Nagar 42 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 42

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નગર - 42

નગર-૪૨

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- મોન્ટુનાં કમરામાં ધુમ્મસરૂપી ભયાનક આકૃતિ દરવાજો તોડીને અંદર ઘુસી આવે છે......એ પહેલા ઇશાન મોન્ટુને ઉંચકીને બાલ્કની તરફ ભાગે છે...ઇશાન એલીઝાબેથને જીપ સ્ટાર્ટ કરવા સૂચવે છે પણ એલીઝાબેથથી જીપ સ્ટાર્ટ થતી નથી. હવે આગળ વાંચો...)

ભયંકર આશ્ચર્ય અનુભવતી એલીઝાબેથ ખુલ્લા મોં એ ઇશાનને જોઇ રહી. ઘણી કોશિષ કરવા છતા તેનાથી જીપ શરૂ થઇ નહોતી જ્યારે ઇશાનથી એક જ ધડાકે જીપ શરૂ થઇ હતી એટલે તેનું આશ્ચર્યચકિત થવું સ્વાભાવિક હતું.… પરંતુ ઇશાન પાસે એવું આશ્ચર્ય વ્યક્ત કરવાનો સમય નહોતો. પળે-પળે તે ડરી રહયો હતો, ઉત્તેજના અનુભવી રહયો હતો. તેની આસપાસ જે ભયાવહ ઘટનાઓ બની રહી હતી એ તેની સમજ બહારની હતી. તેને હજુપણ આ બધુ કોઇ ખતરનાક, ભયાવહ સ્વપ્ન જેવું ભાષતું હતું. કોઇ થીયેટરમાં બેસીને તે હોલીવુડની હોરર મુવી જોતો હોય એવું તેને ફીલ થતું હતું. અહીથી પોબારા ગણવામાં જ ગનીમત છે એ સત્ય કયારનું તેને સમજાઇ ગયું હતું અને એટલે જ તેણે કઇપણ વિચાર્યા વગર જીપને રીવર્સ ગીયરમાં નાંખી અને ભયાનક ઝડપે પાછી ભગાવી હતી. પોર્ચનાં પાર્કિંગમાં મઢેલા સીમેન્ટનાં લાલ-પીળા બ્લોક ઉપર જીપનાં ટાયરનો ચિચૂડાટ થયો અને જીપ રિવર્સમાં જ દોડતી બંગલાનાં ગેટની બહાર નીકળી.

