Redlite Bunglow - 17 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૧૭

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રેડલાઇટ બંગલો ૧૭

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૭

અર્પિતા ધીમે ધીમે રાજીબહેનની તાકાતને ઘટાડવા માગતી હતી. એક પછી એક હળવા આંચકા આપીને રાજીબહેનને બરબાદ કરવા માગતી હતી. એક નિર્દોષ છોકરીને ભણવા માટે મદદ કરવાનું નાટક કરી વેશ્યા બનાવનાર રાજીબહેન પર અર્પિતાને ગુસ્સો બહુ આવતો હતો. પણ તે ગુસ્સાને સંયમમાં રાખીને રાજીબહેનના પાયા હચમચાવવા માગતી હતી. તેણે રચના પાસેથી એ જાણ્યું કે રાજીબહેન શહેરમાં એક જર્જરીત બિલ્ડિંગમાં કોલેજની છોકરીઓને ધંધો કરાવે છે ત્યારે એણે છોકરીઓને મળી આ ધંધામાંથી બહાર કાઢી રાજીબહેનને ફટકો લાગે એવું આયોજન વિચાર્યું હતું. પણ કોલેજની એ છોકરીઓને હવે આ ધંધો સદી ગયો હતો. તેમને સમજાવવામાં એ નિષ્ફળ રહી હતી. અને કોલેજ પાછી ફરતાં પહેલાં રચના પાસે અહીં બિલ્ડિંગમાં ગ્રાહકો કેવી રીતે આવે છે તે જાણવા માગતી હતી. કોલેજના બે પિરિયડ માટે પ્રિંસિપલ રવિકુમારની રજા લઇને નીકળેલી અર્પિતાને રચનાએ અગાસી પર લઇ જઇને છોકરીઓને કેવી રીતે અને ક્યાં ધંધો કરાવાતો હોવાનું બતાવ્યું ત્યારે એને રાજીબહેનની ચાલાકીનો અંદાજ આવ્યો.

અગાસી પર પહોંચ્યા પછી અર્પિતાએ જોયું તો તે જે સ્થાન પર ઉભી હતી ત્યાં જૂની તૂટેલીફૂટેલી ટાઇલ્સ હતી. આજુબાજુ ભંગાર જેવું પતરાનું કંઇક પડ્યું હતું. અર્પિતાને સમજાતું ન હતું કે આવી ગંદી અગાસી પર કેવી રીતે ગંદો ધંધો ચાલતો હશે. એટલે અર્પિતાએ નવાઇથી પૂછ્યું:"રચના, આવી અગાસી પર ધંધો ચાલે છે?" પણ રચનાએ જ્યારે બિલ્ડિંગની લગોલગ દેખાતા આલિશાન બંગલા તરફ આંગળી ચીંધી જોવા કહ્યું ત્યારે અર્પિતાને નવાઇ લાગી.

અર્પિતાએ ધ્યાનથી જોયું તો કોઇ રાજા મહારાજાનો મહેલ હોય એવો આલિશાન બંગલો હતો. નજીક જઇને જોયું તો બંગલાની ત્રણ તરફ સરસ સજાવટ કરી હતી. જ્યારે જર્જરિત બિલ્ડિંગની તરફના ભાગમાં કંઇ જ ન હતું. કોઇ બારી કે ગેલેરી બિલ્ડિંગની બાજુ ન હતી. માત્ર રંગ કરેલી દિવાલ જ દેખાતી હતી. અને તેની સામેની બિલ્ડિંગની દિવાલ પણ બારી વગરની હતી. બંને વચ્ચે માંડ દસેક ફૂટ જેટલું અંતર હતું.

"અચ્છા તો રાજીબહેનનો આ બીજો રેડલાઇટ બંગલો છે. પણ રચના તું નીચેથી જ મને આ બંગલો બતાવી શકી હોત. આપણે બહારથી વધુ સારી રીતે જોઇ શક્યા હોત." રચના અગાસી પર લાવી તે અર્પિતાને જરૂરી ના લાગ્યું.

"નીચેથી તને આ ધંધાનું રહસ્ય ના સમજાયું હોત. જો..." કહી રચનાએ બંગલાની અગાસી પર એક લાંબા ટેબલ જેવી વસ્તુ બતાવી.

અર્પિતાને તેનું રહસ્ય ના સમજાયું. બેસવા માટે ટેબલ જેવી વ્યવસ્થા લાગતી હતી.

રચનાએ તેને સમજાવતાં કહ્યું:"જો, એ ટેબલ જેવું સાધન અસલમાં આ બંને બિલ્ડિંગ વચ્ચે બ્રીજનું કામ કરે છે. રાત્રે બાર વાગ્યા પછી બધું શાંત થઇ જાય ત્યારે એ ટેબલને ઊંચકીને ઊંધું કરે એટલે આ બિલ્ડિંગની પાળી પર ટેક્વાઇને ગોઠવાઇ જાય અને અહીંથી છોકરીઓ બંગલાની ટેરેસ પર આ બ્રીજ પર ચાલીને અગાસી ઉપર ઊતરીને બંગલાની અંદર જતી રહે એટલે બહારથી કોઇને આ બંગલામાં ચાલતા ગોરખધંધાની કશી જ ખબર ના પડે."

અર્પિતા તો નવાઇથી એ ટેબલને જ જોઇ રહી.

"ચાલ હવે જલદી...બીજો પિરિયડ પૂરો થઇ જશે તો સીક્યોરીટીવાળા આપણાને કોલેજની અંદર જવા નહીં દે. બાકીની વાત આપણે રાજીબહેનના રેડલાઇટ બંગલાની રૂમમાં કરીશું." કહી રચના અર્પિતાનો હાથ પકડી ખેંચીને લઇ ગઇ અને ઝડપથી દાદર ઊતરવા લાગી.

અર્પિતા અને રચના રીક્ષા પકડીને સમયસર કોલેજ પર પહોંચી ગયા અને પોતાના ક્લાસમાં ભણવા બેસી ગયા.

અર્પિતાને પછીના પિરિયડમાં ભણવામાં મન લાગ્યું નહીં. તે રાજીબહેનને કેવી રીતે હેરાન કરવી અને નુકસાન કરાવવું એ વિશે જ વિચારતી રહી.

અર્પિતા રેડલાઇટ બંગલો પર પહોંચીને પણ આગળ શું કરવું એ જ વિચારતી રહી. તેના મગજનું પ્રોસેસર કોઇ મોબાઇલ ફોનના પ્રોસેસરથી વધુ ઝડપથી ચાલી રહ્યું હતું. તેણે વિચારોની રેમ વધારી દીધી. આ ધંધાને બંધ કરવાનો પ્લાન તે નક્કી કરવા લાગી.

સાંજે રચના તેને મળવા આવી ત્યારે પણ એ વિચારોમાં જ ખોવાયેલી હતી.

"અલી શું થઇ ગયું છે તને? સવારથી ગૂમસૂમ જેવી છે!" રચનાએ આવીને તરત જ તેને પૂછ્યું.

"હા રચના, આ બધું પહેલીવાર જોયું એટલે નવાઇમાં ડૂબેલી છું." અર્પિતા ધીમેથી બોલી.

"મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે રાજીબહેનના ઘણા રહસ્યો છે. આપણે જે બંગલો જોયો એ તો રાજીબહેને ખાસ આ ધંધા માટે બનાવ્યો છે. તેનો ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ બતાવ્યો છે. કોલેજની છોકરીઓ માટે રાજીબહેને બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા તો કરી દીધી પણ રોજ રાત્રે છોકરીઓ બહાર કોઇ હોટલમાં કે અન્ય સ્થળે જાય તો ક્યારેક રેડ પડે તો પકડાઇ જાય. એટલે તેની બાજુની પડતર જમીન મોંઘા ભાવે ખરીદી તાબડતોબ ચાર મહિનામાં એ બંગલો ઊભો કરી દીધો. એમાં દસથી વધુ રૂમ છે. હું પણ એની એક રૂમમાં જ જઇ આવી છું! તેમાં એક રજીસ્ટર નિભાવાય છે. અને ફક્ત રાત્રિરોકાણ માટે આવતા પુરુષ ગ્રાહકના નામ નોંધવામાં આવે છે. તેઓ રાત્રે સૂવા નહીં પણ જાગવા આવે છે એની રેકોર્ડ પરથી કોઇને ખબર પડતી નથી. રાત્રે બાર વાગ્યા પછી છોકરીઓ તેમને આપવામાં આવેલ ચીઠ્ઠીમાં લખેલા રૂમ નંબર પ્રમાણે બિલ્ડિંગની અગાસી પરથી બંગલાના એ રૂમમાં પહોંચી જાય છે. બંગલાની બહારથી પસાર થતા કોઇને આ વાતનો ખ્યાલ આવતો નથી. બંગલો રેસ્ટહાઉસ ગણાતો હોવાથી માત્ર પુરુષોની અવરજવર સામાન્ય ગણાય છે." આખી વાત કરીને રચના શ્વાસ લેવા અટકી.

"રચના આ તો ગજબની વ્યવસ્થા કહેવાય. પણ આ બધું કોણ સંભાળે છે? અર્પિતા બધું જ જાણી લેવા માગતી હતી.

"કોઇ શર્માજી નામનો માણસ છે. તે રાજીબહેનનો પાર્ટનર અને ખાસ માણસ ગણાય છે. હું ક્યારેય એને મળી નથી." રચનાએ ખબર હતી એટલી માહિતી આપી દીધી.

અર્પિતાએ એકદમ કહ્યું:"જવા દે હવે આપણે શું લેવાદેવા. રાજીબહેન જાણે એમનો ધંધો. આપણે આપણું કામ કર્યા કરવાનું." અને પછી નીચે લોનમાં આંટો મારવા ઊતરી ગઇ.

અર્પિતા રચનાને એવું બતાવવા માગતી ન હતી કે તે રાજીબહેનની વિરુધ્ધ કોઇ ચાલ રમવા માહિતી મેળવી રહી છે.

રચનાને આજે એક ગ્રાહક સાચવવાનો હતો એટલે તે અર્પિતા સાથે નીચે જવાને બદલે તૈયાર થવા લાગી.

અર્પિતા આવી ત્યારથી રચનાને સારું લાગતું હતું. તેને ખરેખર સારી કંપની મળી ગઇ હતી. તેણે અવલોકન કર્યું હતું કે અર્પિતા પોતાના કરતાં વધુ બુધ્ધિશાળી છે. તેની કેટલીક ટિપ્સ રચનાને કામ આવી રહી હતી. આજે તે ગ્રાહક પાસેથી બક્ષીસ માગવાની હતી. તેને પણ લાગતું હતું કે હવે વધુ પૈસા મેળવવા જોઇએ અને બચત વધારીને ભવિષ્યને સુરક્ષિત કરી લેવું જોઇએ.

રાત પડી એટલે રચના બાજુના બંગલામાં પહોંચી ગઇ. આજ સુધી તેણે ઘણા ગ્રાહકોને પોતાનું શરીર સોંપ્યું હતું. બધું તેના માટે સામાન્ય બની ગયું હતું. ગ્રાહક આવે અને પોતાની ઇચ્છા પૂરી કરીને જતો રહે. પણ આ વખતે તે અર્પિતાની ટિપ્સનો ઉપયોગ કરવાની હતી. અર્પિતાએ કહ્યું હતું કે ગ્રાહક તો દરેક દુકાનદાર માટે દેવતા જેવો હોય છે. તેની જેટલી સરભરા કરીએ એટલો વધારે ખુશ થાય. તું ગ્રાહક સામે સેક્સ ટોય બનીને રહી જાય તેનો કોઇ અર્થ નહીં. એ સેક્સ ટોય ખરીદીને પોતાની ઇચ્છા સંતોષી શકે છે. આપણે સેક્સ ટોય જેવા બનીને રહેવાનું નહીં. એટલે આજે તે ગ્રાહક સામે એક વસ્તુ તરીકે રજૂ થવા માગતી ન હતી. અને મોટી બક્ષીસ મેળવવા માગતી હતી.

થોડીવારમાં એક પૈસાદાર યુવાન આવ્યો. અને રચનાને જોઇ ખુશ થયો. આજની રાત રંગીન બની જશે એનો આનંદ તેના ચહેરા પર છલકાતો હતો. રચના તૈયાર જ હતી. તે પોતાના રૂપવૈભવને દિલથી ખુલ્લો મૂકવા લાગી. તેની ઉત્તેજનાથી ભરપૂર અંગ મરડાઇ અને મસ્તીથી ગ્રાહક રંગમાં આવી ગયો. એણે પણ આજે રંગમાં આવીને પોતાના દરેક નાજુક અંગથી એને ખુશ કરી દીધો. રચનાએ તેને લાંબા સમય સુધી પોતાની સાથે ભરપૂર મસ્તી કરવાની તક આપી. તેને મજા આવી એટલે છેલ્લે તેણે સામેથી જ ખુશ થઇને રોકડ રકમ બક્ષીસમાં આપી. રચના ખુશખુશાલ હતી.

બીજા દિવસે સવારે તેણે બક્ષિસમાંથી થોડી રકમ અર્પિતાને ભેટ આપી. પણ અર્પિતાએ ચોખ્ખી ના પાડી દીધી. "રચના, આ તારા હકના છે. મેં ટિપ આપી એટલે મને ભાગ આપવાની જરૂર નથી. અને જો હું તો તારામાં ભાગ પડાવવા આવી છું એટલે મારે પણ તને ભાગ આપવો પડશે!"

"અરે તું તો નારાજ થઇ ગઇ!" રચનાને પોતાની ભૂલ સમજાઇ.

"રાજીબહેનને ત્યાં રહીને આપણે તો રાજી જ રહેવાનું બેના!" કહી અર્પિતાએ વાતને વાળી લીધી.

રચના ગઇ એટલે અર્પિતાનું વિચારચક્ર ફરી ચાલવા લાગ્યું.

બે દિવસમાં તેણે રાજીબહેનના બીજા રેડલાઇટ બંગલા પર રેડ પાડવાના કામને અંજામ આપવાનું આયોજન કરી લીધું.

આજે નક્કી કર્યા મુજબ કોલેજના છેલ્લા ફ્રી પિરિયડમાં અર્પિતા બહાર નીકળી અને નજીકના એક ટેલિફોન બૂથમાં પહોંચી. અર્પિતાએ મોબાઇલમાં લખી રાખેલો એક નંબર ઝડપથી ધડકતા હ્રદયે ડાયલ કર્યો.સામે રીંગ જઇ રહી હતી. અર્પિતાની ધડકન તેજ થઇ રહી હતી.

કોઇએ ફોન ઉપાડ્યો. એટલે અર્પિતાએ પૂછ્યું:"ડીએસપી સાહેબની ઓફિસ છે?"

સામેથી કરડાકીભર્યો પ્રતિભાવ આવ્યો:"હા...બોલો..."

અર્પિતા એક ક્ષણ તો ડરી ગઇ પણ પછી હિંમત કરીને બોલી:"સર, ડીએસપી સાહેબ છે? મારે એક માહિતી આપવાની છે."

"પહેલાં તમારું નામ જણાવો." સામેથી જાણે હુકમ થયો.

અવાજ પરથી અર્પિતાને ખ્યાલ આવ્યો કે ડીએસપી સાહેબે જાતે જ ફોન ઉપાડ્યો છે.

"જુઓ સર, હું મારી ઓળખ આપી શકું એમ નથી." અર્પિતાએ પોતાની મજબૂરી કહી.

"અમે તમારી ઓળખ ગુપ્ત રાખીશું. ચિંતા કર્યા વગર જણાવો." સામેનો અવાજ નરમ થયો.

"સર, માફ કરજો, ઓળખ આપવાથી મારા જીવ ઉપર ખતરો ઊભો થશે. મારી વાત સાંભળી લો...." કહી અર્પિતાએ પોલીસ અધિકારીને બોલવાની તક આપ્યા વગર રાજીબહેન દ્વારા એક જર્જરિત બિલ્ડીંગમાં રાત્રે ચાલતા કૂટણખાનાને બંધ કરાવી માસૂમ છોકરીઓની જિંદગી બચાવી લેવા વિનંતી કરી.

જવાબમાં ઠંડો પ્રતિભાવ જાણી અર્પિતાએ ચીમકીભર્યા સ્વરે કહ્યું:"સર, આપ પગલાં લેશોને? મારે આઇજી સાહેબ કે પછી ગૃહમંત્રીને કહેવાની જરૂર તો નહીં પડેને?"

અર્પિતાની આ વાતની અસર થઇ હોય એમ પોલીસ અધિકારીએ પગલાં લેવાની ખાતરી આપવી પડી.

ફોન મૂકીને અર્પિતાએ રાહતના શ્વાસ લીધા.

ટેલિફોન બૂથમાં નાનો ફેન ફરતો હોવા છતાં અર્પિતાના કપાળ પર પરસેવાનાં ટીપાં બાઝી ગયાં. ત્યારે અર્પિતાને ખબર ન હતી કે તે કોલેજમાંથી બહાર નીકળી ત્યારથી કોઇ તેનો પીછો કરી રહ્યું હતું. તેની નજર સતત અર્પિતાની હિલચાલ પર હતી.

***

અર્પિતા પર કોણ નજર રાખી રહ્યું હતું? અને વર્ષાબેનની નજર સામે જ હરેશભાઇ અને લાલજી આમને સામને થઇ ગયા પછી શું થયું? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.