The Last Year - 2 in Gujarati Adventure Stories by Hiren Kavad books and stories PDF | The Last Year: Chapter-2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

The Last Year: Chapter-2

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

ચેપ્ટર-૨

-ઃ લેખક :-

હિરેન કવાડ

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે ? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્‌સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૨

૨.મર્ડર

આગળ આપણે જોયુ,

હર્ષ અને એના ફ્રેન્સ જુગાર રમી રહ્યા છે. જુગાર પુરો થયો એટલે હર્ષ અને ડેવીડ બીયર લેવા માટે જાય છે. ત્યાં હર્ષની મુલાકાત ચૈતાલિ અને શ્રુતિ સાથે થાય છે. બધા ફ્રેન્ડસ પાર્ટી કરે છે. એ લોકોએ રાતે પાર્ટી કરી. પાર્ટીમાં જ વસિમ અને ડેવીડનો ઝઘડો થયો. હર્ષ, નીલ અને રોહન એનુ સમાધાન કરાવે છે. વસિમ અને ડેવીડ પોતપોતાના ઘરે જવા નીકળે છે. પાર્ટી પુરી કરીને બધા સુઈ જાય છે. હવે આગળપ..

***

‘ડિંગ ડોંગ, ડિંગ ડોંગ ડિંગ ડોંગ’, સવારે છ વાગ્યામાં ડોર બેલ વાગ્યો. મારી ઉંઘ ઉડી ગઈ હતી, એટલે મેં નીલ અને રોહનને જગાડયા.

‘લાગે છે કે તારા મમ્મી પપ્પા આવ્યા.’, મેં આંખો ચોળતા કહ્યુ.

‘પણ એ લોકો તો આવતી કાલે બપોરે આવવાના છે એવુ મને ફોન પર કહ્યુ હતુ’, નીલે ઉંઘમાં જ જવાબ આપ્યો. ડોર બેલ વાગી રહ્યો હતો. મોબાઈલની લાઈટ ચાલુ કરવા મેં અને નીલે મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલનો લોક ખોલ્યો તો જોયુ કે વસીમના ચાર મીસકોલ હતા. રોહને મોબાઈલની લાઈટ શરૂ કરીને રૂમની લાઈટની સ્વીચ ઓન કરી. નીલે દરવાજો ખોલ્યો.

‘વસીયા તુ અહિં ?’, નીલે દરવાજો ખોલતાની સાથે પુછ્‌યુ. દરવાજા પર ત્રણ પોલીસ વાળા પણ હતા. વસીમ અંદર આવતાની સાથે નીલના ગળે વળગી ગયો. એણે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનુ શરૂ કર્યુ.

‘શું થયુ વસીયા.? કેમ રડે છે અને બોલ શું થયુ છે ?’, મેં વસીમને પુછ્‌યુ.

‘ઓહ બીયરના ટીન અને દારૂ, માદર ચોદોએ પાર્ટી કરી લાગે છે..!’, કમર પર પીસ્તોલ અને માથા પર ઈન્સપેક્ટરના કપડા પહેરેલા પોલીસ વાળાએ આજુ-બાજુ નજર ફેરવતા કહ્યુ

‘સાહેબ પેલા શું થયુ છે એ કહો અને આમ ગાળો બોલોમા’, મેકહ્યુ.

‘તને નશો વધારે ચડયો લાગે છે થોડી વાર ખય્‌મ બધો રૂઆબ ઉતરી ઝાહે’, એણે મારો કાઠલો પકડીને મને એક બે વાર જોરથી હલાવ્યો.

‘પણ સાય્‌બ શુ થયુ છે એ કહો તો ખબર પડે, વસીમ તુ તો કે કે શું થયુ છે.?’, નીલે પેલા પોલીસ વાળાને અને વસીમને પુછ્‌યુ..

‘અજાણ્‌યા થવાની જરૂર નથી કે શું થયુ છે.’ ફરી તે બોલ્યો.

‘નીલ.. ડેવીડ’, વસીમ બોલ્યો...

‘શુ કર્યુ ડેવીડે.’,નીલે પુછ્‌યુ.

‘ડેવીડનુ ખુન થઈ ગયુ...!’, અચકાતા અચકાતા વસીમ બોલ્યો.

‘વોટ? શું બોલે છે? એનુ ભાન છે તને?’ હું નીલ અને રોહન લગભગ એક સાથે બોલ્યા.

‘ઓય ચાલો હવે તમે પોલીસ સ્ટેશન અને સ્ટેટમેન્ટ આપો કે તમે કાલે રાતે શુ કર્યુ અને કાલે રાતે શુ થયુ..?’ ફરી પેલો પોલીસ બોલ્યો.

એ દિવસ ખબર નહિ કેટલો લાંબો થવાનો હતો. ખરેખર એવુ જ છે ને, જ્યારે વ્યક્તિ પાસે કંઈ કામ ન હોય ત્યારે દિવસ લાંબો થતો જ હોય છે. હું નીલ અને રોહન એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા.. આ કોણે કર્યુ હશે.. ક્યાંક વસીમે તો આવુ નહિ કર્યુ હોય ને. અને જો સ્ટેટમેન્ટ આપવાનુ થશે તો એના પરથી તો એવુ જ લાગશે કે આ બધુ વસીમે કર્યુ છે.

‘પણ વસીમ આવુ ના કરી શકે યાર.. ઝઘડા સુધી તો ઠીક પણ મર્ડર? ના યાર.. મને નથી લાગતુ કે આ વસીમે કર્યુ હોય.’ નીલે કહ્યુ.

તરત જ અમારી આંખો વસીમની સામે કંઈક અલગ ભાવથી જોઈ રહી હતી. વસીમ પણ સમજી ગયો કે આ લોકો મારા પર શક કરવા લાગ્યા છે..

અમને લોકોને પોલીસની ગાડીમાં બેસાડીને નવરંગપુરા પોલીસ-સ્ટેશન લઈ જવાના હતા. નીલે ઘરને લોક કર્યુ. બે પોલીસ વાળા આગળ અને એક અમારી સાથે પાછળ બેઠેલો હતો.

‘વસીમ, કઈ જગ્યાએ આ થયુ..? અને કેવી રીતે તને ખબર છે.?’, મેં પુછ્‌યુ.

‘અરે યાર મને પણ ખબર નથી.. ડેવીડની લાશ સૈફાલી સીટી બસ સ્ટેન્ડ પાસેથી મળી છે. તેની કોઈએ ગોળી મારી હત્યા કરી છે. મને ખબર છે કે અત્યારે તમે શું વિચારો છો પણ જે તમે વિચારી રહ્યા છો એવુ કશુ જ બન્યુ નથી.’, વસીમે તેની સફાઈ સાનમાં સમજાવી.

સવારના છ વાગ્યામાં મગજ પર આટલુ પ્રેશર મારી લાઈફમા પહેલી વાર આવ્યુ હતુ.. મારા સ્વભાવ પ્રમાણે મને એમ સરળતાથી આંસુ ન આવે. પણ આજે આંખોના ખુંણાઓ ભીના થઈ ગયા હતા. એક સાથે બે જટકા લાગવાના હતા. એમાનો એક તો ઓલરેડી લાગી ચુક્યો હતો. અમે લોકો ખોટુ બોલવા નહોતા માંગતા એટલે બીજો જટકો એ હતો કે વસીમ પર થોડી મુશ્કેલી આવી શકે એમ હતી.

‘ચાલો ઉતરો, અને પોત પોતાના પેરેન્ટસને બોલાવવા બોલાવી લો’, પોલીસ ઈન્સપેક્ટર રાણા બોલ્યો. અમે લોકો નીચે ઉતર્યા. કોઈ પોતાના મમ્મી પપ્પાને બોલાવવા નહોતુ માંગતુ. પણ વસીમે તેના પેરેન્ટસને બોલાવ્યા હતા. આટલી વહેલી સવારે સાત વાગ્યામા કોઈ પોલીસ સ્ટેશનમાં નહોતુ. અમને લોકોને ઈન્સ્પકેટર રાણાએ તેના ટેબલની સામે બેસાડયા.

‘હથીયારી...! ઓ હથીયારી..!’,

‘બોલો સાહેબ’, આખો ચોળતો ચોળતો અને પોતાના શર્ટના બટન ભીડતો એક બીજો કોઈ પોલીસવાળો આવ્યો. એણે રાણાને હોંકારો આપ્યો.

‘આ છોકરાઓનુ સ્ટેટમેન્ટ પુરે પુરૂ લખતો જા હું સાંભળુ છુ’, રાણાએ હથીયારીને ઓર્ડર કર્યો.

‘બોલો કોણ શરૂ કરશે મોઢામાંથી ફાટવાનુ ?’, રાણાએ રૂઆબથી કહ્યુ.

અમે ચારેયે જ્યાં સુધી સાથે હતા ત્યાં સુધીની ઘટના મેં કહી..

‘તીન-પત્તી, રોહનની જીત, બીયર, વસીમ અને ડેવીડનો ઝઘડો અને પછી એનુ સમાધાન’ આ બધુજ અમે કહ્યુ હવે વારો આવ્યો વસીમનો. છુટા પડયા પછી શુ થયુ હતુપ?

રાણાની નજર હવે વસીમ સામે ખોડાઈ ગઈ હતી, કારણ કે ગઈ રાતનો ઝઘડો કદાચ આવુ કરાવી શકે એવુ રાણાને પણ લાગતુ હતુ.

‘જો ભાઈ વસીમ જેટલુ તુ સાચુ બોલીશ એટલો તુ ઓછો ફસીશ, મારે રાતે જ્યારે છુટા પડયા ત્યાર પછીની એકે-એક વાત વિગતે જોયે છે. એ પણ સાચી.. તો હવે ચાલુ કર..’ રાણાએ વસીમને કહ્યુ. વસીમે રાતે છુટા પડયા ત્યારની વાત ચાલુ કરી.

‘અમે બન્ને ગુસ્સામાં નીકળ્યા હતા. બટ અમારા વચ્ચેનો ગુસ્સો વધારે ટકતો નથી. એ તમને પણ ખબર છે.’

‘સોરી યાર વાંક મારો હતો, મારો ઈન્ટેન્શન એવો નહોતો કે તારા માટે ક્વાર્ટર ના લાવુ. મને એમ હતુ કે એકમાં બન્નેને થઈ રહેશે.’, ડેવીડે પણ સોરી કહેતા કહ્યુ.

‘ઈટ્‌સ ઓકે યાર લે દમ લગાવ’, શ્યામલ પાસે આવીને અમે બાઈક ઉભી રાખીને સીગરેટ પીધી. એણે મેસેજ કરતા કરતા ફરી સિગારેટ ના બે કશ લગાવ્યા. અમે બન્ને પંદરેક મિનિટમાં બાઈક લઈને ચાલતા થયા.. મારી ગર્લ ફ્રેન્ડનો કોલ આવ્યો હતો એટલે મેં બાઈક ચલાવતા ચલાવતા વાત કરી. મારા ઘરેથી પણ કોલ આવ્યો એટલે મારે વહેલા જવુ હતુ.

‘બે ડેવીડયા........ તુ ભાભીને કોલ કરી લેને’, ડેવીડ મેસેજથી ચેટ કરતો કરતો બાઈક ચલાવતો હતો એટલે મેં કહ્યુ.

‘અરે યાર જોને તારી ભાભી ના પાડે છે’, એણે મેસેજ ચાલુ રાખ્યા.

‘પણ આ નવુ કોણ છે...? નામ તો કે’, મેં ડેવીડને પુછયુ.

‘કાલે ટાઈમે બસ-સ્ટોપે આવી જજે તને ડીટેઈલમાં કહીશ’,

‘હુ લેઈટ થઈ રહ્યો છુ એટલે તુ હવે ધીરે ધીરે જા... હું તો જાવ છુ... બાય..’ મેં મારી બાઈક તેને બાય કહીને ચલાવી મુકી. બસ સાહેબ હું લગભગ પચ્ચીસથી ત્રીસ મિનિટ ડેવીડ સાથે હતો.. અઢી વાગ્યાની આસપાસ.

