Devil - EK Shaitan -29 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૨૯

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૨૯

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૯

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-ડેવિલ દ્વારા મોકલાવેલા લેટર માં કહ્યા મુજબ ડેવિલ સાથે ની પોતાની દુશમની ના તાર શોધવા અર્જુન અમદાવાદ ડેટા લેવા જાય છે-બિરવા ની ખુબ નજીક આવેલો અર્જુન પીનલ નો ફોટો જોઈ પાછો વળે છે-સર્પદંશ થી મૃત્યુ પામેલા બાળક ની ડેડબોડી ચોરી કરવા આવેલ ડેવિલ ને પકડવામાં નાયક નિષફળ નીવડે છે-હવે વાંચો આગળ...

પોતાના પ્લાન માં સફળતા ના મળતાં ડેવિલ અત્યારે ખુબ જ ગુસ્સા માં પોતાના ગુપ્ત બંગલા માં રહેલી કાચ ની વસ્તુ ઓ ને જમીન પર પછાડીને તોડી રહ્યો હોય છે..ગુસ્સા માં એની આંખો માં લોહી ઉભરી આવ્યું હતું..અર્જુન રાધાનગર માં ન હોવા છતાં પોલીસ ની ટીમ કઈ રીતે એના પહેલાં પહોંચી ગઈ હતી એ વાત ડેવિલ ને અકળાવી રહી હતી..

"અર્જુન સિવાય બીજા કોઈ પોલીસ ઓફિસર જોડે એટલી તો બુદ્ધિ નથી કે મારા પહેલાં મને પકડવા કબ્રસ્તાન માં પહોંચી જાય... અર્જુન ભલે અમદાવાદ ગયો પણ અહીં એ કોઈને જરૂર કહીને ગયો હોવો જોઈએ મારા આગળના પ્લાન વિશે..એનો મતલબ હવે અર્જુન મારા મગજ ના વિચારો ને સમજવામાં સક્ષમ બની ગયો છે..કંઈ વાંધો નહીં... હવે હું એ કરીશ જે અર્જુન ને લેશમાત્ર પણ વિચારવા અસમર્થ કરી મુકશે...હા હું એમ જ કરીશ..પણ કઈ રીતે "ડેવિલ સ્વગત બોલ્યો..છેલ્લે વિચારેલી વાત તો બે ત્રણ વખત પુનરાવર્તિત કરી.

થોડીવાર કંઈક વિચાર્યા પછી ડેવિલે એક ટેબલ નું ડ્રોવર ખોલી થોડા કાગળો બહાર કાઢ્યા અને એમાં રહેલું લખાણ વાંચવા લાગ્યો...વાંચવાનું પૂર્ણ કર્યા બાદ એને પોતાના વિચારો ની ગતિ ને બ્રેક મારી અને કાલ થી પોતાના વિચારો ને અંજામ આવશે એવું નક્કી કરી સોફા પર લંબાવ્યું..

"હું અર્જુન ને એવી રીતે ચોટ આપવા માંગુ છું કે એની પીડા એને આજીવન રહે..."આવું વિચારતાં વિચારતા ડેવિલ સુઈ ગયો.

***

બિરવા જોડે નો પ્રણય સંબંધ અધુરો મુક્યા પછી અર્જુન પોતાની જીપ લઈને સીધો જ એના એક મિત્ર ના ઘરે ગયો..ત્યાં જઈ પોતે કોઈ કામે આવ્યો છે અને કાલે સવારે જતો રહેશે એમ કહી ત્યાં રોકાઈ ગયો...

રાતે ઉંઘતી વખતે પણ અર્જુન ના વિચારો માંથી બિરવા નો નાજુક દેહ દુર થવાનો નામ જ નહોતો લેતો..એની ખીલેલી જવાની..ગુલાબી હોઠ,ઉભરતા સ્તન અને અજંતા ની મૂર્તિ જેવો દેહ હજુ પણ અર્જુન ની આંખો સામે વારંવાર આવી રહ્યા હતા..પોતે કેમ એટલો કમજોર બની ગયો કે બિરવા ની તરફ આટલો આકર્ષાઈ ગયો એ અર્જુન ને સમજાઈ નહોતું રહ્યું.

પોતે પીનલ સાથે દગો કર્યો છે એ વાત નો અર્જુન ને અત્યારે પસ્તાવો થઈ રહ્યો હતો..પીનલ સાથે લીધેલા સાત ફેરા સમયે લીધેલા વચનો એને યાદ આવી રહ્યા હતા..બિરવા તો હતી જ નાદાન..પણ પોતે તો સારું ખોટું શું છે એ વિચારવા સમર્થ હતો છતાં પણ કેમ બિરવાની જવાની ના મોહ માં પાગલ થઈ ગયો હતો.

"કાલે સવારે ડેટા લઈને હું બિરવા ને લઈને રાધાનગર જાઉં પછી એના જોડે નો દરેક પ્રકાર નો સંપર્ક તોડી નાંખીશ..અને આજે શું બન્યું એની પીનલ ને જાણ કરી દઈશ...પછી જોઉં પીનલ મને માફ કરે છે કે પછી કોઈ સજા આપે છે..હું એનો ગુનેગાર છું..એ જે સજા આપશે એ મને મંજુર રાખવી જ પડશે.."આવું વિચારતાં અર્જુન ની આંખ લાગી ગઈ.

સવારે તૈયાર થઈ ને અર્જુને પોતાના મિત્ર ના ઘરે થી વિદાય લીધી અને અમદાવાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ક્રાઈમ એન્ડ ઇન્વેસ્ટિગેશન ની ઓફિસે જવા માટે નીકળી ગયો..ત્યાં જઈને અર્જુન સત્યાનંદ બ્રહ્મભટ્ટ ની કેબીન માં ગયો અને થોડી ફોર્મલ વાતચીત કરી..સત્યાનંદ એ સ્ટાફ ના માણસ જોડે અર્જુન ના અત્યાર સુધી ના સોલ્વ કરેલા દરેક કેસ ની ડિટેઇલ વાળી સીડી મંગાવી અને એક કવર માં મુકી અર્જુન ને આપી.

"Thanks... ફોર યોર હેલ્પ"અર્જુને વિવેક સભર અવાજ માં સત્યાનંદ ને કહ્યું.

"Its my pleasure..."સત્યાનંદે ચહેરા પર હાસ્ય સાથે કહ્યું.

"હા તો સર હું નીકળું..."અર્જુને રજા માંગતા કહ્યું.

"અરે અમારા મહેમાન બન્યા તો અમારા ત્યાં જમી ને તો નીકળવું જ પડે.."બ્રહ્મભટ્ટ સાહેબે કહ્યું.

"ના સર કોઈ તકલીફ લેવાની જરૂર નથી..હું રસ્તા માં ક્યાંક જમી લઈશ"અર્જુને આનાકની કરતાં કહ્યું.

અર્જુન ની આનાકાની ની સત્યાનંદ પર કોઈ અસર ના થઈ અને એને એના જુનિયર ને બોલાવી ગુજરાત કોલેજ ના ફેમસ દાળવડા મંગાવ્યા..અર્જુને લિજ્જત થી દાળવડા ખાધા અને પછી સત્યાનંદ નો દિલ થી આભાર માની ત્યાંથી વિદાય લીધી.

ત્યાંથી નીકળી અર્જુને એકવાર વિચાર્યું કે બિરવા ને પોતાની સાથે લેતો જાય પણ પછી પોતાના મન ને એમ કરતાં વાળી લીધું કેમકે આ સાથે અર્જુન ને એવો વિચાર પણ આવ્યો કે જો એ હવે બિરવા ના નજીક આવશે તો બિરવા એનો મતલબ કંઈક અલગ જ વિચારશે...એટલે એ સેન્ટ્રલ ક્રાઈમ એન્ડ ઇન્વેસ્ટિગેશન ની ઓફિસે થી નીકળી રાધાનગર જવા માટે નીકળી ગયો.

