Quotes by Namrata Kansara in Bitesapp read free

Namrata Kansara

Namrata Kansara

@kansaranamrata8gmail.com
(65.7k)

આત્મચિંતન

ખરેખર જીવન સમજવા કરતાં જીવવામાં વધુ મજા છે.

જીવનનું મહત્વ એક શીખ છે, અને આ શીખવું એ એક પ્રક્રિયા છે.

એ કદાચ એક ઝટકા સાથે તરત મળે અથવા ઘણો સમય જાય પણ આપણે ઠેરના ઠેર રહીએ...

તો, મને પણ આવી કેટલીક શીખ મળી છે, જેના પરથી મારો જીવન વિશેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે...

એ અનુભવ હજુ પણ એવો જ અકબંધ છે...

મમ્મી ત્યારે વેન્ટિલેટર પર હતા, અને મારા જીવન વિશેના વિચારો ધરમૂળથી બદલાઈ ગયા...

એવું કશું જ હોતું નથી જે પળભરમાં આપણી પાસેથી છીનવાઈ ન શકે...

જેમકે આપણો શ્વાસ, આપણો આત્મા, આપણું શરીર, એ શરીર જે મૃત્યુ પછી ફક્ત એક ડેડ બોડી છે‌!

હોસ્પિટલમાં પણ મને આવા જ વિચારો આવતા. એ ચમત્કાર જ હતો કે તે બચી ગયા...

અને મને મારા સવાલોના જવાબ મળી ગયા...

અત્યારે મારા માટે આધ્યાત્મિકતા એ ખુલ્લું આકાશ છે જ્યાં આપણે આઝાદ છીએ ઉડવા માટે. અને ધરતી એ વાસ્તવિકતા. જે આપણી હકીકત ઉજાગર કરે છે કે આપણે શું છીએ... અને આ જ જીવન છે...

©નમ્રતા કંસારા 'નારાયણી'

Read More

દોસ્તો, હું આપ સૌ સાથે એક મિત્રભાવે જ મારા મનના ભાવોને રજૂ કરવા માંગુ છું. એટલે હું આપ સૌની ચિરપરિચિત વ્યક્તિ જ થઈ. અને મારી વાચા પણ આપ સૌને ગમે એવી આશા રાખું છું.

આમ હું આપ સૌની જેમ જ સંવેદનાઓથી ભરપૂર માણસ છું. મારા જીવનમાં લખાણનું આગમન અનાયાસ જ થયું છે. આમ તો હું માનું છું કે આપણે સ્પર્શ થકી બીજા માટેની લાગણીઓને છતી કરીએ તો તે હૂંફનું કામ કરે છે. આપણા ગમે તેવા દુઃખ દર્દ એમ જ છૂમંતર થઇ જાય છે. તેમ મારી લાગણીઓ આપ સૌને અંતરથી સ્પર્શીને હૂંફ આપે એવી જ અભ્યર્થના.

હું મારા જીવનના કેટલાક અનુભવો અને કેટલીક કલ્પનાઓને વિસ્તારીને ૨૨ વાર્તાઓનું પુસ્તક આપ સૌની સમક્ષ લઇને આવી છું. તટસ્થ ભાવે આપના મંતવ્યો રજૂ કરજો મિત્રો. હું એ વધાવી લઇશ. અને મારા પુસ્તકને આપ સૌ વધાવી લો એવી જ પ્રાર્થના.

આભાર.

નીચે આપેલી લિંક પરથી આ પુસ્તક તમે ખરીદી શકો છો.

https://shopizen.app.link/OZJOYhNNJTb

Read More

જેમ શ્વાસ અને વિશ્વાસનો સાથ સ્નેહ સુધી
તેમ તારો અને મારો સાથ બસ ચા સુધી.
©નમ્રતા કંસારા

હાસ્ય એ વિનોદનો પર્યાય નથી. માટે બંનેને એક સમજવાની ભૂલ ક્યારેય ન કરવી.
વિવેક ચૂક સંબંધ બગાડવા માટે પૂરતા છે.
©નમ્રતા કંસારા

Read More

સ્વાર્થ એક અવદશા; જે પાંગરે પણ, ખાળે પણ અને બાળે પણ.
©નમ્રતા કંસારા