Quotes by Komal Mehta in Bitesapp read free

Komal Mehta

Komal Mehta Matrubharti Verified

@komalmehta7778
(179.6k)

સમજણ અને સંતોષ 🌿 – Komal Mehta

જે મળ્યું છે એની કદર જો કરતા થઈ ગયા,
તો સમજી લો — તમે જીવનને સાચે જીવતા થઈ ગયા.

ખબર છે કે મૃત્યુ પછી કોઈ વસ્તુ સાથે નહીં લઈ જવાય,
સાથે આવશે તો માત્ર સારા કર્મો જ.
પણ જો આ સમજાઈ ને પણ મન સમજે નહીં,
તો સમજી લો કે જીવન તમારું વ્યર્થ ગયું છે.

જીવનનો હેતુ શું?
ધન કે દંભ નહીં —
પરંતુ મનની શાંતિ, સમજણ અને સંતોષ.

સમજણ હોય ત્યાં સંતોષ ફૂલની જેમ ખીલે છે,
અને જ્યાં સંતોષ ખીલે, ત્યાં જીવન સુગંધિત બને છે. 🌸

Read More

સમજણ ના હોય તો જીવન માં સંતોષ નો સમાવેશ થવો શક્ય જ નથી
- Komal Mehta

હું એટલે આત્મા ✨

મારા મનને ઊંડાણ સુધી મને કોઈ વાચી નહીં શકે,
મને મારી કરતાં વધારે કોઈ સમજી નહીં શકે.

જીવનના દરેક અધ્યાયનો શંખનાદ,
મેં મારા ઈશ્વર સાથે કર્યો છે.
મારો ઈશ્વર — મને ક્યારેય હારવા નથી દેતો.

જીવનમાં પેલો નંબર લાવવો એ જ જીત નથી,
કારણ કે હું એ આત્મા છું —
જે સતત ચાલતી રહે છે,
વિશ્વાસ સાથે, પ્રકાશ તરફ… 🌼

Read More

જીવનને સમજતા અને ખુદને સમજાવતા,
કેટલા ઉતાર-ચઢાવ આવ્યા અને ગયા,
પણ હું અડગ રહી…

ખુદનું ચિંતન કરતા સમજાય છે કે,
જે જીવી લેવાનું છે —
એ તો માત્ર આ ક્ષણમાં જ છે.

મનને હવે જીવનથી કોઈ અપેક્ષાઓ નથી,
મનને હવે કોઈ મહત્વાકાંક્ષા નથી,
મન હવે સાવ કોરા કાગળ જેવું છે —
જે પર લખવાનું છે,
ફક્ત શાંતિ અને સંતોષનું અધ્યાય.

નવા અધ્યાય માં હું શું લખું

Read More

રસપ્રદ વ્યક્તિત્વ કેળવવા અમુક સમયે મૌન ને ધારણ કરવું પડે અને હસપ્રદ એ વ્યક્તિ બની જ જતા હોય છે,જેનો પોતાની વાણી પર સંયમ હોતો નથી.
- Komal Mehta

Read More

શીર્ષક: હું શું કહું કે

લેખિકા: Komal Mehta

હું શું કહું કે
જીવનનો આનંદ અનોખો છે,
ના તો કઈ જોવાય છે વધારે,
ના તો કઈ ખૂટે છે ક્યાંય,
ના તો કઈ છલકાય છે અતિશય.

હું શું કહું કે,
જીવનમાં જે જોવી આંતરિક શાંતિ,
એ મને મળી ગઈ છે સહજ રીતે.
મનને નથી હવે કોઈ આકાંક્ષા,
જે છે એમાં જ સંતોષની ખુશી છે.

હું શું કહું કે,
જીવનમાં કઈ ઝંખતું નથી,
જીવનમાં કઈ ખટકતું નથી.
કેમ કે, મનને ખાલી કરી દઉં છું
દર રાતે — સૂતા પહેલા. 🌙

Read More

હું શું છું?

હું શું છું?
સાવ સાધારણ માણસ,
જેટલો હું મન ખોલીને ખુશ રહી શકું,
એટલો જ હું મન મૂકી આંસુ વહાવી શકું.

હું શું છું?
સાવ સાધારણ માણસ,
જીવનમાં મળતી દરેક ખુશીઓને વધાવી લઉં,
અને ત્રાસ આપતી દરેક વસ્તુને ત્યાગી દઉં.

હું શું છું?
સાવ સાધારણ માણસ,
જેને અમીરી-ગરીબીનો ભેદ ન દેખાય,
સૌ તરફ નમ્રતાનો ભાવ રાખે,
જે સૌને પ્રેમથી મળે,
અને ઝડપથી માફી આપે.

હું શું છું?
સાવ સાધારણ માણસ,
જે જીવનને માને આજના સમયમાં,
કારણ કે સમય વીતી જાય પછી
કંઈ જ હાથમાં રહેતું નથી.

હું શું છું?
સાધારણ લાગું,
પણ અંદરથી અનંત શક્તિશાળી –
જેથી મારી અખંડિત આત્મા
પ્રતિબંધો તોડી આગળ વધે.

Read More

શીર્ષક: “છોડી દે ને પોતાને” – Komal Mehta

છોડી દે ને એ જે તારું નથી,
અને જો એ હશે માત્ર તારું — તો આવશે પાછું.

બાંધીને ક્યાં રાખી શકાય લાગણીને?
એનું કામ તો વહેવું — રેડીને, બહાવી દે એ લાગણીને.

છોડી દે એ બધું, જે તારા હાથમાં નથી,
વ્યક્તિ વિશેષને પામવા શીદ ને ખોવી ન દે પોતાને.

થોડું પામી લે પોતાને,
આ જગતમાં — કોઈ પણ નથી તારો,
કે આ જગતમાં — કોઈ પણ નથી તારો.

અમથે અમથો તું ફરે,
પ્રેમની માયાજાળમાં,
એવું શું કરું કે નીકળી જવાય આ સંસારના જળમાંથી?

Read More

🌸 वक़्त के साथ – Komal Mehta

वक़्त के साथ कितना कुछ बदल-सा जाता है,
जो शहर कल तक कुछ ख़ास नहीं हुआ करते थे,
आज वही शहर हमारी ज़िंदगी बन जाते हैं।

कहा कल तक कुछ लोग ज़िंदगी में ख़ास हुआ करते थे,
और आज बहुत आम से लगने लगे हैं।

कभी खुद को समझो तो समझ आता है,
जो कुछ भी ख़ास था, वो केवल हमारे विश्वास और मेहनत का था।

हम जो निवेश कर रहे थे, वो अनमोल था,
पर नसीब ज़रा सा बुरा निकला —
तो सारे निवेश लॉस में चले गए।

काश, कुछ रिश्तों की डोर सही वक़्त पर छोड़ दी होती,
तो शायद आज का वक़्त कुछ और होता।

पैसे के लॉस से तो हर शख़्स उभर ही जाता है,
पर रिश्तों में हार जाने से…
अंदर का कुछ हिस्सा हमेशा के लिए टूट जाता है। 💔

अंतरमन के घाव कोई देख नहीं पाता,
इन घावों को भरने में सालों लग जाते हैं। 🌙🌸 वक़्त के साथ – Komal Mehta

वक़्त के साथ कितना कुछ बदल-सा जाता है,
जो शहर कल तक कुछ ख़ास नहीं हुआ करते थे,
आज वही शहर हमारी ज़िंदगी बन जाते हैं।

कहा कल तक कुछ लोग ज़िंदगी में ख़ास हुआ करते थे,
और आज बहुत आम से लगने लगे हैं।

कभी खुद को समझो तो समझ आता है,
जो कुछ भी ख़ास था, वो केवल हमारे विश्वास और मेहनत का था।

हम जो निवेश कर रहे थे, वो अनमोल था,
पर नसीब ज़रा सा बुरा निकला —
तो सारे निवेश लॉस में चले गए।

काश, कुछ रिश्तों की डोर सही वक़्त पर छोड़ दी होती,
तो शायद आज का वक़्त कुछ और होता।

पैसे के लॉस से तो हर शख़्स उभर ही जाता है,
पर रिश्तों में हार जाने से…
अंदर का कुछ हिस्सा हमेशा के लिए टूट जाता है। 💔

अंतरमन के घाव कोई देख नहीं पाता,
इन घावों को भरने में सालों लग जाते हैं। 🌙

Read More

વિષય: સક્ષમ નારી

હાથમાં મારા કોઈ શસ્ત્ર નથી,
પણ મારું જ્ઞાન એ જ મારું શસ્ત્ર છે.
હું આજની સક્ષમ નારી.

તમે નક્કી નહીં કરો મારી ક્ષમતા,
કારણ કે મારા સિવાય કોઈ નહીં જાણી શકે મને અનંત સુધી.
હું જ્યાં મહેનત કરીશ, સફળતા મારા પગલાંમાં આવશે,
કારણ કે મને છે વિશ્વાસ – પોતાની ઉપર.
હું આજની સક્ષમ નારી.

મારો અવાજ મારી ઓળખ છે,
મારી હિંમત મારી ઢાલ છે.
જ્યાં દુનિયા દીવાલો ઉભી કરે છે,
હું ત્યાં રસ્તા બનાવું છું.
હું આજની સક્ષમ નારી.

આગળ વધવું મારા માટે
મારા જીવનને જીવવાનો પર્યાય છે,
મને રોકી શકે એ વહેણ
હજી સુધી જોયું નથી.
હું આજની સક્ષમ નારી.

હું પડકારોમાં ખીલી ઉઠું છું,
અંધકારમાં પ્રકાશ શોધું છું,
ભયની બારીઓ તોડીને
હું મારો આકાશ બનાવું છું.
હું આજની સક્ષમ નારી.

Read More