The Last Year - 1 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-1

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

The Last Year: Chapter-1

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

હિરેન કવાડ

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્‌સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૧

ગેમ્બલીંગ

“ક્યા હૈ ના અપુન કી લાઈફ મે કોઈ ક્વીન નહિ હૈ ના ઈસ લીયે પતો મે ભી નહિ આતી”, બાદશાહ, એક્કો અને ગલાના પતા ફેંકતાની સાથે નીલે જન્ન્ત મુવીનો ડાયલોગ માર્યો. ગેમ હજુ ચાલુ હતી.. વસીમ અને રોહન સામસામે પચાસ પચાસની બંધમાં ચાલ કરી રહ્યા હતા. ડેવીડ પણ તેના પત્તા જોઈને ફેકી ચુક્યો હતો.

વીસ વીસ રૂપીયાની ટાઈમ પાસ તીન પતીનો નશો, રોહન અને વસીમ ઉપર દારૂ કરતા પણ વધુ ચડી ચુક્યો હતો.. કારણ કે આટલી નાની ગેમમાં ઓલરેડી બે-હજાર રૂપીયા પડી ચુક્યા હતા. હું, નીલ અને રોહન ની વચ્ચે થોડી જગ્યામાં બેઠો હતો. વસીમ પાસે રૂપીયાની કમી નહોતી, પણ રોહન અમારી જેમ મીડલ ક્લાસ મેન. એટલે મે અને નીલે રોહન કહ્યુ કે ‘પત્તા ઉઠાવી લે અને જો શું છે એમા..’ લગભગ વીસેક ચાલ પછી રોહને તેની બાજી ઉઠાવી, પહેલુ પત્તુ જોયુ તો હતો એક્કો, બાદશાહ અને પંજો.. મારી ધડકન વધી ગઈ.. કારણ કે નીલ ઓલરેડી આનાથી સારી બાજી પડી ચુક્યો હતો.

“એકસો”, રોહન ચાલ ચાલ્યો. વસીમના ચેહરા પર કોઈ ખાસ ભાવ નહોતા. તેણે બંધમાં જ સો રૂપીયાની ચાલ કરી. ફરી બસો રૂપીયાની ચાલ રોહને કરી, અને ફરી વસીમે બસો રૂપીયાનુ બંધ કરાવીને માન આપ્યુ. હવે રોહનને તેનુ વોલેટ કાઢવાનો વારો આવ્યો હતો કારણ કે બહાર પડેલા બધા જ રોકડા થોડા આગળ જઈને વચ્ચે પહોચી ચુક્યા હતા. રોહનના વોલેટમાં હવે માત્ર બે હજાર રૂપીયા હતા. અને વસીમ ક્યારે બાજી ઉપાડે તેનુ કંઈ નક્કિ નહોતુ. રોહનને પણ હવે શો કરાવવો જોઈએ એવુ મને લાગી રહ્યુ હતુ. પણ તેને એમ હતુ કે હજુ બરાબર ટાઈમ નથી. ચાલ હતી ચાર-સો રૂપીયાની અને રોહને પાચસોની નોટફેંકી. વસીમનો હાથ પત્તા તરફ ગયો અને તેણે પત્તા ઉઠાવ્યા, અને ચારસો રૂપીયા વચ્ચે ફેંક્યા.

રોહને મારી અને નીલની સામુ જોયુ. નીલે રોહનને પુછ્‌યા વગર તેના નીચે પડેલા રૂપીયામાથી પાંચસોની નોટનો ઘા કર્યો અને પાંચસોની ચાલકરી. વસીમે કઈ બોલ્યા વગર હજારની ચાલકરી. હવે રોહન માટે એક જ રસ્તો હતો અને એ હતો શોનો.. કારણ કે હજાર ની એક જ હરી પતી રોહન પાસે હતી. “અરે યાર બતાવી દે તારા પત્તા, અને મને છુટો કર, મહીનાની પાંચમી તારીખ છે અને ઘરે થી મંગાવેલા બધા પૈસા વચ્ચે પડયા છે.. મારી તો બરાબરની લાગી જશે જો...., શો કરને ભાઈજાન”..વધુ ના બોલતા રોહન બોલ્યો.

વસીમે તેનુ પહેલુ પત્તુ કેંક્યુ એક્કો.. અમારા ત્રણેય ની ધડકનો વધી ગઈ, રોહને પણ સેમ પત્તુ કેક્યુ. વસીમે બાદશાહનુ પત્તુ ધીરે થી મુક્યુ. “બુક્સ લાવવાના પૈસાને ભુલીજા, આજે તારી વાટ લાગવાની છે”, હું રોહનની સામે જોઈને બોલ્યો.

