The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રભુ સાથેનો સંવાદ. દાંડી ભાગલનાં દરિયાકિનારે બાંકડા પર બેસી, રેતીમાં રમતાં બાળકને નિહાળી રહી હતી, ત્યાં જ પ્રભુ પ્રગટ થયા.મને પૂછવા લાગ્યા," વિભૂ, તું શું વિચારમાં છે,આવા સરસ માહોલમાં કોઈ કવિતા વિચારે છે કે વાર્તાનો પ્લોટ?" પ્રભુની વાત સાંભળીને મેં કહ્યું," તું તો અંતર્યામી છે, ઘડી પહેલાં અંહીયા બનેલી ઘટના તારાથી આજાણી તો ન જ હોય છતાં મારાં મુખે સાભળ," બાળકે રેતીનું ઘર બનાવ્યું અને નજીકમાં જ મોટાં ભૂંગળામાં એની મા સાથે રહે ત્યાં પહોંચ્યું,મા પાસેથી તિરંગો લેવા, એટલામાં જ એક હેલિકોપ્ટર આવ્યું,ઘર ઘર તિરંગો ફરકે છે કે કેમ એ જોવા માટે નેતાને લઈને. રેતીના ઘરની નજીકથી પસાર થતા હેલિકોપ્ટરના પંખાએ બાળકે બનાવેલ રેતીનું ઘર નેસ્ત નાબૂદ કરી નાખ્યું. તિરંગો લઈને આવેલા બાળકે પોતાનું રેતીનું ઘર પડી ભાંગેલું જોઈને રડતાં રડતાં મા પાસે જઈને કહેવા લાગ્યો," મા, આપણું ઘર નથી એટલે રેતીનું ઘર બનાવ્યું અને એની ઉપર તિરંગો લગાવવા પરંતુ એ તો પડી ભાંગ્યું" ત્યારે માતાએ દીકરાને શાંત પાડીને કહ્યું," બેટા, પ્રભુ જે કરે એ સારા માટે જ.આમ પણ રેતીનું ઘર તિરંગો લગાવ્યા બાદ મોજાની થપાટે તૂટતે તો તિરંગો પડી જતે મોજા ભેગો પાણીમાં જતે અને એ તો તિરંગાનુ અપમાન કહેવાય.લાવ હું તને લગાવી આપું." એમ કહી માએ ઝાડ પરથી મજબૂત ડાળી કાપી, માર્ગ પર નાખવાનું ગરનાળું કે જેને ઘર માનીને એમાં રહેતા ત્યાં ડાળી જમીનમાં ખોસી સાથે તિરંગો મજબૂત બાંધીને ફરકાવ્યો. હવામાં લહેરાતા તિરંગાને જોઈ ખુશ થયેલા બાળકે સલામી આપી ખુશ થતાં બુલંદ અવાજે બોલ્યો , "વંદે માતરમ્,શહીદો અમર રહો." બસ, પ્રભુ આ દ્રશ્ય જોઈને હું વિચારતી હતી કે હર ઘર તિરંગાનું સૂત્ર મળ્યું એટલે જે તિરંગા ઘર પર ફરક્યા એ રાજી પરંતુ ફરક્યા વિના રહી ગયેલા તિરંગા કહે છે કે એવું સૂત્ર આપો," હર તિરંગા કે પાસ એક ઘર" બોલ પ્રભુ," છે આનો કોઈ ઉપાય તારી પાસે?" પ્રભુ મારી તને એક જ અરજ કે" કોઈ તિરંગો ઘર વિહોણો ન રહે એવી સદ્બુદ્ધિ આપજે." ' પ્રભુ..... પ્રભુ.... પ્રભુ કંઈક તો બોલ. અરે....અરે...આમ જવાબ આપ્યા વિના જાય તે કેમ ચાલે!" હું બોલતી રહી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
પાવલીનું આક્રંદ શું મારો ઠાઠ હતો ? શું મારો વટ હતો ? શુભ કાર્ય મુજ વિણ નકામું શુભ કાર્યમાં પહેલી જરુર મારી મારા વગર રુપિયો અધૂરો. અરે! રુપિયાનું સર્જન જ મારા થકી કિંતુ રુઠ્યાં મારાં નસીબ એક ગોઝારી ક્ષણે સરકારને કમતિ સુઝી બહાર પાડ્યો ફતવો મારાં મરણનો ૧લી જુલાઈ ૨૦૧૧ મારુ ડેથ સર્ટીફીકેટ સાઈન થયું બસ,મારી આવરદા ૩૦જૂન નક્કી થઈગઈ મુજથી નાનેરા વીસકાનું અસ્તિત્વ છે. વીસકાથી મોટીહું ભૂંસાઈ ગઈ. શુકનમાં સવાનું મહત્વ, હવે શું કરશે બિચારા ગોરબાપા! મુજ વિણ ઝૂરશે મારો સાથી રુપિયો દોસ્તો સાચવી લેજો મુજ સાથીને અંતિમ મારી અપીલ છે આપને . વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.
લાભપાંચમની શુભેચ્છા. લાભપાંચમે આપ પધાર્યાં! રહી ગયાં દિલમાં. દિલ રંગાયું, આપનાં પ્રેમે. વિભૂતિ દેસાઈ ઘાસવાલા,બિલીમોરા.
શીર્ષક :- ગરબે રમવા આવ નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં કે માડી તું (૨)ગરબે રમવા આવ. ભક્તો જુએ છે તારી વાટડી કે માડી તું (૨)ગરબે રમવા આવ. માડી આવે તો તને મુગટ પહેરાવું, કે માડી તું (૨) મુગટનાં તેજે આવ. માડી આવે તો તને હીર કેરાં હાર પહેરાવું, કે માડી તું (૨)હીરલાનાં ચમકારે આવ. માડી આવે તો તને ચૂડલા પહેરાવું, કે માડી તું (૨)ચૂડલાનાં રણકારે આવ. માડી આવે તો તને ઝાંઝર પહેરાવું, કે માડી તું (૨)ઝાંઝરનાં રણકારે આવ. માડી આવે તો રૂડાં સાથિયા પૂરાવું. કે માડી તું (૨)સાથિયાનાં રંગે આવ. નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં કે માડી તું(૨) ગરબે રમવા આવ. ✍️© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલિમોરા
ત્રિનેત્રધારી લેતાં વિદાય- થયાં મંદિરો સુનાં! શિવ બિરાજે સૌનાં હ્રદયમાં. વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તાપી નદી પર આવેલું પ્રકાશા કે જે દક્ષિણ કાશી તરીકે ઓળખાય છે.એની યાત્રા કરવાનો લાભ અમને મળ્યો.અમે સૌ બહેનો શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી . પ્રકાશાનું મુખ્ય મંદિર કેદારેશ્વર ,એની બાજુમાં જ કાશીવિશ્વનાથ મહાદેવ.કાશીની યાત્રા જેટલું જ પૂણ્ય આ મહાદેવનાં દર્શન કરવાથી મળે. પુષ્પ દંતેશ્વર મહાદેવ. આ મહાદેવ માટે એવી દંતકથા છે કે એક રાજા રોજ ફુલ ચઢાવતો.એક દિવસ ફૂલ ન હતું તો પોતાનો દાંત કાઢીને ચઢાવ્યો તો ત્યાં તરત બીજો દાંત આવ્યો એટલે એનું નામ પુષ્પ દંતેશ્વર. આ મંદિર પાસે અર્ધ કાશી અને બિલ્વેશ્વર મહાદેવ મંદિર છે. સંગમેશ્વર મહાદેવ તાપી,ગોમાઈ અને પુલિંદા નદીનો સંગમ થતો હોવાથી સંગમેશ્વર નામ પડ્યું. ગૌતમેશ્વર મહાદેવ મંદિર. વ્યારામાં મનકામેશ્વર મહાદેવ મંદિર એવી લોકવાયકા છે કે આ મહાદેવનાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ઉનાઈમાં ઉનાઈ માતાનાં અને અનાવલમાં શુકલેશ્વરદાદાનાં દર્શન કરી સૌ ધન્ય થયાં.
જીવ એ જ શિવ મંદિરમાં ફાંફાં શું કામ મારે માનવ ! વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
દુનિયામાં મારું આગમન એ રોમાંચક ઘટનાના સહભાગી મારાં પિતા મારાં આગમનનીને માતાના ક્ષેમની ચિંતાગ્રસ્ત મનથી પ્રાર્થના કરતાં મારાં પિતા મારો પહેલો ઉચ્ચાર મારું પહેલું ડગલું પા-પા-પગલી જેવી રોમાંચક ઘટના મારી માએ મોકલેલ પત્ર વાંચીને સંતોષ માનતા મારાં પિતા દૂર છતાં મને પાસે અનુભવી ખુશ થતાં મારાં પિતા મારાં અરમાન પૂરા કરનાર મારાં પિતા હું આજે જે કંઈ છું મારાં પિતાના યોગદાન વગર શક્ય જ નથી હયાત ન હોવા છતાં સાથ અનુભવું છું પિતાનો રોજેરોજ પિતાને યાદ કરીને પિતૃ દિનની શુભેચ્છા, જગતપિતા સહિત સર્વ પિતાને. વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલિમોરા.
અક્ષય ત્રીજ ખેડૂત ઘરે લાપસીનાં આંધણ ખેડૂત કેરાં નવલાં વર્ષે. વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ, આજ અમારાં દ્વારે,આજ અમારાં દ્વારે. આસોપાલવનાં તોરણ બંધાવ્યાં સ્વાગત કાજે, રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ આજ અમારાં દ્વારે(૨) રૂડાં બાજઠ શણગાર્યા આસન કાજે. રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ, આજ અમારાં દ્વારે.(.૨) ગુલાબનો તો હાર બનાવ્યો પ્રેમે પહેરાવું. રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ , આજ અમારાં દ્વારે..(૨) લાપસીનો તો પ્રસાદ બનાવ્યો પ્રેમે આરોગો. રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ, આજ અમારાં દ્વારે..(૨) ભાવે કરું હું ભક્તિ તમારી પ્રેમે સ્વીકારો. રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ , આજ અમારાં દ્વારે...(૨) કૌશલ્યાનંદન અરજ સૂણી વહેલાં રે પધારો રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ, આજ અમારાં દ્વારે...(૨) દર્શન દઈને ધન્ય કરો અમ સૌનું જીવન. રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ, આજ અમારાં દ્વારે આજ અમારાં દ્વારે. ©️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser