Quotes by Piyush Kajavadara in Bitesapp read free

Piyush Kajavadara

Piyush Kajavadara Matrubharti Verified

@mr.kj786
(1.9k)

શ્રેષ્ઠ સંબંધ નો સૌથી કમજોર ભાગ,
જયારે વ્યકિત ને વિશ્વાસ સાબિત કરવા ખુલાસો કરવો પડે.

સમય સાથે વ્યાખ્યા બદલાતી જાય, એ પ્રેમ 'ના' હોય.

જેટલુ ઓછુ જાણશો, એટલો વધુ વિશ્વાસ કરશો.

अँधेरा होने से रस्ते नहीं चले जाते,
कदम उठाने पड़ते है, रोशनी फैलाने के लिए

પરબારું સામ્રાજ્ય 'સુખ' આપી શકે, 'સંતોષ' નહી.

જેટલું આપશો એટલું વધુ સામું મળશે, એ પછી પ્રેમ હોય, પૈસા હોય, ખુશી હોય કે ઈર્ષા કે ગુસ્સો.
શું આપવું એ તમારા પર છે.

Read More

તું ચાલતી ગાડી અને હું રખડતો રસ્તો,
મળી જઈએ તો કાઈ ફરવા જઈએ.
તું ખુલી બારી અને હું વહેતો પવન,
મળી જઈએ તો ખુશનુમા થઈએ.
તું ગરમ કોફી અને હું ઉકળતી વરાળ,
મળી જઈએ તો સ્વાદ માણીએ.
તું થનગનતી રોશની અને હું ઠંડો ચાંદ,
મળી જઈએ તો શીતળ થઈએ.
તું ગરમ હવા અને હું ચળકતો સૂર્ય,
મળી જઈએ તો રોશન થઈએ.
તું કોઈ હસીન રાત અને હું સુંદર સ્વપ્ન,
મળી જઈએ તો સાકાર થઈએ.
તું કોઈ સુંદર કાયા અને હું ના દેખાતો આત્મા,
મળી જઈએ તો એકરૂપ થઈએ.
તારું યૌવન અને મારો પ્રેમ,
મળી જઈએ તો પ્રેમ કરીએ.
સપના ની કીમત નથી અને તારી પાસે સમય નથી,
તે કર્યો વિચારીને મને પ્રેમ,
ચાલ હવે વિચાર્યા વગર નફરત કરીએ.
©️Piyush Kajavadara #kavyotsav

Read More

મારી ઇચ્છા ને આધીન, તારા દુખ ને હું ચાહુ.
તું વાવે કાંટા, ને હું ગુલાબ ઉગાડું.
સંભાળી ને રાખજે સપના તારા,
રંગો ભરી ને, હું આ રંગમચ પર લાવું,
વિચાર કાઇ એવો હતો,
આંખો ના જામ છલકાવું,
ધીમા, મધ્ધમ તેજ વચ્ચે સપના બતાવું.
રસ્તા ચાલે છે અને સમય ઊભો છે.
વિના મદીરા એ નશો ચડયો છે.
ગમગીન અવસ્થા માં હસી પડું છું,
અને હસતા હસતા રડી પડું છું.
તૂટતી જાય છે આ હસ્તી મારી,
હવે તો કોઈ પાત્ર વગરનો હું પ્રેમ કરું છું.
ગુલાબ કરતા કાંટા મને ગમ્યા,
સ્વભાવ પકડી રાખી ને મને પ્રેમ કરતા એ ગમ્યા.
બે ઘડી ની એ ખૂશ્બુ શું કામ ની? ગુલાબ,
જયારે એ કાંટા મને જિંદગી ભર નડયા. #kavyotsav

Read More