એ “સાયો” તેનાં સંપૂર્ણ રૂપમાં આવ્યો હતો. નવનીતભાઇ ચૌહાણનાં બંગલાની પોર્ચમાં ઢગલો થયેલા ધુમ્મસીયા વાદળોથી તેનું સંપૂર્ણ શરીર રચાયું હતું. તે વિલીમર ડેન હતો. આજથી દોઢસો વર્ષ પહેલા આ નગરનાં સમુદ્રકાંઠે લાંગરેલા જહાંજ “ એલીઝાબેથ ડેન ” નો કપ્તાન વિલીમર ડેન... ભયાનક ક્રોધથી તપી ઉઠેલી લાલ હિંગોળક-સી તેની આંખોમાં ભડભડતો અગ્નિ તગતગતો હતો. જમીનથી અધ્ધર, બે-ફૂટ ઉંચે હવામાં તેનો સાયો લહેરાતો હતો. જુના સમયમાં ખારવાઓ જેવી ઢળતી ટોપી તેણે માથે પહેરી હતી. એ ટોપી નીચેથી નીકળતા માથનાં લાંબા ઘુંઘરાળા વાળ હવાની લહેરખીઓ સાથે લહેરાઇ વિકરાળ દ્રશ્ય સર્જતા હતાં. તેનું મોં લાંબુ હતું. લાંબા મોં ઉપર પાંપણો અને પોપચા વગરની તેની આંખોમાં અગ્નિ પ્રજ્વલીત હતો. નાકની જગ્યાએ ખાડો હતો. કાન અને ગાલની જગ્યાએ સફેદ હાડકાનો ઢાંચો દેખાતો હતો. તેનાં હોઠ સમુદ્રમાં પનપતી કોઇ જીવાતો ખાઇ ગઇ હોય એટલા બિભત્સ હતાં. એ અર્ધ-ખવાયેલા હોઠો વચાળેથી તેનાં સફેદ ધવલ દાંતોની પંક્તિ બહાર દેખાતી હતી જે તેની ભયાનકતામાં વધારો કરતી હતી. તેણે લાંબા ડગલા જેવો ઓવરકોટ પહેર્યો હતો. ઓવરકોટ નીચે ચોયણા જેવું પેન્ટ અને ખૂલતા કોલરવાળું ખમીસ પહેર્યુ હતું. ગળામાં કંઇક ચિત્ર-વિચિત્ર આકારનાં બે-ત્રણ માદળીયા લટકતા હતાં, પગમાં લાંબા ગમ બુટ જેવા ચામડાનાં શૂઝ હતા....અને તેના જમણા હાથમાં છડી(લાકડી) હતી. એ છડીનો ઉપલો ભાગ વજનદાર લોંખડનો હતો જેમાં સિંહની મુખાકૃતિ કંડારેલી દેખાતી હતી. એ સિંહની મુખાકૃતિને તેણે મજબુતાઇથી પોતાનાં હાથમાં પકડી રાખી હતી અને છડીને વારે-વારે નીચે જમીન ઉપર પછાડીને તે ભયંકર અવાજ કરતો હતો.

વિલીમર ડેનનાં પ્રેતે ઇશાનની જીપને પોતાનાથી દુર જતા જોઇ અને ભયાનક ગર્જના કરતો તે જીપની પાછળ કોઇ સસલાને જોઇને સમડી ઝપટે એમ ઝપટયો. હવામાં તેનો ધુમ્મસરૂપી સાયો લહેરાયો....ઇશાને પણ એ જોયું. રીવર્સમાં ભાગતી જીપ કંમ્પાઉન્ડની બહાર નીકળી એટલે એક ઝટકે તેણે સ્ટિયરિંગ ઘુમાવ્યુ હતું અને જીપને મેઇન-રોડ ઉપર લાવીને જોરદાર બ્રેક મારી. ફરી ટાયરનાં ચીચૂડા બોલ્યા. ક્ષણવારનાં વિલંબ વગર ઇશાને જીપને રીવર્સ ગીયરમાંથી ફર્સ્ટગીયરમાં નાંખી....એક્સિલેટર ઉપર પગની ભીંસ વધારી, એક ઝટકા સાથે કલચ છોડયો, સેકન્ડોમાં જીપ હવા સાથે વાતો કરવા લાગી. કયાંય રોકાવાનું કે પાછળ ફરીને જાવાનું તો ઇશાન વિચારી પણ શકે તેમ નહોતો. તેણે તો બસ....આંખો બંધ કરી, ભગવાનનું નામ લઇને જીપ ભગાવી મુકી હતી. તે કોમ્યુનીટી હોલ તરફ જવા માંગતો નહોતો. તેને આંચલની ફિકર થતી હતી એટલે જીપને તેણે આંચલનાં રેડિયો સ્ટેશન તરફ જતાં રસ્તે ભગાવી. એલીઝાબેથ જીપનું છતનું હેન્ડલ પકડીને બેઠી હતી. મોન્ટ હજુપણ પાછલી સીટમાં ટૂંટીયુવાળીને પડયો હતો. તેની બંધ આંખોમાં દહેશત ભરી હતી. જાગતો હોવા છતાં આંખો ખોલવાની હિંમત તેનામાં નહોતી.

“ મોન્ટુ....ઘરમાં કેમ કોઇ નહોતું.... ? ” ઇશાને પાછળ જોયા વગર જ મોન્ટુને પુછયું. તેનું આશ્ચર્ય હજુ શમ્યુ નહોતું. આટલી બધી ધડબડાટી બોલવા છતાં ચૌહાણ સાહેબનાં બંગલામાંથી કોઇ બહાર આવ્યુ નહી એ અચરજભર્યુ હતું.

“ મમ્મી ઘરમાં જ હશે....હોવી જોઇએ. ખબર નહી તે કેમ ન આવી....” મોન્ટુએ ઉંચું જોયા વગર જ જવાબ આપ્યો.

“ વિચિત્ર કહેવાય નહિ....! ” ઇશાને આશ્ચર્ય ઉછાળ્યુ અને જીપ ભગાવવામાં ધ્યાન પરોવ્યું.

વિલીમર ડેનનું પ્રેત બંગલાનાં દરવાજે જ રોકાઇ ગયું. જીપમાં બેઠેલા લોકો તેનાં હાથમાંથી છટકી ગયા એ જોઇને તે ભયંકર ગુસ્સે ભરાયો હતો અને બંગલાનાં દરવાજે તેણે ભારે ઉત્પાત મચાવી મુકયો. જીપની પાછળ તે જઇ શકયો હોત પરંતુ તેણે પોતાનો પેંતરો બદલ્યો. ફરી પાછું તેનું શરીર ધુમ્મસનાં વાદળોમાં તબદીલ થયું અને જોત-જોતામાં ત્યાંથી અદ્રશ્ય થઇ ગયું.

***

ટાઉનહોલનાં પરીસરમાં હકડે-ઠઠ મેદની એકઠી થઇ હતી. નગરનો એકેએક બાશિંદો આજે અત્યારે અહી હાજર હતો. તેમને બેસવા માટે પરીસર સંકુલમાં ખુરશીઓ ગોઠવાઇ હતી. હજુ હમણાંજ બપોરનાં ભોજનનો કાર્યક્રમ પત્યો હતો એટલે જમ્યા બાદ તમામ લોકોએ ટાઉનહોલની દિશા પકડી હતી. પરીસરમાં મુકાયેલી ખુરશીઓ ધીમે-ધીમે માણસોથી ભરાઇ રહી હતી.

ટાઉનહોલનું બિલ્ડિંગ બે મજલું હતું. એ બિલ્ડિંગનાં આગળનાં ભાગમાં આ મંડપ સજાવાયો હતો. એ મંડપની મધ્યમાં પરીસરની ફર્શથી એકાદ ફૂટ ઉંચુ પ્લેટફોર્મ બનાવાયું હતું. આરસ-પહાણનાં એ પ્લેટફોર્મ ઉપર અત્યારે ચાર મૂર્તિઓ મુકાઇ હતી જેને સફેદ આછા મલમલનાં કપડાથી બહુ સલૂકાઇથી ઢાંકવામાં આવી હતી. એ પ્રતિમાઓ નગરનાં બૂઝુર્ગોની હતી જેનું આજે થોડી વારમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી નગરનાં મહાનુભવોનાં હસ્તે અનાવરણ થવાનું હતું. નગરજનો માટે આ ક્ષણો તેમનાં જીવનની ધન્ય ઘડીઓ હતી. તેમનાં બૂઝુર્ગોએ જે મહેનત અને લગનથી વિભૂતીનગરનું સર્જન કર્યુ હતું આજે એ બદલ તેમને સન્માન આપી તેમનું રુણ અદા કરવાનો સમય હતો. દરેકે-દરેક નગરવાસીનાં મનમાં આજે આનંદ હતો અને આવનારી ઘડીઓને ઉત્સાહથી ઉજવવાનો ઉમંગ હતો. મંડપમાં એક તરફ હવન થતો હતો. એ હવનમાં આહુતી અપીને તુરંત હાલનાં નગરનાં કર્તા-ધર્તાઓ નવનીત ચૌહાણ, દેવધર તપસ્વી, નિલેશ માથુર અને શંકર મહારાજનાં વરદ હસ્તે મૂર્તિઓનો સન્માન સમારંભ શરૂ થવાનો હતો. એ ઘડીનો નગરજનો બેસબ્રીથી ઇંતેજાર કરી રહયા હતાં.

પરંતુ.....દેવધર તપસ્વી અને શંકર મહારાજનાં મનમાં ભારે ઉચાટ છવાયેલો હતો. તે બંનેએ આજે સવારે ઇશાન સાથે વાતચીત કરી હતી અને એ ચર્ચાનું જે પરીણામ નીકળ્યું હતું એ પરીણામે તે બંનેને થડકાવી મુકયા હતાં. એક તરફ નગરનો ભૂતકાળ અને વર્ષો પહેલા નગરમાં ઘટેલી ઘટનાઓ તેમને ડરાવી રહી હતી તો બીજી તરફ પાછલા થોડા દિવસોમાં જે અનહોની વારદાતો નગરમાં ઘટી હતી એ ઘટનાઓની પાછળ જે શક્તિઓ હતી એ શક્તિઓનાં મનસૂબા બહુ ખતરનાક હતાં એ તેઓ જાણી ચુકયા હતા અને એટલે જ તેઓ અંદરથી ખળભળી રહયા હતાં. આ બધામાં બીજુ એક આશ્ચર્ય તેમને એ પણ થતું હતું કે નિલેશ માથુર કયાંય દેખાતો નહોતો. દેવધર તપસ્વીએ માથુરને ફોન લગાવી જોયો પણ તેમનો ફોન લાગ્યો નહોતો. આ બાબતે તેમણે નવનીતભાઇને પુછયું તો તેમને પણ માથુર સાહેબ વિશે કોઇ જ જાણકારી નહોતી. નગર આખુ જ્યારે ઉત્સવ ઉજવવા ઉમટયું હોય ત્યારે એક માણસની ગેરહાજરીથી જાજો ફરક પડતો નહોતો. તેમછતાં.. જે મૂર્તિઓનું આનાવરણ થવાનું હતું તેમાં એક મૂર્તિ નિલેશ માથુરનાં દાદાની હતી એટલે તેમનું અહી હોવું અનિવાર્ય બની જતું હતું. નવનીતભાઇએ તુરંત એક વ્યક્તિને માથુર સાહેબનાં ઘરે તપાસ અર્થે રવાના કર્યો હતો.

***

રોશન પટેલે બહુ વિચાર્યા બાદ આખરે મન બનાવી લીધુ. તેણે પિટર ડિકોસ્ટાને પણ પોતાની સાથે આવવા મનાવી લીધા. રોશન અને પિટર ડિકોસ્ટા બંને ડિકોસ્ટાની કાર લઇને નગરમાં ઉજવાતા ઉત્સવમાં શામીલ થવા નીકળ્યા ત્યાર તે બંનેમાંથી કોઇને સહેજે ખ્યાલ નહોતો કે તેઓ કયારેય અહી પાછા ફરી શકવાનાં નહોતાં. તેમની નિયતીએ તેમનું ભવિષ્ય ભાખી નાંખ્યું હતું.

***

હકડેઠઠ માનવ મેદનીથી ભરાયેલા પરીસરમાં અચાનક ખળભળાટ મચી ગયો. આમતો ઘણા દિવસોથી નગરનું આકાશ કાળા-ઘનઘોર, ધુમ્મસીયા વાદળોથી ઘેરાયેલું જ રહેતું હતું. લોકોને હવે એની આદત પડતી જતી હતી....પરંતુ, આજે સવારથી જ આકાશમાં કંઇક વિચિત્ર ગતી-વીધીઓ ઉદ્દભવતી હતી. વારે-વારે જોરદાર પવનનાં સૂસવાટા સાથે વાદળો આમથી તેમ નાસભાગ કરતા હોય એવું દ્શ્ય સર્જાતું હતું. તેમાં અત્યારે અચાનક કોણ જાણે કયાંથી જંગી માત્રામાં જથ્થાબંધ વાદળોનાં ધાડે-ધાડા ઉમટવા માંડયા હતાં. બપોરનો સમય હોવા છતાં પહેલેથી આછો અંધકાર તો છવાયેલો જ હતો તેમાં મોટી માત્રામાં ઉમટી રહેલા ઘનઘોર કાળામેશ ધુમ્મસ ભરેલા વાદળોએ વાતાવરણમાં ગહેરો અંધકાર પ્રસરાવી મુકયો. ત્યાં હાજર હતા એ લોકોમાં આ જોઇને આશ્ચર્ય અને ડરનું એક મોજું ફરી વળ્યું.

“ દેવધર....આપણો સમય નજીક આવતો જાય છે. તું તૈયાર છો ને...! ” શંકર મહારાજે તેની પડખે ઉભેલા દેવધર તપસ્વીને ઉદ્દેશીને પુછયું.

“ હાં મહારાજ....! આજે આપણે આપણા બૂઝુર્ગોએ કરેલા કૃત્યનું તર્પણ કરી જ નાંખીએ. જેથી ભવિષ્યમાં આવનારી આપણી પેઢીઓ સુખ-શાતિથી જીવી શકે...” એક નિસાષો નાંખતા તપસ્વી બોલ્યા.

“ જો નવનીતે આ મૂર્તિઓનો પ્રસ્તાવ મુકયો જ ન હોત તો હજુપણ આપણે શાંતિથી જીવતા હોત...”

“ નવનીતને પોતાની અંગત મહેચ્છાઓ છે. તેની મહત્વકાંક્ષાઓએ આજે નગરને તબાહીનાં કગાર ઉપર લાવીને ખડુ કરી દીધુ છે એ સચ્ચાઇનો કોઇ અસ્વીકાર કરી શકે તેમ નથી. છતાંપણ...મારુ મંતવ્ય અલગ છે....” ક્ષીતીજમાં ઉમડતા વાદળોનાં ઢગલા તરફ શૂન્યમસ્તકે જોતા દેવધર તપસ્વી બોલ્યે જતા હતા. “ માનવીએ કયારેકને કયારેક તો તેનાં કર્મોનો હિસાબ દેવો પડતો હોય છે. કોઇક વહેલા હિસાબ ચૂકતે કરે છે તો કોઇક વર્ષ પછી. પણ કુદરત કયારેય કોઇને છોડતી નથી એ સત્ય હકીકત છે. લાખ ચાહવા છતા આ હકીકતને આપણે બદલાવી શકતા નથી. દોઢસો વર્ષ...! દોઢસો વર્ષ પહેલા એક નગરને....એ જહાંજમાં એક નગરમાં હોય એટલાં જ લોકો હશેને....? એ જહાંજને આપણા વડવાઓએ અતિ ક્રૃરતાથી નેસ્તો-નાબુદ કરી નાંખ્યું હતું. આજે દોઢસો વર્ષ બાદ એ નગરનાં લોકો આપણા વિભૂતીનગરને ખતમ કરવા આવ્યા છે તો તેમાં ખોટુ શું છે...? શું એ લોકો માણસો નહોતાં...? જો હતાં, તો પછી આજે આપણને દુઃખી થવાનો કે શોક મનાવવાનો કોઇ અધીકાર કે હક નથી.”

“ તારી વાત સાચી છે દેવધર. ” બસ..,આટલું જ બોલીને શંકર શુકલા ખામોશ થઇ ગયા. તેઓ વિચારમાં ખોવાયા. “ કંઇક એવું કરીએ, જેથી આ નગર અને નગરનાં લોકો બચી જાય....” એકદમ ઠંડા અવાજે તેઓ બોલ્યા.

દેવધર તપસ્વી આશ્ચર્યથી શંકર શુકલાનાં ચહેરા સામુ જોઇ રહયા. શંકર શુકલાએ એકદમ ધીરા અવાજે તેઓ શું વિચારતા હતા એ દેવધર તપસ્વીને જણાવ્યું. દેવધર તપસ્વી તેમની હાં માં હાં મેળવ્યે જતા હતાં.

***

બે ઘટનાઓ એક સાથે ઘટી. ઇશાન ફુલ સ્પીડમાં તેની જીપ ભગાવી રહયો હતો. તેની દિશા આંચલનાં રેડિયો સ્ટેશન તરફની હતી. એવી જ રીતે સામેથી ઇન્સ.જયસીંહ રોઠોડ મારંમાર કરતો આવી રહયો હતો. જયસીંહે ઇશાનને ફોન કર્યો ત્યારે ઇશાન આંચલ ચૌહાણનાં ઘરે હતો એટલે જયસીંહ તેને મળવા આંચલનાં ઘર તરફ મારતી જીપે આવી રહયો હતો. દરિયાકાંઠાથી નગરનાં આખરી ગેટ વચ્ચેનો બે-એક કિલોમીટરનો આ તરફનો પટ્ટો એકદમ સૂમસાન અને હંમેશા ખાલીખમ રહેતો. એ ખાલીખમ રોડ ઉપર અત્યારે આછુ ધુમ્મસ પથરાયેલું હતું. વાતાવરણમાં ફેલાતા જતા અંધકારનાં કારણે જાણે ભર-બપોરે મધરાત થઇ હોય એવો અંધકાર નગર ઉપર ઉતરી આવ્યો હતો. એક તો ઘોર અંધકાર અને ઉપરથી ધુમ્મસની આછી પરતનાં કારણે રોડ ઉપર દસેક મીટર દુરનું દ્રશ્ય પણ દેખાવું મુશ્કેલ બન્યું હતું.

ઇશાનની જીપમાં આગળ, ઉપરની સાઇડ, જીપનાં હુડનાં આગળનાં સળીયામાં બે શક્તિશાળી ફોગ લેમ્પ લગાવેલા હતા. ઇશાનને ધુમ્મસના કારણે જીપ ચલાવવામાં મુશ્કેલી થતી હતી એટલે તેણે જીપની હેડ-લાઇટ અને ઉપરનાં ફોગ લેમ્પ બંને એકસાથે ચાલુ કર્યા હતા અને તેનાં પ્રકાશમાં જીપ ભગાવ્યે જતો હતો. સામની બાજુથી આવતા જયસીંહની પોલીસ જીપમાં ફોગ લેમ્પ નહોતાં. તેણે જીપની ફ્રન્ટ લાઇટો સળગાવી હતી અને તેનાં સહારે જ તે આગળ વધતો હતો. જયસીંહ અને ઇશાન, બંનેની જીપ ગતીથી એક-બીજાની સામ-સામે દોડતી આવતી હતી. એ બાબતથી તેઓ બંને અજાણ હતાં. જયસીંહને ઇશાન પાસે પહોંચવાની ઉતાવળ હતી જ્યારે ઇશાનને આંચલ પાસે...

અને...એ સુમસાન રસ્તા ઉપર, બંને તરફથી સામ-સામે દોડતી આવતી જીપો વચ્ચે....આંચલની કાર રોડની બરાબર મધ્યમાં બંધ હાલતમાં ઉભી હતી. કારની ડ્રાઇવીંગ સીટ ઉપર આંચલ હજુ પણ બેહોશ હાલતમાં પડી હતી. તેને ખબર નહોતી કે તેનું મોત તેનાં તરફ તેજગતીએ દોડતું આવી રહયું છે. ચંદ સેકન્ડોની અંદર જ ભજવાઇ ગયેલું એ દ્રશ્ય ભલભલાનાં હાંજા ગગડાવી નાંખવા પુરતું હતું.

શું થયું એ સમયે....?

વાંચો આવતા અંકે....

પ્રવિણ પીઠડીયા.

ફેસબુકઃ- Praveen Pithadiya

Wtsaap- 9099278278

Please read my another stories…

નો રીટર્ન

નસીબ

અંજામ

*****