21 mi sadi nu ver - 44 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 44

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 44

21મી સદીનું વેર

પ્રકરણ-44

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ મહાસાગર ટ્રાવેલ્સમાં જુનાગઢ પહોંચી. જુનાગઢ સીટીમાં સવારે આઠ વાગ્યા પછી મોટા વાહનોને પ્રવેશવા પર પ્રતિબિંધ હોવાથી બસ મજેવડી દરવાજા પાસે આવેલ મહાસાગરની બ્રાંચ ઓફીસ પર ઉભી રહી એટલે બધા પેસેંન્જર નીચે ઉતરી ત્યાં પડેલી મીનીબસમાં ગોઠવાયા. મોટી બસ સીટીમાં જઇ શકતી ના હોવાથી ટ્રાવેલ્સવાળા આ મીનીબસ દ્વારા પેસેંજરને સીટીમાં લઇ જવા માટેની વ્યવસ્થા કરેલી હતી. બધા પેસેંજર સાથે શિતલ પણ આ મિનિબસમાં બેસી ગઇ અને બસ ઉપડી. તે મહાસાગર ટ્રાવેલ્સમાં તો સુરતથી ઘણીવાર જુનાગઢ આવેલી પણ અત્યાર સુધી ક્યારેય આ મિનિબસમાં નહોતી બેઠી કેમકે તે અહી ઉતરે ત્યારે શિખર તેને રીશિવ કરવા કાર લઇને આવતો. શિખરની યાદ આવતા તેની સાથેની ઘણી બધી યાદો એકસાથે ધસી આવી. ત્યાં અચાનક બસના માણસે બુમ પાડી “વૈભવ ચોક,બસ સ્ટેન્ડ” એ સાથે શિતલ વિચારોમાંથી બહાર આવીને બસમાંથી ઉતરી ગઇ. આખી રાતની મુસાફરીને લીધે તે થોડી થાકી ગઇ હતી. તેથી તે ત્યાં નજીકમાં આવેલ મુરલીધર ગેસ્ટહાઉસ પર ગઇ અને ન્હાઇ ધોઇ ફ્રેસ થઇને બહાર નીકળી ત્યારે સાડા દશ વાગી ગયા હતા. શિતલે પર્સમાંથી મોબાઇલ અને કિશને આપેલ કવર કાઢ્યુ અને તેમાં લખેલ મોબાઇલ નંબર ડાયલ કર્યો અને કહ્યુ “હું શિતલ બોલુ છું. હું અહી બસ સ્ટેન્ડ પાસે આવેલ મુરલીધર ગેસ્ટહાઉસ પાસે ઉભી છું. ” તેણે આટલુ કહ્યુ ત્યાં સામેથી ફોન કપાઇ ગયો. શિતલે ફોન પર્સમાં મુકી દીધો અને રાહ જોવા લાગી તે હજુ દશેક મિનિટ ઉભી હશે ત્યાં એક બ્લેક કલરની સ્વીફ્ટ તેની પાસે આવીને ઉભી રહી અને તેના ડ્રાઇવરે કહ્યુ “મિસ શિતલ કારમાં બેસી જાવ. ” શિતલ ડ્રાઇવરની પાસેની સીટમાં બેઠી એટલે કાર ઝટકા સાથે ઉપડી અને મોતીબાગ તરફ જવા લાગી. શિતલ આજુબાજુના દ્રશ્ય જોવામાં ખોવાઇ ગઇ આ બધાજ રસ્તા પરથી તે કેટલીય વખત શિખર સાથે નીકળી ચુકી હતી છતા તેને આ બધુ થોડુ અલગ લાગતુ હતુ. કાર મોતીબાગ સર્કલ પાસેથી જમણી બાજુ ટર્ન લઇ વંથલી તરફ દોડવા લાગી. શિતલે વિચાર્યુ કે આ લોકો મને ક્યાંક ફસાવવા તો નહી માંગતા હોયને? એ સાથેજ તેણે પર્સમાં હાથ નાખ્યો અને એક ચિજનો સ્પર્શ થતા તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. તે વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં કાર વાડલા ફાટક પાસે પહોંચી ડાબી બાજુ વળી અને પાસે આવેલ કોલોનીમાં દાખલ થઇ. શિતલે જોયુ તો કોલોનીમાં રસ્તાની બન્ને બાજુ મોટા મોટા બંગલા આવેલા હતા અને તેમાંના મોટા ભાગના બંગલામાં હજુ કામ ચાલુ હતુ એટલે કોઇ રહેવા આવ્યુ નહોતુ. કાર આ રસ્તાના છેડે જઇને રોકાઇ એટલે શિતલને ખબર પડી કે છેડાના બે બંગલા તૈયાર થઇ ગયેલા છે. શિતલ નીચે ઉતરી એટલે ડ્રાઇવરે તેને ઇશારાથી એક બંગલામાં જવાનું કહ્યુ એટલે શિતલ આગળ વધી અને દરવાજા પાસે પહોંચી ત્યાંતો દરવાજો ખુલી ગયો અને સામે એક અધેડ વયની સ્ત્રી આવી અને શિતલને કહ્યુ “મારી પાછળ આવો. ” એમ કહીને તે સ્ત્રી બાજુમાં આવેલ સીડી પર ચડવા લાગી એટલે શિતલ પણ તેની પાછળ ગઇ. હવે શિતલને થોડો ડર લાગતો હતો. પેલી સ્ત્રી ઉપર જઇને એક મોટા હોલમાં પ્રવેશી અને શિતલને તેણે સોફા બતાવી ત્યાં બેસવાનુ કહ્યુ અને તે અંદર આવેલ બીજા રૂમમાં ગઇ. થોડીવાર બાદ તે રૂમમાંથી એક યુવાન આવ્યો તેને જોઇને શિતલ તરતજ ઓળખી ગઇ અને મનમાં બોલી આતો પેલોજ યુવાન છે જે સુરતમાં સી. સી. ડીમાં મળવા આવ્યો હતો. તે કિશન હતો.

કિશને આવીને શિતલને કહ્યુ “વેલકમ મિસ. શિતલ. તમને પરેશાની થઇ એ બદલ સોરી. ” આટલુ બોલી તે શિતલના સામેના સોફામાં ગોઠવાયો. અને બોલ્યો “કેવી રહી મુસાફરી?”

શિતલ કંઇ બોલી નહી એટલે કિશને આગળ કહ્યુ “હા તો મિસ શિતલ તમારા પૈસા મને મળી ગયા છે. જો હવે હું તમને તમારા બધા સબુત ન આપુ અને શિખર સાથે બીજો સોદો કરૂ તો તમે શુ કરી શકો?”