‘તેના મોબાઈલમાં કોઈ મેસેજ નથી આવેલા, એના ડયુઅલ સીમ મોબાઈલમાંથી એક સીમકાર્ડ ગાયબ છે.. અને તેને બે ૦.૯દ્બદ્બ ની બે ગોળી વાગેલી છે. એક ખભા પાસે. અને બીજી છાતીમા.. બોડી પર ના તો કોઈ બીજા ઘા છે કે ઈજા, હુમલો સામેની સાઈડથી કરવામા આવ્યો છે, તેની બાઈક સ્ટેન્ડ કરેલી મળેલી છે અને લાશ સૈફાલી બસ સ્ટોપ પાસેથી મળી છે.. આટલુ અમને પ્રાઈમરી તપાસમાં જાણવા મળ્યુ છે બાકી વધારે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવશે ત્યારે ખબર પડશે.’, રાણાએ અમને એને જે માહિતિ ખબર હતી એ વિગત વાર કહી.

‘હવે તમારે આ શહેરની બહાર જવુ હોય તો પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરજો. તમે ત્રણેય.... એન્ડ યુ મીસ્ટર વસીમ.. તપાસ બહુ કડક છે.. અત્યારે તો તમે ચારે તરફ થી સપડાયેલા છો, કારણ કે તુ છેલ્લો વ્યક્તિ છો જે ડેવીડની સાથે હતો.. જેની સાથે ડેવીડનો હત્યાની રાતે જ ઝઘડો થયો હતો. એ પણ આલ્કોહોલના નશામાં અને આલ્કોહોલ માટે. એટલે બોલાવવામા આવે એટલે તરત હાજર થઈ જજો.’ હથિયારીએ સ્ટ્રીક્ટ વોર્નીંગ આપી.

‘વસીમ..?’

‘વસીમ મન્સુરી સાય્‌બ’,વસીમનો ધ્રૂસક્તો અવાજ બોલ્યો.

‘હા તુ તારા પેરેન્ટ્‌સને લઈને આજે એક વાગે અહિ આવી જજે’, રાણાબોલ્યો.

‘ઓકે સર’, ફરી એ ડરેલો અવાજ.

***

‘વસીયા સાચુ બોલ આમા તારો કઈ હાથ તો નથીને..?.’,નીલે વસીમને કડક અવાજમા પુછ્‌યુ.

‘ના યાર ઝઘડો વાત અલગ છે, તને લાગે છે હું મર્ડર કરી શકુ? યાર ડેવીડ મારો જીગરી જાન હતો એના વિશે હું વિચારી પણ ના શકુ. એક લાફા સુધી તો બસ. તમે પણ યાર મારા પર શક કરો છો. આમ જ કરશો તો પછી આ પોલીસ વાળા તો મને ૧૫ વર્ષની કેદ અપાવીને જ રહેશે.’ વસીમે તેની સફાઈ ગળગળા થઈને આપી.

હું નીલ અને રોહન ત્રણેય વસીમને ભેટી પડયા અને અમને એના પર વિશ્વાસ છે એવી ખાતરી આપી.

પોલીસ સ્ટેશનમાંથી આવતી વખત્તે ડેવીડના પેરેન્ટ્‌સના નંબર લીધા હતા. પોસ્ટ મોર્ટમ પછી અમે તેના ફ્યુનરલમાં જવા માંગતા હતા. પણ કોલ કેવી રીતે કરવો..? ડેફીનેટલી એમને જ્યારે વસીમની વાત ખબર પડી હશે ત્યારે એમની આખો પણ વસીમ તરફ અને થોડી ઘણી અમારા તરફ લાલ થઈ જ હશે..

અમે લોકો ન્.ડ્ઢ ર્ઝ્રંન્ન્ઈય્ઈની બહાર ચ્હાની કિટલી પર ચ્હા પીવા ગયા. અમે લોકો ડીસ્કસ કરી રહ્યા હતા કે આવુ કોણ કરી શકે.? ‘મને તો લાગે છે આ કોઈ જાણીતાનુ જ કામ છે.’, વસીમ બોલ્યો.

