Bhedi Tapu - 1 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

ભેદી ટાપુ - 1

ભેદી ટાપુ

[૧]

વાવાઝોડું

૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના અવાજ સંભળાતા હતા, “આપણે વળી પાછા ઊંચે ચડીએ છીએ?”

ના, આપણે નીચે ઊતરીએ છીએ.

શું? આપણે નીચે ઊતરીએ છીએ?”

હા, કપ્તાન. આપણે નીચે ઊતરતા નથી, પણ નીચે પડીએ છીએ.

તો પછી સામાન ફેંકવા માંડો.

બધું જ ફેંકાઈ ગયું, કપ્તાન.

બલૂન ઊંચે ચડે છે?”

ના.

મને નીચે દરિયાના ઘૂઘવાટા સંભળાય છે.

આપણી નીચે સમુદ્ર છે. તે આપણાથી માત્ર ૫૦૦ ફૂટ નીચે રહ્યો છે.

બલૂનની કોથળીમાં કાણું પડ્યું છે! થોડા સમયમાં હવા ખલાસ થઇ જશે. શું કરીશું?”

બીજું શું? જેટલો સમાન હોય તેટલો નીચે ફેંકી દો. બલૂનનું વજન ઘટાડો, જલ્દી કરો.

આવા અવાજો આકાશમાંથી આવતા હતા.

૧૮૬૫ નું વાવાઝોડું બહુ ઓછા માણસો ભૂલી શકશે. ૧૮ માર્ચથી ૨૬ માર્ચ સુધી આ ભયંકર વાવાઝોડાએ દુનિયાને હાલાક-ડોલક કરી નાખી હતી. અમેરિકા, યુરોપ અને એશિયાને આ વાવાઝોડાએ લપેટમાં લીધા હતા. લગભગ ૧૮૦૦ માઈલ વિસ્તારમાં આ વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો. શહેરના ઊંચા મકાનોને તેણે જમીનદોસ્ત કરી નાખ્યાં હતાં; મોટાં મોટાં વૃક્ષોને ઊથલાવી નાખ્યાં હતાં; અસંખ્ય વહાણો અને આગબોટોને તેણે ડુબાડી હતી. બંદર કાંઠે ઊભેલાં વહાણોનો પણ તેણે કચ્ચરઘાણ વાળ્યો હતો. દરિયાનાં પાણી માઈલો સુધી જમીન ઉપર ધસી ગયાં હતાં, અને હજારો માણસો ડૂબી ગયાં હતાં. સેંકડો માણસો મકાનોની નીચે દબાઈ ગયા હતા.

આવો ભયાનક ઉલ્કાપાત વાવાઝોડાંએ મચાવ્યો હતો. ૧૮૧૦ માં અને ૧૮૨૫ માં થયેલાં ભયાનક વાવાઝોડાંએ ભુલાવી દીધું હતું.

જમીન ઉપર આફત ચાલુ હતી ત્યારે આકાશમાં પણ તેનાથી ચડી જાય એવું કુદરતનું તાંડવ ખેલાતું હતું. આકાશમાં જોરદાર પવન ફૂંકાતો હતો.

આકાશમાં એક બલૂન વમળમાં ફસાયું હોય એમ ગોળ ફરતું હતું. એની ગતિ કલાકના ૯૦ માઈલની હતી. તેનાં હવાના ફુગ્ગાની નીચે મોટા ગોળ ટોપલામાં પાંચ મુસાફરો હતા. ધુમ્મસ એટલું બધું ગાઢ હતું કે તેઓ એકબીજાની સાવ પાસે હોવા છતાં, એક-બીજાને ચોખ્ખા જોઈ શકતા ન હતા.

આ બલૂન આવ્યું ક્યાંથી? વિશ્વના ક્યાં પ્રદેશમાંથી એણે ઉડ્ડયન શરુ કર્યું હશે? વાવાઝોડું ચાલુ હશે ત્યારે તો તેમણે ઊડવાની હિંમત નહી કરી હોય. વાવાઝોડું પાંચ દિવસથી ફૂંકાતું હતું. તેનાં લક્ષણો ૧૮ તારીખથી દેખાવા માંડ્યાં હતાં. એટલું ખરું કે આ બલૂન ઘણે દૂરથી આવ્યું હતું; અને ૨૪ કલાકમાં તેણે લગભગ ૨૦૦૦ માઈલનું અંતર કાપ્યું હતું.

