Quotes by Shah Nimishaben Kantilal in Bitesapp read free

Shah Nimishaben Kantilal

Shah Nimishaben Kantilal

@shahnimishabenkantilal.152955


શહેરની રોશનીમાં પણ અંધકાર દેખાય છે,
દરેક ચહેરા પર અહીં નકાબનો વેપાર દેખાય છે.

સચ્ચાઈ તો લાચાર અહીં,  શોરનો જ બસ તાજ છે,
ખામોશીની આંખોમાં હવે બસ ઇન્કાર દેખાય છે.

ગરીબના સપનાને કોઈ પૂછતું નથી સાહેબ,
મહેલમાં બેઠેલાને તો બસ અખબાર દેખાય છે.

અદલ ઇન્સાફ હવે માત્ર શબ્દોમાં રહી ગયો,
ગલીઓમાં તપાસો તો ગુનેગાર દેખાય છે.

કલાકાર લખે તો કહે, “બહુ કડવું લખ્યું તેં”,
પણ કાગળ પર જ સમાજનો ઇકરાર દેખાય છે.

​નિમિષા, આ દોરમાં સાચું બોલવું મુશ્કેલ છે,
કારણ સત્યથી લોકોને ખલેલનો ભાર દેખાય છે.

Read More
epost thumb

હૃદયના દ્વાર પર અંકાયું નામ કોઈનું,
સમયથી પણ ન ભુંસાયું એવું સ્થાપન કોઈનું.

મસ્તક નમ્યું જ્યાં ત્યાં મૌન આકાશ પણ રહ્યું,
અંતરે અનુભવ્યું ત્યાં અવિરત ધામ કોઈનું.

​નિ:શબ્દ શિલામાં ગૂંથાયેલી સદીઓની વાત,
અશ્રુથી ઝીલાય એવું વચન કોઈનું.

​ન પગલાંનો રણકાર, ન મંત્રોની ઝણકાર,
શ્વાસે-શ્વાસે વહેતું અનુસંધાન કોઈનું.

વિશ્વાસથી જ્યાં અહંકાર જીતાયો સદાય,
તે પવિત્ર શિલા બની તીરથ કોઈનું.

શબ્દો ખૂટે ત્યાં શ્રદ્ધાનો નાદ ગુંજાય,
મૌનથી પણ સંભળાય આહ્વાન કોઈનું.

Read More

દરેક આપણું દેખાતું જણ આપણું નથી હોતું,
જાતનો ઢાંક પિંછોડો કરી ફરતું વરણ આપણું નથી હોતું.
​ચહેરો મીઠો, બોલ મીઠાં, પણ અંદર ઝેર ભરેલું,
જેની નીયતમાં ખોટ હોય, એ દર્પણ આપણું નથી હોતું.
​સમય આવે ત્યારે જ ઓળખાય કોણ પોતાનું ,
મુશ્કેલીમાં સાથ ન આપે, એ સ્વજન આપણું નથી હોતું.
​જેને સમજ્યું પોતાનું, તે જ ઘા દઈ જાય છે દિલ પર,
જૂઠના પાયા પર બનેલું કોઈ બંધન આપણું નથી હોતું.
​દેખાવની દુનિયામાં વિશ્વાસ કરવો મુશ્કેલ છે 'નિમિષા',
અંતે તો દરેક સાચું લાગતું કારણ આપણું નથી હોતું.

Read More
epost thumb

નવી શરૂઆત..

અંત હોય જે આ જિંદગીનો,
એ જ આરંભ લઈને આવે છે.
બધું સમાપ્ત થઈ જાય ત્યાંથી ,
નવા શમણાં લઈને આવે છે.

કોઈપણ રાત જો વીતી ગઈ,
તો સવારને મળવું જરૂરી છે;
અંધારા પછી માત્ર એ ઉજાસની,
ઝલક લઈને આવે છે.

જે ડાળી તૂટી ગઈ હોય,
ત્યાં નવા પાંદડાંનો છે વાયદો;
હંમેશા વૃક્ષ એની જીવંતતાની,
પળ લઈને આવે છે.

​આ "અંત" શબ્દને નિરાશા ન ગણવી,
એ તો વિરામનું બીજું નામ છે;
સફર પૂરી થાય તોયે,
એ બીજી મુસાફરીનો ઉમંગ લઈને આવે છે.

Read More

વ્હેમમાં રહેવું ગમે છે, હકીકત ક્યાં કદી ખૂબસૂરત હોય છે
સૌને સૌની હદમાં રાખવા ગમે, શરાફત ક્યાં કદી સલામત હોય છે.
​હોઠ પર ઝેર લઈને પણ હસવું પડે છે,
ક્યાં દરેક વાતની અસર પણ કરુણાવત હોય છે!
​સાવ ઓછું બોલે છે જે, એ વધુ સમજે છે,
શાંત એ જ હોય છે જેનામાં બહાદુરીની તાકાત હોય છે.
​આશરો આપીને પછી રસ્તા બતાવે,
એકલા રહેવાની એની ખાસ અદાવત હોય છે.
​જ્યાં જઈને આંસુ છુપાવી શકાય છે,
એક ખૂણો હોય છે, ત્યાં જ શાંતિની ઈમારત હોય છે.
​શબ્દને ચૂપ કરી દેવો પડે, કેમકે 'હું' છું,
નહીંતર તો ઘોંઘાટમાં ક્યાં કદી શાનદાર વાત કબૂલાત હોય છે?

Read More