Quotes by krupa in Bitesapp read free

krupa

krupa

@shabdo


મામા નું ઘર

વેકેશન પડે ત્યારે સૌથી પેહલા મગજ માં આવતો વિચાર એટલે મામા નું ઘર,ઘર થી કંટાળ્યા હોઈએ ત્યારે મન ને શાંત કરવાની જગ્યા એટલે મામા નું ઘર, દિવાળી વેકેશન હોય કે પછી ઉનાળા નું વેકેશન...મામા ના ઘરે ન જઈએ ત્યાં સુધી વેકેશન અધૂરું કેહવાય.મામી જોડે કરેલી વાતો ,નિધિ દી અને મીરા જોડે કરેલી લેટ નાઈટ મસ્તી,ક્યારેક ઝઘડીએ પણ છીએ પરંતુ મારા માટે જીવન જીવવાનું બેસ્ટ સ્થળ એટલે મામા નું ઘર...જ્યાં ખરેખર એવું લાગે કે ખાલી જીવી નથી રહ્યા પણ જિંદગી ને માણી રહ્યા છીએ...મામા નો પ્રેમ મારા નસીબ માં થોડા સમય માટે જ હતો પણ મારા મામી એ એમની કમી ક્યારેય વર્તવા જ નથી દીધી...મારા ઘર કરતાં પણ વધારે મને મામા ના ઘરે ગમે છે ... એવું નથી કે રોજ એક ની એક જગ્યા એ રહી ને કંટાળીએ એટલે બીજી સારુ જ લાગે...પણ મારા મામા નું ઘર છે જ એવી જગ્યા ...ગમે તેટલા મોટા થઈ જઈએ પણ મામા નું ઘર ન ભૂલી શકાય..શું કહેવું તમારું?

Read More

ઠંડી છે...શોધી રહી છું.. તાપણું 🔥
કોઇ તો મળે આટલા માં આપણું 🤌🏻

" શોધ "

~એક સારા જીવન ની...
અને જીવન માં ભાગ ભજવતા લોકો ની..

~super speed માં ભાગતા સમય ની...
અને આ સમય માં સાથ આપતા લોકો ની...
~શોધ...એક સારા સમય ની...
તો ક્યારેક સારા માર્ક્સ ની..
~શોધ...એક ન દેખાતી આશા ની...
અને આ આશા ને જીવતી રાખનાર લોકો ની...
~શોધ...શાંત મન અને સ્વસ્થ તન ની ...
અને એનું સંભાળ રાખનાર લોકો ની...
~શોધ...એક સારા પ્રસંગ ની ...
અને પ્રસંગ માં ઘટનાર યાદો ની...
~શોધ...યાદો માં ભાગ ભજવનાર લોકો ની..
અને યાદો તાજા રાખનાર લોકો ની...
~શોધ...મારી અને મારા હાસ્ય ની...
અને મને પાછી શોધનાર લોકો ની..

~શોધ..એક સારા જીવન ની ...
અને જીવન માં ભાગ ભજવતા લોકો ની...

Read More