Redlite Bunglow - 6 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૬

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૬

રેડલાઇટ બંગલો

પ્રકરણ-૬

રાકેશ ઠક્કર

પાંચમા પ્રકરણમાં આપે વાંચ્યું....

રૂપવતી અર્પિતા ખુશ હતી. તેને શહેરની જાણીતી કોલેજમાં એડમિશન મળી ગયું હતું. રાજીબહેને તેના રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. અર્પિતાએ તેની બાજુની રૂમની રચના સાથે વાત કરી ત્યારે અર્પિતાને નવાઇ લાગી. એ કોલેજના બીજા વર્ષમાં હતી. તો પણ તેની કોમ્પીટીટર સમજતી હતી. કેટલાય મહિનાઓથી અર્પિતાની માતા વર્ષાબેનને પતિ સોમલાલ ભૂલાઇ રહ્યો હતો. અર્પિતાને મૂકી વર્ષાબેન ઘરે પહોંચીને જમ્યા પછી બંને બાળકો થોડીવાર રમીને સુઇ જવા આડા પડ્યા. પણ રાત આગળ વધી તોય વર્ષાબેનની આંખમાં ઊંઘ ન હતી. તેમની ઊંઘ કોણ ચોરી ગયું? એ વિચારી રહ્યા. આ તરફ રાજીબહેનના બાથરૂમમાં નવા કપડાં સાથે નહાવા ગયેલી અર્પિતાનું આખું નગ્ન શરીર પહેલીવાર અરીસામાં દેખાઇ રહ્યું હતું. તે પોતાની સુંદરતા જોઇને ચોંકી ગઇ. તે પોતાના મોટા ઉભાર અને દરેક વળાંક જોઇ રહી. કોઇપણ પુરુષને પાગલ કરી મૂકે એવું પોતાનું ખીલેલું યૌવન હતું એ તેને આજે દેખાયું. રાજીબહેનને કપડાંની ટ્રાયલ આપી તે પોતાની રૂમ પર પહોંચી. અને રચનાએ આવીને તેના શરીરના નાજુક અંગોનો સ્પર્શ કરી ચમકાવી દીધી. તેણે રહસ્ય ખોલતાં કહ્યું કે આ બંગલાનું નામ રેડલાઇટ બંગલો છે પણ બંગલામાં જ રેડલાઇટ વિસ્તાર છે. તે ભલે કહેતી હોય કે અહીં પુરુષો માટે રેડ સિગ્નલ છે પણ ખરેખર તો તેમના માટે ગ્રીન સિગ્નલ છે. અને રચનાએ તેને એક વીડિયો બતાવ્યો ત્યારે અર્પિતા ચોંકી ગઇ. એ વીડિયો કયો હતો એ જાણવા આગળ વાંચો..... હવે આગળ વાંચો.

પ્રકરણ-૬

શિક્ષણ સંસ્થામાં ટ્રસ્ટીનું સન્માનજનક પદ ધરાવતા રાજીબહેન છોકરીઓ પાસે ધંધો કરાવતા હોવાની વાત રચનાએ જ્યારે કરી ત્યારે અર્પિતાએ અહીંથી ભાગી જવાનો નિર્ણય કરી લીધો હતો. અને તે જવાની તૈયારી કરી રહી હતી. પણ રચનાએ પોતાના મોબાઇલમાં એક વીડિયો બતાવ્યો ત્યારે રાજીબહેનની કુટીલતાથી તે ગભરાઇ ગઇ. પોતાનો આ રીતે ચોરીછૂપી વીડિયો લેવામાં આવશે એની તેણે કલ્પના કરી ન હતી. વીડિયો જોઇને તે ચોંકી ગઇ. આજે તે કપડાં બદલવા રાજીબહેનના આલીશાન બાથરૂમમાં ગઇ અને કપડાં ઉતારી મસ્તીથી સ્નાન કર્યું એ બધાનું વીડિયો રેકોર્ડીંગ સીસી ટીવી કેમેરાથી રાજીબહેને કરી લીધું હતું. અને તેનો વીડિયો બનાવી લીધો હતો. રાજીબહેને બાથરૂમમાં કેમેરા રાખ્યા હશે એનો તેને ખ્યાલ આવે એમ ન હતો. રાજીબહેને તેના નવા કપડામાં ફોટા લીધા હતા. અને એ ગ્રાહકોમાં ફરતા થઇ જશે એમ રચનાએ જ કહ્યું હતું. હવે તેનો વીડિયો બનાવી રચનાને મોકલી આપ્યો હતો. આ વીડિયો પણ ફરતો થઇ ગયો કે શું? અર્પિતાને ફાડ પડી.

અર્પિતાને થયું કે રચના રાજીબહેનની એજન્ટ તરીકે કામ કરતી હશે. રચના આ રીતે અહીં આવતી છોકરીઓને રાજીબહેનની સૂચનાથી બ્લેકમેલ કરી વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરતી હશે. એમાં તેને ભાગ પણ મળતો હશે. રાજીબહેને એક જ દિવસમાં તેને ડબ્બામાં ઉતારી દીધી હતી. રચના ઘણા સમયથી તેની સાથે કામ કરતી હોવાથી તે સામેલ હોવી જોઇએ.

અર્પિતાએ રચનાની ટીશર્ટ પકડી અને બરાડી:"તું મને ધમકાવી રહી છે?"

"હું નહીં, રાજીબહેને તારા માટે ધમકીનો આ વીડિયો મને મોકલ્યો છે અને તું એમની મુઠ્ઠીમાં આવી ગઇ હોવાનો ઇશારો કર્યો છે. મારા ખ્યાલથી તું બળવો કરીશ તોજ આ વીડિયોનો તે ઉપયોગ કરશે. મને પણ મારો આવો જ વીડિયો બતાવ્યો હતો. પણ હું શરણમાં આવી ગઇ એટલે એને વાઇરલ ના કર્યો."

અર્પિતાને હજુ રચનાની વાત પર વિશ્વાસ આવતો ન હતો.

"મને તો તું રાજીબહેનની સાથે સામેલ હોય એવું લાગે છે."

"જો એવું હોત તો મેં તને એમના વિશે કંઇ કહ્યું જ ન હોત. તને ચેતવવા જ મેં એનો ભેદ ખોલ્યો છે."

"મને તો પહેલી જ મુલાકાતથી લાગતું હતું કે તું મારા વિરુધ્ધ છે. મને જોઇ તું કોમ્પીટીટર હોવાનું માનતી હતી."

"હા, એ સાચું છે. અર્પિતા, તું આવી એટલે મને થયું કે મારા ધંધામાં તું ભાગ પડાવશે. મને એક મહિનામાં ચાર ગ્રાહક મળે છે પણ હવે બે જ મળશે.."

"મતલબ કે તેં આ ધંધો સ્વીકારી લીધો છે?"

"હા અર્પિતા, રાજીબહેનની વાત રાજીખુશીથી સ્વીકારી લેવામાં જ મજા છે. અને મજબૂરી બધું જ કરાવે છે. મારા પિતા દિલના દર્દી છે. તેમને બધી જાણ થાય તો જીવી ના શકે. અને આ વધારાની આવકથી હું તેમની સારવાર સારી રીતે કરાવી શકું છું." રચનાના સ્વરમાં દર્દ છલકતું હતું.

"પણ મને આ વાતમાં રસ નથી. હું અહીંથી જવા માગું છું. અભ્યાસ માટે જાતને વેચવાની વાત ખોટી છે." અર્પિતા અહીંથી નીકળી જવા મક્કમ હતી.

અર્પિતાએ નક્કી કરી લીધું કે તે અહીંથી નીકળી જશે. અને જો રાજીબહેન તેને નહીં જવા દે તો પોલીસને બોલાવશે.

અર્પિતાના વિચાર જાણી રચના બોલી:"અર્પિતા, તું એમ સમજે છે કે પોલીસ તને બચાવશે? પોલીસની ઓથ હોય તો જ આવો ધંધો તે કરી શકે છે. અને તેને નેતાઓનો પણ સહયોગ છે. એ કોલેજની ટ્રસ્ટી બની તેનું કારણ આ જ છે. એ બહુ લાંબી કહાની છે. ક્યારેક જાણવી હશે તો કહીશ."

"હું મહિલા આયોગ પાસે જઇશ." અર્પિતાએ બીજો રસ્તો બતાવ્યો.

"એ પોતે જ મહિલાઓની સેવા કરવાનો દેખાડો કરે છે. તું એના વિરુધ્ધ ફરિયાદ કરીશ તો તને જ બદનામ કરશે. તેણે તારા પર જાળ બિછાવી દીધી છે." રચનાએ તેના બહાર નીકળવાના બધા જ દરવાજા બંધ હોવાની હકીકત બતાવી.

બહાર રાતનું અંધારું ઘેરાયું હતું. તે આ અંધારા કૂવામાં પડવા માગતી ન હતી. અર્પિતાએ જોખમ લેવાનું નક્કી કરી લીધું હતું. તેણે કપડાં બદલ્યા અને બેગ ઉઠાવી.

