Agent Azad - 9 in Gujarati Moral Stories by Sachin Sagathiya books and stories PDF | એજન્ટ આઝાદ - 9

Featured Books
Categories
Share

એજન્ટ આઝાદ - 9

એજન્ટ આઝાદ - 9

***

જુગનુ આઝાદ પાસે પહોંચી ગયો. આઝાદ હજી ભાનમાં નહતો આવ્યો. તેથી જુગનુ બોલ્યો, “હેય ચેક હિમ. યુ વિલ ફાઈન્ડ એની વિપન, જસ્ટ ટેક ઇટ.” તેનો માણસ બોલ્યો, “ઓકે બોસ.” તે આઝાદના કપડાં તપાસવા લાગ્યો અને કંઈક હાથમાં આવ્યું હોય એમ જુગનુને કહેવા લાગ્યો, “બોસ. હી હેવ નો વિપન. ઓન્લી અ વોલેટ એન્ડ સ્માર્ટફોન. વોટ આઇ ડુ વિથ ઇટ.”

જુગનુએ આઝાદનુ પાકીટ માંગ્યું અને ફોન તેની પાસે જ રાખવા કહ્યું. તેના માણસે ફોન તેની પાસે રાખ્યો અને પાકીટ જુગનુને આપ્યુ. જુગનુએ પાકીટ ખોલી જોયુ તો તેમાં સ્વાતિ સાથેના તેના લગ્નનો ફોટો હતો. જુગનુ ફોટામાં સ્વાતિનો ચહેરો જોઈ બોલ્યો, “વાહ! વાહ! વાહ! શુ છોકરી છે. ખરેખર આવી તો ડાન્સ બારમાં પણ હજુ સુધી જોવા નથી મળી. એક વખત તો આને નજીકથી જોવાની ઈચ્છા છે.” એ સ્વાતિનો ફોટો જોઈને ટિપ્પણીઓ કરી રહ્યો હતો એવામાં આઝાદ ભાનમાં આવી ગયો. તેણે જોયુ તો તેને ખુરશીમાં બાંધી દેવામાં આવ્યો હતો.

***

તેને ભાનમાં આવેલો જોઈ જુગનુ બોલ્યો, “વાહ કૂતરા તારા ટેસ્ટની તો દાદ દેવી પડે! અંધારામાં શુ તીર માર્યું છે! મને કે તો ખરી આ અપ્સરા ક્યાંથી મળી? મારે પણ જોઈએ છે.” આઝાદને ગુસ્સો આવ્યો. તે બોલ્યો, “એ ફોટો મારા વોલેટમાં મૂકી દે. નહિતર..” જુગનુ બોલ્યો, “નહિતર શુ? બોલ કૂતરા શુ કરડીશ?” આઝાદ કહે, “ના કરોડપતિ બની જઈશ.” જુગનુ નવાઈ પામતા બોલ્યો, “કરોડપતિ? એ કઈ રીતે?” આઝાદ બોલ્યો, “તારા કરોડોના ડ્રગ્સ મારી પાસે છે ને. બસ એ વેચીને કરોડપતિ.”

જુગનુને યાદ આવી ગયુ કે આઝાદ પાસે તેના ડ્રગ્સ છે. તેથી તે બોલ્યો, “આ તારી ફોટાવાળીના ચક્કરમાં હુ મારા ડ્રગ્સ ભૂલી કેમ ગયો? વાંધો નય આલે આ વોલેટમાં તારી ફોટાવાળી અને આ તારુ વોલેટ પાછુ.” એમ કહી તેણે આઝાદને વોલેટ પાછુ પરત કર્યું. જુગનુએ કહ્યુ, “હવે તારે ડ્રગ્સનું ઠેકાણું ક્યારે કહેવાનુ છે? જો તને એમ લાગતું હોય કે તું મને નચાવે છે અને હું નાચી રહ્યો છુ તો એવુ કંઈ નથી. હુ બધુ જ કરી શકુ છુ. પણ અત્યારે હુ મજબૂર છું.”

આઝાદ કહેવા લાગ્યો, “જ્યારે તે મેજર સાહેબને કેદ કર્યા હતા તે સમયે તને નરકમાં ધકેલતા મને વાર ન લાગત પણ ત્યારે હુ પણ મજબૂર જ હતો તેથી મે તારી શરત માની ડ્રગ્સનું સ્મગલિંગ કર્યું હતું. હવે તારી પણ ભલાઈ એમા છે કે તુ પણ મારી શરત માની જા.” જુગનુ બોલ્યો, “કઈ શરત? આપણી વચ્ચે ક્યારે આવી વાત થઈ?” આઝાદ કહે, “તને તારા ડ્રગ્સની પડી નથી? જો હુ તને સ્પષ્ટ જણાવી દઉ છુ કે જ્યાં સુધી તું મારી બીજી શરત પુરી નહિ કરે ત્યાં સુધી હું તને ડ્રગ્સ તો આપવાનો જ નથી.”

જુગનુ હસવા લાગ્યો અને કહ્યુ, “તને શું લાગ્યુ મેં તારી શરતો પુરી કરવા તને અહીં બોલાવ્યો છે? અરે મૂર્ખા તે વિચારી પણ લીધુ કે હુ મૂર્ખ છુ અને તારી બધી શરતો પુરી કરીશ. તારી એક પણ શરત મે પુરી નથી કરી. મેજરને તો મે એટલે છોડી દીધો હતો કારણ કે તેને કેદમાં રાખવાથી કોઈ ફાયદો ન હતો. મારા ડ્રગ્સ તો તારી પાસે હતા. તો હુ મેજરને કેદ કરીને શુ હાંસિલ કરવાનો હતો? પણ તને ગમે તેમ મારી પાસે લાવવો હતો.”

આઝાદ બોલ્યો, “મને વિશ્વાસ તો હતો જ કે તુ સમય આવતા તારી ઓકાદ બતાવી દેવાનો છો. તો સાંભળી લે. હુ તને ઉપર પહોંચાડવામાં એક પણ તક નથી મુકવાનો. કદાચ હુ ન મારી શક્યો તો રશિયન માફિયા તને મારી જ નાખવાના છે. તારે જીવતા રહેવા માટે ડ્રગ્સનો પૂરો સ્ટોક જોશે. તો એ તુ ક્યાંથી કાઢીશ?”

જુગનુ હસીને બોલ્યો, “તુ શુ સમજે છે હુ માત્ર નામનો જ આતંકવાદી છુ? જેવી રીતે ભારતની આર્મી આતંકવાદી પાસેથી બધી જાણકારી મેળવી લે છે એવી જ રીતે હુ તારી પાસેથી મારા ડ્રગ્સનુ ઠેકાણું ઓકાવી લઈશ. ના સમજ્યો? હવે સમજી જઈશ. ગાર્ડસ ટેક હિમ ઇન ડેથ સ્પેસ.” આઝાદ બોલ્યો, “ડેથ સ્પેસ? એ વળી શુ?” જુગનુ કહેવા લાગ્યો, “ઇટ્સ ટાઈમ ઓફ થર્ડ ડીગ્રી. આ મારો સ્પેશિયલ રૂમ છે જ્યા મારા ગાર્ડસ વ્યક્તિને એટલી હદે ફિઝિકલ ટોર્ચર કરે છે કે તેની આત્મા પણ એ શરીરને છોડી દેવા ઉતાવળી થઈ જાય છે. આજ હુ પણ જોઇશ કે એક ભારતીયની સહનશક્તિ કેટલી છે?”

આઝાદ કહેવા લાગ્યો, “એ તારી જિજ્ઞાસા હુ જરૂર પુરી કરીશ પણ મારે પણ જાણવુ છે કે તારા માણસો મને ટોર્ચર કેવી રીતે કરે છે?” જુગનુ હસતા બોલ્યો, “મૂર્ખા તુ એટલુ જાણી લે આ કોઈ ફિલ્મ નથી કે તુ હીરોની જેમ મારા માણસોને મારી ને છટકી જઈશ. ઇટ્સ રિયાલિટી.” આઝાદ કહેવા લાગ્યો, “હા ફિલ્મ નથી એ હુ પણ જાણુ છુ પણ હવે જે હુ કરવાનો છુ એ કૃત્યથી કદાચ એ કૃત્ય પર ફિલ્મ બનવી જોઈએ.” જુગનુ કહે, “જોઈએ. ફિલ્મ બને છે કે તારી ચિતા.”

જુગનુના માણસો આઝાદને ડેથ સ્પેસમાં લઈ ગયા. ત્યાં આઝાદને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. તે ખુરશી ઇલેક્ટ્રિક શોક આપવા માટે હતી. જુગનુ બોલ્યો, “મૂર્ખા તે કદી વીજળીને ફિલ કરી છે. તુ ખૂબ ભાગ્યશાળી છો કે તારુ શરીર વીજળીનો અનુભવ કરશે પણ અહીં એક ખામી છે કે તુ આ અનુભવ કોઈને કહેવા માટે જીવતો નહિ રહે. પણ જો તને આ અનુભવ ન કરવો હોય તો મને મારા ડ્રગ્સ આપી દે.” આઝાદ કહેવા લાગ્યો, “તારે મને મારી નાખવો હોય તો મારી નાખ. પણ હુ ડ્રગ્સ તો તને આપવાનો જ નથી.” જુગનુ એ સાંભળી ગુસ્સે થઈ ગયો અને પિસ્તોલથી આઝાદના ચહેરા પર મારવા લાગ્યો. તેણે કહ્યુ, “ગાર્ડસ. ડુ યોર બેસ્ટ. નાવ કન્ટીન્યુ પ્રોસેસ ઓફ અવર ડેથ સ્પેસ.” તેના કહેવા પ્રમાણે જુગનુના માણસોએ આઝાદને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધુ.

આઝાદ જાણતો હતો કે જુગનુ તેને માત્ર ટોર્ચર કરશે. તેથી તેને કોઈ ડર ન હતો કારણ કે જુગનુ ડ્રગ્સને કારણે મજબૂર હતો. જુગનુના માણસોએ આઝાદને ખૂબ ટોર્ચર કર્યો. તેના હાથમાં ખીલા ખોપવામાં આવ્યા, તેને ઇલેક્ટ્રિક ખુરશી દ્વારા શોક આપ્યા. પણ આઝાદ ડ્રગ્સ વિશે કઈ પણ બોલ્યો નહિ.

આઝાદની સહનશક્તિ જોઈ જુગનુને ઘણી નવાઈ લાગી. તે આઝાદ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “મે તારી જેવા ઘણાને મારા ડેથ સ્પેસનો રસ પાયો છે પણ હજી સુધી કોઈ તને ગળા નીચે ઉતારી નથી શક્યું. કહેવું પડે તારામાં દેશભક્તિ કણે કણમાં છે. વાંધો નય હું માની ગયો કે તુ હાર માનવાનો નથી. ચાલ તને એક ઓફર કરુ. તુ મને ડ્રગ્સ આપી દે હુ તારો જીવ પણ બક્ષી દઈશ અને તુ માંગ એટલા પૈસા આપીશ. પણ એ ડ્રગ્સ મળ્યા પછી.”

આઝાદ બોલ્યો, “જુગનુ મને ખબર હતી જ કે તારામાં માણસ કરતા કુતરાના ગુણ વધારે છે. માત્ર એક ગુણની કમી છે એ છે વફાદારી. બસ મને આટલો ટોર્ચર કર્યા પછી કૂતરાની જેમ મારી પાસે પૂંછડી હલાવતો આવી ગયો ને! બસ આ જ દ્રશ્ય માટે હુ આતુર હતો. પણ સાંભળી લે જ્યાં સુધી મારી શરત તુ પુરી નહિ કરે ત્યાં સુધી હુ તને ડ્રગ્સ નહિ આપુ. તારે જે કરવુ હોય એ કરી લે.”

જુગનુ મૂંઝવણમાં મુકાયો. તે આઝાદને કહેવા લાગ્યો, “આ દેશભક્તિ કરીને તને શું મળવાનું છે? તારા દેશે તારા માટે શુ કર્યું? આઝાદ ન ભૂલ કે હું પણ ભારતીય છું. પણ મને એ કહેવામાં શરમ આવે છે. જે દેશની રક્ષા કરવાનો જૂનન લઈને તુ અહીં આવ્યો છે એ ભારતે મને દર્દ સિવાય કંઈ નથી આપ્યું. બાળપણમાં જ્યારે મારો નાનો ભાઈ વિરાટ બીમાર હતો ત્યારે અમે તેને હોસ્પિટલ લઈ ગયા. તેને બચાવવા મારા પિતાએ ઘણી કોશિશ કરી. તે પ્રાથમિકશાળાના શિક્ષક હતા. વિરાટના ઓપરેશન માટે તાત્કાલિક પાંચ લાખની જરૂર પડી ત્યારે આ ભારતના એક પણ નાગરિકે અમારી મદદ ન કરી. પરિણામે મારા ભાઈ વિરાટનુ અવસાન થયુ.”

આઝાદને જુગનુની વાત સાંભળતા દુઃખ થયુ. તે કઈક બોલે એ પહેલાં જુગનુ ફરી બોલ્યો, “અમારી બધી પૂંજી હોસ્પિટલમાં જ પુરી થઈ ગઈ. મારા પરિવારનો માંડ માંડ ગુજારો થતો. મારી જરૂરિયાતો પૂરી કરવામાં મેં ડ્રગ્સના સપ્લાયર તરીકેનું કામ હાથમાં લીધુ. ધંધો સારો ચાલતો હતો. પણ મારા બાપને હજી દેશભક્તિનું ભૂત વળગેલુ હતું. જ્યારે તેમને ખબર પડી કે હું ડ્રગ્સની આપ લે કરું છું ત્યારે તેમણે મને પોલીસને હવાલે કરી દીધો. મારી માતાએ પણ મારા બચાવ માટે કઈ ન કર્યું. મારા બાપની દેશભક્તિ અને ઈમાનદારીએ મારા ધંધા પણ પાણી ફેરવી નાખ્યું. ધંધામાં આવેલા નુકસાનને લીધે મારા પર દેવુ વધી ગયુ. એટલી નાની વયે મારી પાસે એટલા પૈસા નહતા કે હું તે લોકોને ચૂકવી શકું. મેં ઘરે પૈસા માંગ્યા. પૈસા હોવા છતાં મારા બાપે મને પૈસા ન આપ્યા અને મને ફરી પોલીસને દેવાની ધમકી આપી. જ્યારે મેં તિજોરી તોડી પૈસા લેવાની કોશિસ કરી કે મારી માએ મને રોકવાની કોશિસ કરી. તેમણે મારા બાપને પણ બોલાવ્યો. પૈસાની મજબૂરીને કારણે મેં મારી મા ને ધક્કો માર્યો કે દીવાલ સાથે અથડાઈ તે મૃત્યુ પામ્યા. કારણ કે તેમને પાછળના ભાગમાં ઇજા થઇ હતી. તેમની ચીખ સાંભળી મારો બાપ ત્યાં દોડી આવ્યો અને તેમણે પોલીસ બોલાવવાની કોશિશ કરી કે મારે મારા બચાવ માટે તેમને પણ મોતને ઘાટ ઉતારવા પડ્યા. હું ખૂબ ડરી ગયો હતો અને મારા બચાવને કારણે મુંબઈ આવી ગયો. ત્યાં પણ મેં મારો ધંધો શરૂ કરી નાખ્યો. ધીમે ધીમે મારી મુલાકાત જોર્ડન સર સાથે થઈ અને તેમણે મારી ડ્રગ્સ સપ્લાયર તરીકેની કળા જોઈને મને રશિયા લઈ આવ્યા. એ સમય પછી તો હું દુનિયાનો રાજા થઈ ગયો. દેશની પોલિસ તો શું કોઈપણ દેશની આર્મી પણ મારો વાળ વાંકો નથી કરી શકતી. હું અત્યારે આવો છું તેનું કારણ તારો ભારત દેશ છે. આઝાદ દેશભક્તિમાં કઈ નથી રાખ્યું. તું મને ડ્રગ્સ આપીશને તો હું તને મારો પાર્ટનર બનાવીશ અને મારા દરેક કોન્ટ્રાક્ટમાં પચાસ ટકા હિસ્સો તારો બસ. હવે તો મને મારા ડ્રગ્સનુ ઠેકાણું બતાવ.”

આઝાદ બોલ્યો, “જુગનુ તારી વેદના એ બરાબર છે પણ તારો રસ્તો ખોટો છે. તુ તારી બરબાદીનું કારણ દેશને ન બતાવી શકે. તને ભારતે શુ આપ્યું એ તને નહિ ખબર હોય. પણ મને જે આપ્યું છે એ કદાચ ઈશ્વર પણ મને ન આપત. તે તો ઘણા દેશોમાં પોતાનો આતંક મચાવ્યો હશે ને? ચાલ તો તુ મને એક એવો દેશ બતાવ કે જ્યાં દરેક ધર્મના માણસો હળીમળીને રહેતા હોય. જ્યાં કોઈ રંગભેદ ન હોય. જ્યાં દરેક ધર્મના તીર્થ સ્થાનો હોય. છે જવાબ તારી પાસે? હું આ એમજ નથી બોલી રહ્યો પણ મેં આ બધુ નજરે જોયેલુ છે અને ખાસ વાત કે અનુભવેલુ છે. તારા ભાઈના મૃત્યુ પછી જો તે અભ્યાસ પૂરો કરી સારી નોકરી મેળવી હોત તો તને બદનામીની જગ્યાએ સન્માન મળત.જે ભારતીયો તને નફરત કરે છે એ નફરતની જગ્યાએ તને આદર આપત. અને રહી વાત મારી કે તુ શુ એમ સમજે છે કે હુ આ બધુ પૈસા માટે કરી રહ્યો છુ? હુ સામાન્ય ખેડૂતનો દીકરો છું અને ખેડૂત એટલે દેશનો પિતા. તો આ દેશનો દરેક નાગરિક મારો ભાઈ થયો. અને મારો પરિવાર થયો. મારા પરિવાર પર ઘા કરનારને હુ આ દુનિયામાંથી નાબૂદ કરી નાખવાની પ્રતિજ્ઞા લઈને આવ્યો છું. હા એ સત્ય છે કે હુ તારી જેવા બધાનો નાશ નહિ કરી શકુ પણ મારાથી જે કાંઈ ઓછા થઈ શકે એટલો પ્રયત્ન બહુ છે. કારણ કે ભારતની ભૂમિ પર હજુ મારી જેવા અને મેજર સાહેબ જેવા ઘણા જન્મ લેવાના જ છે. તુ આ એક આઝાદને મારી શકીશ પણ જ્યારે મારી જેવા હજારો આઝાદ ઉભા થશે ત્યારે તારુ તો શું, આતંકવાદ નામનું જ અસ્તિત્વ નહિ રહે અને એ દિવસ જરૂર આવશે.”

જુગનુ કંટાળી ગયો અને કહેવા લાગ્યો, “ટૂંકમાં તું મારી એક પણ વાત માનવાનો નથી એમ ને? વાંધો નય તે મારી દુખતી નસ પકડી લીધી છે. બોલ તારી શરત શુ છે?” આઝાદે જવાબ આપ્યો, “મારી શરત છે તુ ગમે તે રીતે જોર્ડનને અહીં બોલાવ.” જુગનુ કહેવા લાગ્યો, “હલવો સમજ્યો છે? એ મારો નોકર નથી કે હુ બોલવુ એટલે તે દોડ્યો આવશે. પણ તારે એનુ શુ કામ છે?”

આઝાદે જવાબ આપ્યો, “હમણાં તો કહ્યું ને આતંકવાદનુ મૂળ હાલ જોર્ડન છે. તમારા બધાનુ નેતૃત્વ જોર્ડન કરે છે. જો તેને ટપકાવી દઈશ એટલે તારી જેવા બીજા આતંકવાદી તૈયાર નહિ થાય.” જુગનુ હસવા લાગ્યો અને બોલ્યો, “તને તો આ ખૂબ સરળ લાગતુ હશે એમને? હા તને સાચી જ જાણકારી મળી છે. અમે બધા જોર્ડનના નેતૃત્વ હેઠળ જ કાર્ય કરી રહ્યા છીએ અને તને શું લાગે છે હુ જોર્ડન સાથે વિશ્વાસઘાત કરીશ? એનો ખાસ માણસ બનવા મેં મારી જિંદગીના અઢાર વર્ષ ખર્ચી નાખ્યા છે.”