‘પણ કોણ.’, અમારા બધાનો એક જ સવાલ હતો.

‘એના મોબાઈલમાથી બીજુ કાર્ડ પણ નથી મળ્યુ. એ કાર્ડ તો એનુ ટેમ્પરરી કાર્ડ હતુ. લગભગ વીસેક દિવસ પહેલાજ લીધુ હતુ.’ મે કહ્યુ.

‘એ કાર્ડથી લગભગ એ કોઈને કોલ પણ નહોતો કરતો.’, નીલ બોલ્યો.

‘એ નંબર પણ આપડી પાસે નથી અને લગભગ કોઈ પાસે નહિ હોય કારણ કે એણે એ નંબર કોઈને આપ્યો જ નથી.. એ એની ગર્લ-ફ્રેન્ડ સાથે જ વાત કરતો હતો.. પણ હા એની આ નવી ગર્લ ફ્રેન્ડ કોણ છે...? એના વિશે એણે આપણને કંઈ નથી કહ્યુ, મને તો લાગે છે કે આ બધુ આના લીધે જ થયુ છે.’

‘હા એ પણ બની શકે હવે એ જોવુ રહ્યુ પોલીસ શુ કરે છે..?’

વસીમે એનો વાબ્રેટ થતો મોબાઈલ કાઢ્‌યો કોઈ અજાણ્‌યો નંબર હતો.. ‘હલો.... હા..હા.. ઓકે સર.’, વસીમે ફોન પર વાત કરી.. અમે એને પુછીએ કે કોનો ફોન હતો એ પહેલા જ એણે કહ્યુ, ‘ચાલો આપણને બધાને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે’.

‘જવુ જ પડશે તો તો..’ મેં કહ્યુ. વસીમ અને નીલની બાઈક દ્વારા અમે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોચ્યા.

રાણાની ખુરશી સામે એક લેડીઝ અને કોઈ ભાઈ બેઠા હતા. કદાચ એ લોકો ડેવીડના પેરેન્ટ્‌સ જ હશે એવુ અમને લાગ્યુ.

‘આવો આવો... આ વસીમ અને બીજા ડેવીડના ફ્રેન્ડસ’, રાણા અમને ઈન્ટ્રોડયુસ કરતા બોલ્યો.. એણે વસીમના નામ પર ઘણો ભાર મુક્યો હતો.

એ લોકો ડેવીડના મમ્મી પપ્પા જ હતા. એમના ચેહરા પર અમારા માટે રાહત નામની કોઈ વસ્તુ નહોતી.. કંઈ હતુ તો એ હતો માત્ર અને માત્ર ગુસ્સો..

‘સર અમે વલસાડ આવવાના જ હતા’..વસીમે કહ્યુ.

‘તમારે લોકોને આવવાની કોઈ જરૂર નથી... તમે પાર્ટી કરી શકો છો.’ ડેવીડના મમ્મીનો ચોખ્ખો ચટ અવાજ આવ્યો.

‘કોઈ પણ નવી વાત જાણવા મળે એટલે અહિયા આવી જજો..’,રાણા બોલ્યો.

‘સાહેબ આટલુ કહેવા જ અમને અહિં બોલાવ્યા છે.?’,મેં પુછ્‌યુ.

“ના, તમને લોકોને પાર્ટી આપવાની છે..!’,.રાણા એના કડક અવાજમાં બોલ્યો.“

સર એની પાસે બે કાર્ડ હતા એમાંથી એક કાર્ડ જે ગાયબ છે, કદાચ એ નંબરથી એની ગર્લ ફ્રેન્ડ સાથે વાત કરતો હતો પણ અમને એ નથી ખબર કે એ કોણ છે.’, અમને જે શંકા હતી એ નીલે કહી.

‘અને આ વાત તમે લોકો અત્યારે કહો છો..?’, રાણા ઉભો થઈને એના હાથ ટેબલ પર પછાડતા બોલ્યો.

‘એ મોબાઈલ નંબર ખબર છે..?’

