Quotes by Rakesh Solanki in Bitesapp read free

Rakesh Solanki

Rakesh Solanki

@rakeshsolanki1054


" પ્રેમમાં "
( ગઝલ )

ગડમથલ ચાલે જરા ના પ્રેમમાં.
દૂર ભાગે છે ભરોસો વ્હેમમાં.

હું કિનારે ડૂબવાનો ક્યાં હતો?
તોય કિસ્મત છે દગાળી ગેમમાં.

એ કિનારે જોઈને હસતા રહ્યા;
ડૂબકી મારે જતો હું ડેમમાં.

આકરી આપી સજા કારણ વગર;
ના દયા આવી જરા પણ રહેમમાં.

એક ફોટો આજ પણ દીવાલ પર;
શ્વાસ લેતો હોય લાગ્યું ફ્રેમમાં.

©✍️ Bન્દાસ
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા

Read More

" મજા આવે ઘણી "
( ગઝલ )

મુખથી જરા પાલવ હટાવો તો મજા આવે ઘણી.
ચાંદો સરસ અમને બતાવો તો મજા આવે ઘણી.

કરતો ઈશારો વાત બહુ પણ ના મજા આવે જરા;
મનમાં શું ચાલે છે જણાવો તો મજા આવે ઘણી.

કોમળ તમારા અંગ છે એ વાતને ધ્યાને ધરો;
ફૂલોથી બિસ્તરને સજાવો તો મજા આવે ઘણી.

રસ્તે અગર સામે મળો તો કામ કરજો એક એ;
જોઈને આંખોને લડાવો તો મજા આવે ઘણી.

Bન્દાસ થઇને ખ્વાબમાં હેરાન કરશો ના જરા;
પાસે તમે આવી સતાવો તો મજા આવે ઘણી.

©✍️ Bન્દાસ
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : રઝજ = ગાગાલગા × ૦૪

Read More

Share

Share

Share

Share

Share

Share

Share

Share