Hemlet in Gujarati Short Stories by William Shakespeare books and stories PDF | હેમ્લેટ

Featured Books
Categories
Share

હેમ્લેટ

હેમ્લેટ

હેમ્લેટ ડેનમાર્કના રાજાનો એકમાત્ર પુત્ર હતો. તે તેના પિતા અને માતાને ખૂબ પ્રેમ કરતો હતો - અને તે ઓફેલિયા નામની સુંદર યુવતીના પ્રેમમાં ખુશ હતો. જેના પિતા, પોલોનિયસ, ચેમ્બરલેનના રાજા હતા.

જ્યારે હેમ્લેટ વિટનબર્ગમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. યુવાન હેમ્લેટ ઘેર ગયો અને એમ જાણીને ખૂબ જ દુ:ખી થયો કે રાજા એક સર્પદંશથી મરી ગયો હતો. યુવાન રાજકુમાર તેના પિતાને એટલો ઊંડો પ્રેમ કરતો હતો કે તેના પર શું વીતી હશે તે સમજી શકાય કે જયારે એણે જાણ્યું પિતાના મૃત્યુના એક જ મહિનામાં રાણીએ ફરીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો - અને તે પણ મૃત રાજાના ભાઈ સાથે.

આ વાત જાણી હેમ્લેટ શાંત ના રહી શક્યો અને લગ્ન માટે વિરોધ કર્યો.

"આ માત્ર કાળું વસ્ત્ર નથી જે હું મારા શરીર પર પહેરીશ." તેણે કહ્યું કે "મેં જે ગુમાવ્યું એ સાબિત કરે છે મારા માટે, હું મારા હૃદયથી મારા મૃત પિતાનો શોક વ્યક્ત કરું છું. કે તેમનો પુત્ર હજુ તેમને યાદ કરે છે, અને હજુ પણ તેને શોક છે. "

પછી રાજાના ભાઈ ક્લોડિયસે કહ્યું ,

"આ દુઃખ અકારણ છે. અલબત્ત, તને તારા પિતાના ગુમાવ્યાનું દુઃખ હોવું જોઈએ, પરંતુ-- "

"આહ," હેમ્લેટે કડવાશપૂર્વક કહ્યું, "હું જેને પ્રેમ કરું છું તેમને એક જ મહિનામાં ભૂલી શકતો નથી."

પછી રાણી અને કલોડિયસ બાકી રહેલા તેમના લગ્નનો આનંદ માણવા લાગ્યા, અને બંને પ્રત્યે ખૂબ જ દયાળુ રહેલાં એક સારા રાજાને ભૂલી ગયા.

અને હેમ્લેટ, એકલો પડી ગયો, તે પોતાની સાથે સવાલ કરવા લાગ્યો કે શું કરી શકાય. તે સર્પ-દંશ વિશેની વાર્તા પર વિશ્વાસ નહોતો કરી શકતો. તેને સરળ રીતે લાગતું હતું કે તાજ મેળવવા અને રાણી સાથે લગ્ન કરવા માટે દુષ્ટ કલોડિયસે જ રાજાને મારી નાખ્યો હોવો જોઈએ. પણ હજુ સુધી તેની પાસે કોઈ પુરાવો ન હતો તેથી તે કલોડિયસ પર આરોપ લગાવી શક્યો નહીં.

અને તે આમ વિચારતો હતો ત્યારે હોરાશિયો આવ્યો, જે વિટનબર્ગનો તેનો સાથી વિદ્યાર્થી હતો.

"તમે કેમ અહીં આવ્યા?" હેમ્લેટે તેના મિત્રને નમસ્કાર કરીને પૂછ્યું.

"હું તો નામદાર તમારા પિતાના અંતિમવિધિ માટે આવ્યો"

"મને લાગે છે મારી માતાનું લગ્ન જોવા આવ્યો છું. "હેમ્લેટે કડવાશપૂર્વક કહ્યું.

"આપણે મારા પિતા જેવા કોઈને ફરી નહીં દેખી શકીએ."

નામદાર, મને લાગે છે કે મેં કાલે રાત્રે જ તેમને જોયા હતાંહોરાશિયોએ જવાબ આપ્યો.

હેમ્લેટ તો દંગ રહી ગયો જયારે એને હોરાશિયો પાસેથી સાંભળ્યું કે કેવી રીતે તેણે અને બીજા બે સજ્જન રક્ષકો સાથે રાજાના ભૂતને યુધ્ધમાં જોયા. તે રાત્રે હેમ્લેટને પણ વાત સાચી લાગી જયારે તેણે રાજાના ભૂતને થીજી જવાય તેવી ચંદ્રરાત્રિમાં બખ્તર પહેર્યા વગર યુદ્ધક્ષેત્રે જોયા.

હેમ્લેટ બહાદુર યુવાન હતો. તેણે ભૂતના ડરથી ભાગી જવાને બદલે તેની સાથે વાત કરી. અને વિશ્વાસ આપ્યો કે તે શાંતિથી તેમને અનુસરશે. ત્યારે રાજાના ભૂતે તેની શંકાને સાચી ઠેરવતાં કહ્યું કે ખરેખર દુષ્ટ ક્લોડિયસે જ પોતાના દયાળુ ભાઈને જયારે તે બપોરે બગીચામાં સૂઈ રહ્યા હતાં ત્યારે કાનમાં ઝેર નાંખી મારી નાંખ્યો હતો.

અને તું સાંભળ,” રાજાનું ભૂત બોલ્યું, “તું મારા દુષ્ટ ભાઈ સાથે આ ક્રૂર હત્યાનો બદલો લેજે. પરંતુ રાણી સાથે કશું ના કરીશ કારણ કે હું તેને પ્રેમ કરું છું, અને તે તારી માતા પણ છે. બસ, મને ભૂલી ન જતો."

અને સવારનું આગમન થતું દેખી ભૂત અદ્રશ્ય થઇ ગયું.

પછી હેમ્લેટ બોલ્યો, "હવે બદલા સિવાય બીજું કશું જ નહીં. મારે આ પુસ્તકો, આનંદ, યુવાની જેવું બધું જ બાજુમાં મૂકી દેવાનું છે. બસ હવે તમારો હુકમ જ એકલો મારા મગજમાં જીવતો રાખીશ.

તેથી જ્યારે તેના મિત્રો પાછા આવ્યા ત્યારે તેઓ પાસે ભૂતની વાતને છુપી રાખવાના શપથ લેવડાવે છે, અને પછીથી યુદ્ધક્ષેત્રની અંદર જઈ જે ભંગાર થઇ ગયેલો, ત્યાં બેસી કેટલીય રાતો સુધી વિચાર કર્યો કે પિતાના ખુનનો શ્રેષ્ઠ બદલો કેવી રીતે લઇ શકાય.

તે આઘાતમાં પિતાના ભૂતને જોઈ અને સાંભળીને આવા બનાવથી પોતાની જાતને પાગલ લાગવા માંડ્યો. અને તેણે નોંધ્યું કે કાકાને પણ એવું લાગે કે તે પોતે પોતાના જેવો ન હતો, તેણે બદલો લેવાની વાતને તેના પાગલપણામાં છુપાવવાનું નક્કી કર્યું, સાથે અન્ય બાબતો પણ આ ઢોંગી પાગલપન હેઠળ રહી.

અને જ્યારે તે ઓફેલિયાને મળ્યો, કે જેને પ્રેમ કરતો હતો - અને જેના માટે તેણે ઘણી ભેટો, પત્રો અને ઘણા પ્રેમાળ શબ્દો આપ્યા હતા તેણે તેની સાથે એવું જંગલી વર્તન કર્યું કે, તે તેને એવું ન લાગે કે એ ગાંડો છે. તે એને એટલો પ્રેમ કરતી કે તેઓ માનતા ન હતા કે તેને એમ ન લાગે કે આ આટલો ક્રૂર હશે, સિવાય કે એ તદ્દન પાગલ હોય. તેથી તેણે તેના પિતા સાથે વાત કરી, અને તેને હેમ્લેટે આપેલો એક સુંદર પત્ર બતાવ્યો.

અને આ પત્રમાં ખૂબ મૂર્ખતા હતી, અને તેમાં લખાણ આ મુજબ

"શંકા છે કે, તારાઓમાં આગ છે;

શંકા છે કે ,સૂર્ય ચાલે છે;

સત્યમાં જૂઠાણું હોવાની શંકા છે;

પણ... હું પ્રેમ કરું છું એમાં ક્યાંય શંકા નથી."

અને તે સમયથી દરેકને વિશ્વાસ પડ્યો કે હેમ્લેટના ગાંડપણનું કારણ પ્રેમ હતું.

ગરીબ હેમ્લેટ ખૂબ નાખુશ હતો. તે તેના પિતાના ભૂતના હુકમનું પાલન કરવા માટે ઉત્સાહિત હતો - અને બીજા માણસને મારી નાખવા માટે તો ઠીક પણ, તેના પિતાના ખૂની તરફ પણ તે ખૂબ જ નમ્ર અને માયાળુ હતો. અને ક્યારેક તેને આશ્ચર્ય થતું, કે શું તે ભૂતે વાત સાચી કરી હતી.

આ સમયે માત્ર કેટલાક અભિનેતાઓ અદાલતમાં આવ્યા અને હેમ્લેટે તેમને રાજા અને રાણી સમક્ષ ચોક્કસ નાટક બતાવવાનો આદેશ આપ્યો. હવે, આ નાટકમાં એક માણસની વાત હતી જેની હત્યા તેના બગીચામાં કોઈ નજીકના સંબંધી દ્વારા કરાઈ હતી, અને પછીથી તેણે તે મૃત માણસની પત્ની સાથે લગ્ન કર્યા.

તમે કલ્પના કરી શકો છો કે દુષ્ટ રાજા, જ્યારે તેની સાથે રાણી પોતાની રાજગાદી પર બેઠો હતો, અને ત્યારે તેની આજુબાજુ અદાલતમાં બધા બેઠા હોય, અને સ્ટેજ પર જે નાટક જોયું તેમાં જે દુષ્ટતા વિશે અભિનય કર્યો તે હકીકતમાં પોતે જ કર્યું હોય ત્યારે શું? અને જ્યારે, નાટકમાં એ દુષ્ટ સંબંધી એ સૂતેલા માણસના કાનમાં ઝેર રેડે છે ત્યારે, દુષ્ટ કલોડિયસ અચાનક ઉભો થઇ જાય છે, અને ઘેરાયેલી ભીડમાંથી પોતાના ખંડ તરફ ધસી જાય છે ત્યારે રાણી અને અન્ય લોકો અનુસરે છે.

પછી હેમ્લેટે તેના મિત્રોને કહ્યું - "હવે મને ખાતરી છે કે ભૂત બોલે તે સત્ય છે છે. જો કલોડિયસે આ હત્યા ન કરી હોત, તો તે આ નાટક દેખીને આટલા દુ:ખી ન થયો હોત.

હવે રાજાની ઈચ્છાથી હેમ્લેટને રાણીને મળવા માટે કહેવામાં આવ્યું. જેથી નાટકના દ્વારા કે બીજા આચરણ દ્વારા કલોડિયસ જાણવા માંગતો હતો કે ખરેખર એ બાબત શું હતી, તેથી તેણે તેના વૃદ્ધ પોલોનિયસને રાણીના રૂમના પડદા પાછળ સંતાઈ રહેવાનું કહ્યું, અને જ્યારે તેઓ વાત કરતાં હતાં ત્યારે રાણી હેમ્લેટના રફ અને વિચિત્ર શબ્દોથી ડરી ગઈ અને મદદ માટે એણે રડીને મદદ માંગી ત્યારે પડદા પાછળથી પોલોનિયસ પણ ચીસ પાડી બહાર આવ્યો. હેમ્લેટને એમ હતું કે પડદા પાછળ સંતાયેલો રાજા છે એમ સમજી તરસી તલવારથી હત્યા કરી નાંખી, પણ એ તો રાજા નહોતો, બિચારો વૃદ્ધ પોલોનિયસ હતો.

તેથી હવે હેમ્લેટથી તેના કાકા અને તેની માતા નારાજ થયા, અને હેમ્લેટ એ આંચકો લાગ્યો કે તેણે તેના સાચા પિતાને મારી નાખ્યો.

"ઓહ! શું આ ઘા અને લોહિયાળ કાર્ય છે,"રાણી રડતી હતી.

અને હેમ્લેટે કડવાશપૂર્વક જવાબ આપ્યો, "લગભગ રાજાને મારી નાખવા જેટલું અને તેના ભાઈ સાથે લગ્ન કરવા જેટલું તો ખરાબ નથી," પછી હેમ્લેટે રાણીને સ્પષ્ટપણે તેના બધા વિચારો કહ્યા અને તે કેવી રીતે ખૂન વિશે કેવી રીતે જાણ્યું એ કહ્યું. અને તેને વિનંતી કરી કે કમસે કમ, ક્લોડિયસ, માટે મિત્રતા અથવા દયાનો ભાવ ના રાખે કે જેણે એક સારા રાજાની હત્યા કરી હતી,

અને ત્યારે રાજાના ભૂતને ફરી હેમ્લેટ સમક્ષ બોલતા દેખાયા, પરંતુ રાણી તેને જોઈ શક્યા નહીં. તેથી જ્યારે ભૂત ચાલ્યું ગયું, ત્યારે એ બધા છૂટાં પડ્યા.

રાણીએ ક્લોડિયસને જે થઇ ગયું તે બધું જણાવ્યું કે કેવી રીતે પોલોનિયસ મૃત્યુ પામ્યો, તેમણે કહ્યું, "આ સ્પષ્ટપણે બતાવે છે કે હેમ્લેટ પાગલ છે એટલે તેણે ચાન્સેલરને મારી નાખ્યો. મતલબ કે આપણે પોતાની સલામતી માટે આપણી યોજના હાથ ધરવી જ જોઈએ, અને તેને અહીંથી દૂર ઇંગ્લૅંડ મોકલી દેવો જોઈએ."

તેથી હેમ્લેટને બે દરબારીઓ જેમણે રાજાની સેવા કરી હતી તેમની દેખરેખ હેઠળ મોકલવામાં આવ્યો, અને સાથે બોર લેટર્સ અંગ્રેજી કોર્ટમાં મોકલ્યાં હતા,તેમાં જણાવ્યું હતું કે હેમ્લેટને મારી નાખવો જરૂરી છે. પરંતુ હેમ્લેટને આ લેટર્સ વિશે સારી રીતે સમજ પડી હતી, અને તેથી તેના નામના બદલે, બે દરબારીઓ કે જે તેને દગો આપવા માટે તૈયાર હતા તે બંનેના નામ લખી નાંખ્યા. પછી, વહાણ ઇંગ્લૅંડ તરફ નીકળી ચુક્યું.

હેમ્લેટ ચાંચિયાઓના વહાણથી પરથી ભાગી છૂટ્યો. અને બે દુષ્ટ દરબારીઓને તેમના ભાવિ પર છોડી દીધા. અને તે તેમના ભાગ્યને મળવા માટે ગયા.

હેમ્લેટ ઉતાવળે ઘરે પહોંચ્યો, પરંતુ ત્યાં આ દરમિયાન એક ભયંકર વસ્તુ થઈ હતી. ગરીબ અને સુંદર ઓફેલિયા, કે જેણે તેનો પ્રેમી પણ ગુમાવ્યો અને તેના પિતા, સાથે સાથે તેણે પોતાની બુદ્ધિ ગુમાવી, આવા કારણસર તે અત્યંત ઉદાસીમાં પાગલ થઇ ગઈ, અને વાળમાં ફૂલો, ઘાસ અને તણખલાંઓ મૂકી કોર્ટમાં જઈ, વિચિત્ર ગીતોના ટુકડાઓ ગાય છે, અને નક્કામી, મુર્ખામીભરી અને સુંદર વાતો જેનો કોઈ અર્થ પણ ના હોય તે કરતી હતી.

તે અને એક દિવસ, એક પાણીના પ્રવાહમાં જ્યાં વિલોના વૃક્ષ ઊગેલા હતાં ત્યાં તેણે વિલોના ઝાડ પર ઉગેલા ફૂલોની માળા તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે એ બધા ફૂલો સાથે પાણીમાં પડી, અને મૃત્યુ પામી.

અને હેમ્લેટ જે એને પ્યાર કરતો હતો, જોકે એનું પાગલપન તો એક યોજનાનો ભાગ હતો, પણ એ જ્યારે પાછો આવ્યો ત્યારે એણે દેખ્યું કે રાજા,રાણી અને આખી સભા એ યુવતીના અંતિમ સંસ્કાર પર રડી રહી હતી.

ઓફેલિયાનો ભાઈ લાર્ટ્સ પણ પોતાના પિતા-વૃદ્ધ પોલોનિયસના મૃત્યુ માટે ન્યાય માંગવા સભામાં આવ્યો; પોતાની ફરિયાદ વિશે ઉન્મત થઇ પોતાની બહેનની કબરમાં કૂદી પડ્યો,અને એના શરીરને ફરી એકવાર પોતાની બાથમાં લીધી.

હું એને ચાલીસ હજાર ભાઈઓ કરતાં વધારે ચાહતો હતોએમ બોલી રડતો હેમ્લેટ પણ કબરમાં કૂદ્યો,અને પછી લોકોએ છૂટાં પાડ્યા, ત્યાં સુધી એ બંને લડ્યા.

પછી હેમ્લેટે લાર્ટ્સ પાસે આગ્રહપૂર્વક માફી માંગી.

હું સહન ના કરી શક્યોએ બોલ્યો, “એ કોઈ પણ હોય, ભલે ને એક ભાઈ હોય,મારાથી વધુ પ્રેમ ના કરી શકે.

