટી પડયો છો શુ સાચી..??''

''જુવો શેઠ કાળો હરામી માણાહ છે..ઇતો તમે જાણો છો..જ એકવાર મુળુને અરજણભાભો એના થી બીયને ભાગ્યા એટલે પતી ગયુ..!ઇ એની વાહે પડી જાય ઇ તમને ખબર પડે છે..?''

''તાડી વાટ સોડઆની હાચી પણ અખટડો કડવામા શુ વાંઢો...!!!''

''અખતરો ભારે પડે શેઠ..!''

''હેં મહડી હવે હુ થાહે..?''

''હવે થાય શુ..ઇ અરજણભાભો જમાનાનો ખાધેલ છે ઇ કીઇ નાનો ગગો'તો નથી...?હાલો હુ જાવ છુ''

(મહરી તો ગયો પણ શેઠ વિચારમા પડીયા કે)

''આ માડા બઢા કઠણીયો બોવ હો...બિટા જ નઠી પણ માડે કાં'ક કડવુ પડશે''

(શેઠ ઘેર આવ્યો અને શેઠાણીને કહે)

''શેઠાણી હાંભડો છો..?આજ માડે અટાણે ઉધડાણી એ જાવાનુ છે...''

''હા...તેં.જાવ અને પાછા વેલાહર વયા આવજો..''

''જુવો...શેઠાણી આપડી જેમ બઢા વંપાડી નો હોય તે બઢા ઘેડ જ હોય...!તમે મને કહો કે આપડા ઘડાગ કોણ છે..? આપણા ઘડાગ ખેડું છે ટો ખેડુ બસાડા આખો દિ ખેટડમા કામ કડટા હોય છે..અટલે દિ આઠમ્યા પછી મોડા મોડા ઘેડ આવે અટલે માડે મોડુ ઠાહે...પણ ટમી ચિંટા નો કડટા,..તમટાડે હુ ગમે ટાડે વયો આવી...ટમી ને છોકડાઓ ખાય પિયને ટબ્બા જેવા થૈયને સુય જા જોં''

''હા...પણ તમી વેલાહર વયા આવજો એમ જ કવ શુ પણ તમે તો આખુ મહાભારત પુરુ કરી નાખો છો''

''એમ નય શેઠાણી વખટે કોઇ ઘડાક જીદ્દ પરડીને બેહી જાય કે શેઠ વાડુપાણી કડીને જ જા જોં ટો પછી માડે વાડુ કડવા રોકાય જાવુ પડે કે નય..?''

''એ...હા...જાવને હવે તમે તો પણ......''

(શેઠ ઘેર થી સિધ્ધા ડુંગર ભણી નિકળી જાય છે રસ્તે વિચાર કરતા જાય છે)

''આ અડજણભાયે બોવ કડી..એક જ રાતની વાટ હટી એક રાત કયાક વયાગ્યા હોટ ટો એનુ લુહાય જાવાનુ હટુ.
પણ એને ટો મડદ ઠાવુ છે...! પણ માડે શુ કડવુ..!!અટાણે મુડુને અડજણભાય બેય વિચાર કરટા બેઠા હશે,,,વિચાડ કડટા બેહશે પણ કયાય જાહે નય...!

(આમ વિચાર કરતા કરતા શેઠ તો મુળુના ઝુપડે પહોચી જાય છે જઇને જોવે છે ત્યાતો મુળુ અને અરજણ વાતુના હિલોળા કયલેય છે ત્યા શેઠને જોઇને આવકારો આપે છે કે)

''એલા આવો શેઠ આવો...

''આ જોવોને આવ્યો તમારી વાહે હુ ગાંડો થૈઇ જાવાનો છુ એ નક્કી...!

અરે શેઠ આવુ કેમ બોલો છો..?

''તે...નો બોલુ..! આ તમે સમજટા નઠી તેં માડે ડી આઠમે ગામ ંમુકીને ઢોડવુ પડેને..?

