Devil - EK Shaitan -3 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૩

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ડેવિલ એક શૈતાન-૩

ડેવિલ-એક શૈતાન

ભાગ:૩

અર્જુન અને નાયક ની ડ્યૂટી રાધાનગર માં હોય છે-કોઈની જાણ બહાર થોડા દિવસ પહેલા કબ્રસ્તાન માંથી એક સંદિગ્ધ દ્વારા લાશ ની ચોરી થયેલી હોય છે-શહેર માં ૧ યુગલ ની બહુ ખરાબ દશા માં લાશ મળે છે-ફોરેન્સિક ટીમ દ્વારા એને હિંસક પશુ નો હુમલો ગણવામાં આવે છે-અર્જુન ને મળેલા લેટર માં કંઈક રહસ્યમયી લખેલું હોય છે-કેસ ની ફાઇલ ક્લોઝ કરવામાં આવે છે-હવે આગળ.. .. ..

***

રાધાનગર માંથી મળેલી લાશો પછી ફોરેન્સિક ટીમ દ્વારા એને કોઈ હિંસક પશુ નો હુમલો ગણતા નાયક દ્વારા એ ફાઇલ ને ક્લોઝ કરી દેવામાં આવે છે એ વાત ને એક અઠવાડિયા જેટલો સમય વીતી જાય છે.. વન વિભાગ ની ટીમ દ્વારા જે જગ્યા એ લાશ મળી હોય છે ત્યાં તપાસ કરવામાં આવે છે પણ કંઈ હાથ લાગતું નથી. વનવિભાગ ની ટીમ એ નિષ્કર્ષ પર આવે છે કે શિકારી પશુ જંગલ માં પાછું પોતાના મુળ વિસ્તાર માં ચાલ્યું ગયું હશે. એટલે પોતાના બિસ્તરા પોટલાં લઈ વનવિભાગ ની ટીમ પાછી વળે છે.

રાધાનગર શહેર માં દરેક ધર્મ અને જાતિ ના લોકો હળી મળીને રહેતા હોય છે એટલે અત્યારે ખ્રિસ્તીઓ નું નવું વર્ષ હોવા છતાંયે આખા શહેર ની રોનક બહુ જ સુંદર હતી. ચર્ચ માં ફાધર થોમસ ના આશીર્વાદ લેવા ખ્રિસ્તી ધર્મ ના લોકો ની સાથે સાથે હિન્દુ, મુસ્લિમ બધા જતા હતા. ફાધર થોમસ ના વિચારો અને રહેણીકરણી બધા ને પ્રભાવિત કરી જતા. એમને જે કોઈ મળતું એ એમના પ્રભાવ થી અંજાયા વગર રહેતું નહીં.

આજે ૩૧ ડિસેમ્બર હતી.. રાતે ૧૨ વાગે નવા વર્ષ નો પ્રારંભ થવાનો હતો. અર્જુન પણ સાંજે પીનલ ને લઈને સેન્ટ લુઈસ ચર્ચ ની મુલાકાતે આવ્યો. ચર્ચ ની બહાર સુંદર બગીચો હતો જ્યાં જાતજાત ના ફૂલ ઉછેરવામાં આવ્યા હતા. ચર્ચ નું નિર્માણ ૧૫૦ વરસ પહેલાં થયું હતું છતાં એ એની સુંદરતા માં સહેજ પણ ઘટાડો થયો નહોતો. આ ચર્ચ ની જાળવણી નો સંપૂર્ણ શ્રેય કોઈને જાય તો એ વ્યક્તિ હતી ફાધર થોમસ. ૬૦ વરસ ની ઉંમર ધરાવતા ફાધર થોમસ ખરેખર સંત હતા. ખૂબ જ સાદું જીવન અને લોકો ની સેવા એજ એમની જીંદગી નો મૂળ મંત્ર હતો. અર્જુન આ પહેલાં પણ એક જાહેર પ્રસંગ માં ફાધર થોમસ ને મળ્યો હતો. એ વખતે ફાધરે અર્જુન ને એક વાત કીધી હતી..