"ઠીક છે. મારી શુભેચ્છા તારી સાથે છે. મારી કોઇ જરૂર પડે તો મને ફોન કરજે. મારો નંબર તારી પાસે આવી જ ગયો છે.."

રચનાને સમજાતું ન હતું કે કયું કારણ આપીને અર્પિતા અહીંથી નીકળી શકશે?

અર્પિતા રાજીબહેનના દરવાજા પર પહોંચી અને બેલ માર્યો. થોડીવારે રાજીબહેને દરવાજો ખોલ્યો. અર્પિતાને બેગ સાથે ઊભેલી જોઇ તે ચમક્યા પણ એ કળાવા ના દીધું. અર્પિતા પણ રાજીબહેનને પારદર્શક ટૂંકી નાઇટીમાં જોઇ નવાઇ પામી. રાજીબહેનના દરેક માંસલ અંગ દેખાતા હતા. "સાલી નાગી..." અર્પિતા મનોમન બબડી.

"શું વાત છે?" રાજીબહેને સહાનુભૂતિથી પૂછ્યું.

"મેમ, માનો ફોન હતો. મારા નાના ભાઇ-બહેન મારા વગર રડે છે. મારે જવું જ પડશે. મારા પ્રત્યે બહુ પ્રેમ છે. મારા વગર ઊંઘતા નથી. આજે એમને સમજાવીશ. નહીંતર મારે જ પછી આમ દોડવું પડશે."

"ઠીક છે. હું કાર મોકલું છું. રાત પડી ગઇ છે. એકલા જવું બરાબર નથી." રાજીબહેન સરળતાથી માની ગયા એ વાતનો તેને આનંદ થયો.

અને રાજીબહેને ફોન કરી ભાડાની કાર બોલાવી. પાંચ મિનિટમાં જ કાર આવી ગઇ.

અર્પિતા ગામમાં પહોંચી ત્યારે અગિયાર વાગી ગયા હતા. તેણે કારને પોતાના ઘરથી ઘણી દૂર ઊભી રખાવી. તે નહોતી ઇચ્છતી કે રાજીબહેનની કારનો ડ્રાઇવર તેનું ઘર જોઇ જાય.

કારમાંથી ઉતરીને તે પોતાના ઘરથી વિરુધ્ધ દિશામાં પગલાં માંડવા લાગી. કાર નીકળી ગઇ એટલે તે પોતાના ઘર તરફ વળી અને હાશ અનુભવવા લાગી. રાજીબહેને તેને રજા આપી દીધી તેથી ખુશ હતી. હવે તે કોલેજ પણ જવા માગતી ન હતી.

અર્પિતા હવે પછી શું કરવું તેના જુદા જુદા વિચાર કરતી ઘર પાસે આવી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો. આખું ગામ ઊંઘતું હતું. સારું થયું કે રસ્તામાં કોઇ મળ્યું નહીં. તેણે ઘરના ઓટલા પાસે આવીને જોયું તો ઘરને બહારથી કડી લગાવેલી હતી. તેને નવાઇ લાગી. "મા અત્યારે ક્યાં ગઇ હશે?" તે પાછળના દરવાજે ગઇ. દરવાજો ખેંચી જોયો તો બંધ હતો. બાથરૂમ અને સંડાસની કડી પણ બંધ હતી. એટલે આગળના દરવાજે પાછી આવી અને કડી ખોલી અંદર ગઇ તો બંને નાના ભાઇ-બહેન ઘસઘસાટ ઊંઘતા હતા. તેણે પોતાની બેગ બાજુ પર મૂકી અને બંનેને વ્હાલ કરી ચુંબન કર્યું. બાજુમાં માની પથારી ખાલી હતી. તે શંકા અને ડરથી ધ્રૂજી ઊઠી. માને શોધવા તે બહાર આવી. બાજુમાં રહેતા હરેશકાકાને ઊઠાડી જાણ કરવી જોઇએ એમ થયું. તે હરેશભાઇના દરવાજે પહોંચી ત્યારે અંદરથી આવતા મા અને કાકાના ધીમા અવાજોથી તે ચોંકી ગઇ. તેના પગ ત્યાં જ ચોંટી ગયા. એક ક્ષણ માટે તેણે પોતાના કાન પર હાથ મૂકી દીધા.

અર્પિતા હવે શું કરશે? માને રંગે હાથ પકડશે કે નહીં? એ જાણવા હવે પછીનું પ્રકરણ અચૂક વાંચશો.