anu - 1 in Gujarati Short Stories by Meghna mehta books and stories PDF | અનુ - 1

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

અનુ - 1

અનુ પોતાના પિતા નું એક માત્ર સંતાન. બાકી સંતાનો કરતા અલગ હતી કારણકે એની મા નહોતી. પણ પિતા નો પ્રેમ અઢળક હતો. અનુ ને જન્મ આપતા ની સાથે જ મા નું મરણ થયું હતું. પિતા મનુ ભાઈ એ એકલા હાથે અનુ ને મોટી કરી હતી. દીકરી ને સાવકી મા થી બચાવા મનુ ભાઈ એ બીજા લગ્ન ન કર્યા. અનુ ના મા અને બાપ બનીને એને મોટી કરી. જ્યાં બીજા મા બાપ દીકરી ને સાપ નો ભારો સમજતા હોય છે ત્યાં મનુ ભાઈ માટે અનુ આંખ નો તારો હતી. મનુભાઈ એ અનુ ને શિક્ષણ આપવા માં પણ કોઈ કચાશ રાખી નહોતી. સામે અનુ પણ પિતા ની લાગણીઓ ને ખૂબ જ સારી રીતે સમજતી. તે જાણતી હતી કે પિતા એ એના માટે કેટલા ત્યાગ કર્યા છે. પોતાની જીંદગી એના માટે ખર્ચી નાખી છે. અનુ એક સમજદાર યુવતી હતી. ગોરો ઘાટીલો દેહ કાળા લાંબા વાળ તિક્ષ્ણ આંખો અને તેજ બુદ્ધિમત્તા નો સમન્વય હતી. ઘર નું બધું કામ જાતે કરતી હતી અને મનુ ભાઈ ને કારોબાર માં પણ મદદ કરતી હતી. મનુ ભાઈ ના કારોબાર ને તેને બમણો કર્યો હતો. કોઈ પણ યુવાન ની સ્વપન યુવતી હતી અનુ. ગામ ના છોકરાઓ અનુ ના આવવા જવા ના રસ્તા પર ઉભા રહેતા અને એને જોઈને નિસાસા નાંખતા. અનુ બધું જ સમજતી પણ એ કોઈ ની તરફ ધ્યાન આપતી નહીં. યુવાનો વિચારતા કે અનુ નામ નો પ્રસાદ કોના ભાગ્ય માં છે કોને ખબર? મનુ ભાઈ ને પણ અનુ ના લગ્ન ની ચિંતા હતી. તેના માટે ઘણા માગા આવતા પણ ગામ માં કોઈ યુવાન એવો નહોતો જે અનુ ની બરાબરી નો હોય. ત્યાંજ ગામ માં એક યુવાન નું આગમન થયું જેનુ નામ હતું દેવ. ૬ફૂટ ની ઊંચાઈ ગોરો વર્ણ કોઈ પણ યુવતી ને આકર્ષવા પૂરતા હતા. દેવ ગામ ના દવાખાના માં ડૉક્ટર તરીકે ફરજ નિભાવવા આવ્યો હતો. M. b. b. s પુરુ કરીને ગામ ના ટ્રસ્ટ ના દવાખાના માં તેને નોકરી મળી હતી. આમ તો દેવ સમૃધ્ધ પરિવાર નો હતોH. પણ તે સ્વાવલંબી હતો. તે ઈચ્છતો હતો કે પોતાનું દવાખાનું ખોલતા પેહલા થોડો અનુભવ મળી જાય અને થોડા પૈસા પણ ભેગા થાય જેથી ભવિષ્ય માં પોતાનું દવાખાનું ખોલવા માં તકલીફ ના પડે. અનુ અને દેવ ની પેહલી મુલાકાત ટ્રસ્ટ ના દવાખાના માં જ થઇ. મનુ ભાઈ ની તબિયત બગડતા અનુ તેમને દવાખાને લઈ ગઈ અને ત્યાં દેવ ને બતાવવા માટે એ મનુભાઈ ની સાથે દેવ ના કેબીન માં પ્રવેશી. એને જોઈને દેવ આભો બની ગયો. એને થયું કે શું આટલી સુંદરતા આવા ગામડા માં હોઈ શકે? દેવ ને છોકરીઓ ની કોઈ કમી નહોતી. કોલેજ માં ઘણી છોકરીઓ એ દેવ ને પ્રપોઝ કર્યું હતું. પણ દેવ ને એમાં ક્યારેય રસ પડ્યો નહોતો. આજે અનુ ને જોઈને એના દિલ ની ધડકન તેજ થઇ ગઈ. એનું મન એના કાબુ માં નહોતું. આંખો ના ઇચ્છવા છતાં અનુ પર સ્થિર થઈ ગઈ હતી. જાણે સમાધિ ની અવસ્થા હતી. યૌવન નો મદમસ્ત હાથી આજે રૂપ ના નશા માં ચુર થઈ ગયો હતો. અનુ ના મીઠા અવાજે આ અવસ્થા ને તોડી જ્યારે અનુ એ ડોક્ટર સાહેબ ના નામ ની બૂમમારી. દેવ થોડો સંકોચાઈ ગયો અને મનસુખભાઇ ની તકલીફ સાંભળી તેમને દવા આપી જરૂર ન હોવા છતા બે દિવસ પછી બતાવા આવા કહ્યું જેથી પોતે અનુ ને ફરી જોઈ શકે કારણ તે હજી પોતાની સ્વપ્નસુંદરી નું નામ પણ નહોતો જાણતો. તે વિચારતો હતો કે 2 દિવસ સુધી એને જોયા વગર કેવી રીતે રહેશે. જેને હજી ૧૫ મિનિટ પેહલા જ જોઈ છે એના માટે આટલું ગાંડપણ એને પોતાને જ પોતાની વાત પાર નવાઈ લાગી રહી હતી. આ બાજુ અનુ ને પણ દેવ ગમ્યો હતો પણ તે એ બધુ ભૂલી જાવા માંગતી હતી તે ઈચ્છતી હતી કે તેનું લગ્ન પિતા જ્યાં નક્કી કરે ત્યાં જ થાય. એને એના મગજ માંથી દેવ ના વિચારો ને ખંખેરી નાખ્યા અને પિતાની સેવા માં મન પોરવ્યું. દેવ તો કોઈ પણ ભોગે અનુ નું નામ અને ઘર જાણવા માંગતો હતો. અનુ તેના દિલ અને દિમાગ પાર કબ્જો મેળવી ને બેઠી હતી. સ્વપ્ન માં તો દેવ પોતાને અનુ ના ખોળા માં માથું મૂકી ને ઊંઘતો પામતો હતો. અને જ્યારે અનુ પાર ખૂબ વહાલ આવતું ત્યારે અનુ ને કસી ને આલિંગન આપતો હતો. એના સ્વપ્ન માં અનુ એનાથી રિસાઈ પણ જતી અને કહેતી દેવ આ શું કરો છો તમે છોડો મને હું ગૂંગળાઇ જઈશ. આવા વિચારો માં રાત ક્યાં પસાર થઈ જતી તેની ખબર જ ના રહેતી એને. એ બસ હવે ગમેતેમ કરી ને અનુ ને મળવા માંગતો હતો અને પોતાના મન ની વાત કહેવા માંગતો હતો. સાથે એમ પણ વિચારતો કે જો અનુ ના પાડશે તો શું થશે? આજ થી પેહલા પોતે ક્યારે આ વાત વિશે વિચાર્યું નથી અને હવે આ વાત એના દિમાગ માંથી નીકળતી નથી. ક્યારેક ભગવાન ને આજીજી કરતો કે મારા જેવા જ સ્પંદન અનુ ને પણ આપજો અને એને મારી જીવનસાથી બનાવજો. જેમ તેમ કરી ને બે દિવસ પુરા થયા અને એ દિવસ આવ્યો જેની દેવ ને પ્રતિક્ષા હતી. દેવ આતુર હતો અનુ ને જોવા માટે અને આખરે એની પ્રતીક્ષા નો અંત આવ્યો અનુ એના પિતા ને લઈને એની પાસે આવી આજે દેવ કોઇ પણ સંજોગો માં અનુ નું નામ જાણવા આતુર હતો એને પિતાજી ને કેટલાક ટેસ્ટ કરવા માટે લેબ માં મોકલ્યા અને અનુ ને એની સાથે બેસવા કહ્યું. અનુ કઈ સમજી નહીં પણ ડૉક્ટર સાહેબે કહ્યું છે એટલે એ ચુપચાપ બેસી રહી. અનુ માટે આ પ્રથમ વાર હતું જ્યારે એ કોઈ યુવાન સાથે આવી રીતે રૂમ માં એકલી હતી અનુ નું હૃદય જોર જોર થી ધડકી રહ્યું હતું. આ બાજુ દેવ ની પણ એ જ હાલત હતી પણ આજે એ કોઈ પણ ભોગે અનુ ની સાથે દોસ્તી કરવા માંગતો હતો. પણ આજે કિસ્મત દેવ ની સાથે નહોતી એક ઇમરજન્સી દર્દી આવતા એને તત્કાલ જવાની ફરજ પડી અને આજે પણ એને એની સ્વપ્ન સુંદરી નું નામ જાણવા ના મળ્યુ. અને અચાનક જ કોઈ ના ફોન ની રિંગટોન માં કૈસા એ ઇશ્ક હૈ અજબ સા રિસ્ક હૈ ગીત વાગ્યું એને સાંભળીને દેવ ને થયુ કે આ ગીત એના માટેજ છે. ત્યાં સુધી માં મનસુખ ભાઈ પણ પાછા આવી ગયા અને અનુ દેવ ના આવતા પહેલા ઘરે પાછા આવા માટે નીકળી ગઈ. દેવ પાછો આવ્યો ત્યારે એની નજર અનુ ને શોધતી હતી એને ખબર હતી કે અનુ નહીં હોય તો પણ દિલ માનવા તૈયાર નહોતું. દવાખાના નું કામ પતાવી દેવ પોતાના રૂમ પર પાછો ફર્યો. હોસ્પિટલ ના ડોક્ટર માટે ત્યાંજ રહેવાની સગવડ હતી એટલે દેવને આવવા જવા માટે ની માથાકૂટ નહોતી. અનુ ને શોધવા માટે દેવ એ મનસુખભાઇ ના કેસપેપર કઢાવ્યા એમાં થી એને અનુ નું ઘર નું. સરનામું મળી ગયું કોઈ જંગ જીત્યા જેટલો આંનદ અનુભવ્યો એને. સરનામું તો મળી ગયું પણ હવે એના ઘરે જવું કેવી રીતે એ વિચાર કરતા એને મન કામ માં લગાડ્યું. એના દિલ ઉપર અનુ સામ્રાજ્ય જમાવી ચુકી હતી. જેને સામ્રાજ્ય જમાવ્યું હતું એ તો સાવ અજાણ હતી. દેવઘણી વાર વિચારતો કે અનુ પ્રત્યે નું આ તેનું આકર્ષણ તો નથી ને જેને તે પ્રેમ સમજી રહયો છે. પ્રેમ માં લોકો એકબીજા વગર રહી નથી શકતા તો હું કેવી રીતે રહી શકું છું ? અનુ ના ઘર ના ચક્કર એને ઘણી વાર કાપ્યા પણ ક્યારેય અનુ એને જોવા ના મળી. હતાશા ઘેરી વળી હતી એને હવે કે તે ક્યારે અનુ ને જોઈ શકશે. અનુ તો બધું ભૂલી ચુકી હતી. એના કામકાજ અને પિતા ની દેખભાળ કરવામાં એના દિવસો પસાર થઈ રહ્યા હતા. મનસુખભાઇ પણ હવે સ્વસ્થ હતા. અને કારોબાર સાંભળવા માં અનુ ને મદદ કરતા હતા. તેમને પણ અનુ ના લગ્ન ની ચિંતા થતી હતી. દિકરી વહાલી હોય પણ એના લગ્ન તો કરવા જ પડે છે એ કડવા સત્ય થી એ વાકેફ હતા. મનસુખભાઇ ને પણ દેવ જેવા છોકરા ની તલાશ હતી જે અનુ ની જોડે શોભે.

એમણે જ્યારે દેવ ને જોયો હતો ત્યારે એમના મન માં પ્રભુ ને એ જ પ્રાર્થના કરી હતી કે પ્રભુ મારી અનુ ને પણ આ ડોક્ટર સાહેબ જેવો જ પતિ આપજો. ગામ માં તહેવારો માં મેળા ભરાતા હોય છે અને એવો જેક મેળો અનુ ના ગામ માં પણ ભરાય છે. અનુ પોતાની સખીઓ સાથે મેળા માં જવાનું નક્કી કરવા છે. આ બાજુ દેવ ને પણ ઈચ્છા થાય છે કે મેળા માં જાઉં કદાચ અનુ દેખાઈ જાય. ગામ ને પાદરે નદી ના કાંઠે મેળો ભરાયો છે. મેળા માં યૌવન ખીલ્યું છે. બાળકો માતાપિતા સાથે ફરવા નીકળ્યાં છે. જુવાનિયાઓ મેળા માં આનંદ કારી રહ્યા છે. છોકરીઓ બંગડી અને બિંદી ની હાટડીઓ પર ખરીદી કરી રહી છે. અનુ પોતાની સહેલીઓ સાથે પાણીપુરી ની લિજ્જત ઉઠાવી રહી છે અને મેળા નો આનંદ લઇ રહી છે. અને દેવ તે ને શોધી રહ્યો છે. પ્રભુ ને પ્રાર્થના કરી રહ્યો છે કે આજે એને અનુ દેખાઈ જાય. આજે કિસ્મત તેનો સાથ આપે છે. એની મહિનાઓ ની તપસ્યા સફળ થાય છે. અનુ ને પાણીપૂરી ખાતા જોઈ ને એનું દિલ ધડકી ઉઠે છે. અનુ એ વાત થી બેખબર છે કે કોઈ એને નિહારી રહ્યુ છે. એનો પીછો કરી રહ્યુ છે. નદી ના કાંઠે થાકી ને બધી સખીઓ બેઠી છે અને વાતો કરી રહી છે. અનુ ના પિતા નો ફોન આવે છે અને અનુ ને જલ્દી ઘરે આવા માટે કહે છે. અનુ તાત્કાલિક ઘરે જાવા માટે નીકળે છે. અનુ નું ઘર મેળા થી દુર હતું એટલે અનુ બસ સ્ટોપ પર બસ ની રાહ જોતી બેઠી હતી. દેવ એનું બાઈક લઈને નીકળે છે અને અનુ ને કહે છે કે આવી જાવ તમને ઘરે છોડી દઉં. અનુ થોડી ઘભરાઇ જાય છે. દેવ ને આમ અચાનક જોઈ ને તેનું દિલ જોર થી ધડકી ઉઠે છે. શુ કરવું એવી મૂંઝવણ માં આવી જાય છે? દેવ તેની મૂંઝવણ સમજી જાય છે અને તેને સમજાવે છે કે અત્યારે બસ મળવા માં મુશ્કેલી પડશે માટે એની જોડે આવવા માં શરમ ના અનુભવે. અનુ મીઠી મૂંઝવણ માં છે ત્યાંજ તેના પિતા નો ફોન ફરી વાર આવે છે તે નીકળી કે નહીં તે જાણવા માટે. અંતે વધુ વિચાર્યા વગર તે દેવ ની પાછળ બેસી જાય છે. દેવ તો જાણે સાતમા આકાશ પર વિહાર કરી રહ્યો છે. આજે તે એક પણ ક્ષણ ગુમાવવા નથી માંગતો. તે અનુ સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. મારુ નામ દેવ છે. હું અહીં ની હોસ્પિટલ માં ડોક્ટર છું. અનુ પ્રત્યુત્તર માં માત્ર હા કહે છે. ફરી થી દેવ એને એનું નામ પૂછે છે ? જવાબ મળે છે અનુ . દેવ ના દિલ ના તાર ઝણ ઝણી ઉઠે છે. જે નામ જાણવા માટે એ તરસી રહ્યો હતો એ અનુ છે. હવે શુ વાત કરવી એ બંને માંથી કોઈ ની સમજ માં આવતું નથી. દેવ આ પ્રત્યેક ક્ષણ જીવવા માંગે છે. ગામ નજીક આવતા અનુ દેવને બસસ્ટેન્ડ પાસે ઉતારી દેવા કહે છે. દેવ એને ઘરે ઉતારી જવા માટે આગ્રહ કરે છે. પણ અનુ ગામ ના લોકો વાતો કરશે કહીને એને બસ સ્ટેન્ડ પાસે ઉતારવા આગ્રહ કરે છે. દેવ નિઃસહાય થઇ ને એની વાત માંની લે છે. દેવ મનોમંથન માં છે કે અનુ ને પોતાની વાત કેવી રીતે કહેવી? અંતે સાહસ કરીને તે અનુ ને કહે છે કે હું અહી એકલો પડી ગયો છું મારી ઓળખાણ વાળું અહીં કોઈ જ નથી. હોસ્પિટલ અને રૂમ સિવાય તે કશે જતો નથી . તેથી તે અહીં કંટાળી જાય છે. તો શું અનુ તેની સાથે દોસ્તી કરશે? અનુ ફરી પાછી મૂંઝવણ માં મુકાઈ જાયછે. શહેરો માં છોકરા છોકરીઓ વચ્ચે દોસ્તી આમ વાત છે પરંતુ ગામ માં એ ચર્ચા નો વિષય બની જાય છે. અનુ ને દેવ નો સહવાસ ગમતો હતો. પણ લોકો અને પિતા શુ કહેશે એમ વિચારવું પણ જરૂરી હતું માટે એ દેવ ને વિચારી ને જવાબ આપવાનું કહે છે. દેવ તેની પાસે તેનો નંબર માંગે છે. પણ અનુ દેવ ને એમ કહી ને ટાળી દે છે કે મને તમારો નંબર આપો જ્યારે હું નવરી હોઈશ ત્યારે તમને ફોન કરીશ. આ વાત થી અનુ પ્રત્યે દેવ નું વધી જાય છે. દેવ ને હંમેશા એવું લાગતું કે કોઈ છોકરી તેને કયારે ના ન કહી શકે. પણ જ્યારે અનુ એને નંબર આપવાની ના પાડે છે ત્યારે એને એવું થાય છે કે એને પોતાની ભાવિ પત્ની તરીકે અનુ નેપસંદ કરી ને કોઈ ભૂલ નથી કરી. પુરુષો ને સાથે ફેરવવા માટે ગર્લફ્રેન્ડ નખરાળી જોઈ એ છે પરંતુ પત્ની તરીકે ઘરેલુ સંસ્કારી અને આજ્ઞાકારી પત્ની જોઇએ છે. આ તેમની માનસિકતા છે. ગામ નું બસસ્ટેન્ડ આવતાં અનુ દેવ ને ઉતારી દેવા કહે છે. દેવ કમને અનુ ને ઉતારવા બાઈક રોકે છે. અનુ દેવ ને આવજો કહીને ઘર જાવા માટે નીકળે છે. દેવ અનુ ને ફોન કરજો કહે છે પણ તેની પેહલા અનુ આગળ જતી રહી હોય છે. દેવ તેને જતા જોઈ રહે છે. જ્યાં સુધી અનુ તેને દેખાય છે ત્યાં સુધી તેને જોયા કરે છે. અંતે અનુ દેખાતી બંધ થતાં તે તેના રૂમ પર પાછો ફરે છે. આ બાજુ અનુ ના પિતા અનુ ની રાહ જોઈ રહ્યા હોય છે. તે અનુ ને આવતા જોઈ ને તે હાશકારો અનુભવે છે. અનુ દોડી ને મનસુખભાઇ પાસે જાય છે. અને તેમની તબિયત તો ઠીક છે ને એવુ પૂછે છે. મનસુખભાઇ કહે છે મને કશું નથી થયું એવુ કહે છે. અનુ તેમને જલ્દી બોલવાનું કારણ પૂછે છે? આ બાજુ દેવ ની હાલત ખરાબ છે અનુ એને ફોન કરશે કે નઈ તે જ વિચાર્યા કરે છે અને અગર અનુ એને ફોન નહીં કરે તો એ અનુ ને ફરી કેવી રીતે મળશે પોતાના દિલ ની વાત કેવી રીતે કહેશે? અંતે તે નક્કી કરે છે કે થોડા દિવસ માટે અમદાવાદ મમ્મી પપ્પા પાસે જવું. જો અનુ ફોન કરે તો ઠીક છે નહીતો અનુ ને દિલ માં જ રાખી આગળ વધવું એ જ સારું રહેશે. કોઈ ની સાથે જબરજસ્તી સંબંધ બાંધી શકાય નહીં અગર અનુ ને હું ગમતો હોઈશ તો એ મને ફોન જરૂર કરશે. વિચારો માં તેની આંખો મીંચાઈ જાય છે. મનસુખભાઇ અનુ ને ધંધામાં અચાનક કામ આવતા અમદાવાદ જવાની વાત કરે છે. અનુ પણ સાથે આવાની વાત કરે છે. મનસુખભાઇ તેને સાથે આવવાની ના પાડે છે. અનુ જીદ કરે છે. પણ મનસુખભાઇ તેને સમજાવે છે કે અહીં રહીને પણ ધંધા માં ધ્યાન આપવું જરૂરી છે. એટલે એ અહીં રહીને ધંધા નું ધ્યાન રાખે અને એ અમદાવાદ જઈને કામ પતાવી ને ૨ દિવસ માં પાછા આવી જશે. તેમને બેગ ભરીને તૈયાર રાખી હતી. તેઓ બસ અનુ ની રાહ જોઈ રહ્યા હતા. બસ નો ટાઈમ થઈ રહ્યો હતો એથી એમને અનુ ને કહ્યું હું જાઉં છું. તારું ધ્યાન રાખજે બેટા અને મનસુખભાઇ ઘર ની બહાર નીકળે છે. થોડું આગળ જતાં એમને બાઈક સાથે અથડામણ થાય છે. મનસુખભાઈ પડી જાય છે અને તેમના પગ માં વાગે છે. તેઓ ઊભા નથી થઈ શકતા. બાઈક વાળો તો ઘભરાઇ ને ભાગી જાય છે. અથડામણ ના અવાજ થી બીજા લોકો આવે છે અને મનસુખભાઇ ની મદદ કરે છે. તેમને હોસ્પિટલ પહોંચાડે છે. અનુ ને ગામ માંથી કોઈ ખબર પહોંચડે છે. અનુ ભાગતી ભાગતી હોસ્પિટલ પહોંચે છે. ત્યાં દેવ તેમની સારવાર કરી રહ્યો હોય છે. અનુ દેવ ને મનસુખભાઇ વિશે પૂછે છે? દેવ તેને સાંત્વના આપે છે અને કહે છે કે ઘભરાવા જેવું કશું નથી પગ માં હેર લાઈન ક્રેક છે જેના માટે આરામ કરવો જરૂરી છે. બે દિવસ હોસ્પિટલ માં રહેવુ પડશે પછી ઘરે જઇ શકાશે.

શુ અનુ દેવ ને પસંદ કરશે? શુ માનસુખભાઈ ની સારવાર થી દેવ અનુ નું દિલ જીતી લેશે? એના માટેવાંચતાં રહો અનુ. પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં.