પ્રકરણ ૧૯
એક રાક્ષસી કદની મીટીંગ
બીજા દિવસે બાર્બીકેનને શંકા હતી કે માઈકલ આરડનને વિવેકભાન વગરના સવાલો પણ પૂછાઈ શકાય છે અને આથી તેમની એવી ઈચ્છા હતી કે પ્રેક્ષકોની સંખ્યા બને તેટલી ઓછી કરવામાં આવે અને આ માટે તેઓ પ્રેક્ષકોમાંથી પોતાના સાથીદારોની પણ છટણી કરવા માંગતા હતા. એમની ઈચ્છા તો એવી હતી કે તેઓ તેમના સાથીદારોને નાયગ્રા ધોધની મુલાકાતે મોકલી આપે, પરંતુ તેઓ મજબૂર હતા અને આથી છેવટે તેમણે આ વિચાર પડતો મૂક્યો અને પોતાના નવા મિત્રને જાહેરસભા કરવાની છૂટ આપી. આ રાક્ષસી કદની મીટીંગ માટે શહેરના છેવાડે આવેલા વિશાળ મેદાનની પસંદગી કરવામાં આવી. થોડા જ કલાકોમાં એ સુક્કા ઘાસના મેદાનમાં જમા થયેલા લોકોને બળબળતો તડકો સહન કરવો ન પડે તે માટે પોર્ટ ખાતેના શીપીંગના કામદારોની મદદથી કેનવાસની એક વિશાળ છત તૈયાર કરવામાં આવી. ત્રણ લાખ લોકોએ ફ્રેન્ચમેનના આગમન અગાઉ ત્યાં કલાકો સુધી બેઠા રહેવાની હિંમત દાખવી. આ ટોળાના દર્શકોનો પ્રથમ ભાગ જોઈ અને સાંભળી શકે તેમ હતો, બીજો ભાગ માંડમાંડ જોઈ શકતો હતો અને કશુંજ સાંભળી શકતો ન હતો અને ત્રીજો ભાગ ન તો કશું જોઈ શકતો હતો કે ન તો કશું સાંભળી શકતો હતો. ત્રણ વાગ્યે માઈકલ આરડને ગન ક્લબના મહત્ત્વના સભ્યો સાથે અહીં પ્રવેશ કર્યો. તેની સાથે તેની જમણી બાજુ પ્રમુખ બાર્બીકેન અને જમણી તરફ જે ટી મેટ્સન હતા જે બપોરના સૂર્ય કરતા પણ વધારે ચમકી રહ્યા હતા પરંતુ તેના જેટલાજ લાલઘૂમ હતા. આરડન એક પ્લેટફોર્મ પર ચડ્યો, જેની ઉંચાઈથી તે પોતાની સમક્ષ કાળી ટોપીઓનો સમુદ્ર જોઈ શકતો હતો.
તેણે જરા પણ સંકોચ દેખાડ્યો નહીં, એ એવો જ વ્યક્તિ બનેલો રહ્યો જે જાણીતો હોય અને ઘરમાં જેવો ખુશ હોય એવો જ બહાર પણ દેખાતો હોય. તેના સ્વાગતમાં મળેલા આનંદિત ચિત્કારો અને ત્રાડના જવાબમાં તેણે ઠાવકું નમન કર્યું; ત્યારબાદ શાંતિ જાળવવા માટે તેણે પોતાના હાથ હલાવ્યા, તેણે એકદમ સ્પષ્ટ અંગ્રેજીમાં આ પ્રમાણે કહ્યું:
“મિત્રો, આટલું બધું ગરમ વાતાવરણ હોવા છતાં હું તમને વિનંતી કરીશ કે તમે થોડા સમય માટે ધીરજ ધરો જેથી તમને જેમાં રસ છે તેવી મારી યોજના અંગે હું મારી સ્પષ્ટતા આપી શકું. હું કોઈ વક્તા નથી કે પછી વૈજ્ઞાનિક પણ નથી, અને મારે જાહેરમાં તમને સંબોધન કેમ કરવું તેની પણ મને કોઈજ ગતાગમ નથી; પરંતુ મારા મિત્ર બાર્બીકેને મને જણાવ્યું છે કે તમે મને સાંભળવા માંગો છો અને હું તમારી સેવામાં હાજર છું. મને સાંભળો, તમારા છ લાખ કાનથી સાંભળો, અને આ વક્તાની ભૂલોને મહેરબાની કરીને માફ કરશો. હું એક પ્રાર્થના કરીશ કે તમે એ ન ભૂલતા કે તમારી સમક્ષ એક પૂર્ણ અજ્ઞાની વ્યક્તિ ઉભી છે જેનું અજ્ઞાન એટલું બધું છે કે તેને આવનારી મુશ્કેલીઓ અંગેનું પણ કોઈજ ભાન નથી. તેને એવું લાગે છે કે આ બાબત સાવ સાદી છે, કુદરતી છે અને એટલી સરળ છે કે તે તોપના ગોળાનું સ્થાન લઇ લેશે અને ચન્દ્ર તરફ સફર શરુ કરી દેશે! આ સફર મોડા વહેલી શરુ થવાની જ છે અને અત્યાર સુધીમાં સફરનો પ્રકાર અપનાવવામાં આવ્યો છે તે માત્ર પ્રગતિનો નિયમ જ સ્વીકારે છે. માણસે પહેલા ભાંખોડિયા ભરવાનું શરુ કર્યું, પછી એક સુંદર સવારે તે બે પગે ચાલતો થયો, પછી વાહનમાં, પછી ઘોડાગાડીમાં અને છેલ્લે રેલવે દ્વારા. તોપનો ગોળો એ ભવિષ્યનું વાહન છે અને ગ્રહો બીજું કશુંજ મહત્ત્વ ધરાવતા નથી! તમારામાંથી કેટલાક સજ્જનો એવું વિચારતા હશે કે જે ગતિ આપણે ઈચ્છી રહ્યા છે તે વધારે પડતી છે. એવું કશુંજ નથી. તમામ તારાઓ ત્વરિત ગતિ કરે છે, અને પૃથ્વી પોતે પણ હાલની ઘડીએ પણ આપણને સૂર્યની આસપાસ ત્રણ ગણી ગતિએ ફેરવતી રહે છે પરંતુ તેમ છતાં એ અન્ય ઘણા ગ્રહો કરતા આળસુ છે! અને તેની ગતિ સતત ઘટી રહી છે. આમ તો એ સ્પષ્ટ નથી, આથી હું તમને પૂછી રહ્યો છું કે શું એક દિવસ એવો આવશે જ્યારે દેખીતી ગતિ ખરેખર પ્રકાશ, ઈલેક્ટ્રીસિટી કે પછી મીકેનીકલ એજન્ટ કરતા વધુ હશે?”
“જી હા! મિત્રો,” વક્તાએ બોલવાનું ચાલુ રાખ્યું, “કેટલાક ટૂંકી બુદ્ધિના લોકોના અમુક મંતવ્યો હોવા છતાં, જેમણે ખરેખર તો આ પૃથ્વી પર માણસોની વસ્તી વધારવાનું જ બંધ કરી દેવું જોઈએ, એક જાદુઈ ગોળાકારની અંદર જેનાથી ક્યારેય આગળ ગયા વિના, આપણે એક દિવસ લિવરપૂલ થી ન્યૂ યોર્ક ની જેમજ ચંદ્ર, ગ્રહો, તારાઓની એ જ સુવિધા, ગતિ અને નિશ્ચિતતા સાથે આપણી સફર ખેડવી જોઈએ. અંતર એ સંબંધિત બાબત છે પરંતુ આપણે તેને પણ શૂન્ય સુધી ઘટાડી દેવી જોઈએ.”
સભા, જે આ ફ્રેંચ હીરો સાથે મજબૂત સંવેદનાથી જોડાઈ હતી, તેને તેનો આ સાહસિક મત સહેજ અવળો લાગી રહ્યો હતો.
માઈકલ આરડન આ સત્ય સમજી ગયો. “મિત્રો,” તેણે સુખદ સ્મિત સાથે ચાલુ રાખ્યું, “તમે હજી સુધી સહમત થયા હોવ એવું લાગતું નથી. બહુ સરસ. ચાલો આપણે કારણ શોધીએ. શું તમને ખ્યાલ છે કે એક એક્સપ્રેસ ટ્રેનને ચંદ્ર સુધી પહોંચતા કેટલી વાર લાગે? ત્રણસો દિવસ; વધુ નહીં! અને એનો મતલબ શું છે? આ અંતર પૃથ્વીના સમગ્ર ગોળાર્ધ કરતા નવ ગણાથી વધારે નથી; અને હજીસુધી એવા કોઈજ ખલાસીઓ કે મુસાફરો આપણે નથી જોયા જેમણે સામાન્ય પ્રવૃત્તિ પણ કરી નથી અને તેમના સમગ્ર જીવનમાં આટલી લાંબી સફર ખેડી નથી. હવે વિચારો કે હું માત્ર સત્તાણું કલાકની મુસાફરી કરીશ. આહ! મને એવું લાગી રહ્યું છે કે તમે એમ વિચારી રહ્યા છો કે ચંદ્ર પૃથ્વીથી ઘણો દૂર છે અને આથી કોઇપણ સાહસ કરતા અગાઉ બે વખત વિચારવું જોઈએ. તો તમે એમ કહો કે જો આપણે નેપચ્યુન પર જવાની વાત કરીએ જે સૂર્યથી બે હજાર સાતસો વીસ મિલિયન માઈલ દૂર ફરી રહ્યો છે! અને હવે એમ વિચારો કે તમે એ અંતરની વાત કરો છો જે ગ્રહોને સૂર્યથી અલગ પાડી રહ્યું છે. અને એવા લોકો છે જે એ સાબિત કરી રહ્યા છે કે આ પ્રકારના લાંબા અંતરો જરૂર અસ્તિત્વ ધરાવે છે.
મૂર્ખતા, મૂર્ખાઈ, મૂર્ખતાપૂર્ણ બકવાસ! શું તમે જાણો છો કે હું આપણા ખુદના સૂર્યમંડળ વિષે શું વિચારું છું? શું હું તમને મારો મત જણાવું? એ અત્યંત સરળ છે! મારા મત અનુસાર સૂર્યમંડળ એ એક સમાનધર્મી શરીર જેવું છે; જે ગ્રહો તેને બનાવે છે તેઓ એકબીજા સાથે સંપર્કમાં છે; અને એમની વચ્ચે જે કોઇપણ ખાલી જગ્યા છે ત્યાં કઠણ ધાતુઓ જેવાકે ચાંદી, લોખંડ કે પછી પ્લેટીનમના કણોને અલગ પાડે એટલી જ જગ્યા છે. મારો હક્ક છે આથી હું ભારપૂર્વક કહું છું, ફરીથી કહું છું, એ આસ્થા સાથે કહું છું જે તમારા મનમાં ઉતરી જવી જોઈએ કે, ‘અંતર એ ખાલી નામ છે, અંતર ખરેખર અસ્તિત્વ ધરાવતું જ નથી!”
“હુર્રા!” એક અવાજ આવ્યો (એ કહેવાની જરૂર નથી કે એ જે તી મેટ્સનનો હતો). “અંતર અસ્તિત્વ ધરાવતું નથી!” અને તેની ઉર્જાએ જવાબ આપી દીધો, એ લગભગ મંચ પરથી જમીન પર પડી જવાનો હતો. એ એક મોટી ઈજાથી બચી ગયો હતો જે એ સાબિત કરવાની હતી કે અંતર ખરેખર અસ્તિત્વ ધરાવે છે! “મિત્રો,” વક્તાએ ફરીથી શરુ કર્યું, “હું ફરીથી કહું છું કે પૃથ્વી અને તેના સેટેલાઈટ વચ્ચેનું અંતર નામમાત્રનું જ છે અને તે ખોટું મહત્ત્વ ધરાવે છે. મને ખાતરી છે કે આવનારા વીસ વર્ષ સુધીમાં આપણી અડધી પૃથ્વીએ ચંદ્રની યાત્રા કરી લીધી હશે. આથી મારા મિત્રો, જો તમારી પાસે મારા લાયક કોઈ સવાલ હોય તો પૂછી શકો છો, જો કે મારા જેવો ગરીબ વ્યક્તિ કદાચ તેને લાયક નથી, પરંતુ તમને જવાબ આપવાનો હું શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.”
આ સમય સુધી જે રીતે ચર્ચા ચાલી તે અંગે ગન કલબના પ્રમુખને સંતોષ હતો. હવે એ જોવાનું હતું કે આરડનને વ્યવહારુ સવાલોથી કેવી રીતે દૂર રાખવો જેથી તેની સાથે તે કોઇપણ પ્રકારની શંકા ન રાખી શકાય તેટલી હદ સુધી સંબંધ ધરાવતો ન હોય. આથી, બાર્બીકેન ઉતાવળે બોલવા માટે ઉભા થઇ ગયા અને તેમના નવા મિત્રને તેમણે પૂછી લીધું કે શું તેના વિચાર અનુસાર ચંદ્ર અને અન્ય ગ્રહો પર વસ્તી હોઈ શકે કે કેમ.
“તમે મને એક મોટી સમસ્યામાં મૂકી દીધો છે, મારા માનનીય પ્રમુખશ્રી,” વક્તાએ સ્મીત સહીત જવાબ આપ્યો. “અત્યાર સુધીતો ખૂબ બુદ્ધિ ધરાવતા વ્યક્તિઓ જેવા કે પ્લુટાર્ચ, સ્વીડેનબોર્ગ, બર્નાર્ડીન દ સેન્ટ પિયેર અને અન્યોએ, જો હું ભૂલ ન કરતો હોઉં તો, હકારમાં તેનો જવાબ આપ્યો છે. એક કુદરતી ફિલસૂફની દ્રષ્ટીએ જો તમારા સવાલનો જવાબ આપું તો હું એમ કહીશ કે આ દુનિયામાં નકામી કોઇપણ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી, અને જો બીજી રીતે તમારા સવાલનો જવાબ આપું તો મારે આ સાહસ કરવું જોઈએ જેથી એ દુનિયામાં વસ્તી છે, હતી કે પછી થવાની છે તેની ખબર પડે.
“આનાથી વધુ સારો અને તાર્કિક જવાબ બીજું કોઈજ આપી શકે તેમ નથી,” પ્રમુખે જવાબ આપ્યો. “તો સવાલ આ અંગેનો છે: શું એ દુનિયામાં વસ્તી છે? મને એવું લાગે છે કે ત્યાં વસ્તી છે.” “મારા મતે, હું એ અંગે સ્પષ્ટ છું.” માઈકલ આરડને કહ્યું. “કોઈ વાંધો નહીં,” પ્રેક્ષકોમાંથી એક વ્યક્તિ બોલ્યો, “એ દુનિયામાં વસ્તી છે કે કેમ એ અંગે વિરોધી દલીલો ઘણી છે. ત્યાં જીવનની શક્યતાઓ છે કે નહીં તે અંગે દેખીતી રીતે વખતોવખત મોટાભાગે ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે માત્ર ગ્રહોની વાત કરવામાં આવે ત્યારે આપણે કદાચ ત્યાં જઈને બફાઈ જઈએ,થીજી જઈએ કે પછી કેટલાકમાં આપણે મૃત્યુ પણ પામીએ કારણકે તેઓને મોટાભાગે સૂર્યમંડળમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.”
“માફ કરશો,” આરડને કહ્યું, “મને મારાથી વિરોધી મત ધરાવનાર આ વ્યક્તિને હું અંગતરીતે ઓળખતો નથી, જેને મારે જવાબ આપવાનો છે. તેમના વાંધામાં ગુણવત્તા છે તેનો હું સ્વીકાર કરું છું, પરંતુ મને એવું લાગે છે કે આપણે આ યુદ્ધ સફળતાપૂર્વક જીતી જઈશું અને બીજા શબ્દોમાં કહું તો એ દુનિયાના લોકોને જે અસર કરશે તેને પણ પાર પાડી શકીશું. જો હું એક કુદરતી ફિલસૂફ હોત તો હું તેમને એમ કહેત કે સૂર્યની સૌથી નજીક આવેલા ગ્રહોની ગતિમાં ઓછી ઉષ્ણતા રાખવામાં આવે, અને તેનાથી વિરુદ્ધ જો તેનાથી સૌથી દૂર રહેલાઓમાં વધુ રાખવામાં આવે અથવાતો નાબુદ કરવામાં આવે, આ એકમાત્ર હકીકત તે ગરમીની બરોબર હોય તેટલી થઇ શકે છે, અને આપણા જેવા સુવ્યવસ્થિત લોકો જ્યાં રહેતા હોય તેવા લોકોની દુનિયાને તાપમાનને પરત આપવામાં આવે. જો હું પર્યાવરણવાદી હોત તો હું એમને એમ કહેત કે, વિજ્ઞાનના કેટલાક વિદ્વાનોના મત અનુસાર, કુદરતે આપણને આ ધરતી પર વસતા એવા પ્રાણીઓના ઉદાહરણો આપ્યા છે જે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે; જેમકે માછલી અન્ય પ્રાણીઓ માટે ઘાતક હોય તેવી જગ્યાએ પોતાનું જીવન જીવે છે, ઉભયચરો જળ અને સ્થળ પર કેવી રીતે જીવે છે તે સમજાવવું અઘરું છે, તો કેટલાક સમુદ્રી જીવો તેના પેટાળમાં ઉંડેઉંડે જીવે છે, અને એ પણ એવી પરિસ્થિતિમાં જેમાં તેમના પર પચાસ કે સાઈઠ વાતાવરણ તૂટ્યા વગર તેમના પર સતત દબાણ રાખતા હોય છે, તો કેટલાક એક્વેટીક જીવડાઓ જેમના પર તાપમાનની તરત અસર થઇ જતી હોય છે તેમની સાથે ઉકળતા ચરુ જેવા વાતાવરણમાં જીવતા અથવાતો થીજી જવાય તેવા પોલાર સમુદ્રના જીવો પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે, આથી એ સાબિત થાય છે કે આપણા કરતા દસગણી વિવિધતા ધરાવતી કુદરતને જો આપણે સમજી શકતા ન હોઈએ તો તે અસ્તિત્વ ધરાવતી નથી એમ પણ ન કહી શકાય. જો હું એક કેમીસ્ટ હોત તો હું તેમને એમ કહેત કે એરોલાઈટ્સ, આપણી સંસારીક પૃથ્વીની બહાર બન્યા હોવાનું પ્રમાણ છે, જેના પૃથક્કરણ બાદ એ જાણવા મળ્યું છે કે તેમાં કાર્બનના તત્વો મળી આવ્યા છે, એક એવું તત્વ જે સુવ્યવસ્થિત લોકો દ્વારા જ બનાવવામાં આવ્યું છે અને રેઈચેનબાકના પરીક્ષણો અનુસાર, જીવ સંચારણ સાથે વિભક્ત થવું જોઈએ. અને છેલ્લે જો હું એક ધર્મશાસ્ત્રી હોત તો હું તેમને એમ કહેત કે સેન્ટ પોલની દૈવી વિમોચનની યોજના, જે અમલમાં મૂકી શકાય છે, પરંતુ ફક્ત પૃથ્વી પર જ નહીં પરતું તેની બહાર આવેલી તમામ દુનિયાઓ પર પણ. પરંતુ હું ધર્મશાસ્ત્રી નથી, કે કેમીસ્ટ નથી, કે પર્યાવરણવાદી નથી, કે ફિલસૂફ નથી; આથી બ્રહ્માંડને ચલાવનારા તમામ નિયમોને અવગણીને હું મારા પૂરતો જવાબ આપી શકું કે, ‘એ દુનિયાઓ પર જીવન છે કે કેમ તેની મને નથી ખબર, અને જ્યારે મને તેની ખબર જ નથી, ત્યારે મારે તેને જોવી જ જોઈએ!’
માઈકલ આરડનની વિરોધી માન્યતા કોઈ વધારાની દલીલ ઉભી કરશે કે કેમ તે કહેવું અશક્ય હતું, કારણકે ટોળાના જોરજોરથી થઇ રહેલા ચિત્કારો અન્ય કોઈનો અવાજ સંભળાવી શકવા માટે સમર્થ ન હતા. જ્યારે શાંતિ પથરાઈ ત્યારે વિજેતા વક્તાએ નીચેની ટીપ્પણીઓ ઉમેરીને પોતાને રોકી રાખ્યો:
“મિત્રો, તમે એ બાબત નોંધી હશે કે મેં આ મહાન પ્રશ્નને હળવેથી સ્પર્શ કર્યો છે. તારાઓ પર જીવન છે કે નહીં તેની એક અલગજ પ્રકારની દલીલ છે, જેને હું અત્યારે અવગણવા માંગું છું. હું માત્ર એક જ મુદ્દે મારું ધ્યાન લઇ જઈ રહ્યો છું. જે લોકો એવું માની રહ્યા છે કે ગ્રહો પર કોઈજ જીવન નથી તેને એક જ જવાબ આપી શકાય: તમે કદાચ સંપૂર્ણપણે સાચા હશો, વોલ્તેરે જે કહ્યું તેમ છતાં જો તમે એમ કહી રહ્યા છો કે રહેવા માટે પૃથ્વી જ શ્રેષ્ઠ સ્થાન છે. પરંતુ આપણી પાસે મંગળ, જ્યુપિટર, યુરેનસ, શનિ, નેપચ્યુન એવા ઘણા લાભપ્રદ ગ્રહો પણ છે જેને બિલકુલ ધિક્કારી શકાય તેમ નથી. પરંતુ જે આપણા ખુદના ગોળાને પોતાની ધરી પર ઝૂકવાની તકલીફ પ્રદાન કરે છે. જેને લીધે દિવસ અને રાત્રીની અસમાનતા છે; આથી ઋતુઓની સહમત ન થઇ શકાય તેવી અસમાનતા છે. આપણી ઉદાસ પૃથ્વીની સપાટી પર કાં તો ખુબ ગરમી હોય છે અને કાં તો ખુબ ઠંડી; શિયાળામાં આપણે થીજી જઈએ છીએ, ઉનાળામાં ઉકળી જઈએ છીએ; આ રૂમેટીઝમ, કફ, બ્રોન્કાઈટીસનો ગ્રહ છે; આથી જ દરેક વ્યક્તિ પોતાની પસંદગીની ઋતુ પસંદ કરે છે, અને તેની સંપૂર્ણ જિંદગી તાપમાનના તમામ ફેરફારથી સુરક્ષિત બનીને વિતાવી દે છે. તમે, મને વિશ્વાસ છે, કે આપણા ગ્રહ કરતા જ્યુપિટરની શ્રેષ્ઠતાને સ્વીકારશો, જ્યાં દરેક સમય સમાન હોય છે.
આવી પવિત્ર અને અદભુત શરતોના અસ્તિત્વમાં મને એમ લાગ્યું કે એ વિશ્વના રહેવાસીઓ જે આપણાથી ઉંચેરા છે તેનું આપણે તમામે સન્માન કરવું જોઈએ તેમ મને લાગ્યું. આપણે તમામે એ પ્રકારની પૂર્ણતા હાંસલ કરવા માટે પોતાની ધરી પર ફરવાનો ઝુકાવ ઓછો કરવાનો પ્રયાસ કરવો જરાય અઘરો નથી!”
“હુર્રા!” એક ઉર્જાપ્રદ અવાજે ગર્જના કરી, “ચાલો આપણે આપણા પ્રયાસોને એક કરીએ, જરૂરી મશીનોનો ઈજાદ કરીએ, અને પૃથ્વીની ધરીને સરખી કરી દઈએ!”
આ પ્રસ્તાવના બાદ તાલીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, આમ કહેનાર બીજો કોઈજ નહીં પરંતુ જે. ટી મેટ્સન હતો. અને, જો આ બાબત જરા પણ શક્ય હોત, જો સત્ય કહી શકાય તેમ હોત, યાન્કીઝ જો આ માટે કોઈ સાધન ઉભું કરી શક્યા હોત તો, તેમણે એક એવું લીવર બનાવ્યું હોત જે પૃથ્વીને અદ્ધર કરી તેની ધરીને સરખી કરી આપત. પરંતુ આ જ ખોટ આ હિંમતવાત મીકેનીકોને આશ્ચર્ય પમાડી રહી હતી.
***