"માય ચાઈલ્ડ,તું જ્યારે પણ ફ્રી હોય ત્યારે મને એકાંત માં મળજે.. મારે તારી સાથે એક વાત કરવી છે"

અર્જુન ને એ વાત મગજ માંથી નીકળી જ ગઈ હતી પણ આજે ચર્ચ માં આવ્યો ત્યારે એને ફાધર ના એ શબ્દો કાન માં પડઘાયા. ચર્ચ માં પ્રવેશી એ અને પીનલ મીણબત્તી સળગાવી જીસસ ની આગળ મૂકી ને સામે ગોઠવેલી બેન્ચ પર બેઠા. ત્યાં બેસી બંને એ પ્રાથના કરી પોતાના સુંદર ભવિષ્ય માટે. થોડો ટાઈમ બેઠા ત્યાં અર્જુન ની નજર ફાધર પર પડી એટલે એને પીનલ ને થોડો સમય ત્યાંજ બેસવાનું કીધું અને પોતે ફાધર ને મળવા માટે ઉભો થઇ ને ફાધર ઉભા હતા એ દિશા માં આગળ વધ્યો. અત્યારે ફાધર શાંત મુદ્રા માં બેઠા હતા. અર્જુન ને પોતાની તરફ આવતો જોઈ એ પોતાની જગ્યા એ ઉભા થઇ ગયા.. અર્જુને એમનો ચરણ સ્પર્શ કર્યો એટલે એમને "ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ"એવા આશીર્વાદ આપ્યા..

"સોરી ફાધર,એ દિવસે તમે મળવાનું કીધું હતું પણ ડ્યૂટી અને થોડા કામ ને લીધે મળવા ના આવી શકાયું"અર્જુને દિલગીરી વ્યક્ત કરતા કીધું..

"નો પ્રોબ્લેમ માય ચાઈલ્ડ,આજે આવી ગયો એટલે આજે જ તને જણાવી દઉં.. તને વાંધો ન હોય તો આપણે આ ભીડ થી દૂર બહાર બગીચા માં જઇ શકીએ"ફાધર થોમસે કહ્યું..

"વાંધો નહીં, ચાલો"આટલું કહી અર્જુન અને ફાધર બહાર બગીચા માં આવીને બેઠા.

"બેટા અર્જુન.. આ રાધાનગર શહેર માં વર્ષો થી એવી કોઈ ઘટના નહોતી બની જેના લીધે કોઈને દુઃખ થાય પણ અઠવાડિયા પેહલા બનેલી ઘટના એ મારા મન માં ચાલી રહેલી ગડમથલ ને વધુ ભારે કરી મૂકી છે.. આજે તું ના આવ્યો હોત તો મારે તને મળવા પોલીસ સ્ટેશન આવવું પડત"ફાધરે કહ્યું..

"આપ કઈ ઘટના ની વાત કરો છો?.. પેલા યુગલ નું હિંસક પશુ ના હુમલા માં મોત થયું એને?.. એ તો એક અકસ્માત હતો.. અને તમે કઈ ગડમથલ માં છો?"અર્જુને સવાલો નો મારો ચલાવ્યો.

"હા હું એજ ઘટના ની વાત કરું છું.. ભલે તમારી પોલીસ ટીમ અને ફોરેન્સિક ટીમ આને કોઈ પશુ નો હુમલો ગણતી હોય પણ મને તો આ ઘટના રાધાનગર ઉપર આવનારા કોઈ મહા ભયંકર મુસીબત ની શરૂવાત માત્ર લાગે છે.. "ફાધર થોમસે આકાશ સામે જોઈ કહ્યું.

"અરે ફાધર એ એક અકસ્માત હતો.. એમાં આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી.. અને તમને એમ કેમ લાગે છે કે આ શહેર પર ભવિષ્ય માં કોઈ મહા મુસીબત આવશે"અર્જુને પૂછ્યું..

"બેટા તું એસીપી છો.. ભણેલો ગણેલો છે.. એટલે મારી વાતો તને તુક્કા જેવી લાગી શકે છે.. પણ મારે તને આ બધી વાત કરવી જરૂરી છે.. કેમકે આ બધી મુસીબત માંથી આ શહેર ને કોઈ બચાવી શકે તો એ તું જ છે"ફાધરે કહ્યું..

"તમે આમ ગોળ ગોળ વાતો ના કરશો.. પેહલા એતો સ્પષ્ટ કરો કે તમે એવું તે શું જોયું જેથી તમને એવું લાગે છે કે આ શહેર પર કોઈ મોટી આફત આવવાની છે"અર્જુને કહ્યું.

"તો સાંભળ આ વાત આજ થી લગભગ ૨ મહિના પહેલા બની.. હું રાતે ભર ઊંઘ માં હતું ત્યાં મને એક સપનું આવ્યું જેમાં આ શહેર પર વીજળી અને વરસાદ નો કાળો કેહર વર્તાતો હતો.. એ વરસાદ પાણી નો નહીં પણ લોહીનો હતો.. આખા શહેર માં લોકો ડર અને તકલીફ માં પીડાતા હોય એવું લાગી રહ્યું હતું.. અચાનક મારી આંખ ડર ના આવેશ માં ખુલી ગઈ અને હું આ શહેર ના લોકો ની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરવા ચર્ચ માં આવ્યો ત્યારે મેં જોયું જીસસ ની પ્રતિમા ની પાછળ ની મુખ્ય દીવાલ પર રાખેલો ક્રોસ ઊંધો થઈ ગયો હતો"ફાધર ની આંખો માં આ બધું બોલતા ત્યારે ડર સાફ દેખાતો હતો.

"ફાધર સપના કંઈ સાચા થોડા પડતા હશે.. અને ક્રોસ તો પવન ના લીધે પણ ઉલટો થઈ ગયો હોય એવું બને"અર્જુને કહ્યું..

"હા બેટા તું કહે એ વાત સાચી હોય તો સારું.. હું પણ એવું ઈચ્છું છું કે આ બધો મારા મન નો વહેમ જ હોય.. પણ પછી આગળ સાંભળ એટલે તને મારી વાત પર થોડો ભરોસો બેસી જશે.. ત્યારબાદ મેં જોયું તો જીસસ ની પ્રતિમા રડતી હોય એવું લાગી રહ્યું હતું.. મેં મીણબત્તી સળગાવી અને ટેબલ પર ચડી એ પ્રતિમા ના આંસુ લૂછયાં પણ જેવો હું નીચે ઉતર્યો એવા આંસુ એમ ના એમ હતા.. હું ખૂબ ડરી ગયો અને મેં આંખો બંધ કરી આ બધી મુસીબત માંથી જીસસ સૌને બચાવે એવી પ્રાર્થના કરી ત્યારે મારી આંખો સમક્ષ કોઈનો ચેહરો ઉપસી આવ્યો.. "ફાધરે કહ્યું.

"આપ કોની વાત કરો છો.. એ કોનો ચેહરો હતો?"અર્જુન ની બેતાબી વધતી જતી હતી.

"બેટા એ ચેહરો બીજા કોઈનો નહીં પણ તારો જ હતો.. જીસસ એ તને આ શહેર ની રક્ષા માટે મોકલ્યો છે.. બાકી તું જ વિચાર હું ક્યારેય તને મળ્યો નહોતો કે ક્યારેય મેં તને જોયો નહોતો તો તારો ચેહરો કેમ મારી આંખો સામે આવે.. તારું એ ઘટના પછી આ શહેર માં ટ્રાન્સફર અને થોડા દિવસ માં ભેદી સંજોગો માં બે લાશો નું મળવું આ બધો કોઈ સંયોગ તો હોય જ નહીં"ફાધરે પોતાની વાત રજૂ કરી..

વાત સાંભળી અર્જુન પણ ૨ ઘડી તો સ્તબ્ધ થઈ ગયો.. એનું મગજ પણ અત્યારે ચકરાવે ચડી ગયું હતું.. એને આવી બધી બાબતો પર વિશ્વાસ નહીં કરવાનું મન થયું.. બીજું કોઈ વ્યક્તિ હોય આ વાત કેહનારું તો અર્જુન ૧૦૦% એને ઉતારી પાડત.. પણ ફાધર થોમસ પ્રત્યે પુરા શહેર ને માન હતું એટલે એમની આ વાત નો વિરોધ કર્યા વીના એમની રજા લઈ અર્જુને ત્યાંથી નીકળવું મુનાસીબ સમજ્યું..

