Nav Raatni Navalkatha - 7 in Gujarati Classic Stories by Dr Vishnu Prajapati books and stories PDF | નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૭

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૭

ભાગ – ૭

‘પપ્પા, આ તમારી પ્યારી દાંડિયાની જોડ...!’ રાત્રે ઘરે પહોંચીને સ્વરાએ દાંડિયાની જોડ તેના પપ્પાને હાથમાં આપતા કહ્યું.

શ્રૃજલે કાંઇ પણ પુછ્યા વિના તે જોડ હાથમાં લીધી અને થોડીવાર તેની સામે જોઇને ‘ગુડ નાઇટ’ કહી પોતાના રૂમમાં ચાલ્યાં ગયા. સ્વરાને પણ આશ્ચર્ય થયું કે આજે પપ્પાએ મારી સાથે કેમ કોઇ વાત પણ ન કરી. જો કે રાત્રે ઘણું મોડું થઇ ગયું છે એટલે પપ્પાએ વાત નહી કરી હોય એમ માની સ્વરા પણ પોતાના રૂમમાં ચાલી ગઇ.

શ્રૃજલે તે દાંડિયાની જોડને સાચવીને તેની જગ્યાએ પાછી મુકી દીધી, જો કે એ પણ નહોતો જાણતો કે આજે દાંડિયાની જોડ ત્યાં ટકરાઇને આવી હતી જ્યાં વર્ષો પહેલા તેમનો સ્પર્શ થયો હતો...!

બીજા દિવસે સવારે સ્વરાએ રિધમની સોસાયટીમાં ગાયેલા ગરબાની બધી વાત કરી માત્ર લીઝા અને તેની દાંડિયાની જોડનો કોઇ ઉલ્લેખ ન કર્યો. જો કે સ્વરાથી રહેવાયું નહી આડકતરી રીતે પુછ્યું, ‘ પપ્પા, તમારી દાંડિયાની જોડ અધુરી હોય તેમ લાગે છે..?’

અને ત્યાં જ શ્રૃજલનો ચા પીતો હાથ ધ્રુજી ઉઠ્યો અને ચાનો ઘુંટડો ગળેથી ઉતારી બોલ્યો, ‘ કેમ..?’

‘ના.. આ તો તમારી દાંડિયાની જોડ પર કૃષ્ણ ભગવાન રાસ રમતા હોય તેવી કોતરણી છે...તેમાં જો એક કૃષ્ણ અને એક રાધા હોય તો જોડ સરખી લાગે....!’ સ્વરાના આ શબ્દો સાંભળતા જ શ્રૃજલના હાથની ધ્રુજારી વધી ગઇ અને ચા તેમના નાઇટડ્રેસ પર ઢોળાઇ ગઇ.

સ્વરા ઉભી થઇ અને તેમને મદદ કરી. જો કે શ્રૃજલનો હાથ હજી પણ ધ્રુજી રહ્યો હતો.

‘કેમ પપ્પા આજે તબીયત ઠીક નથી...?’

‘ના... આ તો એમ જ....! આજે તારો શું પ્રોગ્રામ છે..!!’ શ્રૃજલે વાત ફેરવતા કહ્યું.

‘મારી ફ્રેન્ડ સાથે શોપીંગ કરવું છે એટલે બહાર જઇશ.’ સ્વરાએ લીઝાનું નામ દીધા વિના જ વાત કરી.

‘સારું.’ અને શ્રૃજલ ઓફીસ જવા રવાના થયા.

સ્વરા ઝડપથી તૈયાર થઇ અને તે લીઝાના ઘરે રિધમ સાથે પહોંચી ગઇ. જો કે રિધમ તો ઉતાવળો હતો લીઝાના ઘરે જવા.

લીઝાએ બન્નેને આવકાર્યા અને થોડીવાર સુધી બન્ને વચ્ચે ઔપચારીક વાતો થઇ.

‘લીઝા, તારી દાંડિયાની જોડ સરસ છે, ક્યાં બનાવી...? ’ સ્વરાએ આખરે પોતાની અંદર વારંવાર ઉઠી રહેલો સવાલ પુછી લીધો.

‘એ દાંડિયાની જોડ મારી મમ્મીએ આપી છે... તે વર્ષો પહેલાં અહીં ગુજરાતમાં રહેતી હતી. તે ગરબાની ખૂબ શોખીન છે. હું પણ દરેક દેશના ટ્રેડીશનલ ડાન્સ કરી શકું છું, મને તેનો શોખ છે અને તે શોખ મને મારી મમ્મી તરફથી મળ્યો છે.. તેને જ મને ગરબા શીખવ્યા છે... જો કે તે ઇન્ડિયા આવવા જ નહોતી માંગતી પણ મારે ઇન્ડિયા અને ખાસ ગુજરાતના ગરબા જોવા અને ગાવા હતા એટલે સ્પેશ્યલ નવરાત્રીમાં આવી છું.’ લીઝાએ કહ્યું.

ત્યાં જ એક સ્વરુપવાન સ્ત્રી રૂમમાં આવી. સ્વરાએ તેની સુંદરતા જોઇ અને તેની મમ્મીની યાદ આવી ગઇ. તે તેની મમ્મીની ઉંમરની જ હશે પણ સ્વરાને તે તેની મમ્મી કરતાં વધુ યુવાન લાગતી હતી.

‘માય.. મોમ...’ લીઝાએ પરિચય કરાવ્યો.

સ્વરા ઉભી થઇ અને તેમના ચરણસ્પર્શ કર્યા. લીઝા તે જોઇને ખુશ થઇ અને તેને પણ તેની મોમના ચરણસ્પર્શ કર્યા અને બોલી, ‘ આઇ લાઇક ઇન્ડિયન ટ્રેડીશન..’

