Quotes by mitu gojiya in Bitesapp read free

mitu gojiya

mitu gojiya Matrubharti Verified

@mg1753
(17)

વૃદ્ધ તો અહીંયા બધા થાય છે
મજા તો બુદ્ધ થઈ જવામાં છે

ગંગામાં ન્હાવાની લાલચ છોડ
પહેલા તું તન-મન,વિચાર,વાણીથી શુદ્ધ થવાનાં પ્રયાસ કર

Read More

પડે છે:
હસવું પડે છે
રડવું પડે છે
જીવવું પડે છે
મૃત્યુ માટે તૈયાર રહેવું પડે છે
કેમ છો નો જવાબ
મજામાં છીએ
બોલવું પડે છે


પડે છે..પડે છે..પડે છે..
આ શબ્દ કેટલો મજબૂર કરે છે ને
આના લીધે ખબર નહીં જીવનમાં કેટલુંય અણગમતું કરવું પડે છે

"ના"ની તાકાત સમજો
"હા" થી મોટી મૂંઝવણ બીજી કોઈ જ નથી

Read More

કોણ કહે છે કે ખરાબ કર્મો કરનારને
ખરાબ કર્મોના ફળ નથી મળતા

ભલે મોટા મોટા અકસ્માતો નથી નડતા
પણ એના ચિંતાના દિવસો અને ઘર કંકાસ નથી મરતા
અને એ બધી વાતો એ માણસને શાંતીથી જીવવા પણ નથી દેતી

(ખરાબ કર્મો માત્ર એ નથી કે કોઈની હત્યા કરી નાખી ખરાબ કર્મો એ પણ છે બીજાનું બુરું વિચારવું,બીજાને દુઃખી જોઇ ખુશ થવું, કોઈને તકલીફ થાય એવી વાણી બોલવી કરેલું પણ નડે છે અને બોલેલું પણ આપણે ફરીને પાછું મળવા જરૂર આવે છે)

Read More

શોર ભર્યા જીવનમાં સુકૂન ના સ્થાન બહુ ઓછા છે
તું મારા માટે એમાંનું એક છે

તમારી એક પણ ભૂલ ના હોવા છતાં
હજારો વાંક કાઢે એ છે સમાજ
અને ખુદ આખો ખરાબ હોવા છતાં
રીતી રીવાજ નું નામ લઈને મહાન બને છે
આ સમાજ

ખબર નહીં આ દહેજનું નામ કરિયાવર કોને રાખ્યું હશે

Read More

પહેલાનો સમાજ પુરુષ પ્રધાન હતો..પુરુષો ઈચ્છતા હતા કે મહિલાઓ એની ગુલામી કરે અને જેવું તે ઇચ્છે એજ કરે.. એટલે પુરૂષોએ એક શબ્દ કાઢ્યો કે પતિ પરમેશ્વર છે..જેથી મહિલાઓ ચુપચાપ પરમેશ્વરના અત્યાચાર સહન કરે અને પોતાની સાથે થતાં અન્યાય સહન કરીને પણ પતિ પરમેશ્વરની પૂજા કરતી રહે.. પણ ધીમે ધીમે સમય બદલાયો જેમાં ખુદ ઘણા એવા ભણેલા ગણેલા પુરુષો થય ગયા જેમણે મહિલાઓને સમજાવ્યું કે તમે લોકો પગની ધુળ બનીને રહેવાનું નહીં પણ ગૌરવ સાથે જીવવ જીવવાનો અધિકાર ધરાવો છો...એટલે સ્ત્રી અને પુરુષ બંને એક સમાન જ છે કેમકે જ્યાંથી પુરુષ જન્મ્યો છે સ્ત્રીનો જન્મ પણ ત્યાંથી જ છે તો એમાં એક પરમેશ્વર ને બીજું પગની ધુળ તો ન જ હોય...ઘણા લોકો કહે છે હવેની સ્ત્રીમાં સહનશક્તિ નથી.. એવું નથી સહનશક્તિ તો આજે પણ છે...પણ હવે સ્ત્રીઓની સમજશક્તિ વધી ગઈ છે..જેમાં પહેલાની સ્ત્રીઓમાં સહનશક્તિ તો હતી પણ સમજશક્તિ બિલકુલ ન હતી.. હવે સ્ત્રીઓ સમજી ગય છે કે ઘરેલુ હિંસાનો શિકાર બનીને રહેવું ગૌરવની વાત નથી.. અત્યાચાર સહીને પણ હસવું શાબાશી ની વાત નથી...હવે સ્ત્રીઓ સમજી ગય છે કે આ દુનિયામાં કોઈજ પરમેશ્વર નથી

Read More

આજે હું જે લખીશ એ ૯૯% લોકોને પસંદ નહીં આવે
પણ હું લેખક છું મારું કામ માત્ર લખવાનું છે એ જોવાનું નથી કે વાંચનાર ને ગમ્યું કે ન ગમ્યું...તો હા મને નથી લાગતું કે લગન કોઈ પવિત્ર બંધન છે...તમે ખુદ વિચારો જે કામને લગન પહેલા ગંદું માનવામાં આવતું હતું એ કામ લગનના ૪ મંત્ર થી પવિત્ર કેવી રીતે થઇ ગયું..આપણા સમાજમાં પહેલાથી જ મહિલાઓ ને એ વાત મનમાં ચોંટાડી દેવામાં આવી છે કે તારે જીવનમાં એક બોડીગાર્ડ એટલે કે પતિ હોવો જોઈએ જે તારી જરૂરીયાતો પૂરી કરે તારો સહારો બનીને રહે..અને પુરુષ પૈસા કમાનાર છે તો જ્યારે તું ઘરે આવે ત્યારે ગરમા ગરમ જમવાનું તને તારા ટેબલ પર મળે તારા કપડાંથી લયને ઘર બધું સાફ જોવા મળે.. તમારા બેયના પેટથી લયને શરીરની અને બધી જેટલી ભુખો છે એ બધી સંતોષાય જાય બાપ દાદાનો વંશ આગળ વધે (અને દેશની વસ્તીમા વધારો થાય જે વધારવાની બિલકુલ જરૂર નથી)..આમ લગન સ્ત્રી પુરુષનો સ્વાર્થ અને જરૂરીયાતો પૂરી કરતું યંત્ર છે..અહીં મારો મતલબ એ નથી કે લગન ખરાબ વસ્તુ છે.. હું તો કહું જેને ગમતાં હોય પસંદ હોય એને કરી જ લેવા જોઇએ મારો મતલબ તો અહીં એ લોકો જે લગન પવિત્ર બંધન છે પવિત્ર બંધન છે એમ કરતાં હોય છે એને હકીકત અને સત્ય સમજાવવાનો છે.. આપણા સમાજમાં ધર્મનું નામ જોડીને લોકો પાસે ગમે તે કરાવી શકાય છે.. પણ તમે ભૂલી જાવ છો કે ધર્મની ઉપર પણ કંઈક મહાન છે જેનું નામ સત્ય અને હકીકત છે

Read More

ઘણા લોકો રડતા હોય છે કે અમને કોઈ સગા ફોન ના કરે
જો તમે ઈચ્છતા હોય કે કાયમ તમને બધાં ફોન કરે
તો એક કામ કરો..તમે પારકી પંચાત કરવાનું શીખી લો
જો તમે બિઝનેસ કરતા હોય તો અલગ વાત છે કે તમારો ફોન વાગ્યા રાખે..પણ જે લોકોના નકામા કારણ વિના કાયમ ફોન ચાલુ રહે છે નક્કી એ લોકો પારકી પંચાત કરવામાં નંબર વન હશે..પેલું માણસ રહેતું હોય શહેરમાં અને એને આજે ગામમાં શું થયું એ બધું ખબર હોય છે

અને જો તમારે જીવનમાં શાંતિ જોઈએ છે
તો ક્યાં શું ચાલે છે..કોણ શું કરે છે એ બધી વાતોથી દૂર જ રહો

Read More

દયાવાન હોવાનો દેખાવ શું કામ કરે છે
માનવતા તારા હૈયામાં હોવી જોઈએ

ચહેરાનું શું છે? શિયાળામાં ગોરા ઉનાળામાં કાળા પડી જવાય છે
સુંદરતા તારા વર્તન,વિચાર અને વાણીમાં હોવી જોઈએ

હરિનું નામ ના લે..તું હરીનેય ઠગે છે
પારકી પંચાત કરવામાં તને ક્યાં કોઈ પૂગે છે

કડવાશ માં તમે કારેલા ને કોઈ દિવસ જીતવા નથી દીધા
તો પછી આમ મોઢે મીઠડાં બનીને શું કામ ફરો છો

Read More

જે માણસ સહારા ગોતે છે
એ પોતાની સ્વતંત્રતા ખોઈ બેસે છે
કેમકે જીવનમાં જો કંઈ ગોતવા જેવું હોય
તો એ છે "આત્મનિર્ભરતા"

સહારાની ગુલામી કરવા કરતા
પોતાની જાત સાથે લીધેલો સ્વતંત્રતાનો શ્વાસ વધુ સારો છે

Read More