ત્યાં જ જોરથી એક પથ્થર જુગનુના હાથ સાથે અથડાયો અને બંદૂક નીચે દૂર પડી ગયી. તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું. જુગનુએ આજુબાજુ નજર નાખી જોયું તો એક વિસેક વર્ષનો યુવાન તેનાથી ઘણો દૂર ઉભો હતો. જુગનુની નજર તેના પર જતા તે મેજર તરફ ભાગ્યો અને બુમો પાડવા લાગ્યો, “મેજર ભાગો ...હું તમને મરવા નહીં દવ.” જુગનુએ ફરી બંદૂક હાથમાં લીધી અને બોલ્યો, “મેજર તું એમ નહીં બચી શકે, તારી મોત ચોક્કસ છે.” એમ કહી તેણે ગોળી ચલાવી અને ગોળી સીધી વિષ્ણુકાંતના હૃદયથી થોડેક દૂર બાજુમાં લાગી અને વિષ્ણુકાંત જમીન પર લથડી પડ્યા.
જુગનુ પેલા યુવાનને મારવા જતો જ હતો ત્યાં તે યુવાને તેને ફરી પથ્થર માર્યો. આ વખતે પથ્થર તેની આંખની બાજુમાં વાગ્યો અને પથ્થરની ધૂળ તેની આંખમાં પડી. તે તેની આંખો સાફ કરવા લાગ્યો. પેલો યુવાને મેજરને ઉભા કરી ખભે નાખ્યા અને તેમને લઈને દોડયો. તે દોડીને પાર્કિંગમાં આવ્યો અને કોઈકની પડેલી બાઇકમાં છેડછાડ કરી બાઇક ચાલુ કરી મેજરને તેમની પાછળ બેસાડ્યા. મેજર બાઇક ચલાવતી વખતે તેમાંથી પડી ન જાય તે માટે પાર્કિંગ પાસેની દીવાલમાં ફરકાવેલો તિરંગો કાઢી મેજરને તેની સાથે બાંધી દીધા અને બાઇક હંકારી ત્યાંથી નીકળી ગયો. જુગનુ ગુસ્સો કરતો બુમો પાડવા લાગ્યો અને ગોળી જમીન પર ચલાવવા લાગ્યો.
યુવાન મેજરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો. ત્યાં તેમની સારવાર શરૂ થઈ ગઈ. 3 દિવસ પછી મેજર ભાનમાં આવ્યા અને આમ તેમ જોયું તો તે હોસ્પિટલમાં હતા. ડોકટર ઈન્જેકશનમાં દવા ભરી રહ્યા હતા. મેજરે ઉભા થવાની કોશિશ કરી કે તરત ડોકટર ત્યાં પહોંચી ગયા. તે કહેવા લાગ્યા, “તમે અત્યારે ખુદને તકલીફ આપશો નહીં, તમારી છાતીમાંથી ગોળી કાઢી લીધી છે. તમે થોડા સમયમાં ઠીક થઈ જશો, અત્યારે માત્ર તમે આરામ કરો.” મેજર વિષ્ણુકાંત બોલ્યા, “ડોકટર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો જીવ બચાવ્યો.”
ડોકટર કહેવા લાગ્યા, “ના ના તમે મારો નહિ પણ પેલા યુવાનનો આભાર માનો. જે તમને યોગ્ય સમયે અહીં લઈ આવ્યો.” મેજર વિષ્ણુકાંત નવાઈ પામતા બોલ્યા, “કોણ? તે ક્યાં છે? મારે તેને મળવું છે.” ડોકટરે જવાબ આપ્યો, “થોડી રાહ જુઓ તે હમણાં જ અહીં આવશે. તે તમારા માટે ફ્રૂટ અને મેડિસિન લેવા મેડિકલ સ્ટોરે ગયો છે. તે હવે આવતો જ હશે.”
કલાક પછી એક યુવાન મેજરની બાજુમાં આવી ઉભો રહ્યો. તેણે સાથે લાવેલી ફળોની ટોપલી મેજરની બાજુમાં ટેબલ પર રાખી અને મેજરને પૂછવા લાગ્યો, “હવે તબિયત કેમ છે મેજર સાહેબ?” મેજર વિષ્ણુકાંત પૂછવા લાગ્યા, “તું એ જ છોને જે મને અહીં લઈ આવ્યો?” તે યુવાને હકારમાં માથું હલાવ્યું. મેજરે એ જોઈ હાસ્ય કરતા કહ્યું, “તો તો તમારી દયા. નકર તો આજ પ્રભુના ઘેર પહોંચી જાત. આભાર. તારું નામ શું છે?” તે યુવાને જવાબ આપ્યો,“આઝાદ.” મેજર તેનું નામ સાંભળી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, “શુ વાત છે! કેવું સરસ નામ છે ‛આઝાદ’.” આઝાદે પૂછ્યું, “મેજર સાહેબ પેલો વ્યક્તિ કોણ હતો જે તમને મારવા ઇચ્છતો હતો?” મેજરે જવાબ આપ્યો, “એ હતો આતંકવાદી સંગઠનનો બોસ જુગનુ. ખરેખર બોસ તો જોર્ડન છે. જુગનુ તો તેની સાઈડ કીક છે. જોર્ડન મોટે ભાગે વિદેશ હોય છે તેથી આતંકવાદી સંગઠનનું નેતૃત્વ જુગનુ હેઠળ છે. જુગનુ તો ભારતની પવિત્ર ભૂમિ પર જન્મેલો કલંક છે. તે મારી ડ્યુટી વખતે મારા હાથમાં આવી ગયો હતો પણ મેં તેને કાનૂનને હવાલે કરી દીધો. આપણા દેશમાં ગધ્ધારોની સંખ્યા ઓછી છે. નવા બનેલા મેજર સી. બી. વિક્રાંતે તેને રિહા કરવામાં મદદ કરી. હવે તે જેલમાંથી છૂટી મારા જીવ પાછળ પડ્યો છે. હવે મોત ક્યારે આવી પડે તેની કોઈ ગેરન્ટી નથી.”
આઝાદ મેજરની બધી વાત સમજી ગયો અને તે દૂધ વેચવાનો વ્યવસાય કરતો હોવાથી તેનો સમય થતા તેણે મેજરની રજા લેતા કહ્યું, “સારું મેજર, મારો દૂધ વેચવાનો સમય થઇ ગયો. મને રજા આપો. મારી જરૂર પડે તો ડોકટર દ્વારા મારો સંપર્ક કરજો હું પહોંચી જઈશ. બીજી વાત કે જ્યાં સુધી તમે સ્વસ્થ ન થાવ ત્યાં સુધી તમારી બધી જવાબદારી મારી છે. હું કાલ પણ તમારી ખબર લેવા આવીશ.” મેજર વિષ્ણુકાંત ભાવુક થઈ ગયા. તે કહેવા લાગ્યા, “આઝાદ એની કઈ જરૂર નથી. તું મારી ચિંતા ન કર.” ત્યારે આઝાદ બોલ્યો, “મેજર હું તમારી સેવા કરી ઉપકાર નથી કરતો. ભારતમાંના સપૂતની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે. હું દેશ માટે બલિદાન નથી આપી શકતો પણ તમારી મદદ કરી દેશને બલિદાન આપનારની સેવા તો કરી જ શકું.” તે એટલું કહી ત્યાંથી ચાલ્યો ગયો.
આઝાદના શબ્દો મેજરના હૃદય પર લાગ્યા. તે વિચારવા લાગ્યા, “એક સામાન્ય માણસ દેશ માટે બલિદાન આપવાની ઈચ્છા ધરાવે છે! ખરેખર આવા વ્યક્તિ ક્યારેક જ મળે છે.” મેજર સૂતી વખતે જુગનુને કેવી રીતે સમાપ્ત કરવો એ વિચારી રહ્યા હતા. તે સમયે તેમને આઝાદની પથ્થર મારવાની કળા યાદ આવી. તેમણે વિચાર્યું, “એક પથ્થર વડે પણ તેનો નિશાનો ચોક્કસ આવે છે. જો આઝાદને બંદૂક ચલાવતા શીખવાડું તો કેમ થાય. પણ તે આ માટે તૈયાર થશે?” મેજરે છેવટે નક્કી કર્યું કે તે આઝાદને આ વિશે જણાવશે.
આઝાદ ગઈકાલના સમયે જ મેજર પાસે આવ્યો. આ વખતે તે મેજર માટે દૂધની ભરેલી બરણી લઈ આવ્યો હતો. તે મેજર માટે દૂધ ગ્લાસમાં આપતો હતો ત્યાં જ મેજરે તેને કહ્યું, “આઝાદ તુ કાલ કહેતો હતોને કે દેશ માટે તું બલિદાન આપવા ઈચ્છે છે?” આઝાદે કહ્યું, “હા પણ તમે આમ કેમ કહો છો?” મેજરે કહ્યું, “તો સમજી લે તને તક મળી છે બલિદાન આપવાની.” આઝાદ કહેવા લાગ્યો, “હું કાંઈ સમજ્યો નહિ મેજર સાહેબ.” મેજરે જણાવ્યું, “હું તને બંદૂક ચલાવવાની તાલીમ આપીશ. મને તારામાં એક શાર્પ શૂટરના બધા જ ગુણો દેખાય છે. તારો નિશાનો પથ્થરમાં પણ નથી ચૂકતો.” આઝાદે કહ્યું, “તો તમે મને શાર્પ શૂટર બનાવી શું કરવા માંગો છો?” મેજરે તેનો જવાબ આપતા કહ્યું, “તને શાર્પ શૂટર બનાવી હું જુગનુ અને જોર્ડનને સમાપ્ત કરી આતંકવાદને ખતમ કરવા માંગુ છું. હું જાણું છું કે જુગનુ અને જોર્ડનના મૃત્યુથી આતંકવાદનો નાશ નહીં થાય પણ તે નિષ્ક્રિય જરૂર બની જશે. તો મને જણાવ કે તારો જવાબ શું છે?”
આઝાદ થોડીક વાર સુધી વિચારમાં પડી ગયો. તે નિર્ણય લેવામાં મુંઝાયો. વિચાર કર્યા બાદ તેણે મેજરને કહ્યું, “મેજર સાહેબ હું પણ ઈચ્છું છું કે દેશ માટે કંઈક કરી શકું. દેશને ઉપયોગી બનું પણ....” મેજર કહે “પણ શું?” આઝાદ કહે, “મેજર હું એક સામાન્ય માણસ છું. મારા પિતા એક સામાન્ય ખેડૂત છે. દૂધ વેંચીને અમે ગુજરાન ચલાવીએ છીએ. જો હું દૂધ વેંચવા નહીં જાવ તો અમારી આવકનો સ્ત્રોત તૂટી જશે. મારો પરિવાર મારી જવાબદારી છે. માટે હું મારી જવાબદારી છોડી ન શકું.” મેજર હસતામુખે બોલ્યા, “બસ, આટલી વાત. અરે ગાંડા તે તારો જીવ જોખમમાં મૂકી મારો જીવ બચાવ્યો છે. તો હું તારા માટે કંઈક તો કરી જ શકુને. તો હવેથી તારો પરિવાર એ મારો પરિવાર. આજથી તારા પરિવારની જવાબદારી મારા પર.” આઝાદ બોલ્યો, “આભાર મેજર સાહેબ, પણ હું મારો બોજો ખુદ ઉપાડવા માંગુ છું. હું તમારી પાસેથી કોઈ પણ આવક મેળવવા નથી માંગતો.” મેજર કહે, “પણ હું ક્યાં તારા પર ઉપકાર કરું છું. હું તને જે રકમ આપીશ એ તારો પગાર હશે. બોલ હવે તારો નિર્ણય શું છે?”
આઝાદ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, “મેજર સાહેબ હવે કાઈ પૂછવાનું હોય?” મેજર આઝાદને મનાવવામાં સફળ થઈ ગયા. તેમણે હવે આઝાદને તાલીમ આપવાનું શરૂ કરી દીધું. આઝાદ પણ મન દઈને બધુ શીખી રહ્યો હતો.
To be continued...