પણ દુષ્ટ ક્લોડિયસ એ લોકો વચ્ચે મિત્રતા થવા દે એવો નહોતો, એણે લાર્ટ્સને કેવી રીતે હેમ્લેટે વૃદ્ધ પોલોનિયસને મારી નાંખ્યો એ વાત કરી, અને એ રીતે બંને વચ્ચે હેમ્લેટ કેવો દગાખોર અને વિશ્વાસઘાતી છે, તેવું વાતાવરણ ઉભું કર્યું.

લાર્ટ્સે તેને તલવારબાજી માટે આહ્વાન કર્યું, અને ત્યારે તમામ સભાના લોકો હાજર હતા. હેમ્લેટ તો પોતાની બુઠ્ઠી તલવાર સાથે હાજર રહેતો, પરંતુ લાર્ટ્સને પોતાની તલવારને તીક્ષ્ણ અને ધારને ઝેરથી તૈયાર કરવાની બાકી હતી, અને દુષ્ટ રાજાએ ઝેરના વાઇનની વાટકી તૈયાર કરી હતી, જે નબળા હેમ્લેટને આપવા માટે તૈયાર કરી હતી કે જ્યારે એ તલવારબાજી વખતે તરસ્યો થાય ત્યારે એને એ પીવા માટે આપી દેવાય.

અને લાર્ટ્સ અને હેમ્લેટ લડ્યા, થોડી હાથોહાથ લડાઈ કર્યા બાદ હેમ્લેટ વિશ્વાસઘાતથી ગુસ્સે થયેલ હતો એટલે તલવારબાજી શરુ કરી, થોડી તલવારબાજી પછી બંનેએ તલવારો ફેંકી નજીકથી લડાઈ કરવા માંડ્યા,એ પછી એ લોકોએ ફરી તલવાર લીધી ત્યારે હેમ્લેટે ધ્યાન બહાર બીજી તલવાર લીધી, એકબીજાની તલવારથી લડતી વખતે હેમ્લેટે એ તરસી ઝેરી તલવારથી લાર્ટ્સને એક જોરદાર જીવલેણ ઘા માર્યો, અને લાર્ટ્સ પોતાના જ વિશ્વાસઘાતી વલણથી મૃત્યુ પામ્યો.

એ જ સમયે રાણીએ ચીસ પાડી, “આ પીણું..આ પીણું....ઓહ મારા વ્હાલા હેમ્લેટ, મારામાં ઝેર પ્રસરી ગયું છે.

તેણે દુષ્ટ રાજાએ હેમ્લેટ માટે તૈયાર રાખેલો ઝેરી કટોરો ગટગટાવી દીધો હતો,

રાજાએ રાણી તરફ જોયું, જેને એ ખૂબ જ ચાહતો હતો એ રાણી ત્યાં જ ઢળી પડી અને મૃત્યુ પામી.

ઓફીલિયા મરી ગઈ, પોલોનિયસ મર્યો, રાણી પણ મરી, લાર્ટ્સ પણ મર્યો, પેલા બે દરબારીઓ જેને ઈંગ્લેંડમાં મોકલ્યાં એ પણ મર્યા,અંતે હેમ્લેટને ભૂત દ્વારા કહેવામાં આવેલી વાતથી પિતાના મૃત્યુનો બદલો લેવાની હિંમત મળેલી જેને ઘણાં વખત પહેલા દિલથી ગાંઠ વાળીને નક્કી કર્યું હતું, પરંતુ તેમાં આ બધા જે મર્યા એ લોકો નહોતા, એ લોકો પર તો કશું વીત્યું નહોતું, પણ ફક્ત આ દુષ્ટ રાજા જ ફક્ત મૃત્યુને લાયક હતો,

હેમ્લેટ, કે જે હૃદયથી દયાળુ અને મહાન છે, તેની ધીરજ ખૂટી ગઈ હતી, તે પોતાના હાથમાં રહેલી ઝેરી તલવાર સાથે જૂઠ્ઠા રાજા તરફ વળ્યો,

પછી ઝેર દ્વારા એનું કામ પૂરું થયું, અને રાજા મૃત્યુ પામ્યો.

આમ, હેમ્લેટે પોતાના પિતાને આપેલું વચન પૂરું કર્યું. આમ બધું સારી રીતે પરિપૂર્ણ થયું, તે પોતે પણ ત્યાં મૃત્યુ પામ્યો. અને સામે ઉભેલા લોકોએ તેણે મરતો જોયો, તેના મિત્રો અને તેને ચાહવાવાળા લોકોએ પોતાના હૃદયથી પ્રાર્થના કરી અને તેમની આંખોમાં આંસુ હતાં.આ રીતે હેમ્લેટ-ડેન્માર્કના રાજકુમારની આ દુ:ખદ વારતાનો અંત આવ્યો.

***