"સારું ફાધર તો હું રજા લઉં.. મારી વાઈફ ત્યાં ચર્ચ માં મારી વેઇટ કરે છે.. તમારી વાત હું ચોક્કસ ધ્યાન માં લઈશ"અર્જુને ફાધર નું મન રાખવા કહ્યું..

"બેટા તને મારી વાત મજાક લાગતી હશે તો એ ભૂલ તું ના કરતો કેમકે ૨-૩ દિવસ માં આ શહેર માં બીજી એક ઘટના બનવાની છે.. જો મારી વાત ને મજાક માં લઈશ તો તારે પાછળ થી પસ્તાવું પડે એવું પણ બની શકે"ફાધરે ચિંતા ના સુર માં કહ્યું..

"અરે એવું કંઈ નથી.. હું તમારી વાત વિશે ગંભીર જ છું.. હવે મને રજા આપો.. ઘરે જવાનું મોડું પણ થાય છે"અર્જુને કહ્યું..

"ઓકે માય ચાઈલ્ડ.. તું જઇ શકે છે.. લોર્ડ જીસસ હંમેશા તારી સાથે છે.. તારે કોઈપણ મદદ ની જરૂર પડે બેધડક મારા જોડે આવજે.. નજીક માંજ મળીશું"આટલું કહી ફાધરે અર્જુન ના માથે હાથ મુક્યો.

અર્જુન ત્યાંથી રજા લઈ પીનલ જોડે આવ્યો એટલે પીનલ પૂછ્યું

"બે મિનિટ બેસવાનું કહી ને ગયા હતા પણ અડધા કલાકે પાછા આવ્યા.. તમારા સરકારી ઓફિસરો ના ટાઈમ ના કોઈ ઠેકાણા જ ના હોય"પીનલ એ ગુસ્સા માં કહ્યું..

"સોરી,પીનુ. ફાધર થોમસ ને એક અગત્ય નું કામ હતું એટલે એમના જોડે ચર્ચા વિચારણા માં થોડું મોડું થઈ ગયું. "અર્જુને કહ્યું..

"સારું.. વાંધો નહીં.. આતો સારું થયું આ ભારતી બહેન નું કે જેમના જોડે વાતચીત માં અડધો કલાક ક્યાં નીકળી ગયો ખબર જ ના પડી"પીનલ એ બાજુ માં બેસેલા એક ૪૫-૫૦ વરસ ની ઉંમર ના મહિલા ને ઉદ્દેશી ને કહ્યું..

અર્જુને પોતાની ઓળખાણ એમને આપી..

"અર્જુન ભારતી બહેન શહેર ની મુખ્ય લાયબ્રેરી ના લાયબ્રેરીયન છે.. અને મને રહ્યો પુસ્તકો નો શોખ એટલે એમના જોડે વાતો માં ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર જ રહી નહીં"પીનલે કહ્યું..

"આતો ખૂબ સરસ વાત કહેવાય આમ પણ તું બપોરે મારુ ટિફિન મોકલાવ્યા પછી ૧૨ થઈ ૬ ફ્રી જ હોય છે તો તારે લાયબ્રેરી ની મુલાકાત લઈ આવવાની એ બહાને તારો સમય પણ પસાર થઈ જશે"અર્જુને કહ્યું..

"ખૂબ સારો આઈડિયા છે.. હું કાલ થી એમ જ કરીશ"પીનલે કહ્યું..

પછી ભારતી બહેન ને બાય બાય કહી પીનલ અને અર્જુન નીકળી પડ્યા એમના ઘર તરફ જ્યાં બંને આ વરસ નો છેલ્લો દિવસ એકબીજા ની હૂંફ માં પસાર કરવા માંગતા હતા. રસ્તા માં આવતી સનસાઈન હોટલ માં બંને જમવા રોકાયા અને ત્યાં કેન્ડલ લાઈટ ડિનર લીધા પછી ઘરે આવ્યા ત્યારે ૧૦ વાગી ગયા હતા.. !!

ઘર નું મુખ્ય દ્વાર બંધ કરતા ની સાથે અર્જુને પીનલ ને ઊંચકી લીધી.. પીનલ તો અર્જુન ની આ હરકત થી ૨ ઘડી આશ્ચર્યચકિત થઈ ગઈ.. પીનલ ને ઊંચકી અર્જુન બેડરૂમ માં લાવ્યો અને બેડ પર લાવીને સુવડાવી દીધી.. અર્જુન પીનલ ને ચુંબન કરવા નીચો જ નમતો હતો એવામાં પીનલે એને ધક્કો માર્યો અને દોડતી બાથરૂમ માં ઘુસી ગઈ. એની આ હરકત થી અર્જુન ત્યાં બેડ પર જ ગુસ્સા માં બેસી રહ્યો.

"પીનલ કેમ યાર મૂડ બગાડે છે"અર્જુને બૂમ પાડતા કહ્યું..

"ધીરજ ના ફળ મીઠા હોય છે મારા રાજા.. "પીનલે મજાકિયા અંદાજ માં કહ્યું..

૧૦ મિનિટ થઈ ગઈ પણ પીનલ બહાર ના આવતા અર્જુને ગુસ્સા માં બારણા ને ખખડાવ્યું અને કહ્યું"યાર જલ્દી કર.. હવે કન્ટ્રોલ નથી થતો"

"બસ ૨ મિનિટ,હું આવું જ છું.. પછી તમારે જે કરવું હોય એ કરી લેજો"પીનલે કહ્યું.

થોડી વાર માં બાથરૂમ નો દરવાજો ખુલ્યો અને પીનલ બહાર આવી. પીનલ ને જોતા જ અર્જુન તો જાણે પૂતળું હોય એમ લીન થઈ ગયો.. અત્યારે પીનલ પારદર્શક કાળા રંગ ની મેક્સિ માં હતી.. પીનલ નું શ્વેત શરીર અત્યારે જાણે આ કાળા રંગ ની મેક્સિ માં ખૂબ ખીલી રહ્યું હતું.

પીનલ અત્યારે સ્નાન કરી ને આવી હતી એટલે એના ભીના વાળ માંથી નીકળતી પાણી ની બુંદો જ્યારે એના મખમલી શરીર ને સ્પર્શ કરતી ત્યારે તો અર્જુન ના મગજ માં એ બુંદો પ્રત્યે પણ ઈર્ષ્યા ઉત્તપન્ન થતી હતી. પીનલ નું શરીર સપ્રમાણ હતું. સુંદર ચેહરો,ઉન્નત ઉરોજ અને માંસલ પગ કોઈને પણ ઘાયલ કરવા કાફી હતા.. અને અર્જુન તો પેહલા થી શિકાર થવા બેઠો હતો એટલે એના પર તો અત્યારે પીનલ ની સુંદરતા ના પ્રત્યેક બાણ જાણે કે ઊંડો ઘાવ કરી રહ્યા હતા.

અર્જુન થી હવે ધીરજ ના રહેતા એ પલંગ માંથી ઉભો થયો અને પીનલ જોડે જઇ એને પોતાના ફોલાદી બાહુપાશ માં જકડી લીધી. કોઈ ભૂખ્યો સિંહ જેમ હરણી પર ટૂટી પડે એમ અર્જુન આજે પીનલ નો શિકાર કરવા જતો હોય એવું લાગી રહ્યું હતું.

અર્જુને તરત જ પોતાના હોઠ પીનલ ના હોઠ પર રાખી દીધા અને ચાલુ થઈ ગઈ ચુંબનો ની વર્ષા. સેંકડો ચુંબન કર્યા બાદ અર્જુન એ પોતાનું મુખ પીનલ ની નાભિ ઉપર રાખી દીધું અને નાભિ ફરતે પોતાની જિહ્વા ના સ્પર્શ થી પીનલ ને ઉત્તેજિત કરી રહ્યો હતો. પીનલ ના મુખે થી અલગ અલગ પ્રકાર ના સિત્કારો નીકળતા.

ધીરે ધીરે બંને પર પ્રેમ નું ભૂત સવાર થઈ ગયું અને પછી આખો રૂમ માં જાણે અલગ અલગ અવાજો થી ભરાઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું. બંને ક્યારે નિવસ્ત્ર થઈ ગયા એની કોઈને જાણ જ ન રહી.. આખરે એક બીજા ના પ્રેમસાગર માં એકબીજા ને વધારે માં વધારે પ્રેમ આપવાના પ્રયાસ માં બંને લાગી ગયા.. આખરે થાકીને બંને ક્યારે એકબીજા ને લપાઈને સુઈ ગયા એની જાણ જ ન રહી.

