Anu - 2 in Gujarati Classic Stories by Meghna mehta books and stories PDF | અનુ - 2

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

અનુ - 2

અનુ સજળ નેત્રે પિતા ને જોઈ રહે છે. મનસુખ ભાઈ માં તેનો જીવ વસે છે. તેમને કાઈ પણ થાય તો અનુ નો જીવ કપાઈ જય છે.સામે મનસુખભાઇ ને પણ અનુ માટે એટલો જ પ્રેમ છે. મનસુખભાઇ અમદાવાદ જાવા માટે જીદ કરે છે. દેવ તેમને ચોખ્ખી ના પાડે છે. પરંતુ તેમની જીદ ચાલુ રહે છે. કારણકે જો તે ના જાય તો તેમને મોટું નુકસાન થઈ શકે તેમ છે. અનુ તેમને સમજાવા ખૂબ જ પ્રયત્ન કરે છે પણ તેઓ જીદ પકડીને બેઠા છે.આખરે અનુ થાકી ને તેમને કહે છે કે અગર કામ આટલું જરૂરી છે તો હું જઈશ પણ તમારે આરામ કરવાનો છે. મનસુખભાઇ ના પાડે છે એકલી દીકરી ને અજાણ શહેર માં મોકલતા તેમનો જીવ ચાલતો નથી.

દેવ આ બધું જ સાંભળી રહ્યો હોય છે. તે મનસુખભાઇ ને કહે છે કે તે પણ અમદાવાદ જઇ રહ્યો છે. અગર તેમ ને વાંધો ન હોય તો તેઓ અનુ ને તેની સાથે મોકલી શકે છે. આમતો દેવ અમદાવાદ અઠવાડિયા માટે જવાનો હતો પરંતુ અનુ નું કામ 2 દિવસ નું જ હતું એટલે એને પણ કહ્યું કે હું 2 દિવસ માં પાછો આવાનો છું તો અનુ ને મારી સાથે જ લઇ જઈશ અને એનું કામ પતાવીને તે મારી જોડે જ પછી પણ આવી જશે અને 2 દિવસ અનુ ઈચ્છે તો તેના ઘરે મહેમાન બની ને રહી શકે છે. મનસુખભાઇ ની અડધી ચિંતા દૂર થઈ જાય છે. પણ આવી રીતે ડોક્ટર સાહેબ પર બધો બોજો કેવી રીતે નખાય તેમ વિચારે છે.અનુ દેવ ને ના પાડે છે કે એ તેમની સાથે જરૂર આવશે પરંતુ તેમના ઘરે રોકાશે નહીં. તે મનસુખભાઈ ને સમજાવે છે કે તે પોતાની જાત ને સાચવી શકે તેમ છે અને તે કોઈ ના પર બોજો બનવા નથી માંગતી. અનુ ની વાત સાંભળી ને તેના પિતા ગર્વ અનુભવે છે કે પોતે દીકરી ને ઉછેરવામાં કોઈ ઉણપ નથી રાખી એટલે જ તો મારી દીકરી સ્વાભિમાની અને સ્વાવલંબી છે ડોક્ટર ના કહેવા છતાં તે પોતાની જાતે બધું કરવા કહે છે.

આ બાજુ દેવ તો સાતમાં આકાશ પર છે.ક્યાં તે અનુ ને ભૂલવા માટે અમદાવાદ જઈ રહ્યો હતો અને ક્યાં એ જ અનુ એની સાથે અમદાવાદ આવી રહી હતી. તેનું કિસ્મત પુર જોશ માં હતું એટલે જ તો એની સ્વપ્ન સુંદરી પુરા 2 દિવસ તેની સાથે રહેવાની હતી. જે અનુ ને 2 પળ જોવાB માટે એ તરસી જતો એ અનુ પુરા 48 કલાક એની સાથે રહેવાની હતી. દેવ ની ખુશી તો છુપાએ નહોતી છુપતી. એને તો એવું લાગી રહ્યું હતું જાણે એના પુણ્ય કર્મો નું ફળ એને મળી રહ્યું છે. બસ તે ઈચ્છતો હતો કે 2 દિવસ અનુ તેના ઘરે તેની સાથે રહે .તે જાણતો હતો કે એ એટલું સરળ નથી પણ તે માટે એને પ્રયત્ન કરવો જોઈએ એમ વિચારી એને મનસુખભાઈ ને કહ્યું કે મારા ઘરે રહેવા માં શું વાંધો છે? અનુ ને અજાણી હોટેલ માં રહેવું એના કરતાં તે એના ઘરે સેફ રહેશે અને મનસુખભાઇ ને પણ અનુ ની ચિંતા નહીં રહે.અને મારું ઘર મોટું છે તેથી અનુ ને કોઈ તકલીફ નઈ પડે.

મનસુખભાઇ ને દેવ ની વાત સાચી લાગી તેમને અનુ ને કહ્યું કે તે દેવ ના ઘરે જ રોકાય. અનુ દેવ ના ઘરે રોકાવા નહોતી ઇચ્છતી પણ એને પણ એ જ થયું કે અજાણી જગ્યાએ રોકાયા કરતા દેવ ના ઘરે રોકાવું વધુ યોગ્ય છે.આખરે તેને મુક સંમતિ આપી. દેવ તો જાણે કોઈ મોટું યુદદ્ધ જીત્યો હોય એટલો ખુશ હતો. આજે તેને ભગવાન પાસે જે માંગ્યું તે બધું તેને મળ્યું હતું. મનસુખ ભાઈ ની દવાઓ અને ખાવાની વસ્તુઓ નું લિસ્ટ આયા ને આપી દઈ અનુ ઘરે જવા નીકળે છે. કારણકે 2 દિવસ અમદાવાદ માં રહેવા માટે એને કપડાં અને જરૂરી ચીજ વસ્તુઓ લેવી જરૂરી હતી. દેવ તેને 2 મિનિટ રોકાવા કહે છે તે કહે છે કે હું મારો સમાન રૂમ પર થી લઇ આવું પછી આપણે જોડે નીકળીએ અને ત્યાંથી સીધા બસસ્ટેન્ડ જતા રહીએ. અનુ હા પાડે છે અને દેવ ની રાહ જોતી ઉભી રહે છે . દેવ તેના કપડાં ની બેગ લઈ ને આવી જાય છે.બન્ને અનુ ના ઘર તરફ પગ ઉપાડે છે.

અનુ નું ઘર હોસ્પિટલ થી થોડું દૂર હતું આથી તેઓ રીક્ષા કરી લે છે જેથી જલ્દી પહોંચી શકાય. આખા રસ્તા પર અનુ ચૂપ જ હોય છે. દેવ રીક્ષા માં અનુ જોડે વાત કરવા નો પ્રયત્ન નથી કરતો એ સમજતો હતો કે અત્યારે અનુ ટેનશન માં હશે પિતા ની આવી હાલત માં એમને છોડી ને અજાણ્યા શહેર માં અજાણ્યા લોકો વચ્ચે 2 દિવસ રહેવાનું છે. એટલે અનુ અત્યારે શુ અનુભવ કરતી હશે તે દેવ સમજતો હતો.દેવ મનોમન નક્કી કરે છે કે આ 2 દિવસ માં તે અનુ ને બને તેટલો પોતીકું લાગે તેના પ્રયત્નો કરશે. બીજું કાંઈ નહિ તો તે અનુ નો દોસ્ત તો જરૂર બનશે. અનુ તેના પર વિશ્વાસ કરી શકે એવો માહોલ જરૂર રાખશે.

આ બાજુ અનુ ફટાફટ એનો સામાન પેક કરે છે અને દેવ ને ચા પાણી માટે પૂછે છે.પણ દેવ ફરી કોઈ વાર કહી ને વાત ટાળી દે છે.આમ પણ એ લોકો ને મોડુ થઇ રહ્યું હતું તેથી અનુ પણ બહુ આગ્રહ કર્યા વગર ઘર ને તાળુ મારી દેવ ની સાથે બહાર નીકળે છે.અને તેઓ બસસ્ટેન્ડ પાર પહોંચે છે. બસ આવાની અડધો કલાક ની વાર હોય છે આથી તેઓ ત્યાં બસ ની રાહ જોતા બેસે છે. દેવ દુકાન માં થી પાણી ની બોટલ અને ચીપ્સ ના પેકેટ લઇ લે છે કારણકે ગામ થી અમદાવાદ નો રસ્તો 5 થી 6 કલાક હતો અને તે અનુ ને કોઈ તકલીફ પડવા દેવા માંગતો હતો. અનુ એ મેળા માં થી નીકળ્યા પછી કાંઈ ખાધું હતું કે નઈ તે પણ તેને ખબર નહોતી આથી જ તેને બધી પૂર્વ તૈયારીઓ કરી લીધી જેનાથી અનુ ને કોઈ તકલીફ નંપડે.આ બાજુ અનુ પણ સવારથી ચાલેલી દોડધામ ના કારણે ખૂબ થાકી હતી.તે પણ ચાહતી હતી કે જલ્દી બસ આવે અને તે એમાં બેસી ને રાહત નો શ્વાસ લે. આખરે ધૂળ ની ડમરીઓ ઉડાડતી બસ આવી ગઈ.

દેવ અને અનુ બસ માં ચઢ્યા અને એક બીજા ની બાજુ માં બેઠા. દેવ એ અનુ ને કહ્યું કે મારા પર વિશ્વાસ રાખજો હું કોઈ અણછાજતું વર્તન થવા નહીં દઉં. અનુ એ આંખો થી જ વિશ્વાસ બતાવ્યો. બસ ચાલુ થતાંજ અનુ નીઆંખો દિવસ ભર ના થાક ને લીધે ઘેરાઈ ગઈ અને તે સુઈ ગઈ. અનુ નું માથું દેવ ના માથા પર ઢળી પડયું. દેવ અપલક નજરે અનુ ને જોઈ રહયો. અનુ નો ચહેરો કેટલો માસુમ છે એમ વિચારી રહ્યો. કોઈ આંધળો જ હશે જેને એને જોઈને પ્રેમ ના થાય. આ સ્પર્શ માટે તો એ ક્યાર નો તરસી રહ્યો હતો અને આજે એ સ્પર્શ એને આમ અચાનક મળશે એની તો એને કલ્પના પણ નહોતી કરી. થાક તો દેવ ને પણ લાગ્યો હતો પણ અનુ નું માથું એના ખભા પર હતું અને તે અનુ ને જગાડવા નહોતો માંગતો આમ પણ આવો સમય એને ફરી ક્યારે મળશે એમ વિચારી તે અનુ ને જોતો બેસી રહ્યો. જ્યારે તમને પ્રેમ ની અનુભૂતિ થાય છે ત્યારે બીજી વસ્તુઓ ગૌણ થઈ જાય છે. અને આતો પહેલો પ્રેમ હતો પહેલો પ્રેમ તો ખાસ હોય છે.જીવન માં દરેક પેહલી વસ્તુ ખાસ હોય છે. અનુ ની સામે જોતા જોતા અમદાવાદ ક્યારે આવી ગયું એની પણ દેવ ને ખબર ના પાડી. એના માટે તો જાણે સમય ત્યાં જ રોકાઈ ગયો હતો.તે ચાહતો હતો કે આ સમય અહીં જ રોકાઈ જાય અને અનુ તેની પાસે આવી જ રીતે બેસી રહે.બસ હવે જીવન માં તેને કોઇ ની જરૂર નથી પણ સમય કોઈ ના માટે રોકાયો નથી તો દેવ માટે ક્યાંથી રોકવાનો હતો.

બસ આમદાવાદ આવી જાય છે. બસ ની બ્રેક વાગતા અનુ ની આંખ ખુલી જાય છે. પોતાનું માથું દેવ ના ખભા પર છે તે ખ્યાલ આવતા તે ક્ષોભ અનુભવે છે. દેવ સામે જોઈ ને કહે છે કે મને ઉઠાડી દેવી હતી ને નાહક તમને તકલીફ પડી. દેવ તેને કહે છે કે મને કોઈ તકલીફ નથી પડી એમ પણ મને બસ માં ઊંઘ આવતી નથી મારા લીધે કમસેકમ તમારી ઊંઘ તો પુરી થઈ ચાલો ઉભા થઇ ને નીકળીએ. દેવ નુંઘર માણેકબાગ સોસાયટી માં હતું. તેનો બંગલો 3 માળ નો હતો. દેવ ના પિતા નો ધંધો વિકસેલો હતો. ઘર માં 3 નોકર હતા અને રસોઈ કરવા માટે મહારાજ પણ હતા. અનુ અને દેવ ઘરે પહોંચે છે. દેવ ના ઘરે પહોંચતા લગભગ 10 વાગ્યા હતા. દેવે પહેલેથી ઘરે ફોન કરીને કહી રાખ્યું હતું આથી મહારાજે રસોઈ તૈયાર રાખી હતી.

દેવ ના માતાપિતા બંને બહાર ગયા હતા. દેવ ની માતા તેમના સમાજ માં ખુબજ આગળ પડતા હતા.આથી ભાગ્યેજ તેઓ ઘરે જોવા મળતા. દેવ ના પિતા ધંધા માં ગળાડૂબ રહેતા. દેવ આટલા દિવસે ઘરે આવ્યો છે છતાં કોઈ તેની રાહ જોતું નથી તે જાણી ને અનુ ને નવાઈ લાગી. દેવ પણ અનુ નું મન સમજી ગયો આથી તેને અનુ ને પોતાના ઘર ની પરિસ્થિતી અનુ ને ટૂંક માં સમજાવી દીધી. તેને કીધું કે તેના માતાપિતા પોતાની 40 પછી ની ઉમર એન્જોય કરી રહ્યા છે. અનુ ને લાગ્યું કે મોટા ઘર ની મોટી વાતો એમાં માંથું મારવુ યોગ્ય નથી એમ પણ તે એ ઘર માં 2 દિવસ ની મહેમાન હતી. તેને માત્ર હકાર માં માથું હલાવ્યું.

દેવ તેને મહેમાનો ના રૂમ તરફ લઇ ગયો.અને તેને ફ્રેશ થઇ ને નીચે આવવા કહ્યુ.તે પોતે પણ પોતાના રૂમ તરફ ગયો. અનુ અને દેવ બંને ફટાફટ નીચે આવ્યા કારણકે બંને એ બપોર નું પેટ માં કશું નાખ્યું નહોતું. જમવામાં ખીચડી ભાખરી , ડુંગળી બટાકા નું શાક પાપડ , અથાણું,છાશ હતા . આમ તો દેવ ને આ બધું બહુ ભાવતું નહીં પણ અનુ ને ધ્યાન માં રાખીને તેને આ મેનુ બનવાનું કહ્યું હતું. અનુ એ શાંતિ થી જમી લીધું. અને દેવ ને શુભરાત્રી કહી ને પોતાના રૂમ માં જતી રહી. દેવ પણ જમી ને પોતાના રૂમ માં ગયો. તે પણ આજે ખૂબ થાકી ગયો હતો પણ અનુ એના દિમાગ માંથી ખસતી નહોતી. તે અનુ સાથે નો આખો સફર વિચારતો રહ્યો. અને બીજા દિવસે અનુ સાથે કેવી રીતે સમય પસાર કરવો તે વિચારતા વિચારતા તેની આંખો મીંચાઈ ગઈ.

શુ દેવ અનુ નું મન જીતી શકશે? શુ અનુ દેવ પ્રત્યે આકર્ષાશે? જોઈશું આવતા ભાગ માં . જો વાર્તા પસંદ આવે તો પ્રતિભાવ આપવાનું ભુલશો નહિ.