એક તો શિતલ આટલા દિવસના માનસિક ત્રાસને લીધે થાકી હતી અને તેમા આગલી રાતની મુસાફરીનો થાક ભળ્યો અને તેમા કિશને આ વાક્ય બોલી આગમાં જાણે પેટ્રોલ છાટ્યુ હોય તેમ શિતલનો ગુસ્સો આસમાને પહોંચી ગયો એટલે તેણે પર્સમાં હાથ નાખ્યો અને ચપ્પુ હાથમાં આવતા તે કિશન તરફ ધસી પણ કિશન તેના હાવભાવ પરથી સાવધ થઇ ગયો હતો એટલે તેણે શિતલનો હાથ પકડી અને થોડો મરડ્યો ત્યાંજ તેના હાથમાંથી ચપ્પુ છુટી ગયુ. એટલે કિશને તેને ફરીથી સોફા પર બેસાડી દીધી અને બોલ્યો “ખોટી ચાલાકી નહી કરવાની તમને ખબર છે ને કે હવે બધા પતા મારી પાસે છે. અને તમારા ગુસ્સાને શાંત કરવાની દવા મારી પાસે છે. ” એમ કહી કિશન તેની પાસે પડેલી બે ત્રણ ફાઇલમાંથી એક શિતલને આપી. શિતલે ફાઇલ લઇને પહેલુ પેઝ વાંચ્યુ એ સાથેજ તેનો ગુસ્સો જતો રહ્યો અને તેના સ્થાને ડર આવી ગયો. એ જોઇ કિશને કહ્યુ

“શુ કેવી લાગી મારી ગુસ્સો દુર કરવાની દવા. ”

શિતલ તો આ ફાઇલ જોઇ શિતલ તો એકદમ ડરી ગઇ હતી. તે માંડ એટલુ બોલી શકી “આ રૂપેશના ઘરનો દસ્તાવેજ તમારી પાસે કયાંથી આવ્યો?”

આ સાંભળી કિશનના મો પર સ્માઇલ આવી ગયુ અને તે બોલ્યો “તમે જેની પાસે દસ્તાવેજ ગીરવી મુકી પૈસા લઇ આવ્યા તેને તો અમે પહેલેથીજ ખરીદી લીધો હતો. ”

આ સાંભળી શિતલ બોલી “ તમે ગદ્દાર છો અમે તમારા પર વિશ્વાસ રાખી પૈસા આપી દીધા હવે તમે અમારી સાથે વિશ્વાસઘાત ના કરી શકો. ”

આ સાંભળી કિશન ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “ વિશ્વાસઘાતની વાત તારા મો પરથી સારી નથી લાગતી. જેણે તને સાચા દિલથી પ્રેમ કર્યો. જેણે પોતાના ઘરના સભ્યોથી વિરૂધ જઇ તારી સાથે લગ્ન કર્યા. જેણે તને સપનામાં પણ ના વિચાર્યુ હોય તેવુ સુખ આપ્યુ તેની સાથે તે વિશ્વાસઘાત કર્યો. અને તુ મને કહે છે કે તમે વિશ્વાસઘાત ના કરી શકો. ”

આ સાંભળી શિતલની રહીસહી હિંમત પણ તુટી ગઇ અને તે રડવા લાગી. અને રડતા રડતા બોલી “મને ખબર છે કે મારી ભુલ થઇ ગઇ છે. હું શિખરની ગુનેગાર છું. હુ કયાં મોઢે તેની સામે જાવ. ”

આ સાંભળી કિશને કહ્યુ “ એક મિનિટ તમારે માફી માંગવી હોય તો તેની વ્યવસ્થા હું કરી આપુ છું. એમ કહી તેણે પેલી સ્ત્રીને કહ્યુ “માસી તમે આ મેડમનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપો. ”તરતજ તે સ્ત્રી બાજુના રૂમમાં ગઇ અને બે મિનિટ પછી ત્યાંથી શિખર બહાર આવ્યો શિખરને જોઇને શિતલ ઉભી થઇ અને તેની પાસે જઇને પગમાં પડી જોરથી રડતી રડતી બોલવા લાગી “શિખર પ્લીઝ મને માફ કરી દો. મારાથી ખુબ મોટી ભુલ થઇ ગઇ છે. મને ખબર છે કે મે તમારૂ દિલ તોડ્યુ છે. મને ખબર છે હું માફીને લાયક નથી. ” આમનેઆમ બોલતા બોલતા તે હિબકા ભરી રડવા લાગી. તે ક્યાંય સુધી રડતી રહી. પછી કિશને શિખરને ઇશારો કર્યો એટલે શિખરે તેને ઉભી કરી અને સોફા પર બેસાડી પાણીનો ગ્લાસ આપ્યો. શિતલ આખો ગ્લાસ એકજ ઘુટડે પી ગઇ. પાણી પીવાથી તેને થોડુ સારૂ લાગ્યુ અને તે શાંત થઇ એટલે શિખરે કહ્યુ “ તારે રૂપીયાજ જોઇતા હતા તો તે મને કહ્યુ હોતતો પણ હું તને આપી દેત. હું તને ખુબજ ચાહતો હતો. તારા વિશ્વાસઘાતને લીધે હું તો તુટી ગયો હતો. આ તો કિશન જેવા મિત્રને લીધે હું આ સદમામાંથી બહાર આવી ગયો. બાકી મારી જગ્યાએ કોઇ બીજો હોય તો આત્મહત્યાજ કરી લેત. ” શિખર બોલી રહ્યો હતો ત્યારે શિતલની આંખમાં પશ્ચાતાપના આશુ હતા. તે બોલી “શુ તુ મને પાછી અપનાવી ના શકે?”

આ સાંભળી શિખરે કહ્યુ “ના મારી નજરમાં તારૂ જે સ્થાન હતુ તે હવે નથી રહ્યુ. અને હું એવી વ્યક્તિને મારી પત્ની તરીકે સ્થાન ન આપી શકુ કે જે મારી નજરમાંથી ઉતરી ગઇ હોય. ”

શિખર બોલવાનુ પુરૂ કર્યુ એટલે રૂમમાં સનાટો થઇ ગયો. કિશને વાતનો દોર હાથમાં લેતા કહ્યુ “હા તો મિસ. શિતલ હવે આપણે એક સોદો કરશુ. ” એમ કહી કિશને એક ફાઇલ હાથમાં લીધી અને શિતલને કહ્યુ “આ તારા અને શિખરના ડીવોર્સની ફાઇલ છે. જો તુ તેમાં સાઇન કરી દે તો આ રૂપેશનો દસ્તાવેજ તને હમણાજ આપી દઇશુ અને ડીવોર્સ મળી જશે પછી તને દશલાખ રૂપીયા તારા એકાઉન્ટમાં જમા કરાવી દેશુ. બોલ સોદો મંજુર છે. ” શિતલે કહ્યુ “ડોક હલાવી હા પાડી. ” એટલે કિશને કહ્યુ “આ પણ શિખરનીજ તારા પર મહેરબાની છે. મે તો તેને માનહાનીનો દાવો કરી પાયમાલ કરી દેવાનીજ સલાહ આપી હતી પણ આતો તેની ખાનદાની છે કે તેણે કહ્યુ “ના મારે કોઇની હાય લેવી નથી. ” એટલેજ તને આ દશ લાખ મળે છે. ” એમ કહી કિશને શિતલને ફાઇલ આપી અને કઇ કઇ જગ્યાએ સહી કરવાની છે તે સમજાવ્યુ એટલે શિતલે બધેજ સહિ કરી દીધી.

કિશને તે ફાઇલ લઇ લીધી અને રૂપેશના ઘરના દસ્તાવેજની ફાઇલ શિતલને આપી દીધી. એટલે શિખરે કહ્યુ “શિતલ મે તો તને માફી આપી દીધી પણ ઇશ્વરે તારા પાપનો તરતજ હિસાબ કરીને બદલો આપી દીધો છે. આ કવર લે તેમા બધી વિગત છે એ જોઇ લેજે. પણ એટલુ યાદ રાખજે આ દસ્તાવેજ અને રૂપીયા તારી પાસે રાખજે. કેમકે રૂપેશને માત્ર તારા પૈસામાંજ રસ છે. ” આટલુ કહી તેણે શિતલને જવાનુ કહ્યુ. શિતલ બહાર નીકળી અને કારમાં બેઠી એટલે કાર ફરીથી જુનાગઢ તરફ જવા લાગી એટલે શિતલે પેલુ કવર ખોલ્યુ અને અંદર રહેલ ફોટોગ્રાફ જોઇ શિતલને જોરદાર આંચકો લાગ્યો. કવરમાં રહેલ ફોટોગ્રાફ્સ રૂપેશ અને બીજી કોઇ છોકરીના રોમાંસના હતા. આ જોઇ શિતલને ખુબજ દુ:ખ થયુ અને તેને શિખરના શબ્દો યાદ આવ્યા કે “ઇશ્વરે તારો હિસાબ કરી નાખ્યો છે. અને તેણેજ તને સજા કરી છે. ” આ સાથેજ તેની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી.

આ બાજુ શિતલ જેવી બંગલામાંથી બહાર નીકળી કે તરતજ શિખર કિશનને ભેટી પડ્યો અને બોલ્યો “યાર તે તારૂ વચન નીભાવી બતાવ્યુ. થેંક્યુ યાર. આજે દિલમાં એવી ઠંડક થઇ છે જે તારા જેવા મિત્રો જ કરી શકે. ” ત્યારબાદ બન્ને ત્યાંથી જવા માટે નીકળ્યા.

***

કિશનનું તે પછીનુ અઠવાડીયુ ખુબજ કામકાજમાં પસાર થયુ. નેહાને તેના કઝીનના લગ્ન હોવાથી તે પણ એક અઠવાડીયા માટે રજા પર હતી. અને ઇશિતાને પણ આજ અઠવાડીયામાં એક ઓફ કેમ્પસનું આયોજન થયુ હતુ જેમા મોબાઇલ લઇ જવાની મનાઇ હતી. એટલે આ અઠવાડીયુ કિશન માટે ખુબજ બોરીંગ અને થકવી નાખે તેવુ રહ્યુ. રોજ તે કોર્ટ જતો ત્યાં કામ પતાવી પછી ઓફીસ આવતો અને ઓફીસના બધા પેપર્સ મોડે સુધી તૈયાર કરતો અને પછી ઘરે જઇ તે અને ગણેશ ઉંઘી જતા. વચ્ચે વચ્ચે ગણેશ પણ તેને કોર્ટ પર મુકીને કોઇ કામ માટે જતો રહેતો. આમનેઆમ કિશન રૂટીન લાઇફથી કંટાળી ગયો હતો. આજે તે કોર્ટ પરથી ઓફીસ પર આવ્યો અને કામ કરવા લાગ્યો. કામ પતાવી તે બેઠો અને અચાનક તેનુ ધ્યાન કેલેન્ડર પર પડ્યુ એ સાથેજ તેના ચહેરા પર ચમક આવી ગઇ. આજે 29 ઓક્ટોમ્બર હતી અને કાલે 30 ઓક્ટોમ્બર એટલે કિશનનો જન્મદિવસ. કિશનને આ અઠવાડીયાના ભરચક સીડ્યુલ વચ્ચે યાદજ ના આવ્યુ કે તેનો બર્થડે આવે છે. અને આ વખતે ઇશિતા સાથે પણ વાત નહોતી થતી નહીતર તો તે અઠવાડીયા પહેલાથીજ કિશનને રોજ યાદ કરાવે કે તારો બર્થડે આવે છે. આ યાદ આવતાજ કિશન ઉદાસ થઇ ગયો. થોડીવાર તે એમજ વિચાર કરતો બેસી રહ્યો કે કાલે તો શુ કરીશ? ઇશિતા પણ નથી. ચાલ કાલે જામનગર મમ્મીને મળતો આવુ આમ પણ હમણા ઘણા સમયથી ગયો નથી અને કાલે જઇશ તો મમ્મીના આશીર્વાદ પણ મળશે. આમનેઆમ વિચાર કરતો તે બહાર નીકળ્યો અને ગણેશ કાર લાવ્યો એટલે તેની બાજુની સીટમાં બેઠો. ઘરે જઇ જમીને સુઇ ગયો. પણ ત્યારે તેને ખબર નહોતીકે કાલનો તેનો દિવસ અત્યાર સુધીના બધાજ બર્થડે કરતા અલગ જ જવાનો છે.

કિશન બીજા દિવસે વહેલો ઉઠ્યો અને ઉઠી સ્નાન કરી તૈયાર થઇ તે ભુતનાથ મહાદેવના મંદિર પર ગયો. તે નાનો હતો ત્યારથી તે તેના દરેક જન્મદિવસે વહેલો ઉઠી મમ્મી-પપ્પાને પગે લાગી પછી ગામમાં આવેલ મહાદેવના મંદિરે દર્શન કરવા જતો. તે દિવસે તેના મમ્મી તેની સ્પેશિયલ પુરણપોળી બનાવતા. આજે પણ એજરીતે તે ભુતનાથ મહાદેવના મંદિરે ગયો અને ત્યાંથી તેણે ગણેશને કહ્યુ “વાડલા ફાટક લઇલે”. ગણેશે કારને વાડલા ફાટક તરફ જવા દીધી ત્યાં જઇ કિશને શિશુમંગલ સ્કુલ પાસે કાર ઉભી રખાવી. શિશુમંગલ સ્કુલ એ મંદબુધ્ધી બાળકોની સ્કુલ હતી. કિશન છેલ્લા ત્રણ વર્ષથી દર જન્મદિવશે તે અહી આવતો અને બાળકોને જમણવાર માટે ડોનેશન આપતો. હવે તો તેના ટ્રસ્ટી પણ કિશનને ઓળખતા થઇ ગયા હતા. આજે પણ કિશને સાથે લાવેલ 20000 રૂપીયાનો ચેક ટ્રસ્ટીને આપ્યો અને કહ્યુ “મારા તરફથી છોકરાનો જમણવાર કરજો અને જે વધે તે જમા કરી દેજો અને કોઇ સારા કામમાં વાપરજો. ” અને ત્યારબાદ તે ત્યાંથી નીકળી કોર્ટ પર જવા નીકળ્યો. ત્યાં રસ્તામાંજ નેહાનો ફોન આવ્યો અને તેણે કિશનને શુભેચ્છા આપી અને કહયુ કે કાલથી જોબ પર આવી જશે. કિશન કોર્ટ પહોંચી કામ પર લાગ્યો ત્યાં થોડીવાર બાદ મનિષનો ફોન આવ્યો અને કહ્યુ “ હાય હેપી બર્થડે ડીઅર. ” કિશને કહ્યુ “થેંક્યુ વેરી મચ. ”

એટલે મનિષે કહ્યુ “બોલ ક્યારે પાર્ટી આપે છે? સાંજે આવી જઉં?”

“તારી પાર્ટી હું પછી આપી દઇશ. આજે તો હું મમ્મીને મળવા જવાનો છું. એટલે ત્રણેક વાગે જામનગર જવા નીકળીશ. ” પછી મનિષનો ફોન પતાવી કિશન ફરીથી કામે લાગી ગયો. વચ્ચે વચ્ચે પ્રિયા,સુનિલ,મોહિત અને શિખરના ફોન આવી ગયા. બધાએ જ કિશનને શુભેચ્છા આપી. કિશને વિચાર્યુ આટલી બધી શુભેચ્છા આવી પણ ઇશિતાની શુભેચ્છા વગર જે ખુશી થવી જોઇએ તે થતી નથી. કિશન અને ઇશિતા મળ્યા પછી આ પહેલો જન્મદિવસ હતો કે જેમા ઇશિતા સાથે નહોતી કે ઇશિતાનો ફોન પણ નહોતો. છેલ્લે 12 વાગ્યે સ્મૃતિમેડમનો ફોન આવ્યો. તેમણે પણ કિશનને શુભેચ્છા પાઠવી. કિશન દર વર્ષની જેમ આજે પણ કોર્ટથી છુટીને સ્મૃતિમેડમને પગે લાગવા જવાનો હતો એટલે કિશને કહ્યુ “હું કોર્ટથી છુટીને તમને મળવા આવીશ. ”

આ સાંભળી સ્મૃતિ મેડમે કહ્યુ “ ના મારે પણ તારૂ થોડુ કામ છે એટલે તુ મને છ વાગે હુ એડ્રેસ સેંડ કરીશ ત્યાં મળવા આવજે. ”

કિશનને થયુ કે કહી દઉ કે મારે સાંજે જામનગર જવુ છે પણ તેને વિચાર આવ્યોકે સ્મૃતિ મેડમે તેના માટે ઘણુ બધુ કર્યુ છે. તેને આ રીતે ના પાડવી યોગ્ય નથી એટલે તેણે જામનગર જવાનો પ્રોગ્રામ બીજા દિવસ પર રાખી. મેડમને કહ્યુ “સારૂ હું આવી જઇશ. ” ત્યારબાદ કિશન કોર્ટથી નીકળી ઓફીસ પર ગયો અને ઓફીસમાં બેસી કામ પતાવવા લાગ્યો. કામ પતાવી તે ફ્રી થયો એટલે તેણે મનિષને ફોન કર્યો અને કહ્યુ “એલા સ્મૃતિ મેડમનો ફોન હતોકે તેને મારૂ કંઇક કામ છે એટલે જામનગર જવાનુ કેન્સલ થયુ છે. તો રાત્રે મળીને અને સાથે જમીશુ. ”

“તારે કેટલા વાગે સ્મૃતિ મેડમને મળવા જવાનું છે?”

“છ વાગે મળવાનું છે પણ ક્યાં મળવાનુ છે તે હજુ નક્કી નથી. એ તો મેડમ મને મેસેજ કરશે પછી ખબર પડશે. ”કિશને કહ્યુ.

“તો એક કામ કર તું કમ્પ્લીટ તૈયાર થઇને જ સ્મૃતિમેડમને મળવા જજે. હું તને ત્યાંથીજ પીકઅપ કરી લઇશ. ” એમ કહી મનિષે વાત પુરી કરી ફોન મુકી દીધો. ત્યારબાદ કિશન ઓફીસ બંધ કરીને રૂમ પર ગયો અને થાકેલો હોવાથી 5 વાગ્યાનો એલાર્મ સેટ કરી અડધો કલાક ઉંઘી ગયો. અડધા કલાક પછી એલાર્મ વાગ્યો એટલે તે ઉઠ્યો એન બાથ લઇને તૈયાર થયો. આજે તેનો બર્થડે હોવાથી તેણે ઉપર વી-નેક નુ બ્લેક કલરનું ડીઝાઇનર હાફ સ્લીવ ટીસર્ટ અને નીચે બ્લ્યુ ડેનીમ પહેર્યુ અને તૈયાર થઇ નીચે ઉતર્યો એટલે ગણેશ કાર લઇને આવ્યો. કારમાં બેઠો અને મોબાઇલમાં મેસેજમાં એડ્રેશ જોઇને કિશને કહ્યુ “ડો. ચિખલીયાના દવાખાના પાસે લઇ લે. ગણેશે કારને બસ સ્ટેન્ડ તરફ જવા દીધી. 10 મિનિટમાં ડો. ચિખલીયાનું દવાખાનુ આવી જતા કિશને કહ્યુ “ત્યા તળાવની પાળી પાસે કાર પાર્ક કરી દે. ”

ગણેશે કાર વ્યવસ્થિત પાર્ક કરી એટલે બન્ને કારમાંથી નીકળી પ્લેઝર કલર લેબવાળી બીલ્ડીંગમાં લીફ્ટમાં ચોથા માળે પહોંચ્યા. અને લીફ્ટમાંથી બહાર નીકળ્યા તો લોબીમાં અંધારૂ હતુ. અને બધીજ ઓફીસ બંધ હતી. લોબીના છેડે છેલ્લી ઓફીસમાં લાઇટ ચાલુ દેખાઇ એટલે કિશન તે તરફ આગળ વધ્યો કેમકે એડ્રેશમાં માત્ર પ્લેઝર કલર લેબના બીલ્ડીંગમાં ચોથો માળ એટલુજ લખ્યુ હતુ. કિશન અને ગણેશ લોબીમાં થોડા આગળ વધ્યા અને લાઇટ દેખાતી હતી તે ઓફીસથી ત્રીજી ઓફીસ પાસે પહોંચ્યા ત્યાં તો અચાનક લોબીની બધીજ લાઇટો ચાલુ થઇ ગઇ. આ જોઇને કિશન ચોકી ગયો. અને હજુ તે આગળ કંઇ વિચારે ત્યાંતો તેની ઉપર છતમાં રહેલ એક ફુગ્ગો ફુટ્યો અને તેમાંથી ગુલાબની પાંખડીઓનો કિશન પર વરસાદ થયો. કિશનતો ફુગ્ગો ફુટવાના અવાજથી ડરી ગયો હતો. તેને આ ફુલવર્ષા થઇ એટલે થોડી રાહત થઇ. પણ તે હજુ કંઇ આગળ વિચારે એ પહેલાતો પેલી લાઇટ દેખાતી હતી તે ઓફીસમાંથી અવાજ આવ્યો કોઇ મધુર સુરે ગાઇ રહ્યુ હતુ “હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ ડીઅર કિશન. ” પણ હજુ તો ગીત પુરૂ થાય તે પહેલા કિશન અવાજ ઓળખી ગયો અને “ઇશિતા” બોલીને દોડ્યો. તે જેવો ઓફીસમાં દાખલ થયો અને જોયુ તો તેની આંખો પહોળી થઇ ગઇ. તેને વિશ્વાસ નહોતો આવતો કે આ હકીકત છે કે સપનુ. સામે ઇશિતા, પ્રિયા,નેહા,મનિષ,સુનિલ, મોહિત અને શિખર હસતા હસતા ઉભા હતા. કિશન જોઇને બધાએ બર્થડે સોંગ એકસાથે ગાયુ. કિશનતો આ જોઇને આભો બની ગયો. ગીત પુરૂ થયુ એટલે કિશન આગળ વધ્યો “તમે બધાએ મને ઉલ્લુ બનાવ્યો એમને” એમ કહી બધાને ભેટ્યો અને છેલ્લે ઇશિતાને વળગી પડ્યો. ઇશિતાએ ધીમેથી કાનમાં કહ્યુ “હેપી બર્થડે. કિસુ. આઇ લવ યુ. ” કિશને પણ ધીમેથી કહ્યુ “થેંક્યુ વેરી મચ સ્વીટી. લવ યુ ટૂ. ” અને બન્નેની આખો ભીની થઇ ગઇ આ જોઇ પ્રિયા બોલી “ ઓય અમે લોકો અહી ઉભા છીએ એ યાદ છે ને?” આ સાંભળી કિશન અને ઇશિતા છુટા પડ્યા અને બધા હસી પડ્યા.

ત્યાં તો નેહા બાજુની ઓફીસમાંથી કેક સાથે બહાર આવી. પછી કિશને કેક કાપીને ઇશિતાને ખવડાવી. તેમાંથી થોડી લઇ ઇશિતાએ કિશનને ખવડાવી. ત્યારબાદ કિશને વારા ફરતી બધાને કેક ખવડાવી અને ફોટોગ્રાફ્સ લીધા એટલે શિખરે કહ્યુ “ઇશિતા હવે સરપ્રાઇઝ ગીફ્ટનો વારો. ” એટલે આ સાંભળી ઇશિતાએ કિશનને કહ્યુ “ચાલ તારી આંખો બંધ કર. ” કિશને આંખો બંધ કરી એટલે ઇશિતા તેને ઓફીસની બહાર લઇ ગઇ અને આંખો ખોલવા કહ્યુ. કિશને આખો ખોલી તો સામે એક પડદો હતો. ઇશિતાએ તે હટાવવાનું કહ્યુ એટલે કિશને પડદો હટાવ્યો તો સામે ઓફીસની નેમ પ્લેટ હતી એમા લખ્યુ હતુ “ PANDYA LEGAL AND CONSULTING FIRM” અને નીચે લખ્યુ હતુ “ADVOCATE KISHAN K PANDYA. (B. A L. L. B)” આ જોઇ કિશનતો અવાચક બની ગયો અને બોલ્યો આ બધુ કોણે કર્યુ?” એ બધી વાત પછી કરીશુ પહેલા તારી ઓફીસ જોઇતો લે. એમ કહી બધા અંદર દાખલ થયા. હવે કિશને આખી ઓફીસ વ્યવસ્થિત જોઇ. સામે બે ચેમ્બર હતી અને તેની આગળ લાકડાના પાર્ટીશન પાડીને બીજી ચાર બેસવાની જગ્યા બનાવી હતી. નાની કંપની હોય તેવી આખી રચના હતી. ઇશિતા કિશનને સામે રહેલી કેબીનમાં લઇ ગઇ અને બોલી આ તારી ચેમ્બર છે. કિશને જોયુ તો એક મોટુ “L” આકારનું ટેબલ હતુ ટેબલની પેલી બાજુ તેના માટે એક રીવોલ્વીંગ ચેર અને તેની પાછળની દિવાલ પર તેના મમ્મી પપ્પાનો ફોટો હતો. ટેબલની આ બાજુ વીઝીટર્સ માટે બે ત્રણ ચેર હતી. અને આજુબાજુ ફર્નીચર અને કેબીનમાં એટેચ્ડ બાથરૂમ હતુ. આ જોઇ કિશન ખુશ થઇ ગયો અને બોલ્યો “હું કઇ રીતે મારી ખુશી વ્યકત કરૂ તે જ મને તો સમજાતુ નથી. થેંક્યુ વેરી મચ. ” આ સાંભળી પ્રિયાએ કહ્યુ “હજુ કંઇક બાકી છે. તારે જે કહેવુ હોય તે પછી કહેજે. પહેલા હજુ એક વખત આંખ બંધ કરી દે. કિશને ફરીથી આંખ બંધ કરી એટલે પ્રિયા તેને હાથ પકડીને બહાર લઇ ગઇ અને પછી સીડી ચડાવી ઉપરના ટેરેશ પર લઇ આવી. ત્યાં આવી. પછી પ્રિયાએ કિશનને આંખ ખોલવા કહ્યુ. કિશને આંખ ખોલીને જોયુ તો ઉપર એક સરસ પેન્ટહાઉસ હતુ. અડધા ભાગમાં સુંદર પેન્ટહાઉસ અને અડધા ભાગમાં ખુલ્લુ હતુ. જ્યાં આજુબાજુ કુંડા મુકી મસ્ત ફુલઝાડ વાવેલા હતા. સામે નરસિંહમહેતા સરોવરનુ અનુપમ દ્રશ્ય. આ નજારો જોઇ કિશનનેતો જાણે સ્વપ્નની દુનિયામાં ફરતો હોય તેવુ લાગ્યુ. ઇશિતાએ તેનો હાથ ખેંચ્યો અને બોલી આ બાજુ ચાલ તો ખરો. એટલે કિશન પેન્ટહાઉસમાં દાખલ થયો. ત્યાં ઇશિતા અને બધા મિત્રો સામે ઉભા હતા. કિશને જોયુ તો મોટો હોલ હતો. અને તેની બાજુમાં પાર્ટીશન પાડી કિચન. કિચનની સામે એક સ્ટોરરૂમ અને ડાયનીંગ ટેબલ અને તેની બાજુ મા વોશબેઝીન. કિચન અને ડાયનીંગ એરીયા પાસે આગળ ગેલેરીમાં જઇએ એટલે બન્ને બાજુ પર એક એક બેડરૂમ પડે અને ગેલેરીમાં આગળ જઇ એટલે સામે મોટો માસ્ટર બેડરૂમ. આ બધુ જોતા જોતા કિશન માસ્ટર બેડરૂમમાં દાખલ થયો અને જોયુતો સામે મોટો ડબલ બેડ અને તેની ઉપર કિશન અને ઇશિતાનો સોમનાથના દરીયા કાંઠે પાડેલો ફોટો ફુલ સાઇઝમાં બનાવી લગાવેલો હતો. અને આજુબાજુ ફર્નીચર અને એટેચ સંડાસ બાથરૂમ અને તેની બાજુમાં ચાર જણા ખુરસી નાખીને બેસી શકે તેવી ગેલેરી. ગેલેરીમાં બેસો એટલે ત્યાંથી આગળનો રસ્તો અને ઝાંઝરડા રોડ તરફ જતો રસ્તો દુર સુધી દેખાય આ બધુ જોઇ કિશનતો જાણે બીજીજ કોઇ દુનિયામાં આવી ગયો હોય તેમ મંત્રમુગ્ધ થઇ ગયો. તેણે પુછ્યુ “આ બધુ કોણે કર્યુ?. ” તેને અંદાજતો હતોજ કે આ શિખરનુજ કામ છે. ઇશિતાએ કહ્યુ “આ તો શિખરનુજ આયોજન છે. ” આ સાંભળી કિશન શિખર પાસે ગયો અને તેને ભેટી પડ્યો. તે કંઇ કહે તે પહેલાજ શિખરે કહ્યુ “વાત બધી પછી કરીશુ પહેલાતો તારે પાર્ટી આપવી પડશે. ”

“ચાલો બધા નીચે ઓફીસમાં બેસીને નક્કી કરીએ કે શુ કરવુ?” પ્રિયાએ કહ્યુ. એટલે બધા નીચે ઓફીસમાં ગયા અને બેઠા એટલે કિશને કહ્યુ “બોલો બધાએ શુ ખાવુ છે? તમે ગીફ્ટ એટલી મોટી આપી છે એટલે પાર્ટી પણ મારે મોટીજ આપવી પડશેને?” આ સાંભળી સુનિલે કહ્યુ “જો ભાઇ આ તારી વ્યવસ્થામાં બપોરે તો નાસ્તો જ કરેલો છે એટલે અત્યારે તો ફુલ ડીશ જ ખાવી છે. ”

શિખર પણ તેની સાથે સંમત થતા કહ્યુ “હા,સાદુ અને મસ્ત કાઠીયાવાડી ખાવુ છે. ”

આ સાંભળી કિશને કહ્યુ “અરે કાઠીયાવાડીતો તમને એવુ ખવડાવુ કે આગળા ચાંટતા રહી જશો. ” એમ કહી કિશને હિંગળાજ હોટલ વાળા જશાભાઇને ફોન લગાવ્યો સરસ વ્યવસ્થા કરવા કહી ને ફોન મુક્યો ત્યાં તો સ્મૃતિ મેડમ ઓફીસમાં દાખલ થયા. એટલે બધા ઉભા થઇ ગયા. કિશન અને ઇશિતા સ્મૃતિ મેડમને પગે લાગ્યા. સ્મૃતિ મેડમે કિશનને ગીફ્ટ આપી. એટલે કિશને કહ્યુ

“મેડમ તમને આ બધી કઇ રીતે ખબર પડી?” આ સાંભળી સ્મૃતિમેડમ હસી પડ્યા અને બોલ્યા. એ બધુ તો તને ઈશિતા કહેશે પણ મારે તને એક વાત કહેવી છે કે “તું નસીબદાર છેકે તને ઇશિતા જેવી પ્રેમીકા મળી છે. જે તારા માટે કંઇ પણ કરવા તૈયાર છે. તો હવે તમે ઘરે વાત કરો અને તમારા સંબંધ પર પરીવારની મંજુરીનો સીક્કો લગાવી દો. અને તેમાં મારી કોઇ પણ જરૂર હોય તો કહેજો. ” આ સાંભળી કિશને ઇશિતા સામે જોયુ અને બન્નેને જ મેડમની વાત યોગ્ય લાગી. ત્યારબાદ મેડમ જતા રહ્યા. એટલે બધા જમવા માટે નીચે ઉતર્યા. કિશનની, મનિષની અને શિખરની કારમાં બધા નિકળ્યા. ઝાંઝરડા રોડ પર થઇ બધા બાયપાસ પર પહોંચ્યા અને ત્યાંથી જમણી બાજુ વળી બાયપાસ પર રાજકોટ તરફ કાર દોડવા લાગી. 10 મિનિટમાં તો કાર ખામધોડ ચોકડી પાસે આવેલ હિંગળાજ હોટલ પહોંચી ગઇ. કાર પાર્ક કરી બધા નીચે ઉતર્યા એટલે કિશનને જોઇને જશાભાઇ તે લોકો પાસે આવ્યા એટલે કિશને હાથ મિલાવ્યા અને કહ્યુ “ આ બધા મારા મિત્રો છે. આજે મારો જન્મદિવસ છે એટલે મસ્ત પાર્ટી આપવા માટે લાવ્યો છું. બધા ખુશ થઇ જાય તેવુ ખવડાવો. ” આ સાંભળી જશાભાઇએ કહ્યુ “ અરે આ જો તમારા માટે બહાર જ સરસ વ્યવસ્થા કરી છે ત્યાં બેસો તો ખરા. ”કિશનને બધા મિત્રો ત્યાં બેઠા એટલે જશાભાઇએ વેઇટરને કહી પાણીની બોટલ અને મેનુ મુકાવી અને પછી કહ્યુ “હવે તમારે જે કંઇ પણ ખાવુ હોય તે કહો એટલે તમારા માટે સ્પેશિયલ બનાવડાવુ. ” કિશને બધાને પુછ્યુ અને પછી ઓર્ડર આપ્યો. એટલે જસાભાઇએ અંદરથી રસોઇયાને બોલાવીને કહ્યુ “જો આ મારા મિત્રો છે તેનો આ ઓર્ડર અત્યારેજ બનાવજે અને જોજે તે લોકોની ફરીયાદ ના આવવી જોઇએ. ” પછી કિશન તરફ ફરીને કહ્યુ “તમે લોકો બેસો ત્યાં હમણા ઓર્ડર આવી જશે અને શાંતિથી જમજો. કંઇ પણ જોઇએ તો આ ત્રણ વેઇટર અહીજ છે તેને કહી દેજો. ” આટલુ કહી જશાભાઇ તેના કાઉન્ટર પર જતા રહયા.

જશાભાઇ ગયા એટલે બધા મિત્રો વાતો કરવા લાગ્યા. આજે કિશનનું આખુ ગૃપ સાથે હતુ અને તેમા ત્રણ મિત્રો મોહિત શિખર અને નેહા જોડાયા એટલે બધા ખુશ હતા અને વાતો કરતા હતા. થોડીવારમાં ઓર્ડર આવી ગયો એટલે વેઇટરે બધાને પીરસી દીધુ અને બધા જમવા લાગ્યા એટલે કિશને કહ્યુ “હવે તો મને કહો કે આ બધુ કઇ રીતે કર્યુ?”

