Trutya - paachhala janm no badlo - 17 in Gujarati Horror Stories by Anand Gajjar books and stories PDF | તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૭

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૭

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૭

( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય વીર દ્વારા વિધિ ને મારી નાખે છે. વિધિ નું મૃત્યુ થતા વીર સાવ તૂટી પડે છે અને તે આદિત્ય સાથે સંબંધ પણ તોડી નાખે છે. જંગલ માં માર્કેશ નું આવાહન થાય છે જે કજરી ના મૃત્યુ નું કારણ બને છે. વિક્રાલ ને આદિત્ય અને વીર વિશે જાણ થતાં પોતે વિચાર માં પડી જાય છે. માર્કેશ વીર વિશે તપાસ કરવા માટે વીર ને મળે છે જ્યાં વીર તૃત્યા હોવાની જાણ થતાં તેને ગાડી માંથી ઉતારી દે છે અને ચાલ્યો જાય છે. )

હવે આગળ.....

અઘોરી :- હવે તું તારા અંતિમ પડાવ તરફ આગળ ચાલ. એ બ્રહ્મરાક્ષસી ને મારીને તમે બંન્ને તૃત્યાઓ ની નજર માં આવી ચુક્યા છો.

આદિત્ય :- તૃત્યા ની નજર માં આવ્યો છું તો વિક્રાલ સુધી પણ પહોંચી જઈશ.

અઘોરી :- વિક્રાલ સુધી કઈ રીતે પહોંચીસ પોતાના તૂટેલા અસ્ત્ર ના આધારે ? ( અઘોરી આદિત્ય ને એક નાનું એવું ત્રિશુલ આપે છે અને પોતાના ગળા માં પહેરેલી રુદ્રાક્ષ ની માળા પણ આપે છે ) હવે થી આ જ તારું અસ્ત્ર છે. આ ત્રિશુલ થી તું પ્રેતો ને મારી શકીશ અને આ રુદ્રાક્ષ ની માળા ૧૩ વર્ષ હિમાલય માં તપસ્યા કરી ને મેળવેલી સિદ્ધિ છે. જ્યાં સુધી આ તારા ગળા માં હશે ત્યાં સુધી બ્રહ્માંડ ની કોઈ શક્તિ તારું કાંઈ પણ નહીં બગાડી શકે પણ જો આ તારા ગળા માંથી નીકળી તો સમજજે આની સાથે તારા પ્રાણ પણ નીકળ્યા અને પછી તને વિક્રાલ જીવતો નહિ છોડે.

આદિત્ય :- ( રુદ્રાક્ષ ગળા માં પહેરી લે છે )અને એના માટે મારે વિક્રાલ ને મારવો પડશે.

અઘોરી :- મેં તને પહેલા જ જણાવ્યું હતું કે આખા બ્રહ્માંડ મા વિક્રાલ ફક્ત એક જ શક્તિ મારી શકે છે અને એ છે તૃત્યાસ્ત્ર. ત્રણ અલગ અલગ ભાગો થી બનેલું અસ્ત્ર જેનો પહેલો ભાગ બન્યો છે પ્રેત ની આત્મા થી, બીજો ભાગ બન્યો છે પિશાચ ના દાંતો થી અને ત્રીજો ભાગ બન્યો છે ડાયન ના હાડકાં થી.

આદિત્ય :- મને આ તૃત્યાસ્ત્ર ક્યાં મળશે ?

અઘોરી :- એક નહિ, ત્રણ અલગ - અલગ સ્થાન પર. બધા સ્થાન પર એનો એક - એક ભાગ રહેલો છે. ત્રણેય ને શોધ, ત્રણેય ને જોડ અને બની જશે તૃત્યાસ્ત્ર.

આદિત્ય :- પણ આ ભાગો મને મળશે કઈ જગ્યા એ ? ( અઘોરી આદિત્ય ને ત્રણેય ભાગો ક્યાં રહેલા છે એ જણાવે છે ) ધન્યવાદ મહારાજ, આપનો ખુબ ખુબ આભાર. આદિત્ય અઘોરી ને નમન કરે છે. અઘોરી પોતાના રસ્તા તરફ પાછો વળે છે અને આગળ જતાં જંગલ ના અંધારા માં ગાયબ થઈ જાય છે.

***

( કુંભડી પોતાની માયાવી શક્તિ વડે વીર અને આદિત્ય બંને પર ચાંપતી નજર રાખી રહી હતી જેના દ્વારા એને જાણકારી મળી ગઈ હતી કે આદિત્ય ને અઘોરી એ તૃત્યાસ્ત્ર ના દરેક સ્થાન ની માહિતી આપી દીધી છે અને હવે પોતાને બીજી ચાલ પણ ચાલવી જ પડશે એવું વિચારે છે અને પોતાના સ્થાન થી ગાયબ થઈ જાય છે )

વીર જંગલ માં હજી પણ એકલો બેઠો હોય છે. એને સમજાતું નથી હોતું કે આવા જંગલ માં આટલી મોડી રાત્રે ક્યાં જવું ? આટલા મા એને પાછળ થી અવાજ સંભળાય છે. વીર પાછળ ફરી ને જુએ છે તો કુંભડી લાકડી ના ટેકે ઉભી હોય છે.

વીર :- કોણ છો તમે ?

કુંભડી :- શેતાન થઈ ને ખોટું નહિ બોલું...ડાયન છું બેટા....

વીર :- ડાયન......( સાંભળતા જ એના મોતિયા મરી જાય છે. આજુબાજુ નજર કરવા લાગે છે અને એને મારવા માટે કાંઈક શોધવા લાગે છે પણ અંધારા માં એના હાથ માં કાંઈ નથી આવતું. )

કુંભડી :- ( સમજી જાય છે કે વીર પોતાને મારવા માટે કંઈક વસ્તુ શોધી રહ્યો છે ) એક વૃદ્ધ ડોશી ને મારી ને તને શું મળશે બેટા ? હું તો અહીંયા તારી મદદ કરવા માટે આવી છું. કેમ તે તારા મિત્રનો સાથ છોડી દીધો ?

વીર :- એ મિત્ર નહિ દુશ્મન છે મારો. એને જ મારી વિધિ ને.....

કુંભડી :- તારે વિધિ ને જીવતી કરવી છે ?

વીર :- લલચાઈ ને પૂછે છે કે શું આવું થઈ શકે ?

કુંભડી :- હા, અમે ડાયનો બધું જ કરી શકીએ છીએ. પણ તેના માટે તારે એક કામ કરવું પડશે. તારે પહાડી ઇલાકા માં જવું પડશે જ્યાં તને આદિત્ય મળશે. તૃત્યાસ્ત્ર આદિત્ય ને મારવા માટે જોઈએ છે અને તારે વિધિ ને જીવતી કરવા માટે. તારે એના પાસે થી તૃત્યાસ્ત્ર લઈ ને આવવું પડશે. વિચારી લે....વિક્રાલ મરી શકે અથવા વિધિ જીવતી થઈ શકે. અહીંથી આગળ ચાલ્યો જા ત્યાં તને કબ્રશતાન માં આદિત્ય મળશે....જલ્દી જા.....( આટલું બોલી ને કુંભડી ગાયબ થઈ જાય છે અને વીર પોતાના રસ્તા પર ચાલવા લાગે છે )

***

આદિત્ય પણ પોતાના રસ્તે જવા માટે નીકળી પડે છે. આદિત્ય ને અચાનક યાદ આવે છે કે વીર પોતાની ગાડી ભૂલી ગયો છે આદિત્ય ગાડી પાસે જવા નીકળે છે જ્યાં તેમને બ્રહ્મરાક્ષસી નો વધ કર્યો હતો. એ તરફ જતા જ આદિત્ય ને કોઈક ના ડગલાઓ નો અવાજ આવે છે. આદિત્ય એ એ તરફ નજર કરી. કોઈ પડછાયો પોતાની તરફ આવી રહ્યો હતો. આદિત્ય એ બાજુ જોઈ રહ્યો હતો. જેવો પડછાયો એની નજીક આવ્યો કે એને જોઈ ને આદિત્ય ચોકી ગયો. આ વાત આદિત્ય ને માન્ય માં નહોતી આવતી કે તે જે જોઈ રહ્યો છે એ સાચું છે કે ખોટું. કારણ કે આદિત્ય સામે ક્રિષ્ના ઉભી હતી.

ક્રિષ્ના :- આદિત્ય, સારું થયું કે તમે અહીંયા મળી ગયા...

આદિત્ય :- તું અહીંયા ક્યાંથી અને કેવી રીતે ?

ક્રિષ્ના :- હું મન્નતપુરથી તમને શોધતી શોધતી આવી છું. ત્યાં જઈ ને મને ખબર પડી કે તમે ત્યાંથી નીકળી ગયા છો. આગળ તપાસ કરતા ખબર પડી કે ચામુંડા માં કોઈ એ બ્રહ્મરાક્ષસી ને મારી ને આખા ગામ ને શ્રાપ માંથી મુક્ત કર્યું છે. મને ખબર પડી ગઈ કે આ કામ તમે જ કર્યું હશે અને તમે અહીંયા જ છો અને તમારો મોબાઈલ પણ બંધ આવતો હતો.

આદિત્ય :- હા, મોબાઈલ તૂટી ગયો છે...પણ તું અહીંયા.....( વિચારે છે કે નક્કી આ વિક્રાલ ની ચાલ લાગે છે અથવા કોઈ નવું જ પ્રેત હશે. એને જ મને રોકવા માટે મોકલી હશે. કારણ કે ક્રિષ્ના પોતાના માટે અહીંયા ક્યારેય ન આવે. આના થી દુર રહેવું પડશે....વિશ્વાસ ન કરવો જોઈએ આના પર ) કોણ છે તું ? અહીંયા કેમ આવી છે ? મને રોકવા માટે ?

ક્રિષ્ના :- હું ક્રિષ્ના છું યાર...તમને રોકવા માટે નહીં પણ તમારી મદદ કરવા માટે આવી છું.

આદિત્ય :- મને ખબર છે કે તું એક ડાયન છે. જો તારે મરવું ના હોય તો અહીં થી ચાલી જા.

ક્રિષ્ના :- આદિત્ય તમે સમજતા કેમ નથી ? સાચે જ હું પણ તમારી સાથે તમારો સાથ આપવા માટે આવી છું. કારણ કે મને પણ ગમે છે આવી રીતે આવી શક્તિઓ સાથે બાથ ભીડવી...આવી રોમાંચક સફર કરવી...હવે ભલે કાંઈ થાય પણ હવે હું અહીથી પાછી નહિ જાઉં...પછી ભલે મારે મરવું પડે..

આદિત્ય :- શુ સબૂત છે તારી પાસે કે તું એક ડાયન નથી...મને તારા પર સહેજ પણ વિશ્વાસ નથી આવતો...અને આદિત્ય આગળ ચાલવા લાગે છે.

ક્રિષ્ના :- ઠીક છે તમારે સબૂત જોઈએ છે ને ? તો સાંભળો તમને પણ ખબર છે કે પ્રેત ને લોહી નીકળે છે કે નહીં...

આદિત્ય :- ના નથી નીકળતું....( આદિત્ય આગળ બોલવા જાય છે કે અમુક ડાયન ને......અને ત્યાં જ અટકી પડે છે. )

ક્રિષ્ના પોતાની બેગ માંથી એક ચાકુ કાઢે છે અને પોતાની હથેળી પર એક કાપો મારી દે છે. અને એના કારણે એની હથેળી માંથી લોહી વહેવા લાગે છે અને તેનાથી દર્દ ના કારણે ચીસ નંખાઈ જાય છે. આદિત્ય પાછળ ફરે છે અને એ ક્રિષ્ના તરફ દોડે છે. તેનો હાથ પકડી લે છે અને પોતાના ખીચામાંથી રૂમાલ કાઢી ને એને હાથ પર બાંધી દે છે. આદિત્ય બધી જ વાતો વિસરી જાય છે અને એના મન માં એક જ વિચાર આવે છે કે આ એજ ક્રિષ્ના છે જેને તે પ્રેમ કરે છે....પહેલી નજર નો પ્રેમ.....

આદિત્ય :- સોરી ક્રિષ્ના, હું તને ઓળખી ના શક્યો. હું તારા પર વિશ્વાસ ન કરી શક્યો.

ક્રિષ્ના :- હું સમજી શકું છું અત્યારે તમે કઈ પરિસ્થિતિ માંથી ગુજરી રહ્યા છો.

આદિત્ય :- પણ તું અહીંયા કેમ આવી ? તને ખબર છે ને કે મારી સાથે રહીને તારા જીવ ને પણ જોખમ છે.

ક્રિષ્ના :- હા, ભલે હોય જોખમ. મેં તમને પહેલા જ કીધું છે. હવે હું નહિ જાઉં અહીંયાંથી. હું તમારી સાથે આવીશ આગળ. મારે આના પર એક બુક લખવી છે અને એ પણ પોતે અનુભવ કરી ને. અને જો તમે મને રોકશો તો તમને જીવન માં સૌથી વ્હાલું હોય એના સમ છે....

આદિત્ય :- ( ક્રિષ્ના ના સમ આપવાના કારણે ચૂપ થઈ જાય છે ) ઠીક છે નહીં રોકુ બસ તને.. પણ હવે આપણે અહીંથી નીકળવું પડશે.

ક્રિષ્ના :- ક્યાં જવાનું છે હવે ?

આદિત્ય :- અહીંયાંથી થોડે આગળ પહાડી વિસ્તાર માં એક અંગ્રેજો નું કબ્રશતાન છે જેમાં એક કબર માં તૃત્યાસ્ત્ર નો પહેલો ભાગ છુપાયેલો છે. જે વિક્રાલ ને મારવા માટે શોધવું પડશે. હું તને રસ્તામાં બધું સમજાવી દઈશ.

આદિત્ય અને ક્રિષ્ના ગાડી માં બેસે છે. આદિત્ય ગાડી ચાલુ કરે છે અને પહાડી વિસ્તાર તરફ રવાના થાય છે. થોડા સમય નું અંતર કાપ્યા પછી ગાડી કબ્રસ્તાન પાસે આવી ને ઉભી રહે છે. આદિત્ય ક્રિષ્ના ને જણાવે છે કે જો તને ડર લાગતો હોય તો અહીંયા જ ઉભી રહે હું હમણાં પાછો આવું છું. પણ વળતા જવાબ માં ક્રિષ્ના જણાવે છે કે ના હું તમારી સાથે જ આવીશ. આદિત્ય અને ક્રિષ્ના ગાડીમાંથી ઉતરીને કબ્રસ્તાન ના દરવાજા પાસે જાય છે જ્યાં તેમનું આગમન થતા જ દરવાજો આપો આપ ખુલી જાય છે. આદિત્ય કહે છે કે આ કોઈ જેવું તેવું કબ્રસ્તાન નથી. અહીંયા અંદર જતા જ આપણને જુદા જુદા પ્રકાર ના અવાજો સંભળાશે. જે આપણને રોકવાનો પ્રયત્ન કરશે અને પાછું વળી ને જોવા તરફ મજબુર કરશે. પણ ગમે તે થાય પાછું ના ફરતી. જો પાછું ફરીશ તો એજ ક્ષણે તને પકડીને પોતાની સાથે કબર માં લઇ જશે અને જીવતી દાટી દેશે. બંને ધીરે ધીરે ડગલાં માંડીને આગળ વધે છે. બંને કબ્રસ્તાન માં દાખલ થાય છે. આદિત્ય કહે છે કે અહીંયા એક કબર છે કારનેલ સ્મિથ ની જેમા તૃત્યાસ્ત્ર નો પહેલો ભાગ છે. તારી નજર પડે તો મને જણાવજો. ક્રિષ્ના ફક્ત હકાર માં માથું હલાવે છે. અંદર દાખલ થતાં જ બંને ને જુદા જુદા પ્રકાર ના અવાજો સાંભળતા ચાલુ થઈ જાય છે. આદિત્ય.… મને બચાવ...… મને બચાવ.… આદિત્ય ફરી ક્રિષ્ના ને કહે છે કે પાછળ ફરી ને ના જોતી. થોડે આગળ જતાં ફરી બીજો અવાજ સંભળાય છે. આદિત્ય....કેમ મારી તે મને...શુ બગાડ્યું હતું મેં તારું ?… મારા પ્રેમ નો આવો દગો આપ્યો તે ?...આદિત્ય એ અવાજ ને ઇગ્નોર કરે છે અને આગળ વધવા લાગે છે...બંને બાજુ નજર ફેરવતા હજી પણ કારનેલ સ્મિથ ની કબર દેખાતી નથી. ફરી એક અવાજ....આદિત્ય...બેટા હું તારી માં છું....એક વાર તો મારી સામું જો...જો બેટા હું તારી પાછળ ઉભી છું... માં.....શબ્દ પડતા જ આદિત્ય પીગળવા લાગે છે...તે પાછળ ફરી ને જોવા માટે જાય છે એની પહેલા જ ક્રિષ્ના આદિત્ય નો હાથ પકડી લે છે...આદિત્ય ક્રિષ્ના નો ઈશારો સમજી જાય છે અને બંને ફરી આગળ વધવા લાગે છે.