પત્તુ ફેકવાનો વારો તો હતો વસીમનો પણ રોહને તેનો પંજો ફેક્યો અને કહ્યુ, “હવે મારાથી નથી રહેવાતુ પ્લીઝ જલદીથી તારૂ પત્તુ બતાવ”. “અડધી કલાક થી આ બાઈટ રમે છે તો પાંચ મિનિટ માટે રહી નહિ શકે..?”, વસીમે કહ્યુ., “કોણ જીતે એનાથી મને કઈ લેવા દેવા નથી, મારે તો આજે જોઈએ બીયર પાર્ટી જે જીતે એના તરફથી”, ડેવીડેકહ્યુ. “હા હા એમ પણ જો હું હારીશ તો આ મહિનાની મારી આ પહેલી અને છેલ્લી રમત છે, જીતુ તો એક નહિ બે કીંગ ફીશર ટીન મારા તરફથી અને સાથે તીખો મસાલો પણ. ઓ વસીયા બોલને હવે મારાથી નથી રહેવાતુ”, રોહને કરગરતો હોય એમ કહ્યુ.

આખરી પત્તુ ફેક્યુ અને એ પણ ઉલટુ પડયુ, પણ કોઈએ હજુ તેને જોયુ નહોતુ. ડેવીડે કહ્યુ કે ચલ અંદર બહાર થઈ જાય આ બાઈટ પર જો વસીમને બાજી આવે તો ેંજી ઁૈંઢઢછ મારા તરફથી અને નહિ તો કાલનુ મારૂ ડીનર તારા તરફથી બોલ નીલ શું કહેવુ છે તારૂ.?”

‘ડન’, નીલે કહ્યુ. અને ઉલટુ પડેલુ પત્તુ મે ચત્તુ કર્યુ.

‘વોટ ધ ફક...?, શીટ... શીટ....શીટ’, ડેવીડ ચીલ્લાઈને બોલ્યો.

‘હુહુહુહુહુહુહુ.......વોવોવોવોવો..’ હું રોહન અને નીલ રીતસરની ચીસો પાડવા લાગ્યા.. રોહન એક પોઈંટ થી જીત્યો હતો.. વસીમનુ પત્તુ હતુ લાલનો ચોક્કો. મારી ધડકનો પણ જોરજોરથી બેલની જેમ વાગી રહી હતી. આખરે રોહનના ચેહરા પર ખરેખર ખુશી હતી કારણ કે હવે તેની પાસે ઘરેથી જે ત્રણ હજાર રૂપીયા મંગાવ્યા હતા તેના કરતા ત્રણ ગણા રૂપીયા હતા.

‘થેંક્સ ડુડ, થેંક્સ થેંક્સ કાલ રાતના જમવાના પૈસા તારા લીધે બચી ગયા,... ડેવીડ તૈયાર થઈ જજે.. ેંજી ઁૈંઢઢછ ઝ્ર.ય્ ર્ઇંછડ્ઢ.. હાહાહા.’, નીલે ડેવીડને કહ્યુ અને ડેવીડની સામે જોઈને હસવા લાગ્યો. ‘કાલની વાત કાલે આજની બીયર પાર્ટીનુ શુ છે એનો બંદોબસ્ત પહેલા કરો’, વસીમ બોલ્યો

“લે આ ૧૮૦૦, આઠ કિંગ ફીશર, ચાર આમલેટ, દસ બોઈલ અને તારે જે ખાવુ પીવુ હોય તે લઈ આવ, હર્ષ તુ પણ ડેવીડ સાથે જા ગુલબાઈ ટેકરા હોલીવુડમાં લગભગ બધુ મળી રહેશે.”, પૈસા આપતા રોહને કહ્યુ.

***

હું અને ડેવીડ બન્ને બાઈક લઈને ચાલતા થયા. એ દિવસે હું નીલના ઘરે ત્રીજી જ વાર ગયો હતો. એ વખતે પણ તેના ઘરે કોઈ નહોતુ. જ્યારે તેના ઘરે કોઈ ના હોય ત્યારે લગભગ પાર્ટી જ હોય છે. નીલ મારો ક્લાસ મેટ હતો. તે અહિ વર્ષોથી અમદાવાદમાં જ રહેતો. લગભગ તે ક્લાસના રેંકર્સમાં પણ આવતો હોય, રોહન મારો ક્લાસ મેટ નહોતો બટ કોલેજ મેટ હતો તે કોમ્પ્યુટર બ્રાન્ચમાં હતો, અમે બન્ને રૂમ પાર્ટનર્‌સ હતા અને તે પણ લગભગ યુનીવર્સીટી ટોપર્સમાં જ હોય... ડેવીડ અને વસીમ બન્ને આઈ.ટીમાં અમારા ક્લાસમેટ જ હતા પણ તે લોકો એક રીતે અમારા સીનીયર્સ હતા, ડીટેઈન થઈને જો આવ્યા હતા, એન્જીયરીંગ પુરૂ કરવા ? નો વે..! જલસા કરવા.

વસીમ લાલદરવાજા રહેતો એના પોતાના ઘરે, અને ડેવીડ ક્રિષ્ચીયન હતો, એનુ વતન હતુ વલસાડ અને તે એલ.ડીની હોસ્ટેલમાં રહેતો મારે હજુ અમદાવાદમાં આવ્યે બેજ મહિના થયા હતા. કારણ કે મે ડ્ઢ૨ડ્ઢમાં એડમીશન લીધેલ હતુ એટલે ડાયરેક્ટ સેકન્ડ યરમાં.. હું અને રોહન શીવરંજની પાસે રૂમ રાખીને રહેતા. નીલના ઘરે કોઈ ના હોય ત્યારે તે બધાને તીન પતી રમવા અવાર નવાર ઈન્વીટેશન મળતુ. બે મહીનામાં આ ત્રીજીવાર તીન પતીની રમત હતી. નીલનુ ફેમીલી અવાર નવાર ક્યાંક પીકનીકમાં જતુ હોય એવુ નીલ કહેતો.. બટ નીલ ક્યારેય ક્યાંય જતો નહિ.. જાય તો તો પાર્ટી મીસ થઈ જાય.

