Quotes by ક્રિપા in Bitesapp read free

ક્રિપા

ક્રિપા

@krishivaram


💫 લુઈસ બ્રેઈલ 💫
"હતુ અંધકારમય જીવન પોતાનું,
ને જ્યોત જગાવી પાથર્યો પ્રકાશ અન્યનાં પણ જીવનમાં;
આમ તો એક ભાષા આપીને હર એક ને ઉજાસ આપી ગયા, કારણ કે પોતાનું જીવન પણ અન્યને આપતા ગયા.
પોતાનાં જ અનુભવનાં રૂપે એક મહાન શોધ આ જગતને આપતા ગયા."✍️
💫 દ્રષ્ટિહીન લોકોને હસ્તું જીવન પ્રદાન કરનાર મહાન લુઈસ બ્રેઈલને તેમની જયંતી પર કોટી કોટી વંદન.🌷🙏

Read More

"કોઈ કહે કે હું ઈશ્વરમાં માનું, ને કોઈ કહે કે હું અલ્લાહમાં માનું, પણ હું તો એમ કહું કે માણસ માણસને માને તોય ઘણું છે વ્હાલાંવ."✍🤗

Read More

મિત્ર તારું મળવું મારાં માટે નવું જીવન બની ગયું અને તને મળ્યાં પછી જાણે તારું જીવન પણ મારું બની ગયું.

કેટલાંક લોકો એમ કહે છે કે આનાં કારણે મારો દિવસ ખરાબ થઈ ગયો, પરંતુ આ દિવસને ક્યાં ખબર હતી કે એ તાજો છે કે વાસી; આતો ફક્ત અને ફક્ત મનુષ્યએ પોતાનાં મસ્તિષ્કમાં વિકસાવેલો વ્હેમ છે; માટે દિવસને હંમેશા તરોતાજાં રાખવો કે વાસી રાખીને ખરાબ કરવો એ મનુષ્યએ પોતે વિચારવાનું રહ્યું.😊
(વિચાર થોડો હાસ્યાસ્પદ છે, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં વિચારને હકારાત્મકતાં તરફ લઈ જવામાં આવે તો, પરિસ્થિતિ ગમે તેવી હોય, તેનો હલ પણ હકારાત્મક મળશે અને ખુશી પણ અવશ્ય મળશે.).✍

Read More

! ભાઈ !
તારાં આ વ્હાલભર્યા શબ્દમાંજ એટલી તાકાત ભરેલી છે, કે તેમાંજ તારી આ વ્હાલસોયી બહેનની લાગણી રહેલી છે; એટલેજ, જ્યારે વાગે છે ઠેસ, ને ત્યારે શબ્દો નીકળે છે "ખમ્મા મારાં વીર".

Read More

💫જેમ તારી વાંસળીના સુર સંભળાય છે,
તેમ આ વ્રજ ઘેલું થાય છે.

તારી રાસલીલા જ્યારે થાય છે,
ત્યારે મન મારું આ લીલા ગાય છે.

અમથી નથી હું તારામાં ઘેલી,
તારી કૃપા છે આ જગમાં રહેલી.🖤

Read More