''શેઠ તમે ચિંતા ન કરો અમે ચામડાના છીયે અને કાળો કાય લોઢાને નથી..! કાળો અન્ન ખાયને અમે કાય દેતવા નથી ખાતા...હા..''

''ઇ તમારી વાત સાચી અડજણભાય...પણ હુ કવ છુ કે ટમી આજ ની રાત ભલે ટમી બિજે ન જાવ ટો ટમાડા ઘેડ જટારોં...

''નય શેઠ કયાય જાવુ નથી આજ તો રંગલો જમાવ્વો જ પછી ક્યા વાત છે..?

''ટમી ભાડે જીદ્દી હો ભાય...

(આમ વાતુ કરે છે ત્યા આઘે આઘે થી અલખ નિરંજન અલખનિરંજન ના નાદ સંભળાયા શેઠે હડફ કરતા ઉભા થૈય ગ્યા અને દુર દુર નજર નાખી ને જોવા લાગ્યા અને નજર સામે સાધુડાની મંડળી જોઇને શેઠ કહે)

''અડજણભાય....!!! ઉભા ઠૈંય જાવ સાઢુ માત્મા નુ ટોડુ આવે છે

''એને ટોળુ નો કે'વાય શેઠ એને જમાત્ય કે'વાય

''ઇ જમાટ્ય કેવાય કે બમાત્ય કેવાય પણ સાઢુડા છે ઇ હાચુ...ટમાડા ભાગ્ય ભાડેં જબડા કેવાય હો અડજણભાય..આજ ટમી માટાજીના દડસન કડ્યા અને અટાણે સાઢુમાટ્મા ના દડસન ઠયા ભાડે ભાંગ્યસાડી કેવાવ એમાય આજ આ સાઢુડાને ખવડાવો ટોટો પુન નો પાડ નો રેય...

(શેઠની વાત સાંભળીને મુળુ કહે કે)'' તે શેઠ કોણ ના પાડે છે ભલે આવે આંગણે સાધુ કયા થી..!

(ત્યા તો સાધુડાઓ હરીભજન કરતા અને ચિપયા ખખડાવતા સાવ નજીક આવી જાય છે ત્યારે અરજણ અને મુળુ કહે જાવ જાવ શેઠ સાધુ મહારાજને અહી લેતા આવો)

''પણ કેટલા બઢા છે એક બે નહી પણ વિહ પચવિહ છે

''અરે ભલે ને પચ્ચાહ હોય તમી શુકામ ચિંતા કરો છો..એના ભાગ ભગવાન નહી દઇ રેય...તમતારે બરકો..!!

(શેઠતો આડાફરીને ઉભારહ્યા સાધુડાની મંડળી બરાબર પાસે આવી એટલે શેઠતો ફટ દઇને આડાપડીને આગળ હાલતા મહંત ના પગમા પડીને કહેવા લાગ્યા)

''માટ્માજી અટાણે અહુડા કયા રોકાહો...?''

''(મહંતજી કહે)અરે આપ શેઠ લગતે હો..??

''મહંટજી તમી ભાડે વડટુંકણા...!ઓડખી ગ્યા માડ પેડવાહ પડ ઠી ઓડખી ગ્યા એમને..?

''દેખો શેઠ ભગતજી હમકુ રૂકને કી આદત નહી હેં હમ તો ચલતે રહતે હૈં...અગર કોઇ ભગત મિલ જાયે તો ઠહેર જાતા હે...

''ટમી રોકાય ટો જાવ છો ને...? આમ ટમાડે રોકાવાનુ નિમ ટો નઠી ને...?

''દેખો શેઠજી હમારે સાધુઉન કો રાત કો હરી ભજન કરના હોતા હૈં...હમદિન કો ચલતે રહતે હૈં ઓર રાત કો હરી ભજન કરને કે લિયે ઠહર જાતે હેં...હમકો કોઇ મકાન બકાન કી જરૂરત નહી હે,,.હમ તો જંગલમે ભી રૂક જાતે હે હમ કિસીશે ડરતે નહી હૈં...સમજગયે શેઠજી

''માટ્માજી અમાડી ઇશ્શા મહટમાને જમાડવાની ઠઇ છે..ટો અમાડુ ઝુપડુ પાવન કડવા પઢાડશો

''મહંતજી બિજા સાધુડા ઓને ઇશારો કરીને કહ્યુ)અરે ભૈઇ ચલો શેઠ કી ઇશ્શા હૈં...સબકો ખિલાને કી

''જુવો બાપજી મે સાંભડ્યુ છે કે સાઢુમાત્મા ક્રોઢી હોય છે ટો માડો સભાવ થોડો મજાક કડવાનો છે ટો ક્રઢ નય કડવાનો બડાબડ

''અરે શેઠ કયા બકતે હો હમ ક્રોધ વાલે સાધુ નહી હે..

''હા...ટો પઢાડો અમાડી ઝુપડીયે...!

(સાધુની વિસ પચ્ચીસ જણાની જમાત હડેડાટ કરતી આવી ગય...કોઇના હાથમા ચિપિયા કોઇના હાથમા તરહુળ કોઇના હાથમા તરવારં કોઇના હાથમા વળી રામ સાગર...સાધુડાને તો બુંગણ પાથરી દિધા બધા બેઠા અરજણભાભો અને મુળુ પણ સંતોને પગે લાગે છે પણ શેઠને આજ હરખ સમાતો નથી ઇતો સાધુડા ઓની સેવામા લાગી ગયા કારણ કે વગર પૈંસાના લડવૈયા મળી ગયા ઇએ પછા અંધારામા બરાબર રોકાવાના સમયે...શેઠ તો સેવા કરતા જાયને પ્રશ્નો પુછતા જાય છે અને ગાતા જાય છે)

''એ નઠી મફટ મા મડટા રે એના મુલ સુકવ્વા પડટા સાઢુને સંટ પણા રે ભાઇ નઠી મફટમા મડટા....વાહડેં સંટભગવાન અમને ઢન્ય કડીનાખ્યા અમાડો મનખ્યો સુઢાડી નાખ્યો ટમાડી જૈં...હો...ટમાડી જૈં....હો

''દેખો શેઠજી હમકુ બખાન ગમતા નહી હૈ..હમ પરભુ ભજન કરતે હૈં ઓર દુસરો કો કરાતે હૈ..હમ સહી રાહ પર ચલતે હૈં ઓર દુસરે કો રહી રાહ પર લાતે હૈંં...

''સમજી ગ્યો....સમજી ગ્યો....ટમાડુ કામ માણસોને સુઢાડનુ એમ ને...? પણ બઢા કાય સડખા નો હોય..કોઇ સુઢડે ને કોઇ અવડા હોય ઇ તમાડી વાટુ ઠી નો સુઢડે...ટો ટમી શુ કડો...?

''અબે શેઠ ક્યા બાત કરતે હો...હમારી સહી બાત સે સુધરતે નહી હે...તો ચિપીયા સે સુધરજાતે હે(કહીને મહંતજી એ ચિપીયો ઉચ્ચો કર્યો)

''મને ખબડ જ હટી બાપુ ખિજાય જાહે...?! બાપુ કડોઢ નો કડો...ટમી ચિપીયો ઉચ્ચો નો કડો...હૈઠો મેલી ડો...હેઠો મેલી ડો...

''(મુળુ મહંતજી પાસે આવીને કહે)હેં...મહંતજી તમે હાથે રસોય બનાવશો ને..?તો તમે કહો તે કાચુ સિધ્ધુ લાવી દવુ

(મહંતજી એ જે વસ્તુ જોતી હતી તે કહી બધી વસ્તુ ત્યા હાજર કરી અવે સંતો પોતાની રીતે રસોઇ બનાવ્વાની તૈયારી આદરી,,,મહંતજીએ મુળુ ને કહ્યુ)

''દેખો બચ્ચા હમ અકેલા જમતા નહી હૈ...

''(શેઠકહે)ટો ગામ મા ઠી બરકવા પડશે...?

''અબે શેઠ તુમ મશકરી બહોત કરતે હો...હમરા કહેના હે કે હમારી સાથ તુમ લોગો ભી હરીહર કરના....હમ સબ લોગોનકી રસોઇ બનાયેગે...સમજ ગયે શેઠજી...?

''ઓ...હો...હો..હો...ધન ઘડી ને ઘન ભાગ્ય કેવાય અમાડા...અમાડા ભાગ્યમા સાઢુના હાઠે બનાવેલી રસોય ક્યાઠી....

''(મહંતજી એ સાઢુડા ઓને કહ્યુ) જાઇએ મંગાળા બનાવો..પથ્થર લેકે આવો...લકડીયા લે આવો

(કહેતા તો બધા પડછંડ કાયા વાળા સાધુડા ઉભા થ્યા...વળી શેઠ મહંતજીને કહે)

''ત્યેં હેં બાપુ ટમાડે હુકમ જ કડવાનો..? કામ નય કડવાનુ...?

''(મહંત અરજણની સામુ જોતા કહે)''દેખો ભગતજી આ શેઠ કો સમજાદો...મેરા ચિપિયા ચલગયા તો શેઠજી ભોકારેંગે...હા,,

''(અરજણ)જવો મહંતજી અમારા શેઠને મજાક મસ્તી હોય તોજ મજા આવે

''ઇ...ટો મે પેલે ઠી જ નો'ટુ કિઢુ...?(શેઠ કહે)

''(મહંતજી એ ઝોળી માથી ચિલમ કાઢતા કહ્યુ) અબે મસ્તી કરની હૈં તો શેઠ ગાંજા પિ કે મસ્તી કિજીયે...''

''અડે...ડે...ડે...ગાજો ટો મે કાડેય નાંડેંય નઠી ડીઢો...ઇ અમાડુ કામ નય..?ઇ ટમાડુ કામ...!અમે ટો ડુકાનુ મા બેઠા બેઠા તોલ કડી હકીઇ

''અબે શેઠ આજ તો દમ લગાની પડેગી...!આજ મે છોડુંગા નય...મસ્તી કરની હે ને તો દમ લગા કે દેખો મસ્તી કૈસી હોતી હૈ...

''મહંટ બાપુ સાઢુવાડી મસ્ટી નઠી જોટી...ઇ મસ્ટી ટો ટમાડી જેવા ભાગવી હકે ઇ અમાડુ કામ નય

(આમ સાધુ માર'જ અને શેઠ બન્ને મસ્તી કરે છે ત્યા ડુંગરોમા ગયેલા સાધુડા લાકડા અને મોટા મોટા પથ્થરો મળાંગા કરવા માટે લઇને આવ્યા પાચ પાચ મણના પાણા ભફાગ કરતા નાખ્યા અને લાકડાનો ઢગલો કર્યો પછીતો એઇને બાપા રસોયનુ કામ સરૂ થયુ સરસ મજા ની રસોય થઇ બધા ભેળા થૈઇને નિરાતેં જમ્યા પછી સાધુડાઓ ચલમો પિવા બેઠા બરાબર રંગ જામ્યો છે એવા ટાણે અરજણભાભાએ રંગમા ભંગ પાડતા કહ્યુ કે)

''મહાત્માજી તમને ખોટુ લાગે તો માફ કરજો પણ તમે હવે વિદાય થાવ(આટલી વાત સાંભળી ને મહંતજી ઉભા થઇને ક્રોધમા આવીને કહે છે કે)

''દેખો ભગતજી હમકુ માલુમ હોતા તો હમ તુમારી ઝુપડીમે આતા નહી તમને હમારા દિલ દુંભાયા હૈ...હમ તુમકો શ્રાપ દેતે હૈ,....(ત્યા તો શેઠ ઉભી થૈઇને કહે)

''મહંટજી...કડોઢ નો કડો કડોઢ ઠી માણસ દુબડો થૈઇ જાય છે અને શડાપનો ડેટા માફ કડી ડો ભગટજી ને

''અબે શેઠ અરજનભગતજી એ હમને જાકારા દિયા હે તો હમ શ્રાપ દેઇગે...હમાર અપમાન હમ સહન નહી કરસકતા હૈ

''અડે બાપુ ધિડા રહો ભગતજી એ તમાડુ અપમાન નઠી કડીયુ તમાડો બચાવ કડીયો છે

''કયા બચાવ કિયા હે...હમકો સમજાવો શેઠજી

''જુવો મહંટજી અમાડા ગામમા એક કાળાભાય નામના માઠાભાડે માણાહ રિયે છે...એ કાડાભાયે આ મુડુની જમીન હડફ કડી લિઢી છે એ જમીન મુળુ માંગી રહ્યો છે ટો આજ કાડોભાય ને એના માણસો મુડુને અને અડજણભાઇને માડવા આવે એમ છે એટલે અડજણભાઇ ટમને રોકાવાની ના પાડે છે હવે ટમી સમજ્યા...?

''અરે...તેરી જાત કા કાલિયા...!અબે આને દો કાલીયા કો ચાલે કો ધોલિયા કર દુંગા

''મહંટજી ટમી ટો હરી ભજન કડવા વાડા સાઢુડા કેવાવ તમી ઠોડા ઝપાઝપી બોલાવી હકો.....?!!

''અબે...શેઠ ક્યા બકતે હો...એ હથીયાર હમ દેખાનેકે દિયે નહી રખતે...હમ તો હરી ભજન કરતે હૈ...ઓર અધર્મ કે સામને લડતે હૈ

''(અરજણ કહે)હેં મહાત્મા અમે તમને સમજાવીને કહીયે છીયે કે અમારા માટે થઇને તમારી જોખમ લેવુ પડે એટલે તમે જતા રહો એવી વિનંતી કરીયે છીયે

''દેખો ભગતજી હમારા દાંતમે તુમ્હારા અન્ન હે ઇસ લિયે હમ નહી જા શક્તે..!

''મહંતજી તમે સમજતા કેમ નથી તમે નિકળી જાવ

''અબે ભગતજી હમ નહી જાયેગે

''અમારા આગણે સંતોનુ લોહી રેડાય એ અમને બહુ
વહમું લાગે મહારાજ એટલે કહીયે છીયે કે તમે જતા રહો''

(શેઠ મનમા વિચાર કરે છે કે )

''માડ માંડ...આવા લોઠકા મા'ટમા મળ્યા અને અડજણભાભો માન ખાય છે આ ભાભા બાજી બગાડી નાખશે (આમ વિચારીને શેઠ બોલ્યા)

''અડજણભાય મે સાભળ્યુ છે કે ચાડ પડકાડ ના હઠ્ઠ હોય છે એ લિઢા પછી મુકે નય......એક બાળ હઠ્ઠ...અસતડી હઠ્ઠ..,ઘોડા હઠ્ઠ...અને સાઢુ હઠ્ઠ લિઢા પછી મુકે નય..

''પણ શેઠ તમેતો સમજુ માણાહ છો....તમે મહંતજીને સમજાવો કે ભલા થૈઇને સમજાજી જાય...હુ કોઇ કાળે અહી નહી રહેવા દઉ(અરજણે કહ્યુ)

(શેઠને લાગ્યુ કે હવે તો અરજણેય હઠ્ઠ લિધો છે ઇ એ ભારે હઠ્ઠીલો છે એટલે હવે માકે જ કયાક કરવુ પડશે...શેઠે સાધુડા ઓને સમજાવીને વળાવી દિધા)

*** *** *** *** *** ***

(આકાશ માથી અંધારાના ઓળા અતર્યા પછી વાવની પાળે એક પછી એક એમ કાળાના બધા સાગરીતો ભેળા થયા અને કાળાની વાટ જોઇને બેઠા છે અને વાતુ કરે છે)

''(જગો કહે)હવે આ વર વિનાની જાન કયા લઇ ને જાવુ

''હા...હો....ભાઇ ઇ વાત સાચી આ કાળો તો સાવ કાળો જ છે આપણે એની સાટુ બાધવા જાાઇ છઇ તો એ પોતે જ નો આવ્યો બોલો

''(જીવો)એલા ભાઇ કાળો તો હાવ પાણી મા બેહી ગ્યો થો પણ આપણે પુછડુ પકડીને ઉભો કર્યો નક્કર અટાણે તો ઓલ્યા શેઠે કયારનુ સમાધાન કરી નાખ્યુ હોત અને ઘી ના ઠામ મા ઘી પડી ગયુ હોત પણ આપડે કયા આવુ થાવા દેવુ છે...!

''અને સમાધાન થૈય જાય તો તો આપડે કાળાને કોરી કોરી ને ખાઇ છૈયે ઇ કેમ કરીને ખવાહે....!!!(લખાએ કહ્યુ)

''કાળો તો ભિહમા જ રે'વો જોવે તો જ આપણને બટકુ મળતુ રહે ને...?(હરહુરે કહ્યુ)

''એલા હવે હળુહળુ બોલોને કાળ કયાક આવી જાહે તો બધુ જાણી જાહે....

(આમ વાતુ કરી રહ્યા છે ત્યા કાળો હથીયાર સાથે આવે છે આવીને બધાને રામ રામ કર્યા પછી બધા ઉભા થતા કહે ''હાલો કરીયે કંકુના''આજ તો મુળીયાને અરજણને પુરા કરી નાખવા આ બધા વિચાર કરતા કરતા જઇ રહ્યા છે પણ નદી ઉતરીને સામો કાઠો ચડવા જાય છે ત્યા જ મહંતજી આડાફરીને આ ટોળકીને રોકતા કહે છે)

''અઁબે તમ લાગ કૌન હો...કહા જા રહે હો...ચોર હો...ડાકુ હો..

''તમે મારાજ લાગો છો...?તો હરી ભજન કરો અટાણે તમારે હરી ભજન નો સમય છે નહાકના માથુ ન ખાવ

''એરે...આગે મત બઢના...!

''કેમ આ કેડો તમી હારે લયાવાં છો...?

''અબે એ રસ્તા દિન કો તમ્હારો ઓર રાત કો હમારા હોતા હૈં

''અરે બાવાજી આમ આઘા ખહોની તમે તો આદુ ખાધો..!!

(કહેતા જીવા એ મહંતજીને ધક્કો માર્યો પણ ધક્કા મારતાની હારે તો આડા અવળા સંતાયને બેઠેલા પહાડી કાયાવાૃા સાધુડા ઓએ ડોટુ દિધી જૈં સિયોરામ કરતાકને ચિપિયાની બધડઝટી બોલાવી...વાહામા ઇ ફડાક ફડાક ફડાક ચિપિયા જડી દિધા...પછી મહંત બોલ્યા)

''ઇસ ટોલી મે કાલીયા કૌન હૈ...???

(કાળાના વાહામા ચિપિયા થી મહંતે પોતે ચોકડી પાડી દિધી તી એટલે કાળીયો મ્યાવની મિંદડી થઇ ગ્યો'તો મહંતને કહે)

''કાળો તો હુ પોતે મા'કાજ તમે મને કેમ ઓળખી લિધો તમી ત્રિકાળજ્ઞાની લાગો છો

''હમ સાધુ લોગ સબ જાનતા હે....કૌન ક્યા કરતા હૈં કહા જાતા હૈ...ક્યા ખાતા હૈ...કૌન ક્યા કરમ કરતે હે...એ હમ સબ કુસ જાન તે હૈ...ઓર હમકો હથેલી જોને કી જરૂર નહી પડતી હૈ....સુન મે તુમકો સુનાતાહુ તમ કહા જાતા હે...તુમ બુરા કામ કરને જા રહે હો..તુમ મુળા...ઓર અરજન કો મારને જાતે હો...દેખો બચ્ચા દુસરે કા બુરા કરને કે પહેલે અપના બુરા હોતા હૈ એ કભી મત ભુલના....

(કાળાના એક એક માણસને ત્રણ ત્રણ પહાડી બાવા ઓએ પકડી લિધેલ એટલે જાણે કાળી અંધારી રાતમા ભુતોની વણજારમા ઘુસવાય ગયા હોય એવુ લાગ્યુ...બધા ના પંડ્યા માતાજી પ્રવેશી ગયા હોય એમ ધ્રુજી રહયા છે એટલે છોડાવ્વાની પણ મહેનત કરતા નથી પછી તો કાળો ડાયો ડમરો થઇ ગયો અને સાધુ માત્માને કહે)

''જુવો બાપુ તમે કહો તે બધી વાત તમારી સાચી છે અમે ખરાબ કામ કરવા જાઇ છીયે અને મે કદી સારૂ કામ કર્યુ જ નથી,...પણ આજ મને સાચા સંતનો ભેટો થયો છે તો હવે મારે સુધરી જાવુ છે...તો તમે મારા પર કૃપા કરષો...?

''અબે ક્યા બકતે હો કાલા ભગત હમે તો સાધુ લોગ હમારા દિલ બહોત કોમલ હોતા હૈ..

''તો બાપજી તમે જ કહો હવે અમારે શુ કરવુ જોઇએ...?

''તો ચલો હમારે સાથ અરજન ઓર મુલીયા કે પાસ..ઓર માફી માંગો ઓર દેદો ઉચકી જમીન વાપસ..બોલ કર સકતે હો...?

(કાળો વિચાર કરે છે કે આ બાપુ ના સમજાવ્યા નય ,મજીયે તો ચિપીયે સમજાવશે અને આ ડખ્ખો બાપુના હાથે પતાવી નાખવો છે આમે હુ કંટાળી તો ગયો છુ આતો આ બધાએ મને ચડાવી દિધો છે નક્કર મારે કયા કાય કરવુ જ હતુ આમ વિચારીને કાળો એના સાગરીતો સામુ જોતા કહે)

''બોલો જાલાભાઇ..,.જગાભાઇ....હરહુરભાઇ....જીવા ભાઇ...તમને બધાને મંજુર છે ને...?

''(વાહા મા પ્રચંડ હાથના ચિપીયા પડેલા હતા એટલે હધા કહે)હા કાળાભાઇ અમને મંજુર છે અમે રાજી છઇ હો

''તો ચલો...અરજણ કે પાસ

(જૈં રામજીકી કહીને સૌ નિકળ્યા જ્યા મુળુ નુ ઝુપડુ હતુ ત્યા આવ્યા ઝુપડા ફરતી ઉચી ઉચી વાડ્ય કરેલી હતી એટલે જાપે (દરવાજે)આવીને મહંતે કાળાને હળવેક દઇને કાળાને કહ્યુ કે તુ સાદ કર...અને હા બાધવાનો જ હો....ભાઇબંધ નો નય...કાળો અરજણને પડકાર ફેકે છે)

''એ.....અરજણ બાં'ર નિકળ્ય...

(હાકલો સાભળતા'તો મુળુ ને અરજણ બેય ઠેક્યા અરે તારી જાત્યા ના કાળીયા ત્યા તો શેઠ આડા પડીયા અને કહે)

''અડજણભાઇ માડા છોકડાના સમ એકવાડ મને જાવા દ્યો

''એરે શેઠ તમે સમજો એ કાળીયો છે ઇ તમને જોખમશે

''નય જોખમે અડજણભાઇ હુ એકવાડ જાવ ટો ખડો

(શેઠ ગયા જઇને જોયુ તો હારે સાધુડાઓ નેય ભાળી ગયા શેઠ તો હડફ દઇને પાછા ફર્યા આવીને કહે કે )

''અડજણભાઇ ન્યા ગ્યા જેવુ નઠી તમે બાવાઓનુ અપમાન કડયુ થુ ને ટે બાવાય બડલો લેવા આવ્યા છે કાડાભાઇ હાડે....માડેહાડે ભાડે કડી

''અરે આમ આઘા ખહો હવે જે હોય તે...

(કહીને અરજણ ને મુળુ બેય ઠેક્યા બરાબર પાસે પહોચ્યા ત્યા મહંત કહે)

''ઠહેરજાવ અરજનભગત...!!(કહીને મહંત ખડખડાટ દાત કાઢે છે અને કહે છે)હમ સાધુ લોગ ઝઘડા શાન્ત પાડને વાલે લોગ હે

(કહીને મહંત આગળ વધે છે ઝુપડાના ફળીયામા આવે છે પછી મહંત કહે)

''અહા કુસ બિસાવો બેસ હૈં

(મુળુ એ બુગણ પાથર્યુ પછી એના પર બધા બેઠા મહંત કહે)

''દેખો અરજન ભગત કાલાભગત સુધર ગયે હૈ..ઓર ઉનકો ઉનકી ભુલ સમજમે આ ગઇ હૈ..,ઓર એ મુલુ કી જમીન વાપસ કરને વાલે હૈ...બોલો આપકા ક્યા કહેના હૈ....????

''અરે મહંતબાપુ આના જેવુ રૂડુ શુ હોય.....કાળાની ભુલ કાળા સમજાણી હોય અને એ સુધારવા માંગતો હોય તો અમારેય વેર વધારવુ નથી...

''(શેઠ કહે)કાડાભાઇ ભાડેંકામ કડ્યુ...ટમી સુઢડી ગ્યા સાડુ કડ્યુ....મને ટો કયાય ગોઠતુ નોટુ...ડખ્ખો પટાવી નાખ્યો વાહ ડે ભૈઇ

''(મહંતજી કહે)દેખો કાડાભગત જમણા હાથ મે પાની લો ઓર મન મે સંકલ્પ કરો કે આજ સે મે મુળુ કો ઉસકી જમીન વાપસ કરતા હુ...

(કાળા એ હાથમા પાણી લઇ ને સંકલ્પ કર્યો કે હુ આજ થી મુળુને એનો ગરાહ પાછો આપુ છુ એમાથી મને જરા પણ ન ખપે બધુ શાન્તી થી પતી ગયુ પછી શેઠે કહ્યુ)

''માડાજજી હવે એક કામ કડી નાખો બાપુ...કાયમ ભાયબંધી રય જાય એવુ કામ કડટા જાવ

''અબે શેઠ બતાઓ ક્યા કામ કરના હે બોલો..?

''કાડાભાઇ રીહ નો કડટા...ટમાડે એક જ ડીકડી છે અને મેઘાભાયને એક જ ડીકડો છે કડી નાખો ની કંકુ ના..?

''(મહંતજી કહે)સહી બાત હે..,ઐસા હી કરો

(કાળો કહે)આજ તમે જે કહો તે કરવા હુ તૈયાર છુ હુ મારી દિકરી મુળુને આપી સુક્યો બોલો હવે કાય...?

( ત્યા માતાજી આગળ દિવો કરીને બેઠેવી મુળુની મા આવીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી ત્યારે મહંતજી કહે)

''અરે બાઇ તુમ ક્યુ રડતી હો....

(અરજણને મહંતના શબ્દો સાંભળીને બહુ ખોટુ લાગ્યુ કે સાધુ આવા શબ્દો બોલે...!!!મનમા વિચાર કરે છે કે સાધુ કે'વાય...!!!બાઇ શબ્દ સાધુ થી બોલાય....!!!આતો હળા હળ અપમાન કેવાય...આવા શબ્દો સાધુને શોંભે....અરજણ ને સાધુ મા કઇક ડાળ મા કાળુ દેખાણુ અને કહ્યુ)

''મહંતજી સાચુ કહો તમે કોણ છો...?''

(મહંતજી કહે)કહે વાહ અરજણભાઇ તમે ખરા માણાહ પારખુ છવો હુ કોઇ સાધુ બાધુ નથી હુ પોતે જ મેઘો શુ....

(પછી તો સારે બાજુ આનંદ સવાય ગયો અને એક સાથે બધા બોલી ઉઠીયા કે લ્યો ''ઘીના ઠામ મા ઘી પડી ગ્યુ''

___લેખક.....રામભાઇ આહીર