સવારે અર્જુન ની આંખ ખુલી ત્યારે ૯ વાગી ગયા હતા.. એ ફટાફટ ઉભો થઈને સ્નાન કરવા માટે બાથરૂમ માં ઘૂસ્યો. સ્નાન પતાવી અર્જુન રૂમાલ વીંટાળી ને બહાર આવ્યો ત્યારે પીનલ રસોડા માં હતી. અર્જુન ને મસ્તી સૂઝી અને ચોરપગલે એ રસોડા માં ગયો અને પાછળ થી એને પીનલ ને પકડી લીધી.

"અરે છોડ ને અર્જુન, અત્યારે મજાક ના કરીશ. જા તું પેહલા કપડાં પહેરીને આવ હું નાસ્તો સર્વ કરી દઉં"પીનલે મીઠા ગુસ્સા સાથે કહ્યું.

"સારું ડાર્લિંગ.. એમ કહી અર્જુને પીનલ ના ગળા પર એક ચુંબન કર્યું અને બહાર નીકળી ગયો.

થોડીવાર માં અર્જુન તૈયાર થઈ નાસ્તો કરીને પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો. આજે વર્ષ નો પ્રથમ દિવસ હોવાથી નાના મોટા સૌ આજે ખુશ મિજાજ માં લાગતા હતા. બજારો માં સવાર થી જ ચહલપહલ હતી. અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ૧૦:૩૦ થઈ ગયા હતા.

નાયક બીજા ૫-૬ કોન્સ્ટેબલ ને લઈને રાઉન્ડ ઉપર ગયો હતો એટલે પોલીસ સ્ટેશન માં અત્યારે થોડી શાંતિ નો માહોલ હતો. અર્જુન પોતાના કેબીન માં ગયો અને પોતાની રોજ ની ટેવ મુજબ સિગરેટ સળગાવી અને જૂના ગીતો સાંભળતો સાંભળતો ખુરશી માં બેઠો. અત્યારે તો એના મગજ માં રાતે પીનલ જોડે પસાર કરેલા મીઠા સમય ની યાદો જ ચાલી રહી હતી. એ પોતાની જાત ને ખૂબ નસીબ વાળી માનતો હતો કેમકે પીનલ એનો પ્રથમ પ્રેમ હતો અને એની પત્ની પણ. દુનિયા માં બહુ ઓછા લોકો હોય છે જેમનો પ્રથમ પ્રેમ જ એમનો હમસફર બને.

અચાનક બારણે પડેલા નોક નોક ના અવાજ ના લીધે અર્જુન નું ધ્યાન ભંગ થયું ..

"હું અંદર આવું સાહેબ"કોન્સ્ટેબલ જાની નો અવાજ સંભળાયો.

"હા કમ ઇન"અર્જુને કહ્યું.

અર્જુન ની પરવાનગી મળવાની સાથે જાની અદબ સાથે અંદર પ્રવેશ્યો. જાની એકદમ રમુજી માણસ હતો. ઢીંગણું શરીર,બહાર નીકળેલું પેટ અને મસાલા ખાઈ ખાઈ ને લાલ થઈ ગયેલા દાંત. જાની ના ચેહરા પર ક્યારેય કોઈ ચિંતા દેખાતી જ નહીં.

"બોલ શું કામ આવ્યો?"અર્જુને કહ્યું.

"સાહેબ આ કવર આવ્યું છે,મોકલનાર નું નામ લખ્યું નથી"આટલું કહી જાની એ અર્જુન ના હાથ માં એક કવર મૂક્યું. આ એવું જ કવર હતું જે પેહલા પણ આવ્યું હતું.

અર્જુને કવર હાથમાં લીધું અને જાની ને બહાર જવા માટે કહ્યું.. અર્જુન ની રજા મેળવી જાની બહાર નીકળ્યો.

