તે દિવસે સવારે ઈન્સ્પેકટર હાન મેક્સ પાસે આવે છે અને મેક્સ તે બંને માટે કોફી મંગાવે છે. મેક્સે કહ્યું કે એ રાતે મે ખૂની ને ભાગતા જોયો ત્યારે તેના હાથ માં બ્રેસલેટ હતું તેવું જ બ્રેસલેટ મે ઈત્સુમી ના હાથ માં જોયું મને લાગે છે કે તે જ છે જે રાતે અમેરિકન લોકો નું ખૂન કરે છે. ઈન્સ્પેકટર હાને કહ્યું કે ચાલો તરત જ એને પકડી લઈએ. ત્યારે મેક્સે કહ્યું કે ઈત્સુમી એ આજે રાતે મને હોટેલ ના ટેરેસ પર બોલાવ્યો છે, હું પણ એક અમેરિકન છુ એટલે કદાચ તે હવે મને પણ મારવા માંગે છે પણ આ વખતે તેનો પ્લાન નિષ્ફળ જશે તમે ટેરેસ પર મારી પાછળ આવજો પણ ઈત્સુમી ને શક ના પડે તેમ.
રાત્રિ નો સમય થઈ ગયો ઈત્સુમી ટેરેસ પર આવીને મેક્સ ની રાહ જોતી હતી અને થોડીકજ વાર માં મેક્સ ત્યાં આવી પહોચે છે. ઈત્સુમી હાથ માં ફાનસ લઈને ટેરેસ ના એક ખૂણા માં ઊભી હતી. ફાનસ ના અજવાળા મે તેના હાથ માં પહેરેલું પેલું બ્રેસલેટ સ્પષ્ટ પણે જોઈ શકાતું હતું.
ઈત્સુમી મેક્સ ને જોઈ ને ખુશ થાય છે અને કહે છે મેક્સ હું તમને એ વાત કહેવા માંગુ છુ કે ....આટલું કહી ને ઈત્સુમી બોલતી બંધ થઈ ગઈ. ત્યારે મેક્સે કહ્યું બોલ તારે શું બોલવું છે. હું તમને પ્રેમ કરવા લાગી છુ. શું તમે મારી સાથે લગ્ન કરશો? ત્યારે મેક્સે કહ્યું કે લગ્ન??? શું તું મારી જોડે લગ્ન કરવા માંગે છે કે મને જાન થી મારી નાખવા માંગે છે? હા મિસ. નાઈટ કિલર મને ખબર પડી ગઈ છે કે આ બધા અમેરિકનો ના ખૂન તે જ કર્યા છે. ત્યારે ઈત્સુમી થોડી ગભરાઈ જાય છે, અને કહે છે ના આ વાત બિલકુલ ખોટી છે મે એ બધા ને નથી માર્યા. એટલામાં જ હાન ત્યાં આવી જાય છે અને ઈત્સુમી સામે બંદૂક રાખી ને કહે છે યુ આર અંડર અરેસ્ટ ઈત્સુમી. મેક્સ પણ કહે છે હા ઈત્સુમી ને પકડી લો ઈન્સ્પેકટર હાન.
હવે ઈન્સ્પેકટર હાને મેક્સ સામે બંદૂક રાખી ને કહ્યું, મેક્સ હું ઈત્સુમી ને પકડવા નહીં તને મારવા આવ્યો છુ. મેક્સ તું પણ એક અમેરિકન વ્યક્તિ છે અને અમેરિકન લોકો મને જરાય પસંદ નથી. મેક્સ તું જીવતો રહીશ તો હું પકડાઈ જઈશ. આવી અંધારી રાત માં તું અને ઈત્સુમી બંને જણ ને ...હાહાહા કેવી મજા આવશે મારવાની મેક્સ ... આમ આટલું બોલી ઈન્સ્પેકટર હાને ક્રૂર હાસ્ય કર્યું. ઈન્સ્પેકટર હાને મેક્સ પર બંદૂક ચલાવી પણ બંદૂક માં એક પણ ગોળી નહતી. ઈન્સ્પેકટર હાન વિચાર માં પડી ગયો કે બંદૂક ની ગોળીઓ ક્યાં ગઈ. ત્યારે મેક્સ હસતાં હસતાં જવાબ આપે છે કે મારી પાસે છે તમારી બંદૂક ની ગોળીઓ. કોફી પીતી વખતે તમે જ્યારે બંદૂક ટેબલ પર મૂકી ત્યારે જ મે તમારી બંદૂક માંથી બધી જ ગોળીઓ કાઢી નાખી હતી. મને ખબર જ હતી નાઈટ કિલર ઈત્સુમી નહીં પણ મિસ્ટર હાન છે. અને મે છૂપી રીતે આ ટેરેસ પર પહેલેથી જ ચાર પોલીસ ઓફિસર ને બોલાવી દીધા હતા. જે ચાર પોલીસ ઓફિસર સંતાયેલા હતા તે બહાર આવી ને ઈન્સ્પેકટર હાન ને પકડી લે છે.
હવે ઈન્સ્પેકટર હાન કહે છે કે મેક્સ તને ખબર કેવી રીતે પડી કે એ ખૂની હું જ છૂ? મેક્સે કહ્યું, તારા બૂટ. ખૂન કરી ને રાતે ભાગતી વખતે મે તારા બૂટ જોઈ લીધા હતા. આ પ્રકાર ના બૂટ તો ફક્ત પોલીસ મેન જ પહેરે છે. એ રાતે હું તારા રૂમ પાસે આવ્યો હતો અને તારા રૂમ આગળ બૂટ ના નિશાન પડેલા હતા. તે નિશાન માંથી અત્તર ની સુગંધ આવતી હતી. આ તેજ અત્તર હતું જ્યાં ટોમ ની લાશ મળી. તે રૂમ માં બારી પાસે થોડું અત્તર નીચે ઢોળાઈ ગયેલું હતું. અને બાકી નું તો તે સામે ચાલી ને જ કબુલ કર્યું છે કે તું જ છે મિ.નાઈટ કિલર.