‘ભાઈ ક્યા ખોવાઈ ગયો..’, ડેવીડે તેની બાઈકના સાઈડ ગ્લાસમાં મારી સામે જોઈને કહ્યુ.’

‘કંઈ નહિ યાર મીડ સેમ એક્ઝામ્સનુ ટેન્શન છે, તને તો ખબર જ હશે કે ડ્ઢ૨ડ્ઢ વાળાનુ મેથ્સ કેવુ હોય છે’, મે ટેન્સ થઈને કહ્યુ.

‘છોડને ભાઈ એક્ઝામની વાતો અને હવે બીયર ચાલુ કરી દે, કોલેજમાં આવી ગયો છે તુ, ક્યાં સુધી એપ્પી-ફીઝના ઘુંટડા ભરીશ’, નહેરૂ નગરનુ સર્કલ પાર કરતા ઈશારા અને એકશન સાથે ડેવીડે મને સલાહ આપી.

ઝુઝુઝુઝુઝુમ....ઝુઝુઝુમ.. ધુમ સ્ટાઈલમાં બે ગર્લ્સે પલ્સર લઈને ચીસો પાડતા પાડતા અમારી સાઈડ કાપી, ડેવીડનો ઈગો હર્ટ થયો અને તેણે એની સીબીઝીને ફુલ લીવર આપ્યુ.

બાર વાગી ગયા હતા એટલે રસ્તાઓ લગભગ ખાલી હતા અને અત્યારે રાત પણ ઘણી થઈ ગઈ હતી, એકલી છોકરીઓ બહુ ઓછી જ જોવા મળે, પણ આતો બે છોકરીઓ ફુલ-સ્પીડ પર બાઈક ચલાવી રહી હતી.

‘કેચમી, કેચમી, કેચમી’, પાછળ બેસેલી છોકરી ડેવીડને ચીડવી રહી હતી... ડેવીડે પાંચમાં ગીયરમાં ગાડી નાખી હોય એવુ લાગ્યુ એટલે મારે કસીને પકડીને બેસવુ પડયુ. નહેરૂ નગરથી પાંજરાપોળનો રોડ બાઈકના અવાજથી રીતસર નો ગાજી રહ્યો હતો.. ખરેખર પેલી છોકરીનુ કહેવુ પડે તેણે ડેવીડને આગળ ના થવા દીધો એટલે ના જ થવા દીધો. ગુજરાત યુનીવર્સીટી પાસે પેલી ગર્લ્સનુ પલ્સર એક આઈસક્રિમની લારી પાસે ઉભુ રહી ગયુ. અમારી બાઈક પણ એમની પાછળ પાછળ જઈ રહી હતી, ડેવીડે થોડે દુર હતા ત્યારે બાઈક ધીમી પાડી. પેલી ગાડી ચલાવતી છોકરીએ ચહેરા આડો દુપ્પટો બાંધ્યો હતો એવુ મને દુરથી દેખાયુ.

‘ઓ મીસ્ટર્સ આઈસક્રિમ ચાલશે..?’ પાછળ બેસેલી છોકરી ત્યાંજ ઉભી હતી તેણે અમને બાઈક પર હતા ત્યારે બુમ પાડીને આમંત્રણ આપ્યુ. નાઉ ધીઝ વોઝ ઓકવર્ડ ફોર મી. અડધી રાતે કોઈ અજાણી છોકરી તમારી સાથે રેસ લગાવે, પછી તમને આઈસક્રિમ માટે ઈનવાઈટ પણ કરે ?

‘જા તુ આઈસક્રિમનો ટેસ્ટલે તારે આવવાની જરૂર નથી મને બીયર લાવતા અહિંથી પાંચ મિનિટ જ લાગશે તુ અહિંજ ઉભો રહે હું લઈને આવુ છુ’ ડેવીડે બાઈક સ્ટોપ કરી અને મને ઉતારી દીધો.

‘સોરી યાર તમને થોડો ચીડવ્યા, પણ શું કરૂ ? મારી તો આ શ્રૃતી સાથે શરત હતી કે જો તે આજે કોઈ પણ અજાણ્‌યા છોકરા સાથે રેસ લગાવે અને જીતી જાય તો એને હું બેનજી કહિને નહિ બોલાવુ અને આજે તેને આઈસક્રિમની પાર્ટી.’. તેણે ચોકોલેટ ચીપ્સ આઈસક્રિમની પ્યાલી આપતા મને કહ્યુ.

‘થેંક્સ બટ...’ મેં ના પાડવાની ફોર્માલીટી પુરી કરી.

