Quotes by Tr.Anita Patel in Bitesapp read free

Tr.Anita Patel

Tr.Anita Patel Matrubharti Verified

@anitapatel8620
(900)

અંતરના ઓરતાંને મળે ઓટલા કે,
મળે દિલાસાનાં પોટલાં, હવે મને ફેર નથી પડતો.
ક્યાંક નજીવું જીવાય ને,
ક્યાંક જીવ ઢગલો થઇ જાય, હવે મને ફેર નથી પડતો.
ખુલ્લી આંખે ક્યાંક સપના જોવાય,તો ક્યાંક
બંધ આંખે જીવન જીવાય, હવે મને ફેર નથી પડતો.
આ રસ્તો છે મુસાફરીનો,
મન થાય તો ક્યાંક રોકાઈ જવાય.હવે મને ફેર નથી પડતો.
-@nugami

Read More

જે ચારેબાજુથી હેરાન પરેશાન હોય,
ભીતર કઈંક કણસતું હોય,
જીવન વેરવિખેર પડ્યું હોય,
કંઈ જ સૂજતું ના હોય,
કોઈ પાસે કઈંજ અપેક્ષાઓ બાકી રહી ના હોય,
જીવન ગુમડાની જેમ પાકી ગયું હોય,
અને છતાંય એ વ્યક્તિના મોઢા પર હાસ્યની રેખાઓ પડતી હોય,
ત્યારે જિંદગીને પોતાને એ વ્યક્તિ પર ફિદા થઇ જવાનું મન થઇ જતું હોય છે.❤️
-@nugami

Read More

હ્દયનાં દરેક ધબકારે જીવનને અનુભવવું,
એ ત્યારે જ શક્ય બને છે,
જયારે ફક્ત ઉંમર વિતાવવાનું નહિ, પણ જીવંત રહેવાનું વ્યક્તિ નક્કી કરે છે.
-@nugami

Read More

આજે ગુરુપૂર્ણિમા દિવસ.
સંકલ્પ લેવો,
આ કળિયુગમાં પોતાનાં ગુરુ પોતે જ બનો.
ઉદ્ધાર ભીતરથી થાય છે.
અને પોતાનાથી અધિક જાતને કોઈ નથી ઓળખતું.
સારા છીએ કે ખરાબ. બધું ભીતર જમા રહે છે.
પ્રકૃતિ માટી ભેગા થઈશું ત્યારે સાથે જાય છે.
બુદ્ધ કહી ગયા છે, "વ્યક્તિને પોતાની જાત સિવાય કોઈ ઊગારી શકતું નથી, જ્યાં સુધી એ ધારે નહિ ત્યાં સુધી."
-@nugami💙

Read More

થોડી અમથી રહી ગઈ,
ત્યાં અમથી અમથી જીવી ગઈ.
જીવન આખું મધદરિયે તણાયું,
ને કાંઠો આવ્યો ત્યાં જ તરી ગઈ.
-@nugami

તકલીફ મારાથી થોડી દૂર જાય,
તો વાંઝણી બની જાય.
પંપાળું એને હેતથી,
તો દુઝણી બની જાય.
આ તકલીફોની વણજાર જાણે,
મેં જ પાળી હોય,
સામે એના ફૂફાડો હું કરું,
ને એ મારી સામે નાગણી બની જાય.
-@nugami

Read More

ખોળામાં બેસાડીને એણે,
મને મસ્ત મજાનું આલિંગન આપ્યું,
ને કહ્યુ,
હું ધક્કો મારીશ તને,
પછાડવા માટે નહિ,
પણ આગળ વધવા માટે.
ખોળામાં બેસાડનારનું નામ છે સરળ જીવન.
-@nugami

Read More

💙
આમ જોવા જઈએ તો,જ્યારે ઘરમાં વ્યક્તિ એકલી હોય ત્યારે મન પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડે છે,કારણો ઘણાં છે માનસિકતા બગડી જવાના.

વ્યક્તિ એકલી રહેતી હોય એટલે એને પૂરેપૂરું એકાંત મળે જ,એ વાત ખોટી છે.

વ્યક્તિ એકલી હોય છે ત્યારે માત્ર એની સાથે એકલતા હોય છે.

પણ જ્યારે એ એકલી રહીને પણ કુદરત ને સાથે રાખીને પોતાનું મનગમતું કાર્ય કરે છે. ફરવાનું,ગાવાનું,ચિત્રો દોરવાનું, આવા અનેક કાર્ય છે અને એ કાર્ય થી આર્થિક ઉપાર્જન તો નથી થતું પણ માનસિક સ્થિતિ ખૂબ જ સુંદર બને છે અને વ્યક્તિના મન ની સ્થિતિ ડામાડોળ નથી થતી. અને વ્યક્તિ ને પોતાના એકલા હોવાનો આભાસ પણ થતો નથી અને એના મનગમતા કાર્ય સાથે એને એકાંત મળી રહે છે.

એકાંત વ્યક્તિને પ્રગતિ તરફ લઈ જાય છે.જ્યારે એકલતા માં વ્યક્તિ માનસિક ખોખલી થઈ જાય છે.

એકલા હોઈએ ત્યારે મન પર વિચારો નું શાસન ચાલવા દેવું એટલે એકલતા નો અનુભવ થાય છે. અને જ્યારે મન પર વ્યક્તિ નું નિયંત્રણ હોવું એટલે એકાંત નો અનુભવ .....

જ્યારે પણ એવું લાગે કે એકલતા હાવી થાય છે,ત્યારે એકાંત ને શોધવા પ્રયત્ન કરવો જોઈએ.
ચોક્કસથી કુદરત મળી રહેશે.

બીજા કોઈ શોખ હોય કે ના હોય, પણ જો જીવવાનો શોખ પાળી લીધો તો, એમા બધા જ શોખ વિલીન થઇ જશે.💙
-@nugami.


.

Read More

હેત ઠલવતાં આવડી ગયું,
નેહ નીતારતાં આવડી ગયુ,
કોણ અહીં કોનું છે?
એ પંચાત્તથી પર,
માણસાઈ દેખાડતાં આવડી ગયું.
નાહકનાં બોજ છે અહીં,
ને સફર છે ટૂંકી.
કઈ ઉંમરનાં ઓટલે કયું પોટલું ઉતારવું?
એ સમજને જીવતાં આવડી ગયું.
કાયા મળી જો હોય, કંચન જેવી,
તો પછી પૈસા ને સોનાની પાછળ ખોટી દોટ ના મૂકવી,
એવી પાછળથી પણ સહેજેય ,
ધીરે ધીરે સમજને જીવતાં આવડી ગયું.
આપણા વિના કંઈ અટકવાનું નથી,
એ વિચારી,
થોડું પોતાનાં માટે,અને થોડું પોતાનાં માટે
આ બબ્બે વાર જીવતાં આવડી ગયું.
મૂકયો હેઠે આ પાપ પુણ્યનો ભાર,
ને જીવવાનો પોટલો અલમસ્ત બની,
પોતાના જ માથે હળવોફૂલ રાખતાં આવડી ગયું.
થોડું હાસ્ય ને થોડી ધીરજ,
થોડી હિંમત સાથે,
બધું જ પૂર્ણ ના પણ મળે,
પણ જે મળ્યું છે, એને પૂર્ણત: સ્વીકારતાં આવડી ગયું.
ઉંમરનો તમાચો બધું જ શીખવે છે,
બસ જે તે ઉંમરના ઓટલે એના સંભારણા ચિતરતાં આવડી ગયું.
-@nugami.

Read More

તારી હિંમત ક્યાં હતી,
મને લૂંટી લેવાની?
આતો મારાં હૃદયે નક્કી કર્યું,
લૂંટાઈ જવાનું.
તને ક્યાં ખબર હતી,
મારાં ગાલનાં એ તલ પર તને મોહ થઇ પડશે?
આતો મારાં હાસ્યએ નક્કી કર્યું,
ચુમાઈ જવાનું.
તારી આંખો પણ ઘણી નકામી નીકળી,
ભરમાઈ જવામાં.
એતો મારી નજરે નક્કી કર્યુ,
કાજળમાં ઘૂંટાઈ જવાનું.
-@nugami

Read More