***

અર્જુને રાધાનગર પહોંચી ને પોતાના ઘરે જવાની જગ્યા એ જીપ ને પોલીસ સ્ટેશન તરફ વાળી.. કેમકે એ તસલ્લી કરી લેવા માંગતો હતો કે પોતાની ગેરહાજરી માં રાધાનગર માં બધું ઠીકઠાક છે કે નહીં..

પોલીસ સ્ટેશન માં જઈ અર્જુને પોતાની સાથે લાવેલા ડેટા ની સી.ડી ટેબલ ના ડ્રોવર માં મુકી અને નાયક ને અંદર આવવા કહ્યું...નાયક બે મિનિટ માં અર્જુન ની સામે ખુરશી માં બેઠો હતો..

અર્જુને સિગરેટ પીતાં પીતાં પોતાની નજર ને નાયક સામે સ્થિર કરી...અને પૂછ્યું.."નાયક કંઈ નવાજુની?

અર્જુન નો સવાલ સાંભળી નાયક ના ચહેરા પર ની રેખાઓ થોડી તંગ થઈ એને કાલ રાત વાળી ઘટના વિશે ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું..

"સર..કાલે રાધાનગર માં એક બાળક નું આકસ્મિક મોત થયું હતું..તમારા કહ્યા મુજબ નવા શૈતાની શક્તિ ધરાવતા કોઈ પાત્ર ના સર્જન માટે ડેવિલ ને એક એવી ડેડબોડી ની જરૂર પડશે જેનું આકસ્મિક સંજોગો માં મૃત્યુ થયું હોય અને એની ડેડબોડી ને દફન કર્યા ને એકાદ દિવસ થી ઓછો સમય થયો હોય..એટલે અમે ગઈકાલે રાતે એ બાળક ની ડેડબોડી ને જ્યાં દફન કરાઈ ત્યાં કબ્રસ્તાન માં હાજર હતા..."

નાયક ની વાત સાંભળી અર્જુન ની બેતાબી વધી ગઈ અને એને સિગરેટ ને એશ ટ્રે માં જોરથી દબાવી ઓલવી દીધી અને પોતાના શરીર ને ટેબલ પર ટેકવી નાયક ને પૂછ્યું.."તો શું ડેવિલ ત્યાં આવ્યો પછી?"

"હા ડેવિલ ત્યાં આવ્યો હતો..પણ..."આટલું બોલી નાયક અટકી ગયો હતો...

"શું પણ..પણ કરે છે આગળ બોલ"અર્જુન નો અવાજ ઊંચો હતો જે બહાર બેઠેલા બીજા પોલીસકર્મીઓ ના પણ કાને પડી.. એટલે જાની અને અશોક પણ અંદર ની તરફ આવ્યા.

"સર હું અને બીજા કોન્સ્ટેબલ ત્યાં છુપાઈને બેઠા હતા ત્યારે મોડી રાતે લગભગ સાડા બાર વાગે એક કાર કબ્રસ્તાન ના ગેટ સુધી આવી અને ઉભી રહી..એમાંથી એક ઓવરકોટ પહેરેલ વ્યક્તિ બહાર આવી અને કબ્રસ્તાન નો લોખંડ નો ગેટ ખોલવા નીચે ઉતરી..."નાયકે આગળ બોલવાનું શરૂ કર્યું.

"એનો મતલબ ડેવિલ આવ્યો હતો...?ક્યાં છે અત્યારે એ. ....?" અર્જુન એક ગંદી ગાળ બોલી ગયો..

"સર..ડેવિલ નથી પકડાયો..."ધ્રુજતા અવાજે નાયકે કહ્યું..

"શું.. ડેવિલ નથી પકડાયો...તો તમે ત્યાં શું જખ મારતા હતા..."અર્જુને પોતાની રોલિંગ ચેર માંથી ઉભા થતા કહ્યું..અર્જુન રીતસર નો ચિલ્લાયો હતો..

અર્જુન નો અવાજ સાંભળી પોલીસ સ્ટેશન માં સોય પડે તો અવાજ આવે એવો સન્નાટો છવાઈ ગયો...નાયક પોતાની નજરો ને અર્જુન સાથે મિલાવી ના શક્યો અને આંખો નીચે ની તરફ કરી કહ્યું..."પણ સર..અમે કોઈ એકશન લઈએ એ પહેલાં એ ડેવિલ ને ખબર નહીં શું થયું અને એને ગેટ ના ખોલ્યો અને કાર ને રિવર્સ માં લઈને પાછી ભગાવી મુકી.."

"વોટ...એનો મતલબ તમે ડેવિલ ની નજીક પણ પહોંચી ના શક્યા..અને એને કઈ રીતે ખબર કે તમે ત્યાં હાજર છો...?"અર્જુને કહ્યું.

"એતો ખબર નહીં એસીપી સર..પણ હું અને નાયક સાહેબ એનો પીછો કરીએ ત્યાં સુધી એ પોતાની કાર ને ઘણી દુર ભાગી ગયો હતો...અમે રસ્તા પર ઘણે દુર સુધી આવ્યા પણ ડેવિલ કે એની કાર ક્યાંય નજર માં ના આવી..અંધારા નો ફાયદો લઈ એ ક્યાંક ભાગી છુટવામાં સફળ રહ્યો.." નાયક ની જોડે એ સમયે હાજર અશોકે અર્જુન ના સવાલ નો જવાબ આપ્યો..

અશોક ની વાત સાંભળી અર્જુન થોડો સમય ચુપ રહ્યો અને પછી બધા ને ત્યાંથી બહાર નીકળી જવા કહ્યું..અર્જુન ના બદલાયેલા વર્તન અને ગુસ્સા પાછળ પોતાનો જ વાંક છે એવું વિચારતાં વિચારતાં ઉદાસ ચહેરે નાયક બહાર નીકળી ગયો.

નાયક ના ગયા પછી અર્જુનને પોતાના ગુસ્સા પર પસ્તાવો થઈ રહ્યો હતો.. પણ આ રીતે હાથ માં આવેલ ડેવિલ ના આમ હાથતાળી આપી છટકી જવાથી પોતાનો ગુસ્સો વાજબી પણ હતો એવું પણ એને લાગતું હતું.

"હવે ડેવિલ આવો આસાન મોકો નહીં આપે.."આવું મનોમન વિચારતાં અર્જુન પોલીસ સ્ટેશનમાં થી પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયો..

***

બિરવા ને ખબર હતી કે અર્જુન પોતાને લેવા નહીં જ આવે એટલે એ પોતાની રીતે જ અમદાવાદ થી રાધાનગર ની બસ માં બેસી પોતાના ઘરે પહોંચી ગઈ.ઘરે પહોંચી એને એની મમ્મી ને કહ્યું "હું થાકી ગઈ છું..મને ડિસ્ટર્બ ના કરતા..મારે જમવું પણ નથી.."એમ કહી પોતાના રૂમ માં ઘુસી ગઈ..રૂમ માં પ્રવેશતાં ની તકીયું ચહેરા પર રાખી રડતાં રડતાં બિરવા ની આંખ ક્યારે લાગી ગઈ એની એને ખબર જ ના રહી.

સવાર પડતાં ની સાથે અર્જુન પીનલ ને લાયબ્રેરી ડ્રોપ કરીને પોલીસ સ્ટેશન પોતાની કેબીન માં જઈને રોલિંગ ચેર પર લંવાવે છે...અર્જુન ના આવતા ની સાથે જ પોલીસ સ્ટેશન ની સામે બનેલી નવી ચા ની કીટલી પર થી ગરમાગરમ ચા આવી જાય છે..આદુ મસાલા વાળી ચા અને સિગરેટ અર્જુન ને રિલેક્સ મહેસુસ કરાવે છે.

અર્જુન થોડો સમય બાદ અમદાવાદ થી લાવેલા ડેટા ની સીડી ને કોમ્પ્યુટર ની ડ્રાઈવ માં મુકી બધો ડેટા કોમ્પ્યુટર ની મેમરી માં કોપી કરી લે છે..ત્યારબાદ અત્યાર સુધી એને જે પણ કેસ હેન્ડલ કર્યા હોય છે એની વિગતવાર ચકાસણી કરે છે..નાની નાની વિગતો ને અર્જુન એક પછી એક નોટ ડાઉન કરે છે...કોઈ પણ કલ્યુ હાથ માંથી ના છુટવો જોઈએ એનું અર્જુન ખાસ ધ્યાન રાખે છે.

ચાર પાંચ કલાક ની આકરી મહેનત પછી પણ અર્જુન એ તારણ પર આવી નથી શકતો કે પોતે હેન્ડલ કરેલા કયા કેસ ના છેડા ડેવિલ સુધી પહોંચતા હતા..છ સાત એવા વ્યક્તિઓ ના નામ પણ અર્જુને અલગ તારવ્યા જેને અર્જુન ને ભુતકાળ માં ધમકી આપી હોય અથવા એમની બુદ્ધિ સામાન્ય ક્રિમિનલ કરતાં વધુ હોય.

ત્યારબાદ અર્જુને એ દરેક શકમંદ માણસ ક્યાં છે એની તપાસ કરી જોઈ..તો એમાંથી પાંચ લોકો તો હજુ લોક અપ માં હતા..એક નું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને એક વ્યક્તિ અત્યારે પોતાના ઘરે હતી...એ માણસ ગુજરાત નો નહીં પણ ઉત્તરપ્રદેશ ના ઝાંસી નો રહેવાસી હતો... અર્જુને ઝાંસી પોલીસ ને કોલ કરી એ વ્યક્તિ વિસે તપાસ કરવા માટે કહી દીધું...બે કલાક માં ઝાંસી પોલીસ ના દ્વારા એ વ્યક્તિ અત્યારે ટી.બી થી પીડાય છે અને ચાર મહિના થી પથારીવશ છે એવી માહિતી પ્રાપ્ત થઈ.

પોતાની બધી મહેનત પાણી માં જતા અર્જુન હતાશ થઈ ગયો અને એને જોડે પડેલા ચા ના ખાલી કપ ને ગુસ્સા માં સામે ની દીવાલ પર ફેંક્યો...એની માં ને....અર્જુન ના મોં માંથી ત્રણ ચાર ગંદી ગાળો નીકળી ગઈ..."આખરે કોણ છે ડેવિલ....??"અર્જુન જોર થી ચિલ્લાયો..

અર્જુન નો અવાજ સાંભળી વાઘેલા અને નાયક અર્જુન ની કેબીન માં આવ્યા અને પૂછ્યું..

"સર બધું ઠીક તો છે ને...??કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવો?

"ના કોઈ પ્રોબ્લેમ નથી..થોડો સમય મને એકલો રહેવા દો..."હાથ ના ઈશારા થી એ બંને ને બહાર જવાનું અર્જુને કહ્યું.

***

ધીરે ધીરે પંદર દિવસ ઉપર નો સમય વીતી ગયો...રાધાનગર માં કોઈ અનિચ્છનીય ઘટના આ સમય દરમિયાન બની નહોતી એટલે રાધાનગર ના લોકો અને પોલીસકર્મીઓ માટે રાહત ની બાબત હતી...અમદાવાદ થી આવ્યા પછી અર્જુન બિરવા ને ઇગ્નોર કરી રહ્યો હતો...ના એનો કોલ ઉપડતો ના મેસેજ નો જવાબ આપતો..બે ત્રણ વાર બિરવા પોલીસ સ્ટેશન મળવા પણ આવી પણ અર્જુન કામ નું બહાનુ બનાવી એને મળતો નહોતો.

આખરે બિરવા એ પણ અર્જુન ના આ વ્યવહાર ની આદત પાડી દીધી અને એ પોતાના રૂટીન કામ માં લાગી ગઈ...પણ હજુ એ એના દિલ માં અર્જુન ને પામવાની કામના ઓછી થઈ નહોતી...એ હજુ પણ અર્જુન માટે જ જીવતી હતી..!!

બિરવા ને એનું ફિગર અને બોડી મેન્ટેઈન રાખવું ખુબ પસંદ હતું એટલે એ રોજ લાયબ્રેરી ની સામે આવેલા નગરપાલિકા ના બગીચા માં સાંજે પાંચ વાગ્યા પછી વૉક માટે આવતી હતી...કોઈ વાર એ પીનલ ની મુલાકાત પણ લેવા જતી જેથી પીનલ ને એના અને અર્જુન વચ્ચે કોઈ બાબતે પ્રોબ્લેમ છે એવો શક ના પડે.

બિરવા આમ જ એક દિવસ બગીચા માં કેપરી અને ટીશર્ટ પહેરી ને વોકિંગ અને હળવી કસરત કરી રહી હતી...બિરવા એ એક બાબત નોટિસ કરી કે એક વ્યક્તિ રોજ લાયબ્રેરી ની સામે બગીચા ની બહાર રાખેલા લાકડા ના બોકડા પર આવીને બેસે છે...બિરવા એ વ્યક્તિ ને ઓળખતી નહોતી પણ છેલ્લા અઠવાડિયા દરમિયાન એ વ્યક્તિ રોજ એ જગ્યા એ બેસતો અને લાયબ્રેરી સામે જોઈ રહેતો..એ બીજું તો કંઇ નહોતો કરતો પણ એનો પહેરવેશ અને વર્તણુક બિરવા ને અકળાવી રહી હતી...એનું જાસુસ મગજ દાળ માં કંઈ કાળુ હોવાનું મહેસુસ કરી રહ્યું હતું.

"અર્જુન ને આ વ્યક્તિ વિશે જણાવવું જોઈએ..."બિરવા મનોમન આવું વિચારે છે પણ પછી અર્જુન અત્યારે એના પર ગુસ્સે છે એટલે કોલ તો નહીં જ રિસીવ કરે એટલે અર્જુન ને કોલ કરવાનો વિચાર પડતો મુકી પોતે જ આગળ કંઈક કરશે એવો નીર્ધાર કરે છે..

"હા એવું જ થશે..જો કાલે એ વ્યક્તિ આવશે તો હું એનો છુપાઈને પીછો કરીશ..જોવું તો ખરી આ માણસ આખરે છે કોણ..?"સ્વગત આવું બબડી બિરવા ઘરે જવા નીકળી જાય છે.

બીજા દિવસે બિરવા પોતાનું એક્ટિવા લઈને બગીચા માં પહોંચી જાય છે..બિરવા જોવે છે કે આજે પણ પેલો વ્યક્તિ ત્યાં જ બોકડા પર બેઠેલો હોય છે અને એની નજર પૂર્વવત લાયબ્રેરી તરફ મંડાયેલી હોય છે..બિરવા નું ધ્યાન હવે એની તરફ જ હોય છે..ઘરે જવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ બિરવા ઘરે જતી નથી.

અર્જુન પીનલ ને લાયબ્રેરી થી પીક કરી ઘરે જવા નીકળે છે એના પછી થોડી જ વાર માં એ શંકાસ્પદ વ્યક્તિ બગીચા ની જમણી તરફ પાર્ક કરેલી પોતાની કાર માં બેસી ને કાર ને સ્ટાર્ટ કરે છે..એ જેવો કાર તરફ જાય છે એવી જ બિરવા પણ તરત જ એકશન માં આવી જાય છે.. એ પણ પોતાની એક્ટિવા નું સેલ્ફ સ્ટાર્ટ નું બટન દબાવી કાર નો પીછો શરૂ કરે છે.

કાર ધીરે ધીરે રાધાનગર ની પાકી સડકો પર દોડતી દોડતી આગળ વધી રહી હોય છે...સાંજ નો સમય હોવાથી અસ્ત થતાં સૂર્ય ની સાથે સાથે ધીરે ધીરે અજવાળું ઓછું થઈ રહ્યું હોય છે.બિરવા ખુબ ચાલાકી થી કાર નો પીછો કરી રહી હતી.

અચાનક કાર રાધાનગર ની બહાર આવેલા જંગલ તરફ જતા રસ્તા તરફ વળી..બિરવા ને એક વખત તો એવો વિચાર આવ્યો કે હવે એ પાછી વળી જાય પણ એનું મન ના માન્યું.. આ વ્યક્તિ કોણ છે એ જાણવાની તાલાવેલી બિરવા ને એ કાર ની પાછળ પાછળ દોરી ગઈ..ઉબળખાબળ પથ્થર ના રસ્તા પર કાર જંગલ ની અંદર તરફ વળી રહી હતી..સૂર્ય સંપૂર્ણપણે અસ્ત થઈ ચૂક્યો હતો..ઘોર અંધકાર માં કાર ની બેકલાઈટ ને આધારે બિરવા કાર ની પાછળ જઈ રહી હતી..કેમકે જો એ પોતાની એક્ટિવા ની હેડલાઈટ ચાલુ કરે તો એના પ્રકાશ માં કાર ચલાવતા એ વ્યક્તિ ને શક પડી જાય..જે બિરવા નહોતી ઇચ્છતી.

આખરે ચારેક કિલોમીટર કાચા રસ્તા પર ચાલ્યા પછી કાર એક વિશાળ જુના પુરાણા બંગલા જોડે આવીને ઉભી રહી..બિરવા એ આ બંગલા વિશે ઘણું સાંભળ્યું હતું..કે જંગલ ની મધ્ય માં એક ભવ્ય બંગલો છે જેના ઉપર શૈતાની પડછાયો છે..રાત ના સમયે ત્યાં આત્મા ઓ ભટકે છે..એટલે કોઈ એ બંગલા માં જવાનું સાહસ કરતા નથી.

બંગલા ના વિશાળ ગેટ જોડે ગાડી થોભાવી એ ગાડી ને ચલાવનાર વ્યક્તિ નીચે ઉતર્યો અને ગેટ ખોલી ને પાછો ગાડી માં બેઠો..બિરવા ની નજર એની ઉપર ગડાયેલી હતી..એના દિલ ની ધડકનો વધી રહી હતી..કપાળ પર નો પરસેવો સુકાવા નું નામ નહોતો લેતો..બિરવા એ એનું એક્ટિવા બંગલા થી થોડે દુર એક વૃક્ષ પાછળ ઉભું રાખ્યું.

એ વ્યક્તિ એ કાર ને અંદર ની તરફ લીધી અને પાછો કાર ને ચાલુ મુકી નીચે ઉતરીને ગેટ ને બંધ કર્યો..અને કાર ને થોડી અંદર સુધી ડ્રાઈવ કરી ને ઉભી રાખી..ત્યારબાદ એ વ્યક્તિ ઉતાવળા પગલે બંગલા નો મેઈન ગેટ ખોલી ને અંદર ઘુસી ગયો.

બિરવા છુપાઈને એ વ્યક્તિ ની દરેક હરકત ને ધ્યાનપૂર્વક નિહાળી રહી હતી..હવે આગળ શું કરવું જોઈએ એવો વિચાર એને આવ્યો..પણ પછી"હું અંદર જઈને જોઉં તો ખરી આખરે આ વ્યક્તિ કોણ છે અને અહીં શું કરે છે..."એમ વિચારી બિરવા બંગલા ની અંદર પ્રવેશવા આગળ વધી.

***

To be continued.....

કોણ હતો એ સંદિગ્ધ વ્યક્તિ? એ વ્યક્તિ વિશે ની સચ્ચાઈ બિરવા જાણી શકશે? અર્જુન ડેવિલ સુધી કઈ રીતે પહોંચશે? આખરે ડેવિલ છે કોણ? અર્જુન સાથે ડેવિલ ને કઈ દુશમની હતી જેનો બદલો એ લેવા માંગતો હતો?? આવા જ સવાલો ના જવાબ જાણવા વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..

આ નોવેલ જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ વાંચકો નો વધુ ને વધુ પ્રેમ મેળવી રહી છે..આપના પ્રેમ માટે આપ સૌનો ખુબ ખુબ આભાર..એક શૈતાન ને કેન્દ્ર માં રાખી ને લખાયેલી આ નોવેલ મારા માટે એક મસીહા જેવી સાબિત થઈ છે..આપ પણ આ નોવેલ અંગેનો આપનો કિંમતી અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો..

ઓથર :- જતીન. આર.પટેલ