એ ગમે તે હોય, અત્યારે બલૂન કઈ દિશામાં જઈ રહ્યું છે, અને ક્યે સ્થળે પહોંચ્યું છે એ જાણવાનું બલૂનના મુસાફરો પાસે કોઈ સાધન ન હતું. પાણીના અને પવનના ભયાનક સૂસવાટા સંભળાતા હતા. દિવસ છે કે રાત તેની પણ ખબર પડતી ન હતી. બલૂન ગોળ ફરતું ફરતું આગળ વધતું હતું. પણ અંદર બેઠેલાઓને તેનો કંઈ ખ્યાલ આવતો ન હતો.

તેમની આંખો ગઢ ધુમ્મસમાં નીચેનું કશું જોઈ શકતી ન હતી. કોઈ પ્રકાશનું કિરણ કે કોઈ માનવીનો અવાજ જમીન પરથી તેમના સુધી પહોંચતો ન હતો. બલૂન ઝડપથી નીચે ઊતરી રહ્યું છે એટલો જ એમને ખ્યાલ આવતો હતો.

જયારે બલૂનમાં મુસાફરી કરતા માણસોને કરતા માણસોને ખબર પડી કે બલૂનની હવાની કોથળીમાં કાણું પડ્યું છે અને હવા ઓછી થવાથી બલૂન નીચે ઊતરી રહ્યું છે, ત્યારે તેમણે બલૂનના ટોપલામાં રહેલો બધો સામાન નીચે ફેંકવા માંડ્યો. હથિયારો, કારતૂસો, ખાવાપીવાની સામગ્રી તથા પહેરવા-ઓઢવાની વસ્તુઓ એક પછી એક નીચે ફેંકવામાં આવી. આથી બલૂન હલકું થવાથી લગભગ ચાર હજાર પાંચસો ફૂટ ઊંચે ચડ્યું.

મુસાફરોને જયારે કહાબર પડી કે નીચે સમુદ્ર છે, ત્યારે તેમને ખાતરી થઇ કે આકાશ કરતાં નીચે વધારે જોખમ છે. આથી તેમણે પોતાનો કિંમતી સામાન નીચે ફેંકી દીધો.આમ છતાં, જોખમને થોડા કલાક દૂર હડસેલવા સિવાય બીજો કોઈ ફાયદો દેખાતો ન હતો.

આખી રાત તેમણે મોતના ખોળામાં પસાર કરી સવાર પડી. વાવાઝોડું ધીમું પડ્યું. ૨૪ માર્ચે સવારે વાવાઝોડું બંધ થવાનાં લક્ષણો દેખાવા લાગ્યા. સૂર્યનારાયણનાં દર્શન થયા. તોફાની હવાને બદલે થોડી શાંત થવાની લહેરખીઓ આવવા માંડી. પવન ધીમે ધીમે પોતાનું ભયંકર સ્વરૂપ છોડતો જતો હતો.

બપોરે ૧૧ વગ્યે ધુમ્મસ ઓગળવા લાગ્યું. વાવાઝોડું આગળ વધી ગયું એમ ન લાગ્યું; એ અહી જ શાંત થઇ ગયું હતું. એ વખતે બલૂન ધીરે ધીરે નીચે ઊતરવા લાગ્યું. એવું લાગતું હતું કે બલૂ ધીમે ધીમે મોતના મોંમાંધકેલાતું જતું હતું. તેનો આકાર ગોળ હતો. તેમાંથી ઈંડાના જેવો લંબગોળ બનતો જતો હતો.

બપોરે બલૂન સમુદ્રથી લગભગ બે હજાર ફૂટની ઊંચાઈએ ઉડતું હતું. તેમાં પચાસ ઘનફૂટ ગેસ બાકી રહ્યો હતો. પણ હવે તે લાંબો વખત હવામાં તાકી શકે તેમ ન હતું. પછી તેને નીચે પડ્યા વિના છૂટકો ન હતો.

બલૂનમાં બેસનારાઓએ આ ભયને ધ્યાનમાં રાખીને જે કંઈ સામાન બાકી રહ્યો હતો તે સમુદ્રમાં હોમી દીધો. ખિસ્સામાં રાખેલી છરીઓ પણ ફેંકી દેવામાં આવી. ગેસ ધીમે ધીમે ઘટતો જતો હતો. અને બલૂન નીચે ઉતરવા માંડ્યું હતું. થોડા સમયમાં પોતે મૃત્યુના મુખમાં હોમાશે એમ સૌને લાગતું હતું.

દૂર દૂર સુધી ક્યાંય કોઈ ટાપુ કે જમીનનો ટુકડો દેખાતો ન હતો. સલામતીથી નીચે ઊતરી શકાય એવું કોઈ સ્થળ દેખાતું ન હતું. ચારે બાજુ સમુદ્રનાં પાણી જ દેખાતા હતાં. બલૂનમાંથી ચાલીસ માઈલ દૂર સુધી જોઈ શકાતું હતું. પણ ક્યાંય જમીન નજરે પડતી ન હતી. ક્યાંય કોઈ વાહન દેખાતું ન હતું. બલૂન પાણીમાં પડે અને પોતાને ડૂબીને મરવું પડે એ સ્થિતિથી બચવા બધા મરણીયો પ્રયાસ કરતા હતા. પણ બલૂન નીચે ઊતરતું જતું હતું. કોઈ વાર એકાએક હવાના મારથી દિશા બદલી નાખતું હતું.

બલૂનના મુસાફરોની સ્થિતિ ભયજનક હતી. કુદરત તેમના પર કોપી હતી. તેઓ દુર્ભાગી હતા. બલૂનના યંત્રો પર હવે તેમનો કોઈ કાબૂ ન હતો. તેમના બધા પ્રયાસો વ્યર્થ જતા હતા. બલૂનની કોથળી વધારે ને વધારે ચપટી થતી જતી હતી. કોઈ વાર એ ગૂંચળું વળી જતી હતી. બલૂનની કોથળીને સાંધી લેવાનો કોઈ ઉપાય ન હતો. કાણું વધારે ને વધારે મોટું થવા માંડ્યું હતું. બપોર પછી બલૂન સમુદ્રથી માત્ર છસ્સો ફૂટ ઊંચે રહ્યું હતું.

બલૂનમાંથી નીકળતા ગેસને રોકવો અશક્ય હતો. રેશમી કોથળીમાં કાણાની લંબાઈ વધતી જતી હતી. તોપ્લમથિઅ બધો સામાન ફેંકીને થોડા કલાકો હવામાં વધારે તાકી શકત એમ હતું. પણ જો દિવસ દરમિયાન જમીન ન દેખાય, અને રાત પડી જાય તો બચવાનો કોઈ આરો ન હતો. બલૂનમાં મુસાફરી કરનારા ખરેખર જવાંમર્દો હતા. તેઓ મોતનો સામનો કરતાં ડરતા ન હતા. તેમના મુખમાંથી એક પણ ઊંહકારો નીકળતો ન હતો. તેમને છેલ્લી મિનીટ સુધી ઝઝૂમી લેવાનો નિર્ણય કર્યો હતો. જે ટોપલામાં તેઓ બેઠા હતા તે ટોપલો પાણીમાં તરી શકે તેમ ન હતો.

બે કલાક પસાર થઇ ગયા. હવે બલૂન પાણીની સપાટીથી માત્ર ૪૦૦ ફૂટ ઊંચે ઊડતું હતું.

એ વખતે બલૂનમાંથી એક સત્તાવાહી અને નીડર અવાજ સંભળાયો:બલૂનમાંથી બધું જ ફેંકી દીધું?”

ના, આ એક બે હજાર સોનામહોરોની કોથળી બાકી રહી ગઈ છે.

તો. ફેંકો એ કોથળી.

સોનામહોરોથી ભરેલી વજનદાર કોથળી પાણીમાં ફેંકી દેવામાં આવી.

બલૂન ઊંચે ચડ્યું?”

હા. થોડુક ઊંચે ચડ્યું?”

હવે કંઈ ફેંકવાનું બાકી રહે છે?” અંદરથી અવાજ આવ્યો.

ના.

હા, એક ચીજ ફેંકવાની બાકી રહે છે. આપણે બેઠા છીએ તે ટોપલો.

તો પછી આપણે બધા હવાની કોથળીમાં જાળી છે તેમાં લટકી જઈએ. ટોપલાનાં દોરડાં કાપી નાખો.

બલૂનને હળવું કરવા માટેનો આ એક જ ઈલાજ હવે બાકી રહ્યો હતો. દોરડાં કાપી નાખવામાં આવ્યાં. ટોપલો સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. વજન ઘટતાં બલૂન વળી પાછું બે હજાર ફૂટની ઊંચાઈએ ઊડવા લાગ્યું. તેમાં રહેલા પાંચેય મુસાફરો કોથળીની જાળીમાં ભરાઈ ગયા. ત્યાંથી તેઓ સમુદ્ર તરફ નજર કરતા હતા.

થોડી વાર પછી વળી પાછું બલૂન નીચે ઊતરવા લાગ્યું. બલૂનમાંથી ગેસ ઝડપથી બહાર સરકી રહ્યો હતો. એનું સમારકામ થઇ શકે એમ ન હતું. માણસે પોતાનાથી થાય એ બધું જ કર્યું હતું. પણ એકેય ઉપાય સફળ થતો ન હતો. હવે માણસના કોઈ ઉપાય તેમને બચાવી શકે તેમ ન હતા. હવે તો ઈશ્વર ઉપર બધો આધાર હતો.

સાંજે ચાર વાગ્યે બલૂન સમુદ્રની સપાટીથી માત્ર પાંચસો ફૂટ ઊંચું રહ્યું, તે વખતે બલૂનમાંથી એકાએક કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો. બલૂનમાં માણસો સાથે એક કૂતરો પણ હતો.

ટોપે કંઈક જોયું છે.એક માણસે બૂમ પાડી.

તે પછી બલૂનમાંથીજમીન!જમીન!ની બૂમો સંભળાવા લાગી. બલૂન હજી નૈઋત્ય દિશામાં જતું હતું. સવારથી અત્યાર સુધીમાં બાલૂને સેંકડો માઈલનું અંતર કાપી નાખ્યું હતું. પણ જમીન હજી ત્રીસ માઈલ છેટે હતી. સહેજે અડધી-પોણી કલાક તો ત્યાં પહોંચવામાં નીકળી જાય; અને એ પહેલાં બલૂન પાણીમાં પડે તો?

પોણી કલાક! એટલી વારમાં બલૂનમાંથી ગેસ ખલાસ થઈ જાય તો?

પ્રશ્ન ભયંકર હતો! કોઈ પણ હિસાબે જમીન ઉપર તો પહોચવું જ જોઈએ. એ ખંડ હતો કે ટાપુ? વાવાઝોડાએ તેમને ધસડીને અહીં લાવી દીધા હતા. વિશ્વનો એ કટો ભાગ હતો તેની ખબર પડતી ન હતી.

પોણી કલાક કાઢવી મુશ્કેલ હતી. બલૂન પાણીની તદ્દન નજીક ઊડતું હતું. સમુદ્રનાં મોજાં તેને ભીંજવી નાખતાં હતાં. ઘાયલ પક્ષીની જેમ બલૂન તરફડિયાં મારતું હતું. અડધી કલાક પછી જમીન માત્ર એક માઈલ જ્ર્ટલી જ દૂર રહી; પણ બાલૂની તાકાત હવે ખૂટી ગઈ હતી. કોથળીમાં હવે ઘણીબધી ગડી પડી ગઈ હતી, અને માત્ર ઉપલા ભાગમાં જ થોડી હવા બાકી હતી.

બલૂન અડધું સમુદ્રમાં ડૂબ્યુ. જોરદાર મોજાની ઝાપટ અંદર રહેલાઓને લાગી. હોડીની જેમ એ થોડી વાર પાણીની સપાટી પર સરક્યું. આરીતે એ જમીન સુધી પહોંચાડશે?

લગભગ બારેક ફૂટ પાણીમાં ઘસડાયા પછી, બલૂન એકાએક ૧૫૦૦ ફૂટ અધ્ધર ચડી ગયું. બે મિનીટ આકાશમાં રહ્યું, પછી કિનારા તરફ ઘસડાવા લાગ્યું. અંતે, એક રેતાળ કિનારા પર તે જોરથી પછડાયું. અહીં સમુદ્રના મોજાં આંબી શકતાં ન હતાં.

જાળીમાં ભરાઈ રહેલા મુસાફરો, એકબીજાની મદદથી માંડમાંડ જાળીમાંથી છૂટા થયા પણ વજન ઓછું થતા બલૂનને પવન ખેંચી ગયો. ઘાયલ પંખી જરા સાજુ થતાં ઊડી જાય એ રીતે બલૂન હવામાં અદ્રશ્ય થઇ ગયું.

પણ નીચે ઊતરીને જોયું તો, કૂતરા સાથે પાંચ મુસાફરો હતા, એને બદલે માત્ર ચાર જ મુસાફરો દેખાયા, કૂતરો પણ દેખાતો ન હતો.

બલૂન જયારે સમુદ્ર સાથે અથડાયું ત્યારે જ આ મુસાફર અને કૂતરો ગૂમ થયા હશે; અને વજન ઘટતાં બલૂન ઊંચે ચડ્યું હશે.

ચાર જણાએ જમીન પર પગ મૂક્યો કે તરત જ તેઓ બોલી ઉઠ્યા:કદાચ તે તરીને કાંઠે આવે! આપણે તેમને બચાવવા જોઈએ! આપણે તેમને બચાવવા જોઈએ.

***