‘ઓય ચલ હવે વધારે ભાવ શાને ખાય છે..? મારા તરફ થી છે. એન્ડ બાય-ધ-વે તારો ફ્રેન્ડ ક્યાં ગયો.?’, તેણે મારા હાથમાં આઈસક્રિમની પ્યાલી પકડાવી દીધી, અને ડેવીડ વીશે પુછ્‌યુ. આ બધુ જ મારા માટે પહેલી વાર હતુ. મને શું બોલવુ એનો કંઈ ખયાલ નહોતો આવી રહ્યો.

‘તેને થોડી વસ્તુ લેવી હતી એટલે તે ગયો છે હમણા આવી જશે.’ મેં સીધોસાદો જવાબ આપ્યો.

‘આવો બહેનજી આવો’, પેલી બાઈક ચલાવનાર છોકરી આવી. ‘ચૈતીઈઈઈઈ, હું તને મારીશ હો....’, તેણે પોતાના મોં પર બાંધેલો દુપ્પટો છોડયો અને બીજી છોકરીને હાથ બતાવીને ધમકાવતા બોલી.

એણે જ્યારે પોતાના ચહેરા પરથી દુપ્પટો હટાવ્યો ત્યારે બે ઘડી મારી આખો ફાટી રહી હતી.

એણે જીન્સની બ્લુ શોર્ટ પહેરેલી હતી, ઉપર ચે-ગુએરાના ફોટા વાળુ રેડ એન્ડ બ્લેક ટી શર્ટ. ખબર નહિ આટલી રાતે એણે એના ચહેરા પર દુપ્પટો શામાટે બાંધ્યો હતો? રાતની નજર ન પડે એટલા માટે ? કારણ કે એનો ગોરો ચહેરો જોઈને મારી નજર ચીપકી ગઈ હતી, બટ ધીરે ધીરે મારી આંખોએ એના શરીરની સુંદરતાને માણી લીધી. ઉપરથી નીચે સુધી એકદમ ગોરો વર્ણ. કાતીલ આંખો, સીલ્કી લાંબા વાળ, બીજી અજીબ વસ્તુ એ હતી કે એણે હાથમાં કંગણ પહેર્યા હતા અને કપાળની વચ્ચે બીંદી હતી. શોર્ટ અને ટી-શર્ટ પર કંગણ અને બીંદીનુ મેચીંગ ? મને સમજાણુ નહિ. પગમાં બ્લેક ટ્રેડીશનલ મોજડી હતી.

‘હુ ચૈતાલિ, પેટ નેમ ચૈતી અને આ છે બહેનજી સોરી સોરી શ્રૃતી.. અને તુ ?’, ચૈતાલિએ એનુ નામ કહ્યુ અને ખાટી આમલી મોમાં નાખી હોય એ રીતે મો પર એક્સપ્રેશન્સ લાવી શ્રૃતીને ચીડવી.

‘હું હર્ષ અને પેલો મારો ફ્રેન્ડ હતો, ડેવીડ. પણ બાઈક સારી ચલાવતા આવડે છે, રેસીંગમાં પાર્ટીસીપેટ કરવુ જોઈએ તારે’, મે ફ્લર્ટ કરતા કહ્યુ

‘હાહાહા, ઓહોહોહ, ખરેખર તારે તો હવે નેશનલ રેસીંગમાં પાર્ટીસીપેટ કરવુ જ જોઈએ, કારણ કે જે છોકરી લાઈફમા બીજી-ત્રીજી વાર બાઈક ચલાવતી હોય અને તેને પહેલી જ વારમાં આટલી બધી સારી કોમ્પ્લીમેન્ટ.? વાહવાહ, વાહવાહ.’ ચૈતાલિ ખડખડાટ હસતા હસતા બોલી પડી.

‘ચલ હવે બસ થયુ, મારી ઉડાવવાની બંધ કર અને જો કોઈનો કોલ આવે છે તે રીસીવ કર.’ શ્રૃતીએ ચૈતીના મોબાઈલ સામે જોઈને કહ્યુ.

‘આન્ટી નો છે’, ચૈતીએ ફોનમાં જોઈને કહ્યુ.

‘મમ્મી?’, શ્રૃતિએ મોં પહોળુ કરીને કહ્યુ.

‘હા આન્ટી આવીએ જ છીએ બસ સર્કલે આઈસક્રિમ ખાવા આવ્યા હતા બે જ મિનિટમાં આવીએ’, ચૈતીએ ફોન પર વાત કરી..

‘ચલ જલદીથી, કહ્યુ કે તારો ભાઈ આવી જાય તે પહેલા આવી જાવ.’. ચૈતીએ શ્રૃતીને કહ્યુ.

‘કેટલા થયા ભૈયાજી ?’, શ્રૃતીએ આઈસક્રિમ વાળાને પુછ્‌યુ.

‘૯૦ રૂપીયા મેડમ’, આઈસક્રિમ વાળો બોલ્યો.

‘ઓ હર્ષ ચલ ચુકવી દે પૈસા આ પાર્ટી તારા નામની’, ચૈતીએ મને કહ્યુ.