આઝાદ બોલ્યો, “વફાદારીની વાત તારા મોઢે શોભતી નથી જુગનુ. જે માણસ પોતાના માબાપને મારવામાં ક્ષણવાર માટે પણ વિચારતો નથી એની પાસે વફાદારીની શુ આશા રાખવી? પણ એટલુ તુ સ્પષ્ટ જાણી લે કે તારી પાસે માત્ર બે વિકલ્પ છે. એક એ કે તુ જોર્ડનને મૃત્યુના મુખમાં ધકેલી દે અથવા તુ પોતે ત્યાં જવાની તૈયારી રાખ. જો તુ જોર્ડનને મારવામાં મને મદદ કરીશ તો તારા ડ્રગ્સ તને હુ આપી દઈશ અને રશિયન માફિયા તને છોડી દેશે. જો તુ એમ નહિ કરે તો જોર્ડનને તો હુ ગમે તેમ મારી જ નાખીશ પણ રશિયન માફિયા તને નહિ છોડે. જીવન માત્ર એક જ વાર પ્રાપ્ત થાય છે એ તુ પણ જાણે છે અને હુ પણ. નિર્ણય તારા હાથમાં છે. અને ખાસ વાત તો એ કે જેની તુ વફાદારી કરવા ઈચ્છે છે એની સાથે વાત કરીને જણાવ કે તારા પર અરબો રૂપિયાનું દેવુ થઈ ગયુ છે. જો એ શું જવાબ આપે છે?”

જુગનુને વિચાર આવ્યો કે, “આ ખરેખર સાચું જ કહી રહ્યો છે. ડ્રગ્સ માટે મે જોર્ડન સરને વાત કરી જ નથી. માટે પહેલા તેમની પાસે મદદ માંગુ. હા એ મારી મદદ જરૂર કરશે. પછી આ કૂતરાને ઠેકાણે લગાવી દઈશ.” તે રૂમમાંથી બહાર આવ્યો અને જોર્ડન સાથે સંપર્ક કર્યો, “સર. ઇટ્સ જુગનુ. સર આઈ વોન્ટ સમ હેલ્પ ફ્રોમ યુ. આઈ લોસ્ટ ઓલ ડ્રગ્સ. સો માફિયા વોન્ટ ઓલ મની ઓફ ઓલ ડ્રગ્સ. પ્લીઝ ગિવ મી મની ફોર થેટ. પ્લીઝ સર. ઇટ્સ ઇમરજન્સી.(સર હું જુગનુ. મને તમારી પાસેથી થોડી મદદ જોઈએ છે. મેં બધા ડ્રગ્સ ગુમાવી દીધા છે. તેથી માફિયાને એ ડ્રગ્સના પૈસા જોઈએ છે. તો તમે મને પૈસા આપો.)”

જોર્ડને ગુસ્સેથી જવાબ આપ્યો, “વોટ? ઇડિયટ યુ ડોન્ટ હેવ એની આઈડિયા? ઇટ્સ અ બિગ પ્રોબ્લેમ. નો નો. ઇટ્સ યોર પ્રોબ્લેમ. આઈ હેવ નો મની ફોર યુ. આઈ ડોન્ટ હેલ્પ યુ. ડિડ યુ આસ્ક મી? વ્હેન યુ ડીલ વિથ માફિયા બોસ. સો ઇટ્સ યોર ફોલ્ટ નોટ માઇન. ડુ વોટએવેર યુ વોન્ટ. પ્લીઝ ડોન્ટ કોલ મી ફોર ધીસ પ્રોબ્લેમ.(શું? મૂર્ખ તને કોઈ આઈડિયા નથી? આ એક મોટું સંકટ છે. ના ના. આ તારો પ્રશ્ન છે. હું તારી મદદ નહી કરું. તે માફિયાના બોસ સાથે કરાર કરતી વખતે મને પૂછ્યું હતું? તેથી આ તારી ભૂલ છે નહીં કે મારો. તારે જે કરવું હોઈ એ કર. મહેરબાની કરીને મને આ માટે કોલ ન કરતો.)”

જુગનુએ જોર્ડનને ઘણી આજીજી કરી પણ તે એકનો બે ન થયો. જુગનુને શોક લાગ્યો કે, “આઝાદને કઈ રીતે અંદાજ આવ્યો કે જોર્ડન આ માટે મારી મદદ નહિ કરે. આ અમથો મારી સાથે ટક્કર લેવા નથી આવ્યો. ખૂબ હોશિયાર છે. કઈક તો કરવું જ પડશે.” જુગનુની સ્થિતિ હવે ગંભીર બની ગઈ. તે વિચારવા લાગ્યો કે પોતાનો જીવ બચાવે કે જોર્ડનને મારવામાં મદદ કરે?

To be continued.......

Thanks for reading