મમ્મીએ બન્નેનાં માથે વ્હાલનો હાથ ફેરવ્યો.

‘આન્ટી તમે મારી મમ્મી જેવા જ લાગો છો.’ સ્વરાએ સહજતાથી કહ્યું.

‘થેંક્સ... તો પછી મારે તારા મમ્મીને જોવા આવવું પડશે....!’ તેમને મજાકમાં કહ્યું. તે પણ સ્પષ્ટ ગુજરાતી બોલ્યાં.

‘સોરી... તે આ દુનીયામાં નથી.’ સ્વરાની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.

‘ઓહ... સોરી...!’ અને લીઝાની મમ્મીએ તરત જ સ્વરાને છાતી સરસી ચાંપી લીધી અને સ્વરાના આંસુ એકાએક રોકાઇ ગયા.. સ્વરાને ઘણા સમય પછી મમ્મીની જેવી જ હૂંફ મળી હોય તેમ લાગ્યું.

‘આન્ટી તમે કઇ કોલેજમાં અને કઇ સાલમાં અભ્યાસ કરતા હતા...?’

તેમને તે કોલેજનું નામ આપ્યું અને સ્વરાની આંખો પહોળી થઇ ગઇ...!!

‘તો આન્ટી તમે આ દાંડિયાની જોડ કોલેજમાં જ ડિઝાઇન કરી હશે...?’ પ્રશ્ન પુછી સ્વરાએ તેમના હાવભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો.

સ્વરા જેવું વિચારી રહી હતી તેવું જ કંઇક બન્યું. તેઓ પોતાની જગ્યાએ ઉભા થઇ ગયા અને જવાબ આપ્યા વિના રૂમમાં ચાલ્યા ગયા.

‘સ્વરા, આપણે મોડું થશે... મમ્મી સાથે પછી વાતો કરજે પ્લીઝ...’ લીઝાને હવે બહાર જવાની ઉતાવળ કરી.

સ્વરાને ઘણું ઘણું પુછવું હતું. એકસરખી લાગતી દાંડીયાની જોડ એક જ કોલેજમાં એક જ વર્ષમાં બની હતી પણ બન્નેમાંથી કોઇ જવાબ આપતું નહોતું.

લીઝાએ રસ્તામાં મમ્મી વિશે ઘણું કહ્યું, ‘વર્ષો પહેલા મમ્મી ગુજરાત આર્કિટેક અને ડિઝાઇનીંગનો કોર્સ કરવા આવી હતી.. પણ થોડાં વર્ષો પછી અહીં વાતાવરણ માફક ન આવતા તે પાછી આવી ગઇ હતી. તેને મને પેલી દાંડિયાની જોડ ગુજરાત આવી ત્યારે જ આપી હતી….અને કહ્યું હતું કે ગરબા સ્પેશ્યલ ‘દાંડીયાની જોડ’.’

લીઝાના પરિવારમાં તેઓ બે જ હતાં. તેના પપ્પા કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા પછી તેઓ બન્ને એકલા જ રહેતા હતા.’

અને પછી તો રિધમ, સ્વરા અને લીઝાએ શોપીંગ સાથે ખૂબ મજા કરી અને જતા જતા સ્વરાએ એટલું કહ્યું, ‘લીઝા આજે ફ્રી હોય તો રાત્રે મારા ઘરે આવ... મારી સોસાયટીમાં પણ નવરાત્રિની ખૂબ મજા આવશે.’

જો કે રિધમે તરત જ લીઝાને લઇને ચોક્કસ આવશે તેમ કહી જ દીધું.

પણ લીઝાએ કહ્યું, ‘ સોરી, આજે નહી....છેલ્લા નોરતાંના મારી પાસે સ્પેશ્યલ દસેક પાસ છે... આપણે બધા સાથે જઇશું.’

અને તેઓ છુટાં પડ્યાં. જો કે રિધમને એકાંતમાં લઇ જઇ સ્વરાએ કહી દીધું કે આવતીકાલે કોલેજ આવે તો કાર લઇને આવજે... આપણે લોંગ ડ્રાઇવ પર જવાનું છે...

રિધમે તો તરત જ કહ્યું, ‘લીઝાને સાથે લેવાની છે..?’

‘મને ખબર છે કે આ ગોરી ગોરી રાધા પાછળ કાન કેવા લટુડા પટુડા કરતો’તો...!’

‘દિલજલે.... દિલજલે....!’ રિધમે તરત જ ફિલ્મી ડાયલોગ માર્યો.

‘ઓ દિલજલેના પુંછડા... તને કહ્યું એટલું કર....!’

‘અચ્છા તો ડેટ પર....!!’

‘ઓ ડેટની ડેડબોડી.... જો બીજું કાંઇ બોલ્યો તો તારું આવી જ બન્યું....!’ સ્વરાએ રિધમનો કોલર પકડ્યો.

પણ રિધમ ખરેખર મુડમાં આવી ગયેલો. લીઝાના કારણે સ્વરા તેની નજીક આવી રહી હતી.

જો કે બીજા દિવસે સ્વરા કોઇ લોંગ ડ્રાઇવ કે રિધમ સાથે ડેટ પર નહી પણ તેને નક્કી કરેલા નિશ્ચિત ગંતવ્ય સ્થળ પર જવાની હતી...

અને ત્યાંથી તે એવા ઇતિહાસને ફંફોસવા જઇ રહી હતી કે ત્યાંથી બધાની જિંદગીમાં ઉથલપાથલ થવાની હતી....

ક્રમશ:

- ડૉ. વિષ્ણુ પ્રજાપતિ