અર્જુને કવર પર જોયું તો મોકલનાર વ્યક્તિ નું કોઈ નામ લખેલું નહીં. અર્જુને કવર ખોલ્યું અને અંદર હાથ નાખ્યો તો અંદર એક લેટર મળ્યો.. આ એવો જ લેટર હતો જેવો અર્જુન ને પહેલા મળ્યો હતો. અર્જુને બેચેની પૂર્વક એ લેટર ને ખોલ્યો. અંદર કોમ્પ્યુટર માં ટાઈપ કર્યું હોય એવી લખાવટ હતી અને પત્ર ની નીચે ની બાજુ એક ખોપરી ની મુખાકૃતિ દોરવામાં આવી હતી જે આગળ આવેલા લેટર ની આબેહુબ નકલ જ હતી. પત્ર માં લખેલું હતું.

"સત્ય એક એવી વસ્તુ છે જેનાથી તમે દૂર ભલે ભાગો પણ એ એક ના એક દિવસ તમારી આંખ સમક્ષ આવીને ઉભું જ રહે છે ત્યારે જ આપણ ને એના સાતત્ય નો અહેસાસ થાય છે"- ડેવિલ.

બીજો એવો ને એવો પત્ર અને વિચિત્ર વાત એ કે બંને માં લખાવટ માં કાંઈક ગર્ભિત સંદેશ પણ એને ઉકેલવો અત્યારે અર્જુન માટે અશક્ય હતો. અર્જુને આ લેટર પણ પેલા લેટર ની બાજુ માં મૂકી દીધો. અત્યારે એના મગજ માં કાલે ફાધર થોમસે કહેલા શબ્દો યાદ આવતા હતા. શું ખરેખર આ શહેર મોટી મુસીબત માં છે?નિયતિ એ એને આ શહેર ની રક્ષા માટે મોકલ્યો છે? ઘણું વિચાર્યા છતાં એ અર્જુન કોઈ તથ્ય સુધી ના પહોંચ્યો. મગજ માં બેચેની વધી ગઈ એટલે એને જાની ને કહી ચા લાવવા માટે કહ્યું.

જાની ચા લઈને આવ્યો અને કપ માં કાઢી. અર્જુને હજુ પ્રથમ ધૂંટ ભર્યો એટલામાં એના મોબાઈલ માં એક કોલ આવ્યો. અર્જુને ફોન બહાર કાઢ્યો અને મોબાઈલ ની સ્ક્રીન તરફ નજર કરી તો નાયક નો કોલ હતો. અર્જુને લીલું બટન દબાવી કોલ રિસીવ કર્યો.

"હા બોલ નાયક,સવાર ના રાઉન્ડ પર નીકળ્યા છો તો હજુ સુધી આવ્યા કેમ નહીં. ?"અર્જુને પૂછ્યું.

"સાહેબ આજે ફરી થી પેલા દિવસ જેવી ઘટના બની.. અને એ પણ શહેર ની મધ્ય માં આવેલા મુનલાઈટ સોસાયટી માં"નાયકે કહ્યું.

"એટલે તું કેહવા શું માંગે છે?"અર્જુને ખુરશી માંથી ઉભા થતા કહ્યું.

"સાહેબ મુનલાઈટ સોસાયટી ના બંગલા નમ્બર ૨૭ માં એક વૃદ્ધ દંપતી અને એમના નોકર ની પણ બહુ વિકૃત અવસ્થા માં લાશ મળી આવી છે"નાયકે કહ્યું.

"એક સાથે ૩ લાશ.. તું ત્યાં જ રહેજે હું ૧૫ મિનિટ માં આવું છું"અર્જુને ચા નો બાકી કપ અધુરો મુક્યો અને પોતાની બુલેટ લઈ નીકળી પડ્યો મુનલાઈટ સોસાયટી તરફ .. .

To be continued........

પાદરી થોમસ ની વાત નું રહસ્ય શું હતું? આ વખતે હત્યા કરનાર કોણ હતું? અર્જુન ને મળેલા લેટર અને આ બધી ઘટનાઓ નો સંબંધ શું? લેટર મોકલનાર વ્યક્તિ કોણ હતી? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ-એક શૈતાન. નવો ભાગ આવતા મંગળવારે. આ નોવેલ અંગેનો આપનો અભિપ્રાય મારા Whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.

-જતીન. આર. પટેલ