‘ના એજ તો નથી ખબર’, મેં કહ્યુ.

‘ઓકે તમે જી શકો છો તમારૂ કંઈ કામ નહોતુ જસ્ટ આ લોકો તમને મળવા માંગતા હતા, તમે લોકો જી શકો છો. કંઈ કામ હશે તો તમને બોલાવવામા આવશે.’, રાણાએ કહ્યુ.

‘સોરી સર પણ આમા અમારો કોઈ વાંક નથી. એક્ચ્યુલી અમને પણ ગીલ્ટી ફીલ થાય છે કે જો એ દિવસે અમે ભેગા ના થયા હોત તો કદાચ આ બધુ ના થાત..’, વસીમે માફી માંગતા ડેવીડના પેરેન્ટ્‌સને કહ્યુ.

અમે બધાએ સોરી કહ્યુ બટ ડેવીડના પેરેન્ટ્‌સે અમારી સામે શ્બ્દ સુદ્ધા ન ઉચ્ચાર્યો ન તો અમારી સામે જોયુ.

***

ત્રીજા સેમેસ્ટરમાં બનેલી આ ઘટના પછી અમે આ વિશે ઓછી જ વાતો કરતા. અમને ખબર છે અમે કેટલા ગભરાઈ ગયા હતા. એક હાલતો ચાલતો વ્યક્તિ જેની સામે તમે કેટલીય યાદગાર પળો વિતાવી હોય, એ ચપટી વગાડતાના સમયમાં તમારી સામેથી અલોપ થઈ જાય એ ઘણી મુશ્કેલ ક્ષણો હોય છે. સાલા ડેવીડયાએ અમને એની માયા લગાડી હતી. બે મહિના સુધી તો અમે એની વાતો જ કરતા રહ્યા, એ કેવી રીતે રહેતો, કેવી વાતો કરતો, પણ વાતો પુરી થતી ત્યારે બધાની આંખો ભીની થઈ જ જતી. અમને ચારેયને ખુબ જ ગીલ્ટ હતુ, એ રાતે અમે ભેગા ન થયા હોત તો કદાચ આવુ ન બન્યુ હોત.

પણ સમય અને ભાગ્યને કોઈ રોકી શકતુ નથી. જે ઘાવ સમય આપે છે, એને રૂઝવવાનુ કામ પણ સમય જ કરતો હોય છે. સમય એ બધા જ દુખોની દવા છે. અમારે પોલીસ સ્ટેશનના ઘણા ધક્કા ખાવા પડયા. ઈન્ક્વાયરી ઘણી ચાલી. પણ કોઈ ઠોસ નિર્ણય પર પોલીસ ન પહોંચી શકી. બધુ ધીરે ધીરે ધુંધળુ થવા લાગ્યુ. વસીમ એની લાઈફમાં બીઝી થઈ ગયો. એની સાથે મળવાનુ પણ ઓછુ થતુ. પણ ડેવીડને અમે કઈ રીતે ભુલી શકીએ? અમારો એક જીગરી હતો.

ત્યારે પણ મને એમ લાગતુ કે ક્યારેક તો ડેવીડ સાથે જે થયુ, કોણે કર્યુ એની ખબર પડશે. અમારા બધાના મનમાં એક જ સવાલ હતો. ડેવીડ સાથે આવુ કરવા વાળુ હતુ કોણ ? પરંતુ ઘણા સવાલોના જવાબ તમારે શોધવા નથી પડતા. તમારી સામે જ આવીને ઉભા રહેતા હોય છે. આપણે ઓળખી ન શકીએ એ વાત અલગ છે. આ સવાલનો જવાબ મારી સામે પણ આવવાનો હતો, આવ્યો પણ હતો. મારે ઓળખવામાં થોડીક વધારે વાર લાગી.

***

કોણ હતુ જેણે ડેવીડનુ મર્ડર કર્યુ હતુ? અને શામાટે? શું હર્ષ શ્રુતિને શોધી શકશે? બધા જ સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો લાસ્ટ યર. ફરી મળીશું આવતા શુક્રવારે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App