Navratni Navalkatha - 8 in Gujarati Classic Stories by Dr Vishnu Prajapati books and stories PDF | નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૮

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૮

ભાગ – ૮

સ્વરાના કહ્યા મુજબ સવારે રિધમ આવી ગયો અને સ્વરાએ તેના મોબાઇલમાં જીપીએસ પર ડાયરેક્શન મુકી કહ્યું, ‘બરોડા, લઇ લે...!’

‘શું વાત કરે છે, આમ એકાએક...!’ રિધમે ૧૧૫ કિમી અંતર જોઇને તરત જ કહ્યું.

‘તારે આવવું છે કે નહી? સ્વરાના કડક શબ્દો સામે રિધમે ગાડીને ફર્સ્ટ ગીયરમાં જ રેસ આપી અને સ્પીડ વધારી. સ્વરા તેની સામે જોઇને હસી પડી.

‘સ્વરા તું હસે છે તો એમ થાય છે કે તને લઇને ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં અને....!’

‘અત્યારે માત્ર બરોડા....!’ સ્વરાએ તેની આંખોમાં ઉભરાતા પ્રેમને રોકી રાખતા કહ્યું.

‘પણ છે શું આમ અચાનક...?’

‘મારે દાંડિયાની જોડનું રહસ્ય જાણવું છે.. અને મને તે બરોડાની કોલેજમાંથી મળશે.. મને મારા પપ્પાની આંખોમાં જોઇને લાગ્યું છે કે તે દાંડિયાની જોડ સ્પેશ્યલ બની છે... પણ...!’

‘તું શું કહે છે ? મને સમજ નથી પડતી...’ અને રિધમે કારને રીંગરોડ પર વાળી લીધી.

‘ઓહ... તેની મમ્મીનું નામ શું કહ્યું હતુ?’ સ્વરા કંઇક યાદ કરતા બોલી.

‘કોની મમ્મી...?’

‘લીઝાની...!’

લીઝાનું નામ આવતા રિધમની આંખોમા ચમક આવી. જો કે સ્વરાનું ધ્યાન મોબાઇલમાં હતું અને તેને લીઝાને વ્હોટસએપ પર મેસેજ કર્યો, ‘લિઝા, વ્હોટ્સ યોર મોમ્સ નેમ...?’

અને સામેથી રીપ્લાય ન આવે ત્યાં સુધી તેને રાહ જોવાની હતી.

અમદાવાદ વટાવી કાર એક્સપ્રેસ હાઇવે પર એની ગતી પકડી રહી હતી. સ્વરા તેની આંખો બંધ કરીને કંઇક વિચારી રહી હતી અને તે બંધ આંખે જ બોલી, ‘રિધમ, ડુ યુ લવ મી,,,?’

અને રિધમ એકાએક અસમંજસની સ્થિતિમાં મુકાઇ ગયો.

સ્વરાની આંખો બંધ હતી.. એક્સપ્રેસ હાઇવે પર તેજ ચાલતી ગાડીને બ્રેક મારીને ઉભી રાખવી કે સાઇડમાં લેવી શક્ય નહોતી એટલે સ્વરાની જમણા હાથની હથેળી પર રીધમે તેનો ડાબો હાથ મુક્યો. સીટ બેલ્ટ અને સ્ટિયરીંગ કંટ્રોલના કારણે તે વધુ મુવમેન્ટ કરી શકે તેમ નહોતો.

સ્વરાએ બંધ આંખે જ પોતાની નાજુક આંગળીઓ તેના આંગળામાં પરોવી દીધી. સ્વરાની ધડકનો તેજ થવા લાગી. સ્વરા સહેજ રિધમ તરફ ઝુકી. તેનો ડાબો હાથ કારના પાવરવિન્ડો પર દબાતા જ ગ્લાસ સહેજ ખૂલી ગયો અને ત્યાંથી હવાની લહેર સ્વરાના ખૂલ્લા વાળ ઉડવા લાગ્યાં જે ઉડીને રિધમને સ્પર્શવા લાગ્યાં...

રિધમ તે સ્પર્શનો રોમાંચ માણી રહ્યો હતો અને ત્યાં સ્વરાના મોબાઇલમાં મેસેજ ટોન વાગતા સ્વરાએ આંખ ખોલી અને તેનો હાથ છોડાવી લીધો. વિન્ડો બંધ કરી વાળ સરખા કર્યા.

રિધમે જોયું તો સ્વરાની આંખો ભરાયેલી હતી...! તેની આંખોમાં આંસુ હતા..

‘સોરી... સ્વરા... મને એમ કે....!! રડીશ નહી... જો તને નહી ગમે તો....!!’ રિધમ તેના શબ્દોને ગોઠવી ન શક્યો.

‘બબૂચક, આ આંસુને તું ન સમજી શકે...! કોઇપણ છોકરી માટે તેની જિંદગીનાં પહેલા પ્રેમનો સ્પર્શ તેની શરમ, લાગણી, સંકોચ વગેરેના બંધનો તોડે છે અને તે મર્યાદા તોડીને બહાર નીકળવું છોકરી માટે સહેલું નથી... પોતાનું સઘળું સમર્પણ કરવા જ્યારે અમે અતૃપ્ત થઇએ ત્યારે સબંધને સ્વીકારવાનો આનંદ અને અંદર રહેલી મર્યાદાની સીમાને પાર કરતા એક ન સમજાય તેવી ખુશી કે ન સમજાય તેવું દર્દ હોય છે... અને તે છોકરીની જિંદગીના પ્રેમનો પહેલો સ્પર્શ હોય છે.’ સ્વરા બંધ આંખોથી જ પોતાની લાગણીઓ પ્રવાહિત કરી રહી હતી.

રિધમ સ્વરાની આ ભાષા સમજી શકે તેમ નહોતો.

સ્વરાએ મોબાઇલમાં જોયું તો લીઝાનો મેસેજ આવ્યો હતો, તેને તેની મમ્મીનું નામ લખ્યું હતું,.. ‘જેસીકા...!’

‘સ્વરા... આમ આ રીતે પ્રપોઝ..?’

‘છોકરીઓ તો વહેતા ઝરણાં જેવી હોય છે... જ્યાં લાગણીઓનો ઢાળ મળે ત્યાં વહી જાય... એમ જ સમજી લે કે હું તારી તરફ મારું સર્વસ્વ અર્પણ કરવા વહી રહી છું....!’ અને પછી સ્વરા-રીધમના હાથ એકમેકમાં જ્યાં સુધી એક્સપ્રેસ હાઇવે પૂર્ણ ન થયો ત્યાં સુધી જોડાઇ ગયા.

એકસપ્રેસ હાઇવે પૂર્ણ થતાં બન્ને સ્વસ્થ બન્યાં અને મેપના ડાયરેક્શન પ્રમાણે તેઓ આર્કિટેક કોલેજમાં એન્ટર થયાં. રિધમે જોયું કે સ્વરા હવે તેની સામે આંખ નહોતી મીલાવી રહી.. તે હવે કંઇક શોધી રહી હતી. કોલેજમાં વર્ષો જુનો ઇતિહાસ મેળવવો સહેલો નહોતો. પણ સ્વરા તેના પપ્પાની માર્કશીટ અને બીજા ડોક્યુમેન્ટ્સ લઇને આવી હતી.

‘શું મને આમની વિશે બીજી કોઇ માહિતી મળી શકે... હું તેમના પર એક ડોક્યુમેન્ટરી બનાવી રહી છું.’ સ્વરાએ ખોટું બોલવું પડ્યું.

જો કે તે પ્રિન્સિપાલ નવા હતા એટલે તેમને કોલેજના સૌથી જુના મ્યુઝીક એન્ડ કલ્ચરલ હેડને મળવાનું કહ્યું.

મિસ રુદ્રા કેબિન બહાર જ લખેલી નેમ પ્લેટને વાંચતા સ્વરા થોડીવાર રોકાઇ ગઇ.

‘મે આઇ કમ ઇન’ સ્વરાએ પરમિશન માંગી.

અને અંદરથી સાત સૂરોના સંગમ જેવો મધુર ધ્વની આવ્યો, ‘યસ..’

મિસ રુદ્રાની ઉંમર મોટી ઉંમરના પણ ચહેરા પર તેજ હતુ. તેમની આંખોમાં ઉંડાણ હતું અને બંધ હોઠે તે કોઇ ધૂન ગણગણી રહ્યા હતી. તેમની હાથની આંગળીઓ મનના સૂર સાથે ઉપર નીચે થઇ રહી હતી..

સ્વરાએ પોતાનો પરિચય આપ્યો.. અને પછી પોતે કેમ આવી છે અને શ્રૃજલ પર ડોક્યુમેન્ટરી બનાવવી છે તે જાણ કરી.

‘ઓહ... તમે શ્રૃજલ શ્રોફની વાત કરો છો..?’

મિસ રુદ્રાના શબ્દો પરથી સ્વરાને લાગ્યું કે તેને પોતાને જે જાણકારી જોઇએ છે તે તેમની પાસે મળી રહેશે.

‘યસ..’

‘શ્રૃજલને આ કોલેજ કેવી રીતે ભૂલી શકે ? ખાસ કરીને હું તો નહીં જ. મને પણ વાંસળી વગાડતા તેને જ શીખવાડ્યું હતું.’ મિસ રુદ્રાના શબ્દોથી રિધમ તરત જ બોલી ઉઠ્યો, ‘જોયું મેં કીધું હતું કે....!’

પણ સ્વરાએ તેને રોકી લીધો અને મિસ રુદ્રાની વાત સાંભળવા તલ્લીન બની.

‘તે કોલેજનો કાનુડો જ હતો.... હોંશિયાર, સમજદાર અને સૌને ગમી જાય તેવો.. પણ મારી તો ફરીયાદ છે કે તે જ્યારથી કોલેજ છોડીને ગયો પછી ફરી ક્યારેય કોલેજમાં પાછો ફર્યો નથી... તે એવો નહોતો... પણ શું બન્યું કે છેલ્લે છેલ્લે તો તે તેની મનપસંદ વાંસળી પણ વગાડતો નહોતો..’

‘મેમ... તે વર્ષોમાં એવી કોઇ ઇવેન્ટ થઇ હતી કે તેમને કોઇ કલ્ચરલ એવોર્ડ મળ્યો હોય ?’ સ્વરાને જે જાણકારી જોઇતી હતી તે વિષય પર આવી.

‘એક મિનિટ, હું ફાઇલ જોઇ લઉં...’ તે ઉભા થયા અને ચાલતા ચાલતા તેઓ કોઇ સુમધુર રાગ ગાઇ રહ્યા હતા.

તે વર્ષો જુની કલ્ચરલ એક્ટિવિટીની ફાઇલ લઇને આવ્યાં...એક પછી એક ફાઇલના પાના ઉથલાવ્યાં... અને તેમને એક પેજ પર આંગળી મુકી અને સ્વરાને બતાવી....

સ્વરા તો ફાટી આંખે તે જોઇ રહી....

બેસ્ટ ગરબા જોડી એવોર્ડ જીતનાર વ્યક્તિનું નામ શ્રૃજલ શ્રોફ લખ્યું હતું.

મિસ રુદ્રા બોલ્યાં, ‘ તેમને વાંસળીની સાથે ગરબા ગાવાનો પણ ખૂબ શોખીન હતો.. તે ગરબે રમે એટલે બધા તેના દિવાના બની જાય..’

સ્વરા એક પછી એક પેજ પર નજર ફેરવતી ગઇ અને ત્યાં ‘બેસ્ટ ક્રિયેટીવ દાંડિયા જોડી મેકિંગ એવોર્ડ’માં પણ શ્રૃજલનું નામ હતું..

જો કે સ્વરાના મનમાં અનેક પ્રશ્નોનું વમળ ઉભું થઇ ગયું હતું... તેને મિસ રુદ્રાની પરમિશન લઇ મોબાઇલમાં બધા ફોટા લઇ લીધા...

સ્વરાએ એ પણ ખાસ જોયું કે શ્રૃજલ સાથે બેસ્ટ ગરબા જોડીમાં એવોર્ડ જીતનાર તેના જોડીદારનું પણ નામ હતું અને સ્વરાની આંખો તે નામ પર વારંવાર ખેંચાઇ રહી હતી....

ક્રમશ:.....

ડો. વિષ્ણુ પ્રજાપતિ