The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
યુદ્ધ એવા કંઈક અમે જીતી ગયા લાગ્યું જાણે અમે જગ જીતી ગયા યુદ્ધ થયું જાત સાથે જયારે તો ખબર પડી અમે આજે પણ જાત પાસે બધું જ હારી ગયા હેતલ. જોષી... રાજકોટ
રાહ જોઉં છું આજે પણ એ માર્ગ પર જ્યાં સાંજે પડે તમે પાછા આવતા હતા માર્ગ તો હજુ એ ત્યાં જ દેખાય છે બસ, તમે જ હવે કેમ હવે માર્ગ પર પાછા દેખાતા નથી જિંદગી ના નિર્ણયો લેવા કેમ આટલા આજે અઘરા થઈ ગયા છે લાગે છે સલાહ આપનાર કે માર્ગદર્શન કરનાર આજે દૂર થઈ ગયા છે જીવન પણ ન થંભાવી શકી તારા વિના શ્વાસ પણ ન રોકી શકી તારા વિના જવાબદારી માં એવી તે મને ગુંચવાળી કે જીવન જીવવાનું પણ ન છોડી શકી તારા વિના વિચારો દોડે છે મારા આજે જુદી જુદી દિશા ઓમાં એને એક શિતિજ પર કઈ રીતે લાવું મતો આપે છે જુદા જુદા સર્વે અહીં એના એને હું એક નિર્ણય પર કેમ લાવું હેતલ. જોષી... રાજકોટ
સપનાઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી બાળપણ ના સપના ઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી સપના ઓ ભરી જીંદગી ના સપના ઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી ઉંમર આવી ઉમંગ અને ઉત્સાહ ભરી જીંદગી જીવવાની હવે મન કહે ચાલ કાઈક હવે કરી લઈએ પાંખો ને લઈ ઉંચે આકાશે હવે ઉડી લઈએ નવી નવી ક્ષિતિજો ને હવે સર કરી લઈએ મહેનત કરી જીવન ના સપના ઓને હવે પૂરાં કરી લઈએ બની કંઈક સફળ જીવન માં સપના ઓને હવે પૂરાં કરી લઈએ આ મન ના ઉત્સાહ થી આંખો એ જોયેલા સપના ઓને હવે પૂરાં કરી લઈએ રાહ જોઈ હતી જે પડાવ ની જીવન માં એ આવેલા પડાવ ને હવે સાર્થક કરી લઈએ સપના જોતી આંખો ને હવે મહેનત થી પૂરાં કરી લઈએ સપના ઓ ભરી જીંદગી ના સપના ઓને હવે પૂરાં કરી લઈએ ઉંમર આવી હવે સપના ઓને પૂરાં કરવાની નવા નવા સપના ઓ માં દોડતા આ મન ને હવે સ્થિર કરી લઈએ એક સપનું એક ક્ષિતિજ ને હવે જીવન માં સ્થિર કરી લઈએ ઉડતા સપના ના આકાશ માં આ મન ને હવે સ્થિર કરી લઈએ હકીકત અને મુશ્કેલી થી મન ને હવે માહિતગાર કરી લઈએ ઉત્સાહ અને ઉમંગની સાથે સાથે વાસ્તવિકતા ને પણ હવે સમજી જઈએ સપના જોતી આંખો ને હવે હકીકત જોતી પણ કરી લઈએ મહેનત અને પરિશ્રમ ની પરિભાષા ને પણ હવે સમજી જઈએ સપના જોતી આંખો ને હવે હકીકત માં સાર્થક કરી લઈએ સપનાઓ ભરી જીંદગી ના હવે સપના ઓને પૂરાં કરી લઈએ બાળપણ ના સપનાઓને હવે પૂરાં કરી લઈએ સપનાઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી હેતલ. જોશી... રાજકોટ
મૌન ને પણ વાચા મળી જાય છે આંખો થી આંખો જયારે આપણી મળી જાય છે શબ્દો ની ક્યાં જરૂર છે તારી મારી વચ્ચે આંખો થી આંખો મળે અને વાત થઈ જાય છે હેતલ. જોષી... રાજકોટ
પગ મારા આજે અયોધ્યા જવા દોડે છે મન મારું આજે શ્રી રામ રામ પોકારે આવ્યા મારા પ્રભુ શ્રી રામ અયોધ્યા માં પધારે મંદિર માં એતો આજે મારા પ્રભુ શ્રી રામ બિરાજે થઈ અયોધ્યા નગરી પાવન આજે પ્રભુ મારા શ્રી રામ આજે અયોધ્યા પધારે પ્રભુ સંગ માતા સીતા, ભાઈ લક્ષમણ પર પધારે અયોધ્યા વાસી આજે દીપ અને ઉલ્લાસ થી પ્રભુ ને વધાવે કરી આરતી પ્રભુ શ્રી રામ નામ ની જય લોકો હર્ષ થી બોલાવે પ્રભુ ના આગમન નો અયોધ્યા સંગ પૂરાં દેશ માં પણ પ્રભુ ના જય નો જયકારો બોલાવે પ્રભુ મારા શ્રી રામ આજે અયોધ્યા માં પધારે બધા ભક્તો ના મન આજે ખુશી થી ભગવાન શ્રી રામ ની જય જય બોલાવે ઘર ઘર દિપ પ્રગટાવી, રંગોળી કરી પ્રભુ ને પ્રસાદ ધરાવી આરતી કરી પ્રભુ ને પોતાની એ ખુશી ને દર્શાવે વાટ થઈ આજે પુરી વર્ષો થી પ્રભુ શ્રી રામ મારા આજે અયોધ્યા પધારે મન મારું આજે પ્રભુ શ્રી રામ રામ પોકારે પગ મારા આજે અયોધ્યા જવા દોડે છે હેતલ. જોષી... રાજકોટ 🙏🙏જય શ્રી રામ 🙏😊🙏💐💐
કેમ કોઈ ઘરના દીપક બુઝાઈ ગયા કેમ કોઈ બગીચા ના ફૂલો છીનવાઈ ગયા કેમ વેરી થયો આજે કુદરત પણ કેમ કાળ આજે આટલો થયો ક્રૂર પણ ના, દયા આવી કુદરત ને કેર વરસાવતા ના દેખાય એને બાળકો ની માસુમિયત પણ કેમ, પ્રભુ થયો આટલો કઠોર તું શું, તને માઁ ની મમતા ની પણ દયા ન આવી કેમ જીવશે એ પોતાના બાળકો વિના હવે કુદરત કેમ થઈ કઠોર આટલી આજે કાળ થયો નિર્દય કેમ આજે ભૂલકાઓ ને સમાવી ગયો પોતાના માં આજે કેમ થયો નિર્દય આ કાળ આજે કેમ થયો કઠોર એ આજે..... હેતલ. જોષી... રાજકોટ 🙏🙏ૐ શાંતિ 🙏🙏
કેમ કોઈ ઘરના દીપક ને બુજાવી ગયો એ આજે કેમ કોઈ બગીચા ના ફૂલો છીનવી ગયો એ આજે કેમ થયો વેરી આજે આ કુદરત પણ કેમ થયો કાળ આટલો ક્રૂર તું આજે ના, દયા આવી કુદરત ને કેર વરસાવતા ના દેખાય એને બાળકો ની માસુમિયત પણ કેમ, થયો પ્રભુ આટલો કઠોર અને નિર્દય તું આજે શું, તને દયા પણ ન આવી માઁ ની મમતા પણ આજે કેમ જીવશે એ પોતાના બાળકો વિના હવે કેમ થઈ કુદરત કઠોર તું આટલી આજે કેમ થયો કાળ નિર્દય તું આજે ભૂલકાઓ ને પોતાના માં સમાવી ગયો તું આજે કેમ થયો નિર્દય આ કાળ તું આજે કેમ થયો કઠોર આ કાળ તું આજે... હેતલ. જોષી... રાજકોટ 🙏🙏ૐ શાંતિ 🙏🙏પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ ને મારી પ્રાર્થના 🙏🙏
જીવનના આ દીપને બુજતા વાર નહીં લાગે ક્ષણો ને વહી જતા વાર નહીં લાગે કાલ ની રાહ માં આજ વહી જશે આવશે એક તોફાન અને એતો બુઝાઈ જશે જીવનના આ દીપને બુજતા વાર નહીં લાગે હેતલ. જોષી... રાજકોટ
ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે આજ પરિણામ આવી અસર પણ હશે યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે જિંદગી છે તો તકો પણ અપાર મળશે ભૂલી પરિણામ ને આગળ વધી જજે એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે મહેનત કરી છે તો સફળતા પણ મળશે ફરી જીવન ના એ પડકાર ને તું હિંમત થી સર કરજે પરિવાર ની પ્રથમ પરવા તું કરજે એ કોઈ અઘટી ઘટના તું ન ઘડજે જે થયું તે એની હવે તું પરવા ન કરજે ફરી હિંમત કરી નવી સફર તું સર કરજે ધારેલ પરિણામ ને ફરી સફળ તું કરજે જે હોય પરિણામ એને તું સ્વીકારી આગળ તું વધજે હોય જે પરિણામ સ્વીકારી આગળ તું વધજે હેતલ. જોષી... રાજકોટ
ઘણું સમજાવ્યું મેં આ દિલ ને મારું પણ ન માન્યું આ દિલ ખોવાઈ સપનાઓમાં એના દુઃખી થયું હવે આ દિલ રાહ જોઈને કોઈની દુઃખી થયું હવે આ દિલ મળવાના સપના બતાવી દૂર થઈ ગયું કોઈ હાથ ઝાલી જીવનભરના એવા વચન માં ભરમાઈ ગયું આ દિલ વાતો માં એની આવી ખોવાઈ ગયું એના માં આ દિલ પ્રેમ ની માયનગરી માં લોભાઈ ગયું આ દિલ હકીકત અને સપનાઓ માં અટવાઈ ગયું આ દિલ રમત ન સમજ્યો આ પ્રેમ ની અને વાતો માં એની લોભાઈ ગયું આ દિલ હવે જોવે પાછા આવવવાની રાહ આ દિલ પણ એતો ભૂલી આ પ્રેમ ને દૂર ક્યાંક ચાલ્યો ગયો છતાં પણ આ દિલ એને ના ભૂલી શક્યું કોણ સમજાવે આ દિલ ને હવે નહીં મળે એ આ દિલ ને બસ એની યાદો માં જ ખોવાઈ ગયું આ દિલ ઘણું સમજાવ્યું મેં આ દિલ ને પણ મારું ન માન્યું આ દિલ મારું પણ ન માન્યું આ દિલ... હેતલ. જોષી.. રાજકોટ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser