The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું રોજ લખું છું તને... હું રોજ લખું છું તને, તું ક્યારેક તો વાંચ મને. રોજેરોજ સપના જોવું છું તારા, તું ક્યારેક તો હકીકતમાં મળ મને. ખુલી કિતાબની જેમ ફરું છું હું, તું ક્યારેક તો જાણવાનો પ્રયાસ કર મને. થાકી ગયો મારા પ્રેમનો ઇઝહાર કરી કરીને, તું ક્યારેક તો તારા દિલની વાત કહે મને. પ્રેમ કરું છું બસ એટલે જ વાત કરું છું, બાકી શોખ નથી કાઈ હેરાન કરવાનો તને. બધા કહે છે હુ પ્રેમમાં શાયર થઇ ગયો ઓય સાંભળ.. તું ક્યારેક તો આ વાતનો એહસાસ કરાય મને. હું રોજ લખું છું તને, તું ક્યારેક તો વાંચ મને…!! -Riddhi gori 💙🤍
એ પછી ઓશીકાને ભેટીને ચોધાર રડયો, જે ક્યારેય ઓળખીતાને ભેટી ના શક્યો. ઓશીકા પર એક રચના, બધા તરછોડે ત્યારે ઓશીકું યાદ આવે છે. કોઈ ભેટે નહીં ત્યારે ઓશીકું યાદ આવે છે, અને ઉંઘવા માટે તો ઉંઘ જ કાફી છે, પણ રડવું આવે ત્યારે ઓશીકું યાદ આવે છે. શબ્દોના ઘા તો હૃદય ઝીલી લેશે, પણ હૃદયને ઝીલવાનું થાય ત્યારે ઓશીકું યાદ આવે છે. બધા તરછોડે ત્યારે ઓશીકું યાદ આવે છે. કોઈ ભેટે નહીં ત્યારે ઓશીકું યાદ આવે છે..!! -Riddhi gori 💙🤍
"રહી શકાતું નથી" કહેવું છે ઘણું પણ કહી શકાતું નથી... દિલ મારું આ રડે છે હવે રહી શકાતું નથી... મન તો ચાહે છે મળવું છે પેલા દરિયા ને.... પણ ઝરણું બની ને વહી શકાતું નથી... સપનાઓની દુનિયા બાંધી છે આંખોમાં મેં, હકીકત સામે આવે તો રહી શકાતું નથી... યાદોની એ છાયા છે સાથે દરેક પળે, ભૂલવાનું ઘણું છે પણ ભૂલી શકાતું નથી... તારી વાતોનો જાદૂ છે હજી પણ દિલમાં, છૂટવા માંગું છું પણ છૂટી શકાતું નથી... અંતે એકલુંપણું જ સાથ આપે છે મને, લોકોમાં રહીને પણ રહી શકાતું નથી...
દરેકની એક ડાયરી…, એક પાનું…., એક રહસ્ય હોય છે…., વંચાય છે અહીં અક્ષરો બધાના પણ મૌન નું પોતાનું એક અર્થ હોય છે….!! - Riddhi Gori💙🤍
જીંદગી ની આંટા ઘૂંટી માં હું અટવાઈ રહી છું પોતાના માં જ થોડી હું આમ અકળાઈ રહી છું… રસ્તો શોધવા ને એકલી જ નીકળી હતી જ્યારે ભૂલી ને રાહ હું મારા માં જ ક્યાંક ભટકી રહી છું… કહેવા માટે મારું છે પણ કેટલું મારુ છે આ જીવન બસ બીજા નાં માટે હસી નાં મુખોટા પહેરી રહી છું… કોણ મળે છે સમજનાર કે સાંભળનાર અહિયાં એટલે આંસુઓ નાં મોતી ને શબ્દો માં પરોવી રહી છું… - Riddhi Gori💙🤍
जिंदगी के सफर में थकान बहुत हैं, अपनों के अपनों पर यहां इल्जाम बहुत है, शिकायतों का दौर देखता हूं तो थम सा जाता हूं, लगता है उम्र कम है और इम्तिहान बहुत है.! - Riddhi Gori💙🤍
તારા માટે તો શબ્દો ઘણાય છે, પણ બધા વચ્ચે હું ના મૂકી શકું; તારે મારી ભીતર આવવું પડે, જ્યાં ત્યાં ચીનગારી હું ના મૂકી શકું..!! - Riddhi Gori💙🤍
ગમ્યું એ બધું મૃગજળ થઇ ગયું, બાકી હતું એ વાદળ થઇ ગયું… આંખોથી લખતો રહ્યો રાત આખી, સુરજ ઉગતા એ બધું ઝાકળ થઈ ગયું…!! - Riddhi Gori💙🤍
આજ મન ના માળિયે ખાંખાખોળીયા કર્યા, સુકાયેલા બે આંસું ફરી ઝળઝળીયા મળ્યા... તૂટેલા અરમાન સાચવી ને ફરી ભેગા કર્યા, ત્યાં ફાટેલી જીંદગી ના ફર ફરીયા મળ્યા... - Riddhi Gori💙🤍
તને પૂછું ને... તો વાત શરૂ થાય... રહેવા દે... વાત જ ના થાય, એ જ બરાબર છે. હું કહું મળીએ ને... મિલન થાય... પણ રહેવા દે... એ મિલન કરતાં ઇંતજાર જ બરાબર છે. હું માંગુ ને તું આપે, એમાં પણ સુખ તો છે... પણ છોડ... તું ના આપ, કારણ કે માગેલું સુખ ક્યાં વધારે ટકે છે? હું કહું કે હું દુઃખી છું... અને તું થોડી વાર તો સંભાળે... પણ રહેવા દે... એ ક્ષણભર સંભાળવા કરતાં આ દુઃખ જ બરાબર છે… હું બતાવું ભૂલ, ને તું માફી માંગે સાચું છે... પણ રહેવા દે ને... તને ક્યાં એ ભૂલનો અહેસાસ છે? હા, હક છે દરેક વસ્તુ કહેવાનો સંબંધમાં... પણ રહેવા દે... દર વખત હું જ કહું, એ પણ ક્યાં બરાબર છે? હું વારંવાર નમું છું, કારણ કે મને પ્રેમ છે... પણ તું રહેવા દે... શાયદ તને ક્યાં કંઈ એવું છે. તું છોડ ને તારી વાત... મને મારી કહેવા દે. તારા થી નહીં થાય કશું... તું રહેવા દે... એના કરતાં આ એકતરફી પ્રેમ જ સારો હું કરું છું... મને કરવા દે. તું રહેવા દે... બસ ... તું રહેવા દે. -Riddhi Gori 💙🤍
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser