Trutya - paachhala janm no badlo - 20 in Gujarati Horror Stories by Anand Gajjar books and stories PDF | તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૨૦

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૨૦

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૨૦

( ગયા ભાગ માં આપણે જોયું કે ખંડેર માં આદિત્ય અને વીર સામે માર્કેશ આવી જાય છે અને એમની પાછળ તમસ્વીની. આદિત્ય અને વીર તમસ્વીની નો વિનાશ કરે છે. તમસ્વીની નું કપાયેલું ધડ માર્કેશ સામે રાખતા તે પણ પથ્થર બની જાય છે. ત્રણેય જણા તૃત્યાસ્ત્ર નો ત્રીજો ભાગ મેળવીને બહાર આવે છે. આદિત્ય ની મંઝિલ એની નજીક આવી જાય છે. ક્રિષ્ના સામે બે રસ્તા હોય છે આદિત્ય અને એની માં. ક્રિષ્ના આદિત્ય ને બધું જ સાચે સાચું જણાવવા માટે બહાર લઈ જાય છે અને ત્યાં જઈ ને તેને જાણ થાય છે કે આદિત્ય ને પહેલે થી બધી ખબર જ છે )

હવે આગળ.....

આદિત્ય :- કારણ કે મેં તને જ્યારે પહેલી વાર જગતપુરા માં જોઈ હતી ત્યારે જ મને તારી સાથે પહેલી નજર નો પ્રેમ થઇ ગયો હતો. મારા મા હિંમત નહોતી તને મારવાની પછી ભલે તું મને મારી નાખે.

ક્રિષ્ના :- i am sorry, હું તમારી જિંદગી માં ફકત તમને રોકવા માટે જ આવી હતી. પરંતુ તમારા નિસ્વાર્થ પ્રેમ, સ્વભાવ અને અમુક ગુણો ના કારણે મને એક ડાયન માંથી લાગણીશીલ માણસ બનાવી દીધી. તમે જે રીતે દર વખતે મારો જીવ બચાવ્યો, મારુ ધ્યાન રાખ્યું એ જોઈ ને હું વલણ બદલવા પર મજબુર થઈ ગઈ અને તમારા પ્રત્યે મારા હૃદય માં એક લાગણી સમાવી બેઠી. બસ આ જ કારણ છે કે હું તમને અત્યાર સુધી રોકી પણ ના શકી અને મારી પણ ના શકી. ( આદિત્ય ક્રિષ્ના નો હાથ પકડે છે. બંને એકબીજાની આંખો માં આંખો પરોવીને જોઈ રહે છે. કહેવું ઘણું છે પણ સમય અને શબ્દો નથી. આંખો માં ફક્ત એક બીજા પ્રત્યે લાગણીઓ છે જે બહાર આવી રહી છે. એકા એક ક્રિષ્ના ની આંખ માંથી આંસુ ટપકવા લાગે છે. આદિત્ય વિચારે છે કે પહેલી વાર કોઈ ડાયન ને એક સામાન્ય મનુષ્ય ના પ્રેમ માં તલપાપડ થતા જોઈ છે. જે એને પહેલા મારવા માટે આવી હતી એ જ આજે એને તરવા માંગે છે. શુ આટલી બધી શક્તિ હોય છે પ્રેમ માં જે એક ડાયન ને પણ બદલવા માટે મજબૂર કરી દે છે. આજે સમજાય છે મને પ્રેમ નું મહત્વ. કેવો નિસ્વાર્થ છે આ પ્રેમ.....ક્યારેક આ બધું જ જીતી જવાય છે અને ક્યારેક બધું જીતી ને પણ હારવા માટે મજબૂર થઈ જવાય છે. લાગે છે આજે હું ખરેખર સફળ રહ્યો મારી લડાઈ માં, આના થી વધુ મોટી જિંદગીની જીત બીજી શુ હોઈ શકે ?

એકા એક ક્રિષ્ના આદિત્ય નો હાથ છોડી દે છે. આદિત્ય નું દિલ ફરી એક ધબકારો ચુકી જાય છે.

આદિત્ય :- શુ થયું ક્રિષ્ના ?

ક્રિષ્ના :- એક ડાયન અને મનુષ્ય નું મિલન ક્યારેય શક્ય નથી આદિત્ય. મને માફ કરી દેજો પણ આપણે આપણા પ્રેમ નો ત્યાગ આ જન્મે કરવો જ રહ્યો. જો ભગવાન ની મરજી હશે તો આવતા જન્મે મનુષ્ય રૂપે ફરી મળીશું.

આદિત્ય :- શુ સાચે જ આ જન્મે આપણું મિલન શક્ય નથી ?

ક્રિષ્ના :- ના, આદિત્ય કોઈ પણ ભોગે નહિ. મને માફ કરી દેજો.

આદિત્ય :- ઠીક છે, વિશ્વાસ છે એક દિલ માં કે આવતા જન્મે કદાચ ફરી થી મળીયે. આ જન્મે તો પ્રેમ સફળ ન રહ્યો પણ આવતા જન્મે કદાચ સફળ રહે. મારા હૃદય માં તારા પ્રત્યે ની લાગણીઓ હમેશા જીવતી રહેશે. ( આદિત્ય ની આંખ ઉભરાઈ આવે છે પણ એના આંસુ બહાર નથી આવવા દેતો અને અંદર જ છુપાવી દે છે. હૈયું રુદન કરે છે અને બોલવાની હિંમત નથી. આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની..… મળે તો છલકે અને ના મળે તો પણ છલકે છે. )

ક્રિષ્ના :- હું તમને આટલું જણાવવા માટે જ અહીંયા સુધી લાવી હતી. મને વિક્રાલે તમને મારવા માટે અહીંયા મોકલી હતી અને મને ધમકી પણ આપી હતી કે જો હું એની વાત નહિ માનું તો એ મારી મા ને મારી નાખશે.

આદિત્ય :- તે કાંઇ ખોટું નથી કર્યું. તે અત્યાર સુધી એક દીકરી તરીકે ની ફરજ નિભાવી છે.

ક્રિષ્ના :- હા, પણ હવે હું તમારો સાથ આપવા માંગુ છું. જ્યાં સુધી હું તમારી સાથે છું તમને કાઈ નહિ થવા દવ. હું મારી જિંદગી દાવ પર લગાવી દઈશ.

આદિત્ય અને ક્રિષ્ના પાછા જાય છે. ત્યાં જતા જ વીર પૂછે છે જે બંને પાછા કેમ આવ્યા ? જવાબ માં આદિત્ય જણાવે છે કે ક્રિષ્ના કુંભડી ની દીકરી છે અને આદિત્ય એને આખી વાત જણાવે છે.

વીર :- આટલું બધું થયું છતાં પણ તે આ ક્રિષ્ના ને છોડી દીધી ? કેમ તે એને મારી ના નાખી અને માફ કરી દીધી ?

આદિત્ય :- વીર, હવે એ વિક્રાલ નો નહિ પણ આપણો સાથ આપશે.

વીર :- વિધિ પણ આપનો જ સાથ આપતી હતી. એને મારતી વખતે તને કાંઈ યાદ ન આવ્યું ? પોતાનો પ્રેમ બધા ને માટે કિંમતી જ હોય છે આદિત્ય પછી ભલે એ મનુષ્ય હોય કે ડાયન. મને વિશ્વાસ હતો તારા પર એટલે તને અહીંયા સુધી સાથ આપ્યો. તે આજે મારો વિશ્વાસ તોડી નાખ્યો. એક અસ્ત્ર માટે તે મારો ઉપયોગ કર્યો.

આદિત્ય :- વીર, મને તારા પર મારા કરતાં પણ ખૂબ ભરોસો છે. તારે ભરોસો જ જોવો છે ને મારો ? આલે આ તૃત્યાસ્ત્ર. વિક્રાલ ને હવે તું મારીશ. કારણ કે વિધિ જે બ્રહ્મરાક્ષસી ને કારણે મરી હતી એને શક્તિ આપવા વાળો પણ વિક્રાલ જ હતો. હવે હું નહિ પણ તું એને મારી ને તારો બદલો પૂરો કરીશ. કારણ કે હું તને મારો ભાઈ માનું છું.

ક્રિષ્ના :- પણ આદિત્ય, વિક્રાલ એને પોતાની જાળ માં ફસાવી લેશે તો ?

આદિત્ય :- મને વીર પર પૂરો ભરોસો છે. એવું કાંઈ નહિ થાય. એની પહેલા જ વીર એને મારી નાખશે.

ક્રિષ્ના :- ઠીક છે, અહીંથી આગળ જતાં તૃત્યાઓ ના ભગવાન દુર્ભય નું મંદિર આવે છે. જો વીર ત્યાં જઈ ને વિક્રાલને યાદ કરશે તો તેને ત્યાં હાજર થવું જ પડશે.

ત્રણેય જણા આગળ વધે છે. આગળ જતાં જ દુર્ભય નું મંદિર આવે છે. આદિત્ય અને ક્રિષ્ના બહાર ઉભા રહી છે અને વીર ને અંદર મોકલે છે. વીર પોતાના પાછળ ના ખિસ્સા માં તૃત્યાસ્ત્ર મૂકી ને મંદિર માં દાખલ થાય છે. ત્યાં જઈ ને વિક્રાલ ને યાદ કરતા જ તેની નજર સામે થાય છે. વીર જેવો તૃત્યાસ્ત્ર કાઢી ને એના પર હુમલો કરવા માટે જાય છે તેવો જ વિક્રાલ બૂમ પાડે છે જેના કારણે વીર એકા એક થોભી જાય છે.

વિક્રાલ :- એક તૃત્યા થઈ ને તારા કુળ ને જ મારવા માટે સામે પડ્યો છે. તું મારા માટે મારા દીકરા જેવો છે.

વીર :- મારે કોઈ બાપ નથી, હું અનાથ છું.

વિક્રાલ :- ઠીક છે, તારું સત્ય નથી હું કે નથી આદિત્ય. તારું સત્ય તો આ છે. ( વિક્રાલ વીર ની સામે વિધિ ની આત્મા ને પ્રગટ કરે છે જે જોઈ ને વીર ચોંકી જાય છે. વિક્રાલ કહે છે કે એવી કોઈ વસ્તુ નથી જે મારી માટે અશક્ય હોય. તું ઇચ્છતો હોય તો હું ફરીવાર વિધિ ને જીવતી કરી શકું છું. અને વીર પર વશીકરણ કરે છે જેના કારણે વીર સંપૂર્ણ પણે તેના વશ માં આવી જાય છે. વિક્રાલ વીર પાસે થી તૃત્યાસ્ત્ર લઈ લે છે અને વીર ને પોતાની સાથે લઈ જાય છે.

***

આદિત્ય અને ક્રિષ્ના બહાર ઉભા રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર પછી અચાનક વાવાઝોડું ફૂંકાવા લાગ્યું અને જોર થી પવન આવવા લાગતા બંન્ને ને કાંઈક ડાઉટ લાગે છે જેના કારણે બંન્ને મંદીર માં જાય છે. પણ મંદીર માં નથી વિક્રાલ મળતો કે નથી વીર. ક્રિષ્ના આદિત્ય ને જણાવે છે કે વીર ને વિક્રાલ લઈ ગયો લાગે છે. હવે આપણે એના કિલ્લામાં જવું પડશે તે બંન્ને આપણને કદાચ ત્યાં જ મળશે અને ત્યાં જઈ ને આપણે તૃત્યાસ્ત્ર પણ શોધવું પડશે. અહીં થી બહુ દૂર નથી એનો કિલ્લો. તે પહાડો વચ્ચે જ છે અને બંન્ને નીકળી પડે છે. થોડું ચાલ્યા પછી બંને હવેલી સુધી પહોંચે છે અને બનેં ચોરી છુપે દાખલ થાય છે. હવેલી માં અંદર જતા જ ક્રિષ્ના ની નજર રૂમ માં રહેલી કુંભડી ની લાશ પર પડે છે. ક્રિષ્ના તેની પાસે બેસી ને રડવા લાગે છે. આદિત્ય એને ઉભી કરે છે અને એના આંસુ લૂછે છે. આદિત્ય એને વચન આપે છે કે આ વિક્રાલ ની છેલ્લી હત્યા હતી હવે એ જીવતો નહિ રહે. ક્રિષ્ના આદિત્ય ને ત્યાં જ છુપાઈ જવાનું કહે છે અને પોતે આગળ તપાસ કરવા માટે નીકળી પડે છે હવેલી માં. આગળ જતાં જ ક્રિષ્ના ની નજર સામે વિક્રાલ આવે છે.

ક્રિષ્ના :- માલિક, હું તમને જ શોધતી હતી. હું તમને ખુશખબરી આપવા માંગતી હતી......

વિક્રાલ :- કે આદિત્ય અહીંયા આવી ગયો છે. આદિત્ય ને અહીંયા સુધી લાવી ને તે તારી વફાદારી સાબિત કરી દીધી છે પણ તારું કામ હજુ સુધી પૂરું નથી થયું અને જો મારુ આગળ નું કામ તે પૂરું ના કર્યું તો તારી મા આવતી કાલ નો સૂરજ નહિ જોઈ શકે.

ક્રિષ્ના :- કેવું કામ માલીક ?

વિક્રાલ :- આલે આ તૃત્યાસ્ત્ર, જો આ મારી પાસે રહેશે તો મારી શક્તિઓ નો વિનાશ કરી દેશે એટલે તું કાલે સવાર પહેલા પાતાળ ના સૌથી ઉડા કૂવામાં સળગતી આગ માં ફેંકી દેજે અને આનો વિનાશ કરી દેજે. જો આ કામ માં કોઈ ભૂલ થઈ તો તમે બેય માં દીકરી તૈયાર રહેજો મરવા માટે.

ક્રિષ્ના :- ઠીક છે માલીક, કાલે સવાર પહેલા આ તૃત્યાસ્ત્ર એની યોગ્ય જગ્યા એ પહોંચી જશે.

આટલું બોલી ને ક્રિષ્ના તૃત્યાસ્ત્ર લઈ ને નીકળી જાય છે આદિત્ય પાસે જવા માટે. એ જેવી થોડી દૂર જાય છે એટલા માં વીર પણ વિક્રાલ પાસે આવી જાય છે અને બોલે છે કે રોક આને, આ આદિત્ય સાથે મળેલી છે. આપણને મારવા માંગે છે બંને જણા. આ સાથે જ વિક્રાલ પોતાની શક્તિ થી ક્રિષ્ના પર જીવલેણ હુમલો કરે છે. હુમલો થતા તેં નબળી પડી જાય છે છતાં પણ જેમ તેમ દોડતી દોડતી તે આદિત્ય પાસે જાય છે અને તેની બાહો માં જઇ ને ઢળી પડે છે. ક્રિષ્ના એને તૃત્યાસ્ત્ર હાથ માં આપે છે અને જણાવે છે જે વીર, વિક્રાલ સાથે મળી ગયો છે. એ બંને હવે તમને મારવા માંગે છે. પણ તમે હિંમત ન હારતાં. હવે તમારે એકલા એ જ લડવાનું છે. મને માફ કરી દેજો હું મારું વચન ના નિભાવી શકી. હું તમારો સાથ ના આપી શકી અને અધવચ્ચે જ તમને છોડી ને જઇ રહી છું. જો ભગવાન ની ઈચ્છા હશે તો આવતા જન્મે ફરી.... અને આટલું બોલતા જ ક્રિષ્ના એનો શ્વાસ છોડી દે છે અને એક લાશ બની ને ઢળી પડે છે.

આદિત્ય જોર થી બૂમ પાડી ઉઠે છે અને એની આંખ માંથી આંસુ ટપકી પડવા લાગે છે. એને વીર ના શબ્દો યાદ આવે છે કે જ્યારે પોતાના પ્રેમ ને મારવાનો વારો આવે છે ત્યારે સમજાય છે.

એટલા માં વીર અને વિક્રાલ પણ ત્યાં આવી પહોંચે છે. આદિત્ય પોતાના આંસુ લૂછે છે અને ઉભો થાય છે. આદિત્ય અને વિક્રાલ પહેલી વાર સામ સામે આવે છે. આદિત્ય ને પોતાના ગુસ્સા પર કાબુ નથી રહેતો અને તે વિક્રાલ પર હુમલો કરવા માટે જાય છે એટલા માં વિક્રાલ પોતાની માયાવી શક્તિઓ થી એને પાછો પાડી દે છે. વિક્રાલ આદિત્ય ને કહે છે કે જો તારા હાથ માં આ તૃત્યાસ્ત્ર અને ગળા માં આ રુદ્રાક્ષ ની માળા ના હોત તો એક જ ઝટકા માં તારા ૧૦૦૦ ટુકડા કરી નાખ્યા હોત.

એટલા માં વીર આવી ને કહે છે કે બ્રધર, તારું મોત મારી વિધિ ને નવી જીંદગી બક્ષશે. હવે તને અમારા થી કોઈ નહિ બચાવી શકે. વીર આગળ વધે છે અને સીધો જ આદિત્ય પર તૂટી પડે છે. આદિત્ય અને વીર બંને વચ્ચે લડત શરૂ થઈ જાય છે. વીર ના માથે ખૂન સવાર હોય છે. એને કોઈ પણ ભોગે આદિત્ય ને મારવો હોય છે. આદિત્ય ના એક હાથ માં તૃત્યાસ્ત્ર હોય છે જે તે પોતાના પાછળ ના ખિસ્સા માં ભરાવી દે છે અને વીર સાથે લડવા લાગે છે. કુદરત નો પણ એક અલગ જ ખેલ છે. જે બંને મિત્રોએ એક બીજા પોતાની જિંદગી દાવ પર લગાડી ને દરેક ક્ષણે એક બીજા ને સાથ આપ્યો હતો એ બંને મિત્રો આજે એક બીજા સામે લડી રહ્યા હતા અને વિક્રાલ પોતાની ચતુરાઈ જોઈ ને આ બંન્ને ને મૂર્ખ સમજી ને પોતાની ઉપર અભિમાન કરી રહ્યો હતો. બંને એક બીજા ને ગળું અને હાથ પકડી ને એકબીજા ને પાછા પાડવાની તક શોધી રહ્યા હતા. આદિત્ય ના મન માં એક અલગ જ વિચાર આવી રહ્યો હતો કે વીર ને આ વશીકરણ માંથી મુક્ત કઈ રીતે કરવો. અચાનક એના મન માં કાંઈક વિચાર આવે છે. લડતા લડતા આદિત્ય પોતાનું માથું વીર ના માથા સાથે અથડાવી રાખે છે અને વીર કે વિક્રાલ ને થોડી પણ જાણ ન થાય એ રીતે પોતાનો એક હાથ વીર ના હાથ માંથી સરકાવી દે છે અને પોતાના ગળા માં રહેલી રુદ્રાક્ષ ની માલા હળવે થી વીર ના ગળા માં પરોવી દે છે. રુદ્રાક્ષ ગળા માં જતા જ વીર પર કરેલું વશીકરણ તૂટી જાય છે અને વીર ભાન માં આવે છે. વીર કાંઈ પણ બોલે એની પહેલા જ આદિત્ય વીર ને આંખ મારી ને ચૂપ રહેવાનો ઈશારો કરી દે છે અને એના કાન પાસે પોતાના હોઠ લઈ જઈ ને કહે છે....કે ચૂપ ચાપ લડવાનું ચાલુ રાખ અને વિક્રાલ પાસે ચાલ. આદિત્ય અને વીર લડતા લડતા વિક્રાલ પાસે જાય છે. વિક્રાલ ની સાવ નજીક પહોંચતા જ આદિત્ય વીર ને એક ઝાટકો મારી ને દૂર કરી ને તૃત્યાસ્ત્ર કાઢી ને તરત જ વિક્રાલ ની હોજરી ના ભાગ માં ઘુસાડી દે છે. તૃત્યાસ્ત્ર એના શરીર માં ઘુસતા જ વિક્રાલ જોર થી ચીસ નાખી દે છે અને સાથે સાથે વિક્રાલ સળગવા લાગે છે અને એની સાથે સાથે હવેલીમાં પણ જમીન પર આગ ફેલાવા લાગે છે. આદિત્ય અને વીર ત્યાં જ ઉભા રહી ને આ બધું દૃશ્ય જોયા કરે છે. એમની નજર સામે વિક્રાલની આત્મા એક રાખ બની જાય છે અને વિક્રાલ નો નાશ થાય છે. વિક્રાલ નો નાશ સાથે જ આખી હવેલી માં જાણે જોર જોર થી હવા અને વાવાઝોડું આવવા લાગે છે. આખી હવેલી ભૂકંપ ના કારણે હલવા લાગે છે અને સાથે સાથે સળગવા લાગે છે. હવેલી હલવા ના કારણે તેના જર્જરિત પથ્થરો ખસ્વા લાગે છે અને પડવા લાગે છે. આદિત્ય અને વીર બંને બહાર તરફ ભાગવા લાગે છે. આદિત્ય ને ક્રિષ્ના ની યાદ આવે છે પણ વીર એને પરાણે પકડી ને હવેલી ની બહાર લઈ જાય છે. બહાર જતા જ આખી હવેલી સળગતી સળગતી રાખ બનવા લાગે છે. બંન્ને મિત્રો બહાર ઉભા ઉભા આ દૃશ્ય જોયા કરે છે. તેમની નજર સામે વિક્રાલ અને એની સાથે તૃત્યા સામ્રાજ્ય નો વિનાશ થાય છે.

***

આદિત્ય અને વીર બંને એક બીજા ને ભેટી પડે છે. વીર આદિત્ય ની ખરા દિલ થી માફી માંગે છે અને આદિત્ય પણ તેને અત્યાર સુધી હેરાન કરવા બદલ માફી માંગે છે. બંને મિત્રો જિંદગી અને મોત ની સામે ની લડત લડીને હસતા મુખે વિજય મેળવીને જંગલ ની બહાર તરફ આવવા નીકળે છે. જંગલ ની બહાર જઇ ને ફરી બંને મિત્રો એકબીજા ને ફરી વાર ગળે મળે છે અને જિંદગી માં આગળ પણ ગમે ત્યારે એકબીજાને જરૂર પડ્યે હમેશા મદદ કરવા માટે તત્પર રહેશું એવું વચન આપે છે અને બંન્ને મિત્રો પોતપોતાના રસ્તા પર પાછા જવા માટે વિદાય લે છે. વિદાય લઈ ને વીર એના રસ્તે વિલાસપુર જવા માટે નીકળી પડે છે અને આદિત્ય જગતપુરા જવા માટે નીકળી પડે છે. જગતપુરા માં પહોંચતા જ સમીર અને એના મમ્મી આદિત્ય ને જોઈ ને ખૂબ ખુશ થઈ જાય છે. બંન્ને મિત્રો એકબીજા ને ગળે મળે છે અને સમીર ના મમ્મી પણ આદિત્ય ને આશીર્વાદ આપે છે. રાતે જમીને ફરીવાર બધા સાથે બેસે છે અને આદિત્ય પોતાની આખી સફર એમને જણાવે છે. અને અંતે તેનો અને વીર નો તૃત્યા સામ્રાજ્ય પર નો વિજય. આટલા સમય દરમ્યાન તેની સાથે કેટલી ઘટના બની એ બધું જ જણાવે છે. બીજા દિવસે આદિત્ય અને સમીર અઘોરી પાસે મળવા જાય છે અને તેમને આપેલી રુદ્રાક્ષ ની માળા અને ત્રિશુલ પરત કરે છે અને એમનો આભાર માને છે કે જો એમને સાથ ના આપ્યો હોત તો એ આ લડત માં જીતી ના શકેત. અને અઘોરી એના જવાબ માં ફક્ત એક સ્મિત આપે છે. ૨ દિવસ જગતપુરા રહીને આદિત્ય ફરીવાર પોતાનું બેગ પેક કરી દે છે અને સમીર તથા તેની મમ્મી ની રજા લઈ ને ફરી મુંબઈ પાછો જવા માટે નીકળી પડે છે. કારણ કે તેને હવે જગતપુરા માં ગમતું નહોતું....હવે જગતપુરા સાથે એની યાદો જોડાઈ ગઈ હતી....અને એ યાદો હતી ક્રિષ્ના ની.....એ ઓટલો જેના પર બેસી ને એ ક્રિષ્ના ને જોવા માટે રાહ જોતો...બસ હવે એ આ બધા થી દુર જવા માંગતો હતો. સમીર આદિત્ય ને બસ સ્ટોપ પર મુકવા માટે આવે છે. ફરી પાછો એ જ નજારો આદિત્ય ની સામે આવે છે જે એને પહેલી વાર બસ સ્ટોપ પર જોયો હતો. પણ આ વખતે એના ચહેરા પર નવાઈ ની જગ્યા એ સ્મિત હતું. આદિત્ય બસ માં ચડે છે અને બારી પાસે જઈ ને બેસી જાય છે. બસ ઉપડતા જ તે બારી નો કાચ ખોલે છે અને બહાર નજર કરે છે અને આકાશ મા ઉડતા પંખીઓ ને જોયા કરે છે અને પોતાની સફર ને યાદ કરે છે. તે પોતે અહીં આવ્યો ત્યારે સાવ એકલો હતો પણ અહીંથી જતા સમયે તે કેટલી બધી યાદો સાથે લઈ ને જઇ રહ્યો હતો. સમીર જેવા મિત્ર નો પ્રેમ, વીર જેવા મિત્ર નો સાથ અને સાથે સાથે ક્રિષ્ના જેવી પ્રેમિકા નું પોતાની જિંદગી માટે પોતાના જીવ નું આપેલું બલિદાન અને આગલા જન્મે ફરી મળવાનું વચન.......સાચે જ આદિત્ય ની જિંદગી બદલાઈ ગઈ હતી. અહીંયા આવ્યા પછી એની જિંદગી માં ઘણા બધા ફેરફાર થયા હતા. તે આજે આ પંખીઓ ની જેમ આકાશ માં સ્વતંત્ર ઉડી રહ્યો હતો અને એ સાથે જ મુંબઈ માં એક નવી જિંદગી ની શરૂઆત આદિત્ય ની રાહ જોઈ રહી હતી.

સમાપ્ત

મિત્રો, અહીંયા આ વાર્તા ની સમાપ્તિ થાય છે. દરેક વાર્તા ની સફળતા પાછળ વાચકો નો સાથ, પ્રેરણા અને શ્રેય હોય છે જે તેને કોઈ મુકામ સુધી પહોંચાડે છે. તમામ વાચકોનો હું ખૂબ ખૂબ આભારણીય છું જેમના તરફ થી અહીંયા સુધી પહોંચવા મને પ્રેરણા મળી. ફરી પાછા મળીશું એક નવી જ વાર્તા સાથે. તમને આ વાર્તા કેવી લાગી, તમારા વાર્તા પ્રત્યે ના કેવા અભિપ્રાયો છે એ મને W.app - 7201071861 પર જરૂર થી જણાવશો.