ઈન્સ્પેકટર હાને કહ્યું કે હા સાચી વાત હું માનું છૂ કે હું જ છૂ મિ.નાઈટ કિલર જે રોજ રાતે ખૂન કરતો હતો. એટલા માં હોટેલ ના માલિક મિસ્ટર ચાંગ પણ ત્યાં આવી જાય છે. અને કહે છે, હાન બોલ શા માટે તે આ બધા ખૂન કર્યા?
ઈન્સ્પેકટર હાને જવાબ માં કહ્યું કે હું કોઈ ઈન્સ્પેકટર હાન નથી મારૂ નામ તો એંથોની છે. હું હાન નો દૂર નો સગો છું. આ બધા જે પણ ખૂન થયા તેમાં સૌથી પહેલા જેનું ખૂન થયું તે હતા અસલી ઈન્સ્પેકટર હાન. અસલી ઈન્સ્પેકટર હાન મને પકડવા એક સાદા અમેરિકન વ્યક્તિ ના વેશ માં આ હોટેલ માં આવી ને રહેતા હતા. મે તેમને મારી નાખ્યા, અને પછી હું પોતેજ ઇનપેકટર હાન બની ને આ હોટેલ માં આવ્યો. હાન ની પોસ્ટ બીજા શહેર માં હોવાથી અહીના પોલીસ ઓફિસર મને ઓળખી ના શક્યા કે હું સાચો હાન નથી.
ત્યારે મેક્સે કહ્યું કે, તું એમ જણાવ કે આટલા બધા લોકો ને તે કેમ માર્યા? જવાબ માં એંથોની એ કહ્યું કે, આ બધા જ મારી પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. મારી પાસે થી ઊંચી કિમમત નો માલ આ અમેરિકન વેપારીઓ એ લીધો હતો . અને મે જ્યારે પૈસા માંગ્યા તો તેમણે સાફ ના પાડી દીધી. પછી મે પરફેક્ટ પ્લાનિંગ કરીને આ બધા ને મોત ને ઘાટ ઉતાર્યા.
મેક્સે પુછ્યું કે, ઈન્સ્પેકટર હાન તને ડ્રગ્સ ની હેરાફેરી માટે જ પકડવા આવ્યા હશે. એંથોનીએ કહ્યું હા એટલે જ મે તેમને મારી નાખ્યા. એક વાત સાચી કહું છું કે મે બધાનું ખૂન કર્યું પણ પેલા ટોમ નામના છોકરા નું ખૂન નથી કર્યું. હું માનું છું તે પણ મારો જ ગ્રાહક હતો તે જુવાન પણ એક નંબર નો ખરાબ છોકરો હતો. મારી લિસ્ટ માં તેનું પણ નામ હતું. એ રાતે હું તેને મારવા ગયો અને મને રસ્તા માં ઈત્સુમી નું બ્રેસલેટ મળ્યું તો મે તેને પહેરી નાખ્યું જેથી કોઈ પણ મારો હાથ જુવે તો બધો જ શક ઈત્સુમી પર જાય. પરંતુ હું તે રૂમ માં ગયો તો ટોમ પહેલેથી જ મરેલો હતો હું સાચું કહું છું મેક્સ.
મેક્સે કહ્યું, જો બ્રેસલેટ તારી પાસે હતું તો ઈત્સુમી પાસે સવારે બ્રેસલેટ કઈ રીતે આવ્યું? ઈત્સુમી એ કહ્યુંકે, મારા રૂમ ના દરવાજા ની આગળ સવારે પડેલું જોયું અને મે તે પહેરી નાખ્યું. અંથોની એ કહ્યું, હા સાચી વાત છે મે જ તે બ્રેસલેટ તેના દરવાજા પાસે નાખ્યું હતું. પણ સાચું કહું છું કે મે ટોમ નું ખૂન નથી કર્યું.
આટલું સાંભળીને જ મિસ્ટર ચાંગ બોલ્યા, તો પછી ટોમ નું ખૂન કોણે કર્યું? ત્યારે મેક્સે હળવું સ્મિત આપતા કહ્યું કે, ટોમ નું ખૂન ઈત્સુમી એ જ કર્યું છે. ઈત્સુમી નું ધ્યાન ભલે બ્રેસલેટ પર હોય પણ મારૂ ધ્યાન તેના હાથ ની વીંટી પર હતું. તેની વીંટી મને ટોમ ના રૂમ માં બેડ ની નીચેથી મળી હતી. તે સાંભળી ઈત્સુમી એ કહ્યું, હા મે જ ટોમ નું ખૂન કર્યું છે. એ ટોમે મારી સાથે કેટલીયે વાર બળજબરી કરી હતી. હવે બધુ અસહ્ય હતું. તે સહન ના થતાં મે તેને સમય જોઈને ઊંઘમાં જ મારી નાખ્યો.
મેક્સે કહ્યું, સોરી ઈત્સુમી હું ગુનેગોરો ને પકડું છું હું એવી છોકરી ક્યારેય પસંદ ના કરું જે ખૂની હોય.
આમ એંથોની અને ઈત્સુમી ની ધરપકડ થાય છે. અને પોતાનું કામ પતાવી ને મેક્સ કેલિફોર્નિયા પાછો આવે છે.
-કુલદીપ