કબ્રસ્તાન પાસે ફરી એકવાર દરવાજો ખુલે છે અને એક માણસ અંદર દાખલ થાય છે. તે ધીરે ધીરે અંદર દાખલ થાય છે. તેની નજર કોઈ ને શોધી રહી હોય છે અને તેટલા માં એની નજર એ માણસ ને પારખી લે છે જેને એ શોધી રહ્યો હોય છે. એ માણસ બીજું કોઈ નહિ પણ વીર હોય છે જે આદિત્ય ની શોધ માં અહીંયા સુધી પહોંચી ગયો હોય છે. તેની નજર પડતા એ આદિત્ય સાથે બીજી કોઈ છોકરી ને જોઈ ને ચોંકી જાય છે. તે વિચાર માં પડી જાય છે કે બ્રધર સાથે આ બીજી છોકરી કોણ છે ? તે તરત જ જોર થી આદિત્ય ને બૂમ પાડે છે. ઓ બ્રધર.....આદિત્ય આ અવાજ સાંભળીને ચોકી જાય છે....કે વીર અહીંયા કેવી રીતે...પણ અચાનક એને યાદ આવે છે કે આ કબ્રસ્તાન શુ શુ કરી શકે છે અને કેવા કેવા અવાજો કાઢી શકે છે. એને લાગે છે કે નક્કી આ એમાની જ કોઈ ચાલ હોઈ શકે. અને તે પાછળ જોવાનું ટાળી ને આગળ તરફ ચાલ્યો જાય છે. આદિત્ય પોતાનો અવાજ ના સાંભળતા વીર આગળ તરફ ચાલવા લાગે છે અને એ સાથે વીર ને પણ એવો જ વિધિ નો અવાજ સંભળાય છે. વીર, તે મને મારવા કેમ દીધી ? કેમ કર્યું આવું મારી સાથે ? જવાબ આપ મને....વિધિ નો અવાજ સાંભળતા જ વીર તરત પાછળ ફરી ને જુએ છે. અને સાથે જ કબર માંથી ૪ - ૫ આત્માઓ નો સમૂહ બહાર આવે છે જે વીર ને જકડી લે છે. વીર જોર જોર થી બુમો પાડે છે. બ્રધર.… બ્રધર..… મને બચાવ.… આદિત્ય થી રહેવાતું નથી અને હવે તે પાછળ ફરી જાય છે. પાછળ ફરી ને જોતા જ સાચે જ વીર આદિત્ય ની પાછળ ઉભો હોય છે અને આત્માઓ ના સમૂહ તેને પકડીને રાખ્યો હોય છે. આદિત્ય દોડી ને તેની પાસે જવા માટે આગળ વધે છે. વીર એક તૃત્યા હોવાના કારણે આત્માઓ પણ એની તરફ જોઈ ને એના થી હારિને અંતે એને છોડી દે છે. આદિત્ય વીર પાસે પહોંચે છે અને એને ઉભો કરે છે. ઉભા થતા સમયે વીર નો હાથ ભૂલ થી આદિત્યએ ગળા માં પહેરેલી રુદ્રાક્ષ ની માળા માં ફસાય છે જેના કારણે માળા તૂટી જાય છે અને આ વાત આદિત્ય કે વીર ની જાણ બહાર હોય છે.

આદિત્ય :- વીર, તું અહીંયા ? કેવી રીતે આવ્યો ?

વીર :- બ્રધર, આઈ એમ સોરી...હું અહીંયા તારો સાથ આપવા માટે આવ્યો છું.

આદિત્ય :- પણ તને કઈ રીતે ખબર પડી કે હું અહીંયા છું.

વીર :- હું તારો પીછો કરતા કરતા અહીંયા પહોંચ્યો છું. પણ આ છોકરી કોણ છે ?

આદિત્ય :- આ ક્રિષ્ના છે...મારી ફ્રેન્ડ છે. આદિત્ય વીર ને આખી ઘટના જણાવે છે. આદિત્ય અને વીર બંને ગળે મળે છે અને આદિત્ય વીર ને કહે છે કે ચાલ હવે આપણે બંને મળી ને તૃત્યાસ્ત્ર ના બીજા ભાગો શોધીશું. આદિત્ય ક્રિષ્ના ને વીર સાથે મુલાકાત કરાવે છે અને ત્રણેય અલગ અલગ જગ્યા એ જઇ ને કબર શોધવાનું નક્કી કરે છે. શોધખોળ કરતા વીર ની નજર કારનેલ સ્મિથ નામની કબર પર પડે છે અને એ આદિત્ય ને બૂમ પાડી ને પોતાની પાસે બોલાવે છે અને કબર દેખાડે છે. આદિત્ય અને વીર ત્યાં થી ખોદવા માટે પાવડો શોધી ને લઈ આવે છે. આદિત્ય ક્રિષ્ના ને કહે છે કે અહીંયા તારું ઉભું રહેવું સલામત નથી એટલે તું બહાર જા અને ગાડી માં જઇ ને બેસ અને અમારી રાહ જો. અમે થોડી વાર માં બહાર આવી જઈશું. ક્રિષ્ના આદિત્ય ને છોડી ને જવાની ના પાડે છે પણ આદિત્ય ના પરાણે કહેવાથી ક્રિષ્ના આદિત્ય ની વાત માની ને બહાર જાય છે અને ગાડી પાસે જઈ ને ઉભી રહે છે. બંને મિત્રો હવે કબર ખોદવા લાગે છે. કબર ખોડતી સમયે એક હાથ કબર માંથી બહાર નીકળે છે જે આદિત્ય નો હાથ પકડી લે છે અને આદિત્ય ને પોતાની તરફ ખેંચવા લાગે છે. આદિત્ય છોડવાની કોશિશ જ કરતો હોય છે એવા માં એ ખબર વધુ ખુલે છે અને એ હાથ જેનો હોય છે એ માણસ કબર માંથી બહાર નીકળે છે. વીર એને મારવા માટે જાય છે એટલા માં એ લાશ આદિત્ય ને છોડી ને વીર પર હુમલો કરે છે અને એને લાત મારે છે જેના કારણે વીર ફંગોળાઈ ને દૂર પડે છે. આદિત્ય પહોંચીને વીર પાસે જાય છે અને એનો હાથ પકડી ને ઉભો કરે છે. એ લાશ આદિત્ય ની નજીક આવે છે અને તરત જ આદિત્ય પોતાને અઘોરીએ આપેલું ત્રિશુલ કાઢી ને લાશ ને છાતી માં ઘુસેડી દે છે જેના કારણે લાશ ત્યાં જ તરફડી ને મરી જાય છે અને ગાયબ થઈ જાય છે. આદિત્ય અને વીર બંને ગભરાઈ ગયા હોય છે. અચાનક જ આટલું બધું બની જતા બંને ની ધડકનો વધી ગઈ હોય છે. આદિત્ય પોતાની સલામતી ની ચકાસણી કરવા માટે પોતાનો હાથ છાતી પર મૂકે છે એટલા માં એના ધ્યાન મા આવે છે કે અઘોરીએ આપેલી રુદ્રાક્ષ ની માળા એના ગળા માં નથી. આદિત્ય ભાગી ને એ જગ્યાએ જાય છે જ્યાં એને વીર ને આત્માઓ ના સમૂહ થી બચાવ્યો હતો. ત્યાં જઈ ને જોતા જ એની નજર પડે છે કે જમીન પર રુદ્રાક્ષ ના મણકાઓ વિખરાયેલા પડ્યા હતા. આદિત્ય બધા મણકાઓ ભેગા કરે છે અને પોતાના ખિસ્સા માં મૂકી દે છે.

ક્રિષ્ના બહાર આદિત્ય અને વીર ની રાહ જોઈ ને ઉભી હોય છે. અચાનક ક્રિષ્ના ને લાગે છે કે તેની આજુ બાજુ કોઈ છે. જે તેને દેખાતું નથી પણ એને તે મહેસુસ કરી રહી હોય છે. આજુ બાજુ નજર કરતા અંધારા માંથી એક પડછાયો એની તરફ આવતો દેખાય છે. પલકો ના ઈશારે એ પડછાયો ક્રિષ્ના ની નજર સામે આવી ને ઉભો રહી જાય છે અને ક્રિષ્ના એને જોઈ ને સ્તબ્ધ થઈ જાય છે....

To be Continued.......

Facebook :- m.facebook.com / ansh.gajjar.52

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861