આ સાંભળી ઇશિતાએ કહ્યુ “આ બધાની શરૂઆત શિખરેજ કરેલી એટલે તેજ વાત કરશે. ”

આ સાંભળી બધા શિખર સામે જોવા લાગ્યા એટલે શિખરે વાતની શરૂઆત કરતા કહ્યુ “ આ પ્લાનની શરૂઆત સુરતથી થઇ છે. હું તને મળવા આવ્યો. તે મને બધી વાત જણાવી કહ્યુ કે હું બધુ સંભાળી લઇશ. એ વાત મારા દિલને સ્પર્શી ગઇ એટલે મે જઇને મારા મમ્મી પપ્પાને આ વાત કરી તો તેણે પણ કહ્યુ કે આ માણસે ખરેખર આપણને દિલથી મદદ કરી. પછી એક દિવસ હું તારી ઓફીસ પર ગયો હતો તો મે એક વાર અચાનક નેહાને કહ્યુકે

“કિશને હવે ઓફીસ કોઇ સારી જગ્યાએ સીફ્ટ કરવી જોઇએ. ”

આ સાંભળી નેહાએ કહ્યુ “હા તમારી વાત સાચી છે હવે કિશનભાઇએ તેના સ્ટેટસ પ્રમાણે ઓફીસ રાખવી જોઇએ અને ઘર પણ વ્યવસ્થિત રાખવુ જોઇએ. એ આવે એટલે હું તેને આ વિશે વાત કરવાનીજ છું. ” આ સાંભળી અચાનક મારા મગજમાં એક પ્લાન આવ્યો એટલે થોડુ વિચારી મે નેહાને કહ્યુ “તુ હમણા કિશનને કંઇ કહેતી નહી. મારા મગજમાં એક પ્લાન છે. જે હું ફાઇનલ કરી તને વાત કરૂ છું” ત્યાર પછી મે મારા પપ્પાને વાત કરીકે “આપણુ પેલા પ્લેઝર કલર લેબ પરની ઓફીસ અને પેન્ટાહાઉસ છે તે કિશનને આપી દેવાનો મારો વિચાર છે. ” તો તેણે કહ્યુ “હા તેણે આપણા માટે ઘણુ કર્યુ છે. હવે તારે મને પુછવાની જરૂર નથી તુ પણ બીઝનેશ સંભાળે છે એટલે એવા નીર્ણય તુ તારી રીતે લઇ શકે છે. અને આમપણ આ મારૂ બધુ છે એ તારા માટેજ છે ને. ”

આ સાંભળી મે આ પ્લાન ફાઇનલ કરી નાખ્યો અને નેહાને મળીને વાત કરી તો તે એકદમ ખુશ થઇ ગઇ અને બોલી “આ વાત આપણે ઇશિતાને કરીએ તો તે આપણને ચોક્કશ મદદ કરશે. ” પછીની વાત હવે નેહા તમને કરશે. ” આમ કહી શિખરે વાતનો દોર નેહાના હાથમાં આપ્યો એટલે નેહાએ વાત આગળ વધારતા કહ્યુ “શિખરે મને વાત કરી એટલે હું તો ખુશ થઇ ગઇ અને એ વાત મે ઇશિતાને ફોન પર કરી તો તે તો આ સાંભળી એકદમ ઉછળી જ પડી અને બોલી “નેહા,યાર તો તો આ પ્લાન આપણે હમણા કિશનનો બર્થડે આવે છે ત્યારેજ અમલમાં મુકીએ અને મારે પણ ત્યારે એક અઠવાડીયાની રજા છે એટલે હું પણ આવી શકીશ. ”

આ વાત મને પણ ગમી એટલે પછી અમે બધી વ્યુહ રચના તૈયાર કરી. અને અમે બધી ફર્નીચર અને ઇંટીરીયર ની પસંદગી અમે બન્નેએ કરી તે પ્રમાણે શિખરે કામ કરાવ્યુ અને વચ્ચે વચ્ચે હું ઇશિતાને ફોટોગ્રાફસ મોકલતી રહેતી. અને છેલા વિકમાં મે રજા રાખી અને આ બધુ કામ પતાવ્યુ. ત્યારબાદની બધી વ્યવસ્થા ઇશિતાએ કરી છે એટલે આગળની વાત ઇશિતા કરશે. ” આટલુ કહી નેહાએ વાતનો દોર ઇશિતાના હાથમાં સોપ્યો. ઇશિતા વાત કરવાની શરૂઆત કરતી હતી ત્યાં જશાભાઇ આવ્યા અને બોલ્યા “કિશનભાઇ આમ વાતો જ ના ચાલે પહેલા પેટ ભરીને ખાઇલો. નહીતર આ બધુ ઠંડૂ થઇ જશે તો મજા નહી આવે અને તમે કહેશો કે જશાભાઇએ ધ્યાન ના રાખ્યુ. ” આ સાંભળી કિશને કહ્યુ “હા ભાઇ વાત સાચી છે. ચાલો પહેલા ખાઇલો પછી શાંતિથી વાતો કરીશુ. ” પછી બધા જમવા લાગ્યા અને વેઇટર પણ ગરમાગરમ પીરશવા લાગ્યા. જમી લીધા પછી કિશને વેઇટરને બધા માટે આઇસ્ક્રીમ લાવવાનું કહ્યુ એટલે વેઇટર ટેબલ સાફ કરીને આઇસ્ક્રીમ લાવ્યો. કિશને આઇસ્ક્રીમ ખાતા ખાતા કહ્યુ “ચાલ ઇશિ હવે તારી વાત કર. ” આ સાંભળી ઇશિતાએ વાત કરવાની શરૂઆત કરી “મને નેહાનો ફોન આવ્યો એટલે હું તો ખુબ ખુશ થઇ ગઇ અને પછી અમે વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી અને પછી મે મનિષ,પ્રિયા અને સુનિલને ફોન કર્યો તો બધાએજ કહ્યુ કે અમે આવીશુ એટલે પછી છેલ્લે આ પ્લાન ફાઇનલ કરી અને હું કાલે સવારે અહી આવી. પછી અમે આ બાકી તૈયારી કરી અને સુનિલ અને પ્રિયા આજે સવારે આવ્યા. ” ઇશિતાએ વાત પુરી એટલે મનિષે કહ્યુ “બધુ સરસ ચાલતુ હતુ. ત્યાં એક પ્રોબ્લેમ આવ્યો. મે તને ફોન કર્યો તો તે કહ્યુ કે હું તો સાંજે જામનગર જઉં છું. એટલે અમે બધા મુંઝાયા કે હવે તને રોકવો કઇ રીતે. આનો ઉકેલ ઇશિતાજ લાવી તે સ્મૃતિમેડમ પાસે ગઇ અને આખી વાત કરી તને રોકી રાખવા માટે કહ્યુ. એટલે સ્મૃતિમેડમે કહ્યુ “તમે તમારો પ્લાન આગળ વધારો કિશનને ત્યાં પહોંચાડવાની જવાબદારી મારી. અને આગળ તો હવે તને ખબર જ છે” એમ કહી મનિષે વાત પુરી કરી.

આ સાંભળી કિશને શિખર સામે જોઇને કહ્યુ “જો શિખર તારી લાગણી અને મિત્રતા માટે મને માન છે. પણ આ ગીફ્ટ હું ના લઇ શકુ આ ની કિમત તો અંદાજે એક કરોડ થાય. તુ ખોટુ નહી લગાડતો પણ આ મારાથી નહી સ્વીકારી શકાય. ”

આ સાંભળી બધા સ્તબ્ધ થઇ ગયા અને બધાનું ધ્યાન શિખર પર હતુ કે તે શુ કહે છે?

“જો કિશન પહેલા એક વાતનો જવાબ આપ કે તુ મને તારો મિત્ર માને છે કે નહી?”

શિખરે કિશન તરફ જોઇ કહ્યુ.

“અરે યાર તુ મારો મિત્ર તો છેજ પણ” કિશન આટલુ બોલ્યો ત્યાં વચ્ચેજ તેની વાત કાપી શિખર બોલ્યો “તો બસ. હવે હું કહુ છું તે સાંભળ. તે જે મારા માટે કર્યુ છે તેના કરતા આ વસ્તુની કિમત્ત ખુબ ઓછી છે. જો શિતલે મને બ્લેક મેઇલ કરી છુટાછેડા લેવાની ધમકી આપી હોત તો મારે તેને એકાદ કરોડ તો આપવા જ પડ્યા હોત. અને મારી ઇજ્જત પણ ગઇ હોત. આની સામે હું તને આપુ છું તેમા મારો પણ સ્વાર્થ છે. આપણા કરાર મુજબ તુ મારા માટે લીગલ એડવાઇઝર તરીકે કામ કરવાનો છે અને મારી બધીજ લીગલ મેટર તુ સભાળીશ તો મે તને તેના બદલામાં આ પાંચ વર્ષનું પેમેન્ટ એડવાન્સ આપ્યુ એમ સમજ. એટલે હવે પછીના મારા પાંચ વર્ષ સુધી બધા કામની ફી આ ગીફ્ટમાં આવી ગઇ છે એટલે તેમાં મને પણ કોઇ નુકશાન નથી. અને સાંભળ જો તારે મારી સાથે મિત્રતા રાખવી ના હોય તો ના પાડી દે આપણે આજથીજ છુટા. ” શિખર આ બોલી શાંત થયો એટલે કિશન પોતાના સ્થાન પરથી ઉભો થયો અને શિખરને ભેટી પડ્યો. અને બોલ્યો “થેંક્યુ વેરી મચ. ” પછી કિશન એક પછી એક બધા મીત્રોને ભેટ્યો અને કહ્યુ “આભાર મિત્રો. તમે લોકો એ જે મારા માટે કર્યુ છે તે માટે તમારો બધાનો આભાર” છેલ્લે મોહિતે કહ્યુ “કિશન ક્યારથી નવી ઓફીસ ચાલુ કરે છે. હું મારા ન્યુઝપેપરમાં નવુ એડ્રેસ છાપી દઇશ. અને થેંક્યુ યાર આટલા સરસ લાગણીશિલ મિત્રના ગૃપમાં મને સામેલ કરવા માટે. ” પછી થોડીવાર બધા બેઠા અને કિશન જશાભાઇ પાસે ગયો અને બિલ માટે કહ્યુ તો જશાભાઇએ કહ્યુ “કિશનભાઇ તમારી પાસેથી પૈસા થોડા લેવાય?”

“જો જશાભાઇ તમે ઇચ્છતા હોય કે હું હવે પછી અહી પાછો ક્યારેક જમવા માટે આવુ તો તમારે પૈસા તો લેવાજ પડશે. ” એમ કહી કિશને ધરારથી જશાભાઇને પૈસા આપ્યા અને પછી બધા જવા માટે કાર તરફ ગયા. કિશને નેહાને કહ્યુ “ચાલ હું તને ઘરે ઉતારતો જઇશ. ”ત્યાં શિખરે કહ્યુ “હું તે બાજુથીજ જવાનો છુ એટલે તેને ઉતારતો જઇશ. ” નેહા પણ તેમા સંમત થઇ. નેહા જ્યારે વાત કરતી હતી ત્યારે પણ કિશને નોંધ્યુ હતુ કે તે વારે વારે શિખર તરફ જોઇ લેતી. અને અત્યારે પણ તે સાથે જવા ઇચ્છતા હતા એટલે કિશને વિચાર્યુ ક્યાંક નેહા અને શિખર વચ્ચે કોઇ સંબંધ તો નથીને? એટલે તેણે નેહાને કહ્યુ “સારૂ પહોંચી મને ફોન કરી દેજે. ” સુનિલ મનિષને ત્યાંજ ઉતર્યો હતો એટલે મનોષ,મોહિત , સુનિલ અને પ્રિયા મનિષની કારમાં ગયા. શિખર અને નેહા શિખરની કારમાં ગયા પછી ગણેશ કિશનની કાર લઇને આવ્યો એટલે કિશન અને ઇશિતા પાછળની સીટ પર બેસી ગયા. ગણેશે કારને જુનાગઢ તરફ જવા દીધી. કિશને ઇશિતાનો હાથ પકડી લીધો અને બોલ્યો “તે તારા પપ્પાને અહી આવવાનું શું કારણ આપ્યુ?”

“મે તો તેને સાચુજ કહી દીધુ કે મારા મિત્ર કિશનની નવી ઓફીસનુ ઉદઘાટન છે અને તેની બર્થડે પાર્ટી છે અને બધા મિત્રોનું રીયુનીયન છે એટલે આવુ છું. પણ મને લાગે છેકે તેને આપણા સંબંધની ખબર પડી ગઇ છે અને તેણે તે સ્વીકારી લીધો છે. ”

આ સાંભળી કિશને કહ્યુ “તો એક કામ કરીએ સ્મૃતિ મેડમને કહીએ તે તારા પપ્પાને વાત કરે આમ પણ મારા એક માત્ર વડીલ તેજ છે. ”

ઇશિતાને પણ એ યોગ્ય લાગતા તેણે કહ્યુ “હા કાલે સ્મૃતિ મેડમને મળીને વાત કરીશુ. અને સાંભળ હું પરમદિવશે સાંજે પાછી જતી રહેવાની છું એટલે કાલે તારો રૂમ આપણે ફેરવી નાખીએ. હું મારી રીતે બધુ તેમા ગોઠવી દઉં પછી ઓફીસ તમે તમારી રીતે ફેરવી નાખજો. ” તે લોકો વાતો કરતા હતા ત્યાં ઇશિતાનું ઘર આવી જતા કિશને કહ્યુ “ઇશિ,આમ અલગ અલગ ક્યાં સુધી સુવાનું. હવે તો તારી બાહોમાં સુવાની ઇચ્છા છે. ” આ સાંભળી ઇશિતા હસી પડી અને કિશનના ગાલ પર કિસ કરી તે કારમાંથી બહાર નીકળી અને તેના બંગલામાં જતી રહી.

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે. તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160

Email id:- hirenami. jnd@gmail. com

Facebook id:- hirenami_jnd@yahoo. in