હું બે ઘડી વિચારમાં પડી ગયો કે લાગે છે કે અમદાવાદની છોકરીઓ આમ જ લુંટતી હશે. મને લાગ્યુ કે હવે આપવા જ પડશે એટલે મેં મારૂ વોલેટ કાઢવા પાછળના ખીસ્સામાં હાથ નાખ્યો.

‘ચૈતી તને તો જ્યારે હોય ત્યારે મજાક જ સુજે છે ક્યારેક તો સીરીયસ બન, હર્ષ વોલેટ કાઢમાં ચૈતી મજાક કરે છે... સાવ સનકી છે..”, શ્રૃતીએ મને વોલેટ કાઢતા અટકાવ્યો. ચૈતીએ પૈસા ચુકવ્યા.

‘સો વીઆર ફ્રેન્ડસ નાઉ,... નંબર જોઈએ છે ..? હાહાહા.’, પેલી સનકી ચૈતી હસતા હસતા બોલી.

હું તો હક્કા બક્કા થઈ ગયો કે નંબરની ના પાડવી કે હા અને હા પાડતા પણ હું તો થોડો ખચકાતો હતો.. મારી હાલત મીઝરેબલ હતી. અમદાવાદ ઘણુ અલગ હતુ, આજે જે બન્યુ હતુ એ તો ક્યાંય અલગ..!

‘ચૈતીઈઈઈઈ મમ્મીનો ફોન આવી ગયો છે એ તો યાદ છે ને ? ચલને હવે શાને હેરાન કરે છે તેને... ચલ હવે’, શ્રૃતી બોલતા બોલતા ચૈતાલિ નો હાથ પકડીને તેને બાઈક તરફ લઈ ગઈ અને હુ શ્રૃતી સામે જોઈ રહ્યો. શ્રૃતી મને ખુબ સીધી છોકરી લાગી હતી. નો ડાઉટ હું શરૂઆતમાં જજમેન્ટલ હતો. એના ડરેસીંગ પરથી એવુ લાગ્યુ કે એણે પહેલા ટ્રેડીશનલ કપડા પહેર્યા હતા. ચૈતાલિ ભલે એને ‘બહેનજી’ કહીને સંબોધતી હતી બટ એ મને કોઈ એંગલથી બહેનજી નહોતી લાગી.

હોટ, સેક્સી, બ્યુટીફુલ આ બધુ જ હું એના વિશે કહી શકુ.

‘ફેસબુક આઈ.ડીતો આપ’, મેં હિમ્મત કરીને ખચકાતા ખચકાતા શ્રૃતીને તેની બાઈક પાસે જીને પુછ્‌યુ.

‘ચૈતાલિ ભટ્ટ, સર્ચ મારજે..! બહેનજી ફેસબુક પર નથી. હાહાહા.’ ચૈતાલિ વચ્ચે બોલી અને મને આન્સર આપ્યો.

‘ઓકે... બાય’, મેં કહ્યુ.

‘હો જાયે એક ઔર રેસ શ્રૃતી...?’, ચૈતીએ શ્રૃતીને પુછ્‌યુ.

‘ના તુજ ચલાવીલે અને ધીમી ચલાવજે’, શ્રૃતીએ ચૈતીને કહ્યુ.

‘બબાય...સીયુસૂન...’ ચૈતાલિ બોલી અને શ્રૃતીએ પણ હાથ હલાવતા ટાટા કર્યુ. જતા જતા જે રીતે એણે નિર્દોષ સ્માઈલ આપી હતી. મારૂ મન એ સ્માઈલ જોઈને તરબતર થઈ ગઈ ગયુ હતુ. ચૈતાલિએ બાઈક ચલાવી મુકી.

ઓલ રેડી ત્રીસેક મિનિટ વીતી ચુકી હતી, હવે હું ડેવીડની વાટ જોતો હતો. મેં ડેવીડને કોલ કરીને પુછ્‌યુ. ક્યારે આવે છે ? તેણે કહ્યુ કે આમલેટની લારી પર છુ આમલેટ બની રહ્યુ છે. તૈયાર થઈ જાય એટલે આવુ જ છુ.

ડેવીડને કેટલી વાર લાગશે એના વિચાર મને હવે નહોતા આવતા, પણ મારા મનમાં શ્રૃતી અને ચૈતાલિ જ ઘુમી રહી હતી. મને શ્રૃતી તરફ અટ્રેકશન થઈ ગયુ હોય એવુ લાગતુ હતુ. હું શ્રૃતીથી ટોટલી અટ્રેક્ટ થઈ ગયો હતો. સતત વિચાર આવતા હતા કે હવે તો શ્રૃતી સાથે ક્યારે મુલાકાત થશે..? બટ એના માટે ચૈતાલિની શોધ કરવી જરૂરી હતી.

હવે તો જલદી હતી કે ક્યારે રૂમ પર જાવ અને ફેસબુક પર સર્ચ મારૂ. બધા પાસે ગર્લ-ફ્રેન્ડ છે અને મારા પાસે જ નહિ. ફરી એક ચૈતાલી પણ હોટ હતી. ચૈતાલીની બ્રોડ માઈન્ડનેસ જોઈને મને લાગ્યુ કે એની સાથે ટાઈમ પાસ સેટીંગ થઈ જશે. ખબર નહિ એ વખતે મારા વિચારો કેવા હતા. મને તરત કોઈ મુવી જોયેલુ એમા આવેલો એક ડાયલોગ યાદ આવ્યો કે જ્યારે બે સાચા રસ્તામાંથી એક પસંદ કરવાનો હોય ત્યારે તે ખુબ અઘરૂ કામ છે અને કદાચ અત્યારે આવુ જ કંઈક બની રહ્યુ હતુ, પણ મારે તો હજુ ડેસ્ટીનેશન ડીસાઈડ કરવાનુ હતુ. બીકોઝ ઈટ વોઝ જસ્ટ અટ્રેક્શન...

‘આમલેટ સીવાય બીજુ કંઈ મળ્યુ નથી, ચવાણુ, ચીઝ અને શીંગ ભજીયા ક્યાંય મળ્યા નથી’, ડેવીડ બાઈક ઉભી રાખતા બોલ્યો. ‘કદાચ શ્યામલ પાસે મળી જાય તો, ચાલ’, હું બાઈક પર બેઠો અને અમે શ્યામલ તરફ બાઈક ચલાવી.

‘માલીયા ક્યાં ગયા ? તને તો જામો પડી ગયો હશે નઈ ? શું કહેતી હતી બન્ને અને કોણ હતી ?’, ડેવીડ મને પુછવા લાગ્યો.

‘તારી સાથે જેની રેસ હતી એ હતી શ્રૃતી અને પાછળ બેસેલી હતી એ ચૈતાલિ બસ બીજી મને કંઈ ખબર નથી. ચૈતાલિ ફ્રી માઈન્ડ છોકરી લાગી. તેણે તેનુ ફેસબુક આઈડી કીધુ છે ચૈતાલિ ભટ્ટ. ઘરેથી ખોટુ બોલીને આવી હોય એવુ લાગતુ હતુ.’, મેં કહ્યુ.

‘મારે તો પેલી રેસરને જોવી હતી’, ડેવીડ બોલ્યો.

‘તારે ક્યા હવે કોઈની જરૂર છે એકને સાચવ તો બસ અને કદાચ તારા લકમાં એને જોવાનો મોકો નહિ હોય.’, મેં ડેવીડના ખભા પર હાથ થપથપાવતા કહ્યુ.

‘બટ મને એમ એમ લાગે છે કે તને કંઈક કંઈક થયુ છે..હાહા ?, કેવો માલ હતો એ તોકે ?’, ડેવીડે મને હસતા હસતા પુછ્‌યુ.

‘માલ નહિ, ભાભી થાય તારી’, મેં હસતા હસતા જવાબ આપ્યો. ડેવીડે જોર જોરથી હસતા હસતા બાઈક ઉભી રાખી અને બોલ્યો, ‘સપના જોવાના બંધ કરી દે, નામ સિવાય કંઈ ખબર નથી અને ભાભી ભાભી કરે છે.. ભાભી નુ ડીફ્લોરેશન ક્યારનુ કોઈએ કરી નાખ્યુ હશે. હાહાહા. જા સામે પાનનો ગલ્લો ખુલ્લો છે ત્યાથી શીંગ ભજીયા લઈ આવ, અને શીંગ ભજીયા ન મળે તો મસાલા વેફરના પેકેટ લેતો આવજે.’

હું ગલ્લેથી વસ્તુ લઈને આવ્યો. મે ડેવીડને કહ્ય, ‘યાર જો ડીફ્લોરેશન થઈ ગયુ હોય તો અલગ વાત છે, બાકી જો નહિ થયુ હોય તો હું જ એ કામ કરીશ. મેં હાથ એના ખભા પર થપથાવતા ચેલેન્જ કર્યો.’ અમે લોકો નીલના ઘરે પહોચ્યા.

‘બીયર બનાવવા ગયા હતા કે લેવા, એક કલાક થયો’, વસીમની આજે વાટ લાગેલી હતી. તેને વધારે ઉતાવળ હતી એટલે થોડા મોટા અવાજે એણે પુછ્‌યુ.

‘કાચા ઈંડા ચાલત તારે,? આમલેટ કંઈ તૈયાર ન હોય બે. એના માટે લાઈનમાં ઉભુ રહેવુ પડે એમ હતુ. વધારે ઉતાવળ હોયને તો તારે જ જવુ હતુ’, ડેવીડનો એમ પણ થોડો તીખો મિજાજ એટલે એણે વસીમના મોઢા પર મારી દીધુ.

‘ઓય... તમારે આમ બાધવુ છે કે બીયર પણ પીવો છે ? માલ બહાર કાઢ ચલ.’, નીલે વસીમ અને ડેવીડની વચ્ચે બોલતા બન્નેને કહ્યુ.

બધા લોકો બીયર પીવા લાગ્યા. મેં મારા માટે જે એપ્પી ફીઝ લીધેલી એ પીધી. એ લોકોએ મને પરાણે આજે બીયર પાયો. મને બીયર કડવો લાગ્યો એટલે મને ના ભાવ્યો પણ ડેવીડે મારા મોઢામાં ચીઝનો ટુકડો ભરાવી દીધો. પછી મને મજા આવી એટલે હું બીયરનુ આખુ ટીન ગટકાવી ગયો. છતા મારી અને ડેવીડ સીવાય બધાએ બે-બે ટીન પીધા હતા. બધાનો બીયર પતી ગયો એટલે ડેવીડે નાનુ ક્વાર્ટર કાઢ્‌યુ અને તેણે પેગ બનાવ્યો. દારૂ તો ડેવીડ અને વસીમ સીવાય કોઈ પીતુ નહોતુ પણ મજાકમાં નીલે કહ્યુ,

‘ઓ ભાઈ આમ ના ચાલે હો એકલા એકલા પીવે એને ગાલ પચોળા થાય.’, વસીમના ચેહરા પરના આંકારો બરાબર લાગતા નહોતા.

અચાનક વસીમ ઉભો થયો અને તેણે ડેવીડનુ ક્વાર્ટર લઈને એક ખુણામા ફેકી દીધુ ત્યા તો ડેવીડે મુઠ્‌ઠી વાળીને એક મુક્કો વસીમના ગાલ પર ચડાવી દીધો. વસીમે ડેવીડનો કાઠલો પકડયો અને ડેવીડને પણ એક લાફો ચોડી દીધો. મેં અને રોહને ડેવીડને પકડી રાખ્યો. નીલ વસીમને થોડો દૂર લઈ ગયો. હું અને રોહન ડેવીડને બીજી રૂમમાં લઈ ગયા.

‘બેનચોદને મારાથી જલન થાય છે.’ ગુસ્સામા ડેવીડ બોલ્યો.

‘અરેયાર એવુ કંઈ ના હોય એતો તે એને ના પુછ્‌યુ એટલે એને ખોટુ લાગી ગયુ, બાકી એના મનમાં એવુ કંઈ ના હોય, તુ પણ એવુ મનમાં ના રાખ’, રોહને ડેવીડને સમજાવતા કહ્યુ.

ડેવીડના મોબાઈલમાં કોઈનો કોલ આવ્યો તેણે રીસીવ કરીને કહ્યુ, ‘થોડીવાર પછી તને મેસેજ કરૂ’ અમે થોડીવાર સુધી ડેવીડને સમજાવ્યો પછી તે કોઈ સાથે ચેટ કરવા લાગ્યો, ક્દાચ એ તેની ગર્લ-ફ્રેન્ડ હશે. હું વસીમ અને નીલ હતા એ રૂમમાં ગયો. મેં અને નીલે વસીમને સમજાવ્યો.

‘ડેવીડ એવુ નથી કે એ એક બોટલ પોતાના માટે જ લાવ્યો હતો, હું ડેવીડની સાથે જ હતો ડેવીડ બે જ લેવાનો હતો પણ ત્યા છેલ્લુ ક્વાર્ટર જ બચ્યુ હતુ. તે કહેતો હતો કે આજે બે વચ્ચે એકમાં જ ચલાવવુ પડશે. બટ તારી અને ડેવીડની બોલાચાલી થઈ એટલે એ તને કહે તો કેવી રીતે કહે, કે લે એક ઘુંટડો ભરીલે.’ મેં વસીમને સમજાવ્યો. હું ઘણુ બધુ ખોટુ પણ બોલ્યો હતો.

આખરે બન્ને ને મનાવ્યા અને બન્ને માની ગયા. ડેવીડને હોસ્ટેલે જવાનુ હતુ અને વસીમ તો ઘરે ખોટુ બોલીને જ આવ્યો હતો કે કોલેજમાં આજે ડી.જે નાઈટ છે એટલે મોડે ઘરે આવીશ. ડેવીડ અને વસીમ પોતપોતાની બાઈક લઈને સાથે જવા નીકળ્યા.

‘હાશ. માંડ માંડ બન્નેને મનાવ્યા, પણ ડેવીડે ખરેખર આવુ ના કરવુ જોઈએ લાવવા હોય તો બે ક્વાર્ટર લાવવા જોઈએ ને’, મેં કહ્યુ.

‘ઓ ભાઈ છોડને હવે મને આવે છે ઉંઘ એટલે તુ હવે એ વાતને મુક સાઈડમાં. મોબાઈલમાં જો બે વાગવા આવ્યા.’, નીલે કહ્યુ.

હું અને રોહન એ દિવસે ત્યાંજ રાત રોકાઈ જવાના હતા નીલ એકલો હતો. તેના મમ્મી પપ્પા બે દિવસ પછી આવવાના હતા એટલે પછી અમે નક્કિ કર્યુ કે અહિં જ રોકાઈ જીએ. આવતી કાલે કોલેજ જવાનુ હતુ. મીડ સેમ પછીનો આ પહેલો દિવસ હતો. કદાચ કાલે રીઝલ્ટ પણ આવવાનુ હતુ એવી વાતો થતી હતી.

