Quotes by komal shah in Bitesapp read free

komal shah

komal shah

@komalshah6828


પૈસાથી 💰 બધા સુખ ખરીદી નથી શકાતા પરંતુ તેના વિના જીવનમાં ખાલીપો ને ઝંઝાવાતો વધુ છે.

-komal shah

સુખ વ્યક્તિની અહંમની પરીક્ષા જ્યારે દુઃખ વ્યકિતની ધૈર્યની પરીક્ષા કરે છે એ‌મા જે ઉત્તીર્ણ તે જ સફળ.

-komal shah

Read More

એકલતા એવી ગળે પડી છે કે નથી કોઈ હાથ ✋ માથે કે નથી કોઈ સંગાથે કે નથી કોઈ નયન વાંચી શકે એમ તો હર્યુ ભર્યુ છે આ જીવનમાં
બસ એકલતા મને ???

-komal shah

Read More

"पिता का दर्द"
संबंधों का मायाजाल कैसा है?कुछ समझ नहीं आता कभी जो बहुत अच्छे लगते हे वो कभी बहुत बुरे बन जाते हैं। कभी लगता है ये हमारी दुनिया है कभी लगता है ये हमारी दुनिया से विदा हो जाएं।
पिता और संतान वैसे तो जन्म और मृत्यु के बाद भी कभी खत्म नहीं होनेवाला संबंध है लेकिन हम देखते हैं कि कभी कभी जो बच्चा छोटा हो तो बोलता है मेरे पास मेरे पापा है मुझे कोई दिक्कत नहीं, दुनिया के सबसे ताकतवर और अच्छे पापा है , फिर वही बच्चा जब बडा होके सफल बनके अभिमानी बनता है तो अपने पापा को तुच्छ समझने लगता है और कहता है आपने कुछ नहीं किया मैंने अपनी जिंदगी खुद बनाई है।
संतान को बडा करने में पापा का समर्पण, त्याग और सफल बनाने के पीछे जो ना कुछ कहे मेहनत की है वो नहीं दिखती तब पापा अंदर से बहुत दुखी होते हैं। लेकिन पापा तो पापा है सब कड़वा भुलकर अच्छा और मीठा ही आर्शीवाद अपने संतान को देते हैं।
संतान अपने कर्तव्य भुल सकते हैं लेकिन माता पिता नहीं।
ब्लॉग पढ़ने के लिए धन्यवाद आपके सुझाव आवकार्य है।
धन्यवाद
कोमल शाह

Read More

કોઇના માટે એટલા કાંટા ના પાથરવા કે એને રસ્તો બદલવો જ રહે

લગ્ન
લગ્ન એટલે ફક્ત બે વ્યક્તીના હ્રદયનું મિલન નથી.પરંતુ બે કુટુંબનુ સંયોજન છે ,એકબીજામાં સમાવવાનુ,નવા સંબંધો,ન વા મેળાપ,નવો રોમાંચ.....
લગ્ન સંસ્થા એક સામાજિક જરૂરીયાત અને એવા તાણાવાણા છે કે એની સાથે સમગ્ર કુટુંબ સંગાથે આવે, રિસાયેલા સંબંધો પાછા સુખ રુપ જોડાય નવા સંબંધો સંમેલાય પરંતુ ,ધીમે-ધીમે પરિવર્તન આવે છે.
પહેલાં લગ્ન કંકોત્રીમાં લખતા કે આશિષ આપવા જરૂરથી પધારશો.લગ્નનો મતલબ પરિચિત અને સગાંસંબંધીની હાજરી અને આર્શિવાદનો પ્રથમ ધ્યેય હતો ,બીજુ બધુ પર હતુ. હવે ફોકસ ચેન્જ છે.શુ જમવાનું,કેવુ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ,બધુ જ સરસ ગોઠવાયેલું...આ બધામાં કોઈક વાર તમારા નજીકના વ્યક્તિ કે વડીલોના અનાદર, ઉપસ્થિતિની અવગણના....
હવે કોરોના કાળ માં તો વધારે લગ્નની પરિભાષા જ બદલાઈ ગઈ છે.

-komal shah

Read More

જન્મ દિવસ
હવે બધું જ બદલાઈ ગયું છે.જીવનના સુખ અને દુઃખ, ઉત્સવો, રમતો,ગમા,અણગમા, સંબંધો વિગેરે વિગેરે....
આજે જન્મદિવસ એટલે બર્થ-ડે બની ગયો છે, પહેલાં જન્મદિવસે તૈયાર થઈ ને સૌ પ્રથમ ભગવાન ના દર્શન, પૂજા કરતા, ઘણા તો એ દિવસે વિશેષ પૂજા ,હવન કરાવતા પછી વડીલોના આશીર્વાદથી સવાર થતી,દાનનો પણ મહિમા અને પછી ભાવતુ ભોજન ખાસ તો મિઠાઈ અને નિર્દોષ આનંદ ..
પછી સ્વરૂપ ધીમે ધીમે બદલાતું ગયું, સ્કૂલમાં ચોકલેટ આપવી, મિત્રો સાથે બહાર જવું , હૉટેલમાં જમવું, મસ્તી કરવી .
હવે કેક🍰 કલ્ચર , સરપ્રાઈઝ પાર્ટી,મિડનાઇટ પાર્ટી,ડિફરન્ટ પાર્ટી,થીમ પાર્ટી એનુ મહિના પહેલા તૈયારીઓ,શોર, કિલ્લોલ,મજા, મસ્તી, 💰 પૈસાનો ધુમાડો-દેખાડો, ભેંટ સોગાદના સરવૈયા... બદલાતા સમય પ્રમાણે મજા આમા પણ છે.
પરંતુ જન્મદિવસ હવે બર્થ ડે છે.

-komal shah

Read More

કોઈક ના સ્પર્શ થી સંવેદના અને વેદના નુ ઝરણું અવિરત વહેતું રહે તો સંબંધ છે, નહીં તો સુપેરે ગોઠવાયેલા માળાના મણકા હોય છે.

-komal shah

Read More

ક્યાં સુધી સરિતા ના કિનારા બનીને નિહારીશુ,
મારે તો સાગર માં સમાવું છે.

-komal shah

બસ એકવાર દૂરથી સાદ તો પાડો સામે જ છો, પણ હવે ધૂંધળું દેખાય છે કોને અને કેમ?

-komal shah