હું ઘણો એમેચ્યોર હતો એ તમને મારી વાતો પરથી લાગી જ રહ્યુ હશે. બોલવાથી માંડીને બીહેવીઅર સુધી. છોકરીઓથી થોડો શરમાતો, વાતો કરતા ખચકાતો બટ એનો મતલબ એ તો નહોતો કે મને ગર્લ્સ પ્રત્યે અટ્રેક્શન નહોતુ થતુ. આ ઉંમર એવી હોય છે કે તમે સારી છોકરી જુઓ અને એને ચેઝ કરવા માટે દોટ મુંકો. સેક્સ એ ટોપીક ઓફ ધ ટોક હોય. બોય્‌ઝ ભેગા થાય એટલે ગર્લ, સેક્સ અને ગાળ સિવાય કંઈજ મોંમાંથી ન નીકળે. એવુ લગભગ અમારૂ પણ હતુ.

એમેચ્યોરીટીના લીધે જ મેં શ્રૃતિ વિશે હજુ કોઈને કહ્યુ નહોતુ. અત્યારે યાદ કરૂ તો હસવુ પણ આવે છે. પણ એ ઉંમરની પણ એક મજા હોય છે. મેચ્યોર બની ગયા પછી ઘણીવાર જીવવુ અઘરૂ બની જતુ હોય છે. ભલે એ દિવસે શ્રૃતિ સાથે મેં પંદરેક મિનિટ પસાર કરી હતી, બટ શ્રૃતિનો ચહેરો સુતા પહેલા મારી નજરો સામે જ હતો. મનમાં સતત વિચારો ચાલી રહ્યા હતા કે હું એનો કંઈ રીતે કોન્ટેક્ટ કરીશ. એને મળીશ તો શું વાત કરીશ એની સ્ટ્રેટેજી મન બનાવી રહ્યુ હતુ. મનમાં સતત શ્રૃતિ શ્રૃતિ શ્રૃતિ થઈ રહ્યુ હતુ.

***

‘હું કોઈ લેખક નથી, નથી મેં આ સ્ટોરી લખી. એ તમને ખબર છે.’, બ્લેક બ્લેઝર પહેરેલ એક યુવાને એની ચારે તરફ બેસેલા લોકો સામે જોઈને કહ્યુ. એ ખુબ જ શાંત દેખાઈ રહ્યો હતો. એની બોડી લેંગ્વેજ ખુબ જ વ્યવસ્થિત હતી, એક પણ જેશચર કે હેન્ડ મુવમેન્ટ વધારાની નહોતી. એના ચહેરા પર ચમક હતી. પ્રસન્નતા હતી. સ્મિત હતુ, પ્રેમ હતો. બધા ખુબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એણે બોલવાનુ શરૂ રાખ્યુ.

‘આ સ્ટોરી નથી અત્યારના હર્ષ શાહની કે નથી ૭ વર્ષ પહેલાના હર્ષની. આ સ્ટોરી મારી જર્નીની સ્ટોરી છે. નાના એવા વિચારનુ બિંદુ કેટલુ મોટુ સ્વરૂપ ધારણ કરી શકે એની આ સ્ટોરી છે. એ વિચારને લીધે જ તમે મને અત્યારે સાંભળી રહ્યા છો. એ વિચારને લીધે જ તમે મને પ્રેમ કરો છો..!’, હર્ષ હસતા હસતા બોલ્યા પછી થોભ્યો.

‘પછી શું થયુ સર..? તમારો આ મીશન લવ પ્રોજેક્ટ..?’, સાંભળી રહેલા લોકોમાંથી અચાનક એક છોકરી ઉભી થઈને બોલી. બધા લોકો હળવુ હસ્યા. હર્ષે પણ સ્મિત કર્યુ.

‘બી પેશન્ટ યાર..! એ તો હજુ ઘણા ચેપ્ટર દુર છે.’, હર્ષે હસતા હસતા કહ્યુ. પેલી યંગ છોકરી પણ હસવા લાગી.

હર્ષે પોતાના હાથમાં રહેલા પુસ્તક પર નજર નાખી અને પેજ ફેરવ્યુ. એના પર ‘ચેપ્ટર - ૨ મર્ડર’ લખેલુ હતુ. પછી બુકમાં જોયા વિના જ બોલવાનુ શરૂ કર્યુ. ‘એ રાતની સવાર અમારા માટે કપરી હતી. કારણ કે અમે એ રાતે અમારા એક ફ્રેન્ડને હંમેશા માટે ખોઈ બેઠા હતા. સવારના છ વાગે જ્યારે ડોરબેલ વાગ્યો ત્યારે બધા ઉંઘમાં હતા. બટ દરવાજો ખુલ્યા પછી થોડી જ વારમાં બધાની ઉંઘ ઉડી ગઈ. કારણ કે દરવાજા પર પોલીસ ઉભી હતી.’

***

શું થયુ હતુ હર્ષ સાથે? નીલના ઘરની બહાર પોલીસ કેમ આવી હતી? શું ખરેખર કોઈનુ મર્ડર થયુ હતુ? થયુ હતુ તો કોનુ? કોણે કર્યુ હતુ? શામાટે? આ બધા જ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો, લાસ્ટ યર. ફરી મળીશુ એક નવા પ્રકરણ સાથે. આવતા શુક્રવારે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

rnhuLk fðkzLkk çkesk ÃkwMíkfku

All Books Available on Gujarati Pride Ebook App